SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૭] દર્શનાચારનો આઠમો ભેદ–પ્રભાવના ૨૮૭ પમાડ્યા વિના હું આહાર કરીશ નહીં,'' એવો પોતે લીધેલો અભિગ્રહ તેમણે સંપૂર્ણ પાળ્યો હતો. તે પ્રતિબોધ પામનાર મનુષ્યોમાં કોઈએ પણ તેનો પ્રત્યક્ષ એવો દોષ પણ ગ્રહણ કર્યો નહોતો. પરંતુ ઊલટા તેઓ એવું વિચારતા કે “અહો! આ ધર્મકથા કહેનાર કોઈ મહાપુરુષ લાગે છે કે, જેણે મોહજાળમાં પડ્યાં છતાં પણ પોતાના ગુણોને ભસ્મીભૂત કરી નાખ્યા નથી. કાજળની કોટડીમાં રહ્યા છતાં પણ પોતાના આત્મસ્વભાવને મલિન થવા દેતા નથી. તેના આત્માને ધન્યવાદ ઘટે છે! આ જોકે કોઈ પણ કારણે પતિત થયેલ છે, પણ અવશ્ય અલ્પ કાળમાં જ આ કાર્યથી પાછા ઓસ૨શે. એણે અમારા જ્ઞાનનેત્રો ઉઘાડ્યાં, તે બહુ જ સારું થયું. આ મહાત્મા મોહસાગરમાં બૂડ્યા છતાં ન બૂડ્યા જેવા જ છે. આવો મહાત્મા કોઈ પણ નથી કે જેની આને ઉપમા આપીએ. અથવા તો ખરેખર અમારા જેવા પાપીઓને તારવા માટે જ આ વેશ્યાના ઘરમાં નાવરૂપ થઈને રહ્યા જણાય છે. બીજો કોઈ પણ હેતુ કલ્પનામાં આવી શકતો નથી.’' ઇત્યાદિક વિવિધ પ્રકારનાં ઉત્તમ વાક્યોથી તે ધર્મકથા કહેનારની સ્તુતિ કરતા હતા. જ (૩) ‘‘વાદી’’ પ્રભાવક એટલે પરવાદીનો પરાજય કરનાર. તેના પર વૃદ્ધવાદી, મલ્લવાદી, દેવસૂરિ, સિદ્ધસેન દિવાકર, વાદીવેતાલ શ્રી શાંતિસૂરિ વગેરેનાં દૃષ્ટાંતો પ્રભાવક પુરુષ ચરિત્રમાંથી જાણી લેવાં. (૪) ‘‘આચાર્ય” પ્રભાવક એટલે ગચ્છના સ્તંભભૂત એક હજાર બસો ને છઠ્ઠું ગુણોથી (છત્રીશ છત્રીશીથી) અલંકૃત હોય તે. તેના પર પ્રભવ સ્વામી, શય્યભવસૂરિ વગેરેનાં દૃષ્ટાંતો જાણવાં. (૫) ‘‘ક્ષપક’’ પ્રભાવક એટલે પ્રકૃષ્ટ તપસ્વી. તેના પર છ હજાર વર્ષ સુધી છઠ્ઠ તપ કરનાર શ્રી વિષ્ણુકુમાર, છ માસી તપ કરનાર ઢંઢણકુમાર, સાઠ હજાર વર્ષ સુધી આચામ્ય તપ કરનાર સુંદરી, એક વર્ષ પર્યંત કાયોત્સર્ગે રહેનાર બાહુબલી, વિષમ અભિગ્રહ ધારણ કરનાર બહુદામુનિ,૧ અગિયાર લાખ એંશી હજાર ને પાંચસો માસક્ષપણ કરનાર નંદનમુનિ, સોળ વર્ષ સુધી આચામ્લતપ કરનાર શ્રી જગચંદ્રસૂરિ તથા ગુણરત્ન સંવત્સર તપ કરનાર સ્કંધકઋષિ વગેરેનાં દૃષ્ટાંતો તપસ્વીઓના ચરિત્રવાળા ગ્રંથમાંથી જાણી લેવાં. (૬) ‘‘નૈમિત્તિક’’ પ્રભાવક એટલે ત્રિકાળજ્ઞાની. આ વિષય ઉપર વરાહમિહિરને જીતવા માટે નિમિત્તશાસ્ત્રની પ્રરૂપણા કરનાર શ્રી ભદ્રબાહુસ્વામીનું દૃષ્ટાંત જાણવું અથવા પોતાના સંસારી ભાણેજ દત્તને સાતમે દિવસે મૃત્યુ કહેનાર કાલિકાચાર્યનું દૃષ્ટાંત જાણવું. (૭) ‘વિદ્યાવાન’” પ્રભાવક એટલે સિદ્ધ કરેલ વિદ્યા, મંત્ર, યંત્ર, બુદ્ધિ, સિદ્ધિ, ચૂર્ણ, અંજન, યોગ, ઔષઘ અને પાઇલેપ વગેરે પ્રયોગવાળા જાણવા. તેમાં પાડાનો વધ કરાવવામાં પ્રીતિવાળી કંટકેશ્વરી દેવીને વશ કરનાર શ્રી હેમચંદ્રસૂરિ મંત્રવિદ્યાવાળા જાણવા, અને શ્રીપાલરાજાને શ્રી સિદ્ધચક્રનું યંત્ર આપનાર ગુરુ મંત્રવિદ્યાવાળા જાણવા. વળી તે ઉપર ત્રીજું દૃષ્ટાંત કહે છે કે—કોઈ એક નગરમાં એક અતિ રૂપવતી સાધ્વીને કોઈ રાજા પકડીને પોતાના મહેલમાં લઈ ગયો હતો. તેને છોડી દેવા માટે શ્રી સંઘે રાજાને ઘણો સમજાવ્યો, પણ તેણે છોડી નહીં. પછી એક મંત્રસિદ્ધ ૧ આ નામ અજ્ઞાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy