Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005492/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચાર[ળ]] વા સાધુ જિનાલય સાધ્વીજી જિનાગમ જિનબિંબ શ્રાવક શ્રાવિકા ' .જૂથણી ઉદરસૂરીજી હા.સા.ના શિપ્યા For Per તો રાત્રીદાય વિ Tv.jainelif, For Pers ale Page #2 -------------------------------------------------------------------------- ________________ L.રા. લી - શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ પ.પૂ. સ્વ. આચાર્યદેવેશશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર પિતા For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક-રત્નશેખર સદ્ગુરૂભ્યો નમઃ પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત હષય વિણા ભાગ- ૬ વવિધ વિA માળા 'દિવ્યાશિષ દાતા સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ દાતા) કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ના પ્રેરણાદાતા પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. પુનઃસંપાદનકર્તા) મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) Jain Equication International For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૬ સંપાદક મુનિશ્રી મણિવિજ્યજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નંકલ ૫૦૦ કિંમત : રૂ. ૮૦-૦૦ પ્રાપ્તિસ્થાન અમદાવાદ મુંબઈ અમદાવાદ અમદાવાદ શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન (ધર) ૨૮૬૦૨૪૭ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૯૩૧૦૧૧ શ્રી જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોનઃ (ઓ) ૫૩૫૬૮૦૬ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોનઃ પ૩૫૬૬૯૨ : શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તભંડાર ફુવારાની પાસે, તલેટી રોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) : શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન: ૦૨૭૩૩-૭૩૩૦૬ નવનીત પ્રિન્ટર્સ, નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલઃ ૯૮૨૫૨ ૬૧૧૭૭ ફોનઃ પ૬૨૫૩૨૬ પાલીતાણા શંખેશ્વર મુદ્રક: For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવર્ય શેઠ સ્વ. વાલચંદજી ટોકરાજી મહેતા પુત્ર-પારસમલ, સુરેશ, ચેતન, પુત્રવધુ-ગુણવંતી, ભારતી, પીંકી પૌત્ર-હીરેન, મીતુલ, વિનીત, હર્ષ પૌત્રી-બેબી પુરણ નિવાસી હાલ બોરીવલી-મુંબઈ Orrersonal Private se Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મપત્ની ગં.સ્વ. શાન્તાબેન પુત્ર-પારસમલ, સુરેશ, ચેતન, પુત્રવધુ-ગુણવંતી, ભારતી, પીંકી પૌત્ર-હીરેન, મીતુલ, વિનીત, હર્ષ પૌત્રી-બેબી na પુરણ નિવાસી હાલ બોરીવલી-મુંબઇ a in Education International Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ હ સુકૃતના સહભાગી શ્રેષ્ઠીવર્ય શેઠ સ્વ. શા વાલચંદ ટોકરાજી મહેતા. ધર્મપત્ની ગં.સ્વ. શાંતાબેન વાલચંદજી પુત્ર : પારસ, સુરેશ, ચેતના પુત્રવધુ : ગુણવંતી, ભારતી, પિન્કી પત્ર : હિરેન, મિતુલ વિનિત, હર્ષ પત્રી : બેબી પુરણ નિવાસી હાલ બોરીવલી - મુંબઈ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૦ પ્રસ્તાવના ૦ અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યકજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનના સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જ્યારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરન્તુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દૃષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પ. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગળ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે ( વિવિધ વિષયવિચારમાળા - ભાગ -૧ થી ૮ સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદક: પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમો અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થયેલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટછેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુન સંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અભૂત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દૃષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. (વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં) આવતા વિષયોની ટૂંકી રૂપરેખા દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને ભાગ-૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદૂભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નું દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભર્યો અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. ભાગ-૫ ભાગ-૬ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦ જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદ્દભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદ્દભુત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ , , , , , , , , , , , , , , , , , , , , , ,. (વિષયાનુક્રમણિકા) અ.નં. નામ ઉવસગ્ગહર સ્તોત્ર સ્મરણ ફળ .. ૨. જિનોકત તત્વને વિષે કુશળતા........ બ્રહ્મસાધુનું દ્રષ્ટાંત . છાસ ગળવાનો વિચાર પાણી ગળવાનો વિચાર.......... ગોવીંદની કથા .. ....... લીલાવતીનું દ્રષ્ટાંત............... ........ કૃપણધન શ્રેષ્ઠીની કથા........... ૧૧. કળાનાં વિષે ચાર પુરૂષોની કથા............... વિજ્ઞાન મનોરથ સૂત્રધાર કથા ........ ...... ૧૩. મિત્રદ્રોહે શૃંગાલ-હરિણ-કાકાદિક કથા................ ૧૪. સ્ત્રીદ્રોહે મગર-વાનર કથા. ૧૫. દુર્જનચોર તથા કૃતજ્ઞ કુતરાની કથા ..... ૧૬. રાજપુત્રી પદ્મિનીની કથા ........ ૧૭. અધમ પુરૂષો..................... ......... અતિથિ સ્વરૂપ ........... ........ ૧૯. દાન સ્વરૂપમ.. ૨૦. ધનશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત.......... ૨૧. ધનસારનું દ્રષ્ટાંત .... ............ ૨૨. આગમે પરમાત્માની આજ્ઞા ........ ૧૨. .....૪૦ ...... . . . . . . . પ3 * , * * , , , * * , , , , , , * * * , , , * , , ૫ ૮ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ .. ૫૮ ... ૫૯ •••. ૬૪ •••. ૬ ૫ .......... વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૨૩. તિથિધર્માનુષ્ઠાન વિચાર ...... ૨૪. સંસાર વિસ્તારતા સુલભા આગમે...... ૨૫. છકાય વિરાધના . ૨૬. કકારા સપ્તમુક્તયે... ૨૭. દેવતા તુષ્ટમાન થાય નહિ .......... ૨૮. જમાલ નિહનવની કથા (૧).......... ...... ૨૯. તિધ્યગુપ્ત નિહનવની કથા (૨) ..... ૩૦. અષાઢાચાર્ય શિષ્ય અવ્યકતવાદીની કથા (૩) .... ૩૧. અશ્વમિત્ર નિહનવની કથા (૪) .... ૩૨. ગંગદત્ત નિહનવની કથા (૫) ........ ૩૩. રોગુપ્ત નિહનવની કથા (૬) ............ ૩૪. ગોઇમાહિલ નિહનવની કથા (૭) ...................૭૧ ૩૫. શિવભૂતિ નિકનવની કથા (૮) ............ ગુણોને વિષે આદર કરનાર પુરંદર રાજાની કથા ........ ૩૭. પરદર્શને માતા પ્રશંસા .... ૩૮. માતપિતાને નમસ્કારનું ફળ .......... .......... ૩૯. મહાદેવ કોને કહેવા.......... ......... ૪૦. પુષ્પ પૂજા................... ૪૧. શુદ્ધ અષ્ટપુષ્પી ....... ૪૨. પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ .............. ૪૩. આદિનાથજી વાર્ષિક દાન............... ........ ૪૪. સ્ત્રીનું સ્વરૂપ........................................ ૪૫. વિનયફળ .......... ૩૬, ••. ૮૩ ............. . ૧૧ ૧ ....... •.. ૧ ૧૪ . ૧૧૬ ૧ ૧૭ ૧૧૮ ૧ ૨૧ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ | , ૧ ૨ ૨ ૦ ૦ •.. ૧ ૨ ૩ ૦ ૦ .... •••• 0 ...... ૧૩૧ 0 . • • • • • ••• .... ૧ 0 0 વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૪૬. વિનયવિષે સિંહસ્થ કુમારની કથા .......... ૪૭. વીતરાગનું વચન .... ...... ૪૮. સમકિતનાં ચિન્હો .. ૪૯. કેશર ઉલ્લેખ..................... ૫૦. યાત્રા વિષે યાત્રિકોનું કર્તવ્ય ....... ૫૧. જિનાલયે પાપ નિષેધ. પ૨. પાપનાં ભાગીદારી . ૫૩. વિશ્વાસઘાત મહાપાપ......... ૫૪. વિશ્વાસઘાત કરવા વિષે વિજયપાળની કથા .......... ૧૩૩ ૫૫. જૈનધર્મ અસ્તિત્વ મર્યાદા.. પદ, વીર પદ્મનાભ અંતર .. તીર્થકરોની માતા કી ગતિમાં ૫૮. તીર્થકરોનાં પિતા કયી ગતિમાં .. ....... ૫૯. ઉપદ્રવો ........ ૬૦. મૂઢ જીવનાં લક્ષણ ................. ......... . ૧૪૦ ભવભ્રમણ... ચાર કથાનાં લક્ષણો .......... નીલકંઠનો સંબંધ .... ૬૪. અદત્તાદાનત્યાગ પરદર્શને......... ૬૫. દારિદ્ર ઉપર ચંદન શ્રી કથા ........ ધન વિના બહેને કરેલ રામદાસનાં અપમાન ઉપર કથા ..... ૧૪પ ૬૭. વિક્રમ અને આશાની કથા ............. , , , 1 ........ ....... 0 0 0 - ૧૪૧ A ૧૪૨ A છે સબ A .. ૧૪૨ ......... • • • • • • • • • • • • • ..... ૧૪૨ .... ૧૪૪ જા A •... ૧૫ ૧ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ .... ૧૫૭ ............ ૧૫૭ •... ૧૫૭ ........... ............... ... ૧૫૯ ૧૬ ૧ ..... ૧૬ ૧ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૬૮. બ્રહ્મચર્ય પ્રશંસા પરદર્શને... .... ૧૫૫ ૬૯. સુખી થવાનાં કારણો . ....... ૧પ૬ ૭૦. કરણી પ્રમાણે ફળ .. ૭૧. મર્મ પ્રકાશ ન કરવો ......... ૭૨. વાસ ક્યાં કરવો અને ક્યાં ન કરવો ૭૩. પાડોશ ત્યાગ... ૭૪. ગૃહ વ્યવસ્થા... .......... ૭૫. સંધ્યાકાળે ત્યાગ......... ૭૬. શું ન જોયું?.............. ૭૭. ક્યારે પઠન ન કરવું ?......... ૭૮. ક્યારે પ્રયાણ ન કરવુ ? ......... ........ ૧૬ ૨ ૭૯, શુકનવિષે ......... ૧૬ ૨ સ્વપ્નફળ-બત્રીસ લક્ષણ...... ૮૧. મહાપુરૂષનાં લક્ષણો ૮૨. દાંતનું સ્વરૂપ............. ... ૧૬૬ સોરઠમાં સુલભ પાંચ........... ... ૧૬૬ ૮૪. સંજ્ઞા સ્વરૂપ................. ૮૫. જયોતિષ સંબંધી કાંઇક ................. ૮૬. છીંક સ્વરૂપમ્.. ૮૭. વૈરને વિષે કાગડા તથા ઘૂવડની કથા............ ૮૮. વેર વાળવા વિષે અમરસુંદરી કથા .................. ૮૯. મનુષ્ય દેહ રોગો. ....... •. ૧૬૪ ... ૧૬૪ ........ ૧૬૭ ............. .... ૧ ૭૩ ૧૭૪ , , , , , , , , , , , , , , , , , , , , , For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૮ ૧૮) - ૧૮૧ ૧૯૦ ૧૯૧ ......... - ૧૯૧ ૧૮૯૨ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૯૦. કર્મની બલીષ્ઠતા ....... ......................... ૧૭૭ ૯૧. કર્મ વિષયે રાજાના ત્રણ બાબતોની કથા ........... ૯૨. વ્યસન ..... ...................... ૯૩. તમાકુ વિરૂદ્ધ ડોકટરોના અભિપ્રાયો................ ૯૪. ગૃહસ્થોને ભોજન કરવાની વિધિ-પદ્ધતિ ........... ૯૫. બુદ્ધિને નાશ કરનારા............. ૯૬. પાણી પીવાનું ફળ ..... ......... ૯૭. એક એક વસ્તુ આશ્રીને ગુણો ... ૧૯૧ ૯૮. વેગ રોકવો નહિ. ૯૯. પકવાન ફળ લોટનો કાળ..... ૧૦૦. લુણનો કાળ........... ...... ૧૯૨ ૧૦૧. મૌન રહેવું........ ૧૦૨. અજીર્ણ ઉપર શું ખાવું ?......... ૧૦૩. દારૂ કોણે ન પીવો. ૧૦૪. મૂર્ખતા ઉપર રાજા તથા વાનરની કથા............... ૧૦૫. હાસ્ય મૂરખ ભરટ કથા ..... ૧૯૫ ૧૦૬ . સિંહને જીવાડનારા ત્રણ મૂર્ખ બ્રાહ્મણોની કથા....... ૧૦૭. મૂર્ખતા વિષે કેશવ ભટ્ટ કથા ..... ૧૦૮. વિવાહ સ્વરૂપ ... ............................ ૧૦૯. સ્ત્રીનાં પરાભવ વિષે વયજી કુટુંબની કથા ......... ૧૧૦. આગમે દેશના નિષેધ - સાત અભવ્ય................ ૨૦૫ ૧૧૧. પાંચ ભાવના..... ..... ૧૯૩ ૧૯૩ ૧૯૪ .... ૨૦૬ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૦ UP ૦ ) ૦ ૦ O ૦ O ૦ P ૦ = ......... ૦ f ૦ ) ૦ ૨ 17 વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૧૧૨. અક્ષૌહિણી સેના. ........... ૧૧૩. પરોપકાર સ્વરૂપ ... ....... ૧૧૪. પરોપકાર કરવા ઉપર સંરંભ ચોર કથા ............. ૨૦૮ ૧૧૫. પ્રેમસ્વરૂપ .... ૧૧૬. પ્રેમને વિષે મદન રેખા કથા............. ૧૧૭. ઉપહાસ ઉપર સાધારણ શ્રેષ્ઠી કથા ................. ૧૧૮. ભય ઉપર ચંદ્ર શ્રેષ્ઠી કથા ....... ૧૧૯, “છ” મતો ............ ૧૨૦. સંઘવી જાવડશાના પરિગ્રહનું પ્રમાણ ............... ૧૨૧. વસ્તુપાલ તેજપાલનાં ધર્મકર્તવ્યોની યાદી .......... ૧૨૨. કુમારપાલ મહારાજાનાં બારવ્રતો .......... ૧૨.૩. જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું વર્ણન...... ૧૨૪. સો પ્રકારનાં મૂર્ખ ...... ૧૨૫. બુદ્ધિ ઉપર શારદાકુટુંબનું દૃષ્ટાંત.................. ૧૨૬. શીયલવતી બુદ્ધિનું દૃષ્ટાંત.... .......... ૧૨૭. બુદ્ધિ વિષયે સ્મરસુંદરી વેશ્યા કથા ................ ૧૨૮. બુદ્ધિ વિષયે શીલવતી કથા ........... ૧૨૯. બુદ્ધિ વિષયે અતિશેખર કથા ........... ૧૩૦. બુદ્ધિ વિષયે યશોમતી કથા ..... ૧૩૧. બુદ્ધિ વિષયે ભોજરાજા ગોવીંદની કથા ............... ૧૩૨. બુદ્ધિ વિષયે બુદ્ધિમતીની કથા............ ૧૩૩. સ્નેહ વિષે જો©ણ ચારણ કથા ........ ૦ ૦ 0 ........ ૦ 0 ૦ 0 6 0 U 0 - ૨૪૧ •. ૨૪૪ ..... ૨૪૬ - ૨૪૭ ... ૨૪૮ . ૨ ૫૧ ભાગ-૬ ફર્મા-૨ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ . . ૨ ૫૮ ૨ ૫૯ .. ૨૬૧ ૨૬૩ ૨૬૮ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૧૩૪. સ્નેહવિષે ભાનુમંત્રી કથા .. .......... ૨૫૫ ૧૩૫. સ્વાર્થ વિષે રંગશ્રેષ્ઠીની કથા.... ૧૩૬. કુસુમશ્રેષ્ઠીની પત્નીની કથા ....... ........ ૧૩૭. સ્વાર્થ સુધી પ્રેમ હોય તેના ઉપર મનોરમાની કથા... ૧૩૮. મહિષી કથા...... .......... ૧૩૯. ક્ષુલ્લકકુમાર કથા ........ ......... ૧૪૦. બલિવાન દ્રષ્ટાંત. ૧૪૧. ઔચિત્ય વિષે રત્નાકર વૈદ કથા ....... ૧૪૨. અસંતોષે મહેન્દ્રી જતી કથા................ ૧૪૩. આળસ ઉપર કુંતલ કથા ........... ૧૪૪. આળસને વિષે શશીરાજાની કથા ......... ૧૪૫. વિક્રમને સુવર્ણ પુરૂષ પ્રાપ્તિ કથા ................... ૨૭) ૧૪૬. સત્વ ઉપર વિક્રમની કથા ................ ૨૭૧ ૧૪૭. યોગ્ય અયોગ્ય હરિબ્રાહ્મણના બે પુત્રોની કથા ........ ૧૪૮. મિત્ર મુનિસુવ્રત સ્વામીની કથા ................... ૧૪૯. મિત્રતા વિષે સાગર શ્રેષ્ઠિ કથા ........... ૧૫૦. સાચા સાધુ લક્ષ્મીનો ત્યાગ કરનારા હોય છે ....... ૧૫૧. કલિકાલ મહાભ્ય ધનશ્રેષ્ઠી અને સર્પની કથા......... ૨૮૧ ૧૫૨. વિધિલિખિત વિષે માધ બ્રાહ્મણ પુત્રી કથા........... ૧૫૩. ભાવિની અને કમરખાનું દ્રષ્ટાંત. .......... ૨૮૪ ૧૫૪. સંકટ વિષે વ્રતનહિ છોડનાર મહાનંદકુમાર કથા .... ૨૮૮ ૧૫૫. અજ્ઞાન દાન ઉપર શુભંકર શ્રેષ્ઠીની કથા ............. ર૯૩ . ૨૬૯ ૨૭૯ કે દાત. ........... For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ 0 0 ૨ 0 0 વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૧૫૬. ધ્યાન વિષે સુબુદ્ધિ કવિકથા. ... ૨૯૩ ૧૫૭. એક ગણું દાન સહસ્રગણું પુન્ય તેની પરીક્ષા ઉપર વિક્રમ કથા .......... ......... ૨૯૫ ૧૫૮. કરેલ દાન ફળદાયક થાય શાલિવાહનની કથા........ ૨૯૭ ૧૫૯ કુપણતા ઉપર મધામાલીનું દ્રષ્ટાંત ................. ૧૬૦. વંકચૂલનું દ્રષ્ટાંત ....... .................. ૧૬૧. અભક્ષ્ય વસ્તુ ઉપર થાવર માતંગ કથા ............. ૧૬ ૨. ઉદ્યમે મેઘરાજના સુબુદ્ધિ મંત્રીની કથા ......... ૧૬૩, ઉદ્યમે જ્ઞાનગર્ભ મંત્રીની કથા ..................... ૩૦૯. ૧૬ ૪. અવસરે બોલવા ઉપર ભૂકુંડ ચોરની કથા.......... ૧૫. શુદ્ધાશુદ્ધ વિર્ષ સુવર્ણ ને ગુંજાની કથા............. ૧દદ. સ્વભાવ ઉપર શોભન શ્રેષ્ઠી તથા કામમંજરી વેશ્યા કથા . ૧૬૭. પાંચ પાંડવોનું દ્રષ્ટાંત............. ૧૬ ૮, પ્રાયશ્ચિતનાં દસ પ્રકાર ........ ........ ૧૬૯ પ્રાયશ્ચિત્ત લેનાર વ્યક્તિનાં ૧૧ ગુણ ............ ૧૭૦. આલોચના આપનારા આચાર્યનાં છ ગુણ ૧૭૧. ગ્રંથકાર પ્રશસ્તિ .. 0 9 ••. ૩૧પ • .. ૩૧૦ O .......... U O For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ॐ नमो वीतरागाय પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ વિવિધ વિષય વિચાર માળા ભાગ ૬ (ઉવસગ્રાહર સ્તોત્ર મરણ ફળ) उदयोच्चपदोपाया, उत्तमत्वं उदारता । ૩%ારા પર પુસઃ યુ-પર: મૃતેઃ II ભાવાર્થ : ઉદય ૧, ઉંચ પદ ૨, ઉપાય ૩, ઉત્તમતા ૪ અને ઉદારતા પ-આ પાંચ ઉકાર ઉવસગ્ગહર સ્તોત્રના સ્મરણ કરવાથી પુરૂષોને પ્રાપ્ત થાય છે. ઉવસ્સગ્ગહર સ્તોત્રનો પ્રતાપ કોઈ અજબ પ્રકારનો છે, પરંતુ મન, વચન, કાયાની પવિત્રતા પ્રથમ જોઈએ, કારણ કે ઉપરોક્ત પવિત્રતા અને સ્થિરતા ધારણ કરનારા જીવો જ ઉત્કૃષ્ટ ફળને મેળવી શકે છે. पुण्यं पापक्षयः प्रीति, पद्मा च प्रभुता तथा । પશારી: પં પુસઃ યુ., પાર્શ્વનાથસ્થ સંસ્કૃતેઃ III ભાવાર્થ : પુણ્ય ૧, પાપનો ક્ષય ૨, પ્રીતિ ૩, લક્ષ્મી ૪ તથા પ્રભુતા પ-આ પાંચ પ્રકારો શ્રી પાર્શ્વનાથ મહારાજના સ્મરણ કરવાથી પુરૂષોને પ્રાપ્ત થાય છે. દઢતાથી પાર્શ્વનાથનું સેવન કરનાર દઢ પુન્યવાન બને છે. વાંચો પ્રિયંકર નૃપ ચરિત્ર. કિં બહુના? દઢ પુન્યથી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દુનિયામાં નહિ બનવા લાયક પણ બની જાય છે. કહા છે કે : पुण्यैः संभाव्यते पुंसा-मसंभाव्यमपि क्षितौ । तेरुमेरुसमाशैलाः, किं न रामस्य वारिधौ ॥२॥ ભાવાર્થ : પુરૂષોના પ્રબળ પુન્યોદયથી નહિ બનવા લાયક કાર્યો પણ બની જાય છે, કારણ કે રામ રાજાના પુન્યોદયથી શું મેરૂ સમાન મોટા પથરા પાણીને વિષે નથી કર્યા ? અર્થાત્ તરેલા છે. એક પત્થરની નાનામાં નાની કાંકરી સમુદ્રમાં નાખીયે તો પણ તે તળીયે જઈને બેસે છે, તો મહાન આશ્ચર્યની વાત છે કે-સીતાને પાછી લાવવા માટે સમુદ્ર ઉપર પત્થરની પાળ બાંધી, રામ રાજા લક્ષ્મણ અને સૈન્ય સહિત લંકામાં જઈ રાવણને જીતી, સીતાને પાછી લાવવા ભાગ્યશાળી બન્યા છે. આ સર્વ પુન્યનો પ્રતાપ છે અને તે અખંડ પુન્યવાન ભગવાન પાર્શ્વનાથજીની ખરા હૃદયથી ઉપાસના કરવાથી જ પ્રાપ્ત થાય છે. ( જિનોક્ત તત્ત્વને વિષે શળતા. ) તેજિનેશ્વર મહારાજના વચનરૂપ તત્વકુશળતા શાસ્ત્ર શ્રવણથી થાય છે. જુઓ : शास्त्रस्वरुपम् - परलोकविधौ शास्त्रात्, प्रायोनान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान्, श्रद्धाधनसमन्वितः ॥१॥ उपदेशं विनाप्यर्थका-मौ पतिपदुर्जनाः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥२॥ पापामयौषधं शास्त्रं, शास्त्र पुन्यनिबंधनम् । चळं सर्वत्रगं शास्त्र, शास्त्र सर्वार्थसाधकम् ॥३॥ मलिनस्य यथात्यंतं, जलं वस्त्रस्य शोधनम् । अंत:करणरत्नस्य, तथा शास्त्र विदुर्बुधाः ॥४॥ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ शास्त्रे भक्तिर्जगवंद्यैर्मुक्तिदूतिपरोदिता । अत्रैवेयमतो न्यायात्तत् प्राप्त्यासन्नभावतः ॥५॥ श्रुत्वा धर्म विजानाति, धृत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति, श्रुत्वा मोक्षं च गच्छति ।।६।। ભાવાર્થ : (૧) નિકટભવી બુદ્ધિમાન અને શ્રદ્ધારૂપી લક્ષ્મીયુક્ત મહાનુભાવ જીવ પરલોકની વિધિને વિષે શાસ્ત્ર થકી પ્રાયઃ કરીને અન્યની અપેક્ષા રાખતો નથી અર્થાત્ ઉત્તમ જીવ પરલોકના કલ્યાણ માર્ગને શાસ્ત્રથી જ જાણે છે. (૧) ઉપદેશ વિના પણ લોકો અર્થ કામ બને અંગીકાર કરે છે, પરંતુ ધર્મ તો શાસ્ત્ર વિના જાણી શકતો નથી, એવું જાણી શાસ્ત્રને વિષે આદર કરવો તે હિતાવહ છે. (૨) શાસ્ત્ર તે પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર તે પુન્ય કર્મબંધનના કારણભૂત છે. સર્વ જગ્યાએ ગમન કરનાર ચક્ષુરૂપ શાસ્ત્ર છે, તેમજ શાસ્ત્ર સર્વાર્થને સાધનાર છે. (૩) જેમ મલિન વસ્ત્રને પાણી અત્યંત શુદ્ધ કરનાર છે તેમ અંતઃકરણને શુદ્ધ કરનાર શાસ્ત્ર જ છે. આવી રીતે પંડિત પુરૂષો જાણે છે કકહે છે. (૪) જગવંદ્ય શ્રીમાન જિનેશ્વર મહારાજાયે શાસ્ત્રને વિષે જે ભક્તિ છે તેને મુક્તિની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ દૂતી કહેલી છે. એ ન્યાયથી અહીંઆ નજીકમાં અતિભાવથી જો તે શાસ્ત્રને વિષે ભક્તિ પ્રાપ્ત થાય તો મુક્તિપણ નજીકમાં છે તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી. (૫) શાસ્ત્રને શ્રવણ કરીને ધર્મને જાણે છે, તથા શાસ્ત્રને શ્રવણ કરીને દુર્મતિનો ત્યાગ કરે છે, તથા શાસ્ત્રને શ્રવણ કરીને જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેમજ મોશે પણ જાય છે. पापामयौषधं शास्त्र, शास्त्र पुन्यनिबंधनं । चखं सर्वत्रगं शास्त्र, शास्त्र सर्वार्थसाधनं ॥६१॥ यथैधांसिसिमिद्धोऽग्नि-भस्मसात्कुरुतेऽर्जुन ! ज्ञानाग्नि सर्वकर्माणि, भस्मसात्कुरुते तथा ॥६२॥ यावदक्षरसंख्यानं, विद्यते शास्त्रसंचये । For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ तावद्वर्षसहस्त्राणि, स्वर्गे विद्याप्रदो भवेत ॥६३।। यावंत्यः पंक्तयस्तत्र, पुस्तकेऽक्षरसंश्रिताः । तावंती नरकात्कल्पानुधृत्य नयते दिवि ॥६४॥ इति लोकिकशास्त्रे वस्तुपालचरित्रे चतुर्थप्रस्तावे ભાવાર્થ : શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર પુન્ય કર્મ બંધનના કારણભૂત છે. શાસ્ત્ર સર્વ જગ્યાએ ગમ કરનાર ચક્ષુરૂપ છે શાસ્ત્ર સર્વાર્થને સાધનાર છે. ૬૧ કૃષ્ણ મહારાજા કહે છે કે-હે અર્જુન ! જેમ પ્રજવલિત અગ્નિ લાકડાને ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે. ૬૨ શાસ્ત્રના સમૂહને વિષે જેટલા અક્ષરોની સંખ્યા હોય છે તેટલા હજાર વર્ષ સુધી વિદ્યા આપનાર સ્વર્ગને વિષે વાસ કરે છે. ૬૩. પુસ્તકને વિષે જેટલી અક્ષરની પંક્તિયો હોય છે તેટલા વર્ષવાળા નારકીના જીવોનો ઉદ્ધાર નરકથકી કરીને સ્વર્ગને વિષે લઈ જાય છે. ૬૪. એ પ્રકાર લૌકિક શાસ્ત્રને વિષે પણ કહેલું છે ઇતિ વસ્તુપાલ ચરિત્રે ચતુર્થ પ્રસ્તાવે. સુજ્ઞ જીવોને એ પ્રકારે સ્વપરશાસ્ત્રોના ઉલ્લેખો વાંચી શાસ્ત્રશ્રવણ, પઠન, મનન તરફ જે અરૂચિ ઉત્પન્ન થયેલ હોય તેને તે અરૂચિ ત્યાગ કરી ખાસ કરીને રૂચી કરવાની આવશ્યકતા છે. (બ્રહ્મસાધુનું દેટાન્ત (9)) એકદા શ્રી વર્ધમાનસ્વામી સર્વ સાધુનાં પરિવાર સાથે વિચરતાં વિચરતાં અપાપાનગરીને વિષે સમવસર્યા. તે નગરને વિષે ઘણા બ્રાહ્મણો વસે છે ત્યાં એક વસુભૂતિ નામનો ચૌદ વિદ્યાનો પારગામી બ્રાહ્મણ છે. તેનો પુત્ર બ્રહ્મ વેદ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, શિક્ષકલ્પ, For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વ્યાકરણ, તર્કશાસ્ત્રાદિમાં પારગામી છે. પોતે ભણે છે ને છાત્રોને ભણાવે છે. એકદા લોકના મુખથી સાંભળ્યું કે “આજે સર્વજ્ઞ આવેલ છે.” બ્રહ્મ જાણ્યું કે સર્વ નાનાતિ સ સર્વક્ષઃ કહેવાય હું તો કિંમ્ જાણું છું, તે કારણ માટે સર્વજ્ઞ પાસે તેનું શાસ્ત્ર મારે ભણવું જોઇએ. જેથી કરીને હું પણ સર્વજ્ઞ થાઉં” એવું ચિંતવન કરી શ્રી વર્ધમાનસ્વામી પાસે ગયો. તે અવસરે સ્વામી કોઈનાં પૂર્વભવનું વર્ણન કરે છે તે સાંભળી તે અત્યંત ચમત્કાર પામ્યો કે આ જરૂર સર્વજ્ઞ છે જે માટે કહેલું છે કે - विद्यादंभः क्षणस्थायी, क्रियादंभो दिनत्रयम् । धनदंभो मासमेकं तु, स्त्रीदंभोऽयं त्रिवार्षिकः ॥१॥ ભાવાર્થ : વિદ્યાનો દંભ ક્ષણવાર સુધી રહે છે, ક્રિયાનો દંભ ત્રણ દિવસ ટકે છે, પૈસાનો દંભ એક માસ રહે છે, સ્ત્રીનો દંભ ત્રણ વર્ષ રહે છે. ત્યારબાદ પર્ષદા ઉઠયા પછી બ્રહ્મ કહ્યું કે “હે સ્વામિન્ ! સર્વજ્ઞપણું ઉત્પન્ન થાય તેવું શાસ્ત્ર મને ભણાવો.” સ્વામિયે કહ્યું કે “જયારે દીક્ષા ગ્રહણ કરો ત્યારે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય.” ત્યારબાદ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીઆર અંગ ભણી ગયો, પણ સર્વશપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીઆર અંગભણી ગયો, પણ સર્વશપણું પ્રાપ્ત ન થયું. એટલા સમયમાં જિનશાસનને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઇ, એટલો સમય-પ્રભુનો દ્રવ્ય શિષ્ય હતો, હવે ભાવ શિષ્ય થયો, ફરીથી કાલાંતરે ભગવાનને પુછયું કે “હું કયારે સર્વજ્ઞ થઇશ” ભગવાને કહ્યું કે – कृतकर्मक्षयो नास्ति, कल्पकोटीशतैरपि, अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥१॥ ભાવાર્થ : કલ્પકોટી-સંકડા સુધી પણ કરેલા કર્મનો નાશ થતો For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નથી, માટે જે શુભાશુભ કર્મો કરેલ હોય તેને અવશ્ય ભોગવવા જ પડે છે. હવે કર્મ ક્ષય કરવા ઉદ્યમ કર્યો છતે એક જબરજસ્તભેંશ અર્થાત જમની બહેન હોયની શું ? તેવા બળ યુક્ત એક ભેંશ આવી અને ઉંચા તીણ શીંગડાવડે કરીને, પગવડે કરીને, ખુર વડે કરીને, મુખવડે કરીને, કમ્મરમાં, પગમાં ઘર્ષણ કરી સાધુને પૃથ્વી ઉપર પાડયાં, તેના ઉપર પગ મુકયાં તથાપિ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, કારણ કે મહાસત્ત્વવાળા શ્રાવકો પણ ઉપસર્ગથકી ચલાયમાન થતાં નથી, તો પછી સાધુઓનું શું કહેવું ? તે માટે ઉપદેશમાલામાં કહ્યું છે કે - देवेहिं कामदेवो, गिही वि चालियओ तवगुणेहिं । मत्तभुयंगमरकस-घोरटट्हासेहिं ॥१॥ ભાવાર્થ : ધ્યાનારૂઢ થયેલ કામદેવ ગૃહસ્થને દેવતાએ મદોન્મત સર્પ, હાથી, રાક્ષસનાં ઘોર અટ્ટહાસ્યથી ઉપદ્રવ કર્યો પણ ચલાયમાન ન થયો. પ્રાત:કાળે ઉપસર્ગ શાંત થયો ત્યારબાદ સંધ્યાને વિષે ફરીથી પણ એક ભેંશ આવી અને તેનો એક પાળક આવીને મુનિને કહે છે કે – “હે સાધુ ! દૂર જા દૂર ! મારી ભેંશ મારકણી છે તે તને મારશે.” એમ કહી આરાવડે કરી માર માર્યો. ત્યારબાદ ત્રીજે દિવસે બહુ ભેંશો મળી સાધુને ઉપદ્રવ કરે છે. ચોથે દિવસે ભેંશ મનુષ્યની ભાષામાં બોલી કે હે સાધુ ! તું સ્તનપાન કર, મારું દૂધ પી. એમ કરી કદર્થના કરી. આવી રીતે ઉપદ્રવ કરી પંદર દિવસો વ્યતીત કર્યા ત્યારબાદ લોકો પણ આ રાક્ષસ છે, પિશાચ છે, પ્રેત છે, ચોર છે, એમ બોલી નિરંતર મુનિને કદર્થના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા અને ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. આ ભવથી સોમે ભવે તું ગોવાળીયાનો બાળક હતો અને મહાજનની ગાયો, ભેંશો, બકરીઓ ચારવાને માટે તું જતો હતો. ત્યાં એક ભેંશ દુષ્ટ છે. તે ધીમે ધીમે ચાલે છે તેને આરાવડે કરી, For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દંડવડે કરી તું કર્થના કરતો દૂધનું પાન કરતો. ધણી પાસે એમ કહેતો કે આ દૂધ વિનાની નિર્દધા ભેંશ છે. પ્રસવ સમયે તેની પાડી બીજાને આપી અને અન્યનું પાડું તે ભેંશ નીચે રાખીને ધણીનું મને ભાંગવા લાગ્યો તેથી ધણીએ તને પોતાના ઘરેથી કાઢી મૂકયો અને ત્યાર પછી પંદરમે માસે મરણ પામી, અનુક્રમે કેટલાએક ભવોને વિષે ભમીને પુન્યના યોગથી અભિલિકા નગરીની સ્મશાન ભૂમિકા વિષે દેવી થઇ. આ વૃતાંત સાંભળી તે ચમત્કાર પામ્યો. ફરીથી ભગવાનને પૂછે છે કે “ભગવાન ! હું સર્વજ્ઞ કયારે થઇશ ?” ભગવાને કહ્યું કે, “સર્વજ્ઞ બે પ્રકારનાં છે : ૧ શ્રુતજ્ઞાનથી, ૨ કેવળ જ્ઞાનથી. તે કારણ માટે પૂર્વનો અભ્યાસ કર. ત્યારબાદ મેઘ મુનિ પાસે પૂર્વાનુયોગ ભણ્યા થોડા કાળમાં દશ પૂર્વ અર્થ સહિત ભણ્યા બાદ મહાવીર મહારાજા પાસે આવીને કહે છે, “મારૂ આયુષ્ય થોડું છે, તે સ્વામિનું! મને કેવલજ્ઞાનથી સર્વજ્ઞપણું કયારે પ્રાપ્ત થશે ?” ભગવાને કહ્યું કે, આજે ગંગાતટે કાયોત્સર્ગ કરી રહેવાથી ચોથા પ્રહરને છેડે તને કેવલજ્ઞાન થશે.' ત્યારબાદ શીતકાળે સંધ્યા સમયે આતાપના લેવાને માટે તે ગયો. દશવૈકાલિક સૂત્રોમાં કહ્યું છે કે – . आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासासु पडिसंलीणा, संजया सुसमा हिआ ॥१॥ ભાવાર્થ : ગ્રીષ્મ ઋતુમાં તાપના લે, હેમંતરૂતુમાં વસ્ત્ર રહિત રહે વર્ષા ઋતુમાં અંગની સંસીનતા કરે આવી રીતે સંયતિઓ સદા સમાધિને ધારણ કરનારા હોય છે. ત્યારબાદ પાછળી રાત્રે રાણીનો હાર ચોરી ચોરો પલાયન થયાં તે વખતે પ્રાપારિકનો કોલાહલ સાંભળી કોટવાલ અગ્નિનો ઉદ્યોત કરી “ચોર કયાં છે ? ચોર કયાં છે ?' એમ બોલતો ભૂમિને સ્પર્શ કરતો તેની પાછળ લાગ્યો. તેથી મરણ ભયથી વ્યાકુલ થયેલા ચોરો ચારે દિશામાં નાસી ગયા. એક વૃદ્ધ ચોરનાં હાથમાં હાર રહેલો છે. તેણે થાંભલા જેવા સાધુને નહિ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જાણીને હાર તેના ગળામાં નાંખ્યો, અને પોતે કાગડાની પેઠે નાશી ગયો. કોટવાલ ચોરના પગલે પગલે ત્યાં આવ્યો. સાધુને ગળે હાર દેખવાથી તેને બાંધ્યો. પ્રભાતે રાજાને નિવેદન કર્યું. રાજાયે નહિ જાણતા તે સાધુને શુલીએ ચડાવ્યો. તે અવસરે શુલી પુંઠનાં હાડકાને ભેદી બહાર નીકળી. ને તેજ સમયે કેવલજ્ઞાન થયું અને મૌનપણું છોડયું. આ કર્મનોજ વિપાક છે એમ બોલ્યા. અએવ એ ઇતિ મંત્રાક્ષ. બીજને વિષે ભણે છે. પોતાનો પૂર્વભવ દેખ્યો તેથી ગોકુળને વિષે પોતે પૂર્વભવે ગોવાળ હતો એકદા વર્ષાકાળ આવ્યો ત્યારબાદ ગોવાળીયો ઝાડ નીચે ગયો. ત્યાં જૂ પોતાના મસ્તકથી શરીર ઉપર પડી તેને બોરડીનાં કાંટા ઉપર ચડાવી બોલ્યો કે અમારા દેહનું સર્વસ્વ રૂધિર પીનારી છે, તેથી શુળી ઉપર ચડવું પડયું. પછી બે ઘડીમાં અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. કર્મનો વિપાક ઉત્કટ છે, એમ જાણી કર્મ કરતા પહેલા વિચાર કરવાવાળા જીવો દુ:ખદ અવસ્થાને પામતા નથી. આ ઉપરથી સમજવું કે જિનતત્ત્વને વિષે કુશળ પણું હોય તો જ મુક્તિ આપનાર થાય છે. (છાશ ગળવાનો વિચાર.) जइ अणगलियं तकं, पमायवसउ सया समायारे । मद्यसमं तं पावं, गोयम ! भणियं न संदेहो ॥१॥ - ભાવાર્થ : પ્રમાદના વશવર્તીપણાથી જો નિરન્તર છાશને ગળ્યા વિના વાપરે છે તો તેને મદ્યપાનના જેલું પાપ કહેલું છે. વીર પરમાત્મા કહે છે કે હે ગૌતમ ! આ બાબતમાં સંદેહ કરવા જેવું નથી. પાણી ગળવાનો વિચાર. जिठाऽऽसाढे चउ पहर, वासावासेसु दुन्निहेमंते । For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ तिन्निय वसंतमासे, घडिय तय गालए जलम् ॥१॥ | ભાવાર્થ : જેઠ અને અષાઢ માસમાં ચાર પ્રહરે પાણી ગળવું અને વર્ષા ઋતુમાં બે પ્રહરે પાણી ગળવું તથા હેમંત ઋતુમાં ત્રણ પ્રહરે પાણી ગળવું અને વસંત માસે ત્રણ ઘડીયે પાણી ગળવું. (ઉપદેશપ્રાસાદને વિષે કહ્યું છે કે -) परिसुद्धं जलगहणं, दारुय धन्नाइयाण य तहेव । गहियाणयपरिभोगो, विहीइ तस्य ररक्खणठाए ॥१॥ ભાવાર્થ : ત્રસ જીવોના રક્ષણ માટે ગાળીને જ પાણીને ગ્રહણ કરવું જોઇએ અને લાકડા તથા ધાન્યાદિકને પણ શુદ્ધ કરી તથા તપાસી અંગીકાર કરવા (ઉપયોગમાં લેવા) જોઇએ અને જે જે વસ્તુઓ ગ્રહણ કરી હોય તેને પણ વિધિ સહિત ઉપયોગમાં લેવી જોઇયે. આવી રીતે કરવાથી જ ત્રસ જીવોનું રક્ષણ રૂડે પ્રકારે થાય છે. પરમાત્માનું ખાસ ફરમાન છે કે જે જે વસ્તુઓ વાપરવાની ઇચ્છા થાય તે તે વસ્તુઓ પ્રથમ દૃષ્ટિથી નીહાળી જોઇ, તપાસી ઉપયોગમાં લેવી અને પ્રાણાંતે પણ પાણી તો ગળ્યા વિના વાપરવું જ નહિ. શ્રી સંબોધ પ્રકરણમાં હરિભદ્રસૂરિ મહારાજાયે નીચે પ્રમાણે કહ્યું एगम्मि उदगबिंदुम्मि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जह सरिसव मित्ता, जंबुदीवे न माइंति ॥१॥ ભાવાર્થ : શ્રીમાનું જિનેશ્વર મહારાજાયે પાણીના એક બિંદુમાં જેટલા જીવો કહેલા છે તેટલા જીવો જો સરસવના પ્રમાણમાં મોટા હોય તો લાખ યોજનના જંબૂદ્વીપને વિષે સમાઈ શકતા નથી. પાણીને ગળ્યા વિના વાપરનારો તામલી તાપસ મહાતપસ્વી છતાં પણતપના પૂર્ણ ફળને અજ્ઞાનતાથી મેળવી શકયો નથી. જુઓ ભગવતીજીમાં કહ્યું છે - For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ सठ्ठि वाससहस्सा, तिसत्तखुत्तोदण्ण धोएण । अणुचन्नं तामलिणा, अन्नाण तवेति अप्य फळो ॥१॥ तामलितणे तवेगय, जिणमे सिज्जइ सत्त जणा । अन्नाणह दोसेणं, तामलीगओ इसाणंमि ॥२॥ | ભાવાર્થ : તામલી નામના તાપસે સાઠ હજાર વર્ષ સુધી છઠ્ઠને પારણે છે એવી રીતે સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યો અને કહુને પારણે એકવીશ વાર પાણીથી ધોવાયેલ અન્નનું પારણું કર્યું. પણ અળગણ પાણીથી ધોવાવડે અજ્ઞાન તપ કરવાથી અલ્પ ફળ તેને મળ્યું . ૧ હવે જો તામલી તાપસે જે પ્રકારે તપ કર્યો, પણ તે તપ જૈન મતના આચાર વિચાર પ્રમાણે જૈનધર્મની શૈલી પ્રમાણે કરે તો તેવા તપના કરવાથી સાત જીવો મોક્ષે જાય પરંતુ અજ્ઞાન દોષથી ઉપરોક્ત તપ કરવાથી તામલી તાપસ ઇશાન દેવલોકમાં ઇંદ્ર થયો. ૨. જ્ઞાની મહારાજા વિધિ અને જ્ઞાનપૂર્વક કર્તવ્યો કરવાનું આપણને કહે છે તે એટલા જ માટે કે-જ્ઞાનથી સમજીને કરેલા ધર્મકાર્યો આપણને મહાલાભ આપવાવાળાં થાય છે. અજ્ઞાનથી કરવાથી જોઇએ તેવો લાભ મળી શકતો નથી. કયાં ઇશાન ઇંદ્રપણું અને કયાં સાત જણને મુક્તિ મેળવવાપણું ? વીતરાગ મહારાજાના અપૂર્વ જ્ઞાન સિવાય આવું સ્કુટ જ્ઞાન અજ્ઞાનપણાનું ફળ અન્ય કોણ સમજાવી શકે ? અર્થાત્ કોઈ જ નહિ માટે ઉત્તમ જીવોયે પાણીને ગાળ્યા વિના ઉપયોગ કરવો નહિ. (પુરાણાદિને વિષે કહેલું છે.) त्रैलोक्यमखिलं दत्वा, यत्पुन्यं वेदपारगे । તતઃ વોટિTUાં પુત્યં, વસ્ત્રપૂજોન વારિત શા. | ભાવાર્થ : વેદના પારગામીને સમગ્ર ત્રિલોકી સમર્પણ કરવાથી જેટલું પુન્ય ઉપાર્જન થાય છે તે થકી કોટીગણું વિશેષ પુન્ય વસ્ત્રવડે M૧૦ ~ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી ગળીને પાણી વાપરવાથી થાય છે. મતલબ કે પાણિ ગળીને ઉપયોગમાં લેવાથી મહત પુન્ય થાય છે. આમાં સાફ લખ્યું છે કે ત્રણ લોકના દાન કરતાં પણ કોટિગણું પુન્ય પાણી ગળીને વાપરવાળાને થાય છે. આવા લાભને કોણ ડાહ્યો માણસ ચૂકે ? અર્થાત્ કોઈ જ નહિ. વળી પણ કહ્યું છે કે - ग्रामाणं सप्तके दग्धे, यत्पापं जायते किल । तत्पापं जायते राजन् ! नीरस्यागलिते घटे ॥२॥ | ભાવાર્થ : સાત ગામોને બાળી ભસ્મીભૂત કરવાથી જે પાપકર્મ ઉત્પન્ન થાય છે તેટલું પાપકર્મ નાં ગળેલ (અળગણ) પાણીનો ઘડો વાપરવાથી હેરાજા ઉત્પન્ન થાય છે. અર્થાત્ વિષ્ણુભગવાનને અર્જુન રાજાયે અળગણ પાણી વાપરવા સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે કૃષ્ણ મહારાજાએ કહ્યું કે સાત ગામોને બાળીને ભસ્મીભૂત કરનાર તથા એક વડી અળગણ પાણી વાપરનાર સમાન પાપના ભાગીદાર થાય છે. ઉપર લખેલ પાપકર્મનો બોજો મસ્તક ઉપર લેવો તેના કરતાં પાણી ગળીને જ વાપરવું તે જ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે. (વિષ્ણુ પુરાણે પણ કહ્યું છે.) संवत्सरेण यत्पापं, के वर्तस्येह जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥३॥ | ભાવાર્થ : માછીમાર નિરંતર માછલાં મારી એક વર્ષ સુધીમાં જેટલું પાપ ઉપાર્જન કરે તેટલું પાપ કર્મ અળગણ પાણિનો સંગ્રહ કરનાર ફક્ત એક દિવસમાં જ ઉપાર્જન કરે છે. મતલબ કે પ્રતિદિન કોટી ગમે માછલાંના સંહાર કરવાથી માછીમારને જે પાપ થાય છે તેટલું પાપ અળગણ પાણીના સંગ્રહ કરનારને ઉપલક્ષણથી વાપરનારને વ્યય કરનારને ફક્ત એક જ દિવસમાં થાય છે. ૧૧. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવું અઘોર પાપકર્મ બાંધીને મરવા કરતાં પાણી ગળીને વાપરી જિંદગી ઉજવળ કરે તેજ મનુષ્યના જન્મને ધન્યવાદ ઘટે છે. વળી પણ કહ્યું છે. यः कुर्यात्सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, य योगी स महाव्रती ॥४॥ ભાવાર્થ : જે માણસ નિરંતર પાણીને ગળીને તમામ કાર્યો કરે છે તે જ મુનિ કહેવાય છે, તે જ મહાસાધુ કહેવાય છે, તે જ યોગી કહેવાય છે અને તે જ મહાવ્રતધારી કહેવાય છે. પાણીગળીને વાપરવાથી જયારે આપણને મહાનુભાવની મહાવ્રતધારી કહેવાય છે. પાણીગળીને વાપરવાથી જ્યારે આપણને મહાનુભાવની મહાવ્રતી આદિની પદવી તેમજ પુન્ય કર્મનો ઉજજવળ ઢગલો મળે છે, તો તેને છોડી આપણે અળગણ પાણી વાપરીએ તો આપણા જેવો બીજો મૂર્ખ માણસ કોણ ગણાય ? બસ કોઈ જ નહિ. વળી પણ કહ્યું છે. म्रियन्ते मिष्टतोयेन, पूतराः क्षारसंभवाः, क्षार तोयेन मिष्टा च, न कुर्यात्संकरं ततः ॥५॥ | ભાવાર્થ : મીઠા પાણીના નાખવાથી ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરાઓ મરણ પામે છે. અને ખારા પાણીના નાખવાથી મીઠા પાણીના પૂરાઓ મરણ પામે છે. તે કારણ માટે મીઠું પાણી તથા ખારું પાણી એકત્ર કરવું નહિ અર્થાત્ પાણી પાણીમાં ફેર હોવાથી ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો અંદર મીઠું પાણી મળવાથી મરણ પામે છે અને મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો મરણ પામે છે. એમ અરસ્પરસ ખારા અને મીઠા પાણીના જીવોને વિઘાત થવાથી ડાહ્યા અને ઉત્તમ જીવોયે ખારૂં તથા મીઠું પાણી એકત્ર સેળભેળ કરવું નહિ. सांख्याशास्त्रेऽपि उक्तम् M૧૨ ૧૨ - For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ षट्त्रिंशदंगुलायाम, विशत्यंगुलविस्तृतम् । ढूंढ गलनं कार्य, मूयो जीवानविशोधयेत् ॥१॥ | ભાવાર્થ : સાંખ્ય શાસ્ત્રકાર સ્વઅનુયાયીયોને પાણી ગળીને વાપરવાની નીચે મુજબ ફરમાન કરે છે કે પાણી ગળવાનું ગરણું છત્રીશ આંગળ લાંબું, અને વીશ આગળ પહોલું વિસ્તારવાળું, દ્રઢ લુગડાનું અર્થાત્ જાડા લુગડાનું પાણી ગળવાનું ગળણું કરવું અને ફરીથી બીજી વાર ગળી જીવોની શુદ્ધિ શોધ ખોળ કરવી, કારણ કે એક વાર ગળ્યાથી પણ બરાબર પાણી ગળી શકાતું નથી, તેમ ઉપરના શ્લોકથી સિદ્ધ થાય છે. लिंगपुराणे तथा उत्तरमिमांसायाम् उक्तम् त्रिंशदंगुलमानं तु, विशत्यंगुलमायतम् । तद् वस्त्रमं द्विगुणीकृत्य, गालयित्वोदं पिबेत् ॥१॥ तस्मिन्वस्त्रे स्थितान जंतन, स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेतोयं, स याति परमां गतिम् ॥२॥ ભાવાર્થ : ત્રીશ આંગળ માન યુક્ત અને વીશ આંગળ વિસ્તારવાળું વસ્ત્ર લઈ તે વસ્ત્રને બમણું કરી તેનાથી પાણી ગળીને વાપરવું. ૧. અને તે વસ્ત્રને વિષે રહેલા જીવોને જળના અંદર સ્થાપન કરવા-નાખવા. આવી રીતનું વર્તનકરી જે માણસ પાણીનું પાન કરે છે તે ઉત્તમ ગતિ પામે છે. ૨. માટે ઉત્તમ જીવોયે જરૂર પાણી ગળ્યા વિના વાપરવું નહિં. ઠેકાણે ઠેકાણે ગળણું રાખવાનું કહે છે માટે શાસ્ત્રકારના મહાનું વચનોને આદર-માન આપી પાણી ગળવા ઉપર લખ્યા મુજબ ગળણું જરૂર રાખવું જોઇએ. तथा उत्तरमिमांसायाम् उक्तम् लूतास्य तंतुगलिते, ये बिन्दौ संति जतवः । सूक्ष्मभ्रमरमानास्ते, नैवं मान्ति त्रिविष्टपे ॥१॥ ભાવાર્થ : કરોળીયાના મુખમાંથી ગળી પડેલ લાળના તંતુઓના ૧૩ ભાગ-૬ ફમા - 3 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બિંદુને વિષે જેટલા સૂક્ષ્મ જીવો રહેલા છે તે જો ભ્રમરાના પ્રમાણમાં મોટા થાય તો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રિલોકને વિષે સમાઇ શકતા નથી. આ ઉપર થી પણ સિદ્ધ થાય છે કે પાણીમાં અનેક જીવો રહેલા છે માટે ગળ્યા સિવાય પાણી વાપરવું નહિં. જૈનના સિદ્ધાંતોમાં પણ કહેવામાં આવેલ છે ને ઉપર પ્રમાણે અન્ય દરશનીયોના ગ્રંથોમાં પણ કહે છે. તેથી ગળ્યા વિના પાણી વાપરનાર મહાઅજ્ઞાની કહેવાય છે. તેમાં જરા પણ શંકા કરવી નહિ. नगरपुराणेऽपि उक्तम् कुसुंभकुंकुमांभोवन्निचिंतं सूक्ष्मजंतुभिः । तद्र्ढेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥१॥ ભાવાર્થ : કસુંબા અને કેસરના પાણીની પેઠે સૂક્ષ્મ જીવજંતુઓથી પરિપૂર્ણ વ્યાપ્ત રહેલું પાણી હોય છે. તે પાણી અત્યંત દઢ જાડા મજબૂત વસ્ત્રથી જ શુદ્ધ કરી શકાય છે-ગળી શકાય છે. પણ સામાન્ય ઝીણાં સૂક્ષ્મ વસ્ત્રથી ગળી શકાતું નથી. અહીં પણ પાણી ગળવાનું લુગડું જાડું રાખવાનું ખાસ સૂચવવામાં આવેલ છે. આવા ઉપર લખ્યા પ્રમાણે દઢ વસ્ત્રથી પણ પાણી ગળી શકાતું નથી. તો સિદ્ધ થયું કે પાણી ગળવા વિશેષ જાડું લુગુડું રાખવું ને પ્રાણાતે પણ ગળ્યા વિના પાણી વાપરવું નહિ.' મનુસ્મૃતિ કોમ્ नासूर्ये हि व्रजेन्मार्गे, नाद्रष्टां भूमिमाक्रमेत् । परिपूतामिरद्भिश्च, कार्यं कुर्वीत नित्यशः ॥१॥ दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतं वदेद्वाणी, मनःपूतं समाचरेत् ॥२॥ ભાવાર્થ : સૂર્યના ઉદય વિના માર્ગને વિષે ગમન કરવું નહિ, તથા નહિ દેખેલી ભૂમિને વિષે પણ ગમન કરવું નહિ અર્થાત જવું નહિ. તથા નિરંતર વસ્ત્રવડે કરી ગળેલા પાણીથી જ કાર્યકરવું અર્થાત્ M૧૪) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જે જે કાર્યો કરવાં તે વસ્ત્રવડે પાણી ગળીને જ કરવા. તથા ભૂમિ ઉપર ચાલતી વખતે દૃષ્ટિથી ભૂમિને નિહાળીને જ પગલું ભરવું તથા વસ્ત્રથી પાણીને ગળીને જ પાન કરવું. તથા સત્ય વચનવડે કરી પવિત્રતા યુક્ત વાણી વચનોની શ્રેણિને વદવી બોલવી અર્થાત્ સત્ય વચનો બોલવા તેમજ મનને પવિત્ર કરી, જે જે કાર્યો કરવાં હોય તે કરવા મનુપણ પાણિ ગળવાનું કહે છે છતાં કેટલાક વૈષ્ણવો ગળતા નથી તે ખોટું છે. धर्मशास्त्रेऽपि उक्तम् सूक्ष्माणि जंतूनि जलश्रयाणि, जलस्य वर्णाकृतिसंश्रितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निग्रंथशूराः परिवर्जयन्ति ॥१॥ ભાવાર્થ : ઘણા એવા સૂક્ષ્મ જીવો પાણીના વર્ણના આકારવાળા પાણીને આશ્રયીને રહેલા હોય છે. તે કારણ માટે નિગ્રંથ શૂરવીર મહાત્મા ધીરવીર પુરુષો જીવદયાને પાળવા નિમિત્તે પાણીનો ત્યાગ કરે છે એટલે સંસારી ભવ્ય જીવો ઉત્તમ પ્રકારના આગળ ઉપર વર્ણન કરેલો જાડા વસ્ત્રથી ગળીને જ પાણીનો ઉપયોગ કરે છે વાપરે છે. અને યોગી પુરૂષો સર્વથા સચિત્ત કાચા પાણીનો ત્યાગ કરી કલ્પનીય ઉષ્ણોદકને તે પણ પ્રમાણોપેત-વાપરે છે. અહીં પણ ખાસ કાર્યપ્રસંગે જ ધીની પેઠે થોડું પાણી તે પણ ગળીને વાપરવાનું ફરમાન કરવામાં આવેલું છે. आदित्यपुराणेऽपि उक्तम् अहिंसा तु परो धर्मः, सर्वेषां प्राणिनां यतः । तस्मात्सर्वप्रयत्नेन, वस्त्रपूतेन कारयेत् ॥१॥ ભાવાર્થ : જે કારણ માટે કહ્યું છે કે અહિંસા તે જ સર્વ પ્રાણીઓનો ઉત્કૃષ્ટ ધર્મ છે, માટે પ્રયત્નવડે કરી વસ્ત્રથી પાણી ગળીને જ વાપરવું તે જ ઉત્તમ જીવોને શ્રેયસ્કર છે. જેવી રીતે ગળીને પાણી વાપરવાનું કહે છે તેવી રીતે પાણી ગળીને જ સ્નાન કરવાનું કહે ( ૧૫ ) For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, પણ અળગણ પાણીથી સ્નાન કરવાનું કહેતા નથી. અત્યારે દુનિયામાં શૌચ ધર્મ ચાલી રહેલ છે પણ તેમાં પરમાર્થની કોઈને ખબર પડતી નથી. દુનિયા માને છે કે અળગણ પાણીમાં કૂવા, વાવ, નદી, તળાવ, સરોવર, ખાબોચીયામાં ન્હાયા એટલે પવિત્ર થઈ ગયા, પણ તેમ નથી. તે તો જીવોનો ઘાત અને આત્માને પાપથી ભારે કરનાર છે. જુઓ. एकादशपुराणेऽपि उक्तम् पीडयंते जंतवो येन, जलमध्यव्यवस्थिताः । स्नानेनानेन किं पार्थ ! पुन्यं पापं समाचरेत् ॥१॥ ભાવાર્થ : પાણીની અંદર સ્નાન કરવાથી પાણીને વિષે રહેલા જીવો પીડા પામે છે તો તે પાર્થ ! આવા જીવની હિંસા અને ઘાત કરનારા તેમજ દુ:ખ-પીડાને ઉત્પન્ન કરનારા સ્નાનવડે કરીને શું પુન્ય થાય છે ? અર્થાત્ કાંઈ જ નહિ, પુન્યને બદલે પાપકર્મને ઉપાર્જન કરે છે, માટે જીવને પીડા કરનારા જ્ઞાનરૂપી પુન્યની વાંછા કરનારા સ્નાન કરવાથી કેવળ પાપકર્મને જ આચરે છે. આવું જાણી ડાહ્યા ઉત્તમ જીવોએ ગળ્યા વિનાના પાણીથી સ્નાન કરવાના પ્રત્યાખ્યાન (બાધા) કરવાને માટે તત્પર રહી, તે પ્રમાણે વર્તન કરવાથી જ પુન્ય ઉપાર્જન કરવાની આશા રાખવી જોઇએ. ત્વપુરાડ ૩વતમ્ - मृदो भारसहस्त्रेण, जलकुंभशतेन च । न शुध्यन्ति दुराचारा), स्नानास्तीर्थशतैरपि ॥१॥ ભાવાર્થ : હજાર ભાર માટીના સમૂહવડે કરીને તથા પાણીના સેંકડો ઘડાવડે કરીને સ્નાન કરનારાઓ તથા સેંકડો તીર્થમાં સ્નાન કરનારાઓ દુરાચારી માણસો કદાપિ કાળે શુદ્ધ થતા નથી. આ ઉપરથીપણ સિદ્ધ થાય છે કે દુરાચારી માણસોની શુદ્ધિ ઘણી માટીવડે કરીને તથા પાણીવડે કરીને તેમ જ ઘણા તીર્થોમાં ઘણી વાર સ્નાન For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવા વડે કરીને પણ છે જ નહિ. વળી પણ કહ્યું છે : न शरीरमलत्यागान्नरो भवति निर्मलः । मानसे तु मले त्यक्ते, भवत्यंतःसनिर्मलः ॥२॥ ભાવાર્થ : શરીરના મેલને ત્યાગ કરવાથી માણસ નિર્મલ થતો નથી, પરંતુ માનસિક મેલનો ત્યાગ કરવાથી અંતરથી નિર્મલ થાય છે, અર્થાત્ પાણીવડે કરી બાહ્ય શરીરમેલનો ત્યાગ કરનાર માણસ શુદ્ધ કેહવાતો નથી, પણ આંતરમેલ માનસિક ભાવનાવડે કરી દૂધ કરવાથી જ માણસ નિર્મલ કહેવાય છે, માટે બાહ્ય મળશુદ્ધિના આડંબરને છોડી, આંતરમેલ દૂર કરવા પ્રયત્ન કરનાર માણસ ખરી નિર્મળતા ધારણ કરે છે. વળી પણ કહ્યું છે - जायन्ते च भ्रियन्ते च, जलेष्वेव जलौकसः । न च गच्छन्ति ते स्वर्ग-मविशुद्धमनोमलाः ॥३॥ ભાવાર્થ : પાણીને વિષે જલોકા નામના બેઇંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે ને પાણીને વિષે મરે છે. પરંતુ તેઓની મનભાવના શુદ્ધ નહિ હોવાથી તેઓ સ્વર્ગને વિષે ગમન કરતા નથી.પાણીમાં સ્નાન કરવાથી જ જો શુદ્ધિ થતી હોય તો ઉપર લખેલા જીવો પાણીમાં જ ઉત્પન્ન થઇને મરે છે પણ તેમને સ્વર્ગ મળતું નથી, કારણ કે તેમની મનોભાવના શુદ્ધ નથી. માટે જ પાણી કરતાં નિર્મલ અંત:કરણવાળા, વિશેષ શુદ્ધ મનવાળા જીવો જ સ્વર્ગના ભોક્તા થાય છે. વળી પણ કહ્યું છે - नक्तं दिनं निमज्जन्तं, कै वर्ताः किमुषावनाः । शतशोऽपि तथा स्नाता, न शुद्धाभावदूषिताः ॥४॥ ભાવાર્થ : માછીમાર લોકો રાત્રિદિવસ પાણીને વિષે જ પડયા રહે છે તેથી તેઓ શું પવિત્ર થાય છે ? અર્થાત્ નહિ જ પવિત્ર થતા જ નથી. તેવી જ રીતે સેંકડો વાર પાણીને વિષે સ્નાન કરનારા ભાવનાશુદ્ધિ વિના કદાપિ કાળે શુદ્ધ થતા જ નથી. આ ઉપરથી પણ ૧૭ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાત્રિદિવસ પાણીની અંદર પડયા રહેનારા જીવોને ખાસ વિચાર કરવાનો છે કે પાણીથી શુદ્ધિ નથી, પણ ખાસ ઉત્તમ ભાવનાથી જ શુદ્ધિ છે. આંતરશુદ્ધિનું મૂળ કારણ મનની નિર્મલ ભાવના છે જ ને ઈહલોક તેમજ પરલોકને વિષે આત્માનું કલ્યાણ શુદ્ધ ભાવનાથી જ થાય છે ને થશે, પરંતુ પાણીથી તો નહિ, નહિ ને નહિ જ વળી પણ કહ્યું છે. मृतिकोदसंपर्का द्यदि शुध्यन्ति जंतवः कुलालः सकुटुंबोऽपि, तर्हि स्वर्गं गमिष्यति ॥५॥ | ભાવાર્થ : માટી તથા પાણીના સંબંધથી જો પ્રાણિયો શુદ્ધ થતા હોય તો કુંભાર પોતાના કુટુંબ સહિત સ્વર્ગે જશે કારણ કે કુંભાર તેમજ કુંભારપણાના ધંધાને કરનાર કુંભારનું કુટુંબ જે નિરંતર માટી અને પાણીના સંયોગથી જ અનેક પ્રકારના ભાજનો (વાસણો)ને તૈયાર કરે છે, તેથી તે પણ સહકુટુંબ સ્વર્ગે જવો જોઈએ પણ તેમ થતું નથી કારણ કે કુંભારના ધંધામાં કુંભારને પકાયની હિંસા હોવાથી સ્વર્ગની પ્રાપ્તિની ભજના જ સમજવી તેમ માટી યા પાણિથી શુદ્ધિ માનનારા અપાની જીવોને સ્વર્ગપ્રાપ્તિની ભજના સમજવી. કારણ કે માટી તથા પાણી સચિત્ત હોવાથી અનેક પ્રકારે જીવોની હિંસા થાય છે. વળી પણ અનેક પ્રકારના પાપકર્મ કરનાઓની શુદ્ધિ તીર્થસ્નાન કરવાથી થતી નથી કહ્યું છે કે - માવતે ૩તપૂकामरागमदोमत्तां, स्त्रीणां ये वशवर्तिनः । न ते जलेन शुध्यन्ति, स्नानाः तीर्थशतैरपि ॥६॥ | ભાવાર્થ : જે માણસો કામરાગને વિષે મદોન્મત્ત પણે ધારણ કરી સ્ત્રીઓને આધિન રહેલા હોય છે તે માણસો પાણી વડે કરી તેમજ સેંકડો વાર તીર્થના પાણીને વિષે સ્નાન કરતા છતાં પણ શુદ્ધ થતા નથી, અર્થાત્ વિષયી માણસોને પાણીના સ્પર્શ તેમજ સ્નાનાદિકથી M૧૮) For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શુદ્ધિ થતી જ નથી. વળી પણ કહ્યું છે. પુરા ૩વતમ્ - यो लुब्धः पिशुनः कूरो, दांभिकः विषयात्मकः ।। सर्वतीर्थेष्वपि स्नानः, पापो मलिन एव सः ॥७॥ ભાવાર્થ : જે માણસ લુબ્ધ હોય, ચાડીયો હોય, કૂર હોય અને વિષયી હોય તે માણસ સમગ્ર તીર્થને વિષે સ્નાન ભલે કરે તો પણ શુદ્ધ નહિ થતાં પાપિષ્ટ અને મલિનજ રહે છે, કારણ કે એવા માણસની શુદ્ધિ બાહ્ય એવા પાણીના સ્નાનથી થતી નથી. વળી પણ કહ્યું છે. चितमंतर्गतं दुष्टं, तीर्थस्नानान्न शुध्यति । शतशोऽथ जले धौतं, सुराभांडमिवाशुचिः ॥८॥ ભાવાર્થ : જેવી રીતે દારૂનું ભાજન સેંકડો વાર પાણીથી ધોવા છતાં પણ શુદ્ધ થતું નથી, તેવી રીતે પ્રાણીયોનું આંતરચિત્ત દુષ્ટતા યુક્ત હોવાથી તીર્થને વિષે સ્નાન કરવા છતાં પણ શુદ્ધ થતું નથી. પપુરા ૩સ્તમ્ - अंत:करणशुद्धा ये, तान्विभूतिः पवित्रयेत् । किं पावनाः प्रकीर्यंते, रासभा भस्मधूसरा : ॥९॥ ભાવાર્થ : જે માણસો અંત:કરણથી શુદ્ધતાને પામેલા હોય તેને જ વિભૂતિ પવિત્ર કરે છે, કારણ કે ભસ્મવડે કરી. ચિત્રવિચિત્ર દેહને ધારણ કરનારા ગધેડા શું પવિત્ર કહેવાય છે ? અર્થાત્ નહિ જ વળી પણ કહ્યું છે. स स्नातः सर्वतीर्थेषु, स सर्वमलवर्जितः । तेन क्रतुशतैरिष्टं, चेतो यस्येह निर्मलम् ॥१०॥ ભાવાર્થ : જે માણસનું ચિત્ત અહીં નિર્મલ ભાવને પામેલ છે અર્થાત્ જે માણસ પોતાના ચિત્તનું નિર્મલપણું ધારણ કરનાર છે તે માણસે સર્વે તીર્થોને વિષે સ્નાન કરેલ છે તેમ જાણવું. તથા તે ૧૯ - For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માણસે સેંકડો યજ્ઞોને કરેલ છે એમ પણ જાણવું. આ ઉપરોક્ત લખાણથી પણ સિદ્ધ થાય છે કે મનશુદ્ધ કરનારા જીવોને તીર્થોને વિષે સ્નાન કરવાની તેમજ યજ્ઞો કરવાની જરૂર રહેતી નથી. ૐપુરા ડપિ કમ્ - नमृतिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनम् । શોદયન્તિ વૃથા: *, જ્ઞાનધ્ધાનતપોનનૈ : III | ભાવાર્થ : પ્રાણીઓના કર્મની શુદ્ધિનું કારણ માટી નથી, પાણી નથી તેમજ અગ્નિ પણ નથી, પરંતુ પંડિત પુરૂષો પોતાના કર્મને જ્ઞાનધ્યાનતપરૂપી પાણીવડે શુદ્ધ કરે છે. બસ આ ઉપરોક્ત વાક્યથી પણ કર્મશોધન કરવાનું મૂળ કારણ જ્ઞાનધ્યાનને તારૂપી પાણી છે પણ પાણી નથી. વળી પણ કહ્યું છે કે - आत्मानदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटादयोर्मिः । तत्रा भिषेकं कुरु पांडुपुत्र ! न वारिणा शुद्धयति चांतरात्मा ॥१२॥ ભાવાર્થ : જે નદીને વિષે સંયમરૂપી પૂર્ણ પાણી ભરેલુ છે, તથા સત્યતા રૂપી જે નદીનો પ્રવાહ વહેતો રહેલો છે, વળી જે નદીના દયારૂપી પાણીના કલ્લોલા છે. એવી આત્મારૂપી નદીને વિષે છે પાંડુરાજાના પુત્ર અર્જુન ! તું સ્નાન કર, કારણ કે આત્મારૂપી નદી સંયમ રૂપી પાણીથી ભરપૂર ભરેલી છે, સત્યતારૂપી પ્રવાહને વહે છે, શીયલ રૂપી તટોને ધારણ કરે છે. અને દયારૂપી પાણીના કલ્લોલા જેમાં ઉછળી રહ્યા છે. આવી નદીને વિષે સ્નાન કરવાથી જ આત્માની શદ્ધિ થાય છે, પરંતુ પાણીને વિષે સ્નાન કરવાથી અંતરાત્મા શુદ્ધ થતો નથી. કેટલાક માણસો આખી જિંદગી પાપકર્મ કરે છે, અને પછી કહે છે કે ચાલો ગંગામાં સ્નાન કરી પવિત્ર થઇએ. પણ તેમ કરવાથી પવિત્રતા થતી નથી જુઓ : चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैमुर्खम् । ન ૨૦ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ जीवहिंसादिभिः कायः, गंगा तस्य परांमुखी ॥१॥ | ભાવાર્થ : જે માણસનું ચિત્ત રાગાદિકવડે કરી કિલષ્ટ ભાવને પામેલું હોય તથા અસત્ય વચનવડે કરી મુખ કિલષ્ટતાને પામેલ હોય તથા જીવોની હિંસાદિક કરવાવડે કરી શરીર કિલષ્ટપણાને પામેલ હોય તે માણસથી ગંગા પરામુખી-વિપરીત મુખવાળી રહે છે. અર્થાત્ જેમના મન-વચન-કાયા રાગાદિક શત્રુથી તથા અસત્ય પ્રલાપથી તેમજ હિંસાદિકના કરવાથી કલુષિત ભાવને પામેલા હોય તેવાઓની ગંગા પણ કદાપિ કાલે ઇચ્છા નહિ કરતાં સદા પરામુખી રહે છે. વળી પણ કહ્યું છે કે ત્તિ માઃિ શુદ્ધ, વ સત્યપd : | ब्रह्मचर्यादिभिः कायः, शुद्धो गंगा विनाप्यसौ ॥२॥ ભાવાર્થ : જેનું ચિત્ત શમ-શાંતિ આદિકથી શુદ્ધ છે, તથા જેનું મુખ સત્ય ભાષણ વડે કરી શુદ્ધ છે તથા શરીર બ્રહ્મચર્યાદિકથી શુદ્ધ છે તે ગંગા વિના પણ શુદ્ધ છે અર્થાત્ જેનાં મન વચન કાયા સમાદિકથી સત્ય ભાષણથી તથા બ્રહ્મચર્યથી શુદ્ધ છે. તેમને ગંગામાં સ્નાન કરી શુદ્ધિ કરવાની જરૂરિઆત નથી. ઉપરોક્ત પવિત્ર ગુણોથી ગંગામાં સ્નાન કર્યા વિના પણ પુરુષો પવિત્રતાને પામે છે. વળી પણ કહ્યાં છે. परदारपरद्रव्य-परद्रोहपरांमुखः । गंगाप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥३॥ ભાવાર્થ : પરસ્ત્રીનો ત્યાગ કરનાર તથા પર દ્રવ્યની ચોરીનો ત્યાગ કરનારી તથા પરના ઉપર દ્રોહ ઝેર-વેરઈર્ષ્યા-મત્સર નહિ કરનાર જે માણસ હોય છે તેવા માણસની ગંગા નદી ઇચ્છા કરે છે અહો આવો ઉત્તમ પુરૂષ અહીંઆ આવી સ્નાન કરી મને કયારે પાવન કરશે ? આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરસ્ત્રીલંપટો તથા પારકા દ્રવ્યને ( ૨૧ ) For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ચોરનારા અને પરના ઉપર દ્વેષને કરનારા કદાચ ગંગામાં સ્નાન કરી શુદ્ધિ મેળવવાની ઇચ્છા રાખે તેવાઓની શુદ્ધિ કરવાની ગંગા સાફ ના પાડે છે. એટલું જ નહિ પણ તેવાઓ પોતાના પ્રત્યે સ્નાન કરવા આવે તે પણ ગંગાને યોગ્ય લાગતું નથી. વળી પણ કહ્યું છે : गंगा तोयेन सर्वेण, मृत्पिंडैश्चनगोपमैः । अमृतैराचरन्शौचं, दुष्ट भावो न शुध्यति ॥४॥ - ભાવાર્થ : દુષ્ટ ભાવનાવાળો જીવ સમગ્ર ગંગા નદીના પાણીવડે કરી માટીના પિંડ વડે કરી તેમજ ઘી અગર દૂધ અગર ઘી દૂધ બનેવડે કરીને પણ શૌચનું આચરણ કરે તો પણ શુદ્ધ થતો નથી, એ ઉપરોક્ત પ્રમાણથી પ્રત્યક્ષ સિદ્ધથાય છે કે જે માણસની દુષ્ટ ભાવના હોય તેની શુદ્ધિ માટીથી પાણીથી-દૂધથી, ઘીથી કોઈપણ પ્રકારે થતી નથી. પાશપુરા ડિપિ યવતમ્कुपेष्वेवाधर्म स्नानं, नद्यां चैव तु मध्यमं । वाप्यां च वर्जयेत्स्नानं, तडागे नैव कारयेत् ॥१॥ गृहे चैवोत्तमं स्नानं, वस्त्रपूतेन वारिणा । तस्मात्वं पांडवश्रेष्ठ, गृहस्नानं समाचर ॥२॥ ભાવાર્થ : કૂવાને વિષે સ્નાન કરવું તે અધમ છે, નદીને વિષે સ્નાન કરવું તે મધ્યમ છે, વાવને વિષે તથા તળાવને વિષે સર્વથા સ્નાન કરવું નહિ ૧. વસ્ત્ર વડે કરી ગળીને પવિત્ર પાણી વડે કરી ઘરને વિષે સ્નાન કરવું તે ઉત્તમ છે. તે કારણ માટે હે પાંડવશ્રેષ્ઠ ! તું ઘરને વિષે ગળેલા પવિત્ર પાણીથી સ્નાન કર. सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं तु पंचमम् ॥१॥ ભાવાર્થ : સત્યશૌચ. ૧ તપશૌચ ૨. ઇંદ્રિયોનો નિગ્રહ કરવો તે શૌચ ૩. સર્વ પ્રાણિયોના ઉપર દયા રાખવી તે શૌચ ૪. અને ૨૨ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પાણીશૌચ. તે તો પાંચમું શૌચ કહેવાય છે, માટે આ ઉપરથી વાચક સ્વયં વિચારી જોશે, તો જણાઈ આવશે કે પાણી પવિત્રતા કરનાર નથી વળી કહ્યું છે કે - ઝંપુરા પોડપિકમ્ - सत्यं तीर्थं क्षमा तीर्थं, तीर्थमिन्द्रियनिग्रहः । सर्वभूतदया तीर्थं, तीर्थ मार्दवमेव च ॥१॥ दानं तीर्थं दमस्तीर्थं, संतोषस्तीर्थमुच्यते । ब्रह्मचर्य परं तीर्थ, तीर्थं च प्रियवादिता ॥२॥ ज्ञानं तीर्थं धृती तीर्थं, पुन्य तीर्थमुदाहृतम् । तीर्थानामपि यत्तीर्थं, विशुद्धिमनसः पुरा ॥३॥ - ભાવાર્થ : સત્ય તે જ તીર્થ, ક્ષમા તે જ તીર્થ, ઇંદ્રિયોનો નિગ્રહ કરી વશ રાખવી તે જ તીર્થ, સર્વ પ્રાણિયોના ઉપર દયા રાખવી તે જ તીર્થ, મૃદુતાપણું ધારણ કરવું તે જ તીર્થ, દાન તે જ તીર્થ, દાંતપણું તે જ તીર્થ, સંતોષ તે જ તીર્થ, અને બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરવું તે જ ઉત્કૃષ્ટ તીર્થ કહેવાય છે, પ્રિયવચન બોલવું તે જ તીર્થ, જ્ઞાન તે જ તીર્થ, વૈર્ય તે જ તીર્થ, અને પુન્ય તે જ તીર્થ. અને તીર્થોનું પણ તીર્થ પ્રથમ મનની શુદ્ધિ તે જ તીર્થ કહેવાય છે. ખરાં તીર્થો ઉપરોક્ત લખ્યા પ્રમાણે કહેવાય છે. સિવાય પાણીને તીર્થમાને છે તે તો લોકોની કેવળ જુઠી જ ભ્રમણા છે. આવું જાણી ગળ્યા વિના પાણીનું પાન ન કરવું, પાણી ગળ્યા વિના સ્નાન ન કરવું અને બીજા કોઈ પણ કાર્યો પાણીને ગળ્યા વિના કરવાં નહિ. કેપ્ટન સ્કોર્સ વિ. અને સર જગદીશચંદ્રબોઝ વિ. સાહેબે સૂક્ષ્મદર્શક યંત્રાને લઈને એક પાણિના બિંદુના અંદર ૩૬૪૫૦ છત્રીશ હજાર ચારસો ને પચાસ જીવો તેમણે ચાલતા દેખ્યા આ બાબતમાં કોઈ ને શંકા પડે તો સિદ્ધપદાર્થ વિજ્ઞાન નામની બુક અલ્હાબાદ ગવર્મેટ પ્રેસમાં છપાયેલી છે તે તપાસી શંકા દૂર કરવી. તે યંત્ર ૨૩ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુજરાતી ત્રીજી ચોપડીમાં છપાઈ પણ ગયેલ છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વચનામૃતનું પાન કરીને પરમાત મહાત્માશ્રી કુમાર પાળ મહારાજા પણ નિરંતર પોતાના ૧૧ હજાર હાથીને ૧૮ લાખ ઘોડાને ૮૦ હજાર ગાયોને અને ૫૦ હજાર ઊંટોને ગાળીને જ પોતાના માણસોદ્વારા પાણીનું પાન કરાવતા હતા. વીતરાગના વચનનું પ્રતિપાલન અને જીવદયારસિકતાનું નામ જ કહેવાય. ત્યારે જ તે મહાત્માએ ભવની પરંપરાને ભેદી એકાવતારીપણું ધારણ કરેલ છે અળગણ પાણી વડે સ્નાન કરવાથી ઉપરનો મેલ જાય છે, પરંતુ અત્યંતર મેલ નહિ જવાથી શુદ્ધિ થતી નથી. (ગોવીંદની ક્યારે વિષ્ણુ સ્થળને વિષે પરમ જૈન ધર્મની ચુસ્ત રાગી ગોમતી નામની એક સાર્થવાહની સ્ત્રી વસતી હતી તેને અત્યંત મહામિથ્યાત્વી ગોવીંદ નામનો પુત્ર હતો તેની માતાએ ઘણે પ્રકારે બોધ કરી મિથ્યાત્વ છોડાવવા પ્રયત્ન કર્યો પરંતુ કાંઈ પણ ગુણ નહિ યથા વ્યર્થ ગયો. એકદા તે ગોવીંદ પોતાના મિથ્યાત્વી તીર્થો પ્રત્યે જવાની તૈયારીયો કરવા લાગ્યો ત્યારે તેની માતાએ કહ્યું હે પુત્ર ! લૌકિક તીર્થગંગા, ગોદાવરી, ત્રિવેણી, સંગમ, પ્રયાગ, જલદંભાદિ સ્નાન કરવાવડે કરી આત્માએ હિંસા અસત્ય, ચોરી, પરદારસેવનાદિકથી કરેલા અનેક પાપકર્મોની શુદ્ધિ થતી નથી. માટે પ્રથમ તો સમજણપૂર્વક પાપકર્મના ત્યાગના સાથે શુદ્ધિ કરવાની છે. આવી રીતે કહ્યાં છતાં ન માન્યું ત્યારે તેને બોધ કરવા નિમિત્તે કહ્યું હે પુત્ર ! તું તારા સમગ્ર તીર્થોને વિષે સ્નાન કરે તે પ્રમાણે આ મારી તુંબડીને પણ તું તે જ પ્રકારે સ્નાન કરાવજે, ભૂલીશ નહિ. આટલી મારી આજ્ઞા જરૂર પાળઝે. તે પ્રમાણે અંગીકાર કરીને ચાલ્યો અને જયાં જયાં જવું હતું ત્યાં ત્યાં જઇ, સ્નાન કરી, મસ્તક મુંડાવી, બન્ને હાથોને વિષે અનેક પ્રકારે ૨૪ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મુદ્રાઓ-છાપો લઈ પોતાને ઘરે આવ્યો. અને માતાને વિનયથી નમસ્કાર કરી દરેક તીર્થમાં તુંબડીને સ્નાન કરાવ્યાના સમાચાર કહ્યા ત્યારબાદ ભોજન કરવા બેઠો ત્યારે તે જ તુંબડીનું શાક બનાવી માતાયે તેને ચાખવા આપ્યું. ગોવિંદે તે શાક જેવું મુખમાં નાખ્યું કે તુરત થુંકી નાંખ્યું અને કહ્યું અહો ! અહો ! આ શાક ખાવા લાયક નથી. સાક્ષાત ઝેરવિષ સમાન કડવું છે તેમ બોલ્યો એટલે તેની માતાએ કહ્યું કે હે પુત્ર ! તે જે તીર્થોમાં તુંબડીને નવરાવી છે તે જ આ તુંબડી છે. તે તો પવિત્ર થઈ ગઈ તેમાં વળી કડવાશ કેવી? તેથી પુત્ર બોલ્યો કે હે માત ! પાણીના અંદર આ તુંબડીને ઉપરથી નવરાવવાથી અંદરની કડવાશ જાય ખરી કે ? અર્થાત્ ન જ જાય. ત્યારે માતા બોલી કે હે પુત્ર ? તીર્થોને વિષે સ્નાન કરાવવાથી પણ આ તુંબડીની આંતર કડવાશ જ્યારે નહિ ગઈ ત્યારે તે વિચાર કર કે હિંસા, ચોરી, જારી, અસત્ય, રાગ, દ્વેષ, મોહ, મત્સર, નિંદા, કલેશ, વેર, ઝેર, છલ કપટ, પ્રપંચ વિશ્વાસઘાત માયા, પરવંચનાપરને કલંક, પ્રદાનાદિકથી ઉત્પન્ન થયેલા પાપકર્મોવડે કરી મલિન થયેલા આત્માની શુદ્ધિ દરેક ઠેકાણે પાણિના અંદર નહાવાથી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થાય એવા પ્રકારના માતાના પરમ શુદ્ધ ધર્મ યુક્ત વચનો સાંભળી ગોવીંદ બોધ પામ્યો, અને મિથ્યાત્વનો ત્યાગ કરી માતાયે પ્રેરેલો શુદ્ધ ગુરૂ પાસે જઈ, આલોચી, નિંદી, શુદ્ધ સમ્યક્ત્વ પ્રતિપાલન કરી, પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થે જઈ તીવ્ર તપ તપી, કેવળજ્ઞાન પામી, મુક્તિને વિષે ગયો. માટે જીવોએ ગોવિંદના પેઠે આંતરશુદ્ધિ કરી કર્મોને ક્ષીણ કરવા ઉદ્યમ કરવો. યતના ) યત: यतनायामुपक्रम्य, गृहस्थैरपरैरपि । यतनायतो धर्म, प्रादुर्भवति निस्समः ॥१॥ ૨૫ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : ગુહસ્થો તેમજ અપર એટલે બીજાઓયે જીવદયાને વિષે જ ઉપક્રમ કરવો, કારણ કે યતના જીવ દયાથી જ સીમા વિનાનો ધર્મ પ્રગટ થાય છે. ગૃહસ્થો પાણી લેવા કૂવા નદી પ્રત્યે જાય ત્યારે ત્યાંથી જ પાણી ગળણાવડે કરી ગળીને ઘડામાં ભરી લેવું જોઇયે, કારણ કે કદાચિત રસ્તામાં જ ઘડો ફુટે તો બીજા જીવોને વધ થાય નહિ. નદી કૂવાથકી પણ ઘરે લાવેલું પાણી ફરીને ગળીને જ ગોળા-હાંડાદિક વાસણોમાં સ્થાપન કરવું, અને પ્રથમ જલભાજનમાંથી પણ ફરીથી પ્રાતઃકાળે ગળવું. વળી શીતકાળને વિષે બે વાર પાણીને ગળવું, તથા ગ્રીષ્મકાલે પણ ઘણા ત્રસ જીવોનો સદ્ભાવ હોવાથી ત્રણ ત્રણ ચાર વાર પણ પાણી ગળવું. પંડિત પુરૂષોયે મિશ્રિત ધાન્યોને ગ્રહણ કરવા નહિ, તથા જીવદયાનું પ્રતિપાલન કરવા માટે જીવોમિશ્રિત ધાન્યોને રાંધવા પણ નહિ. મહુડા પીલુ ફળ વિગેરેનો ત્યાગ કરવો. અને ઘણા રાસ જીવોનો યોગ હોવાથી યુગંધરી આદિના તમામ પોકો, તથા સાથવાઓનું વર્જન કરવું. ખારણીયા, ખારણી વિગેરેને નજરે દેખીને તથા પુંજી પ્રમાર્જીને, પછી ધાન્યને પ્રમાર્જન કરી, ઝાટકી, શોધી પછી તેને કામમાં લેવા, ખાંડવા અને ઉપરોક્ત બન્ને વસ્તુ કોઈ માગે તો ઘણા જીવોની ઘાતક હોવાથી ખારણી, દસ્તા, મુશળ વિગેરે કોઈને આપવા નહિ. વળી ઘંટીને પણ જોઈને તથા પુંજી-પ્રમાર્જીને તેમજ પ્રકાશમાં કામપ્રસંગમાં લેવી, તથા તેના બને છુટો (પડ) પાછા જુદા જુદા કરી દેવા પણ એકત્ર રાખવા નહિ. લાકડાને પણ બે કડકા કર્યા વિના, વિદાર્યા વિના બાળવા નહિ, તથા છાંણા પણ ભાંગ્યા વિના બે કકડા કર્યા વિના, અગ્નિમાં નાંખવા નહિ, કારણ કે તેમાં પણ ઘણા જીવો હોય છે, તેથી જોયા-તપાસ્યા ત ૨૬ / For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિના નાંખવાથી તેનો સંહાર થઈ જાય છે. વળી ચુલાને પણ દૃષ્ટિથી દેખીને તથા પુંજી પ્રમાજીને પછી તેના અંદર અગ્નિને સ્થાપન કરવો. તેમજ પાડોશીના ઘરને વિષે પણ અગ્નિ સળગાવવાનો વખત આવે તો પણ સાવરણીથી પ્રમાર્જન કર્યા વિના અગ્નિ પ્રદીપ્ત કરવો નહિ, ઇત્યાદિક પ્રકારે શુભ કાર્ય કરવાની ઇચ્છા કરનારે પુન્યના કારણભૂત સારા પ્રકારે યતના કરી જીવોનું પ્રતિપાલન કરવું. આવી રીતે કરવાથી શુદ્ધિ થાય છે જે, માટે કહ્યું છે કે : खंडनीपेषणीचुल्ली, उदकुंभीप्रमार्जनी ।। पंचशूना गृहस्थस्य, तेन स्वर्गं न गच्छति ॥१॥ ભાવાર્થ : ખાંડણી, ઘંટી, ચુલ્લી, પાણીની ઘડી અને સાવરણીઆ પાંચ ગૃહસ્થોના ચંડાળો છે, તે કારણ માટે એ પાંચનો ઉપયોગ કરનારા સંસારી જીવો સ્વર્ગને વિષે જતા નથી. કિં બહુના સર્વ જગ્યાએ યતના કરનાર ગૃહસ્થ પણ શુદ્ધિને પામે છે, જીવદયાનું પ્રતિપાલન વિશુદ્ધ હૃદયથી કરનારી જેમ લીલાવતી શુદ્ધ થઈ તેવી જ રીતે ગૃહસ્થો પણ તેમ કરવાથી શુદ્ધ થાય છે. (લીલાવતીનું દષ્ટાન્ત) ધન ધાન્યની સમૃદ્ધિવડે કરીને ભરપૂર કે જેની સીમા જ નથી એવું વસંતપુર નામનું નગર હતું, ત્યાં પ્રજાને રંજન કરી તેનું પ્રતિપાલન કરવાની લાલસાવાળો પ્રજાપાલ નામનો રાજા હતો, ત્યાં મોટા વ્યવહારિયોને વિષે તિલક સમાન વસંતતિલક નામનો વ્યવહારી હતો, તે એવો દાતારશિરોમણિ હતો કે પોતાના હસ્તકમળથી દાન આપી કલ્પવૃક્ષને પણ તેણે તિરસ્કાર કર્યો હતો. હવે તેને કામરૂપી આમ્રવૃક્ષની મંજરી સમાન વસંતમંજરી નામની સ્ત્રી હતી. તે રૂપ સૌંદર્યવડે કરીને અમારી દેવાંગનાને પણ તિરસ્કાર કરવા વાળી, તેમજ ન ૨૭ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શીયલવડે કરીને સુશોભિત હતી તે બન્નેને કામદેવ યશોદેવ શ્રી દેવ અને નરદેવ નામના ચાર પુત્રો હતા. તે પોતાના વંશરૂપી સમુદ્રને પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન હતા. તે ચારેને અનુક્રમે શ્રીમતી, ધીમતી, કીર્તિમતી અને લીલાવતી નામની સંપદારૂપ લાવણ્ય વડે કરીને યુક્તા વ્યવહારી કુલને વિષે ઉત્પન્ન થયેલી કન્યાઓ હતી. તે પ્રત્યેક પ્રત્યે અનુક્રમે પ્રત્યેક કન્યાની સાથે પ્રત્યેક પુરાને પરણાવ્યા સબબ ચારેને પરણાવ્યા, તેથી તે ચારે કન્યાઓ સાથે ચારે છોકરા પરણાવ્યા હતા.તે જેમ હાથણીયોથી હાથી શોભે તેમ શોભવા લાગ્યા. ત્યારબાદ તે ચારેને રાંધવાના, પીરસવાના પાણી લાવવાના વિગેરે ઘરકાર્યમાં શ્રેષ્ઠીએ રોકીને પોતાનું ઘર ચાલે તેવી વ્યવસ્થા કરી હવે તે ચારે સ્ત્રીઓમાં છેલ્લી જે લીલાવતી નામની સ્ત્રી છે તે માટલાને વિષે ગોળીને વિષે, હાંડાને વિષે લોટાને વિષે, એક ભાજનથી બીજા ભાજનને વિષે, જયારે કામ પડયે પાણી નાખે છે, ત્યારે ગલણાથી ગળીને જ નાંખે છે. વળી ખારા પાણીનો તથા મીઠા પાણિનો સંખારો એકમેક કરતી નથી. અને બેવડું લુગડું કરી દિવસમાં બે વાર પાણી ગળે છે. વળી ઉષ્ણ કાળને વિષે નિરન્તર ત્રણ ચારવાર પણ ગળે છે, કારણ કે યતના કરવાથી જ ધર્મ કહી શકાય છે અગર જયણાથી જ ધર્મ મનાય છે. જે માટે કહેવું છે કે : કુકર્મ કરવાથી માણસ કુવો ખોદનારની પેઠે નીચે જાય છે અને સુકર્મ કરવાથી પ્રાસાદ બનાવનારની પેઠે માણસ ઉંચો જાય છે એકદા પ્રસ્તાવે જાણે પોતાના આત્માને શુભ કર્મથી સુસ્થાનને વિષે સ્થાપન કરતી હોય ને શું ? તેવી રીતે તળાવમાં સંખારો નાંખીને, તથા પાણી ગળવાનું શુદ્ધ લુગડું લઈને, લીલાવતી પોતાના ઘર પ્રત્યે ખાલી ઘડો લઇને પાછી ફરી, તેવામાં રસ્તામાં કોઈ પાણિ ભરનારી સ્ત્રીયે તેના પાસેથી ખાલી ઘડો લઇને-પાણીથી તે ઘડો ભરી દીધો. હવે રસ્તામાં રાજમાર્ગે ગમન કરતા રાજકુમાર ઘોડો ખેલાવવા દોડતો નીકલ્યો. તેને પોતાના આ ૨૮ ~ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સન્મુખ આવતો દેખીને લીલાવતી ઈંહાતીંહાં પગલા ભરતી સ્કૂલના પામતી હોવાથી ઘડો પડી ગયો, અને જાણે પોતાની માતાને મળવાને માટે બહુ રૂપી થતો હોય નહિ શું ? તેમ પોતાની માતા પૃથ્વીને મળી ગયો. એ અવસરે નહિ ગળેલું તમામ પાણિ ભૂમિ ઉપર પડી જવાથી લીલાવતી શોચ કરવા લાગી અને મને પાપ લાગ્યું તેની મારે શુદ્ધિ કરવી જોઇયે, એમ ચિંતવી ત્યાં જ બેસી ગઈ. તેવામાં તે રસ્તે કોઈક જ્ઞાની મહારાજ નીકળ્યા. તેને નમસ્કાર કરીને લીલાવતીને કહ્યું કે હે ભગવન અળગણ પાણી ડોલાઈ ગયું છે, તેની શુદ્ધિને માટે મને તપ વિના પ્રાયશ્ચિત આપો, એટલે જ્ઞાની બોલ્યા કે હે ભદ્ર ! જેમ પાણી વિના વસ્ત્રની શુદ્ધિ નથી, તેમ જ તપસ્વીના આત્માની શુદ્ધિ પણ થતી નથી. તેથી લીલાવતીયે કહ્યું કે હે સ્વામિન્ ! હું તપ કરવાને માટે શક્તિમાનું નથી, માટે હે મુનીંદ્ર એવું કોઈ પણ દાન બતાવો કે જે કરવા વડે કરીને, મારી શુદ્ધિ થાય. એટલે જ્ઞાની બોલ્યા કે યુવતી રત્ન ! તું રત્નપુરે જા. ત્યાં જઈ જિનેશ્વર મહારાજાઓના બિબોની વંદના પૂજના વિગેરે ભક્તિકર, અને રત્નદેવી સ્ત્રીનો સ્વામી રત્નશ્રાદ્ધ છે, તે બન્નેનો ભક્તિથી સત્કાર કર, આવી રીતે કરીને હે ભદ્રે ! તું નિર્મળ થા. તત્વને જાણનારી તેણીયે મુનિના ઉપરોક્ત વચનો સાંભળી મુનિને નમસ્કાર કર્યો ત્યારબાદ પોતાને ઘરે જઇને પોતાના સ્વામીને તે વાત કરી તેથી તેના સ્વામિયે તેના પાપની શુદ્ધિને માટે રત્નપુર મોકલી. - હવે લીલાવતી રસ્તાને વિષે સ્થળે સ્થળે જૈન મંદિરો આવે છે તેને વિષે બિરાજમાન થયેલા જિનેશ્વર મહારાજાઓને નમસ્કાર કરતી તથા સ્નાત્ર મહોત્સવોનું કરીને પોતાના આત્માને પવિત્ર કરતી તથા પ્રત્યેક પરમાત્માને કેશર ચંદન બરાસ પુષ્પાદિકથી પૂજતી, તથા પ્રતિ જૈનમંદિરે ધ્વજાઓને ચડાવતી,પરલોકે પોતાના આત્માની પૂજાને જાણે ભાવતી રોપતી હોય ને શું ? ને મૂર્તિમાનું પોતાની કીર્તિનું ભાગ-૬ માં- ૪ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આરોપણ કરતી હોય ને શું? તેમ કરતી, તથા લુગડાનું પ્રદાન કરીને શ્રી સંઘને પહેરામણી કરી. આવી રીતે ઘણા પૈસાનો વ્યય કરીને માપ રહિત તેણીયે બહુજ ધર્મ ઉપાર્જન કર્યો. રસ્તામાં દીવડીના પેઠે આહંત મતનો ઉદ્યોત કરતી ચાલતી હતી, એવી રીતે કરવાથી તેનું નામ પૃથ્વીતળને વિષે પ્રસિદ્ધિને પામ્યું. અનુક્રમે તે રત્નપુરે ગઈ. ત્યાંજિનેશ્વર મહારાજાઓને આદર સહિત નમસ્કાર કરીને, રત્ન અને રત્નદેવીના ગુણો લોકોને પુછયા તેથી લોકો બોલ્યા કે હે ભદ્ર ! ઇંદ્રમહારાજ પણ તે બન્નેના ગુણોનું વર્ણન કરવાને માટે શક્તિમાન નથી, માટે પવિત્રપણાને કરનારૂં તેનું સ્વરૂપ માત્ર તું સાંભળ. રત્ન નામનો આઠ વર્ષનો બાળક જિનેશ્વર મહારાજના તત્વને જાણનારા, મુનિ મહારાજા પાસે શાસ્ત્રોને ભણતો હતો. તે અવસરે તેમણે મારે દરેક શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું એવો જાવજીવનો નિયમ ગુરૂ સાક્ષીએ કર્યા. રત્નદેવી નામની બાલિકા તત્વને જાણનારી સાથ્વી પાસે જૈન શાસ્ત્રોને ભણતી હતી, તે વિદ્યાવડે કરીને જાણે સાક્ષાત્ સરસ્વતી જ હોય તે શું ? તેવી હતી. હવે શાસ્ત્રો ભણતાં સંવેગ રંગ થવાથી સદા ધર્મને જાણનારી તેમજ કલાનિધિ એવી તેણીયે કૃષ્ણ પક્ષમાં જાવજીવ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર્યો. પૂર્વના પુન્ય યોગે બન્નેનું પાણિગ્રહણ થયું, અને બન્ને જણાયે પોતપોતાનો નિયમ જાહેર કર્યો તેથી સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ હું દીક્ષા અંગીકાર કરું, અને તમે કોઈસારા વ્યવહારીના કુળને વિષે ઉત્પન્ન થયેલી અને પોતાના રૂપ વડે કરીને ઇંદ્રની સ્ત્રીને તિરસ્કાર કરનારી કોઈ અન્ય કન્યાનું પાણિગ્રહણ કરો. એ પ્રકારના વચનો સાંભળીને વિરક્ત અંત:કરણવાળો તેનો સ્વામી બોલ્યો કે સંસાર રૂપી વિષવૃક્ષનું બીજી સ્ત્રીનું પાણિગ્રહણ છે, તો હે પ્રિયે ! બેડીથી જ જેમ તેમ તેનાથી હું હે સ્ત્રી ! મુક્ત થયો, તો વળી ફરીથી જાણતો હતો તે યંત્રમાં પાછો આત્માને શા માટે નાખું ? એવી રીતે કહીને બન્ને જણાયે 30 For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુરૂમહારાજ પાસે વૈરાગ્યરંગિત થઇ ધામધુમથી ચોથું વ્રત ઉચ્ચર્યું. તે માટે તે બેના તુલ્ય ત્રીજો કોઈ ધર્મવાળો, પૃથ્વીને વિષે નથી, માટે તે બન્ને જણા મૂર્તિમાન ધર્મ ના પિંડ જેવા છે અને શાસ્ત્રોના વિનોદથી દેવગુરૂધર્મના ઉપાસક પણાથી પોતાનો કાળ વ્યતીત કરે છે. આવી રીતે લોકોના મુખેથી શ્રવણ કરીને હર્ષને પામી લીલાવતી રત્ન શ્રાવકને પૃચ્છાથી સન્માન પામેલી તેણીએ તેમને પોતાનું આશ્રવનું કારણ જણાવ્યું ત્યારબાદ તેણીયે બને બહુ જ આદરમાનથી મહાન આગ્રહથી નિમંત્રણ કરીને ભોજન કરાવી ક્ષીરોદક, વસ્ત્રાદિકથી પરિધાનપણ કરીને પ્રીતિવડે કરીને સન્માનિત કર્યા તેવામાં તો ત્યાં કેવળજ્ઞાની મહારાજા પધાર્યા. તેમને આનંદથી રત્નશ્રેષ્ઠી, રત્નદેવી. લીલાવતી તથા બીજા લોકોએ જઇને વંદન કર્યું અને પછી ધર્મ શ્રવણ કરવાને માટે લોકો યથાસ્થાને બેઠા. કેવલી મહારાજાએ કહ્યું કે ફક્ત એક જ નિયમ હોય અને તેને ભવ્ય જીવો જો ખરા જીગરથી પાળે તો મુક્તિને માટે થાય છે. જેમ લીલાવતીયે યતનાદયાનો નિયમ પાળેલ છે તેથી તે મુક્તિને પામશે. સભાજનોએ કહ્યું કે હે ભગવન્! તે લીલાવતી કોણ ? તેથી ભગવાનને તેનો મૂળથી સંબંધ કહીને કહ્યું કે ઈંહાથી દેવગતિ જઈ ત્યાંથી ચ્યવી, મનુષ્ય જન્મને પામી લીલાવતી મોક્ષે જશે. એવા પ્રકારના કેવલી ભગવાનના ઉપદેશને સાંભળીને ઘણા સ્ત્રી પુરૂષો જીવદયા પાળવાને વિષે તત્પર થયા અને વિશેષ ધર્મકરણી કરવા લાગ્યા. ત્યારબાદ ધન્યવતી લીલાવતી ત્યાંથી પાછી ફરીને પોતાને નગરે આવી અને જીવદયાનું યાવજજીવ પ્રતિપાલન કરતી ધર્મકરણી કરતી અનુક્રમે કાળધર્મને પામી સ્વર્ગે ગઇ. ત્યાંથી મનુષ્ય જન્મને પામીને મુક્તિ જશે. આ લીલાવતીયે જેવી રીતેદયા પાળી છે તેવી દયા જે જીવો પાળશે તે લીલાવતીની પેઠે પોતાના કર્મનો અંત વહેલો કરશે. - ૩૧ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (પણ ધનશ્રેષ્ઠીની સ્થા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે અતિધનાઢય એવો ધનશ્રેષ્ઠી મહા કૃપણશરોમણિ વસતો હતો. તેને ચાર છોકરાઓ હતા તે ઘણા જ ઉદાર વિવેકી અને ધર્મિષ્ટ હતા, તેમજ સ્વભાવથી પણ ઉત્તમ હતા જે માટે કહ્યું છે કે પુત્રો ચાર પ્રકારના હોય છે. ૧ પિતાથી અધિક ૨. પિતાના સદૃશ, ૩. પિતાથી હીન, ૪ કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રો હોય છે, અને તે જ પ્રકારે ગુરૂના શિષ્યો પણ ચાર પ્રકારના હોય છે, અને તે જ પ્રકારે ગુરૂના શિષ્યો પણ ચાર પ્રકારના હોય છે, તેથી સારા પુત્રો ધર્મ કરે છે પરંતુ તેનો પિતા લેશ પણ ધર્મકર્મ નહિ કરવાથી તેના પુત્રો ખેદ પામે છે. એકદા કોઈ જ્ઞાનીનો ઉપદેશ સાંભળી પુત્રો રંજિત થયા, તેમજ ધર્મકર્મને વિષે વિશેષે કરી દ્રઢ થયા, અને પોતાના પિતાને જ્ઞાની પાસે લઈ જવા તેના મિત્રને કહેવાથી દ્રઢ આગ્રહથી તેનો મિત્ર તેને ગુરૂ પાસે લઈ ગયો, અને ગુરૂમહારાજ પણ તેને બોધ કરવા નીચે મુજબ ઉપદેશ દેવા લાગ્યા. પાપનો કરનારો પણ જો દાન દે તો દાતારની પણ નરક ગતિ થતી નથી, કારણ કે દાનનું ફળ ભોગ છે, અને ભોગ જે તે નરકને વિષે નથી. તથા શીયલનું ફલ નરકગતિ થતા તિર્યંચ ગતિમાં નથી, તેમજ તપ કરનાર રાજયને અગર દેવ ગતિને પામે છે અને ફક્ત ભાવના ભાવનારો જીવ ભવનોનાશ કરનાર થાય છે, માટે જીવોએ દાન-શીયલ, તપ, ભાવના આ ચારેને વિષે વિશેષે કરી ઉદ્યમવંત થવું જોઇએ. ગુરૂનો બોધ સાંભળી કૃપણ શેઠ ઘરે ગયો, અને સુતો સુતો જુઠી ભાવના ભાવવા લાગ્યો, ગુરૂએ દાન દેવાનું કહ્યું, પરંતુ તે તો પૈસાના વ્યયથી થાય છે, માટે તે દાન દેવું નકામું છે, કારણ કે મહામુસીબતે ઉપાર્જન કરેલ. પૈસામાંથી એક પાઇપણ વાપરવી લાયક નથી. વળી ગુરૂએ શીયલ પાલવાનું કહ્યું તે તો સ્ત્રીનો ત્યાગ કરવાથી બને છે,તો ઝેરખાવું તે સારૂ અગ્નિમાં પડવું તે સારૂ, કુવામાં ૩૨ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પૃપાપાત કરવો સારો, પરંતુ સ્ત્રીને છોડવી તે સારી નથી, માટે શીયલ પણ નકામું છે વળી ગુરૂયે કહ્યું કે તપ કરવો સારો, પરંતુ સુધાતૃષા તેમાં સહન કરવી પડે, અને કાયકષ્ટને સહન કરવું પડે. તેથી ઇંદ્રિયોની હાનિ થાય, શરીર બળ ઘટે, અને સ્ત્રીયાદિકનો લાભ તથા બોલવાચાલવા, બેસવાઉઠવાનો લાભ લઈ શકાય નહિ, માટે તપ પણ નકામો જ છે, પણ ગુરૂએ કહ્યું છે કે ફક્ત એકલી ભાવના ભાવવી તે જ ભવનો નાશ કરે છે, માટે ગુરૂજીએ આ ભાવના ભાવવાનો ઉપદેશ સારો આપ્યો, અને મને તો તે રોમેરોમચ્યો, કારણ કે તેમાં દાન, શીયલ, તપની કોઈપણ પ્રકારે કટકટ નથી. ફક્ત શબ્દના ઉચ્ચાર સાથે ભાવના ભાવીશ તો અનાયાસે મુક્તિ મળશે. આવી રીતે વિચાર કરનારા કૃપણ શ્રેષ્ઠીને તેના છોકરાઓયે પૂછયું કે હે પિતાજી ! તમોયે ગુરૂમહારાજનો ઉપદેશ શું સાંભલ્યો અને આજે સારા દિવસે ધર્મકરણી કેટલી કરી ? એટલે પિતા બોલ્યો કે અહો, અહો ! સ્વામિવાત્સલ્ય. સાત મૂડા ધાન્ય, વિવિધ જાતિના પકવાન્ન, નાના પ્રકારના શાકદાળ ભાત રાયતા ફુલવડી દ્રાક્ષ ખજુર કેરી કેળા દાડમ, સોપારી, પાન, વરીયાલી, આદિ પટકુળ જરીયાન વસ્ત્રાલંકાર પહેરામણિ આવા શબ્દો શેઠના સાંભળીને છોકરાઓ બહુ જ રાજી થયા અને વિલંબ થશે તો પિતા પાછો ફરી જશે, માટે આજે રાત્રિામાં જ તમામ તૈયારી કરી કાલે સ્વામીવાત્સલ્ય કરી પિતાને પુન્ય કર્મ ઉપાર્જન કરાવીયે કે ભવાંતરમાં તેની ગતિ સારી થાય આવુ જાણી કુટુંબીના માણસોને બોલાવી તમામ પ્રકારની તૈયારીયો રાત્રિમાં જ કરવા માંડી. હવે ઘણા લોકોના કોલાહલથી જાગૃત થયેલો કૃપણ શેઠ વિચાર કરે છે કે આ આટલો બધો શોરબકોર મહારા ઘરમાં કયાંથી ? માટે નિશ્ચય ધાડપાડુ ચોર લોકો મારી લક્ષ્મી લુંટવાને માટે માહારા ઘરમાં પેઠા છે તેથી પોકાર પાડવા માંડયો, દોડો રે દોડો ચોરો આવી મહારી લક્ષ્મી લુંટે છે, તેથી પુત્રોયે આવીને પુછયું કે હે પિતાજી શા [૩૩] For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માટે પોકારો પાડો છો. તેથી શેઠે કહ્યું કે આ કોલાહલ શાનો છે, ચોરો આવ્યા છે. રાજાને ખબર કરો, અને માહારી લક્ષ્મી લુંટી જાય છે, તેને લુંટતી અટકાવો તેના પુત્રો બોલ્યા કે હે પિતાજી ! ચોરો નથી, આ તો આપણા કુટુંબીયો છે અને તમારી ભાવનાથી સ્વામિવાત્સલ્યની તૈયારી કરીયે છીયે કાલે શ્રી સંઘને આપણે આંગણે નોતરીને તેની ઉત્તમોત્તમ પ્રકારે ભક્તિ કરવાની છે, તેથી પાકાદિક તૈયાર થાય છે. પુરોના એવા વચનો સાંભળી શેઠ બોલ્યો કે તમોને સ્વામિવાત્સલ્ય કરવાનું કોણે કહ્યું છે, તેથી પુત્રો બોલ્યા કે રાત્રિયે તમો અમારે મોઢે કહેતાં હતા. તેથી અમે જાણયું અને તમારા મનના મનોરથ પૂરા કરાવવા માટે કુટુંબ સહિત રાતોરાત કામ ઉપાડયું છે, માટે શાન્તિથી નિદ્રા લ્યો કાલે સવારમાં તમારી ભાવના પ્રમાણે સર્વ કરી દેશું. પુત્રોના વચન સાંભળી બોલ્યો કે પરમાત્મા પરમાત્મા ભજો, દાનમાં કષ્ટથી પૈસાનો વ્યય થાય છે, શીયલથી ઇષ્ટ સિદ્ધિ નથી તપથી ઇંદ્રિયોની હાનિ થાય છે, માટે ટાણે નકામા છે, પરંતુ ગુરૂજીયે ભાવના ભાવવાનું કહ્યું છે તેથી હું ખોટી ભાવના ભાવું છું, જો તેમાંથી એક પૈસો પણ ખર્ચાય તો હાય હાયના સાથે મહારો આત્મા પરલોકે પહોંચે માટે હવે તે વાતને ઈંહાથી જ બંધ કરો, આવા પિતાના વાકયને શ્રવણ કરી, કુટુંબીયો ઘરે ગયા અને છોકરાઓ બિચારા નિરાશ થઈને નિદ્રાને આધીન થયા, આ કૃપણ શ્રેષ્ઠીય સાધર્મિક ભક્તિની ભાવના ભાવિ તે છતી શક્તિયે સાચી ભાવના ન કહેવાય પોતાની શક્તિને વિષે સત્કર્મનું સેવન કરવું, તે જ સાચી ભાવના કહેવાય છે, કારણ કે અશક્તિયે ધર્મ કાર્યના વિષયમાં શુભ ભાવનાનું ચિંતવન કરવાનું સિદ્ધાંતને વિષે કહેલું છે, માટે જે જૂઠી ભાવના ભાવે છે. તે પરમાત્માનો ગુન્હેગાર થઇ દુર્ગતિમાં ઘણો કાળ રખડે છે, કૃપણ શ્રેષ્ઠી પણ લક્ષ્મી ના ઉપર (૩૪) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂછથી દુર્ગતિમાં ગયો, જે જીવોને સદ્ગતિમાં જવું હોય તેણે સાચી ભાવના ભાવવા ચુકવું નહિ. ક્રોધ માન માયા લોભ આ ચારે કષાયો જુદા જુદા જીવોયે લેવાથી તે ચારે દુ:ખના ભાગીદારો બન્યા. જુઓ, चत्वारएतेभवजे कषायाः कारागृहे जाग्रतियामिकाइह, यावच्चतावन्नहिमुक्तिरिच्छतां, भूभृद्वणिक्धीसखवेदिनांयथा ॥१॥ ભાવાર્થ : જયાં સુધી ભવ થકી ઉત્પન્ન થયેલા આ ચારે કષાયો, કારાગૃહને વિષે જેમ પહેરીગીરો જાગે છે, તેમ જાગૃત રહે છે, ત્યાં સુધી મુક્તિની અભિલાષા કરવા વાળાને રાજા, મંત્રી, વણિક, ને બ્રાહ્મણના પેઠે, મુક્તિ નથી, કારણ કે તેઓ કષાયી છે માટે : (ક્રોધ-માન-માયા-લોભનું દૃષ્ટાંદ ) વસંતપુર નગરને વિષે ૮૪ ચૌટાને વિષે જે ચીજ જેને જોઇયે તે ચીજ તેને મળી રહે છે, ત્યાં ચંદ્ર રાજા છે, સોમનામનો મંત્રી છે, તથા શ્રેષ્ઠી સામત વણિક પુત્રો વિગેરે ઘણા વસે છે, જે જે વસ્તુઓ ત્યાં આવે છે, તે તે વસ્તુઓને લોકો ગ્રહણ કરે છે, આવી તે નગરની ખ્યાતિ બાહર થઈ, ત્યારબાદ ભીમપુર નગરના કમલ નામના રાજાયે તેની પરિક્ષા કરવા માટે છાર કચરાદિક વડે કરી આઠ ગાડા ભરીને તે નગરમાં વેચવા મોકલ્યા, હવે લોકો તેની વસ્તુઓ ગ્રહણ કરવા આવે છે, તેવામાં છાર-પંજાદિક દેખીને પાછા વળવા માંડયા, એ અવસરે વસ્તુના સ્વામીઓયે કહ્યું કે બીજા પણ ગાડાઓ છે તેમાંથી તમારે જે વસ્તુઓ જોઇયે તે ગ્રહણ કરો, ત્યારે લોકોએ કહ્યું કે તે દેખાડો. તેથી તેમણે કહ્યું કે બે ગાડામાં ક્રોધ છે, બે ગાડામાં માન છે, બે ગાડામાં માયા છે, બે ગાડામાં લોભ છે, હવે જો તમો નહિ લ્યો, તો તમારા નગરની ખ્યાતિ દુર થશે, ત્યાર બાદ ઘણા લોકોએ મળી ઘણું તેનું માગેલું દ્રવ્ય આપી ક્રોધ-માન-માયા લોભાદિક ચાર ૩૫. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગાડાને લીધા, અને બાકીના ચાર ગાડાને સાયંકાળે રાજદ્વારે તે લઈ ગયા ને કહ્યું કે આ ચાર ગાડા તમારા નગરમાંથી પાછા જશે તો તમારા નગરની ખ્યાતિ જશે, તેવું સાંભળી લોભનું ગાડુ રાજાયે લીધું, તેથી રાજાઓ તૃપ્તિ રહિત થયા, તથા માનનું ગાડુ મંત્રિયોએ લીધું, તેથી તેઓ માની થયા, માયાનું ગાડુ વાણિયાયેલીધું, તેથી તેઓ માયાવી થયાક્રોધનું ગાડુ બ્રાહ્મણોએ લીધું, તેથી તેઓ ક્રોધી ગણા થયા. (કળાને વિષે ચાર પુરૂષોની ક્યા) સુંદરપુર નગરને વિષે નરસુંદર રાજાની સભાને વિષે રૂપસેન, ૧. રૂપચંદ્ર, ૨. ચંદ્રસેન ૩. ગુણરત્ન ૪. સુંદર આકારવાળા પુરૂષો રાજાને આશીર્વાદ આપીને બોલ્યા કે અમો સેવા કરવાના અર્થી છીએ, તેથી રાજાયે પુછ્યું કે તમારું કૌશલ્ય પણું કઈ કઈ કળાને વિષે છે, એમ રાજાયે કહેવાથી તેઓ બોલ્યા કે, હે દેવ ! અનુક્રમે ભોજન, તુરંગમ, શયન, મનુષ્યનું જ્ઞાન, આ પ્રકારની કળાવાળા અમો છીએ, આવી રીતે બોલનારા તેઓને રાજાયે સેવકો તરીકે રાખ્યા. એકદા પ્રસ્તાવે ભોજનનું કૌશલ્યપણું દેખવા માટે રાજા તેને સુવર્ણના આસન ઉપર ભોજન માટે બેસાડીને રત્નજડીત કચોલામાં, અને મણિના સ્થાળમાં તેલવાળી કોદ્રાની રોટલી પાંદડાના શાક સહિત પીરસી, તેથી રૂપસેને આસન, અને સ્થાલાદિકને અનુચિત રસવતીનું ભોજન દેખીને તે રોટલી હાથમાં લઇને ઉત્કટીપણું ધારણ કરી તે રોટલી ખાધી. તેનું એવું કોશલ્યપણું દેખીને રાજા ચમત્કાર પામ્યા છતાં પણ તેને તે છે કે, હે ભદ્ર ! સમીપ ભાગને વિષે રહેલા શાલીગ્રામને વિષે ઉત્પન્ન થયેલા ચોખાને મેં આ બાલકાલથી ભક્ષણ કર્યા છતા પણ મને અજીર્ણ, વાત, પિત્ત, જવરાદિ રોગ, દુર્લબતા કાંઇપણ થયેલ નથી, આ વર્ષને વિષે તો તેજ ચોખાને ખાવાથી મને ઘણા રોગો ઉત્પન્ન થયા છે, તેનું શું કારણ ? એવી રીતે રાજા કહેવાથી તેણે કહ્યું કે, હે રાજન ! તે ચોખાનું ભક્ષણ કર્યા પછી 36 For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હું તને તેનું સ્વરૂપ કહીશ, હવે બીજે દીવસે યોગ્ય સ્થાને વિષે પીરસેલા તે ચોખાને હાથવડે લઈને જ ખાધા વિના જ તે ઉઠી ગયો તેથી રાજાયે તેમ કરવાનું કારણ પુછયું કે, આમ કેમ કર્યું તેથી તેણે કહ્યું કે, તે સ્વામિન્ ! જે ક્ષેત્રને વિષે આ ચોખા ઉત્પન્ન થયેલા છે, ત્યાં ગ્રીષ્મ રૂતુમાં ખરજવાના રોગવાળો એકટ મરી ગયેલો છે, તેથી આ ચોખા રોગવાળા, રોગ કરનારા થયા છે. રાજાયે તે વાત સાંભળી ક્ષેત્રના ધણીને બોલાવી મૂળથી પુછવાથી ખેતરવાળાએ પણ તેજ પ્રમાણે કહ્યું તે સાંભળી રાજા તેની ચાતુરીથી બહુ જ ચમત્કાર પામીને ભોજનવિધિને વિષે વિશેષથી તેને ભોજન કલાને વિષે પ્રસાદ પાત્ર બનાવી સુખી કર્યો. બીજે દીવસે અન્યદા પ્રસ્તાવે રાજાયે ઘોડાના જ્ઞાનવાળાને કહ્યું કે હે ભદ્ર ! માહારી ઘોડાશાળામાં સુંદર સુંદર આકારવાળા, અતિ બલિષ્ટા. બળવાન પિતાથી ઉત્પન્ન થયેલા, કુલીના, સમાનતાથી પોષણ કરાયેલા, ભાઈયોના પેઠે સાથે ઉત્પન્ન થયેલાના જેવા સમાન વયવાળા ઘોડા છતા પણ કોઈક પંચધારા ગતિને વિષે મુખ્ય ધારાને વિષે જ ગતિને વિષે મંદ છે, ને કોઇક મંદ નથી તેનું શું કારણ છે ! આવી રીતે રાજાયે કહેવાથી તે બીજો કહેવા લાગ્યો કે તે સ્વામિનું ? પ્રથમ મને તે ઘોડા જોવા દે, ત્યારબાદ તેનું કારણ હું તને કહીશ, ત્યારબાદ તે તમામ ઘોડાને દેખીને તે કારણે રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ ! આ ઘોડાઓમાંથી કેટલાકે ભેંશનું દૂધ પીધેલું છે, અને કેટલાક ગાયનું દૂધ પીધેલું છે, તેથી જ તે દુધના પ્રતાપે જ આ ઘોડાઓનો ગતિ વિશેષમાં ફેરફાર છે, રાજાએ તેને કહ્યું કે તે તે કેમ જાણ્યું ? એવી રીતે કહેવાથી તે બોલ્યો કે રાજન્ ! આ ઘોડાઓને અત્યંત ભમાડીને પાણી પીવાને માટે સરોવરે મુકવા, તેનું સ્પષ્ટપણે જણાવું, તે સાંભળી રાજાએ તેમ કર્યું, તેથી તેણે કહ્યું કે હે દેવ ! ઈંહાં જે ઘોડાઓ પાણી પીને સરોવરમાં પડે છે, તે ઘોડાયે 39. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બાલ્યાવસ્થામાં ભેંશનું દુધ પીધેલું છે, અને જે ઘોડાઓ પાણી પીને તુરત બહાર આવે છે, તેણે ગાયનું દુધ પીધેલું છે, તે સાંભળી રાજાએ મૂળથી ઘોડાના ઉછેરનારાઓ પાસેથી તે યથાર્થ વૃત્તાંત સાંભળીને ઘોડાની પરિક્ષામાં અને અત્યંત કુશળ જાણી તેને ઘણા પ્રકાર માન્યો અને સુખી કર્યો. અન્યદા પ્રસ્તાવે ત્રીજા ચંદ્રસેનની કલાનું કૌશલ્યપણુ જોવાને માટે રાજાયે તેને કહ્યું કે હે ભદ્ર ! આ પલંગ તથા આ તળાઇમાં સુવાથી હું સુખેથી નિદ્રા પામતો નથી, તેનું શું કારણ ? ત્યારે ચંદ્રસેને કહ્યું કે, બરાબર શય્યાની પરિક્ષા કર્યા પછી હું તને કહીશ ત્યારબાદ તે રાજાની આજ્ઞાથી તે શય્યાને વિષે ક્ષણ માત્ર સુઈ જઈ જલ્દીથી પાછો બહાર આવી રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ? આ ખાટલામાં લાકડાનો દોષ છે, જે માટે કહ્યું છે કે, खटवां जीवाकुलांह्वस्वां, भग्नकाष्टां मलीमसां, प्रतिपादान्वितांवन्हि, दारुजाताचसंत्यजेत ? ભાવાર્થ : જીવાકુલયુક્ત તથા નાનો તથા ભાંગેલા લાકડાવાળો, તથા મલીન તથા દરેક પાયાને વિષે બળેલા લાકડાના પાયાનો બનાવેલો એવો ખાટલો ત્યાગ કરવો જોઇયે વળી આ તૂલિકાને વિષે ડુક્કરનો વાળ છે, તે કારણ માટે આની અંદર શયન કરવાથી સુખ પ્રાપ્ત થાય નહિ, કિંબહુના મને પણ આ શય્યાને વિષે સુઈ જવાથી ક્રોધ પામેલી કામિનીના પેઠે ક્ષણ માત્ર પણ નિદ્રા ન આવી. ત્યાર બાદ રાજાયે સુત્રધાર પાસેથી લાકડાનો દોષ,અને તળાઇના કરનાર પાસેથી ડુક્કરના વાળનો નિર્ણય કરીને, અહો, આનુબુદ્ધિ કૌશલ્યપણું ? એવે પ્રકારે આશ્ચર્ય પામેલા ગુણના જાણનાર રાજાયે આનું પણ બહુ જ સન્માન કર્યું, તે સત્કાર કરવાથી તે પણ પ્રસિદ્ધિ પામ્યો. એકદા પ્રસ્તાવે મનુષ્યોના બાહ્ય, અત્યંતરગુણોને જાણનાર જ્ઞાનવાળા પંડિતનું, વૈદગ્ધપણું જાણવાના મનવાળા રાજાયે, ૩૮ ૩૮ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણરત્નને કહ્યું કે, હે ભદ્ર ! અત્યંત સુભગા, અને મને મારા પ્રાણથી પણ વધારે પ્રિય એવી આ માહારી પ્રતિવર્ષ પ્રસૂતિ કરે છે, તેથી મને ભોગ અંતરાય થાય છે, તેનું શું કારણ ? એટલે ગુણરને કહ્યું કે હે દેવ !તું માહારો પિતા, અને તે માહારી માતા, પરંતુ તે રાણી સ્નાન કરી વસ્ત્રાલંકાર પહેરી, અંજન આંજી તાંબુલ ખાઈ , પુષ્પ તથા અલંકારથી અલંકૃત થઇ રાત્રીને વિષે એકાંતમાં મારી પાસે આવે, તો તેને દેખ્યા પછી હું કહી શકું, તેના તમામ પ્રકારના સ્વરૂપને કૌતુકી રાજાયે તેમ કરવાથી, તે રાણી જેવી આવે છે કે તુરત તેને દેખીને જ જાણે સાપણીથી ત્રાસ પામ્યો હોયને શું ? તેમ શીઘ્રતાથી બહાર આવીને રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ ! બાલ્યાવસ્થામાં આની માતા મરી જવાથી, આને અજાનું દુધ પાઇને મોટી કરેલી છે, તેથી જ આ દરવર્ષે પ્રસવ કરવાવાળી થાય છે, રાજાયે કહ્યું કે, તે તે શાથી જાણ્યું ? એટલે તે બોલ્યો કે, આના શરીરનો નહિ સહન થઇ શકે તેવો ગંધ છે, તે સર્વ જગ્યાએ પ્રસરવાથી મેં જાણ્યું કે આણે બાલ્યાવસ્થામાં બકરીનું બહુ દુધ પીધું છે.ત્યારબાદ રાજાયે પણ તેના સાસરાના ઘરથી બાલ્યાવસ્થામાં તેની માતાનું મરણ, અને બકરીના દુધનું પાન વિગેરે સમ્યક્ પ્રકારે જાણીને, બહુ તુષ્ટમાન થયેલા રાજાયે મનુષ્યની પરિક્ષાને વિષે અત્યંત દક્ષ એવા ગુણરત્ન બહુ જ પોતાના પ્રસાદને પાત્ર કર્યો. ( વિજ્ઞાને મનોરથ સુત્રધાર ક્યા :) ગિરિસાર નગરને વિષે વેણિદાસ નામના સૂત્રધારનો મનોરથ નામનો પુત્ર હતો, તેને તેના પિતાયે એક સારા ઉપાધ્યાય પાસે કળા શીખવાને માટે મુકયો, ત્યાં લક્ષ પ્રમાણવાળુ તોવાસ્તુ શાસ્ત્ર શીખવા માંડયો, ને યોવન અવસ્થા પામવાથી તેના પિતાયે મથુરા નગરીને વિષે વસનાર ગદાધર સૂત્રધારની પદ્મિની નામની છોકરી સાથે તેને પરણાવ્યો ત્યારબાદ તેના પિતા મરણ પામ્યાબાદ તે લક્ષણયુક્ત લાકડુ ( ૩૯ - For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ મળવાથી તથા પોતાના ધંધામાં ઉદ્યમ નહિ કરવાથી દરિદ્ર અવસ્થાથી પરાભવ પામી મથુરામાં આવી પોતાના સાસરાને ઘરે રહ્યો, ત્યાં પણ તેના સાળા આદિએ હાસ્ય કર્યા છતાંપણ સારા લક્ષણવાળ લાકડુ નહિ મળવાથી, નિરંતર તે વ્યાપાર કર્મને વિષે પરાંમુખ થઇ, દુઃખે કરી પેટ ભરવા માંડયો, એકદા જમુના નદીમાં વહેતું શાસ્ત્રોકત સારા લક્ષણવાળું લાકડું દેખીને તેને લઈને તે ઘરે આવ્યો, અને તે લાકડાના અર્ધમાનવડે કરી પાલી બનાવી લાખ સુવર્ણ મૂલ્ય વિના તાહારે કોઈને આપવી નહિ, એમ કહી, પોતાની સ્ત્રીને પ્રાતઃકાળે ચૌટામાં મોકલી, લોકો તેની પાસે મૂલ્ય પુછે તો લાખ સુવર્ણ જ કહે છે, તેથી કોઇયે તે પાલી લીધી નહિ, પરંતુ લોકોએ તેની બહુ જ હાંસી કરતાં છતાં પણ પોતાના પતિના વાકયને ઉલ્લંઘન નહિ કરવાથી સાયંકાળ સુધી ત્યાં જ બેસી રહી, તે વખતે દુકાનેથી ઘેર ગમન કરતાં ચંદ્ર નામના શ્રેષ્ઠિય પુછવાથી તેજ મૂલ્ય કહ્યું એટલે શ્રેષ્ઠિયે તે લઈને મૂલ્ય આપી તેજ સ્ત્રીના સાથે તેના ઘરે ગયો, ને તેનો મહિમા પુછવાથી, સૂત્રધારે કહ્યું કે હે શ્રેષ્ઠિન ! તાહારું ભાગ્ય બહુ જ મોટું છે. આ પાત્રને વિષે જે વસ્તુ નાંખીયે તે કદાપિ કાળે ખુટે જ નહિ તે સાંભળી તેને ચિંતામણિ રત્નના સમાન માનીને શ્રેષ્ઠિ તે પાત્ર લઇને પોતાના ઘરે ગયો, અને મનોરથે પણ અર્ધ રહેલ લાકડાનું પાત્રબનાવી, તેના અંદર ધન નાંખીને કુબેર ભંડારીના પેઠે શ્રીમાન્ થયો,અને શેઠીયો પણ બહુજ લક્ષ્મીવાન થયો. ભલે આવી કળાઓ હોય પણ ધર્મકળા શિવાય પરલોકે કોઈ પણ કળા સુખ આપનારી નથી. ( મિત્રદ્રોહે શૃંગાલ-હરિણ-કાકાદિક ક્યા) धिक् तं कृतघ्नं जलधेरिवैर्वं, पूर्वोपकृन्मित्रपरांमुखो यः । तस्यानुकूलो न विधिर्यदस्त्रं, मृगे प्रयुक्तं न्यपतच्छुगाले ॥१॥ | ભાવાર્થ : તે કૃતજ્ઞ મિત્રોને ધિક્કાર થાઓ, કારણ કે સમુદ્ર ४० For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વડવાનલને ઉપકાર કરી પોતાના અંદર રાખે છે, ત્યારે તે કૃતઘ્ન સમુદ્રનુ જ શોષણ કરે છે, તે વડવાનલ જેમ મિત્રથી પરાંમુખ છે, તેમ કૃતન શીયાળ હરણના ઉપર દ્રોહ કરવાથી તેના ઉપર નાખેલ ક્ષેત્રપતિયે શસ્ત્ર તે શીયાળના જ ઉપર પડયું, કારણ કે હરણના ભાગ્યદેવતા તેને અનુકૂલ હતા. શાલીગ્રામના નજીકવર્તી પુરાણ નામના વનને વિષે શીયાળ, હરણ અને કાગડો આ ત્રણે મિત્રતા ધારણ કરી સુખે કરી રહેતા હતા, અને તેઓ પોતપોતાના ભક્ષ્ય સ્થાનને જણાવી પરસ્પર ભક્તિ કરતા હતા, હવે એકદા પ્રસ્તાવે કાગડાએ જણાવેલ યક્ષના ક્ષેત્રોમાં હરણચારો ચરવા ગયું, હવે ક્ષેત્રના ઘણીયે યવોને ભક્ષણ કરેલ દેખી, બીજા દિવસે ક્ષેત્રધણીયે પાશને માંડી દીધું, હવે જ્યારે હરણયવો ચરવા આવ્યો કે પાશને વિષે પડ્યો. તે અવસરે તેને ખોળવા આવેલા કાગડાથે તેની આવી અવસ્થા દેખીને, પોતાના મિત્રના દુઃખે દુ:ખી થયેલા કાગડાએ શીયાળ પાસે આવીને કહ્યું કે હે મિત્ર ! પાશને વિષે પડેલા એ આપણા મિત્રને છોડાવવા માટે તીક્ષ્ણ એવા દાંતવડે કરી તે જાલપાશ તોડીને મિત્રને દુઃખથી મુક્ત કરવો જોઇયે તે સાંભળી મિત્રદોહી શીયાલ વિચાર કરે છે કે હરણ કોનો મિત્ર છે ? આને મુકાવવાનું મારે શું કારણ છે, પરંતુ આ જો મરશે તો બે ત્રણ દિવસ ચાલે તેટલું તેનુ માંસ મળવાથી મને તૃપ્તિ થશે, એવું વિચારી શીયાલે કહ્યું કે વૃદ્ધા અવસ્થાથી તે પાશ તોડવાને માટે મારી શક્તિ નથી.તે સાંભળી કાગડો હરણ પાસે ગયો, અને કહે છે કે હે મિત્ર ! આ ખેતરનો ધણી આવે ત્યારે શ્વાસને રોકીને મરેલાના પેઠે પડયો રહેજે જયાં સુધી તે પાશ છોડે ત્યાંસુધી લગાર માત્ર પણ ચાલીશ નહી. જયારે તે પાશને છોડી દૂર જાય, ત્યારે ધીમે ધીમે, ઉઠીને પલાયમાન થજે. એવી રીતે તેને શીખવીને એક નજીકના વૃક્ષ ઉપર ચડીને કાગડો બેઠો. ત્યારબાદ પ્રાતઃકાળે ભોજન તેમજ કુહાડો હાથમાં લઇને For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ખેતરનો ધણી આવ્યો તેવામાં તે મૃગલાને મરેલો દેખીને એક જગ્યાએ અન્નને મુકીને ધીમેથી તેના બંધનને છોડી દીધા, તેથી તમામ બંધન છોડવાથી પાશને છોડેલ દેખી કાગડો તેના અન્ન ઉપર બેઠો, હવે સર્વથા નિર્જીવ તે હરણીયાને જાણીને તેને મૂકી કાગડાને ઉડાડવા જેવો જાય છે તેવામાં તેને દૂર ગયેલો જાણીને હરણ ફાળને મારી દોડયો ગયો, હવે તે હરણિ દોડવાથી ક્રોધ પામેલા ખેતરવાળાએ કુહાડાનો ઘા તે પ્રત્યે કર્યો. તે હરણ દૂર જવાથી તેને ન વાગ્યો પણ પોતાના મિત્રના ઉપર દ્રોહ કરનાર તેમજ મિત્ર માંસના લોભી નજીકની જાળમાં રહેલ શીયાળિયાને મસ્તક ઉપર વાગવાથી તેનું માથુ ફુટી જવાથી તે ત્યાં જ મરણ પામ્યો અને કાગડો તથા હરણ પરસ્પર ભક્તિ કરીને સુખના ભાગીદાર થયા. અજ્ઞાન કુળ-શીલ સાથે મિત્રતા કરનાર સ્ત્રી-દ્રોહ મગર-વાનર ક્યા ये प्राणिनोऽज्ञातकुलस्वभावै मैत्रीवीजनैः सार्धमुपाचरन्ति । वृनं ति ते कष्टदशांकपिर्यन्नीतो जलांतर्मकरेण दंभात् ॥१॥ ભાવાર્થ : જે જીવો અજાણ્યા કુળ-શીલ સ્વભાવવાળા જીવોના સાથે મિત્રતા ધારણ કરે છે, તે મગરમચ્છ કપટથકી પાણીની અંદર લઈ ગયેલા વાંદરાના પેઠે કષ્ટ દશાને પામે છે. સમુદ્રકાંઠે પુષ્પાકર નામનું વન હતું, તેમાં વનપ્રિય નામનો એક વાંદરો વસતો હતો. તે એકદા જયાં ત્યા ફરતો હતો, તેથી ફરતો ફરતો સમુદ્ર પ્રત્યે ગયો અને ત્યાં સમુદ્રને વિષે લોટતા મોટી કાયાવાળા એક મગરમચ્છને દેખીને તેમણે કહ્યું કે હે મિત્રા ! તું જીવિત વ્યથી ઉદ્વેગ પામેલા હોય તેમ કેમ દેખાય છે ? અહીયાં ક્રોધી એવા પારધી ફરે છે, છતાં તું તેને ગોચર થઈને નિશ્ચિતતાથી રહેલો છે. તે સાંભળી મગરે કહાં કે જે જેનું સ્થાન વિધાતાએ કહ્યું છે, આપ્યું ૪૨ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, તે જ તેને રૂચે છે, તેમાં જ તેની પ્રીતિ થાય છે અને આના માટે સ્મૃતિ પુરાણમાં આવી વાણી છે કે તે લક્ષ્મણ ! યદ્યપિ આ લંકા સોનાની છે, પરંતુ તે મને રૂચતી નથી, હું તો પિતાના કુળક્રમે આવેલી નિર્ધન એવીઅયોધ્યાને જ પ્રસન્ન કરું છું, તેથી તે વાનર ! તને દેખવાથી આજે આ મારી જન્મભૂમિ પવિત્ર થઈ તેમ હું માનું છું અને મારું જીવિતવ્ય પણ સફળ થયું, માટે જ હું મારા અંતઃકરણને વિષે સ્થળભૂમિ ઉપર જ ઉત્પન્ન થયેલ છું તેમ માનું છું, કારણ કે જ્યાં તમારા જેવા ધન્યવાદ આપવાને લાયક પ્રાણિગણ વાસ કરે છે હવે વાંદરો પણ ચમત્કાર પામ્યો, અને કહેવા લાગ્યો કે હે મગર ! તું જ અહીંઆ એક જ મિત્રતા ધારણ કરનારાઓમાં શિરોમણિ છો, તેકારણ માટે મને આજથી તારી સાથે પ્રીતિ છે તેમ તારે માનવું. આવી રીતે કહી વાનરાએ વગડામાંથી તેને કેળા આદિ અનેક ફળોને લાવીને ખવરાવવા માંડયા. મગરે પણ હર્ષ પામી તે લઈને પોતાની સ્ત્રીને આપ્યા. તેણીયે પણ ફળનું વૃત્તાંત મગરને પૂછવાથી મગરે યથાસ્થિત કહાં તે સાંભળી મકરીયે પણ ગર્ભાનુભાવથી આવી વિચારણા કરી કે જે વાંદરો નિરંતર આવા સુંદર ફલોને ખાય છે તેના હૃદયનું માંસ પણ કેવું સ્વાદિષ્ટ હશે આવી વિચારણા કરીતેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! ગર્ભના વશવર્તીપણાથી તે વાંદરાનું કાળજું ખાવાનો મને દોહલો ઉત્પન્ન થયેલો છે, માટે તે મારો દોહલો તું પૂર્ણ કરીશ તો હું જીવિશ, નહિ તો મરણ પામીશ. તે સાંભળી મૂર્ખ મગર પણ તેના વચનથી છેતરાઇને સમુદ્રતટે આવીને કહે છે કે હે મિત્ર ! આજ તને તારી ભોજાઈ નિમંત્રણ કરે છે, તેથી આવ ને શીઘ્રતાથી તું તેને જો, અને અમારું મનોહર ઘર પણ જો. આવી રીતે કહેવાથી વાનર તુરત વૃક્ષથી નીચે ઉતર્યો. તેને મગરે પોતાની પીઠ ઉપર ચડાવી પાણી કાપવા માંડયું. વાંદરો સમુદ્રના મધ્ય ભાગે જવાથી અગાધ જળમાં ભય પામ્યો, તેથી તેને આતુરતાથી કહ્યું કે હે મિત્ર ! કહે તો ખરો ૪3 For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ત્યાં મારી ભોજાઇને મારું શું કામ પડયું, તે સાંભળી મગરે વિચાર્યું કે-વાંદરો અહિયા આવેલો છે, તેથી હવે કયાં જવાનો છે ? માટે તેના પાસે સત્ય જ કહેવું. એમ વિચારી નીચે પ્રમાણે બોલ્યો કે - મિત્ર કુડાકુડ જેપીયે, નહુ જંપીયે અલિયણ, મુજ મહિલા તો જીવસે, ખાધે તુજ હિયએણ, કપીદ્દે પણ તે વચન સાંભળી ! વિચાર કર્યો કે, અરે ! આ તો મૂર્ખ શિરોમણિ છે, મેં તેને ફળો આપી ઉપકાર કર્યો તો મને જ મારવાને ચાહે છે, માટે હવે છુટવાનો ઉપાયકરૂં એમ વીચારીને વાંદરે કહ્યું કે રે જલચર નિબુદ્ધિવાળા ! તે પ્રથમ મને કેમ ન કહ્યું. ? કારણ કે તમામ વાંદરાના કાળજા વૃક્ષના અગ્રભાગ ઉપર જ છે, કારણે ઘણા ફળો ખાવાથી કાળજુ લીલું બહુ જ રહે છે, માટે સુકવવાને માટે મુકેલુ છે, વાસ્તે ચાલ જલ્દી પાછો કાળજુ મારી પાસે નથી,કાળજા વિના ફોગટ મારી ભાભી પાસે લઈ જઈને શું કરીશ. ત્યાં જઈને કાળજું લઇને આવું છું કહ્યું છે કે : હૃદય વિહુણો હું ફરું, સુણ હો બંધન મુગ્ધ, ઘટભીતર જે કાળજુ, તે મેં આંબે બદ્ધ. તે સાંભળી મગરે પણ કહ્યું કે, હે વાનર ! તારું હૃદય કયાં છે ? તે મને કહે કે હું જલ્દી હાલમાં જઈને લઈ આવું. તેથી વાંદરાયે કહ્યું કે હે મિત્ર ! શું તે નથી સાંભળ્યું કે-ઉંબરાદિક ફળને ધારણ કરનાર વડવૃક્ષના ઉપર છે, માટે ચાલ મને લઇને કે જલ્દી તે લઈને મારી ભોજાઈને આપું. એવા પ્રકારે વાનરે કહેવાથી મગર તેને લઈને પાછો ફર્યો, ને કાંઠે જઈને પોતાની પીઠ ઉપરથી વાંદરાને ઉતારવાથી વૃક્ષના ઉપર ચડીને બેઠો અને પછી બોલ્યો કે હે ભાઈ ! તાહરી પ્રીતિ મેં જાણી હવે તું જા, કારણ કે હું અહીંઆ રહેલ છું, તેથી ત્યારા જેવા મને લઈ શકશે નહિ. વળી પણ જળચર જીવોની સંગતિ M૪૪ - For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્થળચરે કરવી નહિ તેવું મુનિયોનુ વચન છે. કહ્યું છે કે – વાનર હું મહામંડલે, જલચર તું જા ઘરે, તુજ નારી જો જીવે નહિ, તો તું પણ સાથે મરે. ૧. જલચર જીવને બુદ્ધિ આ, તારું કાજ ન સિદ્ધ, ઘટભીંતર જે કાળજું, તે શું આબે બદ્ધ. ૨ આવી રીતે કહીને વાંદરો લગાર રૂદન કરવા માંડયો, એટલે મગરે કહ્યું કે હે વાનર ! મરણના સંબંધ વખતે તું હાસ્ય કરવા માંડયો, અને આ જીવિતવ્યના સમયે રૂદન વારંવાર શા માટે કરે છે ? તેથી વાંદરે કહ્યું કે હું મારા આત્માના દુઃખે રોતો નથી, પરંતુ પરના દુઃખે રોઉ છું, કારણ કે જે તારા ચરિત્રને જાણતા નથી, તે બિચારા રાંકડાની દશા શી થશે ? આવી રીતે સાંભળી વિલક્ષણ હૃદયવાળો મગર પોતાને સ્થાને ગયો અને વાંદરો પણ વનને વિષે ક્રીડા કરતો સુખનો ભાજન થયો. કહ્યું છે કે - अज्ञातकुलशीलेन, प्रीति कुर्वति ये नराः ते नरानिधनं यान्ति, जलांतवानरो यथा ॥१॥ ભાવાર્થ : જેના કુલશીલ વિગેરે કાંઈ પણ જાણવામાં નહિ આવેલા હોય તેના જોડે જે મનુષ્યો પ્રીતિને કરે છે, તે મનુષ્યો પાણીને વિષે વાંદરાની પેઠે મરણદશાને પામનારા થાય છે. કૂતરા કરતાં પણદુરજન નિંદવા લાયક છે (દુર્જન ચોર તથા કૃતજ્ઞ તરાની સ્થા) શંકુરાણ ગામને વિષે કુંતલ નામનો વૈદ્ય રહેતો હતો. તે સર્વ જગ્યાયે ઉપકારવાળા મનવાળો હતો, તેથી તેના પુત્ર કંધરે એકદા તેને કહ્યું કે હે તાત ! જેને સ્થાને ઉપકાર કરીયે તેવું જ ફળ પ્રાપ્ત થાય છે, જે માટે કહ્યું છે કે – વરસ્યો વરસ્યો અંબુધર, વરસ્યાનું ફલ જાય, ૪૫ ભાગ-૬ ફર્મા-૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ધન્તરે વિષ નીપજે, ઇખુ અમીરસ હોય, આવી રીતે પુત્રે કહેવાથી તેણે કહ્યું કે-હે પુત્ર ! ધર્મશાસ્ત્રને વિષે પરોપકારથી અન્ય બીજો ધર્મ કહેલો નથી, એમ કહીને નિરંતર પરોપકાર કરીને રહેનારા એવા તેને એક વાર કોઇક ભટ્ટે કહ્યું કે કોઇક ઠેકાણે કુતરાના કરતાં પણ દુર્જન ખરાબ કહેવાય છે, આવી રીતે કહ્યા છતાં પણ યોગ્યયોગ્યતાનો વિચાર કર્યા સિવાય જ તે પોતાના વિચારમાં મક્કમ રહીને પરોપકાર કરવા માંડયો પરંતુ પોતાની પ્રતિજ્ઞાથી તે પાછો ન હઠયો હવે એકદા તે રોગી એવા કોઈ કુતરાની દવા કરતો હતો, તેવામાં તેને ઘરે કોઈક રોગી નીચ દાસીપુરા આવ્યો હવે પુત્રાદિકે નિષેધ કર્યા છતા પણ પથ્ય એવા ઔષધથી તેનો ઔષધોપચાર કરવા લાગ્યો. ત્યારબાદ તે નીચ દાસ તેના વિત્તાદિક સ્થાનને જોઇને બીજે સ્થાને ગયો, અને એકાદા રાત્રિએ આવીને તેના ઘરને વિષે પેઠો. તેથી તે નિરોગી થયેલ કૂતરો તેને ચોર જાણી કરડવા માટે દોડયો, તેથી ચોરે તેને બાણ મારીને મારી નાંખ્યો. તેવામાં તે ચોરને પણ સર્પ કરડવાથી તે ગામ બહાર ગયો ને તુરત મરણ પામ્યો, હવે પ્રાત:કાળે તે મરેલો કુતરો છે, એમ લોકો જતા હતા, તેવામાં તે જીવતો થઇને ઉઠયો, અને બહાર પડેલો તે ચોરના મુખ ઉપર દોડીને પડયો, તેથી લોકો વિચાર કરવા લાગ્યા કે આ મરેલો કૂતરો જીવતો થઇ, કેવી રીતે ઉઠયો, ને ચોરના ઉપર કેમ પડ્યો ? આવી રીતે આશ્ચર્ય પામીને વિચાર કરનાર કુંતલ વૈદ્ય શુભ ભાવનાદિક ધ્યાન કરે છે, તેવામાં તો કૃતજ્ઞપણાથી તે કૂતરો મરીને વ્યંતર દેવ થયો હતો, તેણે જ્ઞાનથી જાણઈને તે કૂતરાના જીવ દેવે આકાશને વિષે રહીને પોતાનું તથા તે નીચ ચોરનું સર્વ વૃત્તાંત લોકોને કહ્યું ત્યારબાદ ચોરના દેહની બહુ વિડંબના કરીને અને કુંતલને બહુ દ્રવ્યથી પૂજીને વ્યંતર દેવ પોતાને સ્થાનકે ગયો, ત્યારબાદ કુંતલ વૈદ્ય પોતાના પુત્રનું તથા ભટનું સત્ય માનીને લોકોનો ઉપકાર M૪૬૦ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરીને સદ્ગતિ ગામી થયો. કદાપિ કોઇમાણસ પ્રથમ નીચની સંગે રાગદશાથી બંધાયેલ હોય પરંતુ અવસર આવે ખરા-ખોટાનો વિચાર કરી રાજપુત્રી પદ્મિનીની પેઠે નીચની સંગત ત્યાગ કરવી. (રાજપુત્રી પદ્મિનીની ક્વા.) लोकापवादं परिहत्य सम्यक्, करोति शिष्टाचरणं सलज्जः । नृपांगजा यद् व्यभिचारमार्गात्, श्रुत्वाम्रगाथांत्रपयानिवृत्ता ॥ ભાવાર્થ : સલજ્જ લજજાળુ જીવ જે તે લોકોપવાદનો ત્યાગ કરીને સમ્યક પ્રકારે સારું આચરણ કરે છે, કારણ કે આંબાની ગાથાને શ્રવણ કરી લજ્જાથી વ્યભિચાર માર્ગથી રાજપુત્રી નિર્વતમાન થઇ, ધનપુર નગરને વિષે રણધીરનામનો રાજા હતો, તેને પદ્મિનીનામની પુત્રી હતી. તેને કોઈ દિવસ આભીરની પુત્રી સાથે દ્રઢ પ્રીતિ થઈ ત્યારબાદ એકદા પ્રસ્તાવે તે આભીરપુત્રીને દુઃખવડે કરી અત્યંત રૂદન કરતી દેખીને પપ્રિનીયે તેને પુછયું કે તને શું દુઃખ છે, ત્યારે તેણીયે કહ્યું કે હે સખિ ! હાલમાં રાજા ત્યારો વિવાહ કરશે તને પરણાવશે તેથી તાહરા સાથે માહારું મળવું નહિ થવાથી તાહરો વિરહ મને થશે, તે દુ:ખથી હું રૂદન કરું છું. ત્યારે પધિનીયે કહ્યું કે હે સખિ ! જે તાહરો પતિ તે જ મારો પતિ માટે તું ચિંતા કરીશ નહિ. ત્યારબાદ નેહરાગથી એક વીર પુરૂષના સાથે વ્યભિચારસેવન કરવા નીકળેલી તે આભીર પુત્રીએ પદ્મિનીને પણ બોલાવી તેથી તે પણ પૂર્વે કરેલા નિશ્ચયથી તેના પાસે આવી ત્યારબાદ રાત્રિને વિષે તે ત્રણે જણા મળીને નગરની બહાર ગયા, ત્યાં ખેતરમાં કૂવાના પાણિ ખેચનાર એક પુરુષે એક ગાથા નીચે મુજબ કહી. जइ फुल्ला कणियारा, चुयगअधिअमासंयंमि वुठंमि । तुह नखमं फुल्लेउं, चइ पछाकरंति डमराइं ॥ १॥ ૪૦ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : અધિક માસમાં કદાપિ વરસાદ થયો અને તેથી કણિયાર ફુલે તો ભલે ફુલે, પરંતુ તે આમ્ર ! તાહરે જો પાછળથી આડંબર યુક્ત થવું હોય તો તાહારે પ્રફુલ્લિત થવું યોગ્ય નથી. એ પ્રકારે ગાથાના અર્થને સાંભળીને તથા તેનો અભિપ્રાય જાણીને તે રાજકુમારી વિટ પુરૂષના સાથે વ્યભિચાર કરવામાં પોતાના કુળને વિષે કલંક ઉત્પન્ન થાય તે લજ્જાના વશવર્તીપણાથી તે બન્નેને ત્યાગ કરીને પોતાને ઘરે ગઈ. થHપુરુષ : अंतर्दुष्टधियः पापाः, कृपामुक्तागतत्रपाः । सततं कोपनाः केऽपि, व्रतलोपेऽप्यभीरवः ॥१॥ તિffશૂરન્નિત્યં, નિઃશૂT: hીમનોત્રી सकषायामृषावाद विदुराः सदुरोदराः ॥२॥ व्यसंकाव्यसनव्यास, रसिका विकथा रसाः । विरसाः सुद्धधर्मेषु, निर्गुणाः स्वार्थवल्लभाः ॥३॥ વ્યા: સુવ્યા: શd: j:, પરોપકૃતિકર્મસુ ! दुराचाराश्चटुवचः प्रपंचपटवः स्त्रियाम् ॥४॥ इत्याधशेषदुर्दोषदुर्दशादुषितात्मनां । अधमाधमशीलानामपि नो संगतिः शुभा ॥५॥ इति जयानंदचरित्रे ७२३ पत्रे ભાવાર્થ : હૃદયને વિષે દુષ્ટ બુદ્ધિને ધારણ કરનારા તથા પાપિષ્ટો તથા દયાનો ત્યાગ કરનારા તથા લજ્જા રહિત તેમજ નિરંતર ક્રોધને ધારણ કરનારા એવા કોઇક (કેટલાયક) વ્રતનો લોપ કરવામાં પણ ભય રહિત હોય છે. ૧. ખાડાને વિષે પડી-રહેલા ભુંડની પેઠે નિરંતર નિર્મર્યાદિત થઈ સુગને ત્યાગ કરી નિઃશંકપણે વિષયલાલસાવાળા અને કષાય સહિત તેમજ મૃષાવાદ બોલવામાં ઘણા જ ચતુર તેમજ જુગારાદિકના વ્યસનને સેવનારા તથા (૪૮) For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિશ્વાસઘાત કરી બીજાઓને ઠગનારા તથા વ્યસનના સમૂહને સેવન કરવામાં રસિકપણું ધારણ કરનારા તેમજ વિકથાને વિષે રસવાળારક્ત તથા શુદ્ધ ધર્મના સેવન કરવામાં રસ રહિત (શ્રદ્ધા-પ્રેમ-પ્રીતિ રહિત) તથા ગુણ રહિત-નિર્ગુણીયો તેમજ એક પોતાના સ્વાર્થનેજ વલ્લભ માનનારા તથા લુબ્ધા ક્ષુબ્ધા શઠવૃત્તિ ધારણ કરનારા તેમજ પરોપકાર કાર્યકરવામાં સર્વથા પ્રકારે બુંઠા (શ્રદ્ધાવગરની) તેમજ, દુરાચારના સેવનારા અને ઉપરથી મીઠા વચનો બોલવાવાળા તેમજ સ્ત્રીયોને વિષે પ્રપંચ-જાળ પાથરી તેમને વશ કરી પોતાનો સ્વાર્થ સાધવામાં કુશળ ઇત્યાદિક સમગ્ર ખરાબ દોષોવડે કરી ઉત્પન્ન થયેલી દુર્દશાથી જેઓના આત્માઓ અત્યંત દોષિત ભાવને પામેલા છે એવા અધમાધમ વૃત્તિવાળા જીવોની સંગતિ કરવી તે કોઈ પણ પ્રકારે સારી નથી. ૨-૫. મતીયા વિસર્જનમ્ લક્ષ્મીને દાન, માન, પુન્ય કર્મમાં વાપરવી તે જ તેની સાર્થકતા છે. પૃથ્વીનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ શુદ્ધ વ્યવસાય છે, શુદ્ધ વ્યવસાયનું આભૂષણ શુદ્ધ લક્ષ્મી છે, અને સુદ્ધ લક્ષ્મીનું આભૂષણ પરોપકાર અનુકંપા, દયા અને સત્યાપારાને વિષેદાન આપવું તે જ છે. વળી પણ અન્ન દાનને મહાશ્રેષ્ઠ ગણેલ છે. જુઓ अन्नदातुरधस्तीर्थकरो पिकुरुते करम् । तच्च दान चसत्पात्रे, दत्तं बहुफलं भवेत् ॥१॥ ભાવાર્થ : અન્નદાન કરનારના નીચે તીર્થકર મહારાજા પણ પોતાનો હાથ ધારણ કરે છે. તે કારણ માટે અન્નદાનના સમાન બીજું એક પણ દાન મોટું નથી. અને તે દાન પણ સત્પાત્રને વિષે આપવાથી બહુ ફલને આપવાવાળું થાય છે. ૧. જુઓ ઇતિહાસ પુરાણ - नान्नदानात्परं दानं, किंचिदस्तिनरेश्वर ! M૪૯) For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अन्नेन धार्यते कृत्स्नं, चराचरमिदं जगत् ॥१॥ | ભાવાર્થ : મહાત્મા કૃષ્ણમહારાજા કહે છે કે તે યુધિષ્ઠિર ! દુનિયામાં અન્નદાનથી બીજું ઉત્કૃષ્ટ દાન કાંઈ પણ કોઇ ઠેકાણે નથી, કારણ કે આ બરાબર સમગ્ર જગત અન્નથી જ ધારણ કરી શકાય છે. સબબ તમામ જગત અન્નથી જ જીવે છે. વળી પણ પદ્મપુરાણને વિષે કહ્યું છે કે – सर्वेषामेव भूतानामन्ने प्राणा प्रतिष्ठिताः । तेनान्नदो विशां श्रेष्ठ, प्राणदाता स्मृतो बुधैः ॥१॥ प्राहवैवस्वतोराजा, राजानं केारिध्वजम्, । च्यवंतं स्वर्गलोकात्तं, कारुण्येन विशांवर ॥२॥ ददस्वान्नं ददस्वान्नं, ददस्वान्नं नराधिप ? कर्ममूमौ गतो भूयो, यदि स्वर्ग त्वमिच्छसि ॥३॥ ભાવાર્થ : સર્વ જીવોના પ્રાણ અન્નને વિષે રહેલા છે. તે જો ન મળે તો પ્રાણ પરલોક જાય છે કારણ માટે હે રાજન ? અન્ન આપનારને પંડિત પુરૂષોપ્રાણ આપનાર કહેલ છે. ૧ સ્વર્ગ થકી ચ્યવન કરનાર કેશરિધ્વજ રાજાને કારૂણ્ય થકી વૈવસ્વત રાજા કહેવા લાગ્યો કે હે રાજન્ ! અન્નદાન દે અન્નદાન દે, અન્નદાન દે, કારણ કે કર્મભૂમિ પ્રત્યે જઈને જો ફરીથી તારે સ્વર્ગની ઇચ્છા હોય તો તું અન્નદાન દે અર્થાત્ અન્નદાનનું મહાન પુન્યકર્મ હોવાથી મનુષ્ય લોકમાં અન્નદાન કરનારા સ્વર્ગને વિષે ગમન કરે છે. તેથી વૈવસ્વત રાજાએ સ્વર્ગથકી ચ્યવતા એવા કેશરીધ્વજ રાજાને ફરીથી સ્વર્ગ મેળવવા માટે અન્નદાન આપવાનો ઉપદેશ કર્યો. ૨-૩ તિથિ સ્વરુપ - तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना । अतिथि तं विजानीयाच्छेपम्यागतं विदुः ॥१॥ हिरण्ये वा सुवर्णे वा, धनधान्ये तथैव च । ૫0 For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अतिथि तं विजानीयाद्यस्लोभो न विद्यते ॥२॥ इति श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે મહાત્માએ તિથિ,પર્વ, ઉત્સવો સર્વે ત્યાગ કરેલા છે તેને અતિથિ જાણવો, અને બાકીનાને અભ્યાસગત જાણવા. ૧ રૂપાને વિષે, સુવર્ણને વિષે, ધનને વિષે ધાન્યને વિષે જેને કોઈ પણ પ્રકારે લોભ ન હોય તેને અતિથિ જાણવો. ૨ આવા અતિથિને દાન આપવું તે મહાપુજાર્થે થાય છે. હવે દાનના ઉપર ચૌભંગી કથન કરે છે : ન્યાયથી ઉત્પન્ન કરેલ દ્રવ્યને ઉત્તમ સુપાત્રામાં આપવું તે પ્રથમ ઉત્તમ ભાંગો છે, એવા પ્રકારના દાનથી દેવ અને મનુષ્યની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ વ્રતાદિક પણ થઇ શકે છે. પરિણામે ધન્ના તથા શાલિભદ્રાદિકના પેઠે મુક્તિ પણ મેળવશે. હવે દ્રવ્ય તો ન્યાયનું હોય, પરંતુ કુપાત્રા,પાત્ર મળ્યું હોય, તો લક્ષભોજી બ્રાહ્મણની પેઠે તેનું ફળ સારૂ મળતું નથી. તે બ્રાહ્મણને લાખ બ્રાહ્મણોને જમાડવાથી તેનું ફળ અલ્પ મળ્યું. અને મરણ પામીને ધોળો સેચનક હસ્તિ થયો, અને ત્યાંથી મરણ પામીને નરકે ગયો, અને લક્ષભોજી બ્રાહ્મણને જમાડનારની રસવતી સાચવવાથી જમાડનારને તમામને જમાડી રહ્યા પછી બાકીનું વધેલું આપ્યું તેણે સારા તપસ્વી સાધુને સુપાત્રમાં દાન આપવાથી, તેમજ વ્રતધારી શ્રાવકોને જમાડવાથી ઘણું પુન્ય બાધ્યું, અને શ્રેણિક રાજાને ઘરે નંદિષેણ નામનો પુત્ર થયો, સુપાત્રદાનના પ્રતાપથી બહુ જ ઋદ્ધિસિદ્ધિનો ભોક્તા થવા સાથે પાંચસો કન્યાઓનું પાણિગ્રહણ કરનાર તેમજ બહુ જ સુખસંપત્તિને મેળવનાર થયો. સેચનક હસ્તિને શ્રેણિક રાજાયે પકડી મંગાવવાથી નંદીએણને દેખીને એક દિવસ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તેથી પશ્ચાત્તાપનો ભોક્તા થઇ, લક્ષભોજી બ્રાહ્મણનો જીવ સેચનક હસ્તિ નરકે ગયો, અને નંદીપેણ ૫૧ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉત્તમોત્તમ ગતિના ભાજન થયા. અહીંયા દ્રવ્ય તો ન્યાયનું હતું, પરંતુપાત્ર સારૂ નહિ હોવાથી આવું ખરાબ ફળ મળ્યું તે બીજો ભાંગો થયો. ૨. હવે પૈસો અન્યાય-અધર્મનો હોય, પરંતુજો પાત્રરૂડુ મળ્યું હોય તો પણ પાત્રદાનના પ્રતાપે મહાન ફળ આપનાર થાય છે. શાસ્ત્રકાર મહારાજા તેના ઉપર દષ્ટાંત આપે છે. જયારે ઈશુ કહેતાં શેલડીનું બીજ વિચ્છેદ જાય છે. ત્યારે કાશનું બીજ વાવવાથી પણ શેલડી થાય છે, માટે અહીંયા પાત્રદાનની મુખ્યતા ગણેલી છે. સુપાત્રમાં ધન આપવાથી દાન આપનારના તે ચાર ગતિના ફેરાને ટાળે છે. ગાયને ઘાસ ખવરાવતાં છતાં પણ તે દૂધ આપે છે, અનેતે જ દૂધ જો સર્પના મુખમાં પડે છે તો વિષ થાય છે. સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં પડે છે તો ઉત્તમ મોતી પાકે છે, અને સર્પના મુખમાં પડે છે તો વિષ થાય છે. વળી વિમળશાનામના વણિકનું દ્રવ્ય સારું નહોતું પરંતુ જૈન મંદિર બંધાવવામાં ઉપયોગ કર્યો તો તેની સદ્ગતિ થઈ. હવે જો દ્રવ્ય અન્યાય અધર્મનું હોય અને તેને સારા માર્ગમાં વાપરે નહિ તો તેની ગતિ સારી થતી નથી. અને કૃપણતાના તેમજ કુમાર્ગે વાપરવાના દોષે જગતમાં તેની અપકીર્તિ બોલાય છે. આવી રીતે અન્યાય અધર્મ અને પાપોદયના યોગે મમણ શેઠ, નવનંદ, સાગરશ્રેષ્ઠી વિગેરે દુર્ગતિના ભાજનભૂત થયા છે, એવી રીતે ત્રીજો ભાંગો થયો. ૩. હવે એક તો અન્યાયના દ્રવ્યને કુમાર્ગ તેમજ કુપાત્રને વિષે નાખવાથી આ ભવમાં કે પરભવમાં તેને પ્રાપ્તિ તો લેશ માત્ર થતી નથી. તેવું દાન કરવું તે ગાયને મારીને કુતરાનું પોષણ કરવું તેના જેવું છે. અને તેથી સારી ગતિ તો થાય જ નહિ જે જીવો અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે કરીને શ્રાદ્ધાદિકને કરે છે તેના પૂર્વજો કદાપિકાળે વૃદ્ધિ પામતા નથી. અન્યાયના દ્રવ્યથી અનેક પ્રકારે પાપ અને અભિમાન વૃદ્ધિને પામે છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અનેક પ્રકારે લોકોને છેતરી અન્યાય-અધર્મથી દ્રવ્ય ઉત્પન્ન તોકર્યું પણ તેથી તે દુર્ગતિમાં ગયો, માટે અન્યાયી દ્રવ્ય સર્વથા પ્રકારે नामुं छे. से अरे योथो मांगो थयो. ४. दानस्वरुपम् पकेरेणोच्यते पापं, त्रका रो त्राणवाचकः । अक्षरद्वयस्य संयोगे, पात्रमाहुर्मर्नीषिणः ॥१॥ उत्तमपत्तं साहू, मज्जिपमत्तं च सावयाणभणिया । अविरयसम्मदिठ्ठी, जहन्नपत्तं मुणेयव्वं ॥२॥ मिथ्यादृष्टिसहस्त्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रतीयसहस्त्रेषु, वरमेको महाव्रती ॥३॥ महाव्रतीसहस्त्रेषु,वरमेको हि तात्विकः । तात्विकस्य समं पात्र, न भूतो न भविष्यति ॥४॥ दातव्यमिति यदानं, दीयतेऽनुपकारिणे । क्षेत्रे काले च भावेन, तद्दानं सात्विकं स्मृतम् ॥५॥ यस्तु प्रत्युपकाराय, फलमुदिश्य वा पुनः प्रदीयते परिक्लिष्टं, तद्दानं राजसंस्मृतम् ॥६॥ क्रोधाद् बलाभियोगाद्वा, मनोभावं विनापि वा । यदीयते हितं वस्तु, तद्दानं तामसंस्मृतम् ॥७॥ क्षिप्तकालं कृतावसँ, सानुतापं विकत्थितम् । हीयमानमनौचित्यं, दानमाहुर्मलीमसम् ॥८॥ क्षिप्तकाले भवेन्नारी, निर्धना पतिवर्जिता । अपुत्रा च कृतावशे , सानुतापे च दुर्भगा ॥९॥ विकस्थिते स्यादल्यायु-हीयमाने तु हीनता । अनौचित्ये भवेद् व्याधिः, षट्त्यागाश्च मलीमसाः ॥१०॥ अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः । पश्चातापश्च पंचापि, सद्दानं दूषयंत्यमी ॥११॥ 43 For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ कालउं वांको मुंह कर, विरतड हुओ हतास । तिणि दीधइ हुइ कवणगुण, जं फल देइ पलास ॥१२॥ भिउडी उड्ढालोअणा, नीआदिठी परंमुहं वयणं । मोण कालविलंबो, नक्कारो छव्विहो होइ ॥१३॥ आनंदाश्रूणि रोमांचो, बहुमानं प्रियं वच : । किंचाऽनुमोदनापात्रं, दानभूषणपंचकम् ॥१४॥ I રૂતિ ઉપદેશતરં0િામ્ | ભાવાર્થ : સુપાત્ર દાનના સંબંધમાં શાસ્ત્રકાર મહારાજા પ્રથમ પાત્ર શબ્દનો અર્થ કરી દેખાડે છે. પકાર વડે કરીને ૫. એટલે પાપ કહેવાય છે અને ત્રકાર 2. જે છે તે રક્ષણ કરનાર છે. એ ઉપરોક્ત પર આ બન્ને અક્ષરનો સંયોગ થવાથી તેને પંડિત પુરૂષો પાત્રો કહે છે. પાટી એટલે પાપથી રક્ષણ કરે તે પાત્રો કહેવાય છે. ૧ તે પાત્રો ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે કહેલા છે. તેમાં સાધુ ઉત્તમ પાત્ર કહેવાય છે, શ્રાવકો મધ્યમ પાત્ર કહેવાય છે અને અવિરતિ સમ્યગદષ્ટિજીવ જઘન્ય પાત્ર કહેવાય છે. એવી રીતે ત્રણ પાત્રો જાણવા. ૨. હજાર મિથ્યાદષ્ટિ હોય તેમાં એક અણુવ્રત પાળનાર હોય તે સારો અને હજાર અણું વ્રતીમાં (શ્રાવકના બાર વ્રતો પાળનારાઓમાં) એક મહાવ્રતી (સાધુ) સારો. ૩. અને હજાર મહાવ્રતી સાધુઓમાં એક તત્ત્વજ્ઞાની સારો કારણ કે તાત્વિકના સમાન પાત્ર ભૂત ભવિષ્યમાં હોતું નથી. ૪ દાન આપવું જ છે. આવી ભાવના કરીને જે દાન દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે ઉપકાર નહિ કરનારને અપાય છે તે દાન સાત્વિક કહેવાય છે. ૫ જે દાન પાછો ઉપકારનો બદલો વાળવા માટે આપે છે અગર ફળને ઉદ્દેશી અને ખરાબ આપે છે તે દાન રાજસિક કહેવાય છે. ૬, કોધથી અગર બળવાન પણાના યોગથી તેમજ મન ભાવના રહિતપણાથી પણ જે હિતાકીર વસ્તુદાનમાં આપે છે તે તામસિક દાન કેહવાય છે. ૭. ૫૪ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કાળક્ષેપ કરીને આપવું. તે ૧, અવજ્ઞા કરીને આપવું તે ૨, પશ્ચાતાપ સહિત આપવું તે ૩, વિકસ્થિત આપીને કહી દેખાડવું તે ૪, હીનતર આપવું તે ૫, અનૌચિત આપવું તે ૬. એ છ દાનો મલિન-નીચ કહેવાય છે. ૮. કાળક્ષેપ કરીને દાન આપનારી સ્ત્રી ધન વિનાનીનિર્ધન અને પતિ રહિત થાય છે, અને અવજ્ઞા કરીને દાન આપનારી સ્ટરી પુત્ર વિનાની થાય છે, તેમજ સંતાપ, પશ્ચાતાપ કરીને દાન આપનારી સ્ત્રી દુર્ભાગી થાય છે. ૯. ખરાબ અને આપીને કહી દેખાડનારી સ્ત્રી અલ્પ આયુષ્યવાળી થાય છે, અહી હીન દાન આપવાથી તમામ પ્રકારે હીનતાવાળી થાય છે. વળી અનુચિત દાન આપનારી સ્ત્રી વ્યાધિ ગ્રસ્ત થાય છે. આ ઉપરોક્ત છ દાનો મલિન નિંદ્ય કેહવાય છે. ૧૦ અનાદર કરીને આપે. વિલંબ કરીને આપે, -અવળે વિપરીત મુખ કરીને આપે, ખરાબ વચન બોલતી આપે અને પશ્ચાત્તાપ કરીને આપે આ પાંચે શ્રેષ્ઠ દાનને દોષ ઉત્પન્ન કરનારા ધિક્કારનારા તિરસ્કાર કરનારા છે. ૧૧. વળી કાળું મોટું કરી દાન આપે, વાંકુ મુખ કરી દાન આપે, વિરક્તથઈ દાન આપે હતાશ થઈ દાન આપે એવા પ્રકારે દાન આપવાથી ગુણ શું થાય છે ? અર્થાત્ કાંઈ જ નહિ. ખાખરાના વૃક્ષને જે ફળ થાય છે તે ફળ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી તેવી રીતે ઉપરોક્ત પ્રકારના ચિત્રો ધારણ કરી દાન આપનારને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. ૧૨ દાન આપવાના સમયે ભ્રકુટી ધારણ કરે ૧, ઉંચા નેત્રો કરે. ૨, નીચી દૃષ્ટિ કરે ૩, પરમુખ મુખ કરે ૪, મૌન ધારણ કરે ૫, કાળ વિલંબ કરે ૬, આવી રીતે દાન નહિ આપવાથી ઇચ્છાવાળાના છ ચિહ્નોવિના બોલ્ટે નકારને સૂચવનારા છે. અર્થાત્ ઉપરોક્ત છ ચિહ્નો જોઈ જાણી લેવું કે આને દાન આપવાની ઇચ્છા જ નથી. ૧૩ દાન આપતી વખતે આનંદના આંસુ આવે ૧, શરીરરોમાંચિત થાય ૨, મુખેથી સારા વચનો બોલી બહુમાન કરે, ૩ તેમજ પ્રિયમિષ્ટ વચન બોલે ૪ અને For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સદ્દાનની અનુમોદના કરે ૫. આ પાંચ સત્પાત્રને વિષે દાન આપનારાના ભૂષણો છે. ૧૪. માટે દાનના દૂષણો ટાળી સત્પાત્રને વિષે દાન આપવાથી મહાલાભને માટે થાય છે. જુઓ અન્ય દર્શનીયોના પુસ્તકમાં કહ્યું છે કે શ્રી હર્ષરાજા દર પાંચ વર્ષે પ્રયાગમાં જઈને પોતાના તમામ ભંડારોને દાનમાં આપી દેતો તથા હીરા,રત્નો, માં એડજડિત અલંકારોને તેમજ તમામ વસ્ત્રોને આપીદેતો. પ્રયાગમાં ૭૫ દિવસ વીશ વીશ રાજાઓ સાથે રહીને સર્વનું દાન કરતો તેમ તેમ લક્ષ્મી તેને વધારે મળતી હતી, કારણ કે દાનથી જ લક્ષ્મી વૃદ્ધિને પામે છે. ધર્મ માર્ગને વિષે લક્ષ્મીનો વ્યય કર્યા સિવાય મનુષ્યજનોની લક્ષ્મી કોઇ પણ પ્રકારે ટકી શકતી નથી. | ( ધનશ્રેષ્ઠીનું દષ્ટાંત) કાંચનપુરને વિષે ૯૯ લાખ દ્રવ્યનો સ્વામી ધનશ્રેષ્ઠી હતો. પપ લાખ દ્રવ્ય તેમના આગળના પૂર્વજોએ ઉપાર્જન કરેલું હતું. ૪૪ લાખ દ્રવ્ય તેના પિતાએ ઉપાર્જન કરેલું હતું. એક કોટી દ્રવ્ય કરવા તે વ્યવસાયથી ઉદ્યમ કરે છે, પરંતુ ઇચ્છા પૂર્ણ થતી નથી તેથી દર વર્ષે એક લાખ દ્રવ્ય ધર્માદામાં ખર્ચ કરતો હતો તે બંધ કર્યું. કેટલાયક વર્ષે તપાસ કરી તો પણ ૯૯ લાખ જ દ્રવ્ય રહ્યું.