________________
( ૨૯ ),
કરુણાબુદ્ધિથી દીન, દુખીયાં, અપંગ, લાચાર આદિને સંતોષવા માંડયાં.
આનંદિત થઈ શહેરના લોકો વધામણું કરવાને માટે તે શ્રેણીના ઘર તરફ આવતા હતા. તે લોકોની એટલી બધી ગણતરી હતી કે બીજા મનુષ્યોને જવા આવવાને માર્ગ બંધ થઈ ગયો હતો. મનુષ્યોનું આટલું બધું જવું આવવું અને તેને કોલાહલ સાંભળી રાજમહેલના ઝરૂખામાં રહેલી રાણી ચંદ્રલેખાએ કમલા નામની ધાવમાતાને બોલ વી તેનું કારણ પૂછયું. થોડી જ વખતમાં તપાસ કરી કમલાએ રાણીને જણાવ્યું. મહાદેવી! ચંદ્ર શેકીને ઘેર આજે લોકો મોટું વધામણ કરે છે, તેથી મનુષ્યોની આટલી બધી ભરતી જણાય છે અને કેલાહળ પણ તેને જ છે.
વધામણું કરવાનું કારણ શું? કમળાએ જણાવ્યું. આપણા ગામના ધનાઢય વ્યાપારી ચંદ્ર શ્રેણીને પુત્ર સેમચંદ્ર સમુદ્રમાર્ગે પરદેશ ગયો હતો, પરદેશથી ઘણું દ્રવ્ય કમાઈને સુખશાંતિથી પાછેર ઘેર આવ્યો છે, તેના હર્ષથી આ સર્વ ધામધૂમ કરવામાં આવી છે.
આ વર્તમાન સાંભળી દેવી ચંદ્રલેખાએ કમળાને જણાવ્યું કે–તારે પણ તે શેકીને ઘેર વધામણું કરવા જવું જોઈએ, કારણ કે ગમે તેવા મહાન પુરુષોએ પણ ઉચિત પ્રવૃત્તિ તો સાચવવી જ જોઈએ. ઉચિત પ્રવૃત્તિ નહીં કરનાર પિતે મહાન હેય તથાપિ લઘુતા. પામે છે. કહ્યું છે કે “ રાંકથી લઈ રાજપર્યંતને કઈ પણ માણસ ઉચિત પ્રવૃત્તિનો અનાદર કરનાર હોય તેને પ્રભુત્વની ઈચ્છા કરતા દેખી બુદ્ધિમાન તેની હાંસી કરે છે. અર્થાત્ ઉચિત પ્રવૃત્તિને નહિ જાણનાર મનુષ્ય પોતાની પ્રભુતાને પિતાને હાથે વિનાશ કરે છે.”
આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં કમળા પણ ઉચિતતાને લાયક ભટણું લઈ ચંદ્રશ્રેણીને ઘેર ગઈ. “ રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીકત ચંદ્રકોણીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને કોઈના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી.