________________
( ૨૮ ).
સંચય (સંગ્રહ) કરી રાખતી નહતી.
પિતાના દુસહ પ્રતાપથી શત્રુવર્ગના દર્યને દૂર કરનાર ચક ગુપ્ત નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકોમાં તેનું બીજું નામ સિલામેધ પણ પ્રખ્યાત હતું.
ત્રણ શકિત, મહાન સત્વ, સૌમ્યમૂત્તિ, ઉજજવળ કાતિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેનો પ્રતાપ વૃદ્ધિ પામતો હતા. યુવતિઓના, વિદ્વાનેના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બહસ્પતિ અને પ્રચંડ સૂર્ય સમાન આ રાજ ભાસમાન થતો હતો.
- પિતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તો શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો.
તે રાજાને નિષ્કલંક અને દેખનારને શીતળતા પ્રાપ્ત કરાવનાર નવીન ચંદ્રલેખા(ચંદ્રરેખા)ની માફક ચંદ્રલેખા નામની પટ્ટરાણી ‘હતી, છતાં બન્નેમાં (ચંદ્રરેખા અને ચંદ્રલેખામાં) વિશેષ એટલે હતો કે, ચંદ્રની રેખા વાંકી હતી અને આ ચંદ્રલેખા સરલ સ્વભાવની હતી. તેણુનું નિરુપમ સૌંદર્ય અને સૌભાગ્યને જોઈને જ જાણે શરમાઈ ગઈ હોય તેમ આજકાલ ભાગ્યે જ અમરીઓ (દેવાંગનાઓ) દર્શન આપે છે–દેખાય છે.
તે રાણુને સંપૂર્ણ અવયવવાળા, પૂર્ણ લાવણ્યતાવાળા, સુંદર આકૃતિવાળા, ભદ્ર સ્વભાવવાળા, અને ઉત્તમ પરાક્રમવાળા અનુક્રમે સાત પુત્ર થયા હતા.
તે શહેરમાં ચંદ્રશ્રેષ્ઠી નામને એક ધનાઢય વેપારી રહેતો હતો. ઘણે ભાગે તેનો વ્યાપાર સમુદ્રમાર્ગો પરદેશ ખાતે વિશેષ હતો. એક દિવસે તે શ્રેષ્ઠીએ શહેરના તમામ મંદિરોમાં અષ્ટાબ્લિક મહોત્સવ શરૂ કરાવ્યો. આખા શહેરમાં રાજાની આજ્ઞાથી અમારી પડહ વજડાવ્યો. (કોઈએ કોઈ પણ જીવને મારવા નહિ, તેને અમારી-પાહ કહે છે.) ભકિતપૂર્વક સુપાત્રોમાં દાન આપવું શરૂ કર્યું. અને