દેશાંતરે ગયો.કોટી દ્રવ્યથી અધિક મેળવ્યું રસ્તામાં પાછો ફર્યો ત્યારે ચોરોએ લૂંટફાટ કરી હરણ કર્યું. ગુપ્ત આભૂષણો વિગેરે વેચી તપાસ કર્યો તો પણ ૯૯ લાખ જ રહ્યું ત્યારે મિત્રને પ્રશ્ન કર્યો કે મને આટલું જ ? કેમ! તેણે કહ્યું કે તારું ભાગ્ય ૯૯ લાખ જેટલું જ છે. તે સાંભળી આત્મનિંદા સાથે આર્તધ્યાનમાં પડી વિચારે છે કે સાહાણ, વાહાણ, પહાણ આ ત્રણ વિના લક્ષ્મી નથી, તેથી મિત્રોયે વાર્યા છતાં પણ વહાણમાં ચડ્યો.પરદેશ જઈ બહુ લક્ષ્મી ઉપાર્જન કરી પાછો ફર્યો. દરિયામાં તોફાનથી તમામ ધન નાશ પામ્યું. વહાણ ભાંગ્યું. હાથમાં પાટિયું આવવાથી સમુદ્ર કાંઠે આવી ઘરે ગયો. ગુપ્ત રીતે કોટીનું રત્ન For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જંઘામાં નાખેલું હતું તે કાઢયું પણ લોહીથી ખરાબ થયું તેથી અલ્પ મૂલ્ય ઉપજયું. તપાસ કરી તો પણ ૯૯ લાખ જ પછી થાક્યો કોટી ધનનો વિચાર બંધ કરી ધર્મમાર્ગે બહુ દ્રવ્યનો વ્યય કરવા માંડયો. તે પુન્યોદયથી અલ્પસમયમાં કોટાધિપતિ થયો અને દાન-પુન્ય કરી સદ્ગતિમાં ગયો. સત્પાત્રે મુનિને દાન આપવાથી પત્થરાપણ રત્નો થાય છે. ( ઘનસારનું દષ્ટાંત ) પ્રતિષ્ઠાનપુરે ઘનસાર શ્રેષ્ઠી વસતો હતો.તે ભદ્રિકભાવીને સરલ સ્વભાવી હતો. એકદા મુનિમહારાજનો યોગ મળવાથી ઉપદેશ સાંભળ્યો. આ અસાર દેહથી સાર ગ્રહણ કરવો તે જ મનુષ્ય જન્મની સાફલ્યતા છે તે સાંભલી બાર વ્રતો અંગીકાર કર્યા. એકાંતરે ઉપવાસ કરે છે. પૂર્વકર્મના અંતરાયયોગે ધનનો નાશ થયો. તેની સ્ત્રી હઠ પકડી પોતાને પિયર તેને ધન લેવા મોકલ્યો વસ્તુના અભાવે સાથવો કરીને આપ્યો. રસ્તામાં માસક્ષમણના પારણાવાળા મુનિ મળવાથી સાથવાનું દાન આનંદ તથા શ્રદ્ધા સહિત આપ્યું. સાગરે ગયો. નિર્ધન હોવાથી અપમાન કર્યું. ત્યાંથી પાછો ફર્યો રસ્તામાં નદી આવી કાંઠે બેસી વિચાર કરે છે. સ્ત્રી ખડીયો ખાલી દેખશે તો ઉદાસ થશે. એટલે ખડીયામાં કાંકરા ભર્યા ઘરે ગયો. સ્ત્રીએ જાણ્યું કે મહારા પીયરથી દ્રવ્ય લાવેલ છે. સામી ગઈ ખડીયો લઈ લીધો. ઘરમાં મુકયો ઘનસાર પૂજા કરવા ગયો. સ્ત્રીયે ખડીયો ખોલી જોયું તો તમામ કાંકરાના રત્નો થઈ ગયેલા દેખ્યા.પોતાના ધણીને વાત કરી તેથી તે આશ્ચર્ય સાથે બોલ્યો કે તારા બાપે મહારું અપમાન કરેલ છે. આ તો તપસ્વી મુનિને સાથવાના દાનના પ્રતાપે શાસનદેવે પત્થરાના રત્ન કરી દીધા છે તે મુનિદાનું ફળ છે. પછી વિશેષે દાન ધર્મ કરી પરલોકે સદ્ગતિમાં ગયો. ઝિયારતાર્યન ક્રિયા કરવાને વિષે ઉજમાળ રહેવું તે જ ૫૭ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મનુષ્ય જન્મનું તાત્પર્ય છે. જૈન માર્ગ રકત સાધુ-સાધ્વીશ્રાવકશ્રાવિકાને ઉત્તમ પ્રકારે સક્રિયા કરવાને માટે વીતરાગની આજ્ઞા છે તે આજ્ઞા પ્રમાણે તપ-જપ-વ્રત- પ્રત્યાખ્યાનજ્ઞાનધ્યાન- ક્રિયાકાંડ સામાયિક- પૌષધ પ્રતિક્રમણ-પૂજા વિગેરે કરવાના કહ્યા છે માટે શુદ્ધ મન-વચન-કાયાથી પરમાત્માની આજ્ઞા સહિત ક્રિયા કરવી. જુઓ, आगमे परमात्मानी आज्ञा आणा खंडनकारी, जइवि तिकालं महाविभूइए । पूअइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥१॥ आणाइ तवो आणाइ संजमो, तहइदाणमाणआणाए । आणा रहिओ धम्मो, पलालपुलुव्व परिहाइ ॥२॥ ભાવાર્થ : ભગવાનની આજ્ઞાનું ખંડન કરનાર યદ્યપિ મહાવિભૂતિવડે કરીને ત્રિકાલ વીતરાગની પૂજા કરે તો પણ તેનું સર્વ નિરર્થક છે. ૧ તપ-જપ સંયમ તેમજ દાનમાનાદિક વિગેરે વીતરાગની આજ્ઞ પ્રમાણે કરવાથી જ શોભે છે અને લાભ આપે છે, પરંતુ આજ્ઞા રહિત ધર્મઘાસના પૂળાના પેઠે સર્વથા નકામો છે માટે જે જે ધર્મક્રિયા અનુષ્ઠાનાદિ કરે તે પરમાત્માની આજ્ઞા સહિત કરવાથી ફલિભૂત થાય છે. ૨. जुओ महानिशीथसूत्रे तिथिधर्मानुष्ठानविचार __ भयवं, बीयपमुहासु पंचसु तिहिसु अणुठाणकयं कि फलं होइ, गोयमा बहुफलं होइ जओणं जीवेणं एयासु तिहीसु परमावाउय बंधई, तम्हासमणे वा समणी वा सावएण वा साविआओ विसेसओ धम्माणुठाणं कायव्वं । - ભાવાર્થ : હે ભગવન્બીજ આદિ પાંચ તિથિયોને વિષે ધર્મ અનુષ્ઠાન કરવાથી શું ફલ થાય. હે ગૌતમ, બહુ ફલ થાય. જે કારણ માટે જીવો, એ ઉપરોક્ત તિથિયોને વિષે પરભવના આયુષ્યને બાંધે છે. તે કારણ માટે સાધુ તથા સાધ્વીયોયે તેમજ શ્રાવકશ્રાવિકાઓએ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપરોક્ત તિથિ યોને વિષે વિશેષતાથી ધર્મક્રિયા અનુષ્ઠાન કરવું. સંસાનિતારતા સુમ-સામે. सम्मत्तं १ सामाइयं २ संतोसो ३ संजमोअ ४ सज्झायं ५ । पंचसयारा जस्स, न पयारो तस्स संसारो ॥१॥ ભાવાર્થ : સમ્યક્ત્વ ૧, સામાયિક ૨, સંતોષ ૩, સંયમ ૪ અને સઝાયધ્યાન ૫ જેના પાસે એ ઉપરોક્ત પાંચ સકાર હોય તેનો પ્રચાર સંસારમાં થતો નથી અર્થાત્ ઉપરોકત પાંચ સકારનું પ્રતિપાલન કરનાર શીવ્રતાથી મોક્ષમા ચાલ્યો જાય છે, સંસારમાં આવાગમન રહિત થાય છે. એ પ્રમાણે આગમને વિષે કહેલું છે. છકાય વિરાધના पडिलेहणं कुणंतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइयपच्चक्खाणं, वाएइ सयं पडिच्छइ वा ॥१॥ पुढवी आउकाए, वाउ तेउ वणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हं पि विराडओ भणिओ ॥२॥ | ભાવાર્થ : પડિલેહણ કરતા અરસપરસ વાર્તા કરે અવર દેશાદિક હરકોઇની કથાકરે તથા પચ્ચખાણ આપે તથા પોતે વાંચે અને બીજાને વંચાવે વિગેરે પ્રકારે બોલવાથી ૧,પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છકાયનો કુટો કરનાર (ઘાત કરનાર) પડિલેહણમાં પ્રમાદ કરનાર થાય છે માટે પડિલેહણમાં સર્વથા પ્રકારે મૌન કરવું જ ઉચિત છે. प्रतिलेखनादिकार्येषु मौनं कार्यम् सिद्धन्ते पडिलेहण पूअ भोअण, विआरभूमि पडिक्कमणकाले । मग्गे ग्च्छं तेणं, मुणिणा मोओणं विहेयव्यं ॥१॥ ભાવાર્થ : પડિલેહણ વખતે તથા પૂજા કરતી વખતે તથા ભોજન કરતી વખતે તથા ચંડિલભૂમિ વખતે તથા પ્રતિક્રમણ કરતી વખતે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તથા માર્ગમાં ચાલતી વખતે વડી નીતિ લઘુનીતિ વખતે મુનિએ મૌન ધારણ કરવું. એવી રીતે સિદ્ધાંતને વિષે કહેલું છે. पडिलेहणापमत्तो, छण्हं पि विराहओ भणिओ त्ति. इति ओघनिर्युक्तो ભાવાર્થ : પડિલેહણ કરતી વખતે, પ્રમાદ કરનારને ષડજીવનિકાયનો વધ કરનાર કહેલ છે. इर्याप्रतिक्रमणस्वरुपम्-आवश्यकनियुक्तौहत्थसया आगंतु, गंतु च मुहुत्तगं जहिं चिठे, पंथे वा वच्चंतो, नइ संत रणे पडिक्कमणं ॥१॥ ભાવાર્થ : સો હાથ ઉપર ભૂમિ પ્રત્યે જઈને તેમજ આવીને તથા એક મુહૂર્ત જયાં ગયેલ હોય ત્યાં બેસીને તથા માર્ગને વિષે ગમન કરે ત્યારે અને ગમન કરીને આવે ત્યારે તથા નદી ઉતરે ત્યારે તેમજ વડીનીતિ અને લઘુનીતિ કરીને આવે ત્યારે ઈર્યાવહિ પડિક્કમે. R: સમુpવે એ ઉપરોક્ત સાતકકારને જે ભવ્યાત્મા જીવ ગ્રહણ કરે છે. તેને તે કકારો મુક્તિને માટે થાય છે, માટે મુક્તિના અભિલાષી જીવોયે તેને મેળવવા ચૂકવું નહિ. कुसुमं कज्जलं कामं, कंकु च कंकणं तथा । गते भर्तरि नारीणां, ककाराः पंच दुर्लभाः ॥१॥ ભાવાર્થ : કુસુમ ૧, કાજલ ૨, કામ ૩, અને કુંકુ, કંકણ આ પાંચ કકાર જે સ્ત્રીનો ભર્તાર મરણ પામે છે તેને દુર્લભ હોય છે. અર્થાત્ આ પાંચમાંથી એક પણ વિધવા સ્ત્રીથી કાર્યપ્રસંગમાં લઈ શકાતાં નથી. गीर्वाणदर्शनं गर्ववर्जन गेयमर्हताम् । ગુરુનરાશ, મારી: પંર ટુર્તમાં : ફા. ભાવાર્થ : દેવતાનું દર્શન, ૧, ગર્વનો ત્યાગ ૨, જિનેશ્વર મહારાજાના ગુણગાન ૩ ગુરુમહારાજની ભક્તિ ૪ અને ગુણોને વિષે M ૬૦ રૂ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અનુરાગ ૫, આ પાંચ ગકાર દુર્લભ હોય છે. મહાન્ પુન્યોદય હોય ત્યારે જ દેવતા દર્શન આપે છે, અન્યથા નહિ. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજે દેવતાને અસ્થમા એટલે સ્વપ્નને વિષે પણ ન આવે તેમ કહેલ છે તો પ્રત્યક્ષની તો વાત જ શી કરવી ? માટે અસ્વપપ્ના કહેલ છે. વળી નીચેના ગુણોવાળાને દેવતા તુષ્ટમાન થાય છે . જુઓ सदयः सत्यवादी यः, सलज्जः शुद्धमानसः । गुरु देवार्चको वाग्मी, तस्य तुष्यन्ति देवताः ॥१॥ - ભાવાર્થ : જે દયાળુ હોય તથા સત્યવાદી હોય તથા લજજાવડે કરીને સહિત હોય તથા શુદ્ધ હૃદયવાળો હોય તેમ જ દેવ-ગુરુનો પૂજક હોય તથા વાચાલ હોય તેને દેવતા તુષ્ટમાન થાય છે. ૧ (દેવતા તુટમાન થાય નહિ.) चौराणां वंचकानां तु, परदारा पहारिणाम् । निर्दयानां चनिःस्वानां, न तुष्यन्ति सुराः कदा ॥२॥ | ભાવાર્થ : ચોરી કરનારાને તથા પરને ઠગનારાને તથા પરસ્ત્રીનું હરણ કરનારાને તથા નિર્દયીને તેમ જ દરિદ્રીને દેવતા કદાપિ કાલે તુષ્ટમાન થતા નથી. ૨. असत्यवादीनां हत्यारकाणां कुकर्मणाम् । अंतर्मलिनचित्तानां, न तुष्यन्ति सुराः कदा ॥३॥ | ભાવાર્થ : અસત્ય બોલનારાઓને તથા હત્યાના કરનારાઓને તેમ જ કુકર્મ કરનારાઓને તથા હૃદયમાં મલિન ચિત્ત રાખનારાઓને દેવતા કદાપિ કાલે તુષ્ટમાન થતા નથી. ( નિન્દવોની ક્વા (૧)) ૧. જમાલિ નામનો નિન્દવ થયો ક્ષત્રિયકુંડ નામના ગામને ભાગ-૬ ફર્મા-૬ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે ભગવાન મહાવીરસ્વામીની મોટી બહેન સુદર્શના નામની હતી. તેનો પુત્ર જમાલિ નામનો ભગવાનનો ભાણેજ પ્રસિદ્ધ હતો. તેમણે ભગવાનની પુત્રી પ્રિયદર્શનાનું પ્રાણિગ્રહણ કર્યું હતું અને તેથી તે ભગવાનનો જમાઇ થયેલ હતો. અન્યદા ભગવાન શ્રીમાન મહાવીરસ્વામી ઉદ્યાનને વિષે આવીને સમવસર્યા, તેથી પોતાના પરિવાર સહિત જમાલી ભગવાનને વાંદવા ગયો, અને ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાનને વાંદી જગદગુરૂની પાસે ભાવથી ધર્મોપદેશ સાંભળવા બેઠો, તથા ઉપદેશ શ્રવણથી સંવેગ રંગ ધારાની વૃદ્ધિ થવાથી દીક્ષા લેવા માટે પ્રિયદર્શનાને પુછે છે, તેથી ઉત્તરમાં હું પણ પ્રાણનાથની પ્રથમ જ દીક્ષા લેવા તૈયાર છું, એવું સાંભળી જમાલીએ ૫૦૦ ક્ષત્રિયો સાથે અને પ્રિયદર્શનાથે ૧૦૦૦ સ્ત્રીઓની સાથે મહાવીરસ્વામી ભગવંત પાસે દીક્ષા લીધી. ત્યારબાદ ૧૧ અંગોનું જલ્દીથી પઠન કર્યું એકદા સેંકડો મુનિઓ સાથે જઈ શ્રાવસ્તિ નગરીના હિંદુક ઉદ્યાનને વિષે વાસ કર્યો. ત્યાં અંતકાત આહારથી દાહકવર ઉત્પન્ન થયો. વેદના સહન નહિ કરી શકવાથી શિષ્યોને તાત્કાલિક સંથારો કરવાનું કહ્યું. શિષ્યો સંથારો કરે છે ફરીથી સંથારો કર્યો કે નહિ ? તેવો પ્રશ્ન કર્યો. શિષ્ય ઉત્તર આપ્યો કે “સંથારો કર્યો તેથી સંથારા પાસે આવે છે સંથારો તૈયાર નથી એવું દેખી મિથ્યાત્વના ઉદયથી “ક્રિયમાણે કૃત, ચલતુ ચલિત, જીર્યનું જીર્ણ વિગેરે જિન કહે છે તે મિથ્યા છે, આવી રીતે બીજા મુનિઓ પાસે પોતાના મત સ્થાપન કરે છે. મુનિયો માનતા નથી. પ્રિયદર્શના જમાલિનું વચન માને છે, તેનું વચન સદહે છે, તેના સાથે વિચરે છે. બીજાઓ ભગવાન પાસે જઈ વિચરે છે. અન્યદા જમાલીના મતને સ્થાપન કરતી પ્રિયદર્શના વિચરતીથકી ઢંકકુંભારના ઘરને વિષે રહે છે અને તેના પાસે પોતાનો મત સ્થાપન કરે છે. તે ઢંક વીરનો ભક્ત છે. એક દિવસે તેના કપડામાં તેણે અંગારો નાખ્યો, તેથી પ્રિયદર્શનાએ કહ્યું For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે મારો કપડો બની ગયો. તેથી કુંભારે કહ્યું કે “દહ્ય-માનંદā દગ્ધમાન દગ્ધ, તે તો વીરનાં વચન છે. તમારે વચને તો કપડો બળવાની હજી વાર છે, કારણ કે લગાર જ બળેલ છે, આખો બળેલ નથી. તેથી પ્રતિબોધ પામી મિચ્છામિ દુક્કડું દઈ, જમાલી પાસે જઈ બહુભંગી વચનરચનાથી સમજાવ્યા છતાં પણ નહિ સમજવાથી પ્રિયદર્શના અન્ય સાધ્વી સહિત વીરપરમાત્મા પાસે ગઈ. ત્યારબાદ ચંપાનગરમાં આવી જમાલી ભગવાનને કહે છે કે - “હે ભગવાનું ! પૂર્વે તારા ઘણા શિષ્યો છદ્મસ્થ અવસ્થાની અંદર જ અતિક્રાંત થયેલ છે, હું તો સર્વજ્ઞ, કેવલી, અહમ્ છું.” આવું બોલવાથી ગૌતમસ્વામી કહે છે કે – હે જમાલી ! જુઠું શું બોલે છે? કેવલજ્ઞાની કદાપિ આલના પામતા નથી. હવે જો તું કેવલજ્ઞાની છે તો મારા બે પ્રશ્નોના જવાબ દે. આ લોક તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત ?' આવી રીતે ગૌતમસ્વામીનું વચન સાંભળી નીચું જોઈ જમાલીએ મૌન ધારણ કર્યું, કારણ કે મૂર્ખનું બળ મૌન જ હોય છે એટલે પ્રભુ કહે છે કે “હે જમાલી ! મારા ઘણા શિષ્યો છદ્મસ્થ છે, છતાં તેઓ પણ આ પ્રશ્નોનો ઉત્તર આપી શકે છે, ને તને તો એટલું પણ નહિ આવડતા છતાં સર્વજ્ઞપણાનું મિથ્યાસ્થાપન કરે છે. આ લોકભૂત, ભવત, ભાવી, અપેક્ષાએ નિશ્ચય શાશ્વત છે અને ઉત્સર્પિણી, અવસર્પિણીની અપેક્ષાએ અશાશ્વત છે. હે જમાલી ! આ જીવ દ્રવ્ય રૂપે નિરંતર શાશ્વત છે, અને દેવ, મનુષ્ય, તિર્યચ, નરક પર્યાયવડે કરી અશાશ્વત છે.' એવી રીતે કહ્યા છતાં પણ દેવાધિદેવના વચનની અસદહણા કરતો, મરવાની ઇચ્છા કરતો હોય ને શું ? તેવી રીતે ત્યાંથી નીકળી ગયો, અને પોતાના મતથી ઘણા જીવોને ભમાવતો, મિથ્યાત્વનું પોષણ કરતો, ઘણા વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપને કરતો, પ્રાંતે પ્રાયઃ પાંચ દિવસનું અણસણ કરી, અનાલોચી, અપ્રતિક્રાંતિ કાળ કરી, લાંતકે ૧૩ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. જમાઈ છે તે જમ 63 For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે,” તે વાત વીરવિરોધી જમાલીયે સિદ્ધ કરી. ઇતિ જમાલી પ્રબંધ. ૨. બીજો તિષ્યગુપ્ત નામનો નિહવ થયો. ભગવાન મહાવીરસ્વામી મહારાજાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ વર્ષ પછી સાતમું પૂર્વ વાંચતા બીજો નિcવ થયો તેનું સ્વરૂપ કહે છે - . પૂર્વે રાજગૃહ નગરને વિષે સમગ્ર પૂર્વના જ્ઞાનીવસુ નામના આચાર્ય મહારાજા આવીને સમવસર્યા. તેમને વિશિષ્ટ બુદ્ધિવાળો તિષ્યગુપ્ત નામનો શિષ્ય હતો. તે એક દિવસ આત્મપ્રવાદ પૂર્વને મધ્યે નીચેનો આલાવો ભણે છે-હે ભગવન્! આત્મપ્રદેશ જે તે એક જીવ છે, તો તે અર્થ સત્ય નથી. ત્યારે શું બે જીવ છે કે સંખ્યાતા, અસંખ્યાતા પ્રદેશે પણ જીવ ન કહેવાય ? એક પ્રદેશે ન્યૂન હોય તો જીવ નાહિ, લોકાકાશના પ્રદેશના સમાન પ્રદેશવાળો જીવ કહેવા લાયક હોય, તે પોતે માનતો નથી. યત્ સર્વ જીવપ્રદેશો, એક ઊન જીવપ્રદેશ, તથા ન હોય તો પાછળનો એક પ્રદેશ જીવ કહેવાય છે, કારણ કે તદૂભાવિભાવત્વે જીવ દેખાય છે. આવી રીતે ગુરૂએ સ્થવિરોયે કહ્યા છતાં પણ માનતો નથી ત્યારે કાઉસ્સગ્ન કરીને સાધુઓએ તેનો ત્યાગ કર્યો. ત્યારબાદ મિથ્યાત્વના અભિનિવેશથી ઘણા લોકોને પોતાના મતમાં દાખલ કરતો, ઘણા કાળે આમલકલ્પા નગરીના આમ્રશાલ વનમાં આવીને રહ્યો ત્યાં મિત્રશ્રી નામનો શ્રેષ્ઠ શ્રમણો પાસક છે, તે પોતાના શ્રાવકોને સાથે લઈ સાધુને વંદન કરવાને માટે ગયો, તે મનમાં એમ જાણે છે કે શઠ-નિcવોને વંદન કરી ધર્મ શ્રવણ કરૂં તે તેને પ્રતિબોધ કરવાને માટે ઘણો ઘણો બોધ કરે છે. અન્યદા તેને ઘેર કોઈ મહોત્સવ આવ્યો તેથી તેણે વિનયથી કહ્યું કે “મારે ઘેર પગલાં કરો' તેમ કહેવાથી સાધુઓ વહોરવા ગયા, શ્રાવકે તેમને મોટા સિંહાસન ઉપર બેસારી વિવિધ જાતિના પ્રાસુક ફળ પકવાન્ન લાવીને તેના પાસે સ્થાપન કર્યા, અને રાર્ધ વસ્તુઓનો ખંડ, ખંડ તેને આપ્યો સાધુએ જાણ્યું કે પાછળથી ૬૪ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બધું આપશે પણ તેવામાં શ્રાવકે કહ્યું કે “મહારાજ ! આજે અમારો ઉદય થયો કે અમોએ આપને સંપૂર્ણ દાન દીધું.' એમ કહી આખા કુટુંબ સહિત સાધુના પગમાં પડયો, એટલે તિષ્યગુખે કહ્યું કે “દાનને માટે નિમંત્રણ કરી, અમોને ઘરે લાવી, દાન નહિ આપતા, અમારી મશ્કરી કેમ કરી ?' શ્રાવક કહે છે કે “અમે તમારી મશ્કરી કરી નથી, અમે તો તમારા આગમ પ્રમાણે તમને પાડિલાભ્યા છે. ભગવાન મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પડિલાવ્યા નથી. આ પ્રમાણે સાંભળી તેને બોધ થયો, અને કહ્યું કે તે બહુ જ સારી પ્રેરણા કરી ત્યારબાદ સારી રીતે પડિલાભ્યા અને મિચ્છામિ દુક્કડ દીધો. એવી રીતે પ્રતિબોધેલા તેઓ આલોરી પ્રતિક્રાંતિ વિહાર કરવા લાગ્યા. એ પ્રમાણે તિષ્યગુપ્ત નામનો બીજો નિહવ થયો. ૩. ત્રીજો નિન્ટવ આષાઢાચાર્યનો શિષ્ય અવ્યક્તવાદી થયો. મહાવીરસ્વામીના નિર્વાણથી ૨૧૪ વર્ષે મનોહર એવી શ્વેતાંબી નગરીને વિષે પોલાસ નામના ઉદ્યાનમાં આચારવિચારના જાણનારા સ્થિર થયેલા ઘણા સાધુઓએ સેવેલા, આર્યાશાઢાચાર્ય નામના આચાર્ય મહારાજ આવીને સમવસર્યા. તેઓ પોતાના શિષ્યોને અગાઢ જોગમાં નાખી સિદ્ધાંત ભણાવે છે. તે વખતે રાત્રિને વિષે ગુરૂને પ્રાણાપહાર વિશૂચિકા થઇ, અને રાત્રિને વિષે કોઈ શિષ્યને જગાડયા નહિ, અને કાળધર્મને પામી પ્રથમ સોધર્મ દેવલોકે નલિની ગુલ્મ વિમાનને વિષે ઉત્પન્ન થયા. તે સ્વરૂપ અવધિજ્ઞાનથી જાણીને તેની પોતાની કાયામાં પ્રવેશ કરી, સાધુઓને ઉઠાડી, કાલ ગ્રહણાદિકની ક્રિયા કરાવી યોગોહન પૂર્ણ થયે તમામ વાત સાધુને જણાવી ખમાવી તથા મેં સર્વ યતિઓને નમાવ્યા છે વિગેરે કહી સ્વર્ગે ગયા. ત્યારબાદ તમામ સાધુઓની બુદ્ધિ ફરી ગઈ કે આટલા કાળ સુધી આપણે સંયતીયોએ અસંયતીઓને વંદન કર્યું. ન માલૂમ કોણ દેવ કે કોણ સાધુ? આવી રીતે કેટલાક સાધુની મતિ થવાથી કાઉસ્સગ્ન કરી બીજા M૬૫ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સાધુઓએ તેનો ત્યાગ કર્યો, તેથી અરસપરસ કોઇને તેઓ વંદનાદિક વ્યવહારને નહિ કરતા તેઓ અવ્યક્તા એ નામથી ખ્યાતિ પામેલા રાજગૃહ નગરી ગયા. ત્યાં મૌર્યવંશી બલભદ્ર રાજા શ્રાવક હતો. તેણે તેઓને આવેલા જાણ્યા, તેથી સુભટોને આદેશ કર્યા કે આને હાથી, ઘોડા, શસ્ત્ર, વિગેરેથી રિબાવી રિબાવીને મારો. તે મારની વાત જાણી તે મુનિઓ રાજા પાસે આવીને કહેવા લાગ્યાકે તું શ્રાવક થઇને આવું કરપીડણ કામ કેમ કરે છે ?' તેથી રાજાએ કહ્યું કે “ન માલૂમ તમો સાધુ છો કે ગુપ્ત ચરપુરૂષો છો ? માટે સાધુઓ હો તો મારવા છોડી : દઉં, નહિ તો મારું ત્યારબાદ તેઓ મિચ્છામિ દુક્કડું આપે છે. રાજા તેને કહે છે કે તમોને બોધ કરવા માટે આ કામ કરેલ છે, માટે મિચ્છામિ દુક્કડ આપુ છું. ચોથો નિન્દવ અશ્વમિત્ર નામનો થયો શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચોથો નિહર ઉત્પન્ન થયો તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. મિથિલા નગરીને વિષે દશપૂર્વધર ભગવાન આર્યસુહસ્તિ મહારાજા વિચરતા હતા, અને તેમના શિષ્યોમાં કોડન્યગોત્રી અશ્વમિત્ર નામનો તેમનો શિષ્ય હતો તે મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહ નામના ચૈત્યને વિષે સૂરીશ્વરજી બિરાજતા હતા. અનુપ્રવાદપૂર્વને વિષે વસ્તુનૈપુણિક નામના આલાવાનું છેદ અને નયની ભંગીવડે વિવેચન કરાય છે, તેમાં પ્રત્યુપન્ન. નરયિકા, વ્યુછેલ્યન્તિ અખિલાકિલ એ પ્રકારે ભવનપત્યાદિક, વૈમાનિકાદિક બધા આવી રીતે ભણતા અમિત્રને એવા પ્રકારે શંકા થઇ કે વ્યુછેલ્સયંતિ-મુનિયોપિ. સર્વચ્છેદ ભવિષ્યતિ. તેથી તેનું ચિત્ત અસ્થિર થયું, સર્વે સ્થવિરોયે તેને બહુ સમજાવ્યો. છતાં પણ બોધ ન થયો ત્યારે નિન્દવ કહી ગચ્છબહાર કર્યો. ત્યારબાદ તે સર્વે લોકોને પોતાનો મત ઠસાવવા લાગ્યો કે આ લોક સર્વથા શૂન્ય થઇ જશે. તે એકદા પોતાના શિષ્યો સહિત રાજગૃહ નગરે ગયો. ત્યાં દાણ લેનારા આરક્ષક લોકો સર્વે ૬૬ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્રાવક શ્રેષ્ઠ છે. તેઓએ તેને નિહવો જાણી મારવા માંડયા, તેથીતેઓ બોલ્યા કે “અમોએ જાણ્યું કે તમો શ્રાવકશ્રેષ્ઠ છો, છતાં અમોને મારો કેમ છો ?” તેથી તે શ્રાવકો બોલ્યા કે “સમગ્ર સાધુઓનો . તો વિચ્છેદ થઇ ગયો છે, તમો તો કોઈ અન્ય બીજા તસ્કરો છો વળી તમારાજ મત પ્રમાણે અમો તમારો ઘાત કરીએ છીએ. કારણકે તે કાલાદિકની સામગ્રી પામીને જે હોય તે એકજ સમયે નષ્ટ થાય છે, ને બીજે સમયે બીજો થાય છે, માટે વીર વચન પ્રમાણે અમો શ્રાવક છીએ, પણ તમારા મત પ્રમાણે શ્રાવકો મટીને બીજા થયા છે, ને તમો પણ તમારા મત પ્રમાણે બીજા થયા છો, માટે જ મારીએ છીએ. આવી રીતે કહેવાથી તમોએ અમારા ચક્ષુ સારી રીતે ઊઘાડી અને અમોને સારું શિક્ષણ આપ્યું તેમ કહી, ક્ષમા માગી, આલોચી પ્રતિક્રાંતિ વિહાર કરે છે, શ્રાવકોયે પણ પોતાનો અપરાધ ખમાવ્યો ઇતિ ચોથો નિહવ. પાંચમો ગંગદત્ત નામનો નિન્હવ થયો. મહાવીર મહારાજા નિર્વાણ પામ્યા પછી ૨૨૮ વર્ષ થયે છતે પાંચમો નિન્હવ થયો તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે ઉલ્લકા નામની નદીના કાંઠાને વિષે ઉલ્લકાતીર નામનું નગર અને તેના સામે તીરે ખેટ નામનું બીજું સ્થાન છે, ત્યાં શ્રીમાન મહાગિરિનો શિષ્ય ધનગુપ્ત નામનો છે. ધનગુપ્તનો મુખ્ય શિષ્ય ગંગદેવ નામનો હતો. તે ઉલુકા નદીના બીજા તીરે વસતો હતો તે શરદ ઋતુમાં ગુરૂને વંદન કરવા સામે તીરે ચાલ્યો. તેને નદી ઉતરતાં પગને તળીયે શીતળતા લાગે છે, ને માથે ટાલ પડેલી હોવાથી તાપની ગરમી લાગવાથી માથે ઉષ્ણતા લાગે છે, તેથી તે વિચાર કરે છે કે “શાસ્ત્રમાં કહ્યું છે કે એક સમયે બે ક્રિયાનો યોગ ન બને, છતાં હું તો એક સમયે બે ક્રિયાને શીતળતા અને ઉષ્ણતા પ્રત્યક્ષ સાથે જ અનુભવું છું. તેથી તે ગુરૂ પાસે જઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે એક સમયે બે ક્રિયાઓ જાણી શકાય For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, ને હું જાણું છું ગુરૂએ કહ્યું કે “હે વત્સ ! એમ ન બોલ, કારણ કે વીરશાસનને વિષે કોઈપણ જગ્યાએ એક સમયે બે કિયા જાણવાનું કહેલ નથી, છતાં પણ શ્રદ્ધા નહિ કરનારા તેણે પોતાને અને બીજા ઘણા જીવોને માર્ગથી વંચ્યા, ઠગ્યા. ગુરૂયે તેવી પ્રરૂપણાકરનાર ગંગદત્તને ગચ્છબહાર કર્યો હવે તે એકદા રાજગૃહ નગરે ગયો, ત્યાં મહા તપતીપ્રભુ પાર્શ્વને મણિ નાગ નામનો નાગદેવતા છે તેના ચૈત્યને વિષે રહ્યો. અને સભાને વિષે પ્રરૂપણા કરવા લાગ્યો કે નિશ્ચય જીવો એક સમયે બે ક્રિયાને જાણે છે, વેદે છે. ત્યારે તેના વચન સાંભળી, ક્રોધ કરી મુદ્રગર ઉગામી મણિનાગ નામનો દેવતા બોલ્યો કે “હે દુખ તારૂં કહેલું ખોટું છે, કારણ કે મે ઘણી વાર ભગવાન મહાવીર મહારાજાના પાસે એક સમયે એક જ ક્રિયા સાંભળી છે. બે નહિ તું તો કોઈ વીર પણ નવીન ઉત્પન્ન થયેલો છે કે જૂઠો હઠ કદાગ્રહ પકડે છે, માટે કુકદાગ્રહ છોડ, નહિ તો તારું માથું કાપી નાખીશ' એવી રીતે કહેવાથી તેમણે ભય અને નવડે કરી મિથ્યામિ દુક્કડં દીધો, અને એક સમયે એક ક્રિયા વેદનરૂપ અંગિકાર કર્યું. છઠ્ઠો રોહગુપ્ત નામનો નિન્દવ થયો. ભગવાન મહાવીરસ્વામી મહારાજાના નિર્વાણ પછી ૫૪૪ વર્ષે ટૌરાશિ નામનો છઠ્ઠો નિહવ થયો. અંતરજિકા નામની નગરીને વિષે, ભૂતગુહા નામના ચૈત્યને વિષે, મોટા પુન્યના દરિયા શ્રી ગુણસૂરીશ્વરજી રહેલા હતા. ત્યાં બલવંતશ્રીને હરણ કરનાર બલશ્રી નામનો રાજા હતો શ્રીગુપ્તસૂરિનો શિષ્ય રોહગુપ્ત છે, તે સુરિનો ભાઈ છે, તે એકદા અન્ય ગામથી અંતરંજિકા નગરીમાં આવતો હતો ત્યાં નગરીમાં એક પોર્ટુશાલ નામનો પારેવાજમ ભમે છે, ફરે છે. હાથમાં જંબુ વૃક્ષની શાખા ધારણ કરેલી છે, તે એવા કારણથી કે જંબુદ્વીપમાં મારા સમાન કોઇ પંડિત નથી. વળી તેણે પોતાના પેટ ઉપર મોટો પાટો બાંધેલ છે, તે એવા કારણથી કે મારું પેટ વિદ્યાથી ભરપૂર ભરેલું હોવાથી રખે ને પેટ ન ૬૮ ૬૮ ~ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ફુટી જાય. વળી હાથમાં નિસરણી રાખેલી છે, તે એવા કારણથી કે વાદિ કોઈ ઉંચો ચાલ્યો જાય તો નીસરણી ઉપર ચડી આકાશમાંથી તેને નીચો પાડું. વળી હાથમાં પાવડો અને કોદાળો રાખેલો છે તે એવા કારણથી કે કોઈ વાદી પાતાળમાં પેસી જાય તો ભૂમિ ખોદી તેને બહાર કાઢું. વળી હાથમાં ઘાસનો પુળો રાખેલ છે, તે એવા કારણથી કે વાદી હારે તેના મુખમાં તૃણ લેવરાવું આવી રીતે દુનિયામાં મારા જેવો કોઈ વાદી નથી, તેવું લોકોને જણાવવા માટે પડહ વગડાવે છે. આવી રીતે નિરંતર નગરમાં ભમનારા તેને દેખીને તેનું નામ નગરના લોકોએ પોર્ટુશાલ પાડ્યું. પોટ્ટશાલને આવી રીતે ગર્જારવ કરતો દેખીને રસ્તામાં જતા રોહગુણે પટને સ્પર્શ કર્યો ને કહ્યું કે તારા જોડે વાદ કરવા તૈયાર છું. એમ કહી ગુરૂ મહારાજ પાસે આવી વાતકરી, આચાર્યે કહ્યું કે, આ વાત તે ઠીક કરી નથી. તે છલી, બલી અને વિદ્યાવાળો છે, તેથી તેને નુકશાન કરશે. કદાચ વાદમાં કોઈ તેને જીતશે, તો પણ બીજી સાત વિદ્યાઓ તેના પાસે હોવાથી તે તેનો ઘાત કરે છે. શિષ્ય કહ્યું કે ગમે તેમ થાઓ પણ કબૂલ કર્યા પછી ના પાડવાથી ફાયદો થાય તેમ નથી. તેથી ગુરૂએ તેના પાસે ૧. વીછી, ૨. સર્પ, ૩ ઉંદર, ૪ . હરણ, ૫. ડૂક્કર, ૬. કાગડો, ૭ શકુનિકા, આદિ સાત વિદ્યા હતી તેની પ્રતિઘાત કરનારી ૧. મયૂરી, ૨. નકુલી, ૩ બીલાડી, ૪. વ્યાધી, ૫. સિંહી, ૬. ધૂકી. ૭. શ્યની, એ સાત વિદ્યા પાઠસિદ્ધ આપી, તથા રજોહરણ મંત્રીને આપીને કહ્યું કે, તને કોઇભયંકર ઉપદ્રવ થાય, ત્યારે આ રજોહરણ તેના મસ્તકમાં મારજે કે જેથી ઇંદ્ર મહારાજા પણ તારો પરાભવ કરી શકશે નહિ તો બીજાની તો વાત જ શું કહેવી ? ત્યારબાદ રોહગુપ્ત રાજસભામાં જઈ આ શું જાણે છે ? માટેતે પોતે જ પૂર્વ પક્ષ કરે. હવે પરિવ્રાજક ચિંતવના કરે કે જૈનના સાધુ સ્વપરના શાસ્ત્રોમાં બહુ જ વિદ્વાન હોય છે, માટે આનો જ પક્ષ હું પકડું એમ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિચારી ૧. જીવ, ૨. અજીવ, એ પ્રકારે બે રાશી સ્થાપના કરી. તે સાંભળી રોહગુણે વિચાર્યું કે આ દુષ્ટ મારો જ પક્ષ પકડયો, તેથી તેને ઉડાડી મુકવાને માટે રોહગુણે ૧. જીવ, ૨. અજીવ, ૩. નોજીવ, ૩ ત્રણ રાશી સ્થાપન કરી કહ્યું કે-૧. જીવ, સંસારી જીવો, ૨. અજીવ, ઘટાદિક ૩, નોજીવ, ગૃહગોધાદિક છિન્નપુંછાદિ માનેલ છે, તથા આદિ, મધ્ય, અંત્ય, ત્રણ છે. સામ દામ ભેદ, આ દંડ ત્રણ છે, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ ત્રાણ કાળ છે. પ્રાતઃકાળ, મધ્યકાળ, સંધ્યાકાળ, એ પણ ત્રણ છે. વિગેરે કિંબહુના, ભાવનાવવિવર્તિ સર્વ ત્રણ પ્રકારે જ છે, આવી રીતે જીતવાથી પરિવ્રાજકે, વીંછી મૂકયા, રોહગુણે, તને ચાવી ખાવા મોર મૂકયા, પરિવ્રાજકે સર્પ મૂકયા, રોહગુપ્ત નોલીયા મૂકયા, પરિવ્રાજકે ઉંદરો મૂકયા, રોહગુણે બિલાડા મૂકયા, પરિવ્રાજકે હરણો મૂકયા, રોહગુપ્ત વાઘો મૂકયા, પરિવ્રાજકે શુક્કરો મૂક્યા, રોહગુણે સિંહો મૂક્યા, પરિવ્રાજકે કાગડા મૂકયા, રોહગુપ્ત ધૂડો મૂકયા, પરિવ્રાજકે શકુની પક્ષિયો મૂક્યા, રોહગુએ શ્યનપક્ષિઓ મૂકયા, આવી રીતે સાતે પોતાની વિદ્યાનો પરાભવ દેખીને રોષારૂણ થઇને પરિવ્રાજકે ક્રોધ કરી મારવાને માટે રાસથી છોડી તેથી રોહગુપ્ત તેનાકપાળમાં રજોહરણ મારવાથી તેણી ક્રોધ કરી પરિવ્રાજકના મુખ ઉપર મળ, મૂત્ર, વિષ્ટા કરીને ચાલી ગઈ એટલે રાજાએ અહો ! અહો ! શ્રી જૈન શાસન જયવંતુ વર્તે છે, એમ કહી પરિવ્રાજકને અત્યંત ધિક્કાર તિરસ્કાર કરીને ત્યાંથી કાઢયો, આવી રીતે પરિવ્રાજકને જીતી મહાઆડંબરથી ગુરૂની પાસે આવી સર્વ વાત કહી. ગુરૂએ કહ્યું કે હે વત્સ ! સારું કર્યું, પરંતુ તે ત્રણ રાશી સ્થાપન કરી તે તે સારૂ કર્યું નથી, માટે સભામાંથી ઉઠતી વખતે તારે મિચ્છામિદુક્કડ દેવો હતો, માટે હાલમાં પણ જઈને કહે કે તેન જીતવાને માટે મેં ત્રણ રાશી સ્થાપન કરેલી હતી, પણ રાશીતો બેજ છે, માટે મિચ્છામિદુક્કડ 90 For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપી આવ, આવી રીતે વારંવાર કહેવાથી પણ તે માન્યો નહિ અને કહે છે કે મારી નિંદા થાય. હવે, ગુરૂએ વારંવાર કહેવાથી સામુ બોલ્યો કે, ત્રણ રાશી સ્થાપના કરી છે, તેમાં શું ખોટું કર્યું છે ? એમ કહી ગુરૂ સાથે વાદ કરવા લાગ્યો, તેથી ગુરૂયે રાજસભામાં જઈ રાજાને કહ્યું કે અમારા શિષ્ય ઉજૂની પ્રરૂપણા કરી ત્રણ રાશી સ્થાપના કરેલી છે, તે વાત અસત્ય છે, માટે તે રાજા ! અમારો વાદ સાંભળ આવી રીતે કહી સભામાં ગુરૂશિષ્ય વાદ કરવા લાગ્યા, વિવાદ કરતા છ માસ ગયા એટલે રાજાએ કહ્યું કે, તમારા વિવાદથી મારા રાજકાર્યો છેદાય છે, તેથી ગુરુએ કહ્યું કે આટલો કાળ તો લીલા માત્રથી જ તેને ધારણ કરેલ છે, કાલે સવારે તેને નિરુત્તર કરીશ ત્યારબાદ બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા વિગેરે સમગ્ર લોક સહિત ગુરૂ કુત્રિકાપણે જઈ કહે છે કે, જીવ, અજીવ, લાવ. તે જીવ, અજીવ, દેખાડે છે. ગુરૂ કહે છે કે, નોજીવ લાવ ? દેવતા ના પાડે છે તેથી ગુરૂએ ૧૪૪૪ પ્રશ્નો પુછવાથી નિરુત્તર થયેલા શિષ્યના મસ્તક ઉપર નાસિકા, થુંક વિગેરે નાંખવાની રક્ષાની કુંડી નાખી તેને સંઘ બહાર કર્યો. ત્યારબાદ વૈશેષિક સૂત્ર બનાવી વિચરવા લાગ્યો, ઉલૂક ગોત્ર હોવાથી ઉલૂક કૌશીક ગોત્રી કહેવાણો, તેને પૂછેલા ૧૪૪૪ પ્રશ્નો આવશ્યક સૂત્રની વૃત્તિથી જાણવા. ગોષ્ઠામાહિલ નામનો સાતમો નિહવ થયો. ભગવાન મહાવીર મહારાજાના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે આ નિતંવ થયો. ઇંદ્રમહારાજાએ જેના ચરણકમળને વંદન કરેલ છે તેવા આર્યરક્ષિત સૂરિમહારાજા દશપુર નગરમાં આવ્યા તે અવસરે મથુરાનગરીમાં નાસ્તિકવાદી તાર્કિક ઉઠયો કે “આત્મા નથી દેવ નથી, ગુરુ નથી, ધર્મ નથી, તેથી ત્યાનાં શ્રી સંઘે સકલ સંઘને એકત્ર કર્યો, પરંતુ ત્યાં કોઈ વાદી નહોવાથી દશપુર નગરમાં યુગપ્રધાન પ્રવર શ્રી આર્ય-રક્ષિત સૂરિમહારાજા છે, એમ જાણી તેમના પાસે શ્રી સંઘે તે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬, માણસોને મોકલ્યા. તેમણે ત્યાં જઈને કહેવાથી વૃદ્ધાવસ્થાને લઈને ચાલવાની શક્તિ નહિ હોવાથી, વાદની લબ્ધિવાળા ગોખમાહિલને ત્યાં મોકલ્યો. તેણે ત્યાં જઈને નાસ્તિકને વાદમાંતુરત જીત્યો અને શ્રાવકોએ ચોમાસું પણ ત્યાં જ કરાવ્યું. ત્યારબાદ આચાર્ય મહારાજાએ વિચાર કર્યો કે ગણધર કોને કરૂં? આગળ ઉપર ગૌતમાદિક ગણધર અને મુનિમહારાજાઓએ ગણધર શબ્દને વહન કરેલ છે. તેને અપાત્રને વિષે સ્થાપન કરવાથી મહાન પાપકર્મ લાગે છે, તેથી દુર્બલિકા પુષ્પ-મિત્રાને આચાર્ય પદવી આપવાની વિચારણા કરી, કારણ કે મહાપુરુષોનો વિશ્રામ ગુણોને વિષે જ હોય છે. સ્વજનોનું મન આચાર્ય મહારાજના ભાઈ હોવાથી ફલ્યુરક્ષિતને આચાર્ય પદવી આપવાનું હતું અને સંઘનું તેમજ સ્વજનોનું મન તેમના મામા હોવાથી ગોદામોહિલને આચાર્યપદ આપવાનું મન હતું. ત્યારબાદ સમગ્ર સંઘ સમુદાયને તથા સ્વજન વર્ગને, તથા સાધુ સમુદાયને બોલાવીને ગુરૂમહારાજે ટાણ ઘડાના દૃષ્ટાંત કહ્યાં કે-૧ દુર્બલિકાપુષ્પમિત્રો પ્રત્યે હું વાલના ઘડાના પેઠે ખાલી થયેલ છું સમગ્ર સૂત્ર અર્થજ્ઞાનના આપવાથી, ૨ ફલ્યુરક્ષિતને હું તેલના ઘડાનો પેઠે રહેલ છું. એટલે તેલ ઘડામાં કિંચિત બાકી રહે છે તેમ કિંચિત જ્ઞાન, તેને આપતા મહારામાં બાકી રહેલ છે, અને ગોખમાહિલ પ્રત્યે હું ઘીના ઘડાના માફક રહેલ છું, એટલે જેમ ઘણું ઘી ઘડામાં ચોટી રહે છે, તેમ તેને આપતા મારામાં ઘણું જ્ઞાન બાકી રહેલું છે, માટે સમગ્ર સૂરા અર્થ તદુભાયુક્ત દુર્બલિકા પુષ્પ મિત્રને આચાર્યપદ આપી કહે છે કે ફલ્યુરક્ષિત તથા ગોદામોહિલ, તથા સાધુ-સાધ્વીયોને વિષે અમારા પેઠે વર્તન કરવું, તેઓ સર્વેને પણ કહ્યું કે, તમો સર્વે જણાએ પણ મારી ભક્તિને વિષે વર્તન કરેલ છે, તેમ આમના પ્રત્યે વર્તન કરવું. મેં તો તમારો અપરાધ સહન કરેલ છે, પરંતુ આ તો તમારો અપરાધ સહન નહિ કરે. આવી રીતે બંને પક્ષને શિક્ષા આપી, આહારપાણીનો ૭૨ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ત્યાગ કરી, અણસણ કરી આચાર્ય સ્વર્ગે ગયા. ત્યારબાદ સુરીશ્વરજીને સ્વર્ગે ગયેલા જાણી, સાંભળી, ગોખમાહિલ ત્યાં આવ્યો, અને ઘડાનાં દષ્ટાંતો સાંભળી જુદા ઉપાશ્રયે રહ્યો. પાછળથી ત્યાં આવવાથી સમગ્ર સંઘે ઉભા થઇ આદરમાન આપીને કહ્યું કે અહીંઆ રહો, પણ પોતાના વાદીપણાના ગર્વથી રહ્યો નહિ. વળી બીજાઓના ભેદો કરવામાં કુશળ છતાં પણ સૂરીશ્વરજીના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાળુ શ્રાવકોને તે ભેદી શકયો નહિ, તેનું કાંઇપણ ચાલ્યું નહિ, હવે દુર્બલિકાપુષ્પમિત્ર મહારાજા અર્થ પૌરિસી કરે છે તેને નહિ સાંભળતો પોતે બોલે છે કે “હે સાધુઓ ! વાલના ઘડાના જેવા આના પાસે તમે સાંભળો, એટલે તે સાધુઓમાં અવંધ્ય બુદ્ધિવાળા વિંધ્ય નામનો સાધુ તેને કહે છે જ્યાં સુધી સૂરિ ન આપે ત્યાં સુધીમાં કર્મપ્રવાદપૂર્વનો અર્થ કરીએ કે જીવ અને કર્મનો બંધ કેવા પ્રકારે થાય ? તે કહે છે : કર્મનો બંધ ત્રણ પ્રકારે છે : ૧. બદ્ધ, ૨. સ્પષ્ટ, ૩ નિકાચિત. તેમાં સોયના સમૂહના પેઠે બાંધેલ હોય તે બદ્ધ ૧. અત્યંત કીટ કાદવયુક્ત હોય તે સ્પષ્ટ, ૨. અને સોયને અગ્નિને વિષે તપાવી એક ઉપર બીજી મૂકી ઘણથી કુટીને એક કરી દેવી તે નિકાચિત તેના પેઠે રાગ-રોષવડે એવા કર્મોને કરી જીવો બાંધે છે. પોતાના તે તે પ્રકારના પરિણામને નહિ મૂકતો, જે જે પ્રકારના કર્મોને બાંધે છે તે નિકાચિત કર્મ કહેવાય છે. તે ઉદય આવ્યાથી અવશ્ય વેદવું જ પડે નહિ વેદેલ કર્મ કોઈ પણ પ્રકારે ભોગવ્યા વિના ચાલતું નથી. આવી રીતે સાંભળી ગોદામોહિલ તેને વારે છે કે એ પ્રકારેન હોય . પૂર્વે અમોએ એવી રીતે સાંભળેલ નથી ત્યારે વિધ્ય કહે છે કે એમ નહિ તો કેવી રીતે છે ? તે તું કહે ત્યારે ગોષ્ઠામાહિલ બોલ્યો કે -સાંભળો જેમ કંચુક પુરૂષને સ્પર્શ કરે છે, પરંતુ દેહના સાથે બાંધેલ નથી તેમ જેને જીવપ્રદેશના સાથે કર્મબંધન નથી, અને કર્મબંધન કથંચન કરેલ છે તેનું કર્મ સંસારના વિચ્છેદને માટે થશે નહિ, એવું અમને સૂરિએ 9િ3 For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કથન કરેલ છે. તે આ તમારો આચાર્ય જાણતો નથી. આવું સાંભળી મેં અન્યથા ગ્રહણ કરેલ હશે, એવું ચિંતવન કરી વિંધ્ય ફરીથી ગુરૂને પુછે છે, તેનો ઉત્તર સૂરિ તેને ફરીથી આપે છે તે તારું વચન સત્ય છે, ગોષ્ઠા મહિલનું વચન સત્ય નથી. આવી રીતે વિધ્ય ગોષ્ઠામાહિલને કહેતા તે સમયે તો મુંગો રહી વિચાર કરે છે કે પ્રસ્તાવે હું તેને ક્ષોભ કરીશ. અન્યદા નવમા પૂર્વમાં પ્રત્યાખ્યાનનો વિચાર ચાલે છે તેને વિષે સાધુ સંબંધે ત્રિવિધ ત્રિવિધેન પ્રાણાતિપાત જીવિતવ્યસુધી પ્રત્યાખ્યાન કરું છું એમ બોલે છે. એટલે ગોષ્ઠામાહિલ બોલ્યો કેતમોએ તે અપસિદ્ધાંત કેમ કહ્યો ? પ્રત્યાખાન કરવું તે સમાધિથી તમે સાંભળો સર્વ પ્રાણાતિપાત અપ્રમાણેક પ્રત્યાખ્યામિ, પ્રત્યાખ્યાન કરું છું. ત્રિવિધ ત્રિવિધન-એ પ્રમાણે પ્રત્યાખ્યાન નિશ્ચય હોય, કારણ કે એ પ્રમાણે પ્રત્યાખ્યાન કર્યું છતે આશંસાદોષવર્જિત હોય અને યાવત્ જીવ ભણતાં બીજાએ અંગીકાર કરેલ કહેવાય. પ્રાણીને જીવિત થકી મારીશ નહિ, મુમુક્ષુએ અપરિયાણે તે કરવું, એવી રીતે બોલનારા ગોષ્ઠામાહિલને વિંધ્ય સિદ્ધાંતની યુક્તિવડે કરી સમજાવ્યા છતાં પણ બોધ પામ્યો નહિ. પછી બહુશ્રુતોને પણ પુછયું, પરંતુ તેમણે પણ પૂર્વના પેઠે જ ઉત્તર આપ્યો. ત્યારબાદ શ્રી સંઘ કાઉસ્સગ્નધ્યાને રહ્યો તેટલામાં શાસન દેવતા આવ્યા. તેને ભગવાનના પાસે પૂછવા મોકલ્યા. તેણે કહ્યું કે “મને તમે કાઉસ્સગ્નનું બળ આપો” એમ કહી ભગવાન પાસે ગયા. ભગવાનને પુછયું કે શ્રીસંઘ સાચો છે કે ગોખામાહિલ ? ભગવાને કહ્યું કે શ્રી સંઘ સાચો છે. ગોષ્ઠામાહિલ વ્યર્થ સાતમો નિહ્નવ છે. શાસનદેવતાયે આવીને કહેવાથી શ્રી સંઘે કાઉસ્સગ્ગ પાર્યો, અને તે વાત ગોષ્ઠામાહિલને કહી ત્યારે તે બોલ્યો કે તે દેવીની શી તાકાત છે કે મહાવિદેહમાં જઈ શકે ? તે બિચારી અલ્પ શક્તિવાળી છે. આવી રીતે ભગવાનના વાકયોને પણ નહિ સદ્ધનાર ગોષ્ઠામાહિલને, દુર્બલિકાપુષ્પમિત્ર આચાર્યે કહ્યું કે, વચન ૭૪ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માનો, નહિ તો સંઘ બાહિર થશો. ૧. શ્રત, ૨ ભક્ત, ૩ પાન, ૪. ઉપધિ, ૫. અંજલી કરવાને વિષે દાપનાને વિષે ૬. નિકાયને વિષે. ૭. અભ્યસ્થાને, ૮. વંદને, ૯. વૈયાવચ્ચે, ૧૦. સમવસરણે, ૧૧ આસને, ૧૨ વ્યાખ્યાને કથાનિમંત્રણે આ બાર પ્રકારે શ્રી સંઘે તેને સર્વથાસંઘ બાહેર કર્યો. તે બાર પ્રકારનો કલ્પ પંચકલ્પને વિષે રહેલો છે. આવી રીતે સાતે નિતવો અલ્પ વિસંવાદ કરનારા કહ્યા. ૮. શિવભૂતિ નામનો આઠમો નિહ્નવ થયો. