________________
શારદા સાગર
ભગવાન મહાવીરનું શરણું લઈને ગયે તે બચી ગયા. એક ભકત પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે હે પ્રભુ! હું તને ક્યારે બોલાવું? દુઃખમાં નહિ બોલાવું કે પૈસા માટે નહિ બોલાવું.
નહીં બોલાવું દેલત માટે કે દર્દીમાં રાહત માટે, મનમાં જયારે જામે લડાઈ, અંતરના શત્રુ કરે ચઢાઈ હો જામે લડાઈ.. ત્યારે મુજને શો પૂરા પાડજે પ્રભુ...મારી મુશીબત મીટાવો પ્રભુ (૨) જ્યારે હું બેલાવું ત્યારે આવજે પ્રભુ...મારી મુશીબત...
મને દઈ આવે ત્યારે હાયય નહિ કરું કે દઈ મટાડવા પ્રભુ તને નહિ બોલાવું, મારા કર્મોદયથી કંગાલ બની જઈશ ત્યારે પણ નહિ કહું, કે હે પ્રભુ! મને ધનવાન બનાવ. પણ જ્યારે મન અને આત્મા વચ્ચે બાહ્ય અને આત્યંતર શત્રુઓનું યુદ્ધ થાય ત્યારે ક્ષમા-સમતા-નિર્લોભતા આદિ એવા શસ્ત્રો મને આપજે કે જેથી મારા આત્માને જ વિજય થાય ને તારા જેવો બની જાઉં. ફરી ક્યારેય પાય ન થાય.
બંધુઓ ! આત્મામાં આવા ભાવ કયારે આવે? દરરોજ શુદ્ધ ભાવથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે. ઘણું કુટુંબ અમે એવા પણ જોયા છે કે દરરોજ પ્રભાતના પ્રહરમાં બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા જ ઊઠીને પ્રાર્થના કરવા બેસી જાય. પછી દૂધ પીવે. આ સંસ્કારનું બળ છે. સંસ્કાર તે એક અદ્દભુત અલંકાર છે. પણ આ જે તે માનવ એટલો બધો આગળ વધે છે કે સંસ્કારની વાતને તો સાવ વિસરી ગયા છે. દશકા પહેલાના માનવીના જીવનમાં ને આજના માનવીના જીવનમાં આસમાન-જમીન જેટલું અંતર છે. પહેલાનું જીવન સાધુ-સાદું ને સરળ હતું. જ્યારે આજનું તેનાથી વિરુદ્ધ જણાય છે. માનવી વિજ્ઞાનમાં આગેકૂચ કરતો જાય છે તેના પ્રભાવે અનેક પ્રકારની સુખ-સામગ્રીના ભેગવટા વડે નૈતિક જીવન નીચું જતું જાય છે. બાહ્ય સામગ્રીથી શરીરને શોભાવી અંતરની બદબેને ઢાંકવાને પ્રયત્ન થાય છે.
આવું જીવન સંસ્કારીનું નથી. આવું જીવન આપણે જીવવું નથી. સાચું જીવન તે સંસ્કારના રંગે રંગાયેલું હોય તે જ છે. આજે માનવીના જીવનમાં ઉપરથી ભભકે લાગે છે પણ અંતરમાં ચિંતાની જવાળાઓ ધગધગતી હોય છે. વ્યવહાર જીવનમાં જેટલો બુદ્ધિનો ઉપયોગ થાય છે તેટલે આત્મિક જીવન માટે ઉપયોગ કરવાને સમય નથી. બજારમાં ખરીદી કરવા જાવ ત્યારે જેવી તેવી વસ્તુ લઈ લેતા નથી પણ ચકાસી ચકાસીને લે છે. ઘી તેલ પણ સુંધી ચૂંધીને લે છે કારણ કે વસ્તુ કામ ન આવે તે વ્યર્થ થાય ને પૈસા નકામા જાય છે. આ વ્યવહારી જીવનની વાત તે સમજાઈ જાય છે. ત્યારે બીજી સાઈડ તરફ દષ્ટિ કરીએ તો જણાય છે કે આત્મિક જીવનને સમજતા નથી પણ તેનાથી દૂર દૂર થતા જઈએ છીએ. દેહને શણગારવામાં ૨૪ કલાક પ્રયત્ન થાય છે પણ આત્માને સંસ્કારરૂપી અલંકારોથી શણગારવાનું મન થતું નથી.