________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સાથોસાથ ત્રીજા, ચોથા વર્ગ ધર્મ અને મોક્ષની પરાકાષ્ટાને જણાવતી નીચેની બે ગાથા લખાઈ છે તે વાંચો: भरतादनु सन्ताने सर्वेपि भरतवंशजाः । अजितस्वामिनं यावद् अनुत्तराशिवालयाः ॥१॥ હરિ સંપ તથ: હેંડજ્યારા તથા : ઉ સફેંડાઇ તારિતઃ ૨II ' અર્થઃ ભરત મહારાજના વંશમાં, અજિતનાથ સ્વામી થયા ત્યાં સુધીના બધા જ રાજવીઓ, અખંડ પ્રતાપી હતા. ત્રણ ખંડના રાજાઓ ઉપર આજ્ઞા ચલાવનારા હતા સાથેસાથ ગૃહસ્થ ધર્મ પણ ખૂબ જ ઊંચે આરાધનારા હોવાથી, બધાએ શ્રી શત્રુંજયગિરિને સંઘ કાઢયે હતો, અર્થાત બધા રાજાએ ચાર પ્રકાર શ્રીસંધ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાઓને લાખોની સંખ્યામાં સાથે લઈ, શત્રુંજય ગિરિરાજને ભેટયા હતા.
બધા રાજવીઓએ શત્રુંજય ગિરિરાજ ઉપર, તીર્થને ઉદ્ધાર કરાવ્યું હતું, અને શ્રીનિશ્વરદેવનાં ચિત્ય કરાવ્યાં હતાં. પ્રતિમાઓ સ્થાપના કરી હતી, અને પ્રાન્ત તે બધા મહાપુરુષોએ દીક્ષા લીધી, નિરતિચાર આરાધી, અને અનુત્તર વિમાન અથવા મેક્ષગતિમાં ગયા હતા.
પ્રશ્નઃ ઉપરનાં બે લેકમાં, ચારિત્ર લીધાનીકે નિર્દોષ આરાધ્યાની વાત લખી નથી. તે પછી દીક્ષા લીધી નિરતિચાર આરાધ્યાની વાત કયાંથી લાવ્યા ?
ઉત્તરઃ અનુત્તર રિવાઢા ઃ આ વાક્ય જ ઉપરની વાતને અર્થથી સૂચવે છે. આત્મામાં ભાવચારિત્ર પ્રકટે તેવા, અતિ ઉચ્ચ ચારિત્ર આરાધનારા, સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર–તપની પરાકાષ્ટાએ પહોંચેલા, મન-વચન-કાયાથી, અલ્પ પણ અતિચાર દેષ) નહીં લાગવા દેનારા, અતિ અલ્પ પણ પ્રમાદને વશ નહીં થનારા, શરીરના બધાં સુખને તિલાંજલી આપનારા. ઉપસર્ગો કે પરિગ્રહોને, સમતાથી, બહાદુરીથી, શૂરવીરપણાથી, ગ્લાનિ લાચારી બતાવ્યા વગર, સહન કરનારા, માસના, બે માસના, ત્રણ માસના, ચાર માસના વગેરે મોટી તપ કરનારા, શાસ્ત્રને પાર પામેલા, તે પણ ગુરૂઓની અખંડ આજ્ઞા પાળનારા, વળી આચાર્ય-ઉપાધ્યાય-સ્થવિર–તપસ્વી-પ્લાન સાધુઓની ઊભા પગે વેયાવચ્ચ કરનારા, તથા રત્નત્રયી આરાધક મહામુનિરાજોના ગુણને રાગ, આદર, અનુમોદન કરનારા, એવા એવા અનેક સદ્ગણોને પામેલા, અને આરાધનારા હોય, તે જ અનુત્તર વિમાન કે મેક્ષગતિમાં જાય છે.
પ્રશ્ન : કહેવાય છે કે ભરતરાજા અને તેમની પછીના આઠ રાજાઓ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા હતા, તો પછી આ બધા રાજાઓએ ચારિત્ર લીધું હતું. એ બરાબર નહીંને !
ઉત્તર : લીધું કે પામ્યા. શબ્દરચના જુદી હોવા છતાં. અર્થ બદલાત નથી. ભરત મહારાજા અને તેમના સૂર્યયશા વિગેરે પટ્ટધર રાજવી અને પછીના દંડવીર્ય સુધીના આઠ રાજવીઓ પણ, સીધું જ ક્ષાયિક ભાવનું પાંચમું અપ્રતિપાતિ યથાખ્યાત-ચારિત્ર પામી, જ્ઞાનાવણ્યાદિ ચાર કર્મોને ક્ષય કરી કેવલી થયા. પ્રાન્ત બાકીના વેદનીયાદિ ચારકર્મો ક્ષય કરી, મોક્ષ પધાર્યા એટલે ઉપરની વાતને ટેકે મળે છે.
ઉપરના વર્ણનથી વડીલની આજ્ઞા પાળનારાઓને પરંપરાએ શક્તિ સામગ્રી, શ્રદ્ધા, ક્રિયા, પ્રભાવના, આચાર, ત્યાગ, વાત્સલ્ય, ઉદારતા અને પ્રાન્ત ચારિત્ર અને ઉચ્ચમાં ઉચ્ચ દેવત્વ અથવા મેક્ષગતિની પ્રાપ્તિ અપાવે છે. કહેવત છે કે, “કુલમાંહી પ્રભુ