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૬૦૯ વર્ષે બહુ વિસંવાદ કરનારો, આઠમો નિર્ભવ થયો. રથવીર નગરને વિષે શિવભૂતિ દિગંબર બૌટિક થયો. તેની ઉત્પત્તિ કહે છે-રથવીર નામના નગરના દીપિકા નામના ઉદ્યાનને વિષે એકદા પ્રસ્તાવ આર્ય કૃષ્ણ નામના આચાર્ય મહારાજા આવીને સમવસર્યા. તે નગરમાં એકદા પ્રસ્તાવ પ્રગટ પરાક્રમવાળો શિવભૂતિ નામનો ભટ, એકલો પણ સહસ્ત્રમલ્લ રાજા પાસે સેવા કરવા માટે ગયો, રાજાએ કહ્યું કે તારી પ્રથમ પરીક્ષા કરું, ત્યારબાદ તેને ઉચિત પગાર આપું. તેણે કહ્યું કે બહુ સારું. ત્યરાબાદ કાળીચૌદશને દિવસે તેને કહ્યું કે તું ભૂત, પ્રેત, વનયુક્ત સ્મસાને જા. તયાં પશુને હણ મદ્ય, માંસ યુક્ત માતાની બલિને કર. કૌતુકને જો. એમ કહેવાથી તે ત્યાં ગયો એટલે રાજાયે ગુપ્ત રીતે માણસોને ત્યાં મોકલ્યા અને કહ્યું કે આને નવનવી રીતે શીયાળીયા વિગેરેના શબ્દોથી ડરાવજો આવી રીતે શીખવીને મોકલ્યા, ને તે પ્રમાણે ડરાવવા લાગ્યા, પણ તેનો રોમ માત્ર ડગ્યો નહિ, શિવભૂતિ હિંસા કરી, માતાની બળી કરી માંસ ખાવા બેઠો, અને બીજાઓયે ભય પમાડવાથી કાંઈ પણ ડર્યા નહિ. આવી વાત તે લોકોએ રાજાને કહેવાથી તેને ઉચિત પગાર કરી આપી નોકરીમાં રાખ્યો. એકદા રાજાએ યોદ્ધાઓને હુકમ કર્યો કે મથુરા કબજે કરો. તે લોકોએ વિચાર કરવા માંડયો કે, મથુરા કઈ લેવી ? માટે ચિંતામાં પડ્યા કે શું કરવું ? તેટલામાં શિવભૂતિ ૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો તેમણે તેને ચિંતાગ્રસ્ત દેખીને ચિંતાનું કારણ પૂછયું. તેઓએ કઈ મથુરા લેવી ? વિગેરે કહ્યું, એટલે શિવભૂતિ બોલ્યો કે કાંઇ શું ? વળી સમકાળે બન્ને મથુરા લેવી. તેથી તેઓ બોલ્યો કે બન્ને મથુરા અમારાથી સાથે લઇ શકાશે નહિ, કારણ કે એકને લેતાં ઘણો કાળ લાગશે, તો બન્ને કેમ લેવાય ? તેથી સહસ્ત્રમલે કહ્યું કે, જે કઠણ દુર્જય હોય તે મને આપો, અને બીજી તમો લ્યો. તે સાંભળી સૈન્યના યોદ્ધાઓએ કહ્યું કે પાંડુમથુરાને તમો લ્યો. એમ કહેવાથી તે એકદમ દોડયો અને એકી સપાટે આસપાસનાને જીતી લઈ મથુરાને એકદમ કબજે કરી રાજાને કહ્યું તેથી રાજાએતુષ્ટમાન થઈ કહ્યું કેતું બોલ, તને શું આપું ? એટલે તે બોલ્યો કે નગરમાં મારી ઇચ્છા માફક હું ફરી શકું, તેજ મારી માંગણી છે. રાજાએ કહ્યું કે, એમજ હો. તેથી તે સ્વેચ્છાયે નગરમાં ફરતો મધ્ય રાત્રિયે પણ નગરમાંથી પોતાના ઘેર આવતો નથી, તેની સ્ત્રી પતિવ્રતા છે તેથી તે ઘરે આવ્યા વિના ખાતી, પતિ, સૂતી નથી. અન્યદા સાસુએ દુઃખનું કારણ પુછવાથી, અત્યંત ખેદને હૃદયમાં ધારણ કરીને કહે છે કે હે માતા ! તારો પુત્ર અર્ધી રાત્રિ સુધી પણ ઘરે આવતો નથી, તેથી હું સુધાવડે કરી તેના વિના પીડા પામું છું, માટે હે માતા ! હું કેમ કરૂં? સાસુયે કહ્યું કે, તું આજે સુઇજા, હું આજે જાગું છું. તેમ સાસુના કહેવાથી તે સૂઈ ગઈ. ત્યારબાદ બારણાને દઢતાથી બંધ કરી સાસુ જાગતી રહી છે, તેવામાં તેના દીકરા શિવભૂતિયે આવીને બારણા ખખડાવ્યાં, તેથી તેની માતાએ તિરસ્કાર કરીને કહ્યું કે અત્યારે જ્યાં બારણા ઉઘાડા હોય ત્યાં જા. તેણીએ એમ કહેવાથી રોષ અભિમાનથી નગરમાં ચાલ્યો, અને ભવિતવ્યતાના યોગે આર્યકુષ્ણસૂરિના ઉપાશ્રયના બાર ખુલ્લા હોવાથી ત્યાં ગયો. અને સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે હે ભગવન્! મને દીક્ષા આપો, ગુયે ના પાડયા છતાં પણ પોતાના મસ્તકના કેશનું ઉત્થાપન કરી લોચ કર્યો. ત્યારબાદ સાધુવેષ તેને આપી તેને સાથે લઇ ગુરૂએ ત્યાંથી વિહાર For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કર્યો. ત્યારબાદ કેટલેક કાળે ફરતા ફરતા ફરીથી તેના ગામમાં આવ્યા. રાજાએ તેનું આગમન જાણી તેને બોલાવી રત્નકંબળ આપી. સૂરિએ તે હકીકત જાણવાથી હ્યું કે તે આપણે લેવા યોગ્ય નથી, માટે લેવી નહોતી, કારણ કે સાધુઓને બહુમૂલ્યવાળી વસ્તુઓ લેવાય નહિ. એમ કહી તેને પુછયા વિના જ તેના ટુકડા કરી સાધુઓને એક એક આપી દીધા. તેથી તે ગાઢ કષાયયુક્ત થયો અને ગાઢ ગુણોને ઉપાર્જન કરતો તથા ગાઢ તપસ્યા કરતા છતા પણ ગુરૂને વિષે પ્રેમ રાગવાળો ન થયો. અન્યદા વાચનાકાળે ગુરૂ મહારાજ જિનકલ્પીનું વ્યાખ્યાન કરે છે, તે જીનકલ્પલ્પિકો બે પ્રકારના છે. ૧. પાણિપાત્રા, ૨. પતગ્રહા, અને તે પણ બે પ્રકારે : ૧. સવર્ડ્સ, ૨. વિવસ્ત્ર. ભેદથી બે પ્રકારે છે. તે સાંભળી શિવભૂતિ કહે છે કે તમે તે કલ્પનું આચરણ કેમ કરતા નથી ? ગુરૂએ કહ્યું કે હાલમાં તે માર્ગનો નાશ થયેલ છે. શિવભૂતિયે કહ્યું કે મારા વિદ્યમાન છતાં અને પરલોકની ઇચ્છા કરતા છતાં તે માર્ગ વિચ્છેદ થાય જ નહિ, કારણકે સાધુને સર્વથા નિષ્પરિગ્રહતા કલ્યાણકારી માનેલ છે, તેથી ગુરૂ કહે છે કે ધર્મોપગ્રહ પરિગ્રહ ન કહેવાય, તે માટે નીચે મુજબ કહેલું છે. નહિ દેખાય એવા ઘણા જીવજંતુઓ છે, તેની દયાના ખાતર રજોહરણ રાખવાનું કહેલું છે. કહયું છે કે - ग्रासने शयने, याने निक्षेपे ग्रहणे तथा । गात्रसंकोचने चेष्टं, तेन पूर्वे प्रमार्जनं ॥१॥ तथा संपातिमाः सत्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे । तेषां रक्षानिमित्तं च, विज्ञेया मुखवस्त्रिका ॥२॥ भवन्ति जन्तवो यस्मात्, भक्तपानेषु केषुचित् । तस्मात् तेषां परीक्षार्थं, पात्रग्रहणभिष्यते ॥३॥ सम्यक्त्व ज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थेदः, स्मृतं चीवरधारणं ॥४॥ 99 ભાગ-૬ ફર્મા-૭ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ शीतवातातपंशै-मशै श्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं, नसम्यक् संविधास्यति ॥५॥ तस्य त्वग्रहणे यत्स्यात्, क्षुद्रप्राणिविनाशनं । રાધ્યાનોuધાનો વા, મહીપતવૈવ તુ યાદ્દા सहिषूर्यस्तुनो धर्मबाधकस्तद्विनापि हि । તસ્વૈતરતું નાચ, યદુ ાં પૂર્વસૂરિમિ: Iછા. यः येतान् वर्जयेदोषान्, धर्मोपकरणाद्रते । तस्यात्वग्रहणं युं , य: स्याज्जिन इव प्रभुः ॥८॥ तद्वज्रर्षमनाराचे, भवेत्संहनने पुनः । इति तैरुच्यमानोऽपि, त्यक्त्वा वस्त्राण्ययंगतः ॥९॥ ભાવાર્થ : આસનને વિષે, શયનને વિષે, ચાલવાને વિષે, વસ્તુને સ્થાપન કરવાને વિષે, તથા ગ્રહણ કરવાને વિષે,તથા શરીરને સંકોચવાને વખતે, પ્રથમથી જ પૂંજવા પ્રમાર્જવાને માટે રજોહરણ રાખવું, તે ઈષ્ટ કહેલી છે. ૧-૨. તથા પડતા એવા સૂક્ષ્મ અને બીજા વ્યાપ્ત થયેલા જીવોની રક્ષા કરવા નિમિત્તે, મુહપત્તિ રાખવાનું કહેલ છે. ૩. કોઈ કોઈ ભક્ત પાનને વિષે, એટલે આહારપાણીને વિષે જીવજંતુઓ હોય છે અગર પડે છે તેની પરીક્ષા કરવા માટે પાત્ર રાખવાનું કહેલ છે. ૪. સમ્યકત્વ, જ્ઞાન, શીયલ વિગેરેની સિદ્ધિને માટે અગર તેમના ઉપગ્રહને માટે વસ્ત્ર ધારણ કરવાનું કહેલ છે. પ-૬. વળી શીત, વાત, આતપ, દંશ, મશક વિગેરેથી ખેદ પામીને સમ્યક્ત્વાદિકને વિષે પોતે સમ્યક્ પ્રકારે, રખેને ધ્યાન ન કરે તેના માટે, તથા તેને નહિ ગ્રહણ કરવાથી જે ક્ષુદ્ર પ્રાણિઓનો વિનાશ થાય છે, અગર જ્ઞાનધ્યાનનો ઉપઘાત થાય છે, તેથી મહાન્ દોષ લાગે છે માટે વસ્ત્રનું ધારણ કરવું તે શ્રેયસ્કર છે. ૭. હવે જે ઉપરોક્ત તમામને સહન કરનાર છે તેને તેના વિના ધર્મબાધકતા નથી. તેને જિનકલ્પીપણું હો, પણ બીજાને એટલે તેનાથી વિપરીતને નહિ. કારણ M 9૮) For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે પૂર્વસૂરિએ કહ્યું છે કે ૮. જે માણસ ધર્મોપકરણ વિના પણ એ ઉપરોક્ત દોષોને વર્જે છે તેને જિનકલ્પીપણું ગ્રહણ કરવું યુક્ત છે, કારણ કે તે જિનના પેઠે તમામ આદરવાને શક્તિમાન હોય છે ૯. વળી તે પણ વ્રજઋષભનારાચસંઘયણવાળો હોય તે જ કરી શકે છે, બીજો નહિ. આવી રીતે કથન કર્યા છતા પણ શિવભૂતિ વસ્ત્રનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. તે સમયે ઉત્તરા નામની તેની બહેન તેને વંદન કરવાને માટે આવી હતી. તેણે પોતાના ભાઈને, સર્વ વસ્ત્રોને ત્યાગ કરી જતો જોઈ તેણી પોતે પણ સર્વ વસ્ત્રોને ત્યાગ કરી તેના પાછળ ચાલી. તેને નિર્વસ્ત્રા દેખી, એક ગણિકાએ વિચાર કર્યો કે, લોકો આનો દેદાર દેખી અમારાથી વિરક્ત થશે, તે ન થાઓ ! એમ ચિંતવન કરી તેણીના ઉપર એક સાડી નાખી તે ઇચ્છતી નથી તેથી તેના ભાઇએ કહ્યું કે દેવતાએ આપેલ છે, માટે તેને તું ગ્રહણ કર, કારણ કે તમારે સ્ત્રી જાતિને મોક્ષ નથી માટે ગ્રહણ કરવામાં બાધ નથી તેથી તેણીયે રાખી, અને હાલમાં પણ એમ જ છે. તે શિવભૂતિને કૌડિન્ય, કોટ્ટવિરક બે શિષ્યો થયા. એ પ્રકારે પરંપરાથી તેની વિશાલતા થઈ. એવી રીતે કેટલાકો બોધિસુલભતાને પામીને પાછા મિથ્યાત્વના ઉદયને લઇને પ્રાપ્ત કરેલ બોધિબીજને નષ્ટ કરે છે. એવી રીતે કેટલાકો બોધિબીજને પામીને પણ, અને તીર્થકર માહરાજાના દેખતા છતા પણ મોહરૂપી અંધકારથી બાધા પામી, અફળાઈને નીચે પડે છે, અને સંસારરૂપી વિકટુ કૂવાને વિષે પડેલા તેઓને ધારણ કરવાને ઉદ્યમ, તથા પડેલાને બહાર કાઢવાનો ઉદ્યમ, પછી કોઇપણ પ્રકારે હાથમાં આવી શકતો નથી, એવી રીતે આઠમો નિcવ થયો. ગુણોને વિષે આદર નાર પુરંદર રાજાની ક્યા વાણારસી નગરીને વિષે વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો.તેને એક કમલા નામની અને બીજી માલતી નામની બે રાણીઓ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હતી. તેમાં કમલાનો પુરા ગુણી-ગુણરાગી સુશીલ હતો. એકદા તે પુરંદરે માલતી રાણીને રાગાંધ તથા પોતાને વિષે રક્ત જાણીને પોતાના શીયલનું રક્ષણ કરવા માટે દૂર દેશે ગયો. રસ્તામાં ચાલતા તેને એક બ્રાહ્મણ મલ્યો ત્યારબાદ આગળ ચાલતા તે પુરંદરે પોતાના પૂર્વ વૈરી વજનાભ પલ્લિપતિને જીત્યો. ત્યારબાદ બ્રાહ્મણ યુક્ત તે નંદીપુરે ગયો. ત્યાં એક સિદ્ધપુરૂષે તેને વિદ્યા આપી. તે વિદ્યા નિરંતર હજાર સુવર્ણ મહોર આપે છે. ત્યારબાદ કુમારની અત્યંત પ્રાર્થનાથી તે સિદ્ધ પુરૂષે અત્યંત અયોગ્ય એવા બ્રાહ્મણને પણ વિદ્યા આપી. ત્યારબાદ તે બ્રાહ્મણ વિદ્યા લઈને ક્યાંઇક ગયો. ત્યારબાદ શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનાર તે કુમારે તે વિદ્યા સાધી, તેથી તુષ્ટમાન થયેલી વિદ્યા દેવીએ કુમારને કહ્યું કે હે કુમાર ! તે બ્રાહ્મણ કયાં ગયો, એવી તાહારે ચિંતવના ન કરવી. સમયે બધું જણાઈ આવશે, આવી રીતે કહીને તે દેવી પોતાને સ્થાને ગઇ કુમાર પણ બ્રાહ્મણને નહિ દેખવાથી, દુઃખી થઈને નંદિનીપુરે ગયો. ત્યા વિદ્યાઓ આપેલા સુવર્ણના પ્રભાવથી સુખી થઇને તે રહ્યો ત્યાં મંત્રીના પુત્ર શ્રી નંદનના સાથે તેને મિત્રતા થઈ. તે નગરનો સુર નામનો રાજા છે, બંધુમતી નામની તેને પુત્રી છે. તેણીનું કોઈ એક વિદ્યાધરે હરણ કર્યું તેથી રાજા અત્યંત દુઃખી થયો, તેથી શ્રી નંદનના વચનવડે કરી રાજાયે વિદ્યા બલીષ્ટ તે પુરંદર કુમારને બોલાવ્યો, અને કહ્યું કે હે પુરૂષ વિદ્યાના બળથી મારી પુત્રીને તું લાવી આપ. ત્યારબાદ કુમારે વિદ્યાનું સ્મરણ કરવાથી આવેલી વિદ્યા દેવીયે બનાવેલા વિમાનમાં તે બેઠો, અને ધવલકૂટ પર્વતે ગયો. ત્યાં ચૂડામણિ વિદ્યાધરને તે કન્યાની પ્રાર્થના કરતો દેખ્યો, તેના જોડે યુદ્ધ કરીને કુમારે તે વિદ્યાધરને જીત્યો, તેથી તે વિદ્યાધરની સાથે કુમારને મિત્રાઈ થઇ. કુમારે પણ તેને પરસ્ત્રીનો નિયમ આપ્યો. ત્યારબાદ તે કન્યાને લઇને કુમાર નંદીપુરે ગયો, તેથી સંતુષ્ટ થયેલા રાજાયે તેને તે પોતાની પુત્રી ૮0. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બંધુમતી આડંબરથી પરણાવી. ત્યારબાદ મોટી વિભૂતિ સહિત મહાન આડંબરથી વાણારસી નગરીમાં આવીને પોતાના માતાપિતાને મળ્યો. એવામાં ત્યાં જૈન ગુરૂ આવ્યા, તેના પાસે ધર્મદેશના સાંભળીને વિજય રાજાયે વૈરાગ્યથી દીક્ષા લીધી. ત્યારબાદ પુરંદર રાજા થયો. કમલા તથા માલતીયે પણ પોતપોતાના દુષ્ટકૃત્યની આલોચના લઈને દીક્ષા લીધી. હવે તે પુરંદર રાજા રાજય કરવા લાગ્યો એક દા પ્રસ્તાવે ગોખમાં બેઠો હતો તેવામાં રસ્તાને વિષે કુષ્ટી થયેલા તે બ્રાહ્મણને જતો દેખ્યો તેને તેવા પ્રકારે જતો દેખીને પુરંદર રાજાયે દેવીને બોલાવી પૂછયું કે આ શું થયું? એટલે વિદ્યાદેવી બોલી કે હે રાજનું ! આ બ્રાહ્મણ ગુણનો મત્સર કરનાર, ગુણીનો દ્વેષ કરનારો છે, અને ગુણી લોકોની હાંસી કરવાવાળો છે, તેથી ક્રોધ પામીને મેં જ તેની વિડંબના કરી છે. ત્યારબાદ રાજાએ બહુ ઉપરોધ કરવાથી દેવીએ તે બ્રાહ્મણને નિરોગી કર્યો. ત્યારબાદ પુરંદર રાજાએ દીક્ષા લીધી અને કર્મ ક્ષીણ કરવા નિમિત્તે પ્રતિમા અંગીકાર કરી નગરની બહાર કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા, ત્યાં વજભુજ નામના પલ્લિપતિએ તેની ચારે બાજુ અગ્નિ પ્રજવલિત કરી ઉપસર્ગ કરવાથી કેવળજ્ઞાન પામી મુક્તિને વિષે ગયા. चंदनं चतुरद्वारं, चामरं चीरचन्द्रमाः । चंपकं चतुरा नारी, ग्रीष्मे सप्तसुखावहाः ॥१॥ ભાવાર્થ : ચંદન ૧, પવન આવે તેવું ચાર દ્વારનું ઘર, ૨, ચામર ૩, ચીર ૪. ચંપો. ૫. ચંદ્રમાં ૬. ચતુર સ્ત્રી ૭. આ સાતે ઉનાળાની ઋતુમાં સુખને કરનારા છે. जननी जन्मभूमि च, जानवी च जनार्दनः ।। जनक:पंचमश्चैव, जकारा पंच दुर्लभाः ॥१॥ ભાવાર્થ : જનની ૧, જન્મભૂમિ ૨, ગંગા નદી ૩, કૃષ્ણ મહારાજા ૪ અને પિતા પ. આ પાંચ કાર પ્રાપ્ત થવા દુર્લભ છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ परदर्शने माताप्रशंसा उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता । सहस्त्र तु पितुर्माता, गोरवेणातिरिच्यते ॥१॥ अष्टषष्टिश्च तीर्थानि, त्रयस्शकोटिदेवता । છાશતિસહસ્ત્રાનિ, માતુઃ પારે વસતિ યારા पतिता गुरवस्त्याज्या, माता नैव कदाचन । गर्भधारणपोषाभ्यां, तेन माता गरीयसी ॥३॥ तीर्थानामष्टषष्टिर्या , प्रोक्ता स्मृतिषु भारत !। तेषु भागीरथी श्रेष्ठा, ततोऽपि जननी मता ॥४॥ इति मनुस्मृतौ मनुः इति श्राद्धगुणविवरणे ભાવાર્થ : દસ ઉપાધ્યાય કરતા એક આચાર્ય શ્રેષ્ઠ ગણાય અને સો આચાર્ય કરતાં પિતા શ્રેષ્ઠ ગણાય પિતા કરતાં હજારગણી માતા શ્રેષ્ઠ ગણાય એટલે તે વિશેષ પ્રકારે પૂજનિક ગણાય છે ૧. અડસઠ તીર્થો અને તેત્રીશ કોટી દેવતા અને અઠયાશી હજાર દેવો માતાના ચરણકમળને વિષે વસે છે ૨ ભ્રષ્ટ થયેલા ગુરૂનો ત્યાગ કરવો, પરંતુ માતાને કોઈ દિવસ ત્યાગ કરવી નહિ, કારણ કે ગર્ભને ધારણ કરવાથી તેમજ પોષણ કરવાથી માતા મોટી છે. તેથી ગૌરવ કરવા લાયક છે. ૩. સ્મૃતિ ભારત પુરાણને વિષે અડસઠ તીર્થો કહેલા છે. તેના કરતાં ગંગા નદી શ્રેષ્ઠ છે. તેના કરતાં પણ માતાને શ્રેષ્ઠ માનેલી છે. ૪ એ પ્રકારે મનુસ્મૃતિમાં કહેલ છે. ઇતિ શ્રાદ્ધ ગુણવિવરણે. माता पिता पूजा फळ मातृपितादिवृद्धानां, नमस्कारं करोति यः । तीर्थयात्रा फलं तस्य, तत्कार्यो सौ दिने दिने ॥१॥ તિ શ્રદ્ધ, વિવરપછે. ભાવાર્થ : માતા, પિતા અને વૃદ્ધાદિકને નમસ્કાર જે કરે છે તેને તીર્થયાત્રાનું ફળ મળે છે. દિવસે દિવસે માતા, પિતા, વૃદ્ધાદિકને For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જરૂરાજરૂર નમસ્કાર કરવો. (મહાદેવ કોને કહેવા) દેવતા વિશેષમાં જેને રાગ નથી તે મહાદેવ કહેવાય છે હવે અહીં કોઇપણ દેવનું નામ નિરધારણ કર્યા સિવાય પારંગત, સુગત, હરિહર, હિરણ્યગર્ભ, આદિ દેવતાઓનો સામાન્ય નિર્દેશ કર્યો તેથી શાસ્ત્રકાર પોતાનું મધ્યસ્થપણ બતાવે છે અને કહે છે કે યત: पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु, युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥ ભાવાર્થ : ભગવાન વીરપ્રભુને વિષે મારો પક્ષપાત નથી, તેમજ કપિલાદિકને વિષે મને દ્વેષ પણ નથી, જેનું વચન યુક્તિયુક્ત હોય તેનેજ ગ્રહણ કરવું, કારણ કે તેમ કરવાથી ઘણો જ ફાયદો થાય છે. આવી રીતે માધ્યસ્થ વચનથી પોતાના વિષે સાંભળનારાઓની ઉપાદેય બુદ્ધિ ઉપાર્જન કરી, કારણ કે અનાગ્રહથી જ સાંભળનારા પાસેથી તત્ત્વાધિગમની પ્રાપ્તિ થાય છે. યાદુંआग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति र्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥ ભાવાર્થ : બત તિ વિતર્ક આગ્રહી માણસની બુદ્ધિ જેને વર્ષ પ્રવેશ કરે છે, તેને વિષેઝ યુક્તિનું સ્થાપન કરે છે, અને પક્ષપાત રહિતની મતિ જયાં પ્રવેશ કરે ત્યાં સ્થિરતાને પામે છે, કારણ કે પક્ષપાત રહિતની યુક્તિ બહુ જ ગુણ યુક્ત હોવાથી બુદ્ધિના વિસ્તારને પામી કાર્યની સાફલ્યતા કરનારી હોય છે. હવે રાગ રહિતના સ્વરૂપનું પ્રતિપાદન કરતાં કહે છે. કે જેને કોઈક પણ પ્રકારે કલેશને ઉત્પન્ન કરનાર રાગ નથી તેને કોને ? તો કહે કે તે મહાદેવને રાગના અંશનો પણ અભાવ પ્રતિપાદન કરેલા છે. અહીં કદાચ શંકા થાય કે ઉપશાંત મોહ અવસ્થાને વિષે ઉદયની For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અપેક્ષાએ અને કદાચ રાગના ભેદની અપેક્ષાએ બને. તો કહે કે તેમ નથી. સત્તાની અપેક્ષાએ વિષય રાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, રૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ, અભિમ્પંગ સ્વભાવરૂપ બંધ, ઉદય, સત્તાલક્ષણ રાગ નથી એમજ નહિ, કિંતુ દ્રષ પણ સર્વથા પ્રકારે નથી. કોને વિષે નથી ? તો કહે છે કે સર્વપ્રાણીયો જે પ્રાણવિષયક વ્યવહારને વિષે યુક્ત છે, અને અપ્રાણીને વિષે પણ ક્રોધ, માનાદિકનું ધારણ કરવાપણું જે છે તે મહા મોહનીજ વિટંબનારૂપ છે, જે માટે કહ્યું છે કે - किएंतो कठ्यरं, मूढो जं थाणुगंमि अप्फिडिओ । थाणुस्स तस्स रुसइ न अप्पणो दुप्पउत्तस्स ॥१॥ ભાવાર્થ : એના થકી બીજું કષ્ટમાં કષ્ટ કરનારૂં શું હતું ? કે મૂઢ માણસ ખીલા સાથે અફળાવાથી ખીલાના ઉપર રૂષ્ટમાન થાય છે, પરંતુ પોતાના દુરૂપોયગનું કારણ છતાં પણ તે દુરૂપયોગના ઉપર રૂષ્ટમાન થતો નથી, માટે પોતાના ઉપયોગનું શૂન્યપણું પોતાનેજ કષ્ટ આપનાર છે. તેકારણ માટે જ વિષય વિશેષના અભિધાનથી ઉત્પાદન કર્યું, તેમાં સંવ્યવહારયુક્ત પ્રાણી કહ્યા તે પણ જીવ, અજીવ વિષયના ઉપલબ્ધ પણાથી, કારણ કે જીવાજીવ વિષયપણાથી મહાવિષયવડે કરી પ્રાધાન્યાત્ રાગનું આદિને વિષે ઉપાદન કારણ કહેલ છે, તે કારણ માટે સમગ્ર લોકોએ જાણેલ પર અભિમન્ત દેવતાઓનાં મહત્વનાં અભાવને કહેવાને ઇષ્ટ પણે છે, માટે પ્રતિપંથી, અપ્રતિપંથીને વિષે પણ દ્વેષ કેવો છે તે કહે છે. શમ, ઉપશમ, ક્ષાત્યાદિ ભાવ, તેજ લાકડા તેને બાળવામાં અગ્નિ સમાન છે, કારણ કે દ્વેષનું સ્વરૂપ એવું જ છે. બાકી કેવળ રાગદ્વેષ અને મોહ આ ત્રણે નથી તેજ સત્ય મહાદેવ કહેવાય છે. મોહ સારા પદાર્થના સજ્ઞાનને આચ્છાદાન કરવાવાળો છે, સજ્ઞાનના આચ્છાદાન કરવાથી લોકોને મેષ, M ૮૪ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કલંકિત ચેષ્ટાવાળા કરે છે, અને તે મોહનો મહિમા પ્રસિદ્ધ છે. હવે સમગ્ર મનુષ્યોના સમૂહને નાશ કરવામાં સમર્થ અને સમગ્ર પુરૂષ ચક્રને વિષે ચૂડામણિ સમાન મહામહિમાવડે કરી ત્રિલોકને વિષે પ્રસિદ્ધ જેનો મહિમા છે તેજ મહાદેવ છે, તેમજ દેવ દેવેંદ્ર, અસુર, નાગાદિ લોકને કદર્થના કરનાર રાગાદિક શત્રુઓના સમૂહને જીતનારને તોલે કોઈ આવી શકતું નથી. કહ્યું છે કે – रागद्वेषमहामोहेः, कर्थितजगज्जनैः ।। नाभिभूतं मनो यस्य, महिम्ना तस्य कः क्षमः ॥१॥ | ભાવાર્થ : રાગદ્વેષ તથા મહામોહવડે કદર્થના પામેલા જગતના લોકોથી જેનું મન પરાભવને પામેલ નથી તેનો મહિમા કહેવાને માટે કોણ સમર્થ હોય છે ? અર્થાત્ કોઈ જ નહિ, કારણ કે તેવા મહાત્માઓનો મહિમા કોઈ અલૌકિક જ હોય છે. જે અસાધારણ ગુણગણ માણિકયના સમુદ્ર સમાન અત્યંત સ્તવના કરવા લાયક હોય છે તેજ દેવ મહાદેવ કહેવાય છે. જેમ સૂર્યના કિરણો કોઇ જગ્યાએ વાદળાથી દેશથી આચ્છાદિત હોય છે, અને કોઇક જગ્યાએ સર્વથી આચ્છાદિત હોય છે. તેમ હવે કોઇકને રાગ થોડો હોય છે અને કોઇકને વધારે સર્વદેશિક હોય છે. શૃંગારરસ પરિકિત એકાંત શાંતરસમાં નિમગ્ન હોવાથી કામિની, અક્ષમાલા, આયુદ્ધ અને અનુગ્રહ નિગ્રહથી રહિત હોય છે તેજ મહાદેવ કહેવાય છે. યાरागोगना संगमनानुमेयो, द्वेषो द्विषद्दारगाहेतुगम्यः। मोहकुवृत्तागमदोषसाध्यो, नो यस्य देवः सचैवमर्हन् ॥१॥ श्रृंगारादिरसांगारै नरुनं देहिनां हितम् । एकांतशांततोषेत, मार्हतवृत्तमद्भूतम् ॥२॥ | ભાવાર્થ : સ્ત્રીઓના સાથે સંગ કરવાથી રાગી અનુમાન કરી શકાય છે, અને શત્રુઓના વિદારણ કરવાથી બ્રેષના હેતુભૂત હેવી ( ૮૫ - For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કહેવાય છે, ખરાબ વ્રત તથા કુઆગમરૂપ દોષના સંસાધનપણાથી મોહી કહેવાય છે-એ ત્રણે જે દેવને ન હોય તે અહંનું કહેવાય છે. ૧ શૃંગારાદિ રસરૂપી અંગારાવડે કરીને જે પ્રાણિયોનું હિત દુવાણું નથી અર્થાત્ શાન્તિમય મન જેનું રહેલું છે તે એકોતર્થાત વડે કરીને યુક્ત ભાવ પામેલું જિનેશ્વર મહારાજનું અદ્દભૂત વ્રત હોય છે. સબબ અહંનદેવનું નિરાગી નિર્વેષી નિર્મોહીપણું શાંતતા સહિત હોય છે, હવે દેવતાઓમાં રાગાદિ સ્વરૂપને ભજનારા દેવોનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. યથાब्रह्मा लूनशिराहरिशिसरुग्व्यालुप्तशिनोहरः, सूर्योऽप्युल्लिखितो न लोप्यखिलभुक् सोमः कलंकांकितः। स्वार्नाथोपिविसंस्थुल) खलु वपु-संस्थैरुपस्थैः कृतः, सन्मार्गस्खलनाद्भवन्ति विपद : प्रायः प्रभुणामति ॥१॥ यद्ब्रह्मा चतुराननः समभवदेवो हरिवमिनः, शक्रो गुह्यसहस्त्रसंकुलतनुर्यच्चक्षयी चन्द्रमा : । यजजहवा दलनामवापुरहयो राहुः शिरोमात्रताम्, तृष्णेदेवि विडंबनेयमखिला लोकस्य युष्मतकृता ॥२॥ ભાવાર્થ : બ્રહ્મા, લૂન શિરા, એકેમ, તે કહે છે, એકદા તે ત્રીશ કોડ દેવતાઓ એકત્ર મલ્યા ત્યાં તેઓ પરસ્પર માતાપિતાના વર્ણનને કરે છે તે અવસરે દેવતાઓએ કહ્યું કે અહો, અહો, મહેશ્વરનાં માતા પિતા કોઈ જણાતાં નથી માટે તેને તે નથી આવા પ્રકારનું દેવતાઓનું વચન સાંભળીને ગધેડાના આકારવાલા એવા બ્રહ્માના પાંચમા મુખે ઈર્ષાથી કહ્યું કે સર્વ પદાર્થોને જાણનાર હું જીવતો વિદ્યમાન છતાં એવું બોલવાને કોણ સમર્થમાન છે કે મહેશ્વરનાં માતાપિતા જણાતા નથી. જે કારણ માટે હું જાણું છું. ત્યારબાદ બ્રહ્માએ કહેવા માંડ્યું તેથી નહિ પ્રકાશ કરવા લાયક પ્રકાશ ૮૬ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવાથી ક્રોધિત થએલા મહાદેવ કનિષ્ઠા છેલ્લી આંગળીના નખશુક્તિરૂપી તલવારવડે કરીને સમગ્ર દેવતાઓના સમૂહ સમક્ષ જલ્દીથી બ્રહ્માનું ગર્દભ-શિર કાપી નાખ્યું. બીજાઓ કહે છે કે બ્રહ્મા અને વાસુદેવને પોતપોતાનાં મહત્વનો વિવાદ થયો. તે બન્ને લડતા લડતા મહાદેવ પાસે આવ્યા. મહાદેવે કહ્યું કે તમારે બન્નેને વિવાદ કરવાથી સર્યું, જે મારા લિંગનો અંત આણશે તેજ તમારા બેમાંથી મોટો કહેવાશે. ને બીજો નાનો કહેવાશે. તેથી વાસુદેવ લિંગનો અંત લેવાન માટે નીચે ગયો. હવે તે ઘણા મહાવેગવડે કરીને જવાથી પણ તેનો અંત પામ્યો નહિ, અને પાતાલને વિષે રહેલ વજ અગ્નિવડે કરી આગળ જવામાં અશક્ત છતાં, તેના સંતાપથી શ્યામ શરીરવાળો થઈ ગયો તેથી પાછો ફરી મહાદેવ પાસે ગયો, અને કહ્યું કે તમારા લિંગનો અંત નથી. બ્રહ્મા પણ ઉપર તે જ પ્રમાણે ગયો ને લિંગનો અંત પામ્યો નહિ તેથી ખેદ પામ્યો. પછી લિંગની ઉપરથી નીચે પડતી માલાને પામી તેને પૂછે છે કે તું કયાંથી ? તેથી તે માલા બોલી કે મહાદેવના લિંગના મસ્તક ઉપરથી ત્યારે બ્રહ્માએ તેને પુછયું કે ત્યાંથી અહીં આવતાં તને કેટલો કાળ લાગ્યો ? તેણીયે કહ્યું કે છ માસ બ્રહ્માએ કહ્યું હું લિંગનો અંત લેવા જતો હતો, પણ તે માર્ગ છ માસનો બહુ લાંબો બતાવ્યો તેથી હું ખેદ પામીને પાછો ફરીશ, માટે મહાદેવ તને જયારે પૂછે ત્યારે તારે મારી સાક્ષી પુરવી કે આણેલિંગનો અંત લીધો છે. માલાએ તે વાત માની, તેથી તે માલાને લઈ મહાદેવ પાસે આવી બ્રહ્માએ કહ્યું કે મેં લિંગનો અંત લીધો ને તેનો નિશ્ચય કરવા માટે લિંગના મસ્તક ઉપરથી આ માલા લાવ્યો છું. મહાદેવે માલાને પૂછવાથી હા કહી તેથી જેનો અંત નથી એવા મારા લિંગનો અંત આ સ્થાપે છે. આવી અસત્ય વાણીથી ક્રોધ પામેલા મહાદેવ કનિષ્ઠિકા નાની આંગળીરૂપી કુહાડાવડે કરી બ્રહ્માનું પંચમ ગર્દભરૂપ માથુ કાપી નાંખ્યું, અને માલાને For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અસ્પૃશ્યતાવડે કરી શ્રાપ આપ્યો, હરિદ્રશિસરૂમ્ એનું એવા પ્રકારે સંભલાય છે. દુર્વાસા મહર્ષિયે ઉર્વશીને સેવન કરવાની ઇચ્છા કરી તેણીયે રૂષિને કહાં કે જો અપૂર્વમાન વાહન વડે કરી તું સ્વર્ગમાં આવે તો હું તારી ઇચ્છા પૂર્ણ કરીશ, એટલે હું તને ઇચ્છીશ. તે રૂષિયે તે વચન માન્યું. ત્યારબાદ મહર્ષિ વાસુદેવ પાસે ગયો. વાસુદેવે તેની ઉચિત પ્રતિપત્તિ કરી અને આવવાનું કારણ પુછયું, એટલે રૂષિયે કહ્યું કે હું સ્વર્ગે જવાની ઈચ્છા કરું છું, તેથીતું તથાતારી સ્ત્રીએ ગોરૂપ રથમાં જોડાઈ મને રથમાં બેસારી સ્વર્ગમાં લઈ જાઓ. અને ચાલતા પાછું વાળીને જોવું નહિ તેવું સાંભળી વાસુદેવે તેની ભક્તિ અને ભયથી તે વચન માન્યું, અને તેમ કરી લઇ જવા માંડયો હવે વાસુદેવની સ્ત્રી લક્ષ્મી સ્ટીપણાથી ધીમે ધીમે ચાલવાથી રૂષિ તેને વારંવાર પરણાવડે મારીને ચલાવવા પ્રેરણા કરવા લાગ્યો. તેથીતેણીના સન્મુખ તેણીના મારનો પરાભવ સહન નહિ કરી શકવાથી વાસુદેવે જોયું, તેથી પોતાના વચનથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી ક્રોધ પામેલા મહર્ષિયે પરોણાના દંડવડે કરી નેત્રમાં મારવાની હરિ નેત્રને વિષે રોગી થયો. બીજાઓ આમ કહે છે એકદા વાસુદેવ નદીને કાંઠે તપસ્યા કરતો હતો ત્યાં કોઈ તાપસી સ્નાન કરવા આવી ને વસ્ત્રને કાઢી સ્નાન કરવા લાગી વસ્ત્રરહિત તાપસીના દેહ ઉપર વાસુદેવ સકામ દષ્ટિ નાંખી. તેણીએ પણ તેઓ અભિપ્રાય જાણ્યો, તેથી શ્રાપ આપીને દષ્ટિમાં રોગ કર્યો. વ્યાલુપ્ત, શિશ્રોહર તે એવા પ્રકારે છે કે દારૂપન નામના તપોવનને વિષે તાપસો વસતા હતા. તેના ઝુંપડાને વિષે પોતાના તમામ ઘંટા, ટંકાર, તુંબરૂ, ઝંકારરવ, મુખર, દિચકવાલ, અલંકારો લઇને હર ભિક્ષા માગવા ગયો. ત્યાં તેને તાપસીએદેખવાથી અને તેના દર્શનથી કાંમયુક્ત કરેલી તાપસીનું સેવન કર્યું. ત્યારબાદ M૮૮) ૮૮ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અન્યદા પ્રસ્તાવ રૂષિયોયે તે વાત જાણવાથી ક્રોધને ધારણ કરી, શ્રાપથી તેના લિંગનો છેદ કર્યો તેથી સમગ્ર લોકોનાં લિંગનો છેદ થયો આથી પ્રજાની ઉત્પત્તિ બંધ થઇ તેથી દેવતાયે વિચાર્યું કે અકાલે સંહાર ન થાઓ, એવું સમજી તાપસીને પ્રસન્ન કર્યા તાપસોએ તેજ પ્રકારે લિંગ ઉત્પન્ન કર્યું, અને કહ્યું કે પૂર્વ કાલે સદા સ્તબ્ધ હતું, હાલમાં તો ભોગાર્થીપણાને વિષે જ સ્તબ્ધ થશે ત્યારબાદ લોકો પણ લિંગવાલા થયા અને પ્રજાની ઉત્પત્તિ થઇ સૂર્યોપ્યુલ્લિખિત, તેનું આ પ્રમાણે છે. સૂર્યની રત્નાદેવી નામની ભાર્યા હતી તેને યમનામનો પુત્ર હતો. તે રત્નાદેવી સૂર્યના તાપને નહિ સહન કરી શકવાથી પોતાને સ્થાને પોતાની પ્રતિછાયા સૂર્ય પાસે રાખી સમુદ્રતટે જઈ ઘોડી નું રૂપ ધારણ કરી બેસે છે. પ્રતિછાયાએ શનિ અને ભદ્રા નામના બે બાળકોને ઉત્પન્ન કર્યા અન્યદા બહારથી આવીને યમે પ્રતિય્યા પાસે ભોજન માગ્યું પણ તેણીયે આપ્યું નહિ તેથી યમે પાદપ્રહારવડે કરી તેણીને મારી. તેણીયે શ્રાપથી તેનો પગ કાપ્યો યમે તે વાત પિતાને કરી તેણે ચિતવ્યું કે પોતાની માતા આમ કેમ કરે માટે નિશ્ચય આ આની માતા નથી, ઇત્યાદિક વિચારતાં તેની માતા ઘોડીરૂપે સમુદ્ર કાંઠે દીઠી તેથી સૂર્યે ત્યાં જઇને નહિ ઇચ્છતા છતા પણ બલાત્કારે તેણીનું સેવન કર્યું. ત્યાં અશ્વિની દેવો થયા. તેણીયે રોષારૂણ નેત્રથી જોઇને સૂર્યને કુષ્ટિ કર્યો.સુર્ય પણ રોગરહિત થવાને ધવંતરી પાસે ગયો. તેણે કહ્યું કે શરીરનાં ઉલ્લેખ વિના તારો રોગ જવાનો નથી, ત્યારબાદ સૂર્ય શરીર ઉલ્લેખવાને માટે વાર્ધકી પાસે ગયો ને તેને પ્રાર્થના કરી. ધવંતરીએ કહ્યું કે તારે બધું સહન કરવું પડશે ને સહન નહિ કરે તો ફેંકી દઇશ. સૂર્યે કહ્યું કે એમ હો ! ત્યારબાદ મસ્તકથકી ઉલ્લેખતાં ઢીંચણ સુધી ઉલ્લેખન કર્યું છત, અત્યંત પીડા પામીને સૂર્ય સત્કાર કર્યો, તેથી ઉલ્લેખનથકી વાર્ધકી વિરામ પામ્યો. એ પ્રકારે અનિચ્છિત સ્ત્રીભોગલક્ષણથી ૮૯ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સપુરૂષના માર્ગથકી સ્કૂલના પામવાથી, આ વિપત્તિ પામ્યો બીજાઓ વળી આવી રીતે કહે છે. ઘોડીરૂપ પોતાની સ્ત્રીને ભોગવી સૂર્ય તેના પિતાને ઓલંભો દેવાને માટે ગયો, અને કહ્યું કે તારી દીકરી મને છોડીને બીજી જગ્યાએ રહે છે. તેણે કહ્યું કે તારા શરીરનો તાપ નહિ સહન કરી શકવાથી તે બિચારી રાંકડી શું કરે, માટે તેણીનું તારે પ્રયોજન હોય તો શરીરનું ઉલ્લેખન કરાવ. ત્યારબાદ સૂર્યદેવ વર્ધકી પાસે ગયો. બાકીનો ભાગ પ્રથમનાં જ પેઠે. અનલોપ્ય ખિલભુગુ, તેનું એવું છે કે, કોઈ રૂષિ પોતાના ઝુંપડાના વિષે રહેલી અગ્નિને ભક્તિના સમૂહથી નિરંતર આહૂતિવડે કરી તર્પણ કરે છે. અન્યદા ઋષિએ કહ્યું કે મારી ભાર્યાનું તું રક્ષણ કરજે. આમ કહી અગ્નિને પોતાની સ્ત્રી ભળાવી કોઇક પ્રયોજનથી ઋષિ બહાર ગયો ત્યાં કોઇક ઋષિએ આવી તેની સ્ત્રીને અગ્નિ સમક્ષ ભોગવી ક્ષણાંતરે પેલો ઋષિ આવ્યો. તેણે ઇંગિત આકારથી પરપુરૂષને સેવવાવાળી પોતાની સ્ત્રીને જાણી, તેથી અગ્નિ અને સ્ત્રીને તેણે પુછયું કે અહીં કોણ આવ્યું હતું. તે બન્નેએ જવાબ નહિ આપવાથી ક્રોધ પામેલ ઋષિએ જ્ઞાનના ઉપયોગવડે કરી ઉપપતિને જાણ્યો તેથી રક્ષણીયને નહિ રક્ષણ કરવાથી, અને પ્રશ્ન કરેલ છતાં નહિ ઉત્તર આપવાથી ક્રોધ પામેલ ઋષિએ અગ્નિને શ્રાપ આપ્યો કે તું સર્વભક્ષી થા, તેથી અગ્નિ, અશુચિ આધિ વસ્તુને ભક્ષણ કરવાના સ્વભાવવાળો થયો, કારણ કે જે અગ્નિ ખાય તે સર્વ દેવતાઓ ખાય, કારણ કે અગ્નિને દેવતાઓનું મુખ કહેલ છે બાદ દેવતાઓએ અશુચિ આદિરસોનો આસ્વાદ કરવાથી ઉદ્વિગ્ન થઈ જ્ઞાનવડે કરી શ્રાપનું વૃત્તાંત જાણી, તે ઋષિ પાસે આવી તેને પ્રસન્ન કરવા માંડ્યા, તો પણ પ્રસન્ન ન થયો, તો પણ દેવતાઓયે પોતાની શક્તિથી અગ્નિને સાત જીભ ઉત્પન્ન કરી, તેથી અગ્નિ સહાર્ચિ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કહેવાય છે. તેમાં બે આહૂતિથી જ આ અગ્નિ ભોજન કરે છે. તે આહૂતિ દેવતાને અમૃતરૂપે પરિણમે છે, અને પાંચ જીભની સર્વ ભક્ષકરૂપે સ્થાપન કર્યો. સોમ કલકાંકિત, તેનું એવા પ્રકારે છે કે ચંદ્ર, બૃહસ્પતિ સમીપે ભણવા ગયો, દેવતાનો આચાર્ય બૃહસ્પતિ હતો, માટે હવે તેના ઘરને વિષે રહી ભણતાં ચંદ્ર બૃહસ્પતિની સ્ત્રીને ભોગવી, તેથી બૃહસ્પતિયે તે જાણીને શ્રાપ આપીને કહ્યું કે રે ગુરૂતલ્યાગ ! તું અકાળે કલંકી થઈ જા, તેથી ચંદ્ર કલંકી થયો. સ્વનાથૅ ભગસહસ્ત્ર સંકુલતનું, તેનું વૃતાંત આ પ્રકારે છે કે – ગૌતમ મુનિની અહલ્યા નામની ભાર્યા હતી. તેના રૂપથી મોહ પામી ઇંદ્ર તેના હોડા પાસે જઇ તેને સેવન કરી, તેવામાં મુનિ બહારથી આવી ગયો. ઇંદ્ર પણ તેના ભયથી બીલાડાનું રૂપ કરી, તેના ઝુંપડાથી નીકળી સ્વર્ગે ગયો. મુનિયે વિચાર્યું કે આ કાંઈ પ્રાકૃતિ બિલાડો નથી, પરંતુ કૃત્રિમ છે, તેથી વિચાર્યું કે આ કોણ છે, વિચાર કરતાં જાણ્યું કે આ તો ઇંદ્ર છે, તેથી ક્રોધવડે કરીને ઇંદ્રના શરીરમાં શ્રાપ વડે કરીને હજાર ભગયોનિ કરી અને પોતાના વિદ્યાર્થીયોને ભોગવવા માટે મોકલ્યા દેવતાયે આ ઋષિને પ્રશ્ન કર્યા,તેથી ભગને ઠેકાણે લોચનો કર્યા. બ્રહ્મા ચતુર્મુખ તે કેવા પ્રકારે તે કહે છે બ્રહ્મા મહાઉદ્યાનને વિષે તપસ્યા કરે છે. તેને ક્ષોભ કરવા માટે રૂપનું તિલ, તિલ જેટલું લઇ ને તિલોત્તમા કરી, તે તેના પાસે મોકલી. બીજી દેવાંગનાઓ તથા તિલોત્તમાં વિગેરે તેની સમાધિનો ભંગ કરવા માટે પૂર્વાભિમુખ રહેલા તેના પાસે ગીત, ગાન, નાટકાદિક કરવા લાગી. ત્યાં તેને આક્ષિત માનસલોચનવાળો જોઇએ દક્ષિણ દિશામાં નૃત્ય કરવા લાગી, તે પણ સમાધિ નષ્ટ થયા છતાં પણ લજ્જામાનવડે કરી તેના સન્મુખ ઊભા રહેવાને અશકત થઈ તેના પ્રત્યે બીજું મુખ કર્યું એવ ત્રીજી દિશામાં પણ ત્રીજું મુખ કર્યું અને ચોથી દિશામાં ચોથું મુખ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કર્યું ને ઉપર તિલોત્તમા વિગેરે ગયા તેથી પંચમગર્દભ મુખ કર્યું. શંભુએ ગધેડાનું મુખ છેદવાથી ચતુર્મુખ. હરિતુ વામન. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. એકદા બલિદાનને બાંધવાને માટે વિષ્ણુ વામન થઇ મઠિકા નિમિત્તે ત્રણ પગલાં માત્ર ભૂમિ માગી. બલીયે તે આપવા કબૂલ કર્યાથી ત્રણ પગલે ત્રિલોકને આક્રમણ કરીને સ્થાન રહિત તેને પાતાલમાં નાખ્યો. ક્ષયી ચંદ્રમાં તે કેવી રીતે તે કહે છે દક્ષને ૨૭ પુત્રીઓ હતી. તેનું ચંદ્ર પાણીગ્રહણ કર્યું. તેના મધ્યે ફકત એક રોહિણી વિષે જ આ આસકત થયો, બાકીની બધીઓને અપમાન કરવાથી તેણીઓએ પોતાના પિતાને વાત કરી, તેથી તેણે શ્રાપ આપી ચંદ્રને ક્ષયી કર્યો. વળી દેવતાઓએ પ્રસન્ન કરવાથી એક પક્ષે વૃદ્ધિ પામવાવાળો કર્યો. નાગા: દ્વિજિહવાઃ તે કહે છે. દેવતાઓએ ક્ષીર સમુદ્રને મંથન કરી અમૃત ઉપાર્જન કર્યું. તેનાં કુંડાઓ ભર્યા અને ડાભ વડે કરી આચ્છાદન કર્યા. અને તેનું રક્ષણ કરવાને માટે સર્પોને રાખ્યા. ત્યારબાદ એકાંત જાણી તેઓ અમૃતને પીવા લાગ્યા, ને ડાભો વાગવાથી તેની જીભમાં બે કકડા કર્યા, બીજાઓ એમ કહે છે કે સર્પો જયારે અમૃતપાન કરવા લાગ્યાત્યારે ઇંદ્ર કોપ કરી વજને ફેંકી જીભનો ભેદ કર્યો. રહો : શિરો માત્રતા તે આ પ્રમાણે છે દેવતાઓએ અમૃતના કુંડા ભર્યા ત્યારે તેનું રક્ષણ કરવા વિષ્ણુને રાખ્યા તે કાર્યાતરમાં પડવાથી રાહુએ તેનું પાન કરવા માંડયુ વિષ્ણુયે તે જાણીને ચક્રવડે કરી તેનું મસ્તક છેદી નાંખ્યું અમૃતનાં પાન કરવાથી તેનું મસ્તક અજરામર થયું, એવી રીતે બ્રહ્મા, જૂન, શિરા, વિગેરેનો અર્થ કહ્યો. હવે બીજું પણ કહે છે. यथोक्तम्, स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो, ૯૨ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जितावयमिति प्रियायाः करं, करेण परिताडयन् जनयतिजातहासः स्मरः ॥१॥ दिगवासा यदि तत् किमस्य धनुषा शास्त्रस्य किं भस्मना, भस्माथास्य किमंगना यदि चसाकामं परिद्वेष्टि किं, इत्यनोन्य विरुद्ध चेष्टिमिदं पश्यन्निजस्वामिनो, भुंगीसान्द्रसिरावनद्वपरुषं धत्ते स्थिशेषं वपुः ॥२॥ | ભાવાર્થ : ત્રણ ભુવનને વિષે જેનું સંયમ વિસ્તારને પામેલ છે એવો આ શંકર હાલમાં વિરહવિધુર થઈ શરીર વડે કરી કામીનિને ધારણ કરે છે. આવા શંકરને દેખીને પોતાની સ્ત્રીના હાથમાં પોતાના હાથથી તાળી દઈને હસતો હસતો કામદેવ બોલે છે કે અહો ! આણે અમોને જીત્યા છે, ૧ જો દિગંબરપણું-વસ્રરહિતપણું છે તો પછી ધનુષ રાખવાનું કારણ શું છે ? અને જો ધનુષ શાસ્ત્રને ધારણ કરવા પણું છે તો પછી શરીરે ભસ્મ ચોળવાનું શું પ્રયોજન છે ? હવે જો શરીરે ભસ્મ જ ચોળવી છે, તો પછી સ્ત્રી રાખવાનું શું પ્રયોજન છે, અને જો સ્ત્રી રાખવાની જ મમતા છે તો પછી કામદેવના ઉપર દ્વેષ કરવાનું શું કારણ છે ? એ પ્રકારે અન્યોન્ય પોતાના સ્વામીનું વિરુદ્ધ વર્તન દેખીને ભંગી જે તે ગાઢ ધમની નાડીયો કરીને યુક્ત હાડકા જ બાકી છે તેવું શરીર ધારણ કરે છે. એવી રીતે અપાયઅપગમાતિશય દ્વારવડે કરી મહાદેવપણું કહ્યું, હવે ગુણાતિશય પણું પ્રતિપાદન કરવા માટે કથન કરે છે. જેના રાગદ્વેષ ક્ષય પામ્યા છે, તે વીતરાગ કહેવાય સમસ્ત આવરણના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન વડે કરી સર્વને જાણે તે સર્વજ્ઞા કહેવાય. તેમજ સર્વ દેખવાથી સર્વદર્શી કહેવાય. શંકા પ્રથમ થી જ રાગ, દ્વેષ, મોહ, ક્ષય થઈ જવાનું કહી ગયા છો ને ફરીથી વીતરાગ સર્વજ્ઞ કહેવાં શું પ્રયોજન ? ઉત્તર-રાગાદિક નથી તેથી વીતરાગ ૯૩ ભાગ-૬ ફર્મા-૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સર્વજ્ઞપણું હેતુ ફલના અભાવે સુવર્ણનો મલ ક્ષય થવાથી અને પીત્ત વર્ણ પ્રકર્ષપણાની પેઠે કનક, ઇતિ, ન્યાયવડે કરીને ગુણના અતિશયનું વર્ણન કરવાથી દોષ નથી. વીતરાગ ગ્રહણ કરવાથી સરાગી હોય તેમાં મહાદેવપણું નથી, તે દેખાડેલું છે. જેમ કપિલનું મહાદેવપણું દૂર કર્યું, તેથી તેના જ મતથી જ સર્વજ્ઞરહિતપણું સિદ્ધ થયું. સર્વજ્ઞના અભાવથકી હવે તેનો મત કહે છે. - બુદ્ધવસિત, અર્થ પુરૂષશ્રેયતતે, ઇતિ તન્મતમ્ બુદ્ધિનાં પ્રકૃતિવિકારવડે કરી, કેવળી અવસ્થાને વિષે નિવૃત્તપણાથકી પદાર્થ માત્રી ચેતના પણ તેને ન થાય, તો પછી પ્રત્યક્ષ અસત્યનાં અવલોકનનું તો કહેવું જ શું ? કારણ કે સમગ્ર પ્રત્યક્ષ પ્રમાણનો તો અપ્રસંગ હોય, તેમાં શું કહેવું ? પ્રત્યક્ષ પ્રમાણના અપ્રમાણિક પ્રમાણમાં અનુમાનનું પણ પ્રમાણ નથી, કારણ કે અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વકજ હોય છે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી પરીક્ષા સમર્થ ન થવાથી શિવવર્મા એમ કહેલું છે. હવે કેટલાક પરીક્ષા અક્ષમ પણ ધર્મ શાસ્ત્રને માનેલું છે. તે કહે છે. યદુઃ पुराणं मानवो धर्मः सांगो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि नहंतव्यानिहेतुभिः ॥१॥ ભાવાર્થ : પુરાણ માનવી સ્મૃતિ-માનવ ધર્મ અંગ સહિત વેદ અને ચિકિત્સા એ ચારે આજ્ઞા સિદ્ધ છે, માટે તેને હેતુઓ વડે કરીને કદાપિ કાળે હણવા નહિ. इहार्थेकेचित् विचारयति ભાવાર્થ : આ અર્થને વિષે કોઇક વિચારે છે કે – अस्ति वक्तव्यता काचित्, तेनेदं न विचार्यते । निर्दोष कांचनं चेत्स्यात्, परीक्षायाम् बिभेति किं ? ભાવાર્થ : કાંઈ પણ કહેવાનું છે તે કારણ માટે આવી વિચારણા ૯૪ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરાય છે. જો સુવર્ણ નિર્દોષ જ છે તો પછી પરીક્ષા કરવામાં ભય કોણ ધારણ કરે અર્થાત્ કોઈ જ નહિ. આત શાસ્ત્રકાર કહે છે. પાયથા निकषच्छेदतापेम्यः, सुवर्णमिव पंडितै : । परिक्षभिक्षवो ग्राह्यं, मद्वचो ननु गौरवात् ॥१॥ ભાવાર્થ : ઘસવા વડે કરીને તથા છેદીને તપાવીને જેમ પંડિત પુરૂષો સુવર્ણને ગ્રહણ કરે છે, તેમજ ભિક્ષુ પુરૂષોએ પરીક્ષા કરીને જ ગ્રહણ કરવું. પણ ગૌરવથી ગ્રહણ કરવું નહિ. શાસ્ત્રને વિષે કષાદિક ત્રણની પરીક્ષાનું સ્વરૂપ નીચે મુજબ કહેલું છે વિધિપ્રતિષેધી કષ: पाणिवहाइयाणं पावठाणाण जोउ पडिसेहोज्हाणज्झायणाइगं जो, विहीयस धम्मकस्स ॥१॥ (प्राणिवधादिकानां पापस्थानानां यस्तुप्रतिषेध, ध्यानाध्ययनादीनां, यश्च विधिरेष धर्मकषः) ॥१॥ ભાવાર્થ : પ્રાણિયોનો વધ કરવો, વિગેરે પાપસ્થાનાદિકનો જેમાં નિષેધ છે, તથા ઉત્તમ પ્રકારના ધ્યાન કરવાનો તથા શાસ્ત્રાદિકના અધ્યયન કરવાનો જેને વિષે વિધિ રહેલો છે તેજ ધર્મ કષ કહેવાય છે. વિધિ પ્રતિષેધની અબાધાના અભાધકને સમ્યક પ્રકારે પાળવાના ઉપાયભૂતના અનુષ્ઠાનની જે યુક્તિ છે તે કહેવાય યાહુ बझाणुठाणेणं, जेण नबाहिज्ज एतयं नियमा । संभवइयपरिसुद्धं, सो पुण धम्ममिछेश्रोति ॥१॥ (बाह्यानुष्ठानेन येन बाध्यते तन्नियमात् ।। संभवति च परिशुद्धं, तत्पुनधर्मे छेद इति) ॥१॥ - ભાવાર્થ : બાહ્ય ક્રિયાના એ અનુષ્ઠાનો વડે કરીને નિશ્ચય બાધક ભાવને પામે છે તેથી તેની વિશુદ્ધિ સંભવે છે, તે વિશુદ્ધિ જ ધર્મને વિષે છેદ કહેવાય. બંધમોક્ષાદિ સદૂભાવ નિબંધન આત્માદિ ભાવવાદ ૯૫ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તાપ जीवाइ भाववाओ, बंधाइ पसाहगोय इह तावो । एएहि परिसुद्धो धम्मो धम्मतणमुवेइ ॥१॥ जीवादिभाववादो बंधादिप्साधकश्च इह तापः । ર્તિ પરિશુદ્ધ, ધHfધર્મત્વમુપૈતિ શા ભાવાર્થ : જીવાદિભાવ વાદ કહેવાય છે, અને બિંધાદિકનો પ્રસાધક હોય તે અહીં તાપ કહેવાય છે. એ ઉપરોક્ત ભાવવડે કરી વિશુદ્ધિને પામનાર ધર્માધર્માત્વપણાને પામે છે. કષાદિકની શુદ્ધિ આ પ્રકારે છે. મન, વચન, કાયાના યોગથી કરવું, કરાવવું, અનુમોદન કરવું, એ વડે કરીને અર્થ અનર્થના આશ્રયવડ કરી આજન્મ પર્યત સૂક્ષ્મ બાદર જીવોના પ્રાણાપિપાતને પ્રતિષેધ, રાગાદિ નિગ્રહ, અપ્રતિઘ હેતુભૂત, ધ્યાન તપનો જે શાસ્ત્રને વિષે વિધિ હોય તે કષશુદ્ધમ્ પાહિ જે શાસ્ત્રને વિષે સક્ષ્માદિ સમગ્ર વિષય સાવદ્ય પ્રતિષેધ છે, અને રાગાદિકને ઉછાહ કરનાર ધ્યાનાદિક છે તે કષશુદ્ધ કહીયે, અને જે શાસ્ત્રને વિષે એવા પ્રકારે પ્રતિષેધ વિધિ ન હોય તે કષ શુદ્ધ ન કહેવાય યથાप्राणिप्राणिज्ञानं घातकचितं तद्गतचेष्ठा । પ્રપોશ વિપ્રયો, પંચમ: શ્રાપને હિંસા છે. ભાવાર્થ : પ્રાણીયો તથા પ્રાણિયોનું જ્ઞાન તથા ઘાતકનું ચિત્ત તથા પ્રાણિઘાત કરવાની ચેષ્ટા કરવી તથા પ્રાણ થકી વિયોગ કરવોએ પાંચ કરાણથી હિંસાની પ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે હાડકા વિનાના જીવોનું ગાડું ભરે, ને મારે તો એક જીવની હિંસા થાય, આવો જયાં વિસંવાદ છે તે જ અસત્ય છે, તો પછી સર્વજ્ઞપણાનું કહેવું શું ? એ પક્ષ કાંઈ બલવાન નથી, વળી બુદ્ધને પણ મહાદેવપણા થી, કારણ કે તેના શિષ્યો કહે છે કે, સર્વેદેખો, અગરન દેખો, ઇષ્ટ પદાર્થને દેખો, એટલે બસ, કારણ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષરા વિચારમાળા ભાગ-૬ કે કીડાની સંખ્યાના પરિમાણ કરવામાં કોણ ટાઇમ ગુમાવે ? કિંચ તેને કિંચિત્પણું પણ નથી, કારણ કે એક અર્થના સકલ સ્વપરપર્યાય વિશેષ જે છે, તેને અસર્વજ્ઞપણાથી જાણવાને અશકયપણું છે, માટે, एको भावः सर्वथा येन द्रष्टः, सर्वे भावा- सर्वथा तेन द्रष्टां । सर्वे भावा- सर्वथा येन द्रष्टा, एको भावः सर्वथा तेन द्रष्टः ॥१॥ | ભાવાર્થ : જેણે એક ભાવ સર્વથા પ્રકારે દીઠો છે તેણે સર્વે ભાવો સર્વથા દેખેલ છે, તેમજ સર્વે ભાવો જેણે સર્વથા દેખેલ છે તેણે એક ભાવ સર્વથા દેખેલ છે, માટે સત્તાસાધન પ્રમાણના અગ્રાહ્યપણાથી, શશવિષાણની પેઠે સર્વજ્ઞ નથી. તથા મોક્ષસુખ મળવાથી શાશ્વત સુખવાળો કહેવાય છે, કારણ કે ભવની સમાપ્તિ થઇ છે. માટે બીજાને શાશ્વત સુખ નથી. ઇશ્વર સ્વામી પોતે જ છે. માટે શાશ્વત સુખેશ્વર કહેવાય છે. કોઈક શંકા કરે કે તમામ વસ્તુ વિનશ્વર છે અને સુખનું શાશ્વતપણે કયાંથી આવ્યું? ઉત્તર : ઉત્પાદન, વિનાશ, ધ્રૌવ્યત્વા–વસ્તુનું સર્વથા પ્રમાણે ક્ષણિક પણા થી, તેમજ તથાભૂત સુખનો સંભવ પણ નથી, તથા જ્ઞાનાવર્ણાદિ આઠ પ્રકારના કર્માશા, તેવડે કરીને કિલ્ક કર્માદિકથી રહિત છે આ વચન વડે કરીને માને છે કે – ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदं । गत्वा गच्छन्ति भूयोऽपि भवंतीर्थनिकारतः ॥१॥ | ભાવાર્થ ધર્મરૂપી તીર્થના કરનારા જ્ઞાની મહારાજાઓ પરમ પદને પામીને ફરીથી પણ તીર્થપદ પ્રાપ્ત કરનારા થાય છે, કારણ કે મુક્તને વિષે ગયા પછી પણ તીર્થભૂત થઈ તીર્થના નાયકો બની શકે છે. એ પ્રકારે તેમના સમ્મત દેવનું મહત્વપણું જણાવ્યું, કારણ કે કિલષ્ટ કર્મ મલ વિના ભવને વિષે પાછા આવવાનું અસંભવિતપણું For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સૂચવે છે. મારું - अज्ञानपांशुपिहितं, पुरातनं कर्म बीजमविनाशी, । તૃMIT ઝનામિષ , મુંતિ ગમ્માં સંતો : III ભાવાર્થ : અજ્ઞાનરૂપી ધુળથી ઢાંકેલું, તથા તૃષ્ણા રૂપી પાણીવડે કરીને સિંચાયેલું પુરાતન તથા અવિનાશી એવું કર્મરૂપી બીજ જે છે તે મનુષ્યોના જન્મરૂપી અંકુરાને ઉત્પન્ન કરે છે. અશુભ સ્વરૂપવાલા, ભવના અવતાર લેવાવાલા, પોતાના તીર્થનો તિરસ્કાર બાધા નહિ સહન કરનારાનું મહત્વપણ કેટલું છે. તે જુઓ, તથા નિષ્કલ સર્વદા સર્વથા શરીરનાં અભાવપણાથી સંપૂર્ણ સુખી છે, કારણ કે શરીર મનના અભાવ સર્વદા સુખી છે દુ:ખનો અભાવ છે, અને દુ:ખના સદૂભાવરૂપ શરીર વિદ્યમાન છતાં મહત્વના શાનું હોય, હાથ પગ, માથું, મુખ, હોય તો તે પોતાની જાતની જ વિરૂદ્ધ પણું સૂચવે છે. अपाणिपादो ह्यमनोनिग्रहिता, पश्यात्यचक्षु स श्रुणोत्यकर्णं । स वेति विश्व न च तस्य वेत्ता, महाहुरग्रयंपुरुषं महान्तम् ॥१॥ ભાવાર્થ : જેને હાથ નથી, પગ નથી, મન નથી, વળી સર્વનો જેણે નિગ્રહ કરેલ છે તે ચક્ષુ વિના દેખે છે, કાન વિના સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે, તેને કોઈ જાનાર નથી, તેન મહાનું અગ્રગણ્ય પુરૂષ કહેવાય છે. બીજાઓ તો એવા પ્રકારે વ્યાખ્યાન કરે છે કે કિલષ્ટકર્મ કલાતીત, ઘાતિત, ઘાતિકર્મા ભવસ્થકેવળી, સર્વથા નિષ્કલ, ક્ષીણભવોપગ્રાહિકર્મા, સિદ્ધકેવલી, તથા વીતરાગીપણાથી, ભુવનપત્યાદિક ચાર નિકાયના દેવોને પૂજાઈ હોવાથી પૂજવા લાયક છે. આથી તેની પ્રતિમા પણ પૂજવા લાયક સિદ્ધ થઈ, અથવા તે તે દર્શનને પામેલાના સમૂહની અપેક્ષાયે સર્વે હરિહરાદિક, બૌદ્ધાદિક દેવોને પણ સ્તુતિ કરવા લાયક છે, કારણ કે તે પોતપોતાના રક્ષણ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરનાર દેવોને પૂજવા છતાં પણ મહાદેવને એવા પ્રકારે પૂજે છે. તે કહે છે કે તેના ઉપદેશથી સ્વર્ગ અને મોક્ષ મળશે, મનમાન્યતા તેની પૂજા કરે છે, કારણ કે તે લોકો સર્વજ્ઞના ગુણનો અધ્યારોપ કરી તેને પૂજે છે, તેથી સર્વે દેવોને પૂજનિક છે. વળી સર્વ યોગિયોને ધ્યાન, કરવા લાયક છે, એટલે કે વીતરાગ પણાથકી સમગ્ર અધ્યાત્મચિંતા કરવાવાલાને પૂજવા લાયક છે. વળી પોતે સર્વ જાતિનાં સ્રષ્ટા છે, ઉત્પાદક પ્રકાશદ્વારવડે કરીને, સમગ્ર નૈગમાદિકનયોના તથા સમાદિજાતિના ઋષભદેવજીએ લોકવ્યવહારને માટે જાતિયો રચી છે-.. કહી છે, માટે તે જ મહાદેવ કહેવાય છે. વળી મોક્ષવત્મ-શિવપંથા-મહામોહરૂપી અધિકાર પટલને હણવાને શક્તિમાન હોવાથી અનન્ય જ્યોતિ પ્રદીપ સમાન છે, તેથી મોક્ષવર્મા છે, અથવા ત્રણ કોટિને વિષે શાસ્ત્રરૂપી સુવર્ણને કષ, ચ્છદ, તાપ, રૂપ, પરીક્ષા રૂપ લક્ષણોને વિષદોષો-અશુદ્ધિ છે, તે વડે કરીને વર્જિત છે. વળી સદ્ગત યુક્ત, વળી કામુકાદિ અનુચિત અસમંજસરાગાદિક ચેષ્ટા કરનારાઓને વિશે મહત્વની કલ્પના કરવા છતાં પણ મહાદેવપણાનો નિષેધ કરેલ છે. ત: कामानुषक्तस्य रिपुप्रहारिणः प्रपंचनोनुग्रहशापकारिणः । सामान्यपुंवर्गसमानधर्मिणो, महत्वकलप्रौसकलस्य सद्भवेत् ॥१॥ ભાવાર્થ : જે કામને વિષે રક્ત છે, શત્રુઓને પ્રહાર કરે છે, શ્રાપ આપવો અને અનુગ્રહ કરવો વિગેરે પ્રકારના પ્રપંચ યુક્ત હોય છે, સામાન્ય પુરૂષવર્ગના સમાન ધર્મવાળો હોય છે, તે મહાનું કહેવાય નહિ પરંતુ સર્વથા પ્રકારે મહત્વપણાની સવૃત્તિ ધારણ કરનારા જ સારા કહેવાય છે તેના મતને વદનારા નીચે પ્રમાણે બોલે છે. યથાतस्मिन् ध्यानासमापन्ने, चिंतारत्नवदास्थिते, निःसहंति यथा कामं कुडयादिभ्योऽपि देशनाम् ॥१॥ ભાવાર્થ : આવી રીતે તેનું શાસ્ત્ર કહે છે કે અમારા દેવો ધ્યાનમાં For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રહેલો હોય છે. તો પણ જેવી જોઇએ તેવી વાણી ભીંતમાંથી નીકળી છે. આ પણ અસંભવિત છે, કારણ કે કુડ્યાદિક થકી નીકળેલી વાણી આપી ઉપદિષ્ટા ન થાય, માટે જે શાસ્ત્રને અપ્રમાણ ગણવા લાયક છતાં પ્રામાણ્ય પણું માનવા ગણવા લાયક માને છે, તે અપૌરુષેય વચન છે, શાસ્ત્રને વિષે કષ, છેદ, તાપ આ ત્રણથી પરીક્ષા કરી જેમ સુવર્ણની પરીક્ષા કરાય છે, તેમ અહીં પણ ધર્મની પરીક્ષા કરાય છે. ૧. પ્રાણિવધાદિક પાપસ્થાનોનો જે પ્રતિષેધ તથા ધ્યાન અધ્યયનાદિકનો જે વિધિ તે ધર્મ કષ કહેવાય છે. ૨. બાહ્ય અનુષ્ઠાનવડે કરી જે તેના નિયમથકી બાધાને ન પામે અને પોતાના નિયમથકી શુદ્ધતાનો સંભવ જણાવ, તે ધર્મને વિષે છેદ કહેલ છે. ૩ તથા જીવાદિક ભાવને વદનાર, અને બંધાદિકનો પ્રસાધક, અહીં તાપ કહેલ છે. આ ત્રણ વડે કરી શુદ્ધિને પામેલ ધર્મ શુદ્ધ ધર્મ કહેવાય મન, વચન, કાયાના યોગોથી, કરવું, કરાવવું, અને અનુમોદન કરવું, તેનાથી અર્થ અનર્થના આશ્રયથકી ઉત્પન્ન થયેલ સૂમ બાદરના જીવોના પ્રાણાતિપાતાદિકનો પ્રતિષેધ તથા રાગાદિક નિગ્રહના અપ્રતિહેતુભૂત ધ્યાન-તપનો વિધિ જે શાસ્ત્રને વિષે આવે છે, તે કષશુદ્ધ કહેવાય છે. જેના અંદર સૂક્ષ્મ પણ સર્વથા પ્રકારે સાવદ્ય કર્મને વિષે પ્રતિષેધ છે, તથા રાગાદિને ઉદ્ધાર કરવાવાળુ ધ્યાનાદિક છે તે જ કષશુદ્ધ કહેવાય છે અને એવા પ્રકારે કષશુદ્ધ વિધિ જેને વિષે ન હોય તે કષશુદ્ધ કહેવાય નહિ, કારણ કે જેને વિષે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન, ઘાતક ચિત્ત, ઘાતગત ચેષ્ટા, પ્રાણથકી વ્યવપરોપણ એટલે પ્રાણવિયોગ-આ પાંચથી હિંસા થાય છે. વળી રાગદ્વેષ કષાય, અસ્ત્રવાદી ક્રિયાને વિષે, વર્તમાન જીવોના ઇહલોક પરલોકનાં અપાયાદિક દુઃખાદિકને જાણ છે. પિપરિવ છે "ય છે ઇત્યાદિ એ પાપવડે કરી જે બાધક થતો નથી, અર્થાત્ તેનાથી મુક્ત M૧૦૦ 100 % For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે છેદ કહેવાય છે. માટે અશુદ્ધ, હિંસાકરણ, વર્જનશુદ્ધ, કારણ કે દેવાદિકને સંગીતકાદિ કરણે, કંદર્પાદિ કરણ, અસભ્ય વચન બોલવું તે સર્વ અશુદ્ધ છે. હવે આત્મા જે છે, તે હિંસાના પરિણામથી મુક્ત છે, કર્મની વિચિત્રતાથી મુક્ત થયેલ છે, હિંસા અહિંસાના વિયોગથી તે તાપશુદ્ધ છે. કર્મબંધથી મુકાયેલ આત્માઇત્યાદિ ભાવવાદ પ્રધાનમ્ એવી રીતે આત્માદિ વસ્તુ સતે વિધિ, પ્રતિષેધાદિક, સર્વ કહેલ સ્વરૂપ પ્રમાણે પામે ન તું અન્યથા. અન્યથા પ્રકારે હોય તો તાપઅશુદ્ધ જાણવું, માટે શુદ્ધ શાસ્ત્રને કહેવાવાળા હોય તો તે મહાદેવ કહેવા હવે જેણે શાસ્ત્રને કહેલ છે તે કેવલ મહાદેવ ન કહેવાય પણ તે દેવ વિષયને આરાધવા માટે, આરાધવાનો ઉપાય આજ્ઞાસાધકપણું તે મહાદેવ કહેવાય છે. હવે આરાધન કરવાપણું જે છે તે સરાગના પ્રસંગનું કારણ છે અને પ્રસાદના અભાવે પણ વસ્તુના સ્વભાવથી પ્રસાદ ફલની સિદ્ધિ થાય છે, કારણ કે વસ્તુસ્વભાવ જે છે, તે અચિંત્ય ચિંતામણિના સમાન છે, તેથી મહાભાગ્યવાલા તીર્થકર મહારાજાઓને આવીને વાંચ્છિતાર્થ મેળવે છે. પૂજયોનાં ઉપકારના અભાવે પણ, પૂજન કરતાને ઉપકાર થાય છે. જેમ મંત્રાદિકના સેવન કરવાથી, અગ્નિ આદિકની સેવા કરાય છે, તેમ હવે સર્વદા દુષમકાળને વિષે પણ આરાધના કરવાનો ઉપાય બતાવેલ છે. આજ્ઞાની બહાર જેટલી સભ્ય પ્રવૃત્તિ છે તે સર્વ ભવફલને આપવાવાળી છે, માટે આજ્ઞા આરાધકપણું જ સર્વથા પ્રકારે ફળ આપી ભાવના ઉચ્છેદનને કર વાવાળું છે. જેમ સા ની વેવની દવા કરવાવડે કરીને રોગનો ક્ષય થાય છે ૧૦૧ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેમ મહાદેવના વાકયથકી સંસારના સંચરણ પરિભ્રમણનો ક્ષય થાય છે. કારણ કે ભવથકી ભવમાં ભમવું તેનું નામ સંચરણ કહે છે. આનાથી પરલોક સત્તા સિદ્ધ થાય છે. આવી રીતે ઉપરોક્ત કહેલા તે ગુણસંપત્તિ પામેલાને રાગદ્વેષનો નાશ કરવાથી શાંત ને પ્રયોજનને સમાપ્ત કરી જેણે સમગ્ર કાર્યોને કર્યા છે. મુક્તિ મેળવવાથી ઇતિ કૃતકૃત્ય તેને તથા કેવલજ્ઞાન લક્ષણવાળી જેની બુદ્ધિ છે તેને, એવા બુદ્ધિમાનને, એવા સત્વવંતને એવા મહાદેવને સારી ભક્તિ વડે કરી નમસ્કાર કરે છે. ઉપરોક્ત નિર્ણય કરેલ સ્વભાવશીલવાલા મહાદેવનું ઉત્તમ રીતે પૂજન કરવું જોઈએ. હવે પૂજન સ્નાનપૂર્વક થાય છે, માટે સ્નાનનું સ્વરૂપ કહે છે. સ્નાન બે પ્રકારે છે : ૧. દ્રવ્યથી ૨. ભાવથી. દ્રવ્યથી જલલક્ષણ કારણભૂતવા દેહલક્ષણ શોધનીય દ્રવ્ય આશ્રિત્યકલ લક્ષણ વાપનેય અગર દ્રવ્યથી, અપરમાર્થથી, દ્રવ્ય શબ્દનું અપ્રાધાન્ય પણે જણાવે છે. ભાવથી, શુભ ધ્યાન કારણ ભૂતમ્-ઉપયોગો ભાવાત્મક જીવલક્ષણ, શોધનીય, ભાવને આશ્રયીને ઔદાયિક ભાવકારણભૂત કર્મમલ દૂર કરવા રૂપ ભાવ સ્નાન જાણવું. ભાવથી વા પરમાર્થથી, તેથી દ્રવ્યભાવથી બે પ્રકારે, અને નામાદિકભેદથી ચતુર્ધા, નામ સ્થાપનાનાં પ્રરૂપણા માત્ર ઉપોયગપણાથી કહેલ છે. સ્નાન, દ્રવ્ય ને ભાવથી બે પ્રકારે છે, પણ સાત પ્રકારે નથી. યાહુ सप्त स्नानानि प्रोक्तानि स्वयमेव स्वंभुवा । द्रव्यभावविशुध्यर्थ मृषिणां ब्रह्मचारिणाम् ॥१॥ अग्नियं वारुणं ब्राहम्यं वायव्यां दिव्यमेवच । पार्थिवं मानसंचैव, स्नानम् सप्तविधं स्मृतम् ॥२॥ आग्नेयं भस्मस्नानमवगाह्यं तु वारुणम् । आपो हिष्टामथं ब्राहम्यं मनशुद्धिस्तु मानसम् ॥३॥ ભાવાર્થ : બ્રહ્મચારી ઋષિયોને દ્રવ્યભાવની વિશુદ્ધિ માટે ૧૦૨ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્વયંભુવા બ્રહ્માયે પોતાની મેળે જ સાત પ્રકારના સ્નાન કરવાને માટે કહેલા છે, ૧. પ્રથમ આગ્નેય, બીજું વારૂણ ત્રીજું બ્રાહ્મય..., ચોથું વાયવ્ય, પાચમું દિવ્ય, છઠ્ઠ પાર્થિવ અને સાતમું માનસ એ સાત પ્રકારના સ્નાનો કહેલા છે. આગ્નેય એટલે ભસ્મથી સ્નાન કરવું, વારૂણું એટલે પાણીમાં પ્રવેશ કરીને સ્નાન કરવું, બ્રામ્ય પાણી વડે કરીને હાથ ધોવા તે તથા વાયુશુદ્ધિથી થાય છે તથા દિવ્ય સ્નાન તથા માટીથી સ્નાન કરે તે તથા મનની શુદ્ધિથી જે સ્નાન કરે તે આવી રીતે સાત પ્રકારે સ્નાન કહાં તે યુક્ત નથી. જે માટે બાહ્યમલ પ્રક્ષાલન કરવાના કારણભૂત દ્રવ્ય સ્નાન છે અને અંતર મલને પ્રક્ષાલન કરવાને સમર્થ જે છે તે ભાવ સ્નાન કહેવાય છે. વળી જે અન્યથા અવિધે કરવાનું છે તે અસ્નાન છે, કારણ કે ગાયના રજથકી, છાણથકી, અગર ધૂળના રજથકી અથવા મંત્રાવડે કરીને મલનું અપનયપણું થઈ શકતું નથી. અથવા દ્રવ્યથી સ્નાન બે પ્રકારે, તથા ભાવથી સ્નાન બે પ્રકારે ભેદ બતાવ્યા તેથી પ્રધાન, અપ્રધાન ભેદ દેખાડે છે. તત્ત્વવેદિઓએ, બે પ્રકારે શુદ્ધિકરણ કહેલ છે. અહીં બીજાઓની અવિપ્રતિપત્તિ દેખાડતાં છતાં કહે છે. જે શરીર બાહ્ય હોય તે બાહ્ય સ્નાન, અને અધ્યાત્મયુક્ત મનને વિષે ઉત્પન્ન હોય તે માનસંસ્નાન હવે દ્રવ્ય સ્નાન ભાવ સ્નાન, બાહ્ય અધ્યાત્મિક એ બે પ્રકારે આવી રીતે આનો પ્રયોગ થયો. જૈન સિવાય બીજા તીર્થિકો નીચે પ્રકારે કહે છે. મલાદિકના દૂર કરવાના અસામર્થ્યથી તેઓને દ્રવ્ય સ્નાન કહેવાય, કારણકે ગંધલેપે શૌચં ને પાણીવડે કરીને તેમ ભસ્માદિકથી દૂર કરવાથી શરીરની ચામડી અવયવને ધોવાથી દેહ દેશ સ્નાન કહેવાય દેહના ગ્રહણ કરવાથી વસ્ત્ર સહિત સ્નાન કરવું તે મલને દૂર કર્યો, કારણ કે જલાર્ક વસ્ત્રોને સ્નાનતયા અપ્રતિતે હવે દેશ સ્નાનને તે લોકો આવી રીતે માને છે કે - યથો. ૧03 For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ एकोलिंगे गुदे तिस्त्र स्तथैकत्र करे दश । उमयोः सप्तविज्ञेयामृद शुद्धो मनीषिभिः ॥१॥ एतच्छोवं गृहस्थानाम्, द्विगुण ब्रह्मवारिणाम् । त्रिगुणं वानप्रस्थानाम्, यतीनां च चतुर्गुणं ॥२॥ | ભાવાર્થ : એક પાણીનો હાથ લિંગને વિષે આપવો, તથા ગુદાને વિષે ત્રણ હાથ તથા એક હાથને વિષે દસ તથા બન્ને હાથ ભેગા કરી માટીથી સાત વાર શુદ્ધ કરવાથી પંડિત પુરૂષોએ શુદ્ધિ કહેલી છે. ૧. એ ઉપરોક્ત શૌચ ગૃહસ્થોને કહેલું છે, તેનાથી બમણું શૌચ બ્રહ્મચારીને કહેલું છે, તેનાથી ત્રણગણું શૌચ વાનપ્રસ્થને કહેલું છે, તેનાથી ચારગણું શૌચ યતિઓને કહેલું છે. આવી રીતે કહેવાથી આ લોકો હાસ્ય કરવા લાયક છે. તે આવા પ્રકારનું શૌચ કરવા પ્રયત્નવાળા છતા પણ લિંગ, ગુદાના અંતરના ભાગમાંથી શૌચ કરી શકવા સમર્થમાન થતા નથી. ચામડી માત્રાનું જ ફક્ત શૌચ કરે છે. વળી તેઓ કાન, નાકનું પણ શૌચ કરતા નથી, વળી એમ પણ નથી કે તે અંગોપાંગો ફરીથી અશુચિ થી થતાં, એ તો બે ઘડી સારા રહી પાછા તેવા જ થઇ જાય છે, હવે સ્નાન જે છે તે પણ રોગી માણસના મલને દૂર કરવા માટે, અગર શરીરના મલને દૂર કરવા માટે ફક્ત ક્ષણ માત્ર શુદ્ધિ કરનારું છે, કારણ કે એક મલને પ્રક્ષાલન કરવાની અપેક્ષાએ કરી બીજા મલનો અનુરોધ તૈયાર જ છે. તે શુદ્ધ થઈ શકતો નથી. વળી સ્નાન જે તે મલાશ્રય સ્વભાવ શરીરના મળને દૂર કરવા સમર્થ નથી, કારણકે સ્નાનનાં લક્ષણ જાણનારાઓએ, પાણીને આશ્રયીને દ્રવ્ય સ્નાન કહેલ છે, કારણ કે ઘણાઓને પ્રાયઃ બાહ્ય મલ પાણીથી જ ચામડી માત્રની શુદ્ધિ કરી શકાય છે. આવી રીતે કહેલા એવા દ્રવ્ય સ્નાનવડે કરીને તેનો અધિકારી ધાર્મિક જન ઉચિત સ્નાનની વિધિવડે કરીને ભૂમિ પ્રેક્ષણ પાણી ગલાનાદિ જતનાથી સ્નાન કહેવાય છે, તે માટે આગળ ૧૦૪ ૧૦૪ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપરકહેલા એવા દેવતાને, અતિથિને, સતત અપ્રતિબદ્ધ વિહારી પણ ઇતિ અતિથિ, અગર તિથિપતૃદિક ઉત્સવો જેને નથી તે અતિથિ કહેવાય અતિથિસન્માર્ગ નિરતો યતિ : હે કુતીર્થિકો ! જો તમે મલિન આરંભવાળા છો, તો તમારે દ્રવ્ય સ્નાન કરવું ઉચિત છે, પણ બીજું કરવું ઉચિત નથી આની વિશુદ્ધ ભાવના હેતુભૂત પણાથી નિર્મળ આરંભજીવોને વિશુદ્ધભાવ સદાય છે, તો આના વડે કરીને શું ? વળી દ્રવ્ય સ્નાન જે છે તે પણ દેવતા અતિથિને પૂજનારને ભાવ સ્નાન થાય છે. તે અનુભવસિદ્ધ છે. હવે દ્રવ્ય સ્નાન ભાવશુદ્ધિના નિમિત્તભૂત છતાં પણ અપૂકાયાદિ જીવ હિંસા-દોષ દુષિતપણાથી અશોભનું છે. તે ઉત્તર કહે છે કે હિંસા લક્ષણ અવદ્ય સદ્ ભાવનથી પણ સમ્યગ દર્શનની શુદ્ધિ લક્ષણ ગુણ થાય છે, માટે ગુણના લાભથી દોષ નથી કહે છે કે થોपूजाए कायवहो, पडिकुछो सोउ किंतु जिणपूया । समत्तसुद्धिहेउत्ति, भावणीया उ निरवज्जा ॥१॥ | ભાવાર્થ : પૂજાને વિષે જીવોનો પ્રાણિયોનો વધ થાય તે માટે પૂજાનો નિષેધ છે. આવું ન બોલવું, કારણ કે જિનેશ્વર મહારાજની પૂજા જે તે સમ્પત્વશુદ્ધિના હેતુભૂત કહેલી છે, થાય છે માટે નિરંતર નિરવધ-પૂજાની ભાવના કરવી. ઉત્તમ પ્રકારે ઉપયોગ સહિત પૂજા કરવી. માટે દ્રવ્યસ્નાન પણ ભાવશુદ્ધિનું નિમિત્ત છે, તે શોભન છે. જેમ ચૈત્યવંદન ભાવશુદ્ધિનું નિમિત્ત છે તેમ દ્રવ્યસ્નાન પણ ભાવસ્નાનના નિમિત્તભૂત હોવાથી શોભનું છે, કારણ કે વિશિષ્ટ ગુણના હેતુભૂતથી દોષના સભાવે પણ, જેમ ઘણો પરિશ્રમ પડતાં પણ કૂવાનું ખોદવાપણું પરિણામે લોકોને ગુણના હેતુભૂત થાય છે તેમ દ્રવ્ય સ્નાન પણ વિશિષ્ટ ગુણનો હેતુભૂત છે. ૧0૫ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ્રશ્ન: હવે જ્યારે દ્રવ્યસ્નાન ભાવસ્નાનના કારણભૂત અમલિન આરંભીને છે ત્યારે મલિન આરંભીઓ તેમ કરે તો શું ખોટું ? ઉત્તર - મલિન આરંભી બીજા લક્ષણવાળા અનુષ્ઠાન કરવાથી દ્રવ્યતર ભાવસ્નાન રૂપે ધર્મસાધને ગુણદોષ કરવાવાળા થાય છે, કારણ કે મલિન આરંભી, આના અંદર ના અધિકારી ભાવના અભાવે કોઈ કહે છે કે યુતિઃ धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहागरीयसो । प्रक्षालनाद्धि पंकस्य दूराद स्पर्शनं वरम् ॥१॥ | ભાવાર્થ : જે માણસ ધર્મકાર્ય કરવાને માટે પૈસાની ઇચ્છા કરે તેના કરતા પેસાની ઇચ્છા ન કરવી તે જ મહાન કાર્ય છે, કારણ કે કાદવમાં પડીને પ્રક્ષાલન કરવું તેના કરતા કાદવથી દૂર રહેવું સારૂ છે. આવી રીતે ધર્મના માટે સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ કરેલ છે. વળી ફૂલ તોડવાનો અભાવ તથા દેવસંબંધી બગીચાદિકનો અભાવ, આનાથી સૂચવે છે તો તેને ઉત્તર આપે છે કે એ વચનો બરાબર સત્ય નથી, કારણ કે સ્નાન જે તે વિધેયપણાથી દેવતાના અર્ચનને માટે કહે છે. વીર્દतत्थ सुणाइ दुहा विहु, दव्वण्हाणेण सुद्धवत्थेणति । (तत्र शुचिना द्विधा पि हु, द्रव्यस्नानेन शुद्धवस्त्रेण इति ।) | ભાવાર્થ : ત્યાં પણ બે પ્રકારે શુદ્ધિ કરવાનું કહેલું છે. એક દ્રવ્ય સ્નાનવડે કરીને બીજું શુદ્ધ વસ્ત્રવડે કરીને કોઈક કહેશે કે આ તો પ્રાસંગિક સ્નાનની અપેક્ષા આ ઉપદેશ છે, પણ દેવતાના ઉપદેશિક નથી, એ પણ બરાબર નથી. જો એમજ હોય તો કોઇ દિવસ સ્નાન કરે ત્યારે દેવતા અર્ચન કરે, નિત્યકૃત્ય નીચે પ્રમાણે કહે છે. वंदंति चेइयाइं तिक्कालं पुइउण विहिणाउ इति । वंदंति चैत्यानि त्रिकालं पूजयित्वा विधिना तु-इति M૧૦૬) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : વિધિવડે કરી ત્રિકાલ પરમાત્માનું પૂજન કરી જિનપ્રતિમાને વંદન કરે. વંદન કરી વિધિથી ત્રણ કાલ જિનેશ્વરને પૂજે, જે. કહ્યું કે ધર્માર્થને માટે સાવદ્ય પ્રવૃત્ત નિષેધ છે તે સત્ય છે. સર્વવિરતિની અપેક્ષાયે કેવલ તે નિષેધ છે, પણ ગૃહસ્થના અધિકારને વિષે તો તે પ્રવૃત્તિ અનુજ્ઞાત છે. વાદदव्वत्थ ए कूवदि©तोत्ति-(द्रव्यस्तवे कूपद्रष्टान्तः) ભાવાર્થ : દ્રવ્યસ્તવને વિષે કૂવાનું દષ્ટાન્ત કહે છે. વળી વ્યાપારાદિક સાવદ્ય પ્રવૃત્તિ પણ વિશેષ વિશેષના પક્ષ પાત રૂપવડે કરીને પાપના ક્ષયભૂત ગુણ-બીજ-લાભના હેતુ ભૂતપણાથી જેમ સંકાશને, સંકાશ શ્રાવકે પ્રમાદથી ચૈત્ય દ્રવ્યનું ભક્ષણ કરવાથી લાભાંતરાયાદિક કિલષ્ટ કર્મ બાંધીને, ચિર પર્યટિત દુરંતર સંસાર કાંતરા, અનંતકાલે લબ્ધ માનવ ભવ દુર્ણતરત શિરશેખરરૂપ, પારગત સમીપે લબ્ધસ્વકીય પરભવવૃત્તાંત-પારગત ઉપદેશાત્ દુર્ગ– નિબંધન કર્મક્ષપણાય, જે હું ઉપાર્જન કરીશ તે સર્વ ખાધા પીધા પહેરવા જોઇ તે વિનાનું સર્વ જિનાયતનાદિમાં નાખીશ એવો અભિગ્રહ કર્યો આમ કરવાથી મોક્ષે પણ ગયો.જેમ સંકાશનેતે સર્વથા એવું અશુભરૂપ વ્યાપાર કરવાથી વિશિષ્ટ નિર્જરા કરવાનું કારણ થયું તેમ પુષ્પન્નોટન નિષેધ સત્ય છે, પરંતુ, પૂજા કરવાના ટાઈમે માલી પાસેથી લઈ ચડાવવાથી દર્શન શુદ્ધિના હેતુભૂત થાય છે. જુઓ. सुच्चइ दुग्गइनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूयापणिहाणेणं, उववन्ना तियस्स लोगंमि ॥१॥ श्रूयते दुर्गतिनारी, जगद् गुरुणां सिंदुवारकुसुमैः पूजाप्रणिधानेन, उत्पन्ना त्रिदश लोके ભાવાર્થ : સંભળાય છે કે જગદ્ગુરૂ શ્રીમાન્ મહાવીર M૧૦૭ - For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહારાજાને પૂજવાની અભિલાષાવાળી દુર્ગતા નારી સિંદુવારના પુષ્પોને લઈને પ્રભુને પૂજવા જતા રસ્તામાં ખીલા સાથે અફળાવાથી પ્રભુ પૂજાની ભાવના અંતરંગ હોવાથી કાળધર્મને પામી દેવલોકે ગઇ, એટલું જ નહિ પણ એકાવતારી થઈ તેણે તે ફૂલો ન્યાય ઉપાર્જન પાસાથી ગ્રહણ કરેલા હતા. તથા ચૈત્યસંબંધી ગ્રામાદિક આરામાદિકનો અભાવ નથી કહ્યો માટે મલિન આરંભીયોને પણ ધર્માર્થને માટે સ્નાનાદિક અવિરૂદ્ધ કથન કરેલ છે. યતિ કેમ અધિકારી નહિ ? કારણ કે કર્મ લક્ષણવ્યાધિ ગૃહસ્થ તથા સાધુ બનેને છે, અને તેની પૂજાદિ લક્ષણા ચિકિત્સા પણ બન્નેને સમાન જ છે, તો પછી એકનો અધિકાર અને બીજાનો કેમ નહિ? આવી રીતે શંકા કરનારને ઉત્તર આપે છે. स्नानमुद्वर्तनाभ्यंग, नखकेशादिसंस्क्रियाम् । गंधमाल्यं च धूपं च त्यजति ब्रह्मचारिणः ॥१॥ ભાવાર્થ : સ્નાન તથા શરીરને નિર્મલ કરવું, તૈલાદિકને ચોળાવવું તથા ગંધ, માલા, ધૂપ, આ સર્વેનો બ્રહ્મચારિયો ત્યાગ કરે છે, કારણ કે ઉપરોક્ત તમામ બ્રહ્મચર્યનાં દુષણો છે. એ કારણથી, એ વચનોથી, યતિને સ્નાન કરવાનો, તથા તે પૂર્વ હોવાથી દેવતાને અર્ચન કરવાનો અધિકાર નથી. તેમને તો વિભૂષા અર્થે સ્નાન કરવાનો નિષેધ છે. પ્રશ્ન : આ સાવદ્ય કર્મથી નિવર્તમાન છે તેથી અધિકારી નથી. જો યતિ સાવદ્ય કર્મથી નિવૃત્ત થયેલ છે તો સ્નાન કરી દેવતાનું અર્ચન કરે તો શો દોષ છે ? યદિ જો સ્નાનપૂર્વક દેવતાદિના અર્ચન કરવામાં સાવદ્ય યોગ હોય તો, તે ગૃહસ્થને પણ તુલ્ય દોષ લાગે, માટે તેણે પણ સ્નાનાદિક ન કરવું . ગૃહસ્થ તો સંસારી હોવાથી કુટુંબાદિકના અર્થો, ગૃહસ્થ સાવદ્ય કર્મને વિષે ભલે પ્રવર્તમાન થાય, M૧૦૮) For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પણ ધર્મને માટે તો સાવદ્ય કર્મમાં ન પ્રવર્તમાન થવું. ઉત્તર : અનેક પાપકર્મના આરંભના સાથે આ પણ આરંભ એક ભલે રહ્યો, પરંતુ બીજા આરંભ કરતાં પૂજા કરવા માટે સ્નાનાદિકનો જે આરંભ છે તે કૂવાના ઉદાહરણના પેઠે પૂજાદિકથી થયેલ આરંભને શુદ્ધ કરી ગુણાંતરને પામે છે માટે ગૃહસ્થોને સ્નાન પૂજાદિક કરવા યુક્ત છે. કૂવાના ઉદાહરણના પેઠે યુક્ત છે. સ્નાન પૂજાદિ તેવી રીતે સાધુને પણ યુક્ત છે, માટે સ્નાનાદિકને વિષે કેમ સાધુ અધિકારી નહિ ? તેનો ઉત્તર આપે છે. યતિઓ સર્વથા સાવદ્ય કર્મથી નિવર્તમાન થયેલા છે, માટે કૂવાના ઉદાહરણના પેઠે તેઓને તેમાં પ્રવર્તમાન થવાથી સાવદ્ય લાગે છે. ચિત્તને વિષે ધર્મ ન સ્ટ્રરે, કારણ કે તેને વિષે શુભ ધ્યાનાદિકથી પ્રવર્તમાન સદેવ થયેલ છે માટે ગૃહસ્થો તો સદૈવ સાવદ્ય સ્વભાવથી જ પ્રવર્તેલા છે, માટે જિનઅર્ચનાદિદ્વાર વડે કરી સ્વપરઉપકારને વિષે તેને તેમાં પ્રવર્તમાન થનારાના ચિત્તમાં તે જ લાગે છે. ન સાવદ્ય, માટે સ્નાનાદિકને વિષે ગૃહસ્થ જ અધિકારી છે, ન સાધુ. આગમને વિષે પણ કહ્યું છે કે – छजीवकायसंजमो दव्वत्थएसो विरुज्झ एकसिणो । तो कसिण संजमविउ पुप्फाईयंन इच्छंति, ॥१॥ अकसिणपवत्ताणं, विरयाविरयाण एसखलु जुत्तो । સંસારયાપારનો, વ્યસ્થા #વિધ્વંતો, મેરા | ભાવાર્થ : પકાયની જીવદયાના પ્રતિપાલન કરનારા સંયમી મુનિ મહારાજાઓને દ્રવ્યસ્તવ સર્વથા નિષેધ કરેલ છે માટે સંપૂર્ણ સંયમી મુનિમહારાજા પુષ્પાદિકની ઇચ્છાને કરતા નથી ૧ પરંતુ જેણે ૧૦૯ ભાગ ૧૦૯ ભાગ-૬ ફમો-૯ ~ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સંપૂર્ણ સંયમ અંગીકાર કરેલ નથી તથા જેઓ કાંઇક પાળે છે ને કાંઈક નથી પાળતા અર્થાત્ ગૃહસ્થાવસ્થાને વિષે રહેલા જીવોને દ્રવ્ય સ્તવનિશ્ચય યુક્ત છે, કારણ કે સંસારને ઓછો કરવા માટે દ્રવ્યસ્તવને વિષે કૂવાનું દ્રષ્ટાંત આપેલ છે અને તે ન્યાયથી સંસારને ઓછો કરી શકે છે તથા દ્રવ્ય સ્તવ પૂજાથી ભાવ પૂજા જે તે યતિને પ્રધાન હોવાથી તેનો અધિકાર દ્રવ્ય સ્તવને વિષે નથી, તે કારણ માટે જ સામાયિકને વિષે રહેલો શ્રાવક પણ યતિરૂપ હોવાથી સાવદ્યથી દ્રવ્ય સ્તરે અધિકારી નથી, તે કારણ માટે ગૃહસ્થો પ્રકૃતિથકીજ પૃથ્વી, પાણી આદિ મર્દનથી ભયવાળા થઈ સાવધે યતનાથી, સંક્ષેપ ક્રિયારૂચિથી, યતિક્રિયાના અનુરાગી છે, માટે ગૃહસ્થને ધર્મના માટે પણ આરંભાદિક ક્રિયાની પ્રવૃત્તિ યુક્ત નથી. યથાअसदारंभवपत्तो, जं च गिही तेण ते सि विन्नेया । तिन्नित्वित्तिफलच्छिय, एसापरिभावयमिणं ॥१॥ ભાવાર્થ : જે કહેલ છે તે તો અસત્ (ખરાબી) આરંભની નિવૃત્તિને માટે કહ્યું છે. અને એવા ખરાબ આરંભની નિવૃત્તિ ગૃહસ્થ જરૂર કરે, પરંતુ આ પૂજાનો ભવિષ્યમાં કૂવાના દ્રષ્ટાંતના પેઠે મહાન લાભવાળી હોવાથી જરૂર કરે. માટે સર્વ સર્વના અધિકારી નથી, એક એકના અધિકારી છે. હવે ભાવસ્નાન કહે છે શુભ ધ્યાનથી ચિત્તને એકાગ્રતા લક્ષણ વા યુક્ત ધર્માદિક પાણી તે ધ્યાનરૂપી જલ કહેવાય છે તે દ્રવ્યસ્નાન, ભાવજ્ઞાનના વિપર્યય લક્ષણરૂપ છે, માટે ધ્યાનરૂપી પાણી સાધુને સદાસ્નાન કહેતાં શુદ્ધિનું નિર્મલ કારણભૂત છે, તે માટે તેને ભાવનાનકહે છે. ધ્યાનાદિકનો આશ્રય કરી જ્ઞાનાવર્ણાદિક લક્ષણરૂપ મલ તેને નિષેધ, પ્રક્ષાલન કરવામાં આવે છે, તે ભાવ સ્નાન કહેવાય છે પરમ ઋષિ સર્વજ્ઞ મહારાજાઓએ રૂષિયોને એ પ્રકારે ભાવસ્નાન કરવાનું કહેલું છે, કારણ કે તેઓને તેજ ઉત્તમ છે, માટે M૧૧૦) For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ' વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેમને દેવાર્ચનાને માટે દ્રવ્યસ્નાન કરવાની જરૂર નથી. રૂષિયો કેવા છે ? પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણ હિંસા તેજ દોષ, તે વડે કરીને રહિત છે. વળી રૂષિયોને મૂળગુણ, ઉત્તરગુણરૂપ મહાવ્રત, શીલ, વૃદ્ધિકારણે આવું ભાવપ્નાન યુક્ત છે, કારણ કે ભાવ સ્નાન, ધર્મધ્યાન શુકલધ્યાનની વૃદ્ધિ કરનારું છે. આવી રીતે દ્રવ્યસ્નાન અને ભાવસ્નાનથી પરંપરાએ સર્વ કર્મ મલને વર્જી મોક્ષમાં જાય છે. ફરીથી લપાતો નથી, એવી રીતે જ સ્નાન કરનારો પરમાર્થથી સ્નાન કરેલ કહેવાય છે, પરંતુ સ્નાનાંતરથી સ્નાન કરનાર પરમાર્થથી સ્નાન કરનારો કહેવાતો નથી, માટે રે કુતીર્થંકો ! તમારે જલ્દી પરમાર્થથી સ્નાન થવાથી ઇચ્છા હોય તો, ભાવસ્નાનથી સ્નાન કરો. દ્રવ્યસ્નાન છોડી દો. (પુષ્પ પૂજા.) હવે સ્નાન કર્યા બાદ દેવોને પૂજવા તે માટે પૂજાનું સ્વરૂપ કહે છે. હવે જેઓ માને છે કે શ્વેતાંબર સાધુઓ દેવોને પૂજતા નથી, તેવું કહેનારને ઉત્તર આપે છે. જે પૂજા કરવાને વિષે આઠ પુષ્પો આવે છે તે અષ્ટપુષ્પી કહેવાય છે. આઠ પુષ્પી તો જઘન્યતાથી કહેલ છે અન્યથા થોડા વા, ઘણા પુષ્પોવડે કરીને દેવપુજા કરવાનું કહેલ છે. તે પૂજા જ્ઞાની મહારાજાએ બે પ્રકારની કહેલ છે, ૧. સાવદ્યા, ૨. નિરવદ્યા. તેમાં પ્રથમ દેવલોકસાધની દ્વિતિયા તુ નિર્વાણસાધની પાઠાંતરે સ્વર્ગમોક્ષ પ્રસાધનાત્ દ્વિધા. હવે અશુદ્ધા તેનું વર્ણન કરે છે. ન્યાયવડે કરીને ઉપાર્જન કરેલ પૈસાથી અગર અચૌર્યવડે કરી ગ્રહણ કરેલા પૈસાથી, પુષ્પોને લઈને, જે દેવાધિદેવને આપવામાં આવે છે તે અશુદ્ધ પૂજા છે. કેવી રીતે કરે છે તે કહે છે કે લાભને માટે, પ્રવચન પ્રભાવનાને માટે ઉદાર M૧૧૧ ૧૧૧ ~ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવથી, માલીક પાસેથી દેશકાળના અનુમાને ગ્રહણ કરેલ ઉત્તમ મધ્યમ, જઘન્ય પુષ્પોથી પૂજા કરી હોય ને વળી તે પુષ્પો બહુ જ પ્રફુલ્લિત છે. સુગંધી છે. જો તેમ ન હોય તો સ્નાનાદિક શૌચ પણ મનાદિકને પ્રસન્નતા ન કરી શકે, માટે થોડા કે ઘણા, જાતિવંત માલતી આદિ પુષ્પોથી પૂજા કરે છે, નનુજાત્યાદિ ગ્રહણ કરવાનું કહ્યું તે તો સુવર્ણાદિક સમનસાંપુષ્પાદિકનાં નિષેધ માટે થાય છે, કારણ કે જાતિવંત પુષ્પો જે સારા હોય છે, તે તો એક વાર ચડાવવાથી નિર્માલ્ય થઈ જાય છે, માટે તે કાંઈ વારે વાર આરોપાતાં નથી, અને જો ચડાવે તો નિર્માલ્યાના દોષોનું આરોપણ થાય છે. કહ્યું છે ॐ यथोक्तम्कंचणमेत्तियरयणाइ दामएहिचविविहेहिं, ભાવાર્થ : કંચન, મૌક્તિક રત્નાદિકની વિવિધ પ્રકારની માલાદિકને ચડાવે માટે સોનાના, મોતી, મણિનાં ચડાવે તો શું વાંધો ? અને ચડાવેલા ન ઉતારીયે તો હરકત શી ? નિર્માલ્ય આરોપણનો દોષ પણ ન થાય, કારણ કે જાતિવંત પુષ્પો તો સુગંધમય હોવાથી ને કરમાઈ જવાથી, નિર્માલ્ય થઈ જવાથી ઉતારવા જોઇએ. પણ સુવર્ણના દાગીના ન ઉતારે તો શો દોષ ? વળી કોઈ કહે છે કે વીતરાગને વળી અલંકાર શું કામ ચડાવવા જોઇએ, તેમ પુષ્પો પણ શું કામ ચડાવવા જોઇએ. બન્નેનું સરાગીપણું છે, માટે ન ચડાવવા જોઈએ, તેથી અષ્ટ પુષ્પી વિધાનનું કારણ કહે અપાયા, જ્ઞાનાવર્ષાદિક કર્મોના હેતુવાત આઠ અપાયો કહેલા છે. તે આઠે આઠ કર્મરૂપ છે, અને તે આઠ કર્મથકી મુકાયે મુક્ત કહેવાય છે તે આઠ અપાય ના મુક્ત થવાથી તેનાથી ઉત્પન્ન થયેલા અનંતજ્ઞાન, દર્શનાદિક ગુણો, તેનો જે પ્રાદુર્ભાવભૂતિ, તેજ લક્ષ્મી, ન ૧૧૨ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણ ભૂતિ, ગુણલક્ષ્મી, સમ્યક્ જ્ઞાનપૂર્વિકા, સર્વ પુરૂષાર્થસિદ્ધિ, દેવ દેવાય આવી જે અષ્ટ પુષ્પી આપીએ તે અશુદ્ધા છે. સર્વ કહેલ છે-અષ્ટ અપાય મુક્ત ગુણભૂતિને આપીએ તે ઠીક નહિ. ગુણની ભૂતિથી પ્રાપ્ત થયેલ ચાર પુષ્પિકા , અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય રૂપ ચાર પુષ્પિથી અષ્ટકમ નિર્મુક્ત, સિદ્ધિનો કોઇક પ્રકૃતિના વિયોગથકી જ્ઞાનાભાવ, શરીર મનના અભાવથી, વીર્ય અભાવ વિષયાભાવાતુ, સુખાભાવો, આવી રીતે કહે છે. તેમના તેને આવરણ ક્ષયે તેઓનો ન્યાય પામેલ છે. માટે જ એમજ છે તો જ્ઞાનાવર્ણાદિક પંચક ક્ષય, કેવળીને પાંચ જ્ઞાનનો પ્રસંગ ન રહે. થોમ્ नम्मिछाउमथिएनाणे-नष्टे तु छद्मस्थज्ञाने ભાવાર્થ : છદ્મસ્થ જ્ઞાન નષ્ટ થયે છતે એવું નથી, કારણ કે કેવલજ્ઞાનવડે કરીને શેષ જ્ઞાન જાણવા લાયક પ્રકાશિત પણાને પામે છે, તેનું અનર્થકપણું હોવાથી કહે છે આના વડે કરીને તો પૂર્વાર્ધવડે કરી જિનબિંબ પ્રતિષ્ઠાને વિષે 2ાણ અવસ્થા કહ્યું છે. તેમાં બાલ્યાવસ્થા, આશ્રય સ્થાન કહેલ છે, નિષ્ક્રમણ અવસ્થા ઉચિત રથારોપણ, પુષ્પપુજાદિક અને કેવળી અવસ્થા આશ્રયી વંદન પ્રવર્તે છે. એવી રીતે તેના મનને દૂર કરે છે. આઠ અપાય નિર્યુક્તિ દ્વાર વડે કરીને કરેલી પૂજા, ગૃહસ્થાવસ્થક વિશેષ નથી કરતી કિંતુ કેવળી અવસ્થાને વિષે, નનુ, આઠ અપાય નિર્મુક્તિને આલંબનકરી કેવલી અવસ્થાને વિષે પૂજા કરવી, તે ચિંતવવા લાયક છે, કારણ કે ચારિત્રને સ્નાનાદિક ઘટે નહિ. તે પ્રકારે સાધુને પણ. મહાવીરસ્વામી મહારાજાએ અચિત સરોવર છતાં, અચિત તલના ઢગલા છતાં સાધુ સુધા, તૃષાબાધિત છતાં તેમને સેવન કરવાની પ્રેરણા ન કરી. ભવિષ્યમાં આચાર્યાદિક સાધુ એવું ન કરે માટે. दुब्भिमंगमलस्सा वितरणु रुप्पे सनानाणिया । (૧૧૩ - For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ द्विघा वाउवहोवापि, तेणढंति न चेहए ॥१॥ ભાવાર્થ : ભલે શરીરે સ્નાન કરેલ હોય તો પણ આ શરીર દુર્ગધી મલને સ્ત્રાવ કરનાર છે, કારણ કે બે પ્રકારે પણ વાયુને વહન કરનાર છે. તે કારણ માટે ચૈત્યને વિષે રહે નહિ કારણ કે પવનના સંચારથી આશાતના લાગે છે માટે દેરાસરજીમાં વધારે વાર રહેવું નહિ. પુષ્પાદિક દ્રવ્ય ઉપયોગથી અવઘને શુભ ભાવ થાય તે કર્મના ક્ષય નિમિત્તે ન થાય, પરંતુ પુન્યબંધનના કારણભૂત થાય, તેથી તે દેવગતિ બંધનના કારણભૂત છે. ઉપલક્ષણપણાથી સુમાનુષત્વ સાધી પરંપરાયે ભાવપૂજાના કારણને પામી મોક્ષ આપવાવાળી થાય છે. હવે શુદ્ધ અષ્ટપુષ્પીને કહે છે - કષાયાદિકને ત્યાગ કરી આત્માના શુભ શુદ્ધ અધ્યવસાય પરિણતિરૂપ શાસ્ત્રોકતા પરિપૂર્ણ સકલ જીવના હિતરૂપ હિંસાદિક પાપસ્થાનોના પરિહારવડે કરીને અને નિરતિચાર સુગંધ યુક્ત ધર્મનું જે કરવાપણું છે તે જ પુષ્પ ધર્મ છે. ૧. પ્રમાદના યોગથી પ્રાણીયોના પ્રાણને હરણ કરવાતે હિંસા, અને તેનો અભાવ તે જ અહિંસારૂપ પ્રથમ પુષ્પ ૧. ૨. સર્જન પુરૂષોને હિતકારી અસત્યનો અભાવ જે સત્ય તે દ્વિતીય. પુષ્પ ૩. ચૌર્ય કર્મનો ભાવ તે ચૌર્ય, તેનો જે અભાવ તે અસ્તેય, અચૌર્ય, તૃતીયં પુષ્પ. ૪. તથા બ્રહ્મકુશલકર્મ તે, સેવેતે. મનોવાક્કાયવડે કરીને, કામસેવન વર્જન તે ચતુર્થ પુષ્પ. ૫. તથા સંગનો અભાવ નાસ્તિ તે અસંગતા, ધર્મ ઉપકરણ સિવાય ના પરિગ્રહને વર્જન, કારણ કે ધર્મ ઉપકરણને પરિગ્રહનો અભાવ કહેલ. કથાजंपि वत्थं पायं वा कबलं पायपुछणं । तंपि संजमलज्जट्ठा, धरंति परिहरंतिय ॥१॥ ન ૧૧૪ - For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ नसो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छापरिग्गहो वुत्तो, इह वुत्तं महेसिणा ॥२॥ ભાવાર્થ : યદ્યપિ વસ્ત્ર પાત્ર, કંબલ, પ્રાદપ્રોજૅન વિગેરે સંયમના નિર્વાહ માટે તથા લજજાને માટે ધારણ કરે છે અને તેને તારક એવા જ્ઞાતપુ કહેતા મહાવીર મહારાજાએ પરિગ્રહ કહેલ નથી. પરિગ્રહ તો તે જ કહેવાય છે કે જે વસ્તુપાત્રને વિષે મૂછ હોય છે તેને જ મહાવીર ભગવાન પરિગ્રહ કહે છે, અન્યથા શરીર આહારાદિક પણ પરિગ્રહ કહેવાય ઇતિ પંચમં પુષ્પ, ૬, તથા શાસ્ત્રાર્થ તત્વાર્થને ગ્રહણ કરે તે ગુરૂ. યથાधर्म धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ॥१॥ ભાવાર્થ : ધર્મને જાણનાર, ધર્મને કરનાર સદા ધર્મને વિષે પરાયણ પ્રાણિયોને નિરંતર ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય છે.તે ગુરૂની સેવાભક્તિ બહુમાન તે ષષ્ઠ પુષ્પ ૭. તથા શરીરે જે તાપ ઉત્પન્ન કરે તે તપ અનશનાદિ, રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક્ર, એ સર્વે ને તપાવે અને અશુભ કર્મોને તપાવે તે તપ સપ્તમં પુષ્પ ૮. સમ્યપ્રવૃત્તિના હેતુ ભૂત જ્ઞાન તે અષ્ટમં પુષ્પ. આવી રીતે અરિહંતની આજ્ઞારૂપ સાત ભાવપુષ્પવડે કરી જે દેવાધિદેવની પૂજા કરવામાં આવે છે તે જ મહાદેવ કહેવાય છે, કારણ કે પરમાત્માની આજ્ઞાનો પ્રતિપાલક જીવ જ કૃતકૃત્ય ગણાય છે. આજ્ઞા વડે કરી યુક્ત જ અષ્ટપુષ્પી તેજ નિરવદ્ય પૂજા કહેલી છે. એવી રીતે શુદ્ધ પૂજાથી મોક્ષ સાધનપણું બતાવી સસંમતપણું બતાવે છે, માટે જીવહિંસાદિક મિશ્રપણાથી દ્રવ્ય પુષ્પાદિ પ્રશસ્ય નથી, પણ ૧૧૫ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હિંસા દિકના ત્યાગરૂપ અને અહિંસાદિકના ગ્રહણરૂપ વીતરાગની આજ્ઞારૂપ પ્રશસ્ત ભાવજન્ય કર્મ ક્ષય સાધ્ય નિર્ણ કરનારી આ શુધ્ધ અષ્ટપુષ્પી પૂજા વિદ્વાન મનુષ્યોને સંમત છે, માટે તમો ભાવપૂજા કરો. એ ઉપરોક્ત યથાર્થ મહાદેવના ગુણને ધારણ કરનારા મહાદેવનું પૂજન કરનારા જીવો ઉત્તમ ગતિના ભોક્તા થાય છે. नौरेषाभववारिधौ शिवपदप्रासादनिश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला कर्मग्रंथिशिलोच्चयस्य दलने दंभोलि धारोपमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां वरा ॥१॥ ભાવાર્થ : પરમાત્માની પૂજા ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન છે અને મુક્તિપુરી રૂપી મહેલને વિષે ચડવાને માટે નિસરણી સમાન છે. સ્વર્ગપુરીમાં જવાનો માર્ગ છે. દુર્ગતિરૂપી નગરીમાં પ્રવેશ કરવા માટે ભોગલ સમાન છે. કર્મની ગાંઠરૂપી મહાન પર્વતને ભેદવાને માટે વજની ધારા સમાન છે. કિં બહુના ! જિનેશ્વર મહારાજાએ પરમાત્માની શ્રેષ્ઠ પૂજાને એક જ કલ્યાણની પરંપરાનું સ્થાન તેમજ મુક્તિસ્થાપના સમાન કથન કરેલ છે. (પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ) पुष्पाद्यार्चा१ तदाज्ञा च२, तद्रव्य३ परित्तणम् । उत्सवा४ स्तीर्थ५ यात्रा च, भक्तिः पंचविधा जिने ॥१॥ ભાવાર્થ : પરમાત્માની પુષ્પાદિક વડે કરીને પૂજા કરવી. ૧ તથા પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કરવું. ૨, તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ૩, તથા જૈન મંદિરને વિષે ઉત્સવ કરવો ૪ તથા તીર્થયાત્રા કરવી પ-આ પાંચ પ્રકારે જિનેશ્વર મહારાજાની ભક્તિ કહેલી છે. ૧૧૬ * For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बहुवर्तिसमायुक्त, ज्वलंतं श्रीजिनाग्रतः । कुर्यादारात्रिकं यस्तु कल्पकोटिदिवं वसेत् ॥१॥ धूपो दहति पापानि दीपो मृत्युविनाशकः । नैवेद्यै विपुलं राज्यं, प्रदक्षिणा शिवप्रदा ॥२॥ इति उपदेशसारवृत्तौભાવાર્થ : જે માણસ ઘણી વાટ કરી યુક્ત અને જવાજલ્યમાન આરતિને શ્રી જિનેશ્વર મહારાજ પાસે કરે છે તે કલ્પ કોટી સુધી સ્વર્ગને વિષે વાસ કરે છે. ૧ ભગવાનની પાસે ધૂપ કરવાથી પાપને બાળી નાંખે છે અને દીપક કરવાથી મરણનો નાશ કરે છે. નૈવેદ્ય ધારણ કરવાથી નિર્મલ રાજયની પ્રાપ્તિ થાય છે અને પ્રદક્ષિણા ફરવાથી મુક્તિ આપનાર થાય છે. ૨. पर्वतः पुंडरीकोऽयं, पात्रं श्रीप्रथमप्रभुः । परमेष्टीं पर्युषणं, पकाराः पंचदुर्लभ॥१॥ ભાવાર્થ : પુંડરીકગિરિ ૧, સત્પાત્ર ૨, પ્રથમ પ્રભુ શ્રી આદિનાથજી ૩, પંચ પરમેષ્ઠી ૪ અને પર્યુષણ મહાપર્વ પ-આ પાંચ પ્રકારો અતિ દુર્લભ કહ્યા છે. | (આદિનાથજી વાર્ષિદાન) वत्सरेण हिरण्यस्य, ददौ कोटीशतत्रयम् । अष्टाशीतिं च कोटीनां लक्षाशीति च नाभिभूः ॥२॥ ભાવાર્થ : શ્રીમાન્ નાભીરાજાના પુત્ર ભગવાનશ્રી આદિનાથજી મહારાજાએ વાર્ષિકદાનમાં ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણ આપ્યું એવી રીતે દરેક તીર્થકર મહારાજાઓ વાર્ષિકદાનમાં સુવર્ણ મહોરોનું દાન કરે છે. ૧૧૭ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मनो मधुकरो मेघो, मानिनी मदनो मरुत् । મામો મ ટો મલ્યો, મારી આ યંત્રની : III ભાવાર્થ : મન ૧, ભ્રમર ૨, મેઘ ૩, સ્ત્રી ૪, કામ ૫, પવન ૬, લક્ષ્મી ૭, મદ ૮, વાંદરો ૯, માછલું ૧૦-આ દસ નામવાળા મકારો ચંચલ હોય છે. સ્ત્રીઓ અત્યંત ચંચલ હોય છે અને ચાલતામાં અનેક અકાર્યો કરે છે. ( સ્ત્રીઓ જૂઠા પ્રેમરૂપી નદીને નીકળવાના સ્થાનભૂત પર્વત સમાન, મોક્ષમાર્ગની ભોગળ સમાન-કપટની પેટી, માયા ચારીના પેઠે સેંકડો બંધન કરાવનારી, અગ્નિના કણીયાના પેઠે અંદર દહનશીલા,દુષ્ટ વ્રણના પેઠે અંદરથી કુથિત હૃદયવાળી, સમુદ્રના મોજાના પેઠે-ચપલ સ્વભાવવાળી, વિષવલ્લીના પેઠે આશ્રય નહિ કરવાવાળી,સ્થાનભ્રષ્ટ પૈસા પાત્રના પેઠે હંમેશા નહિ પ્રશંસવા લાયક, ખાલી મુઠીના પેઠે લોકોને મોહ કરવાવાળી , તૃણછન્ન કુવાના પેઠે અપ્રકાશ્યહૃદયા, આદર્શ બિંબના પેઠે-દુગ્રા સ્વભાવવાળી, પર્વતના માર્ગના પેઠે અનવસ્થ ચિત્તવાળી, કાળા સર્પની પેઠે અવિશ્વાસ કરવા યોગ્ય, સંધ્યાના રંગના પેઠે મુહૂર્ત રાગ વાળી, માછલાના પેઠે ખરાબ પરિવર્તન શીલવાળી , વાઘણી પેઠે દુષ્ટ હૃદય.