________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3
કામ પડતા મૂકીને પણ તત્ત્વશ્રવણ મળે તો તેને માટે ચાલ્યો જાય છે. પોતાની દૃપ્ટિમાં ભૌતિક સંપત્તિ, અદ્ધિ સિદ્ધિ નહિ પણ આત્મગુણોનું જ આકર્ષણ વધ્યું છે તેથી ધર્મને છોડીને બીજી કોઈ ચીજ તેના આકર્ષણનું કેન્દ્ર બની શકતી. નથી. અપ્સરા જેવી સ્ત્રીઓ, ચૌદ રત્નો, નવનિધાનો કે વિશાળ પૃથ્વીનું સામ્રાજ્ય તેને ભારરૂપ, ત્રાસરૂપ અને બોજારૂપ લાગે છે અને તેથી જ કરીને જીવને કપાયોનું ઉત્થાન થતું નથી. ઉલ્યાનદોષ આ રીતે ટળી ગયેલો હોય છે. ધર્મની સાથે ચોળ-મજીઠના જેવો રંગ લાગેલો હોય છે.
સંસાર વર્તી દરેક જીવને ઇન્દ્રિયાદિ ૧૦ પ્રાણો અત્યંત પ્રિય હોય છે કારણ કે તેના દ્વારા જ તેનું જીવન હોય છે તેને ટકાવવા, વધારવા, નાશ પામતું બચાવવા સંસારમાં જીવો કઈ કઈ ને કેવી કેવી પ્રવૃત્તિ કરે છે તે કાંઈ કહેવાની જરૂર નથી. પ્રદેશી રાજાને પોતાની પત્ની સૂર્યકાન્તા ઉપર ગાઢ રાગ હતો તો તેની સાથે જંગલમાં ગયેલો. તે કહે છે કે સ્વામિન ! ભૂખ લાગી છે, રહેવાતું નથી તો પ્રદેશીએ તેની પ્રત્યેના રાગને કારણે પોતાની જાંઘ ચીરીને માંસ ખવડાવ્યું અને પછી કહે છે કે
સ્વામિન ! તરસ લાગી છે ગમે તે રીતે પાણી લાવો તો પ્રદેશીએ પોતાની નસ ચીરી પાનનો પડિયો બનાવી તેમાં લોહી ભરીને પાયું.
પૈસા, પત્ની અને પુત્રાદિને પોતાના માનીને તેના ગાઢ રાગે જીવે અનંતીવાર પ્રાણ ખોયા છે. દ્રવ્યના લોભથી વૃક્ષો પણ પોતાના પૂર્વના દાટેલા નિધાનોને મૂળિયાથી ઢાંકે છે. પોતાના નિધાનો ઉપર પંચેન્દ્રિય જીવો પણ મૂછથી ઉત્પન્ન થાય છે. સર્પ, ઉંદર, ગૃહગોધા, પિશાચ, પ્રેત, ભૂત અને યક્ષ વગેરે પણ નિધાનભૂમિ ઉપર લોભથી ક્ષ્ય કરે છે. વિમાન, આભૂષણ, ઉધાન, વાવડી આદિમાં મોહ પામેલા દેવો પણ મરીને પાછા તેમાં જ એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થઈ જાય છે.
ક્ષત્રિયો યુદ્ધની ભૂમિ ઉપર દેશની રક્ષા ખાતર તેમજ સ્ત્રીના શીલની રક્ષા ખાતર પોતાનું બલિદાન આપે છે. એક ક્ષત્રિય પરણીને આવેલો અને
ત્યાં જ યુદ્ધની નોબત વાગી. ક્ષત્રિયાણી તેને કહે છે - સ્વામિ! લ્યો તલવાર, અને જાવ યુદ્ધની ભૂમિ ઉપર, શત્રુ ઉપર વિજય મેળવીને પાછા ફ્રજો, કાં રણ મેદાનમાં ખપી જજો પણ શત્રુને કાયરતા નહિ બતાવતા. ક્ષત્રિયાણીના કહેવા છતાં તે જતો નથી ત્યારે ક્ષત્રિયાણીને આશ્ચર્ય થાય છે કે આમ કેમ ? કદી ન બને એવું બની રહ્યું છે.
ક્ષત્રિયાણી પૂછે છે સ્વામિન્ ! કેમ તમે જતા નથી? ત્યારે તે કહે છે કે હું જઉં પછી તારું શું ? ક્ષત્રિયાણી સમજી ગઈ કે તેમને કર્તવ્યના પાલનમાં મારો રાગ આડો આવે છે જો આ સમયે હું ચુકું તો ક્ષત્રિયાણી ન કહેવાઉં. તેથી કહે છે કે લાવો, તલવાર મને આપો. પોતાના હાથમાં લીધી. પોતાના ગળા ઉપર વી દીધી અને પછી કહે છે કે લ્યો ! લઈ જાવ અને હવે યુદ્ધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org