________________
શારદા સાગર
સંસારની રિદ્ધિ-સિદ્ધિ અને મહાન સુખ તથા પુત્રોનો મોહ છોડી, સંવત ૨૦૧૪ માં અષાડ સુદ બીજના દિવસે તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તો ઘણુ લે છે પણ બાળકને મોહ છેડી દીક્ષા લેવી એ મહાન કઠિન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપીને શૂરવીર બનીને સંયમમાગે તેઓ નીકળ્યા હતા તેવી રીતે અંતિમ સમય સુધી સંયમમાં રક્ત અને મસ્ત રહ્યા હતા.
- અમે મુંબઈ આવ્યા ત્યારે સંવત ૨૦૧૮ નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ કાંદાવાડીમાં, સં. ૨૦૧૯નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨ નું ઘાટકેપરમાં કર્યું. ઘાટકે પરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિની બાઈની દીક્ષા પ્રસંગે પોષ વદ દશમના દિવસે બધા માટુંગા પધાર્યા. તે વખતે મહાસુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઊપડ્યા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રીસશે મેટા મોટા સર્જનને બોલાવ્યા અને ખડે પગે સેવા કરી. પણ વેદનીય કર્મ આગળ કેઈનું ચાલ્યું નહિ. પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા, તેમના મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ ન હતી. જ્યારે જુએ ત્યારે બય પ્રસન્ન રહેતા.
પિતાના કાળધર્મ પામવાના અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું–મહાસતીજી! આજીવન ક્ષણભંગુર છે. નશ્વર દેહને મેહ રાખવા જેવું નથી. હું અઢી દિવસ છું પણ વડી દીક્ષા જેવાની છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તો સાયન થવાની છે. જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં કરીએ. તે કહે, ના. એમ નહિ. હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલોચના કરી. તા. ૨૪-૨-૬૭ ને શુકવાર ૧૦-૧૦ મિનિટે તેમણે ધૂન બોલવાની શરૂઆત કરી. “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું” આ પ્રમાણે પિતાની જાતે બેલવા લાગ્યા.
- તા. ૨૫મી ને શનિવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે જે ગૌચરી લાવ્યા હોય તે બધું પતાવી દેજે, કંઈ રાખશે નહિ. આ દેહ વહેલો કે મોડે છેડવાને છે. માટે એની મમતા બહુ ન રાખવી. મને ગળગળમાં બધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરુણના મેળામાં માથું મૂકીને મારા ગુરુદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. બરાબર તે પ્રમાણે બન્યું. વ્યાખ્યાનને સમય થયા એટલે વસુબાઈને વ્યાખ્યાન શરૂ કરવા મોકલ્યા હતા. હું નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદર સુધી ગઈ પણ મને કંઈ કહેતું હોય તેમ અવાજ આવ્યું કે તને કહ્યું છે કે હું અઢી દિવસ છું ને તું ક્યાં જાય છે! બે ત્રણ વખત અવાજ આવે એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખોળામાં માથું મૂકયું. એમની આત્મરમણતા તો ચાલુ હતી. મને