________________
શારદા સાગર
કહે છે મહાસતીજી! હું નથી મરતી. મારે દેહ મરે છે. તમે કંઈ જોયું નથી માટે આપ ખૂબ હિંમત રાખજે. એમ કહી પિતાની જાતે હાથ જોડીને ત્રણ વખત બોલ્યા કે હે આદેશ્વર દાદા ! મને ભવોભવ તમારું શરણું હો. એટલે મને એમ થઈ ગયું કે હવે મારા તારાબાઈ ચાલ્યા. એટલે મેં એમને ૯-૪૫ મિનિટે સાગારી સંથારે કરાવ્યું. સંથારાના પચ્ચખાણ લેતાં એમના મુખ ઉપર એટલે બધે હર્ષ થયો કે બસ, હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરું થયેલ એટલે આ સંઘ હાજર હતો. સંઘ તથા અમે બધા એમને નવકારમંત્રના શરણાં દેતા હતા પણ પોતે તે છેલ્લા શ્વાસ સુધી
દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ” એ ધૂન ચાલુ રાખી ને તા. ૨૫ મીના રોજ સવારે ૧૦ ને ૧૦ મિનિટે પોતાની જાતે ધૂન બેલતાં બેલતાં ૪૮ વર્ષની ઉંમરે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાબી મહા વદ બીજ ને શનિવાર તા. ૨૫-૨-૬૭ ના રોજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. દીક્ષા લીધી ત્યારથી તેમની એવી ભાવના હતી કે ભલે ઓછું જીવાય પણ હું પડિત મરણે મરું. એ એમની ભાવના પૂર્ણ થઈ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મસાધના સાધી ગયા.
પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા, તેઓ સાતમા શિષ્યા હોવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. આવા પવિત્ર આત્માઓને યાદ કરી તેમના ગુણો જીવનમાં ઉતારવા ઉદ્યમવંત બનીએ એ ભાવના. આજે સૌ સારા વ્રત–પ્રત્યાખ્યાન લેશે તો તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય.
વ્યાખ્યાન નં. ૨
વિષય :- “આત્માનો ખજાનો અષાદ વદ ૩ ને શુક્રવાર
- તા. ૨૫-૭-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
અનંત કરુણાનિધિ, રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા એવા વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણું તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્ર એ પ્રભુ, મહાવીર પિતાની અંતિમ વાણી છે. તે ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં એક મહાન આત્માનો અધિકાર આવે છે. તે અધ્યયનનું નામ શું છે? એ મહાન પુરુષનું નામ શું છે તે વાત આગળ વિચારીશું. પણ સર્વ પ્રથમ આપણે એ વાતને વિચાર કરીએ કે આવા આગમના પાને સુવર્ણાક્ષરે તેનું નામ અંક્તિ થાય છે. જે આત્માઓ આત્માને ખજાને પ્રાપ્ત કરીને ગયા છે તેમનું બીજાનું નહિ. એ ખજાને બે પ્રકારને છેઃ એક દ્રવ્ય ખજાને અને બીજો ભાવ ખજાને.