વાળી, કૃપણના પેઠે ઊંચા હાથવાળી દુષ્ટ જંતુઓથી ભરેલી વાવડીના પેઠે નહિ પ્રવેશ કરવા લાયક, કિંપાક ફળના પેઠે દેખાવમાં મુખે મધુરી, માંશપેશી ગ્રહણના પેઠે ઉપદ્રવ કરનારી, ઘોડાના પેઠે દુઃખે કરીને નહિ દમી શકાય તેવી, પાણીની પેઠે નીચે જનારી, વાંદરાના પેઠે ચલપલ ચિત્તવાળી, નરકની પેઠે ત્રાસ કરનારી, કામ પર વશા-મદોન્મત્ત ગર્દભ, મતંગજ, સદશા, કાળના પેઠે બિલકુલ અનુકંપા રહિત, સંહારના પેઠે ગુપ્ત, માયાકપટવાળી, પ્રકૃતિવક્રા વિષમાં, હજારો M૧૧૮ ૧૧૮ ~ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અપરાધોનું સ્થાન, શોકની ઉત્પત્તિ, બળનો વિનાશ, રાગનો આશ્રય, જ્ઞાનની સ્કૂલના, ધર્મમાં વિન કરનાર, શીયલને વિનાશ, ક્રોધ પામેલી સર્પિણી અવિશ્વસનીયા, કર્કશા, દુઃખપાલ્યા, દુઃશ્વરિત્રનું ઘર સાધુની શ, અતિવિષા, જુગુપ્તનીયા, દુઃખહ્યા અરતિકરા, અગંભીરા દ્રઢવૈરા, ચપલા કૃતજ્ઞા, અનામિકા વ્યાધિ, નિવિષ્યિા સર્પિણી, અદારૂ અટવી, અસલિલ પ્રવાહા, પાપરૂપી રજનો બાગ દારિદ્રનું ઘર, વૈરની ખાણ, મર્યાદાનો ભેદ, વનપથ્યની હાનિ, દુષ્ટતાનું સ્થાન, અનવસ્થિતા, નિર્દયા, અદ્રશ્ય વૈતરણી, અરોગ, ઉપસર્ગો, અનબ્રા વીજલી, અચૌરા ઘાટીપાતિકા, વકભાવાદિક યુક્ત, આવશ્યક ઉક્ત પતિમારિકાદિવટુ ઉર્જાક્ષયકારી, અષાઢભૂત યતિ ચારિત્ર લેટિકા નટપુત્રિવત્ મિષ્ટ્રવચનમંજરી, જ્ઞાતોકત, જિનપાલિત, જિનરક્ષિત ઉપસર્ગાકરિણી રત્નદ્વીપદવીવતું, કપટી પ્રેમગિરિ નદી, કુશિષ્યકુલવાલુકપાતિકમાગધી, ગણિકાવત્ અપરાધ સહસ્ત્રગૃહરૂપા, બ્રહ્મદતમાતૃ ચુલનીવતું, અવિનય ઉકરડો, શ્વેતાંગુલ્યાદિભા યાવર્, શોકઉત્પત્તિસ્થાનરૂપા, સીતા ગમને રામવત્ દંભનું ઘર, ચંડપ્રદ્યોતન પ્રેષિત અભયકુમારવંચિત વેશ્યાવત્, સૈન્યના વિનાશરૂપા કણિક સ્ત્રી પદ્મપવિત્ વૈરની ખાણ જમદગ્નિ તાપસસ્ત્રીરેણુકાવત્, પુરૂષોના વધરૂપા સૂરિકાંતા રાણીવર્ત, શોકનું શરીર, વીરકાંદવીક સ્ત્રી વનમાલાત્, લજજાને નાશ કરનારી લક્ષ્મણ પ્રાર્થના કરનારી સૂર્પણખાવત્, મર્યાદાને નાશ કરનારી શ્રીપતિ શ્રેષ્ઠપુત્રીવતું, લજ્જા રહિત કરનારી, ગોવિંદ દ્વિજપુત્રવત્, સંયમ મર્યાદાને નાશ કરવારૂપ, આદ્રકુમાર પૂર્વભવ સ્ત્રીવત્, દુશ્ચરિત્રના સ્થાનભૂત, ભુજંગમ ચોર ભાગિની વીરમતીવત, જ્ઞાન-દર્શન ચારિત્રઘાતિના કુલ વાલુકા માગધી વેશ્યાવત્, માત્રિકા સમૂહ, કમલ શ્રેષ્ઠિ સુતા પદ્મિનીવત્, તૃણાચ્છાદિક કૂપરૂપા શતક શ્રાવકભાર્યા અપ્રકાશક, હૃદયારેવતીવ્રત દુષ્ટદયા પાગલોપાલ અપરમાતા ૧૧૯ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહાલક્ષ્મી વત્, મન્મથ વિહલા-અભયારાણીવત્, અસ્થિર ચિત્તયુક્ત, અનંગસેન સુવર્ણકાર જીવસ્ત્રિવત્, વિષમ માર્ગવત, નગ્નક માર્ગવત્ , ભૂતા વેષ્ટિતાચારવતુ, કુથિત હૃદયા અંતદુષ્ટવણવત્, તિલભટ્ટ ઉન્મત્તરામાવાત્, મુહૂર્તરાગા, સંધ્યારાગવત્, દુષ્ટ વેશ્યાવત, દુષ્ટ સર્પના પેઠે ધ્યાનાંશવર્જિત, કીર્તિધરરાજભાર્યા-સુકોસલ જનનીવત્ ચપલ સ્વભાવા, સમુદ્ર તરંગવત્, ચલચિત્તા, વાનરવત્, નિવિશેષા મરણવતું, પાદહસ્તા વરૂણવત્ ઉત્તાન હસ્તા કૃપણવત્, નીચગામિની, સ્વકાંત નૃપ નદી પ્રક્ષેપિકા અધમપંગુ-કામુકી રાણીવત્ ઉમા સરૂપા, નરકવર્ મહા ભયંકર, દુષ્ટકર્મકારિત્રાત્, દુર્દમાં, દુષ્ટ અથવત્, દુઃશીલા વટાભક્ષક ગર્દભવર્મ મુહૂર્તહૃદયમાં બાલકવત્, સર્વથાનર્લજ્જ પુરૂષસંયોગે ઇચ્છા પ્રગટાવવાન્ ક્ષણ માટે રાગા, કપિલ બ્રાહ્મણાસક્ત દાસી વત્, દુપ્રવેશા, વિષવલ્લીવતું, અંધકારશ્રેણિવત્ અનાશ્રયણિયા, પર્વતરાજ્ઞપ્રાણાપહારિણી, નંદુપુત્રીવિષકન્યાવત્ દુ:પ્રવેશા, પ્રવેશરહિતા, અગાધવાપીવતું, દુષ્ટકર્મથી મુશિબતે પાછી ફરનારી, મસ્યવત્, અપ્રવેશ યોગ્યા, સુદર્શન શ્રેષ્ઠિ વત્, સ્થાનભ્રષ્ટ ઈશ્વર, સત્યકી વિદ્યાધરવત્, વિપાક દારૂણા, બ્રહ્મદત્ત ચક્રવર્તિવત્, બાલભોજનીયા, પોલીમુખી વત્, વિષ દાત્રી, સુરીકાંતાવત્, તીવ્રકોપિની દુઃખરક્ષિતા, સ્વેચ્છાવરશોધિકા, દહનસ્વભાવા, પ્રદીપ્ત ત્રણ પૂલકવન્, વિષ આપનારી, ધમ્મિલ સ્ત્રીવૃંદવત્, દુર્લંઘનીયા, ગાઢ પાપવતું, કાલનાશિની, અકાલચારિણી, અતિ વિષયી સુસ માતૃવત્, પાપ કરી પશ્ચાત્તાપ નહિ કરનારી ચારિત્રાઘાતિની, વૃષભકલંકદાતૃ શ્રાવક ભાર્યાવત્, वपुर्वचनवस्त्राणि, विद्या वैभव एव च । बकारैः पंचभि नो, नरो नार्थयते क्वचित् ॥१॥ ભાવાર્થ : સારું શરીર ૧, સારું વચન ૨, સારા વસ્ત્ર ૩, વિદ્યા ૪ અને વૈભવ પ-આ પાંચ વકારહીન કદાપિકાળે દુનિયામાં પ્રાર્થના ૧૨૦ ૧૨૦ ~ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવા લાયક થતો નથી.ઉપલક્ષણથી પૂજાઈ શકતો નથી. विवेको विनयो विद्या, वैराग्यं विभवो व्रतम् । विज्ञानं विश्वावालभ्यं, फलं सकु विरुद्धः ॥१॥ ભાવાર્થ : વિવેક ૧, વિનય ૨, વિદ્યા ૩, વૈરાગ્ય ૪, વૈભવ પ, વ્રત ૬, વિજ્ઞાન ૭, અને વિશ્વનું વહાલાપણું ૮, આ તમામ સુકૃતરૂપી વેલડીના ફળો છે. विज्ञानं विनयो विद्या,वैराग्यं च विवेकता । महासौख्याय जायन्ते, वकाराः पंचदुर्लभाः ॥१॥ ભાવાર્થ : વિજ્ઞાન ૧. વિનય ૨. વિદ્યા ૩, વૈરાગ્ય ૪, અને વિવેકીપણું ૫-આ પાંચ વકારો મહાદુર્લભ છે, છતાં પણ જેને એ પાંચ વકારો પ્રાપ્ત થાય છે તેને મહાસુખને અર્થે થાય છે. ( વિનય ફળ ) विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-विरतिः फलं चाश्रवनिरोध) ॥१॥ संवरफलं तपोबलमथ तपसो: निर्जराफलं द्रष्टम् । तस्मात् क्रीयानिवृत्तिं, क्रियानिवृत्ते रयोगित्वम् ॥२॥ योगनिरोधाद् भवसंततिःक्षयः संतति क्षयान्मोक्षः । तस्मात् कल्याणानां, सर्वेषां भाजन् विनयः ॥३॥ રૂતિ થશાત્રે ૩પશ-પ્રસારેભાવાર્થ : વિનયનું ફલ ગુરુમહારાજની સેવા છે. સેવાનું ફલ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિનું ફલ આશ્રવનો રોધ (સંવર) છે. સંવરનું ફલ તપોબલ છે તપબલનું ફલ કર્મની નિર્જરા છે. કર્મની નિર્જરાનું ફલ ક્રિયાની નિવૃત્તિ છે. ક્રિયા નિવૃત્તિનું ફલ અયોગિપણું છે. યોગના નિરોધનું ફલ ભવસંતતિનો ક્ષય છે અને ભવસંતતિના ક્ષયનું ફલ મોક્ષ છે, તે કારણ માટે સમગ્ર કલ્યાણોનું ૧૨૧ ૧૨૧) For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂળ ભાજન વિનય છે અર્થાત્ વિનયી જીવો સ્વલ્પ કાળમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧-૩. ( વિનય વિષે સિંહસ્થ કુમારની ક્વા.) સુગંધપુરને વિષે પુંડરીક નામનો રાજા હતો તેને સિહસ્થ નામનો પુત્ર હતો, તે સર્વગુણ સહિત હતો, છતાં બહુ જ દુર્વિનીત હતો, તેથી તે રાજાને અનીષ્ટ થવાથી રાજાએ તેને કાઢી મૂકયો, અને દુઃખી થઈને ભમવા લાગ્યો. તે કોઇ નગરને વિષે ગયો, ત્યાં કોઇને એક ઘોડાને બહુ જ કુટવા માંડયો, ને બીજાને બહુ જ પૂજવા માંડયો, તે દેખીને વિસ્મય પામી કુમારે પાસે રહેલા માણસોને પૂછયું કે આનું કારણ શું ? તેથી તે માણસે કહ્યું કે હે કુમાર ! આ ઘોડો વિનીત છે તેથી પોતાના સ્વામીની જેવી મરજી હોય તે પ્રમાણે તે ચાલે છે. તથા આ ઘોડા દુર્વિનીત છે, વાંકો છે, ને મરજી પ્રણા નહિ ચાલવાથી તેને કુટવામાં આવે છે. તદુર્વિનયપણાના ફળને જાણીને વિનય કરવા લાગ્યો અને તેમ કરીને નગરના રાજાને રંજિત કર્યો, તેથી તે રાજાએ પોતાના ઘણા કુમારો વિદ્યમાન છતા પણ તે કુમારને અત્યંત વિનયી જાણી પોતાનું રાજય તેને આપ્યું, ત્યારબાદ પોતાના પુત્રને વિનયી થયેલો જાણીને તેના પિતા પુંડરિક રાજાએ ભક્તિથી બોલાવી પોતાનું સુગંધપુરનું રાજય પણ તેને આપ્યું ત્યારબાદ બન્ને રાજાએ દીક્ષા લીધી. સિંહકુમાર પણ વિનયનો આશ્રય કરવાથી પ્રોઢ પ્રતિષ્ઠા પામીને અનુક્રમે દીક્ષા અંગીકાર કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયો. वीतरागो वचस्तस्य, व्रतं च वंदकं गुरोः । विमलाद्रिरिमे पंचं, वकाराः शिवहेतवः ॥१॥ ભાવાર્થ : વીતરાગ દેવ ૧, તથા વીતરાગ દેવનું વચન. ૨, તથા વ્રત ૩, તથા ગુરૂને વંદન ૪, અને વિમલાચલ પ-આ પાંચ વકારનું આરાધન કરવામાં આવે તો તે મુક્તિના હેતુભૂત કહેલા છે. ૧૨૨ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (વીતરાગનું વચન.) વીતરાગનું વચન પ્રાણિઓએ જરૂર અંગીકાર કરવું જોઇએ અને પાપારંભને છોડવા જોઇએ. જુઓ. मानुख्यं वरवंशजन्म विभवो दीर्घायुरारोग्यता, सन्मित्र सुमतिसती प्रियतमा भक्तिश्चवर्तीर्थकरे । ज्ञानत्वं विनयत्वमिंद्रियजयः सत्पात्रदाने रतिः, सत्पुण्येन विना त्रयोदशगुणाः संसारिणां दुर्लभाः ॥१॥ - ભાવાર્થ : માનુષ્યપણું ૧, શ્રેષ્ઠવંશમાં જન્મ ૨. ઉત્તમ વૈભવ. ૩ દીર્ઘ આયુષ્ય. ૪ આરોગ્યતા. પ સારો મિત્ર ૬ સારી બુદ્ધિ, ૭ સતી સ્ત્રી, ૮ તીર્થકરમહારાજને વિષે ભક્તિ, ૯ જ્ઞાનની પ્રાપ્તિ. ૧૦ વિનયની પ્રાપ્તિ. ૧૧ ઇંદ્રિયોનો જય ૧૨ અને સત્યાત્રાને વિષે દાન આપવામાં પ્રીતિ. ૧૩. આ તેર ગુણો ભવાંતરને વિષે કરેલ પ્રબલ પુન્યકર્મ વિના સંસારી જીવોને પામવા મહાદુર્લભ છે, पंचाशकसूत्रे श्राद्धव्याख्यानश्रवणस्वरुपम्संपन्नदंसणाइ पइदियहं जइजणा सुणेइय । सामायारिं परमं, जो खलु तं सावयंबिंति ॥१॥ निद्दा विकहा परिवज्जिएहिं,. गुत्तेणं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेयव्वं ॥२॥ ભાવાર્થ : સમ્યફ પ્રકારે સમ્યગુ દર્શનને પામીને, નિદ્રા તથા વિકથાને વર્જીને તથા મન-વચન-કાયાના યોગોને એકત્ર કરીને અંજલી પુટ (બે હાથ જોડીને) બહુમાનપૂર્વક નિરંતર ગુરૂમહારાજા પાસે સામાચારીને જે સાંભળે છે તે જ નિશ્ચય પરમ શ્રાવક કહેવાય છે. એ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે વ્યાખ્યાન શ્રવણ કરવાનો શ્રાવકનો અધિકાર છે. सद्ज्ञानमानंदपयोदवृंदं, व्यापत्प्रतापं प्रणयेत् प्रणाशं । M૧૨૩ ૧૨૩ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ यद्भातृ-भीमेन च मृत्युतोऽपि, सीमोविषान्नावगमादरक्षि ॥१॥ ભાવાર્થ : શ્રેષ્ઠ જ્ઞાનરૂપી મેઘપટલી જે છે, તે આપત્તિરૂપી પ્રતાપનો શીઘ્રતાથી નાશ કરે છે કારણ કે જ્ઞાનથી ભીમે વિષયુક્ત અન્નને જાણીને પોતાના ભાઈ સીમને મરણથકી બચાવેલ છે. શાસ્ત્ર જાવાના પ્રેમીભીમ વણિક કથા શંકર નામના ગામને વિષે, ધનદ કુબેર ભંડારીના પેઠે ધનેશ્વર તથા કામદેવ અને વસંત ઋતુના પેઠે અત્યંત અરસપરસ પ્રીતિવાળા ભીમ ને સીમ નામના બે ભાઇયો શ્રેષ્ઠિઓ વસતા હતા. તેમાં મોટો ભીમ છે તે જ્ઞાનનો અર્થી થઇ. નિરંતર પંડિતોના પરિચયને વિષે તત્પર રહે છે, કારણ કે પંડિતોની વાર્તા જે છે તે પણ સકલ શાસ્ત્રના મૂળભૂત છે. તે માટે કહ્યું છે કે સંત લોકોનો સમાગમ કરવો. જો કે તેઓ શાસ્ત્રનો બોધ કાંઈ પણ ન આપે તો પણ તેમની પોતાની અમથી વાર્તા પણ શાસ્ત્ર યુક્ત હોય છે. નાનો સીમ જે છે તે પોતાના કુટુંબ પરિવારે વાર્યા છતાં પણ નીચનો સંગછોડતો નથી, કારણ કે જે જેનો સ્વભાવ પડયો તે છોડવો મુશીબત છે. જે માટે કહ્યું છે કે - जे जिण लग्या सहावडा, ते फीटे मरणेण । सुणहा वांकी पुंछडी, समी न कीधी केण ॥१॥ ભાવાર્થ : જે જેનો સ્વભાવ પડેલો હોય છે તે મરણ પામ્યાથી જ જાય છે, સિવાય જતો નથી અને બદલાતો નથી, કારણ કે કૂતરાની પૂંછડી વાંકી છે, તેને કોઈ પણ માણસ સીધી કરી શકેલ નથી, તેમજ જે જેનો સ્વભાવ પડેલ છે તે મરણ પામ્ય જ જાય છે. એકદા ઘણા મંત્ર-તંત્રના પ્રભાવવાળા તથા લોકોમાં ચમત્કાર દેખાડીને પ્રસિદ્ધિ મેળવેલા તથા બહુ જ કપટવડે કરી ભરપૂર ભરેલા એવા સુંદર નામના યોગીના જોડે સીમે મિત્રાઈ કરી એકદા પ્રસ્તાવે સર્પના સમાન કુટિલ ગતિયુક્ત સ્વભાવવાળા તે જોગીએ, સુવર્ણ, મણિ, મોતીના આભૂષણથી સુશોભિત એવા સીમને કહ્યું કે હે વત્સ M૧૨૪) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ !આ મૂલિકાને ગ્રહણ કર, જે મૂલિકા દ્વારા પાસે રહેવાથી, જે યુવાન સ્ત્રી તમને દેખશે, તે લોહચુંબકના પેઠે તને છોડશે નહિ આ મૂલિકાને લેવાનો વિધિ નીચે પ્રકારે છે. આ મૂલિકા લેવાને વખતે પ્રથમ ગુરૂના સાથે તારે એક ભાજનમાં ભોજન કરવું. ત્યારબાદ ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીને તે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ તે ગ્રહણ કરવાનો સંકેત કર્યો. તેનો ભાઈ ભીમ પણ પંડિતોના સહવાસથી પોતાનો કાલનિર્ગમન કરે છે. એકદા તે ભીમે બુદ્ધિસાગર ગુરૂ પાસે વિષવાળા અનનું વ્યાખ્યાન શ્રવણ કર્યું दृष्टान्नं सविषं च कोरविहगो धत्तेविरागं द्रशो । हंसः कूजति सारिका चवमति क्रोशत्यजस्त्रंशुकः । काकः क्षामरवस्तथा परभृतः प्राप्नोति मृत्यु क्षणात् । क्रोंचोमाद्यति हर्षवांश्च नकुलः कुर्यात्पुरीषं कपिः ॥१॥ રૂતિ પ્રસ્તાવું-શત. ભાવાર્થ : વિષયુક્ત અન્ન દેખીને ચકોર પક્ષી દષ્ટિને મીંચી દે છે, હંસ શબ્દને કરે છે, સારિકા વમન કરે છે, પોપટ નિરંતર વારંવાર આક્રોશ કરે છે, કાગડો મંદસ્વર કરે છે, કોયલ તત્ક્ષણ મરણ પામે છે, કૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે, નોલીયોરાજી થાય છે તથા વાંદરો વિષ્ટાને કરે છે. આવી રીતે સાંભળીને ભીમ વિચાર કરે છે કે આ જ્ઞાન શ્રેષ્ઠ છે. એવું જાણીને મનને વિષે સ્થિર કરી રાખ્યું. ત્યારબાદ યોગિએ પોતે સંકેત કરેલી રાત્રિએ એક વિષ સહિત અને બીજો વિષ રહિત લાડુ બનાવી તે યોગી સીમના જોડે મઠને વિષે ભોજન કરવા બેઠો. એવામાં પોતાનો ભાઈ સીમ રાત્રિએ અલંકાર, સુવર્ણ, મણિના આભૂષણો પહેરીને યોગીના મઠમાં ગયો છે તેવું જાણીને તેનો મોટો ભાઈ ભીમ ત્યાં આવીને જોવા લાગ્યો. એટલામાં ત્યાં નજીક રહેલા ૧૨૫ ભાગ-૬ ફર્મા-૧) For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એક વાંદરાએ વિષ્ટા કરી. તે દેખીને વિચારને વિષે ચતુર એવા ભીમે લાડુમાં વિષ મેળવેલું જાણીને યોગીને ભીમે કહ્યું કે હે યોગી ! આ તું શું કરે છે ? ત્યારે તે યોગી બોલ્યો કે કોઇએ આપેલા બે લાડુ અમે ખાઈયે છીએ. એવું બોલતા યોગીને પાણિના પ્રયોગથી લાડુના અંદર વિષ બતાવીને ભીમે, યષ્ટિ-મુષ્ટિવડે કરી ગાઢ હણીને ગામ થકી બહાર કાઢયો, અને પોતાના ભાઈને મરણ થકી બચાવ્યો. ત્યારબાદ ભીમ વિશેષે કરી જ્ઞાનાભ્યાસમાં તત્પર થયો. (નાને मिथ्यात्वस्वरुपम्) भगवन् ! कइविहे मिछत्ते पन्नत्ते-गोयमा ! दसविहे तंजहाअधम्मे धम्मसन्ना १ धम्मे अधम्मसन्ना २ उम्मग्गे मग्गसन्ना ३ मग्गे उम्मग्गसन्ना ४ अजीवे जीवसन्ना ५ जीवे अजीवसन्ना ६ असाहु सुसाहूसन्ना ७ साहूसु असाहुसन्ना ८ असुत्ते सुत्तसन् ९ सुत्ते असुत्तसन्ना १०. ભાવાર્થ : હે ભગવન્ મિથ્યાત્વ કેટલા પ્રકારના કહ્યા છે. હે ગૌતમ ! દસ પ્રકારના છે. તે આ પ્રકારે છે-અધર્મને વિષે ધર્મની સંજ્ઞા ૧, ધર્મને વિષે ઉન્માર્ગની સંજ્ઞા ૪, અજીવને વશે જીવની સંજ્ઞા ૫, જીવને વિષે અજીવની સંજ્ઞા ૬, અસાધુને વિષે સાધુની સંજ્ઞા ૭, સાધુને વિષે અસાધુની સંજ્ઞા ૮, અસૂરાને વિષે સૂરાની સંજ્ઞા ૯ અને સૂત્રને વિષે અસૂત્રની સંજ્ઞા ૧૦, એ દસ પ્રકારના મિથ્યાત્વ આગમને વિષે કહેલા છે. अभिग्गहियं १, अणभिग्गहियं २, तहअभिनिवेसि अंचेव ३, संसइय ४, मणाभाग ५, मिच्छत्तं पंचहा भाणअं ॥१॥ ભાવાર્થ : અભિગ્રાહિક ૧, અનભિગ્રાહિક ૨, તેમજ આભિનિવેશિક ૩ તથા સાંસયિક ૪ તથા અનાભોગિક પ-એ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે. ૧. અભિગ્રાહિક જે પોતાની મતિમાં આવે તે સાચું માને. ૨ અનભિગ્રાહિક સર્વે ધર્મો સારા છે તેવી બુદ્ધિ રાખે. ૧૨૬ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૩ આભિનિવેશિક જાણીબુઝીને જુઠું બોલે. ૪ સાંશયિક સિદ્ધાંતના વિષય સંબંધમાં સંશય રાખે. પ અનાભોગિક અજાણપણે કાંઈ સમજે નહિ અથવા એકેંદ્રિયાદિક જીવોને જાણી સમજી શકે નહિ. महानिशिथसूत्रे - जे भिक्खु वा भिक्खुणी वा सट्टो वा सढी वा परपासंडीणं पसंसं करिज्जा जेवियणं निन्हगाणं पसंसं करेज्जा जेणं निन्हगाणं अणुकूलं भासेज्जा जेणं निन्हगाणं आयतनं पवेसेज्जा, जेणं निन्हगाणं गंथं सत्थ पयक्खरंवा परुविज्जा, जेणं निन्हगाणं संतिए काय किलासाइए वा तवे वा संजमे वा नाणे वा विन्नाणे वा सुए वा पंडिच्चे वा अभिमुह सुद्ध परिसामज्जगए सिलाहेज्जा सेवियणं परमाहम्मिसु उववज्जेज्जा जहासे सुमइ । इत्यादि - ભાવાર્થ : જે કોઈ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ગમે તે પરપાખંડીયોની પ્રશંસા કરે તથા જેઓ નિહ્નવોની પ્રશંસા કરે, જેઓ નિતવોને અનુકૂળ બોલે, જેઓ નિહ્નવોના સ્થાન પ્રત્યે પ્રવેશ કરે, જેઓ નિહ્નવોના ગ્રંથો શાસ્ત્રો એક પદ તેમજ એક અક્ષરની પણ પ્રરૂપણા કરે, નિહ્નવો સંબંધી તેમણે કરેલા કાયકલેશાદિકને વિષે તથા તપને વિષે તેમજ સંયમને વિષે તથા જ્ઞાનવિજ્ઞાનને વિષે તથા શ્રતને વિષે તથા પંડિત વિગેરેને વિષે પ્રેમ ધારણ કરે, સન્મુખ વૃત્તિવાળા થાય, તેને શુદ્ધ માને, તેમના ઉપર સારા પણાની બુદ્ધિ ધારણ કરે તથા ઉપરોક્ત તમામની પ્રશંસા કરે તે પરમાધામીને વિષે ઉત્પન્ન થાય છે. જેમ સુમતિ પરમાધામીને વિષે ઉત્પન્ન થયો ઈત્યાદિ (સમક્તિના ચિન્હો ) ૧. સર્વત્ર ઉચિત આચરણ, ૨ ગુણાનુરાગ, ૩ શ્રી જિનવચન આગમ સિદ્ધાંતનું શ્રવણ, મનન અને યથાશક્તિ પરિશીલન કરવાની ૧૨૭ ૧૨૭ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અભિરૂચી, ૪ ગુણહીને દોષિત જીવો ઉપર અનુકંપા બુદ્ધિથી સુધારવા અશક્ય હોય તો પણ તેમના ઉપર રાગ દ્વેષ નહિ કરતા સમદષ્ટિ રાખવી એ ઉપરોક્ત ચાર સમકિતવંતના ચિહ્નો જાણવા. कप्पतरुव्व मरुथले, दरिद्दगेहे हिरण्णवुठ्ठिव्व । मायंगगिहे एरावणोव्व, इत्थं इमे दिठ्ठा ॥१॥ शफळं मम मणुयत्तं, सहलं मम जीवियं अज्ज । जं एयंमि अरण्णे, दिठ्ठा एयारिसा साह ॥२॥ पुण्णाकलियाण मुणिणो, दंसणविसयं पि जंति हयपावा । चिंतामणिसंजोगो, होइ अधन्नस्स न कयाइ ॥३॥ झइणो हु बंभयारी , अघिहे दंतिदिए पसन्ते य । तव नियमभूसि यंगे, धन्नच्चिय एत्थ पेच्छन्ति ॥४॥ इति सिद्धान्ते. | ભાવાર્થ : મારવાડની ભૂમિને વિષે કલ્પવૃક્ષ દેખવાથી તે ભૂમિના લોકોને જેમ અત્યંત આનંદ થાય છે, દરિદ્રને ઘરે સોનારૂપાની વૃષ્ટિ થવાથી તે લોકોને જેમ આનંદ થાય છે તથા માતંગ (ઢેઢ) ને ઘરે ઐરાવણ હસ્તિ જવાથી તેમને જેમ આનંદ થાય છે તેવી જ રીતે મેં મુનિમહારાજાઓને દેખવાથી મને અત્યંત આનંદ થાય છે. ૧ જે કારણ માટે આવા અરણ્યને વિષે આવા મહાન્ સાધુ મહારાજાઓને મેં દેખ્યા,તેથી મારું માનુષ્યત્વ પણ સફળ થયું. તથા મારું જિવિતવ્ય પણ આજે સફળ થયું. ૨ મહાપુન્યશાલી જીવોને જ જેના પાપકર્મો હણાઈ ગયા છે તેવા મહામુનિમહારાજાઓ દષ્ટિગોચર થાય છે અર્થાત્ મુનિમહારાજાઓના દર્શન થાય છે. કારણ કે અન્ય જીવને કદાપિ કાળે ચિંતામણિ રત્નોનો સંજોગ મળતો નથી પરંતુ પુન્યશાળી ધન્ય જીવોને જ મળે છે તેવી જ રીતે ભાગ્યશાળી જીવોને જ મુનિમહારાજાઓના દર્શન થાય છે, બીજાને નહિ. ૩ વળી પણ કહે છે કે - નિશ્ચય બ્રહ્મચર્યને ધારણ કરનારા તથા ગૃહવાસને ત્યાગ (૧૨૮) * ૧૨૮ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરનારા તથા ઇંદ્રિયોને દમન કરનારા તથા પ્રશાન્ત ચિત્ત તેમજ અંત:કરણવાળા તથા તપ, જપ, વ્રત, નિયમાદિક અનેક ગુણો વડે કરી સુશોભિત અંગવાળા યતિયો-મુનિયોને નિશ્ચય અહીં પુન્યશાળી જીવો જ દેખી શકે છે એ પ્રમાણે સિદ્ધાન્ત ને વિષે કહેલ છે. પુણ્યશાળીના દિવસો. श्रीमज्जिनेंद्र पदपंकजपूजनेन, ज्ञानक्रियाकलितसद्गुरुसेवनेन । स्वाध्यायसंयमतपोविनयादिना च, कस्यापि पुन्यपुरुषस्य दिनानि यान्ति ॥१॥ ભાવાર્થ : શ્રીમાનું જિનેશ્વર મહારાજના ચરણકમળની પૂજા કરવાવડે કરી તથા જ્ઞાન-ક્રિયાયુક્ત સગુરૂની સેવાવડે કરી તથા સ્વાધ્યાય, સંયમ,તપ, વિનયાદિકવડે કરી કોઇક પુન્યશાળી જીવોના જ આ દુનિયામાં દિવસો વ્યતીત થાય છે. શર ઉલ્લેખ) પૂરપૂરવરશરણંદનાકૅ), પુર્વે: વસુવિચંપાकेतकाद्यैः । सर्वेषु देवभवनेषु ततोविधाय, पूजाममूनिजजनुः सफलं व्यधत्तां ॥१॥ इति वस्तुपालचरित्रे तृतीयप्रस्तावे ભાવાર્થ : કપૂરનો સમૂહ, કેસર તથા શેઠ ચંદનાદિક વડે કરીને સારા વર્ણવાળા સુગંધી પાંચ પ્રકારના પુષ્પાદિક તેમજ ચંપકાદિક પુષ્પોવડે કરીને સર્વ જૈનમંદિરોને વિષે પરમાત્માની પૂજાને કરીને હે મહાનુભાવો ! તમે તમારો મનુષ્ય જન્મ સફળ કરો, ( યાત્રાને વિષે યાત્રિકોનું ક્તવ્ય) यात्रिकै रपि नो कार्य, विकथाकलहादिकम् । अदत्त नैव च ग्राह्य घासशाकफलादिकम् ॥३॥ परकीये लोष्टिकोऽपि, क्रयादौ नैव लुप्यते ૧૨૯ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : યાત્રાળુ લોકોએ તીર્થને વિષે યાત્રા કરવા જઈ વિકથા-લહાદિક ન કરવા, ચૌરીન કરવી, ઘાસ-શાક ફલાદિક ચોરવા નહિ. કિંબહુના? લેવડદેવડના અંદર પારકાનું એક તૃણ કે પત્થરની કાંકરી સરિખી પણ ચોરીને ન લેવી તો પછી બીજી વસ્તુ ચોરવાની તો વાત જ શી કરવી ? સબબ કાંઈ પણ કોઇનું અન્યાયથી લેવું નહિ. अन्यदा विहितं पापं, यात्रायां प्रविलीयते ।। यात्रायां तुकृतं पापं, वज्रलेपो भवेद् ध्रुवम् ॥ इति वस्तुपालचरित्रे, पंचम प्रस्तावे ભાવાર્થ : અન્યદા પ્રસ્તાવે બીજી જગ્યાએ કરેલ પાપકર્મ યાત્રાને ઠેકાણે નાશ પામે છે, પરંતુ યાત્રાના સ્થળને વિષે કરેલ પાપ નિશ્ચય વ્રજના લેપ સમાન થાય છે. સર્વે જીવોને ઉપરની બાબત ખાસ ધ્યાન આપવા માટે લેખની વિનંતિ છે. जिनालये पापनिषेध अन्यस्थानकृतं पापं, क्षीयते जिनवेश्मनि । जिनालयकृत पापं, वज्रलेपोपमं भवेत् ॥१॥ अन्यक्षेत्र कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।। तीर्थक्षेत्रे कृतं पापं, वज्रलेपो भवियति ॥२॥ इति वस्तुपालचरित्रे, चतुर्थ प्रस्तावे ભાવાર્થ : અન્ય ઠેકાણે કરેલ પાપકર્મ જિનાલયને વિષે ક્ષય થાય છે, પરંતુ જિનાલયને વિષે કરેલું પાપકર્મ વજલેપ સમાન થાય છે, માટે જૈન મંદિરમાં પાપકર્મ બાંધનારાઓને બહુ જ સાવચેતી રાખવાની જરૂરી છે. બીજા ક્ષેત્રને વિષે કરેલ પાપ તીર્થક્ષેત્રને વિષે નાશ થાય છે, પરંતુ તીર્થ ક્ષેત્રને વિષે કરેલ પાપ વજના લેપ સમાન થાય છે. ઘોર પાપ માટે વળી પણ કહ્યું છે કે : ૧30 For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अनाचारस्य सन्मानं, सदाचारस्य निंदनं । एतत् धोरतरं पापं, भाथेयं भववर्त्मनि ॥१॥ इति वस्तुपालचरित्रे, चतुर्थ प्रस्तावे ભાવાર્થ : અનાચારનું સન્માન કરવું અને સદાચારની નિંદા કરવી તે ઘોરાતિઘો૨ પાપ ભવમાર્ગને વિષે ભાતારૂપ છે, અર્થાત્ તે પાપ સંસારની વૃદ્ધિ કરાવનાર છે. ૧. ઉપરની બાબત અત્યારે ઘણા ગામોમાં, ઘણા જીવોમાં જોવામાં આવે છે તો જેને સંસારનો છેદ કરવો હોય તેણે ઉ૫૨નું ઘોર પાપ છોડી દેવું. સંસારમાં રઝળવું જ હોય તો વાંચક પોતાના આત્માનો માલિક છે. , अन्यलिंग कृतं पापं जिनलिंगेन शुद्धति । जिनलिंगकृतं पापं, वज्रलेपोपमं मतं ॥ १ ॥ इति दर्शनशुद्धिप्रकरणे देवभद्रसूरिः ભાવાર્થ : દર્શનશુદ્ધિપ્રકરણના કર્તા ભગવાન દેવભદ્રસૂરિ પ્રવર કહે છે કે અન્યલિંગે કરેલું પાપ હોય તે જિનલિંગે શુદ્ધિપણાને પામે છે. પરંતુ જિનલિંગને વિષે કરેલું પાપ વજ્રલેપની ઉપમાવાળું થાય છે. જૈનનામધરી જીવોને આ ઉપ૨થી પાપકર્મ બાંધતા બહુ જ વિચાર કરવાનો છે. पापना भागीदारो राजदंडभयात्पापं, नाचरत्यधमो जनः । परलोक भयान्मध्य: स्वभावदेव चोत्तमः ॥१॥ उपेक्षते समर्थोऽपि यः प्रभुपापचेष्टितं । " बध्यते सोऽपि यः प्रभुपापचेष्टितं । ? बध्यते सोऽपि तत्कर्म, कियद्भागानुषंगतः ॥ २ ॥ प्रजाया धर्मषड्भागो, राज्ञौ भवति रक्षितुं । अधर्मस्यापि षड्भागो, जायते यो न रक्षति ॥३॥ ૧૩૧ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : અધમલોક રાજદંડના ભયથી પાપને કરતો નથી, મધ્યમ પરલોકના ભયથી પાપને કરતો નથી અને ઉત્તમ માણસ પોતાના સ્વભાવથી જ પાપને કરતો નથી. ૧ જે માણસ પોતે સમર્થ છતાં પણ પોતાના સ્વામીના પાપકર્મની ચેષ્ટાની ઉપેક્ષા કરે છે, તો તે ઉપેક્ષા કરનાર પણ તે કર્મના કેટલાયેક ભાગનો ભાગીદાર થઇ. પોતે પણ પાપ કર્મથી બંધાય છે. ૨. પ્રજા જે જે ધર્મ કર્તવ્ય કરે તેનો છઠ્ઠો ભાગ રક્ષણ કરનારા તેના રાજાને મળે છે. અને અધર્મથી પણ નહિ રક્ષણ કરનાર તે રાજાને અધર્મનો છઠો ભાગ મળે છે એટલે રાજા પણ છઠ્ઠા ભાગના પાપનો ભાગીદાર બને છે. ૩. વળી પણ આગમને વિષે કહેલું છે. चक्की विसइ भागं, सव्वेविअ केसवा दसइ भागे । मंडलिया छभागं, आयरिया अध्धमद्धेणं ॥१॥ इति आगमे ભાવાર્થ : ચક્રવર્તી વીશ ભાગનું અને સર્વે વાસુદેવ દસ ભાગનું તથા માંડલિયા છે ભાગનું અને આચાર્યો અડધો અડધ પુન્ય પાપના ભાગીદારો થાય છે, માટે નાયકો અને સેવકોને પાપપ્રચાર વર્જી પુન્યકર્મના પ્રચારમાં પ્રવૃત્તિ રાખવા ચૂકવું નહિ. એ પ્રકારે આગમમાં તથા વસ્તુપાળ ચરિત્રાના બીજા પ્રસ્તાવને વિષે કહેલું છે. ( વિશ્વાસઘાત મહાપાપ છે.) પાપો-બે પ્રકારના છે. ૧. ગુપ્ત ૨. પ્રગટ. ગુપ્તપાપ બે પ્રકારે છે : ૧. અલ્પ ૨. મહતુ ૧ અલ્પ પાપ કૂડાતોલા માપાદિ ૨. મહતુપાપ વિશ્વાસઘાતાદિ. પ્રગટ પાપ બે પ્રકારે છે. ૧. કલાચારથી ર. નિર્લજપણાથી ૧ કુલાચારથી ગૃહસ્થોને આરંભાદિ અને પ્લેચ્છોને હિંસાદિ ૨. નિર્લજ્જપણાથી યતિવેષ ધારીને તે પ્રગટપણે કરવાથી અનંત સંસાર ઉત્પન્ન થાય છે, કારણ કે શાસનની ઉણના થાય છે તેથી, કુલાચારમાં પણ પ્રગટ પાપ કરે તો કર્મ બંધ થોડો ગુપ્ત કરે ૧૩૨) ૧૩૨ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તો ગાઢ તીવ્રતર બંધ થાય અસત્યપણું જ ધારણ કરે તેથી. વિશ્વાસઘાત ક્રવા વિષે વિજયપાળની સ્થા. વિશાલા નગરીને વિષે નંદરાજા હતો તેને ભાનુમતી નામની રાણી હતી, વિજયપાલનામનો પુત્ર હતો અને બહુશ્રુત નામનો મંત્રી હતો. રાજા રાણીને વિષે અત્યંત આસક્ત હોવાથી સભાને વિષે તેને પાસે રાખતો. એકદા મંત્રીએ કહ્યું કે હે દેવ ! સભાને વિષે રાણીને પાસે રાખવી ઉચિત નથી. કહ્યું છે કે – अत्यासन्ना विनाशाय, दुरस्थान फलप्रदाः । सेव्या मध्यमा भावेन, राजा वह्निर्गुरुः स्त्रियः ॥१॥ - ભાવાર્થ : રાજા, અગ્નિ, ગુરૂ અને સ્ત્રીયો આ ચારે જો અતિનજીક હોય તો વિનાશ કરનારા થાય છે અને દૂર હોય છે તો ફળને આપનારા થતા નથી, માટે તે ઉપરોક્ત ચારેને મધ્યસ્થભાવથી સેવન કરવાથી ફળને આપવાવાળા થાય છે, માટે રાણીની મૂર્તિ ચિત્રાવીને રાખો: આવી રીતે કહેવાથી રાજાએ મંત્રીના કહેવા પ્રમાણે કર્યું કહ્યું છે કે - स कि सखा साध शास्ति ये धियं, हितान्न यः सं श्रृणुते स कि प्रभुः । सदानुकूलेषु हि कुवर्ते रति, नृपेष्वमात्येषु च सर्वसंपदः ॥१॥ ભાવાર્થ : જે પોતાના સ્વામીને હિતશિક્ષા સારી રીતે ન આપે તે શું મિત્ર કહેવાય ? અર્થાતુ નહિ જ અને પોતાના હિતવચનોને ન શ્રવણ કરે તે શું પ્રભુ કહેવાય ? અર્થાત્ નહિ જ તે કારણ માટે જે રાજા અને મંત્રિયો નિરંતર અનુકૂલ કાર્યને વિષે પ્રીતિને ધારણ કરે, એટલે કે રાજા મંત્રી અરસપરસ એક બીજાના હિતના વચનોને ગ્રહણ કરે તે જ સર્વ પ્રકારની સંપત્તિ ભોગવવાવાળા થાય છે. હવે એકદા પોતાના ગુરૂ શારદાનંદને રાજાએ પોતાની રાણીનું ચિત્ર બતાવ્યું. તેમણે પોતાનું જ્ઞાન દેખાડવાકહ્યું કે ડાબા સાથળ પ્રદેશ તલ છે તે ચિત્રકારે કરેલ નથી. તે સાંભળી રાજાયે જાણ્યું કે આ મારી ૧33 For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્ત્રીને વિષે લુબ્ધ થયેલ છે, નહિ તો ગુપ્ત ચિહ્ન શાથી જાણે ? એવો વહેમ લાવી મંત્રીને કહ્યું કે શારદાનંદને મારી નાખો. મંત્રીએ વિચાર કરી પોતાને ઘરે લઇ જઈ ભોંયરામાં તેને ગુપ્ત રાખ્યા અન્યદારાજપુત્ર શીકાર કરવા વનમાં ગયો અને ડુક્કરની પાછળ દૂર નીકળી ગયો. સાયંકાળે સરોવરમાં પાણી પીને વાઘના ભયથી એકવૃક્ષ ઉપર ચડી ગયો.તે વૃક્ષના ઉપર એક વ્યંતર અધિષ્ઠિત વાંદરો રહે છે, તેથી મનુષ્યની ભાષા વડે કરીને બોલ્યો કે હે કુમાર ! નીચે વાઘ છે માટે અહીં આવ. એમ કહી પોતાના ખોળામાં માથું મુકાવી તેને સુવાડયો વાઘે રાજકુમારની યાચના કરવા છતાં પણ વાંદરાએ કુમારને આપ્યો નહિ. ત્યારબાદ કુમારે જાગૃત થઈ વાંદરાને પોતાના ખોળામાં માથું રખાવી સુવાર્યો. તેથી વાઘે કુમાર પાસે વાંદરાની માગણી કરી. કહ્યું છે કે - नदीनां च न खिनां च, श्रृंगिणां शस्त्रपाणिनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥१॥ ભાવાર્થ : નદીયોનો, નખવાળા જાનવરોનો, શીંગડાવાળા પશુઓનો, હાથમાં શસ્ત્ર ધારણ કરનારાઓનો તેમજ સ્ત્રિયોનો અને રાજકુળોનો વિશ્વાસ કદાપિ કાળે કરવો નહિ તો તે કુમાર ! આ વાંદરાનો વિશ્વાસ શો ? માટે લાવ, મને મારું ભક્ષ આપી દઇને નિર્ભય થા. તેથી વાઘના વચનો સાંભળી કુમારે વાંદરાને પડતો મૂકયો. નીચે પડતા વાંદરાએ વૃક્ષની ડાળ પકડી લીધી અને વાંદરાએ કહ્યું કે હે કુમાર ! તું તારું કર્તવ્ય જાણે છે એમ કહી પ્રાતઃકાળે તેને ગાંડો કરી દીધો તેથી વિસેમિરાં શબ્દ બોલતો કુમાર ચારે બાજુ ભટકવા લાગ્યો. તેનો ઘોડો ભયથી ત્રાસ પામી રાજાને ઘરે ગયો.અને રાજાયે તેની શોધખોળ કરાવી ઘરે આણ્યો બહુ ઉપચાર કરતા પણ જ્યારે કાંઈ પણ ગુણ ન થયો ત્યારે રાજા પોતાના ગુરૂશારદાનંદને સંભારી પશ્ચાત્તાપ કરવા માંડ્યો, અને આત્મનિંદા કરવા લાગ્યો. ૧3૪ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પછી રાજાયે પડહ વગડાવ્યો કે જે મારા પુત્રને સારો કરશે તેને અર્ધ રાજય આપીશ મંત્રીએ રાજાને કહ્યું કે મારી પુત્રી કાંઈ જાણે છે, તેથી રાજા પોતાના પુત્રને લઇને મંત્રીને ઘરે ગયો અને પડદો નખાવી શારદાનંદને બેસાર્યા. विश्वासप्रतिपन्नानां, वंचनेका विदग्धता ।। ગંમાસીસુતાનાં, ઇંતુઃ શ્વિનાતપૌરુષમ્ III ભાવાર્થ : પોતાની વિશ્વાસ પામેલાને ઠગવામાં પંડિતપણું શું અર્થાત્ કાંઈ જ નહિ. ખોળાને વિષે આરોહણ થઈને સૂતેલાને મારનારનું પુરુષાર્થપણું શું અર્થાત્ કાંઈ જ નહિ. આવી રીતે કહેવાથી વિ કાઢી નાખી સેમિરા શબ્દ રાજકુમાર બોલવા લાગ્યો એટલે ફરીથી પડદામાંથી કહ્યું. सेतुं गत्वा समुद्रस्य, गंगासागरसंगमे । ब्रह्महामुच्यते पापै-मित्रद्रोही न मुच्यते ॥२॥ - ભાવાર્થ : સમુદ્રના સેતુ કિનારા ઉપર અને ગંગા સમુદ્રનો સંગમ થાય છે ત્યાં સમુદ્રની પાળે જઈ સ્નાન કરવાથી બ્રહ્મહત્યાનો કરનાર પણ પાપથી મુક્ત થાય છે, પરંતુ મિત્રનો દ્રોહ કરનાર કદાપિકાળે મુક્ત થતો નથી. આવી રીતે કહેવાથી “સેમિરા'માંથી સે કાઢી નાખી રાજકુમાર મિરા શબ્દ બોલવા લાગ્યો એટલે વળી પાછું પડદામાંથી કહ્યું કે – मित्रद्रोही कृतघ्नश्च,स्तेयी विश्वासघातकः । चत्वारो नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥३॥ ભાવાર્થ : મિત્રદ્રોહી ૧, કૃતઘ્ની ૨, ચોર ૩, વિશ્વાસઘાતી ૪, આ ચારે જ્યાં સુધી ગગનમાં સૂર્યચંદ્ર રહે છે ત્યાં સુધી નરકને વિષે જાય છે. ૩ આવી રીતે કહેવાથી મિરામાંથી મિ. કાઢી નાખી રાજકુમાર રા. બોલવા લાગ્યો એટલે પડદામાંથી કહ્યું - राजन् ! स्त्वं राजपुत्रस्य, यदि कल्याणमिच्छसि । M૧૩૫) For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ देहि दानं सुपात्रेषु, गृहीदानेन शुध्यति ॥४॥ ભાવાર્થ : હે રાજન્ ! તું જો પુત્રનું કલ્યાણ ઇચ્છતા હો તો સુપાત્રને વિષે દાન આપ, કારણ કે ગૃહસ્થ લોકદાન આપવાથી શુદ્ધ થાય છે. ૪ આવી રીતે કહેવાથી રા. છોડી દઈ રાજપુત્ર સારો થયો તેથી રાજાયે આશ્ચર્ય પામીને પડદાને વિષે રહેલને પૂછયું કે – ग्रामे वससि कौमारि ! वनस्थं चरितं खलुं । कपिव्याघ्रमनुष्याणां, कथं जानासि पुत्रिके ? ॥५॥ ભાવાર્થ : હે કુમારિ ! તું ગામને વિષે વસે છે, અને વગડાને વિષે રહેલા વાંદરાનું વાઘનું અને મનુષ્યનું ચરિત્ર કે પુત્રિ ! તું કેવી રીતે જાણે છે પ. રાજાયે આવી રીતે કહેવાથી પડદામાંથી કહ્યું કે देवगुरुप्रसादेन, जिह्वाग्रे मे सरस्वती ।। तेनाहं नंद ! जानामि, भानुमत्यास्तिलं यथा ॥६॥ રૂતિ ઉપદેશપ્રસારે ભાવાર્થ : દેવગુરૂના પ્રસાદથી મારી જીભના અગ્રભાગે સરસ્વતી રહેલી છે. તે કારણથી હે નંદ ! જેમ ભાનુમતીના તિલનું ચિન્હ જાણ્યું તેમ આ વાત પણ હું જાણું છું. ૬. આ છેલ્લો શ્લોક સાંભળવાથી રાજાયે જાણ્યું કે આ મારા ગુરૂ શારદાનંદ છે. તેથી તુરત પડદો ઊંચો કર્યો અને આનંદથી રાજા ગુરૂ બને મળ્યા અને રાજાયે પોતાના અપરાધની ક્ષમા માગી. એજ પ્રકારે શ્રાવકોએ સ્વામિના, સ્ત્રીના, પુત્રના, મિત્રના, વિશ્વાસીના, વૃદ્ધના, બાળકના દેવના, ગુરૂના, ધર્મના વિગેરે ઉપર દ્રોહ કરવો નહિ, તેમના દ્રવ્યને હરણ કરવું નહિ, તેમનો વિશ્વાસઘાત કરવો નહિ. उत्तराध्ययनसूत्रवृत्ति-कमलसंयमी द्वितीये अध्ययने ज्ञानस्य ज्ञानिनां वापि, निंदाप्रद्वेषमत्सरैः । ઉપથાર્ત ઋવિનેશ, જ્ઞાનન્ન ર્ષ વધ્યતે | ૧૩૬ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : જ્ઞાન અને જ્ઞાનિની નિંદા કરવાથી તેમના ઉપર દ્વેષ અને ઇર્ષ્યા કરવાથી તથા ઘણા પ્રકારે વિઘ્નો કરવાથી જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે. तित्थयरपवयणसुयं, आयरियं गणहरं महिढीयं । आसायंतोबहुसो, णंतसंसारिओ होइ ॥१॥ ભાવાર્થ : તીર્થંકર પ્રવચન, શ્રત, આચાર્ય-ગણધર અને મહર્ધિકની બહુ પ્રકારે આશાતના કરનાર અનંત સંસારી થાય છે. जो मणइ नत्थि धम्मो, न सामाइयं न वयवयाइं । सो समण संवबज्झो, कायव्वो समणसंघेण ॥१॥ इति व्यवहारभाष्ये ભાવાર્થ : જે માણસ ધર્મ નથી સામાયિક નથી, વ્રત પ્રત્યાખ્યાનાદિક સદ્ધર્મ અનુષ્ઠાન સામગ્રી નથી-આવું બોલે તો તેને શ્રી શ્રમણ સંઘે શ્રમણ સંઘના બહાર કરવો. तित्थोगालियपयन्नो जा जस्स ठिई जा जस्स परिणई पुव्व पुरिसकयमेरा । सो तं अइकमंतो, अणंतसंसारिओ होई ॥१॥ ભાવાર્થ : જેની જેટલી સ્થિતિ હોય તથા જેની જેટલી પરિતિપૂર્વક પૂર્વપુરૂષોએ કરેલી મર્યાદા હોય તેને જે અતિક્રમણ કરે તે અનંતસંસારી થાય છે. ચાલુ વર્તમાન કાળમાં પ્રાચીન પ્રણાલિકાને તોડી,અર્વાચીન નવીન કલ્પનાઓ ઊભી કરી, નવી પ્રણાલિકા ચલાવનારાઓને આ ઉપરોક્ત ગાથાથી બહુ જ સમજવાનું છે અને પુરાણી વાત જ માન્ય રાખવાની છે. जैनधर्म अस्तित्वमर्यादा वासाणवीस सहस्सा, नवसय तिमास पंचदिणपहरा । इक्का घडिया दो पल अखर अडयाल जिणधम्मो ॥१॥ ભાવાર્થ : વીશ હજાર વર્ષ, નવ સો વર્ષ, ત્રણ માસ પાંચ ૧૩૭ ~ ૧39 For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દિવસ, પાંચ પ્રહર, એક ઘડી, બે પલ, અડતાલીશ અક્ષરના ઉચ્ચાર કલા પ્રમાણ જૈન ધર્મ રહેશે એટલે વીર પરમાત્માથીએ ઉપરોક્ત કાલ સુધી પાંચમા આરામાં જૈન ધર્મની પ્રવૃત્તિ રહેશે, પછી જૈન ધર્મ વિચ્છેદ જશે. वीरपद्मनाभ-अंतर प्रवचनसारोद्वारे चुलसी वाससहस्सा, वासा सत्तेव पंच मासाय । वीरमहापउमाणं, अंतरमेअं वियाणाहि ॥१॥ ભાવાર્થ : ચોરાશી હજાર વર્ષ તથા સાત વર્ષ તથા પાંચ માસનું અંતર મહાવીરમહારાજા તથા મહાપદ્મ (પદ્મનાભ, આવતી ચોવીશીનાં પ્રથમ તીર્થંકર)નું જાણવું. तित्थोगालिय पयन्नो ववगय सोगभयाउं, वहमाणी उ सुहेहिं ते गब्भा । पत्तेवि पसवमासे, अच्चत्थं गूढगब्भाउ ॥१॥ ભાવાર્થ : તીર્થંકર મહારાજની માતાઓ સગર્ભા થાય છે. ત્યારે શોક, ભય આદિથી મુક્ત હોય છે તેમજ સુખ વડે કરીને ગર્ભને વહન કરનારી હોય છે અને પ્રસવકાળ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી પણ અત્યંત ગૂઢ ગર્ભવાળી હોય છે, એટલે પ્રસૂતિકાળ સુધી પણ બીજા દેખનારાઓ આ સગર્ભા છે તેમ જાણી શકતા નથી કારણ કે અન્ય સ્ત્રીઓના ઉદરના પેઠે તીર્થંકર મહારાજની માતાઓના ઉદર ગર્ભ ચિન્હ દેખાય તેવા હોતા નથી. તે તીર્થંકર ગર્ભમાં હોય છે તેનો જ પ્રતાપ છે. अट्ठण्हं जणणीओ, तित्थयराणं तु हुंति सिद्धाओ । अट्ठयसणं कुमारे, माहिदे अठु बोद्धव्वा ॥१॥ | ભાવાર્થ : પ્રથમના આઠ તીર્થકર મહારાજાની માતાઓ મોક્ષમાં ગયેલ છે, નવમાથી સોળમા તીર્થંકર મહારાજાની આઠ માતાઓ ત્રીજા સનત્કુમાર દેવલોકે ગયેલ છે તથા સત્તરમાથી ચોવીસમા તીર્થંકર ૧૩૮ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહારાજાની આઠ માતાઓ માટેન્દ્ર ચોથે દેવલોકે ગયેલ છે. नागेसु उसहपिया, सेससत्तण्ह गया इसाणंमि । अठ्ठउ सणंकुमारे, माहिदे अठ्ठ बोद्धव्वा ॥२॥ ભાવાર્થ : ઋષભદેવના પિતા નાભિરાજા નાગ દેવલોકમાં ગયા છે. અજિતનાથજીથી ચંદ્રપ્રભ સુધીના સાત પિતાઓ ઇશાન દેવલોકે (બીજા દેવલોકે) ગયા છે, સુવિધિનાથથી તે શાન્તિનાથ મહારાજાના આઠ પિતાઓ સનકુમાર ત્રીજે દેવલોકે ગયા છે, અને કુંથુનાથથી મહાવીરસ્વામી સુધીના તેમના આઠપિતાઓ માટેન્દ્ર ચોથે દેવલોકે ગયા છે. પ્રવચનસારોદ્વારને વિષે એ પ્રકારે તીર્થંકર મહારાજાના માતાપિતા પરલોકે ગયાનું સ્વરૂપ કહેલું છે. ओहो सुओ व उत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली विभुंजइ, अपमाणं सुयं भवे इयरा ॥१॥ ભાવાર્થ : શ્રુતજ્ઞાની બરાબર ધૃતોપયોગ આપતા છતાં અને ગોચરીના તમામ પ્રકારના દોષોને ટાળી ગોચરી ગ્રહણ કરતાં કદાચ અશુદ્ધ આહાર ગ્રહણ કરે તેને કેવલી મહારાજા પણ ભક્ષણ કરે છે, કારણ કે જો ન ગ્રહણ કરે તો શ્રુત અપ્રમાણ થાય કહેવાય. उपद्रवो कंपते देवता यत्र, अचलं चलते यदा । प्रस्विद्यन्ते हसन्ते च, देवतानांहिमूर्तयः ॥१॥ रक्तपानं नदी यत्र, कदाचिद्रहडते तथा । वृक्षेभ्यो रक्तफेनादि, वृष्टिं स्यादनिमित्तका ॥२॥ मुंडरूंडादिकं जातं, नारीणां च, चतुष्पदम् । भंगं दर्शयते घोरं, दुर्भिक्षं डमरैः सह ॥३॥ द्वौ मूर्होबालके कर्णा-श्वत्वारोनयनान्यपि । परचक्रागमं बूयादुर्भिक्षं च विनिर्दिशंत् ॥४॥ M૧૩૯ - For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ इति श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે ઠેકાણે દેવોને સ્થાપન કરેલ હોય તે કંપાયમાન થાય તથા અચલ હોય તે જયારે ચાલતા થાય તથા દેવતાઓ પ્રસ્વેદિત પરસેવાવડે કરી યુક્ત થાય તેમજ દેવતાઓની મૂર્તિઓ હાસ્યને કરે. તથા જયાં કોઇકવાર નદી લાલ પાણીને વહન કરે એટલે નદીનું પાણી લાલ થઈ ગયેલું દેખાય તથા વૃક્ષાદિકથી નિમિત્તાદિક વિના લાલ ફીણની વૃષ્ટિ થાય. તથા સ્ત્રિયોના તથા ચતુષ્પદોના મસ્તકની ખોપરીયોને થયેલી દેખે તો ઘોર દુભિક્ષ વૈરવિરોધ સ્વપર ચક્રના ભયના સાથે ભંગને દેખાડે છે. અર્થાતુ એ ઉપરોક્ત ભયના સાથે ભંગ નાશ કરે છે. તથા બાલકને બે માથા તેમજ ચાર કાન અને ચાર નેત્રો હોય (થાય)તો પર ચક્રનું આગમન તેમજ દુભિક્ષ દુષ્કાળને કહે છે. उपदेशरत्नाकरे पमाओअ जिणिंदेहि, भणिओ अट्टभेअओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥१॥ रागो दोसो मइ भंसो, धम्ममिअ अणायरो । जोगाणं दुप्पणीहाणं, अठ्ठहावज्जिअव्वओ ॥२॥ ભાવાર્થ : અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, રાગ ૪, દ્વેષ ૫, મતિભ્રંશ ૬, ધર્મને વિષે અનાદર ૭, અને યોગોનું દુપ્રણિધાનપણું ૮, આઠ પ્રકારનો પ્રમાદ જિનેશ્વર મહારાજાએ કહેલો છે, તે આઠ પ્રકારના પ્રમાદનો ઉત્તમ માણસોએ પ્રયત્નથી ત્યાગ કરવો. ( મૂઢ જીવનાં લક્ષણ) रागद्वेषाभिभूतत्वात्कार्याकार्यपरांमुखः । एष मूढ इति ज्ञेयो, विपरीतविधायकः ॥१॥ ૧૪0 For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : રાગદ્વેષવડે કરી પરાભવને પામેલો અને કાર્ય શું અને અકાર્ય શું છે? તેના વિચારથી પરમુખ રહેલો તેમજ વિપરીત કાર્ય કરનારો માણસ મૂઢ કહેવાય છે. किं कुणइ ताण सुगुरु, जेसं हियए न वासणायासो । मेहोवि अमेहो, उसरम्मि उप्पाइउं बीयं ॥१॥ इति उपदेशचिंतामणौ-श्रीजयशेखरसूरिः ભાવાર્થ : જેઓના હૃદયને વિષે સદ્ધાસનાનો વાસ નથી. તેને શ્રેષ્ઠ ગુરુઓ પણ શું ઉપકાર કરી શકે, કારણ કે ઉખર ભૂમિમાં ગમે તેટલો મેઘ વરસે તો પણ બીજને જેમ ઉત્પન્ન ન કરી શકે તેમજ સારા સુવિહિત જ્ઞાની ગુરુઓ પણ જેના હૃદયમાં ધર્મભાવનાનો ગંધ હોતો નથી તેને ઉપકાર શું કરી શકે તેમ હતા, અર્થાત્ કાંઈ જ નહિ. (ભવભ્રમણ ) णत्थि किरसो, पएसो लोए वालग्ग कोडिमित्तो वि । जम्मणपरणबाहा अणेगसो जत्थ नवि पत्ता ॥१॥ ભાવાર્થ : નિશ્ચય વાળના અગ્રભાગની કોટી માત્રા પણ એવો કોઇ પણ પ્રદેશ નથી કે જયાં જન્મમરણની પીડા અનેક પ્રકારે જીવે નથી ભોગવી. रंगभूमिर्न सा काचिच्छुद्धा जगति विद्यते । विचित्रैः कर्मनेपथ्य-यंत्रसत्वैर्न नाटितम्, ॥२॥ ભાવાર્થ : આ જગતને વિષે એવી કોઈ પણ રંગભૂમિ હવે શુદ્ધ રહી નથીકે જે ભૂમિને વિષે વિચિત્ર પ્રકારના કર્મરૂપી વેશોને પહેરી પ્રાણિયો જેને વિષે નાટક કર્યું નથી. અર્થાત્ કર્મબાહુલ્યતાથી તમામ ભૂમિ પ્રત્યે આ પ્રાણિયો જુદા જુદા ભવોમાં બહુ જ ભવોને વિષે ભટકેલા છે. ભાગ-૬ ફમ-૧૧ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (ચાર ક્યાનાં લક્ષણો - स्थाप्यते हेतुदृष्टान्तैः, स्वमतं यत्र पंडितैः । स्याद्वादध्वनिसंयुक्तं, सा कथा क्षेपणीमता ॥