________________
૧૦
શારદા સાગર
તમે મોટા શ્રીમતનો ખજાનો જે હશે અને રાજાઓને ખજાનો પણ જે હશે ! એ ખજાનામાં હીરા-માણેક મોતી પન્ના નીલમ-સોનુ-રૂપું તેમજ રોકડ નાણું આદિ ચીજોને સંગ્રહ કરેલ હોય છે ઘણુ રાજાના ખજાના ખૂબ મોટા હોય છે. જેમાં બહુ મૂલ્યવાન અને અવનવી ચીજોને સંગ્રહ હોય છે, જ્યારે ભારતમાં રાજાઓનું રાજ્ય હતું ત્યારની આ વાત છે, કે લોકે વડોદરાના નજરબાગ પેલેસમાં ગાયકવાડ સરકારનું ઝવેરાત જેવા જતા. તેમના પલંગ ઉપર સાચા મોતીથી ભરેલી ચાદર બિછાવેલી જોઈ લોકો આશ્ચર્યમાં પડી જતા. સિકંદરનો ખજાને સોના તથા કિંમતી ઝવેરાતથી ભરચક હતે. નંદરાજાના ખજાનામાં ઘણું ધન હતું. આ બધી દ્રવ્ય ખજાનાની વાત થઈ. આ બધા ખજાના કરતા આત્માને ખજાને મહા મુલ્યવાન અને મોટો છે. તેને ખેલવાની ચાવી આપણી પાસે છે. એ ચાવી મેળવવી ખૂબ મુશ્કેલ છે. ભાગ્યયોગે ચાવી મળી જાય તે તેને સાચવવા ખુબ સાવધાન રહેવાની જરૂર છે.
બંધુઓ! આ ખજાનો ખેલતા પહેલાં તેની બે વિશેષતાઓ જણાવી દઉં છું. આ ખજાને ચેર કે ડાકુ વડે લૂંટી શકાતું નથી જ્યારે શ્રીમંત કે રાજાને ખજાને ચર કે ડાકુ વડે લૂંટાય છે. આચારંગ સૂત્રમાં શ્રી ભગવંતે કહ્યું છે કેतत्तो से एगया विविहं विपरिसिठं संभूयं महोवगरणं भवति तंपि से एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरति, रायाया वा से विलंपंति, णस्सति वा से, વિગત વા સે, અમરાળા વા ફારૂ ”
અસંયમી સંસારી જો ભવિષ્યકાળમાં આ ધન મને ઉપયોગી થશે એવી આશાથી ધનને સંગ્રહ કરે છે. પણ તેને ખબર નથી કે તે ધન ઉપાર્જન કરવામાં મેં પાપ બાંધ્યું. પણ તે ધનને ભેગવવા રહીશ કે નહિ? પિતાની આંખો સામે પોતે પ્રાપ્ત કરેલી ખૂબ પ્રયત્નપૂર્વક સાચવી રાખેલી લક્ષમીને નાશ થઈ જાય છે. એ લક્ષ્મીના ખજાનાને સ્વજને વિભાગ કરીને વહેંચી લે છે. ચાર ચેરી જાય છે. રાજા લૂંટી લે છે, વ્યાપાર આદિમાં નુકસાન થાય છે, આગ લાગતાં બળી જાય છે, અને જલ પ્રલયાદિ કુદરતી આફતને કારણે નાશ પામે છે. જેમ જેમ ખર્ચાય તેમ તેમ ખૂટતો જાય છે. પણ આત્માનો ખજાને એ અલૌકિક છે કે તે ચોર ડાકુઓ વડે લૂંટી શકાતું નથી.
શાશ્વત સુખને ભર્યો ખજાને, ખર્ચે પણ ના ખૂટે ના કેઈ લૂંટી શકે કદી એ, ના તટે ના ફુટે, મહાવીરની મહેનતની કમાણી મળી છે અપરંપાર
વીરના વારસદાર અમે સૌ મહાવીરના સંતાન.... આ ખજાનાને તૂટવા-ફૂટવાને ભય નથી, તે અગ્નિ વડે બાળી શકાતું નથી,