________________
એ,
દયા૨
દરેક ઉજમણુમાં અજવાળી પાંચમ વગેરે તપના ઉજમણામાં ઉપવાસની સંખ્યા પ્રમાણે નાણું દાં વર્નાલિકા, નાલીયેર અને લાડુ વગેરે વસ્તુઓ શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે મૂકવાં જોઈએ. નવમાં કર્તવ્ય સંપૂર્ણ.
૧૦ તીર્થની પ્રભાવનાદિ કાર્ય વરસમાં એછામાં ઓછું એકવાર કરવું જોઈએ. વળી શ્રીગુરુમહારાજના પ્રવેશ મહોત્સવમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને આડંબર સહિત ચતુર્વિધ સંઘે સન્મુખ જવું જોઈએ અને શ્રીગુરુને તથા શ્રીસંઘને યથાશક્તિ સત્કાર કરવો જોઈએ. શ્રીવીરપ્રભુને વંદન કરવા જતાં ઔપપાતિસૂત્રમાં શ્રીકેણિકરાજાએ કરેલા મહોત્સવનું વર્ણન કરેલું છે તે મહોત્સવ કરવો જોઈએ: અથવા પરદેશી રાજા અને દર્શાણુભદ્ર રાજાની જેવો મહોત્સવ કરવો જોઈએ. વળી સાધુ પિથડે શ્રીધર્મષસૂરિના પ્રવેશોત્સવમાં ( ૭૨૦૦૦) તેર હજાર ટંક દ્રવ્યને ખર્ચ કર્યો હતો. સંગી સાધુને પ્રવેશોત્સવ કરવો અનુચિત છે એમ ન કહેવું, કારણકે વ્યવહારભાષ્યમાં સાધુના પ્રતિમા વહનના અધિકારમાં કહ્યું છે કે:-“સાધુ સંપૂર્ણ પડિમા વહી રહ્યા પછી એકાએક નગરમાં પ્રવેશ ન કરે. પરંતુ નજીકમાં આવીને કઈ સાધુ કે શ્રાવકને પોતાના દર્શન આપે અથવા સંદેશ પહોંચાડે. જેથી નગરને રાજા, મંત્રી કે ગામને અધિકારી મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવે; તેના અભાવે શ્રાવકસંધ પ્રવેશેસવાદિ કરે. કારણકે શાસનની ઉન્નતિ કરવાથી તીર્થકરપણાની પ્રાપ્તિરૂપ ફલની પ્રાપ્તિ થાય છે. દશમું કર્તવ્ય સંપૂર્ણ.
Jain Edu I
l onal
For Private & Personal Use Only
lary.org