________________
આત્મ-ઉત્થાનનો પાયો
સસ્વાદિ ગુણેના ઉછેરરૂપ શૂન્યપણું આત્મામાં છે, જ્ઞાતૃત્વ, દઇવરૂપ ગુણેથી પૂર્ણપણું છે.
શુદ્ધ આત્મબંધની પરિણતિના અભાવમાં છવકર્મ બાંધે છે. ઈનિષ્ટ વિષયમાં રાગ-દ્વેષ, હર્ષ-શોકાદિ કરે છે. આત્મગુણ
શુદ્ધ આત્મા જ એક પ્રાપ્ત કરવા ગ્ય છે, એવી રુચિ તે સમ્યગ્દર્શન છે.
પદ્રવ્ય ગ્રહણ કરવા સંબધી સર્વ ઈરછાઓને ત્યાગ તે તપ છે. કર્મોને તપાવવાં-નિરસ કરવા અને આત્માથી અલગ પાડવા તે તપ છે.
દ્વાદશાંગીરૂપ સવ આગમનું જ્ઞાન કરીને પણ તેના સારભૂત પરમાત્મ-ધ્યાનમાં રહેવાની જરૂર છે.
પરમાત્મ-ધ્યાનવડે નિજ શુદ્ધ આત્માને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જાણીને અનુભવવું તેમજ જ્ઞાનની સાર્થકતા છે. જેમ પાકશાસ્ત્રને જાણવાથી પેટ ભરાતું નથી પણ ભેજનથી પેટ ભરાય છે.
ત્રણસની જેમાં મુખ્યતા છે, એવી નિર્વિકલ્પ-વીતરાગ સમાધિ એ જ કેવળજ્ઞાનનું બીજ છે.
આત્મધ્યાનથી આત્મસ્વરુપ અનુભવાય અને વિશ્વસ્વરુપ પણ તેના ખરા સ્વભાવમાં જાણી શકાય છે.
વીતરાગ ભાવવાળી નિર્વિકલ્પ સમાધિ મેહરુપી વાદળાને વિખેરી નાખે છે. અગ્નિને એક નાને કણ ડુંગર જેટલા લાકડાના ઢગલાને વિનાશ કરે છે. તેમ પરમાત્માને શુદ્ધ સ્વરુપમાં એક નિમેષ જેટલો સમય એકરસ થવાય તે ડુંગર એટલે પાપને ઢગલે બળીને ખાખ થઈ જાય છે.
શુદ્ધ આત્મધ્યાનનું આ સામર્થ્ય છે. માટે શુદ્ધ આત્મસ્વરુપમાં વૃત્તિ કરવી અને બીજી સર્વ ઈચ્છાઓને ત્યાગ કર. આવા સર્વસ્વના ત્યાગીને આત્માને અનુભવ થાય છે.
આત્મા, આત્માને આત્માવડે આત્મા માટે આત્માથી, આત્માને વિષે રહેલ છે, એમ જાણે નહિ. ત્યાં સુધી પરમવાની પ્રાપ્તિ થતી નથી.
સમભાવમાં પરિણમેલા મનમંદિરમાં આત્મદેવ સ્થિરતા કરીને રહે છે. શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, જીવન-મરણ, હર્ષ-શોક, રાગ-દ્વેષ ઈત્યાદિ પ્રસંગમાં અથવા નિમિત્તોમાં જેનું મન રાગ-દ્વેષ વિનાનું રહી શકે, તે સમચિત્તવાળો કહેવાય છે.
જે પવિત્ર આત્મા અથવા સમચિત્તવાળે સાધક પાંચ ઇન્દ્રિયના વિષયે અને મન સંબંધી વિકલ્પ જાળને સર્વથા નિષેધ કરી, વીતરાગ-નિર્વિકલ્પ-સ્વ–સંવેદન