________________
૧૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ગણાય છે. તેથી જૈન રાજાઓને કે મહાઅમાત્યને પિતાના, ધર્મના અને પ્રજાની સલામતીના રક્ષણ માટે પણ, યુદ્ધ કરવાં પડ્યાં હોય—પડ્યાં છે.
ફેર માત્ર એટલો જ કે “પાપીનું પડ્યું અને ઘમની હાલમાં રાજ્યસેલપી–સત્તાલેપી અથવા સ્ત્રી કે ધનના લુપી, સિદ્ધરાજ જયસિંહ અલાઉદ્દીન ખિલજી અને
ઔરંગજેબ જેવાઓ વિના કારણે પાપ આચરનારા હતા. જ્યારે જેનરાજા-અમાત્યને તે, પિતાની સલામતી જાળવવા કે રક્ષણ પૂરતાં જ યુદ્ધ કરવાં પડયાં છે. ભાવથી જૈનધર્મ પામેલા રાજાઓને કે, મનુષ્યોને, પ્રતિક્ષણ પાપનો ભય હોય છે જ.
તેથી વાંચકો સમજી લે કે ફક્ત વૃષભદેવસ્વામીના જ નહી. પરંતુ શ્રી સુવિધિનાથ સ્વામી સુધી નવ જિનેશ્વરદેવના તીર્થો સુધી. જેન ધર્મનું સામ્રાજ્ય હોવાથી અહિંસાને ફેલા રક્ષણ અને પાલન ઘણું જોરદાર હતાં.
શ્રી વૃષભદેવસ્વામીના વંશના રામચંદ્ર મહારજ સુધીના બધા રાજવીઓ ન્યાયનીતિ-ધર્મમય જીવન જીવનારા હતા. પ્રજાને પિતાનાં બેટા-બેટી પેઠે જ પાલતા હતા. પ્રજાના સુખ-સુખી, દુઃખે દુઃખી રહેનારા હોવાથી પ્રજાને આવા, પિતા સમાન રાજાઓ, પસંદ પડે એમાં આશ્ચર્ય શું? વળી અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અમમત્વ જેવા, ધર્મગુણનું સદાકાલ સેવન હોય, તેવા રાજાઓના વંશમાં અવિચ્છિન્નતા ટકી રહે, તેમાં પણ આશ્ચર્ય ન જ ગણાય.
સાથોસાથ વિનય, વિવેક, નમ્રતા, પૂજ્યમાં આદર, સન્માન, સમર્પણભાવ વિગેરે મનુષ્યપણાના સાહજિક ગુણો, સૂર્યવંશી રાજાઓમાં ભરચક ભરાએલા રહેતા હોવાથી, કુસંપને પ્રવેશ થતો જ ન હોવાથી, ચાડીઆ કે ખુશામતખોરની વાતો પણ કઈ સાંભળતું નહીં. તે કારણે છિદ્રાવેશી દુર્જને બિચારા કયારે પણ ફાવી શકતા નહીં. તેથી જ તેમની રાજ્ય પરંપરા અસંખ્યાત કાળ, અસંખ્યાતા પુરુષે સુધી ચાલુ રહી. તેમાં નવાઈ પામવાને કશું કારણ નથી.
પ્રશ્ન : રાજ્ય અને લક્ષમી સાથે સહજ વરેલા શિકાર અને માંસાહાર, આટલી મોટી પરંપરામાં પ્રવેશ જ ન કરે એ કેમ માની શકાય?
ઉત્તર : ભાગ્યશાળી આત્મા ! ધર્મ કે પાપ દેખદેખી કે ગતાનુગતિક મનાયા છે. જેની જેવી પરંપરા તેને તે ધર્મ » જેમકે આજે જેનના ઘરમાં જન્મેલ બાળક, પ્રાય હિંસા શીખે જ નહીં. માંસાહાર-મદિરાપાનનું સ્વપ્ન પણ આવે નહીં. તે જ પ્રમાણે અનાર્યસ્વેછોનાં કુમળાં જન્મેલાં છોકરા, છોકરીઓને. ગળથુથીમાં જ પિતાના કુળના સંસ્કારોથી માંસાહાર, મદિરાપાન ગમે છે. જીવની હિંસામાં પણ આનંદ થાય છે. આ બધું સ્વભાવસિદ્ધ છે.
તેમ આપ શાને વાંચશે તે સમજાશે કે, જૈનશાસનમાં સ્વીકારાએલા, તીર્થકર ભગવાન, ઊંચામાં ઊંચા ત્યાગી હતા. ઝીણા મોટા પ્રાણી માત્રના રક્ષણમાં જ જાગતા હતા. તેમના મનમાં, વાણીમાં, કે શરીરમાંથી, હિંસા-અસત્ય-અદત્તગ્રહ-મૈથુન અને નાને-મોટે