________________
શારદા સીગરે
જાય એટલે બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે. માની લે, કે તમારે બાબો સ્કૂલમાં ભણત હોય ત્યારે ચિંતા થાય છે કે મેટ્રિકમાં પાસ થશે ? મેટ્રિકમાં પાસ થાય કે તરત ચિંતા થાય છે કે તેને કોઈ સારી કૅલેજમાં પ્રવેશ કરવા માટેનું એડમીશન મળશે કે નહિ? જે કઈ સારી કોલેજમાં પ્રવેશ કરવાનું એડમીશન મળી જાય અને અભ્યાસ આગળ ચાલે તે તરત એ ચિંતા થાય છે કે હવે ગ્રેજ્યુએટ કયારે થશે? ગ્રેજ્યુએટ થયો તે તરત એ ચિંતા થાય કે હવે તેને સારી નોકરી કેવી મળશે? અથવા સારા ધંધામાં જોડાઈને સ્થિરતા થાય તે એ ચિંતા થાય છે કે હવે તેને સારા ઘરની સુશીલ કન્યા કયારે મળશે ? જે સારા ઘરની સુશીલ કન્યા મળી જાય અને વિવાહોત્સવ ખૂબ ધામધૂમથી થઈ જાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને સંસાર કે ચાલશે? તેમને સંસાર સારો ચાલે તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને ત્યાં પુત્રનું પારણું ક્યારે બંધાશે? આમ એક પછી એક ચિંતા લાગુ પડી હોય છે.
દેવાનુપ્રિયે ! આ બધી ચિંતાઓનું મૂળ કારણ શું? તમને સમજાય છે! અનંતકાળથી જીવે સ્વદ્રવ્યને છોડી પરદ્રવ્યમાં પ્રીતિ કરી છે. પરમાં રમણતા કરી છે. એક વખત સ્વમાં રમણતા કરે કે મારું સ્વઘર કયું ને પરઘર કયું? સ્વ-પરની પીછાણ કરવી હોય તે સર્વ પ્રથમ આત્માનું દમન કરવું પડશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન ફરમાવે છે, કે -
. अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थय ।
ઉત્ત. સૂ. અ. ૧ ગાથા ૧૫ જીવનમાં બધું જીતી શકાય છે પણ આત્મા ઉપર વિજય મેળવી મુશ્કેલ છે. તમને થશે કે આત્માનું દમન કરવાથી શું લાભ છે? આત્માનું દમન કેવી રીતે કરવું ? શાસ્ત્રમાં આત્માના આઠ પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય આત્મા, કષાય આત્મા, જ્ઞાન આત્મા દર્શન આત્મા, ચારિત્ર આત્મા વેગ આત્મા ઉપગ આત્મા વીર્ય આત્મા. આ આઠ આત્મામાં કષાય આત્મા રાગ-દ્વેષની પરિણતિ તરફ જઈ, કમનું બંધન કરાવે છે ને તેના કારણે અનંત સંસાર ઊભો થાય છે. એવા રાગ-દ્વેષનું દમન કરનાર આત્મા આ લેક ને પરલોકમાં સુખી થાય છે.
આ જગતમાં દેહના સંગે રહી ચેતન એ આત્મા જડ જેવો બની ગયો છે. જડની દુનિયામાં વિચરતો અને કલ્પનાની પાંખે આકાશમાં ઊડ્ડયન કરતો ચેતન પોતાને વીસરતો જાય છે. જીવન શું છે? ને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેને જ્યાં વિચાર નથી થતો ત્યાં આત્માને જીતવાની કે રાગ-દ્વેષને હટાવવાની વાતનું ભાન કઈ રીતે થાય? માનવ જીવનની સફળતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે. જેણે આત્માને ઓળખ્યા હોય, આત્મા વિષે શ્રદ્ધા હોય તેને આત્માસાધનાને વિચાર આવે