________________
શારદા સાગર
ઘાટી સભાળી લે. મા-ખાપ વિના બાળકોને સંસ્કાર કયાંથી મળે? ખળકનું કામ ઘાટી સંભાળે તે ઘાટીના સંસ્કારો મળે કે ખીજુ કઈ ? જે પેાતાની સંપત્તિ સમાન બાળકોની ઉન્નતિ માટે જવાખદારી રાખતા નથી, સંસ્કારોનું સિ ંચન કરતા નથી તે માતા ખાળકની શત્રુ અને પિતા વૈરી નહિં તે ખીજું શું કહેવાય ? જેમ માળી બગીચામાં રહેલા કુમળા છોડને સીંચન કરે છે તે ખાગ હરીયાળે ને સુશોભિત અને છે. તેમ માતા પિતા પેાતાના જીવનમાં રહેલા સદ્દ્ગ!ન, સવિચાર, સદભાવના અને સદવર્તન રૂપી સંસ્કારાના પાણીથી પેાતાના સંતાનેાના જીવનમાં સિંચન કરે તે જીવનમાં કયારે પણ રડવાના વખત ન આવે ચાર ચાર દીકરાના માતા પિતા આજે આંખમાંથી આંસુ સારતા હેાય છે. આનું કારણુ અસંસ્કારી જીવન છે.
5
અંધુએ ! જેના ઘરમાં ધનથી તિજોરીતર હાય પણ સંસ્કારરૂપી ધન ન હોય તેા તે ધન કાલસા જેવું છે. ધન એ કાંઈ સંસ્કાર નથી પણ સંસ્કાર એજ સાચુ ધન છે. આપણે સંસ્કાર ધનની ફક્ત વાતા કરીએ છીએ. દુનિયાની ફેશનમાં સંસ્કાર ધનની પણ ફેશન થઈ ગઈ છે. પણ ક્યાંય સાચું સસ્કાર ધન અપાતુ નથી. આજના યુગમાં ફેશનના લેશન સાથે સંસ્કારનું શિક્ષણ કયાં શીખવાડાય છે? સંસ્કારનું શિક્ષણ જ્યાં અપાય છે ત્યાં જવાને ટાઇમ નથી. એક શહેરમાં નવી ફેશન શરૂ થઈ કે નાના ગામડામાં પણ તે પહેાંચી ગઈ જ જાણેા. ત્યાં અભ્યાસ નથી પણ અનુકરણ છે. કયાંય પણ સંસ્કારનું અનુકરણ થાય છે ખરું? જ્યાં જુએ ત્યાં ફ્રેશને સામ્રાજ્ય જમાવ્યું છે.
* લાઇસન્સની જરૂર” પૈસા ખર્ચીને કાર વસાવે। પણ ચલાવવા માટે લાઇસન્સની જરૂર ખરી ને? સરકારી લાઇસન્સ વિના તમારી કાર પણ તમે ચલાવી શકતા નથી. પણ જિન શાસનમાં સંસ્કારની કાર ચલાવવી હાય તે એવા લાઇસન્સની જરૂર નથી. વાણી સાંભળતા વર્ષો વીતી ગયા પણ હૈયું ઘડાયુ કે નહિ? પથ્થર ઉપર ટાંકણાં મારવામાં આવે તે પથ્થરની સુંદર મૂર્તિ બને છે પણ આ પથ્થર જેવા હૃદય ઉપર જિનવાણીના ગમે તેટલા ટાંકણા પડવા છતાં હૈયું ઘડાતું નથી કારણ કે તે માટેનું લક્ષ્ય બનાવ્યું નથી. અંધુએ 1 જિનવાણીના પાનથી જીવનનું ઘડતર શુદ્ધ કર્યું નથી માટે ભાવિ જીવન માટે ચિંતા ભૂલી ગયા છે. આ એક જ જીવન એવું છે કે આત્માના ઉત્થાનનું ચણતર થઇ શકે. માહ્યસુખના રાગમાં જીવન વ્યતીત કરી દીધું તે સમજી લેજો કે ભવિષ્યમાં પસ્તાવાના વખત આવશે. માનવ જીવનના દૃઢ સસ્કાર અધોગતિમાં જતા જીવને ઉગારે છે. પણ જો પેાતાનામાં સંસ્કાર નહિ હૈાય તે ખાળકાને કયાંથી સંસ્કાર આવી શકશે.
જીવનમાં ગુણુ કયારે આવે? સદ્દજ્ઞાન, સદ્દભાવના, સદ્વાણી અને સન હાય ત્યારે ગુણ આવે. સંસ્કાર એ જીવનના પાયા છે. આપણે કહીએ છીએ ને કે રૂપની