________________
યા
૧૧ ગુરૂને યોગ હોય તો ઓછામાં ઓછી દર વરસે એક વખત તે જરૂર ગુરુ પાસે આલોયણું લેવું જોઈએ. કહ્યું છે કે – જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સેનાના થઈ જાય અને તેનું કઈ સાત ક્ષેત્રમાં દાન આપી દે તે પણ આલોયણુ કર્યા વિના એક દિવસના પણ પાપથી મુક્ત થઈ શકાતું નથી; વળી જંબુદ્વીપમાં જેટલા વેલુઓનાં રજકણ છે તે બધાં રત્નો થઈ જાય અને તેનું દાન કઈ સાતે ક્ષેત્રોમાં આપી દે તો પણ આલોયણુ કર્યા વિના એક દિવસના પાપથી પણ મુક્ત થવાતું નથી.’ તે પછી આલોયણ લીધા વિના ઘણા દિવસોનાં ઉપાર્જિત કરેલાં પાપોની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોયણુ લઇને ગુરુમહારાજ જે પ્રાયશ્ચિત આપે તે પ્રમાણે જે કરવામાં આવે તો તે જ ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે, જે એમ ન હોય તો દૃઢપ્રહારી પ્રમુખની તે જ ભવે સિદ્ધિ કેવી રીતે થાય? અગિયારમું કર્તવ્ય સંપૂર્ણ
વિવેકી શ્રાવકે દર વરસે ઉપર કહેલાં અગિયાર કર્તવ્ય કરે છે, તેથી થએલી પુગ્યની વૃદ્ધિથી તેઓ તાર્થ થઈને જિનેશ્વરદેવના ધર્મમાં તત્પર થઈને આત્મકલ્યાણ સાધે છે.
પર્યુષણછાન્તિકાનું બીજું વ્યાખ્યાન સંપૂર્ણ”
Jan Education Interational
For Private & Personal Use Only
ne brave