SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી ઉપદેશપ્રાસાદે ભાષાંતર-ભાગ ૪ [સંભ ૧૮ કરીને ધર્મનું સ્થાપન કરવા લાગ્યા. તે સર્વ સાંભળીને મંત્રી તો મૌન જ રહ્યો; તેથી રાજાએ મંત્રીને કહ્યું કે “તમે કેમ કાંઈ ઘર્મ સંબંધી નિર્ણય જણાવતા નથી?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! આવાં પક્ષપાતનાં વાક્યોથી શો નિર્ણય થાય? વિચારપૂર્વક યુક્તિવાળા પ્રશ્નોત્તરી જાણીને પોતાની જાતે જ ઘર્મની પરીક્ષા કરવી યોગ્ય છે.” પછી મંત્રીએ રાજાની સંમતિથી “ સë વા વદ્દ ન વેતિ” મુખ કુંડલ સહિત છે કે નહીં?” એ ચોથું પાદ સમસ્યાપૂર્તિને માટે આખા નગરમાં પ્રસિદ્ધ કર્યું. તે સાથે કહેવરાવ્યું કે તે આખી ગાથા રાજાના ભંડારમાં છે. વળી નગરમાં આઘોષણા કરાવી કે “જે કોઈ આ સમસ્યા પૂર્ણ કરશે તેને રાજા ઇચ્છિત દાન આપશે અને તેનો ભક્ત થશે.” તે સાંભળીને સર્વ લોક તે ગાથાનું પાદ ગોખવા લાગ્યા. પછી સાતમે દિવસે રાજાએ તે સમસ્યાપૂર્તિને માટે સભા ભરી. તેમાં પ્રથમ એક પરિવ્રાજક બોલ્યો કે भिक्खापविद्वेन मएज दिटुं, पमयामुहं कमलविसालनेत्तं । विक्खित्तचित्तेण न सुट्ट दिटुं, सकुंडलं वा वदनं न वेति ॥१॥ ભાવાર્થ-“મેં ભિક્ષાને માટે આજે કોઈને ઘેર પ્રવેશ કર્યો. ત્યાં કમળના સરખા વિશાળ નેત્રવાળુ એક સ્ત્રીનું મુખ જોયું, પણ મારું ચિત્ત વ્યાક્ષિત હોવાથી મેં બરાબર દીઠું નહીં કે તે મુખ કુંડલ સહિત હતું કે નહીં?” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ રાજાને કહ્યું કે “હે સ્વામી! આ પારિવ્રાજક પારમાર્થિક ઘર્મ જાણતો નથી, કેમકે બરાબર ન જોવાના કારણમાં ચિત્તની વ્યાક્ષિતતા (વ્યાકુળતા) બતાવી છે, પણ વીતરાગપણું બતાવ્યું નથી. ભોજનપ્રાપ્તિના અભાવે ઉપવાસ થયો, તો તેથી કાંઈ ઉપવાસનું ફળ ન હોય.” તે સાંભળીને રાજાએ તે ગાથા વિસંવાદી અર્થવાળી જાણીને તે પરિવ્રાજકને તિરસ્કારપૂર્વક કાઢી મૂક્યો. પછી બીજો તાપસ બોલ્યો કે फलोदगेणंमि गिहे पविट्ठो, तत्थासणथ्था पमया निरिक्खिया । વિવિરવત્તચિત્તે ન સુદૃ વિઠ્ઠ, સવું નં વા વદનં વેતિ રા. ભાવાર્થ-“હું પ્રાતઃકાળે કોઈના ઘરમાં પેઠો, ત્યાં એક પ્રમદાને મેં આસન પર બેઠેલી જોઈ, પણ મારું ચિત્ત વ્યાકુળ હોવાથી મેં બરાબર જોયું નહીં કે તેનું મુખ કુંડલ સહિત હતું કે નહીં?” તે સાંભળીને રાજાએ તથા મંત્રીએ વિચાર્યું કે “આ ગાથામાં પણ તેણે અજ્ઞાનના કારણમાં કાર્યની વ્યગ્રતા બતાવી છે, પણ તત્ત્વાર્થ જણાવ્યો નથી.” ત્યાર પછી ત્રીજો બુદ્ધનો શિષ્ય બોલ્યો કે– मालाविहारे मइ अज्ज दिठ्ठा, अवासिआ कंचणभूसिअंगी । विक्खित्त चित्तेण न सुट्ठ नायं, सकुंडलं वा वदनं न वेति ॥३॥ ભાવાર્થ–“બુદ્ધ સાઘને રહેવાના મઠમાં મેં આજે કંચનાદિનાં અનેક આભૂષણો પહેરી વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈને બેઠેલી એક ઉપાસિકા–સ્ત્રીને જોઈ, પણ વ્યાક્ષિત ચિત્ત હોવાથી મેં બરાબર જોયું નહીં કે તેનું મુખ કુંડળ સહિત હતું કે નહીં?” તે સાંભળીને રાજાએ તથા મંત્રીએ વિચાર્યું કે “આ ગાથામાં પણ તેણે સ્ત્રીના નેપથ્ય જોવામાં વ્યગ્રપણું બતાવ્યું છે, પણ જ્ઞાનતત્ત્વ જણાવ્યું નથી.” એ જ રીતે સર્વ ઘર્મીઓએ કહેલ ગાથાઓ * આ પદ અશુદ્ધ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy