________________
- પ્રકરણ પાંચમું
આ જિનપ્રાસાદ કોણે બનાવ્યો?
ચંપકલતાએ તે મહામુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક નમ્ર તાથી પ્રશ્ન કર્યો–હે ભગવાન! આવા વિષમ પ્રદેશમાં આ જિનપ્રા. સાદ કોણે બંધાવ્યો ? કયારે બંધાવ્યો? અને કેવા સંયોગોમાં બંધાવ્યો ? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. જ્યારે અને કેવા સંયોગે વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબો છે.
ચંપકલતા... રાજકુમારી સુદર્શના કોણ હતી? કયાં અને ક્યારે થઈ ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું ? તે આપ કૃપા કરી અને વિરતારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બેધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર, સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તો આપને તેનો વિશેષ ફાયદો છે. મહાત્મા પુરુષો નિરંતર પિતા કરતાં બીજાનું
ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમ કે પિતાનું ભલું કરવું તે તો પિતાને સ્વાધીન જ છે અને પરને ઉપગાર કરવાનો વખત કઈક પ્રસંગે જ બને છે.
ગુરુશ્રીએ ઉત્તર આપ્યો. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા યોગ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગોપાત તારા પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે, હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, તું સાવધાન થઈને સાંભળ.
ચંપકલતા-આપને આ બાળક ઉપર મહાન અનુગ્રહ.