________________
આત્માને ચાટીને બન્યા છે. અને આત્માને રહેવાને આધાર સ્થાન આ સંસારમાં શરીર છે. શરીર વિના આત્મા સંસારમાં રહી શકતું નથી. આ શરીર જીવાત્માને આધારરૂપે મળ્યું છે. આત્મા તે અદ્રશ્ય–અરૂપી તત્વ છે. એટલે એને તે કઈ ને કેઈ આધાર ગમે તેવું શરીર જોઈએ જ. અને આ શરીરના માધ્યમથી એ પ્રવેગ કરવે જોઈએ કે જેથી અંદરથી આત્મા ઉપર રહેલા કર્મો ક્ષય થતા જાય.
તપેલાના સ્થાને આપણું શરીર છે. અને તે તપેલામાં દૂધ-પાણીની જેમ શરીરમાં આત્મા અને કર્મ છે. પ્રાયમસ ઉપર તપેલુ મુકાય છે. પ્રાયમસમાંથી તાપ (અગ્નિ) નીકળે છે. અને તે દૂધ-પાણીમાં જશે કયાંથી? તપેલામાં થઈને જ. તે પહેલા તપેલુ જ ગરમ થશે કે પાણી ? પહેલાં તપેલું જ ગરમ થશે. એમ (તાપ) તપ રૂપી અગ્નિ પ્રગટ કરવાથી સર્વ પ્રથમ અગ્નિ શરીરને અસર કરશે. શરીર માધ્યમ છે. માટે પહેલા શરીર વડે જ તપ કરવાનું કહ્યું છે. શરીર થકી જે તપ કરશું તેમાંથી નિર્માણ થયેલ અગ્નિ-તાપ-અંદર આત્મામાં પહોંચશે. અને આત્માને સ્પર્શ થયા પછી તેમાં રહેલા કર્મને તપાવશે (દૂધમાં જેને પાણીને તપાવે છે તેમ) આત્મા તપીને લાલચોળ થશે. અને જેમ પાણી વરાળ થઈને ઉડી જાય છે. તેમ આત્મા ઉપર લાગેલ કામણવર્ગણા જે કર્મ રૂપ પરિણમે છે તે બળીને રાખ થતી જશે. અને ખરીને
૨૬