SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૭ પણ તે રસ્તો તેમણે છોડ્યો નહીં. ત્યાર પછી દેવો અનેક સ્ત્રીઓનાં રૂપ વિકુર્તીને ગીત નૃત્યાદિ કરવા લાગ્યા, તો પણ તેમનું મન ક્ષોભ પામ્યું નહીં. છેવટે નૈમિત્તિકનું રૂપ ધારણ કરીને તેઓએ તેમને કહ્યું કે—“હે મુનિ! અમે ત્રિકાળજ્ઞાની છીએ, તેથી અમે જાણીએ છીએ કે તમારું આયુષ્ય હજુ ઘણું છે; માટે યુવાવસ્થાના ફળ રૂપ ભોગવિલાસ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં તપ કરજો.’’ ત્યારે મુનિ બોલ્યા કે—“જો આયુષ્ય ઘણું હશે તો લાંબા કાળ સુધી ચારિત્ર પળાશે; વિષયભોગ તો પૂર્વે અનંતીવાર ભોગવ્યા, પણ તેથી કાંઈ તૃપ્તિ થઈ નહીં, હવે જીવતાં સુધી પણ તેની સ્પૃહા નથી.’’ તે સાંભળી દેવોએ જૈનશાસનની પ્રશંસા કરી. પછી એક અરણ્યમાં જમદગ્નિ નામનો વૃદ્ધ તાપસ ચિરકાળથી તપસ્યા કરતો હતો, ત્યાં જઈ તે બન્ને દેવ ચકલા ચકલીનું રૂપ વિકુર્તીને તેની દાઢીમાં માળો બાંધીને રહ્યા. ચકલાએ મનુષ્યવાણીથી ચકલીને કહ્યું કે–‘“હે પ્રિયા! હું હિમવંત પર્વત ઉપર જાઉં છું, થોડા દિવસમાં પાછો આવીશ.’’ ચકલી બોલી કે—‘ત્યાં તમને કોઈ બીજી ચકલી ૫૨ આસક્તિ થાય, તો પછી હું પતિ વિનાની શું કરું? માટે હું તમને નહીં જવા દઉં' તે સાંભળીને ચકલાએ પાછા આવવા માટે ગૌહત્યા વગેરેના સોગન ખાધા. ત્યારે ચકલી બોલી કે—જો તમે પાછા ન આવો તો આ ઋષિના પાપથી લેપાઓ, એવા સોગન ખાઓ તો જવા દઉં.’’ તે સાંભળીને તાપસ ક્રોધાયમાન થયો, અને તે પક્ષીઓને પકડવા માટે દાઢીમાં હાથ નાંખી તેમને પકડીને કહ્યું કે—“અરે પક્ષીઓ! હું પાપી શી રીતે? તે કહો.’’ ત્યારે પક્ષીઓ બોલ્યા કે—“હે તપોનિધિ! ક્રોધ કરશો નહીં. તમારું શાસ્ત્ર જુઓ. તેમાં કહ્યું છે કે— अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं वीक्ष्य, सर्वकार्याणि साधयेत् ॥ १॥ ભાવાર્થ-‘અપુત્રની ગતિ થતી નથી, તેમજ સ્વર્ગ તો મળતું જ નથી. માટે પુત્રનું મુખ જોઈને પછી સર્વ કાર્ય સાધવાં.’ માટે હે ઋષિ! તમે પુત્ર રહિત છો, તેથી તમારી સદ્ગતિ કેમ થશે?’’ આ પ્રમાણે સાંભળીને તે તાપસનું મન ક્ષોભ પામ્યું; તેથી તપસ્યા છોડીને કોષ્ટક નામના નગરમાં ગયો. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેની પાસે જઈને તેણે કન્યાની યાચના કરી. રાજાએ કહ્યું કે‘મારે સો કન્યાઓ છે, તેમાંથી જે કન્યા તમને પરણવાની ઇચ્છા કરે તેને ગ્રહણ કરો.'' પછી તાપસ કન્યાઓના અંતઃપુરમાં ગયો. ત્યાં બધી કન્યાઓએ તેને વૃદ્ધ તથા સંસ્કાર વિનાના અંગવાળો હોવાથી કુરૂપ જોઈને થૂ થૂ કરી તેની અવગણના કરી; તેથી તાપસે ક્રોધથી તે સર્વ કન્યાઓને કૂબડી કરી દીધી. ત્યાંથી પાછા વળતાં રાજભવનના આંગણામાં એક મુગ્ધ કન્યાને ધૂળમાં રમતી જોઈને તાપસે એક બીજોરું તેને દેખાડ્યું. તે લેવા માટે તેણે લાંબો હાથ કર્યો. એટલે ‘આ કન્યા મને ઇચ્છે છે' એમ કહીને તેને ઉપાડી લીધી. રાજાએ શાપના ભયથી હજાર ગાયો તથા દાસી સહિત તે કન્યા તે તાપસને આપી. ત્યાર પછી રાજાની પ્રાર્થનાથી તે તાપસે પેલી સર્વ કન્યાઓને સારી કરી. હવે તે રેણુકા કન્યાને લઈને જમદગ્નિ તાપસ વનમાં આશ્રમ કરીને તેનું લાલનપાલન કરવા લાગ્યો. અનુક્રમે તે કન્યા યુવાવસ્થા પામી, ત્યારે તે તેને વિધિપૂર્વક પરણ્યો. તેને ઋતુકાળ આવતાં www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy