SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ ગોષ્ઠામાહિલ નિતવની કથા દક્ષપુર નામના નગરમાં તોશલીપુત્ર આચાર્યના શિષ્ય આર્યરક્ષિત સૂરિ હતા. તેઓ વજસ્વામી આચાર્ય પાસે કાંઈક અધિક નવ પૂર્વ ભણ્યા હતા. તેમણે શિષ્યોને અલ્પબુદ્ધિવાળા જાણીને અનુક્રમે જુદા જુદા અનુયોગમાં આગમોને સ્થાપન કર્યા; તથા સીમંઘરસ્વામીના વચનથી નિગોદસંબંધી પ્રશ્ન કરવા માટે દેવેંદ્ર તેમની પાસે આવ્યા હતા અને યથાર્થ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે તેમને નમસ્કાર કર્યો હતો. તે સૂરિ એકદા વિહાર કરતાં કરતાં દશપુર નગરે આવ્યા હતા. તે વખતે મથુરાનગરીમાં કોઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો, તેની સામે પ્રતિવાદી તરીકે કોઈ નહીં હોવાથી સર્વ સંઘે એકઠા થઈને વિચાર કર્યો કે-“હાલના સમયમાં આર્યરક્ષિત સૂરિ યુગપ્રઘાન છે.” એમ ઘારીને આ વૃત્તાંત તેમને કહેવા માટે સાઘુના સંઘાટકને એટલે બે સાધુને તેમની પાસે મોકલ્યા. સાધુઓએ જઈને સર્વ વૃત્તાંત તેમને કહ્યો; પરંતુ સૂરિ વૃદ્ધ હોવાથી પોતે જવાને અશક્ત હતા. તેથી વાદલબ્ધિને ઘારણ કરનારા ગોષ્ઠામાહિલ નામના મુનિને તેમણે મોકલ્યા. તે ગોષ્ઠામાટિલે ત્યાં જઈને વાદીનો પરાજય કર્યો. પછી ત્યાંના શ્રાવકોએ ગોષ્ઠામાહિલને વિનંતિ કરીને ચાતુર્માસ રાખ્યા. અહીં આર્યરક્ષિત સૂરિએ પોતાનો અંત સમય નજીક જાણીને વિચાર્યું કે-“યોગ્ય શિષ્યને જ ગણધર (સૂરિ) પદ આપવું જોઈએ. કહ્યું છે કે वुढो गणहर सद्दो, गोयममाइहिं धीरपुरिसेहिं । जो तं ठवइ अपत्ते, जाणंतो सो महापावो ॥१॥ ભાવાર્થ-“ગૌતમ આદિ ઘીર પુરુષોએ વહન કરેલો ગણઘર શબ્દ જાણતો સતો તેને જે અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.” હવે ગણઘરપદને યોગ્ય તો દુર્બલિકા પુષ્પમિત્ર મુનિ જ છે; અને બીજા સર્વે સાધુઓ મારા મામા ગોષ્ઠામાહિલને અથવા મારા નાના ભાઈ ફલ્યુરક્ષિતને ચાહે છે.” એમ વિચારીને આચાર્યો સર્વ સંઘને બોલાવીને કહ્યું કે–ત્રણ પ્રકારના ઘડા હોય છે. તેમાં એક વાલનો, બીજો તેલનો અને ત્રીજો ઘીનો છે. તેને ઊંધા વાળીએ તો વાલના ઘડામાંથી સર્વે વાલ નીકળી જાય, તેલના ઘડામાંથી કાંઈક તેલ ઘડાને વળગી રહે, અને ઘીના ઘડામાં ઘી વઘારે વળગી રહે. તેવી જ રીતે હું સૂત્ર તથા તેના અર્થના વિષયમાં દુર્બલિકા પુષ્પમિત્ર પાસે વાલના ઘડારૂપ થયો છું; કેમકે મારામાં રહેલો સમગ્ર સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો છે, ફલ્યુરક્ષિત પાસે તેલના ઘડા સમાન થયો છું; કેમકે સર્વ સૂત્રાર્થ તેણે ગ્રહણ કર્યો નથી, અને ગોષ્ઠામાહિલ પાસે તો હું ઘીના ઘડા જેવો થયો છું, કેમકે ઘણો સૂત્રાર્થ મારી પાસે જ રહી ગયો છે. માટે દુર્બલિકા પુષ્પમિત્ર જ તમારા સૂરિ થાઓ.” તે સાંભળીને સર્વ સંઘે “રૂછામ:” (ઇચ્છીએ છીએ) એમ કહીને તે કબૂલ કર્યું. પછી સૂરિ સાધુ તથા શ્રાવક બન્ને પક્ષને યોગ્ય અનુશાસન (શિક્ષા) આપીને અનશન ગ્રહણ કરી સ્વર્ગે ગયા. તે સર્વ વૃત્તાંત ગોષ્ઠામાહિલે સાંભળ્યો; એટલે તે મથુરાથી ત્યાં આવ્યા, અને પૂછ્યું કે-“સૂરિએ પોતાને સ્થાને કોને ૧ કેટલાકમાં દ્રવ્યાનુયોગ પ્રઘાન રાખ્યો, કેટલાકમાં ગણિતાનુયોગ પ્રધાન રાખ્યો, કેટલાકમાં ઘર્મકથાનુયોગ પ્રઘાન રાખ્યો, અને કેટલાકમાં ચરણકરણાનુયોગની પ્રઘાનતા રાખી. આમ ચારે અનુયોગમાં આગમોની વહેંચણી કરી નાખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy