________________
૨ ૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માટે જ જ્ઞાનિ ભગવંતે ફરમાવી ગયા છે કે :
मिच्छत्तं उच्छिंदिय समत्तारोवणं कुणइ नियकुलस्स । तेण सयलो वि वंसो सिद्धिपुरीसमुहं नीओ ॥ १ ॥ संमत्तं उच्छिंदिय मिच्छतारोवणं कुणइ नियकुलस्स । तेण सयलोवि विवसो हुग्गइपुरी संमुहं नीओ ॥ २ ।।
અર્થ : જે મહાભાગ્ય આત્માએ, મિથ્યાત્વને (હિંસાદિ અધર્મને) ત્યાગ કરીને, સમ્યકત્વનું (અહિંસાદિ ધર્મનું) પિતાના કુલમાં આરોપણ કર્યું છે, તે મહાનુભાવે, પિતાની પરંપરાના વંશજોને, સિદ્ધિપુરીની સન્મુખ બનાવ્યા છે. જે ૧ |
અને જેણે સમ્યકત્વને-(અહિંસાદિ-ધર્મને) ત્યાગ કરીને, પિતાના કુલમાં, મિશ્રા ત્વનું (હિંસાદિ પાપનું આરોપણ કર્યું છે, તેણે બધે જ પિતાને વંશ કુર્ગતિ નગરીને મુસાફર બનાવ્યા છે. || ૨ | જેમ કેઈ માણસ પિતાનાં ક્ષેત્રોમાંથી, એરંડા કે ધતુરા જેવા તુચ્છ અથવા દુષ્ટ વૃક્ષને. • ઉખેડીને, તે જ જગ્યાએ આંબા કે કલ્પવૃક્ષને વાવે છે, તેણે પિતાની પરંપરાના વંશજેને
સુખિયા બનાવ્યા ગણાય છે. ઉત્તરોઉત્તરના વંશજો હવે પછી આંબા જ વાવનારા થાય છે. પરંતુ એરંડા-ધંતુરાને વાવતા નથી. તેથી તેઓ સદાકાળ સુખિયા બને છે. કયારે પણ દરિદ્રી થતા જ નથી.
હવે કઈ અજ્ઞાનથી જડ બનેલા, અથવા ગાંડા મનુષ્યો, પિતાની જગ્યામાં કુદરતી ઊગેલે આંબે કે આંબા, તેનું પરિણામ સમજ્યા વગર, તેનાં ફળની ઓળખાણ ન હોવાથી તેને નિમૅલ ઉખેડી નાંખીને, ત્યાં કઈ મૂર્ખમનુષ્યની શિખામણથી, એરંડા-ધતુરા-બાવળખેજડા-આકડા જેવાં, તુચ્છ ફળવાળાં ઝાડને વાવીને, પોતાના ભવિષ્યના અભ્યદયને નાશ કરનારા બને છે.
તેમ આંહીં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાપરિહારમય, દેવ-ગુરુધર્મની કસોટીવાળે, પાપપુણ્યની સમજણ બતાવનાર, જગતની કઈ પણ વસ્તુને સમજાવીને સારા નબળાની સમજણ આપનારે, ચાર ગતિ, પાંચ જાતિ-છક્કાય આદિ જીવોના ભેદ સમજાવનાર; શ્રી વીતરાગદેએ ફરમાવેલ. ધર્મ. આંબા અને કલ્પવૃક્ષ જેવો છે.
અને આનાથી વિપરીત. જગતના ધર્મોમાં, હિંસાદિ પાપોની સૂગ નથી. માંસાદિ અમેધ્ય વસ્તુઓના નિર્ભય વપરાસો ચાલુ હોય છે. જેનેની વસતિ વગરના દેશમાં, રેકટેક વિના, પ્રાણીઓના નાશ થાય છે. માંસ, મચ્છી, ઈંડાં, કુકુડાં, બતકાં વગેરે પ્રાણીઓનાં અવયના બજાર ભરાય છે, ગુરુઓ અને ભકતે, નિર્દયપણે વાપરે છે. આવાં પાપની પરંપરા, તુચ્છવૃક્ષોના વાવેતર જેવી છે, પછી કરડે જીના શ્રાપ પામનારા, રાજામહારાજાઓની પરંપરા, ઘણે વખત કેમ ચાલી શકે?
આ જગ્યાએ ધર્મ પાપના પક્ષપાતને જણાવનારી એક કથા લખાય છે?