________________
યોગ દ્રષ્ટિનાં અજવાળા ભાગ - 3
૧૫
બદ્ધિ તીવ્ર બને છે તેમ તેમ તે આગળ વધીને ગ્રંથિભેદ કરી શકે છે.
ચોથી દૃષ્ટિમાં ગુણો ઘણા હોવા છતાં - ગુણ દૃષ્ટિ વિકસિત થયેલી હોવા છતાં સૂક્ષ્મબોધની ખામી છે અને તેથી બધા જ કપાયના પરિણામમાં તેને હેય બુદ્ધિ નથી. અહિં ખ્યાલમાં આવતા કપાયો પ્રત્યે હેય પરિણામ છે પણ ગ્રંથિ ન ભેદાવાના કારણે અંદરમાં પ્રવર્તતા કેટલાક કપાયના પરિણામો જ એવા છે કે જેના તરફ ખ્યાલ જ જતો નથી તેથી ત્યાં અનાભોગથી પણ-અજાણતા પણ ઉપાદેય પરિણામ રહીં જાય છે. ગુણષ્ટિ ખીલેલી હોવા છતાં નબળો બોધ જીવને આગળ વધવામાં અટકાયત કરે છે. સૂક્ષ્મબોધ વિના પરિણતિ સારી બનવા છતાં સૂક્ષ્મ બનતી નથી. ગુણો સૂક્ષ્મ બનતા નથી. આ દષ્ટિના બોધને દીપકની ઉપમા
જેમ દીવાને સુરક્ષિત સ્થાનમાં રાખવામાં ન આવે તો પવનનો ઝપાટો લાગતા તેનો પ્રકાશ બુઝાઈ જવાની સંભાવના છે. તેમ આ દૃષ્ટિનો બોધ પણ
ક્યારેક પ્રબળ અશુભ નિમિત્તો મળતા આત્મા જાગૃતિ ગુમાવી બેસે તો ચાલી જવાની સંભાવના છે. જેમ દીવો પ્રકાશ માટે તેલ - વોટ આદિની અપેક્ષા રાખે છે તેમ આ દૃષ્ટિનો બોધ પણ પ્રગટ થવા કે તેમાં ટકી રહેવા માટે જ્ઞાનાવરણીય - મોહનીય કર્મના ક્ષયોપશમની તેમજ શુભનિમિત્તોની અપેક્ષા રાખે છે જો આ ન મળે તો આ દૃષ્ટિના બોધને આંચ આવવાની સંભાવના છે માટે આ દૃષ્ટિના બોધને જે દીપકના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે તે યથાર્થ છે.
ભાવ રેચકાદિના ગુણને અર્થાત્ ળને કહે છે - प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् ।
प्राणांस्त्यजति धर्मार्थं न धर्मं प्राणसङ्कटे ॥ ५८ ॥ પ્રાણથી પણ ધર્મને અધિક માને -
ઉપર કહ્યા મુજબ શુભાશયથી યુકત અને તત્ત્વ શ્રવણ ગુણની પ્રધાનતાવાળો જીવ પોતાની વિશુદ્ધિના બળે. પ્રાણથી પણ ધર્મને શ્રેષ્ઠ માને છે. જીવને “જે દુર્ગતિમાં પડતા અટકાવે, સગતિમાં સ્થિર કરે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે” તે ધર્મ છે.
આ દૃષ્ટિમાં કષાયોનું ધોવાણ સારા પ્રમાણમાં થયેલું હોવાથી ચિત્તવૃત્તિ સ્ફટિકના જેવી નિર્મળ બની છે. પારદર્શક બની છે તેથી સંસારનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ ઓળખાય છે. ધર્મ, તેને બતાવનારા તીર્થકર પરમાત્માઓ, સદ્ગુરુઓ વગેરેનું પણ માંહાસ્ય સમજાયું છે તેથી પુણ્યના ઉદયથી ગમે તેટલો સારો સંસાર મળ્યો હોય તો પણ તેની કોઈ વિશેષતા દેખાતી નથી. આ બધાની વચ્ચે પણ ધર્મ મળ્યો, અંદર ઠરવાપણું થયું, કપાયોની પીડા નહિવત થઈ ગઈ, ઉપશમભાવ અનુભવાયો એનો જ આનંદ છે. તેથી જ લાખો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org