१॥ मिथ्याद्दषां मतं यत्र, पूर्वापरविरोधकृत् । तन्निराक्रियते सद्भिः, सा च विक्षेपणी मता ॥२॥ यस्याश्रवणमात्रेण, भवेन्मोक्षाभिलाषिता । भव्यानां सा च विxि प्रोता संवेदिनी कथा ॥३॥ यत्र संसारभोगांगस्थितिलक्षणवर्णनं । वैराग्यकारणं भव्यैः, सोक्ता निर्वेदनी कथा ॥४॥ ભાવાર્થ : જેને વિષે પંડિત પુરુષો સાદ્વાદમાર્ગના (ધ્વનિ) સ્થાપન સંયુક્ત પોતાના મતને હેતુ અને દૃષ્ટાંતવડે કરીને સ્થાપના કરે છે તે કથા આક્ષેપણી કહેવાય છે. ૧ જેને વિષે પુર્વાપરના સંબંધને વિરોધ કરનાર મિથ્યાદષ્ટિ જીવોના મતને સજજન પુરુષો નિવારણ કરે છે તે કથા વિક્ષેપણી કહેવાય છે. ર જે કથાના શ્રવણ મારાથી જ ભવ્ય જીવાત્માઓને મોક્ષની અભિલાષા થાય છે તે કથાને પંડિત પુરુષોએ સંવેદિની કથા કહી છે – ૩ જેને વિષે સંસારમાં જીવોના પરિભ્રમણનું દુ:ખ સાંભળી ભોગો દુ:ખદાયક અને દુર્ગતિમાં લઇ જનારા છે તેનું ધ્યાન સાંભળી જીવો ચારે ગતિમાં ફરતાં અનેક અંગો શરીરોને ધારણ કરે છે તે સાંભળી લાંબા કાળ સુધી દુર્ગતિમાં વારા કરે છે તે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થાય. સંસારની અસારતાને જાણે જન્મ મરણના ભયથી ભયભીત થાય અને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે સંસારને વૈરાગ્યથી દુઃખમય માને તે કથાને ભવ્યાત્મા જીવોએ નિર્વેદની કથા કહી છે. (નીલકંઠનો સંબંધ છે પૂર્વે એકદા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્ર, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર! For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પા, રાધાસાદિક તેત્રીસ કોટી દેવતાઓએ ભેગા થઇને સમુદ્રનું મંથન કર્યું એવી રીતે કરવાથી તેઓએ પારિજાતાદિક રત્નોને મેળવ્યા, અને અહપૂર્વિયા સર્વે તેને શીઘ્રતાથી ગ્રહણ કરી લીધા, પરંતુ ભોળા એવા મહાદેવજીના ભાગે રત્નાદિકમાંથી કાંઈ પણ આવ્યું નહિ, તેથી ખેદ પામેલા મહાદેવે કહ્યું કે હું તો ફરીથી પણ સમુદ્ર મંથન કરીશ. દેવતાઓએ કહ્યું કે અત્યંત મંથન કરવાથી કાલકૂટ નીકળશે. એમ વાર્યા છતાં પણ સમુદ્રને મહાદેવ મંથન કરવાથી સમગ્ર જગતને ખાઉં ખાંઉ કરતું તેમાંથી કાલકૂટ વિષ પ્રગટ થયું, તેથી દયાળુ મહાદેવે તે કાલકૂટ વિષને પોતાના કંઠને વિષ સ્થાપન કર્યું, તે અદ્યાપિ પર્યત તેને ત્યાગ કરતો નથી, એવીરીતે મહાદેવ નીલકંઠ થયા. अदत्तादानत्याग परदर्शनेकूटसाक्षी सुहीद्रोही, कृतघ्नचौर्यकारकः । चत्वारः कर्मचंडालाः, पंचमो जातिसंभवः ॥१॥ हस्ते नरकपालंते, मदिरामांसभक्षिणि । मनुः पृच्छति मातंगी, किं तोयं दक्षिणे करे ॥२॥ मित्रद्रोही कृतघ्नश्च, स्तेयी विश्वासघातकः । कदाचिच्चलितो मार्गे , तेनेयं क्षिप्तये छटा ॥३॥ कूटसाक्षी मृषावादी, पक्षपाती जडगट्टके । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥४॥ वरं वह्निशिखास्पर्शः सर्पस्य चुंबितं वरम् । वरं हालाहलं लीढं, परस्वहरणं न तु ॥५॥ इति उपदेशप्रासादेભાવાર્થ : જૂઠી સાક્ષી પૂરનાર મિત્રનો દ્રોહી, કૃતજ્ઞ તથા ચોરી કરનાર આ ચારે કર્મચંડાલો કહેવાય છે. અને પાંચમો ચંડાલની જાતિમાં ઉત્પન્ન થયો હોય તે ચંડાલ કહેવાય છે. ૧. મનુ માતંગી (ઢેડી)ને પૂછે છે કે હે મદિરામાંસભક્ષિણિ ! તારા એક હાથમાં તો ૧૪3 For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મનુષ્યની ખોપરી છે ત્યારે તે બીજા જમણા હાથમાં પાણી શા માટે રાખેલ છે ? આવું સાંભળી માતંગી કહે છે કે (૨) મિત્રદ્રોહી, કુતદની, ચૌર, વિશ્વાસઘાતી કદાચિનુ માર્ગને વિષે ચાલેલો હોય તે કારણથી આ પાણીની છટા છાંટયા પછી પગલું ભરું છું. (૩) જૂઠી સાક્ષી પૂરનાર, અસત્યવાદી, પક્ષપાતી તથા જગટ્ટક કદાચિત આ માર્ગે ચાલેલો હોય તે કારણથી પાણીની છટા નાખીને છંટકાવ કર્યા પછી ચાલું છું. આ ઉપરોક્ત હકીકત ઉપરથી વાંચકવૃંદને વિચારવાનું છે કે ઉપરના મહાદુર્ગુણો ધારણ કરનારા કરતા પણ માંસ મદિરાની ભક્ષણ કરનાર માતંગી પોતાને પવિત્ર માને છે. (૪) અગ્નિની શિખાનો સ્પર્શ કરવો સારો તથા સર્પના મુખનું ચુંબન કરવું સારું તેમ જ હલાહલ વિષનું આસ્વાદન કરવું સારૂ પરંતુ પરના દ્રવ્યને હરણ કરવું સારું નથી. ૫. (દારિદ્રય ઉપર ચંદન શ્રી ક્યા) મકરાવાસ નગરે ધરણ શેઠની બહેન ચંદન શ્રી હતી. તે પોતાના ઘરને વિષે દારિદ્રયપણાથી દારિદ્રયપીડિત હતી, એકદા પ્રસ્તાવે તે પોતાના ભાઈના છોકરાના વિવાહને વિષે વસ્ત્રાલંકારાદિક આડંબર રહિત પોતાના પિતાને ઘરે આવી, ત્યાં પૈસા પાત્રો એવી પોતાની બીજી બહેનો વસ્ત્રાલંકારવડે અત્યંત આડંબરવાળી હોવાથી અને તેનું અત્યંત આદરમાન, તેમજ પોતાનું અત્યંત અપમાન થયેલું જાણી, ધનને ધિક્કાર છે, ઇતિ ચિંતવના કરતી પિતાના ઘરથી અપમાન પામીને પતિને ઘરે ગઈ. અન્યદા દારિદ્રયપણું દૂર થવાથી ઉત્તમોત્તમ વસ્ત્રોને ધારણ કરીને હાથના અંદર સુંદર સોનાના કડાને પહેરીને મુખને વિષે તાંબૂલને ભરીને, સમગ્ર શરીરના અવયવ વિષે ચંદનનું વિલેપન કરીને, નૂપુરવડે પગને શોભાવીને, મણિમોતીઓના અલંકારો હૃદયકંઠે ધારણ કરીને મસ્તકની વેણીને વિષે ફુલો ભરીને ઉત્તમ વસ્ત્રના કંચઆવડે સ્તનાદિકને ગાઢ ઢાંકીને, બીજા ભાઈના -૧૪૪ ~ ૧૪૪ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિવાહે આવી. તેની ભોજનાદિકવડે બહુ જ ભક્તિ કરવાથી તે બોલી જમો ઘરેણાં માહરા, જમોને મહારા ચીર. આદર તો તમને કરે, એહીજ મહારો વીર, આવી રીતે વારંવાર બોલતી તે ખાનપાનના કોળીયા કંડુલહાર-વીટીં-કડા વિગેરે આભૂષણ પાસે મૂકવા માંડી આવી વિપરીત ચેષ્ટા કરતી તેને દેખીને તેના સ્વજન વર્ગે પૂછયું કે “આ તું શું કરે છે ? ત્યારે તેણે પોતાના અપમાનનો પ્રથમનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી લોકોએ તેના બાઇની નિંદા કરી, અને બીજા વડે સ્તુતિ કરાયેલી તે પોતાના પતિને ઘરે ગદા ધન હોય છે ત્યારે જ પોતાના મનુષ્યોને પણ પ્રેમ થાય છે, સિવાય નહિ, (ધનવિના બહેને રેલ રામદાસના અપમાન ઉપર ક્વા.) વસંતપુરને વિષે ધન નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને રૂપવતી નામની સ્ત્રી હતી. તેને રૂપસેના નામની પુત્રી અને રામદાસ નામનો પુત્ર હતો. રૂપસેનાને તેના પિતાએ અવંતીમાં રહેનાર ધનાઢયના પુત્રના સાથે આડંબરથી પરણાવી હતી. હવે રામદાસની માતા બાલ્યાવસ્થામાં જ મરણ પામેલી હતી, તેથી પિતાએ બાળકને પોષીને મોટો કર્યો, પરંતુ તે વ્યાપારાદિક વિગેરે કોઈ પણ કાર્યને શીખતો નથી, પણ એક જ ભોજન, આચ્છાદનાદિક નિદ્રા, વિગેરેના સુખનો અનુભવ કરે છે. ઘરની કાંઇપણ ચિંતા કરતો નથી, તેવા પ્રકારના વર્તનથી તેની જે લક્ષ્મી હતી તે બધી નાશ પામી અને શ્રેષ્ઠી દુઃખી થયો. એકદા પિતાએ પુત્રને કહ્યું કે હે પુત્ર ? હું તો વૃદ્ધ થયો, પણ તું કાંઇપણ ઘરની ચિંતા નથી કરતો તેઠીક નહિ. એમ કરવાથી ઘરનો નિર્વાહ કેવી રીતે થશે ? ત્યારે પુત્રે કહ્યું કે જે થવાનું હો તે થાવ, પણ હું તો કાંઇપણ કામ કરનાર નથી, તેથી અત્યંત દુ:ખથી પીડિત પિતાએ કહ્યું કે હે પુત્ર ! હું વૃદ્ધ થયેલ છું, માટે તારો ને મારો ૧૪૫ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બેનો નિર્વાહ મારાથી થઇ શકશે નહિ માટે તું તારી બેનને ઘરે જા. ત્યાં તું વ્યાપારાદિક કાંઇ પણ નહિ કરે તો પા તારી બેન તt ખવરાવશે. આવી રીતે પિતાના વચનને શ્રવણ કરીને તે પિતાના ચરણ કમળને નમસ્કાર કરીને ચાલ્યો ને અંવતીએ પહોંચ્યો, અને બહેનને મળ્યો. લોકો તેની બેનને પૂછવા માંડયા, કે આ કોણ છે ? તેથી તે નિર્ધન હોવાથી કહ્યું કે પરદેશી પરોણો આવેલો છે, પણ આ મારો ભાઈ છે, તેમ લજજાથી બોલતી નથી, જે માટે કહ્યું છે કે अलियंपि जणो धणवंतस्स, सयणत्तं पयासेह । परमत्थबंधवेणवि, जल्लजइ खीणविहवेण ॥ | ભાવાર્થ : બંધવ ન હોય છતાં પણ લોક ધનવંતના સાથે સ્વજનપણાનો સંબંધ ધરાવે છે, અને પોતાનો સગો બંધવ હોય તો પણ વૈભવક્ષીણ થયેલ હોય તેથી લજજા ધારણ કરવાવાળા થાય છે, તેણીયે બે ત્રણ દિવસ સુધી તેને ભોજન આપ્યું. ત્યારબાદ કહ્યું કે હે ભાઈ ! કાંઇ પણ ઘરનું કામ કર. તેણે કહ્યું કે કામ તો હું કાંઈ પણ કરવાનો નથી, તેણીએ કહ્યું કે જો કોઈ પણ કામ નહિ કરે તો તને ભોજન પણ કયાંથી મળશે ? તેવું સાંભળી તેણે ચિંતવ્યું શું કરું ? કયા જાઉં ? કોની પાસે મારું દુ:ખ હું નિવેદન કરું, કે બહેન પણ આવા કઠોર હૃદયવાળી થઈ, તેથી હાલમાં હું બહેનનું કાંઈપણ કહ્યું કરું એવું ચિંતવી તેને ઘરે રાંધવાનું કામ કરવા લાગ્યો. એ પ્રકારે તેણે પોતાના કાળને કાઢવા માંડ્યો. વળી ફરીથી કોઈકે તેની બહેનને પૂછ્યું કે આ કોણ છે ? ત્યારે તેણીએ લજ્જાના વશથી કહ્યું કે મારા પિતાયે આ ચુલ્હો ફૂંકનાર નામનો નોકર મોકલ્યો છે, તે સાંભલી રામદાસ અત્યંત મનમાં દુભાણો. એકદા દેહચિતા માટે તે નગરની બહાર ગયો. તે સમયે એક શ્રેષ્ઠીપુત્ર નગરથી બહાર આવેલો હતો તેણે રામદાસને પુછયું કે તું કોણ છે ? તારો પિતા કોણ ? ૧૪૬ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તારી માતા કોણ ? તારો દેશ કોણ ? તું શા કારણ માટે ઇંહા આવેલો છે. તારામાં કળા શી છે ? તે સાંભળી પોતાનું વૃત્તાંત મૂળથી કહેવા માંડયો. કે હે સ્વામિન્ ! વસંતપુરે ધનશ્રેષ્ઠી તેની રૂપવતી સ્ત્રી છે. તેનો રામદાસ નામનો પુત્ર વિધિવશથકી કાંઈ પણ મારા પાસે નહિ હોવાથી અહીં મારી બેનની પાસે આવેલ છે. બેને પણ મારું નામ યુલ્ડકું કણ પાડી મને રસોઈ કરાવા રાખેલ છે. શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે શું ત્યારે તને ત્યાં સમાધિ છે ? તેણે કહ્યું કે મને શાન્તિ કયાંથી હોય ? પ્રથમથી જ પિતાના સુખને છોડી દઈને હું સુખને માટે અહીં આવ્યો, અને અહીં તો તેના ઘરના કામકાજ કર્યા સિવાય બેન ભોજન પણ આપતી નથી, તેથી સુખ કયાંથી હોય? હું તો નિરંતર રસોઈ કરી બેનના ઘરમાં કેવળ ઉદર પોષણ કરૂં છું, બીજું કાંઈ પણ નથી, માટે મને શાન્તિ શાની હોય ? તેવું સાંભળી શ્રેષ્ઠી પુત્ર બોલ્યો કે હે રામદાસ ! તું ભોજન કરવાની ક્રિયા સારી જાણે છે કે એવી જ. તેથી તેણે કહ્યું કે ઘણી જ સુંદર જાણું છું. તેથી શ્રેષ્ઠી પુત્રો કહ્યું કે ત્યારે તું માહારા પાસે રહીશ તો તને ઘણો જ ધનવાન બનાવીશ રામદાસે હા પાડવાથી તેને લઈને શ્રેષ્ઠી પુત્ર પોતને ઘરે આવ્યો. ત્યારબાદ ત્યાં તે સુખે કરીને રહેવા લાગ્યો. હવે કેટલાક કાળ પછી શ્રેષ્ઠી પુત્ર વ્યાપાર માટે સિંહલદ્વીપે જવાને માટે તૈયાર થયો. તેણે રામદાસ રસોયાને પણ સાથે લીધો, ઘણા ભાંડ કરીયાણાવડે વહાણને ભરીને, કેટલાક દિવસે તે સિંહલદ્વીપે ગયો, ત્યારબાદ શ્રેષ્ઠીપુરા ત્યાં વ્યાપાર કરવા લાગ્યો.રામદાસ પણ રસોઈને કરતો તેનો વિનય કરતો સુખે કરી રહેવા લાગ્યો. ત્યારબાદ કેટલાક દિવસ પછી શ્રેષ્ઠીના પુત્ર ચિંતવના કરી કે આ રસવતીનો પકાવનારો સારો વિનયી છે. માટે આને હીરા, વસ્ત્ર મણિ, મૌક્તિક આને પોતાનું કરીને વેચવા મોકલું તો તેને પણ લાભ થાય, તે મને પણ શ્રેષ્ઠ કહેવાય. વળી લાભ આવશે તે તેનો ગણાશે એમ ચિંતવી કિંચિત કરિયાણાદિક તેના M૧૪૭ ૧૪૭ - For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નામનું કરીને દેશાંતરમાં મોકલ્યું, તેનો જે લાભ આવવા માંડ્યો તે રામદાસને આપ્યો. આવી રીતે કેટલાયેક દિવસમાં શ્રેષ્ઠીપુત્રો તે રામદાસને લક્ષાધિપતિ બનાવી દીધો,તેથી એકદા પ્રસ્તાવ રામદાસ ચિંતવના કરે છે કે મારી જન્મભૂમિ કયાં ? મારો પિતા કયાં, હું કયાં ? કહ્યું છે કે : जणणीय जम्ममूमी,पच्छिमनिद्दा सुमासिया गुठ्ठी । मणइठं माणुस्सं, पंचवि दुःखेण मुच्चंति ॥१॥ ભાવાર્થ : જનની, જન્મભૂમિ,પ્રાત:કાળની નિદ્રા સુભાષિત ગોષ્ઠી, અને મન ઈષ્ટ મનુષ્યોનો સંજોગ આ પાંચે દુઃખે કરીને ત્યાગ કરી શકાય છે. ફરીથી પણ તે મનમાં એવી રીતે ચિંતવના કરે છે કે મારો પિતા હાલમાં જીવે છે કે નહિ ? એટલામાં પોતાના નગરથી ત્યાં આવેલા કોઈકે માણસે તેને કહ્યું કે હેરામદાસ ! તારો પિતા હજી જીવે છે, પરંતુ તે વૃદ્ધાવસ્થામાં તારા વિયોગથી નિર્ધનપણાથી અત્યારે મહાદુઃખી થઇને પોતાના દિવસોને નિર્ગમન કરે છે. તે સાંભળીરામદાસ ચિંતવે છે કે જેનો પુત્ર જીવતો છે ને તેનો પિતા વૃદ્ધાવસ્થામાં દુઃખી થાય છે તો એવા પુરાવડે કરીને શું ? માટે શ્રેષ્ઠીપુત્રને પૂછીને આ સમયે પિતા પાસે જવાય તો સારું આવો વિચાર કરી તેણે શ્રેષ્ઠિપુત્રાને કહ્યું કે હે શ્રેષ્ઠિવર ! તે મને દુઃખથી બહુ જ સુખી કર્યો માટે કોઈ પણ પ્રકારે તમારા ઉપકારનો બદલો મારાથી વાળી શકાશે નહિ, પણ જો તમે પૂજય મને આજ્ઞા આપો તો વૃદ્ધ એવા મારા પિતાનું પ્રતિપાલન કરવા જાઉં,એવા પ્રકારના વિનય યુક્તતેના વચનને શ્રવણ કરી શ્રેષ્ઠી પુત્રે કહ્યું કે હે રામદાસ! તારો વિચાર ઉત્તમ છે. માટે તું સુખે કરીને જા, વળી પણ કામ પડ્યું પાછો આવજે. ત્યારબાદ રામદાસ સ્વામીના આદેશને માગીને ચાલ્યો અને કેટલેક દિવસે પોતાને નગરે પિતા પાસે ગયો, ને પિતાના ચરણકમળને નમીને સ્નેહથી મળ્યો. પિતા પણ પુત્રને લક્ષ્મીસંપન્ન (૧૪૮) ૧૪૮ For Personal & Private Use Only For Personal & Private Use Only www.jainelibrary.ort Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દેખીને બહુજ આનંદ પામ્યો. પુત્રે કહ્યું કે હે તાત ! આજથી તમારે હવે કાંઈ પણ ચિંતા ન કરવી. તમેં ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરેલી છે, તેથી તમારે તો હવે દાનપુન્ય કર્મ વિશેષ કરીને કરવું. ત્યારબાદ હર્ષ પામી તેના પિતાએ કહ્યું કે હે પુત્ર આટલી બધી લક્ષ્મી તે કયાંથી ઉપાર્જન કરી ? પુત્રે કહ્યું કે રાંધવાની ક્રિયાથી તુષ્ટમાન થયેલા શ્રેષ્ઠિના પુત્ર મને ધનવાન કર્યો છે. એમ કહી સાથે પોતાની બેનનો પણ વૃત્તાંત કહ્યો, ને કહ્યું કે મને શુદ્ધ અન્ન પણ તેણીએ આપેલ નથી. પણ ફક્તરાંધવાની ક્રિયા શીખવેલી છે. તે પુરાના વચન સાંભળી પિતાને પોતાના મનમાં ખેદ થયો. તે અવસરે રામદાસનાં મનમાં પણ બેને કરેલું અપમાન યાદ આવી ગયું. કહયું છે કે गुणिणो गुणेहिं दोसेहिं दुज्जणो, सज्जणो सिणेहेहिं, दुरतरगयावि हु तिन्निवि हिययंमि निवसंति ॥१॥ ભાવાર્થ : ગુણી માણસો પોતાના ગુણોવડે કરીને, તથા દુર્જન માણસો પોતાના દોષોવડે કરીને, તથા સજજન માણસો પોતાના સ્નેહવડે કરીને રહેલા હોય છે, તે દૂર દેશને વિષે ગયા હોય છે તો પણ આ ત્રણે જણા હૃદયમાં નિવાસ કરે છે. સબબ પરિચય.વાળા માણસોએ ત્રણેને વીસરતા નથી. ત્યારપછી તેણે પોતાના પિતાને પૂછયું ક જોઆપ પૂજય મને એક વાર આજ્ઞા આપો તો મારી બેનને એક વાર મળવા માટે જાઉં. તેના પિતાએ કહ્યું કે તારૂં મન હોય તેમ કર. તેથી ગાડી તથા બે બળદ તથા નોકરચાકર પરિવારના સાથે બહુ વસ્ત્રાલંકાર ધારણ કરી ચાલવા માંડયો અનુક્રમે અવંતીને વનપ્રદેશે પહોંચ્યો. ત્યારબાદ પોતાનું આગમન જણાવવા માટે તેણે પોતાની બેન પાસે એક પોતાનો દાસ મોકલ્યો. તેણે તેની બેનને ઘરે જઇને કહ્યું કે તે શ્રેષ્ઠીન્ તારી સ્ત્રીનો ભાઈ રામદાસ ઘણી ઋદ્ધિ સહિત મહાઆડંબરની વનને વિષે આવેલો છે તે વચન સાંભળતાની સાથે જ શ્રેષ્ઠી દુકાનેથી ઉઠીને જલ્દી ઘરે ગયો, અને પોતાની સ્ત્રીને For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મલ્યો, તે વાત કરીને ઘણા નગરના લોકોને મેળવીને તેના સન્મુખ જઈને મહાવિસ્તારથી નગરને વિષે પ્રવેશ કરાવ્યો ત્યારબાદ પોતાને ઘરે લાવીને સન્માનપૂર્વક શેત્રુંજીના ઉપર બેસાર્યા તથા હાટથી મંગાવીને બેને બહુ પ્રકારના ઘી ગોળ ખાંયુક્ત પકવાન શાકાદિને પોતાના ભાઈને જમાડવા માટે મધ્યાન્હ તૈયાર કર્યા. ત્યારબાદ, ભાઈને બેસવાને માટે સારું આસન પાથર્યું. તેના ઉપર રામદાસ બેઠી ત્યારબાદ તેના પાસે સુંદર થાળી કચોલા પાણીના લોટા આદિ મૂકીને, તમામ પ્રકારના પકવાશાદિક શાકાદિક પીરસ્યા. અને તેનો બનેવી હાથમાં વીંજણો લઇને પવન નાખતા તેમજ માખીયો ઉડાડવા માંડયો, પણ રામદાસ એક દાણો પણ મુખમાં નાખતો નથી, તેથી બેન બોલી હે રામજીભાઈ ! તમે મોઢામાં એક દાણો પણ કેમ કાંઈ નાખના નથી ? તેથી તેણે કહ્યું કે મારી અભીષ્ટ લક્ષ્મી દેવીનું સ્મરણ કરૂ છું, તેથી આજ મારું રામજીભાઈ નામ તે પ્રગટ કર્યું તે સાંભળી તેની બેન મનમાં કોઈ શંકા પામી એવામાં રામજી બોલ્યો કે : लखमी तुहि सुलक्खणी, जिणे भणाव्या राम । पहेले फेरे आवीयो, चुल्हणफु कण नाम ॥१॥ - ભાવાર્થ : હે લક્ષ્મી ? તું જ સારા લક્ષણવાળી છે કે જેણે રામજીભાઈનું નામ રામ ભણાવ્યું, કારણ કે પ્રથમ જયારે હું આવ્યો ત્યારે મારું નામ ચૂલોસ્કણ હતું, એમ કહ્યા પછી તેણે પકવાન દિક મુખને વિષે નાંખ્યું. ત્યારબાદ સુખે કરીને ભોજન કરીને ઉઠયા પછી બહેનને કહ્યું કે હે બહેન ! પિતાની વૃદ્ધાવસ્થા છે તેથી અહીં આવવાનો મારે અવસર શું છે ? પણ પૂર્વે કરેલા કર્મને કોઈ પણ ઉલ્લંઘન કરી શકવાને માટે શક્તિમાન નથી, તેજ પ્રકારે પુરૂષનું ભાગ્ય પણ પ્રગટ થાય છે. વળી રામદાસે ચિંતવ્યું કે આણેઅપરાધ કરેલ છે, તો પણ મારે તેનો ગુણ લેવો જ યોગ્ય છે, જે માટે કહ્યું છે કે : ૧૫o For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अवगुण ढांकी गुण लहे, नव दे निठुर बाळ । माणस रुपे देवता, निर्मल गुणनीरवाण ॥१॥ सज्जन अतिहि पराभव्यो , किमहि न आणे डंस । छेद्यो भेद्यो दुहव्यो, मधुरो बाजे वंस ॥२॥ ભાવાર્થ : જે અવગુણ ઢાંકે છે, અને ગુણને ગ્રહણ કરે છે, તેમજ નિષ્ફર વચનને બોલતો નથી, તે માણસ માણસ નથી, પણ નિર્મલ ગુણની ખાણ રૂપ માણસરૂપે દેવ છે એમ જાણવું. ૧ જે સજજન માણસને પરાભવ કર્યા છતાં પણ મનમાં કાંઈ પણ હંસ રાખતો નથી, તે જ સજજન કહેવાય છે, કારણ છેદ્યો મેવો કે દુહવ્યો હોય તો પણ વાંસ મધુર શબ્દને બોલે છે, તેમજ સજજન પણ તેવા જ હોય છે. આવું જાણી રામદાસે બેનને મોટી પહેરામણી કરી અને પોતાના બેન બનેવીને વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારથી આડંબર વડે સાસરવાસો કર્યો. ત્યારબાદ પાછો વળીને પોતાના પિતા પાસે આવ્યો, અને સુખવડે પિતાની વૃદ્ધાવરથાનો નિર્વાહ કરવા લાગ્યો. પોતાના પિતાના હાથે દાન કર્માદિક કરાવે છે, એવી રીતે ધર્મના પ્રભાવથી તેને ઘરે દિવસે દિવસે લક્ષ્મી વધવા માંડી. હવે ત્યા ધર્મઘોષ નામનો જૈન આચાર્ય મહારાજ આવ્યા તેના ઉપદેશને શ્રવણ કરી રામદાસે સાત ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીને વાપરીને, તેમજ શત્રુંજયાદિક તીર્થને વિષે જાત્રા કરીને તથા પુન્યદાન કરીને તે જ ગુરૂના પાસે દીક્ષા લીધી એને દુસ્તપ તપસ્યા કરીને બન્ને પિતા પુત્ર સ્વર્ગને વિષે ગયા. ત્યાંથી મહાવિદેહમાં જઇને મોક્ષે જશે. (વિકમ અને આશાની ક્યા) એ કદા પરદુ:ખ કાતર, તથા પરસ્ત્રી સહોદર, શ્રી વિક્રમાદિત્યરાજા ડુકરે હરણ કરવાથી અટવીમાં જઈ પડ્યો ત્યાં આંબાના વૃક્ષ નીચે રહ્યો. ત્યારબાદ રાત્રિને પ્રથમ પહોરે ચાર જણી M૧૫૧ ૧૫૧ ~ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એકટા થઇને પોતાના પાસેથી ગમન કરતી દેખીને આ સર્વે મારી બહેનો છે, એમ કહીને ઉઠી ને તે માંથી એક જણીને જુહાર કર્યો. હવે તે ચાર જણીઓ હતી અને જુહાર નમસ્કાર એકને કર્યો, તેથી સર્વ જણીયો વિવાદ કરવા લાગી કે મને જુહાર કર્યો, મને જુહાર કર્યો. આવી રીતે વિવાદ કરતી તે ચારે જણીઓ વિક્રમ પાસે આવીને કહેવા લાગી કે હે સુભગ ! તે કોને જુહાર કર્યો ? આવી રીતે કહે વાથી રાજાએ તેને કહ્યું કેતમો સર્વે કોણ છો ? રાજાએ તેમ પૂછવાથી તેના મધ્યેથી વિવિધ પ્રકારની સુવર્ણ કડા, કંઠી, કંદોરો, વેઢ, વીંટી, કેયુર, કંકણ વિગેરે અલંકારોથી શોભિત અને વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરનારી હાથને વિષે કલેશને રાખનારી મદોન્મત્ત ગર્જન પેઠે ગમન કરનારી એક સ્ત્રીએ રાજાને કહ્યું કે હે સુભગ ! સુરાસુરને વિષે વિશ્રત એવી હું લક્ષ્મી છું, અને હું જે પુરૂષનો આશ્રય કરું છું તેના દોષો પણ ગુણ થાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्य मुद्योगिताम् । मूकत्वं मितभाषितां वितनुते मौग्ध्य भवेदार्जवम् ॥ पात्रापात्रविचारसाविरहोयच्छत्युदारात्मताम् । मातर्लक्ष्मिी तव प्रसादवशतो दोषा अपि स्युर्गुणा : ॥१॥ ભાવાર્થ : આળસુ હોય તો સ્થિરતાવાળો છે, ચપલ હોય તે ઉધમી કહેવાય થે, મૂંગો હોય તો મિતભાષી કહેવાય કે, મુગ્ધભાવી હોય તે સરલ કહેવાય છે, પાત્રાઅપાત્રાના વિચારના સારથકી સહીત હોય તે ઉદાર આત્માનો ધણી કહેવાય છે. તે માતા! લક્ષ્મી ? તારા પ્રમાદના વશવર્તી પણાથી દોષો હોય છે તે અકુલીન પણ ઉત્તમ કુલવાન, ઉભયકુલ વિશુદ્ધ, એકસો એક કુલનો ઉદ્યોત કરનાર, બન્ને પક્ષે નિર્મલરાજહંસના અવતાર સમાન ગણાય છે, કલારહીત પણ કળાવાળો કહેવાય છે. ત્રીજા તેરશના ભેદને નહીં જાણનાર છતાં ચૌદ વિદ્યાનો પારગમાં સિદ્ધ સારસ્વત કહેવાય છે, કાળો હોય તો M૧૫૨૦ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કૃષ્ણાવતાર કહેવાય છે, ઠીંગણો હોય તો વામન વાસુદેવનો અવતાર ગણાય છે, ઊંચો હય તો ઢીંચણ સુધી દીધું હાથવાળો ગણાય છે, ધોળા વર્ણવાળો ને લાંબા કાનવાળો હોય તો ચંપાના છોડ સમાન ગણાય છે, થોડું બોલનાર હોય તો મુખકમલમાંથી કપૂરના ચૂર્ણને ઝરનાર કહેવાય છે, બહુ બોલનાર હોયતો ચતુર ચાણાક્ય કહેવાય છે, અલ્પ આહારી હોય તો દેવાંશી કહેવાય છે, બહુ આહાર કરનાર હોય તે પરભવે પરીપૂર્ણ દાન આપીને આવેલ કહેવાય છે. આળસુ હોય તે સામણી સુરત્રાણ કહેવાય છે, ચપલ હોય તે ઉદ્યમી માસિકની સીમા સમ ગણાય છે, પગે ખોડો હોય તે લીલાવડે ચાલતા હાથીના બાળક સમાન કહેવાય છે, પાત્રાપાત્રની વિચારણા રહીત હોય તે અષાઢ માસના મેઘના પેઠે સર્વ જગ્યાએ વરસનાર મહાઉદાર ચરિત્રાવાન કહેવાય છે. તેથી જગતને વિષે, ઉત્તમ એવી મને જ તે નમસ્કાર કરેલો છે, બીજીને નહી. તેથી રાજાએ તેને કહ્યું કે તું નીચને ઘરે જાય છે. માટે તને મેં જુહાર કરેલ નથી. ઈત્યાદિ પ્રકારે બહુ દોષો ઉઘડવાથી અને તિરસ્કાર કરવાથી મૌનપણે લક્ષ્મીએ ધારણ કર્યા પછી, બીજી ઘોળા વસ્ત્રાલંકારને વિલેપનવડે કરીને મનોહર તથા મોગરાના પુષ્પ સમાન શરીરને ધરણ કરવાવાળી, યથા હાથને વિષે વીણા પુસ્તકને રાખીને શોભાને પામેલી રાજહંસ સમાન ગતિ કરનારી સુંદરી રાજાને કહેવા લાગી કે-હે સુભગ ! હું સકલ જગતને જીવાડનારી બ્રહ્માની પુત્રી સરસ્વતી છું. મેં જેને સેવેલ હોય તે પુરૂષ પુત્રથકી પણ અધિક માનવા લાયક થાય, કારણ કે विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान्सर्वत्र पूज्यते ॥१॥ ભાવાર્થ : વિદ્વાનું અને રાજા એ કોઈ દિવસસરિખા ગણાય નહિ, કારણ કે રાજા પોતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન સર્વ જગ્યાયે પૂજાય છે. મારી સંપૂરણ કૃપાથી જ મોટામોટા વિદ્વાનો ૧૫3 For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શાનના દરિયા બની મહાસભાઓમાં જયવાદ મેળવી કનીષ્ટ લોકોને પણ બોધ કરનારા થયા છે. માટે આ બાલગોપાલાદિકે માનેલી એવી મને જ તે જુહાર કરેલો છે. તે સાંભળી રાજા બોલ્યો કે હું ભારત ! તે જેનું આલંબન કરેલ હોય તે નિશ્ચય નિર્ધન થાય છે, તેથી તું ધીર લોકને દરિદ્રતાથી વિડંબના કરે છે, વળી તેને હર્ષ પણ હોતો નથી, માટે તું કહે કે તારા કયા ગુણવડે કરીને તું મને જુહાર કરવા લાયક છે ? આવી રીતે તેના દોષોને ઉઘાડવાથી તે પણ મુખને બીડીને મૌન રહી, એટલે ત્રીજી સ્ત્રી ભારતીના સમાન વાંકાર પહેરીને આવેલી હતી તે રાજાને કહેવા લાગી કે હે સુભગ ! હું જગતને આનંદ કરનારી કીર્તિ છું. મારા વર્ણન મારાથી તુષ્ટમાન થયેલા દાનશોંડા સંતપુરૂષો વાણીને અગોચર એવું દાન આપે છે, તેથી વિશ્વને આનંદ કરનારી મને જ તે જુહાર કર્યો છે. આવી રીતે તેણીએ કહેવાથી રાજાએ કહ્યું કે પુષ્પના સ્તોમને ભ્રમર જેમ ચુંબન કરે છે, તેમ તું સમગ્રના મુખને ચુંબન કરે છે, અને સર્વેના ઘર તથા ઉદરને વિષે તું વેશ્યાના પેઠે વાસ કરે છે, તેમજ વાયુના પેઠે સમગ્ર વિશ્વ વલય વિષે તું રખડે છે, માટે તું મારા જુહારને લાયક નથી. આવી રીતે દુષણ આપવાથીતે પણ મૌન ધરી રહૃાા પછી, ચોથી નીલ વસ્ત્રાલંકારને ધારણ કરનારી અને સમગ્ર કામને સાધનારી મનોહર કોઇક સ્ત્રી આવીને રાજાને કહેવા લાગી કે હે સુભગ ! સમગ્ર સુખના સાધનભૂત હું આશા છું. મારા પ્રસાદથી જ સર્વ જીવો જીવે છે, તેથી તે મને જ નમસ્કાર કરેલો છે. તેવા તેવા વાક્યને શ્રવણ કરીને આનુ કહેવું સત્ય છે તેવું ચિત્તને વિષે ચિતવવીને ચતુરચૂડામણિ નરશિરોમણિ રાજા બોલ્યો કે પુત્ર રહિતોને પુત્ર મેળવવા માટે, તથા નિર્ધનને ધનનો ઉદ્યમ કરાવવા માટે, રોગીયોને ઔષધના પ્રચાર કરવા માટે, જડોને મંત્ર તંત્રોના પ્રયોગોથી તું જીવાડનારી છે. માટે તું જ મને જુહાર કરવા લાયક છે. આવી રીતે રાજાની સત્યવાણી ૧૫૪ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા (ભાગ-૬ સાંભળીને તે ચારે જણી બોલી કે લક્ષ્મી, સરસ્વતી, કીર્તિ, આશા અમે ચારે દેવતાની સ્ત્રીયો છીએ, તેથી અમારા ઉત્કર્ષ પાના વાદનો તે અંત આણ્યો, તેથી આ આશા અમારામાં મોટી છે તેને અમે મોટી માનશું, તેથી તે આશાને આગળ કરીને રાજાને પુષપાદિકથી વસ્ત્રાલંકારથી સત્કાર કરી ચારે જણીયો સ્વર્ગે ગઈ અને રાજા પણ પોતાને નગર ગયો. ब्रह्मचर्य प्रशंसा-परदर्शने मृतेपि दयिते यान्यं, वर्णिनी वृणुते वरं । एकविंशतिवारान्सा, दुर्गं पतति रौरवं ॥७९॥ शीलभंगेन दुर्वृत्ताः, पातयंति कुलत्रयम् । पितुर्मातुस्तथा पत्युरिहामुत्र च दुःखिताः ॥८०॥ यातु गच्छति भरिं, शीलरक्षकतत्परा । स्वात्मानं शोधयेन्मक्षु, पापपंकभरावृतं ॥८१॥ पितापुत्रादिसंयुक्ता, सदाचारपरायणा । स्मरंति गुरुदेवाश्च, यावत्तिष्ठंति वेश्मनि ॥८२॥ सहपक्षे द्वयनैषा, सती संततीमंडनं ।। માત્માને તારત્વેવ, શત્નનિત્સાયનનેં : રૂા. पत्यौ मृतेपि या योषित्, वैधव्यं पालयेक्विचित् । सा पुनः प्राप्य भरिं, स्वगर्भो गान्समश्नुते ॥८४।। इति स्कंधपुराणे काशीखंडे इति वस्तुपालचरित्रे द्वितीयप्रस्तावे ભાવાર્થ : પોતાનો સ્વામી મરણ પામ્યા બાદ જે સ્ત્રી બીજા વરને વરે છે તે સ્ત્રી એકવીશ વાર રૌરવ દુરગતિ (નરક) ને વિષે પડે છે. ૭૯ શીયલને ભાંગવા વડે કરીને ખરાબ આચરણવાળી સ્ત્રી ગણ કુળનો પાત કરે છે, નાશ કરે છે તથા ઇહલોક પરલોકને વિષે દુઃખી થાય છે. અને માતા પિતા, પતિ આ ત્રણેનો ઘાત પાત કરી ઝોના કુળને પાડનારી અને દુઃખ આપનારી થાય છે. ૮૦ જે સ્ત્રી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શીયલનું રક્ષણ કરવાને વિષે એકાંત રીતે તત્પર રહી ભર પ્રત્યે ગમન કરે છે તે સ્ત્રી પાપરૂપી કાદવથી ભરપૂર ભરેલ પોતાના આત્માને જલ્દીથી શુદ્ધ કરે છે. ૮૧ પિતા અને પુત્રાદિ સંયુક્તા અને શ્રેષ્ઠ આચારને વિષે તત્પર રહી દેવગુરૂને સ્મરણ કરતી પોતાના ઘરને વિષે રહે. ૮૨ શ્વસુર પક્ષ અનેપિતૃ પક્ષ આ બન્નેના સાથે સતીઓના સમૂહને આભૂષણરૂપ એવી પોતાના શીલાદિક ઉત્તમ પ્રકારના આચારવડે કરીને આત્માને નિશ્ચય તારે છે. ૮૩ વળી પણ તેમાં જ કહેલ છે કે પોતાના સ્વામીના મરણ પછી જે સ્ત્રી કદાચ વિધવાપણું પાળે છે તો તે ફરીથી પોતાના સ્વામીને પામી સ્વર્ગના સુખ ભોગવનારી થાય છે ૮૪ આવી રીતે સ્કંધપુરાણના કાશીખંડને વિષે લખાણ છે અને તે ઉલ્લેખ શ્રી વસ્તુપાળચરિત્રના બીજા પ્રસ્તાવને વિષે છે. સુખી થવાનાં કારણો) मासैरष्टा भिरन्हाच, पूर्वेण वयसा युषा। तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥१॥ दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखी भवेत् ।। तत्कार्यमष्टभिर्मासै-वर्षासु स्यात्सुखी यतः ॥२॥ पूर्वेवय सितत्कार्य येन वृद्धः सुखी भवेत् । सर्ववयसा च तत्कार्य, येन प्रेत्य सुखी भवेत्, श्राद्धगुण विवरणे ॥३॥ ભાવાર્થ : દિવસે, માસે તથા આઠ માસેતેમજ પૂર્વ વયને વિષે તેમજ પોતાના આયુષ્યના ભાગમાં પુરૂષે એવું કામ કરવું છે અને સુખી થાય. ૧ દિવસે એવું કામ કરવું કે રાત્રિને નિદ્રા સુખે કરીને આવે તથા આઠ માસ સુધી એવું કામ કરવું કે વર્ષાઋતુમાં શાન્તિથી સુખ મેળવે. ૨ પ્રથમ અવસ્થાને વિષે એવું કામ કરવું કે વૃદ્ધાઅવરથા સુખમાં વ્યતીત થાય. સર્વ વયના અંદર એવું કાર્ય કરવું કે પરલોકે M૧૫૬ ૧૫૬ ~ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સુખ મેળવી શકાય. ૩. Wણી પ્રમાણે ફળ अभ्याख्यानात्खरो भावी, श्वावा भवति निंदकः । परभोक्ता कृमिर्भावी, कीटो भवति मत्सरी ॥१।। उपदेश प्रासादे ભાવાર્થ : કોઇને જુઠા આળ આપવાથી ખર, ગધેડો થાય છે. અને પરની નિંદા કરવાથી કૂતરો થાય છે. તથા પરનું ભોજન કરવાથી કૃમિ થાય છે અને પરના ઉપર મસર - ઈર્ષા કરવાથી કીડો થાય છે. મર્મ પ્રકાશ ન રવો.) गुह्यवाक्यं न वक्तव्यं, कदाचिदपि धीधनैः । યમર્મવાનાન્ન, મામ્ સ્ત્રીકૃતિ વાળુ 1 ભાવાર્થ : જેને બુદ્ધિરૂપી ધન હોય તેવા ઉત્તમ જીવોએ કદાપિ કાળે કોનું ગુહ્ય વચન બોલવું નહિ. કારણ કે મર્મ કથન કરવાથી પોતાની સ્ત્રીનું મરણ થયું અને તેથી વાણિયો દુ:ખનો ભોકતા થયો, માટે કોઇએ કોઇ દિવસ કોઈના મર્મને પ્રકાશવો નહિ. (વાસ ક્યાં ક્રવો અને ક્યાં ન ક્રવો.) सद्धर्मदुर्गसुस्वामि, व्यवसायजलेन्धने । स्वजातिलोकरम्ये च, देशे प्रायः सदा वसेत् ॥१॥ गुणिनः सूनृतं शौचं, प्रतिष्ठागुणगौरवम् । अपूर्वज्ञानलाभश्च,यत्र तत्र वसैतेसुधी ॥२॥ ભાવાર્થ : જે દેશને વિષે શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ હોય, સારો કીલ્લો હોય, સારો સ્વામી હોય,વ્યાપાર પાણી ઇંધન હોય, પોતાની જાતના વસનારા લોકોવડે જે દેશ મનોહર, હોય ત્યાં પ્રાયઃ કરીને સદા વાસ કરવો. ૧ જયાં ગુણી પુરૂષો હોય, સત્યવાદીઓ હોયપવિત્રા પણું ૧૫૭ ભાગ-૬ ફર્મી-૧ ર For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોય, પ્રતિષ્ઠા હોય, ગુણોનું ગૌરવપણું હોય તથા અપૂર્વ નવીન જ્ઞાનનો લાભ હોય ત્યાં સારી બુદ્ધિવાળાઓએ વાસ કરવો. ૨ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बांधवाः । न विद्यागमः कच्छिन्नतत्र दिवसंवसेत् (निवसेत् बुध) ॥३॥ अनायकेन वास्तव्यं, न वास्तव्यं बालनायके । स्त्रीनायकेन वास्तव्यं, नवास्तव्यं बहुनायके ॥४॥ बालराज्यं भवेद्यत्र, द्वैराज्यं यत्र वा भवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥ उपद्रुतं वैरिविरोधिमारी, स्वचक्र मुख्यैर्नगरादियत्सयात् । न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान्विदधीत वासम् ॥६॥ श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે દેશને વિષે સન્માન ન હોય બુદ્ધિ ન હોય બાંધવો ન હોય, તેમ જ કોઈ પણ પ્રકારે વિદ્યાની પ્રાપ્તિ ન હોય ત્યાં એક દિવસ પણ વસવું નહિ. અગર જ્યાં પંડિત પુરૂષ વાસ ન કરે. ૩. જયાં નાયક ન હોયત્યાં વસવું નહિ. જયાં બાળ નાયક હોય ત્યાં વસવું નહિ. તથા જયાં સ્ત્રી નાયક હોય જયાં બહુ નાયક હોય ત્યાં વસવું નહિ. ૪ જયાં બાળક રાજા રાજય કરતો હોય જયાં બે રાજા હોય જ્યાં સ્ત્રીરાજ, સ્ત્રી રાજય કરતી હોયજયાં મૂર્ખ રાજા રાજય કરતો હોય ત્યાં વાસ કરવો નહિ. પ વૈરીઓ, વિરોધિઓ, મારી તથા સ્વચક અને પર ચક્રાદિકથી જે નગર ઉપદ્રવવાનું હોય ત્યાં વસવું નહિ. જયાં ચૈત્ય જૈનમંદિર ન હોય સારા સાધુનો યોગ ન હોય ત્યાં બુદ્ધિમાન માણસ વાસ કરે નહિ. પ. પાડોશ ત્યાગ) दुःखं देवकुलासन्ने, गृह हानिश्च तु पथे । धूर्तामात्य गृहाभ्यासे, स्यातां सुतधनक्षयौ ॥१॥ ૧૫૮) ૧૫૮ * For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मूर्खधार्मिक पाखंडी, पतितस्तेनरोगिणाम् । क्रोधनां त्यजद्रप्तानां, गुरुतल्पगवैरिणाम् ॥२॥ स्वामिवंचक लुब्धानामृषि, स्त्रीबालघातिनाम् । इच्छन्नात्महितं धीमान्, प्रातिवेश्मिकतां त्यजेत् ॥३॥ श्राद्धगुणविवरणे ભાવાર્થ : દેવમંદિરના પાસે ઘર હોય તો દુ:ખ પ્રાપ્ત થાય અને ચૌટામાં ઘરહોય તો હાનિ થાય ધૂર્ત અને મંત્રીના ઘર પાસે અભ્યાસ કરાવવાથી પુત્રને ધનનો ક્ષય થાય છે. ૧ મૂર્ખ, અધર્મી, પાખંડી, ભ્રષ્ટ,ચોર, રોગી, ક્રોધી, અંત્યજ, મદોન્મત્ત ગુરૂશય્યા પ્રત્યે ગમન કરનારે વૈરી. ૨ સ્વામિને છેતરનાર લુબ્ધ ઋષીસ્ત્રી બાલકનો ઘાતી આ ઉપરોક્તનો પાડોશ પોતાનું હિત ઇચ્છનાર બુદ્ધિમાન પુરૂષે ત્યાગ કરવો. ૩ ( ગૃહ-વ્યવસ્થા) पूर्वस्यां श्रीगृहं कार्य, माग्यनेय्यां च महानसम् । शयनं दक्षिणस्यां तु, नैऋत्यामायुधादिकम् ॥१॥ भुजिक्रियापश्चिमायां, वायव्यां धान्यसंग्रहः । उत्तरस्यां जलस्थान, मीशान्यां देवता गृहम् ॥२॥ विवेकविलासे ભાવાર્થ : પૂર્વદિશાને વિષે લક્ષ્મીગૃહ કરવું, અગ્નિ ખૂણાને વિષે રસોડુ કરવું, દક્ષિણ દિશાને વિષે શયન કરવાનું રાખવું. ૧ . પશ્ચિમ દિશાને વિષે ભોજન ક્રિયા રાખવી, વાયવ્ય ખુણાને વિષે ધાન્યનો સંગ્રહ રાખવો, ઉત્તર દિશાને વિષે પાણીનું સ્થાન રાખવું, અને ઇશાન ખૂણાને વિષે દેવતાનું ગૃહ (દેરાસર) રાખવું ? ( સંધ્યાકાળે ત્યાગ. ) चत्वारि खलु कर्माणि, संध्याकाले विवर्जयेत् । (૧૫૯) ૧૫૯ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषत ॥१॥ आहाराज्जायते व्याधि, मैथुनाद् गर्भदुष्टता । भूतपीडा निद्रया स्यात्, स्वाध्यायो बुद्धिहीनता ॥२॥ ભાવાર્થ : સંધ્યા સમયે નિશ્ચય ચાર કાર્યોને ત્યાગ કરવા જોઇએ આહાર ૧, મૈથુન ૨, નિદ્રા ૩, અને સ્વાધ્યાય ૪ નો વિશેષતાથી ત્યાગ કરે છે. છતાં પણ શાસ્ત્રકાર મહારાજાના વચનની અવગણના કરી ઉપરોક્ત ચાર કાર્ય સંધ્યાને વિષે કરે છે તો નીચે મુજબ વિપરીત ફળ આવે છે. સંધ્યાકાળે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. તથા મૈથુન સેવન કરવાથી કદાચ ગર્ભ રહે તે ગર્ભ દુષ્ટ થાય છે. નિદ્રા કરવાથી ભૂતપ્રેતાદિકની પીડા થાય છે, અને સ્વાધ્યાય કરવાથી બુદ્ધિની હીનતા થાય છે, માટે ઉત્તમ જીવોએ ઉપરોક્ત ચારે પોતાનાજ અહિતકારી હોવાથી સંધ્યાકાલે ત્યાગ કરવા યોગ્ય છે ૨. વળી પણ વિવેક વિલાસમાં કહ્યું છે. संध्यायां श्रीदुहं निद्रां, मैथुनं दुष्टगर्भकृत् । पाठं वैकल्यदं रोग प्रदां मुक्ति न चाचरेत् ॥१॥ ભાવાર્થ : સંધ્યાકાળે નિદ્રા કરવાથી લક્ષ્મીનો દ્રોહ કરે એટલે લક્ષ્મી નાશ પામે છે. મૈથુન સેવનથી દુષ્ટ ગર્ભ થાય છે. પાઠ કરવાથી વિકલતા પ્રાપ્ત થાય છે અને ભોજન કરવાથી રોગ આપનાર થાય છે. માટે વિશેષતાથી એ ચારે ત્યાગ કરવા લાયક છે. निद्रासमयमासाद्य, तांबूलं मुखतस्यत्यजेत् । ललाटात् तिलकं कंठनमाल्यं तल्पात्तु योषितम् ॥१॥ प्रज्ञां हरति तांबूल-मार्युहरति पौंड्रकम् । મોનિશ્ચર્થર માન્યું, વર્નહાનિ રી: સ્રિય: રા. ભાવાર્થ : નિદ્રા કરવાના સમયે મુખથકી તાંબૂલનો ત્યાગ કરવો. તથા કપાળથકી તિલકનો ત્યાગ કરવો. અને કંઠથકી પુષ્પની માળાને ત્યાગવી તથા શય્યાથી સ્ત્રીનો ત્યાગ કરવો. ૧. નિદ્રાસમયે ૧૬) For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જો મુખથકી પાન ન કાઢી નાખે તો બુદ્ધિનો નાશ થાય છે. અને કપાળમાંથી તિલક ન કાઢી નાખે તો આયુષ્ય ઓછું થાય છે. કંઠથકી પુષ્પની માળા ન કાઢી નાખે તો પુષ્પની સુગંધીથી સર્પ આવીને ડંસ મારે છે અને શય્યાથી સ્ત્રીનો ત્યાગ ન કરે તો બલની હાનિ કરનાર થાય છે, માટે ઉત્તમ તેમજ પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છનારાઓએ જરૂરાજરૂર ઉપરોક્તા ચાર વસ્તુઓ નિદ્રા કરવાના સમયે ત્યાગવી શું ન જોવું ) न पश्येत्सर्वदादित्य ग्रहणंचार्क सोमयोः । नेक्षेतां मो महाकूपे, संध्यायां गगनं तथा ॥१॥ मैथुनं मृगयां नग्नां, स्त्रियं प्रकटयौवनम् । पशुक्रीडा च कन्यानां, योनिना लोकयेन्नर ॥२॥ न तैले न जले नास्त्रे, न मूत्रे रुधिरे न च । वीक्षेतवदनं विद्वानित्थमायुस्त्रुटिर्भवेत् ॥३॥ ભાવાર્થ : નિરંતર દરેક વખતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવું નહિ તથા કુવામાં ડોકું કરીને પાણીને પણ જોવું નહિ. ૧ સ્ત્રી પુરુષનું મૈથુન જોવું નહિ તથા મૃગયા (શીકાર) દેખવાની ઇચ્છા કરવી નહિ તથા પૂર્ણયુવાન અવસ્થાવાળી નગ્ન સ્ત્રીને તથા પશુઓનીક્રીડાને તથા કન્યાની યોનિને પુરૂષે જોવી નહિ. ૨. તેલને વિષે, શસ્ત્રને વિષે, રૂધિરને વિષે, મુત્રને વિષે, પાંડવ પુરૂષે મુખ જોવું નહિ કારણ કે તેમ કરવાથી આયુષ્ય તૂટી જાય છે. ૩ ( ક્યારે પઠન ન રવું) अमा पूर्णा गुरुं हन्ति, शिष्यं हन्ति चतुर्दशी । उमयोरष्टमी हन्ति प्रतिपत्पाठ नास्ति च ॥१॥ ૧૬૧ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ चतुर्दशी कुहूराकाष्टमीषु न पठेननरः, सूतके च तथाराहु -ग्रहणे चन्द्रसूर्ययोः ॥२॥ ભાવાર્થ : અમાવાસ્યા અને પૂર્ણિમા ભણવાથી આ બન્ને તિથિયો ગુરૂને (ભણાવનારને) હણે છે તથા ચૌદશે ભણવાથી શિષ્યને હણે છે અને આઠમ ગુરૂ શિષ્ય બન્નેને હણે છે. પડવાને દિવસે અનાધ્યાયનો દિવસ છે, માટે પાઠ લેવો નહિ. આ ઉપરથી અમાવાસ્યા પૂર્ણિમા ચતુર્દશી અષ્ટમી અને પ્રતિપદા પડવો પાઠ લેવો નહિ ને આપવો નહિ. ૧ ચૌદશને દિવસે, અમાવાસ્યાને દિવસે, પૂર્ણિમાને દિવસે, આઠમને દિવસે સૂતકના દિવસોમાં તથા સૂર્યગ્રહણતેમજ ચંદ્રગ્રહણને દિવસે પુરૂષોએ અભ્યાસ કરવો નહિ, કારણ કે આ ઉપરોક્ત તમામ સ્વપરને બાધા તેમજ ઘાત કરનારા છે. ૧-૨. (ક્યારે પ્રયાણ ન ક્રવું ?) तकं तैलं गुडं क्षारं, क्षुद्रं दुग्धस्य भोजनम् । मुंडनं मैथुनं मद्यं, वर्जयेत् गमनेऽहनि ॥१॥ - ભાવાર્થ : છાશતેલ, ગોળ, ક્ષાર, ક્ષુદ્ર અન્ન અને દુધનું ભોજન કરીને બહારગામ જવાને માટે નિષેધ કરેલ છે. તેમજ મસ્તક મુંડાવીને (હજામત કરાવીને), મૈથુનનું સેવન કરીને તથા મદ્યનું પાન કરીને બહારગામ જવું નહિ અર્થાત બહારગામ ચાલતી વખતે ઉપરોક્ત તમામ વર્જવા. શુન વિષે श्रमणस्तुरगो राजा,मयूरः कुंजरो वृष : । प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिकरा मताः ॥१॥ ભાવાર્થ : શ્રમણ (સાધુ) ઘોડો,રાજા, મોર, હસ્તિ, બળદ, આ ૧૬ર For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સર્વે ગામમાંથી નીકળતા અગર ગામમાં પેસતા સામા મળે તો તે સર્વને સિદ્ધિ કરનારા માનેલા છે કહેલા છે. ૧ दर्शनं श्वेतभिक्षूणां, सर्वोत्तमफलप्रदः । किं पुनः सन्मुखः सूरिः राजयोगाय उत्तमाः ॥२॥ ભાવાર્થ : જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુના નીકળતી વખતે દર્શન થાય તો સર્વ પ્રકારના ઉત્તમ ફળને આપનાર થાય છે, તો પછી જો સન્મુખ સૂરિ આચાર્ય મળેલ હોય તો ઉત્તમ પ્રકારના રાજયોગને માટે થાય તેમાં આશ્ચર્ય શું છે ? मृतभिक्षो पात्रपाणिः, सर्वोपि दर्शनीयकः ।। संमुखो कार्यकर्ता च,रिक्तोऽ नर्थपरंपराम् ॥३॥ ભાવાર્થ : સર્વ દર્શનના ભિક્ષુકો ભિક્ષા લઇ પાત્ર ભરી હાથમાં લઇને સન્મુખ આવતા હોય તો કાર્યને સિદ્ધ કરનારા થાય છે, અને ખાલી પાત્રા લઇને સામા મળે તો અનર્થની પરંપરા કરનારા થાય रथमारुह्यतां पार्थ ! गांडीवं च करे कुरु ।। निर्जितां मेदिनीं मन्ये, निग्रंथो यं यदग्रतः ॥४॥ इति भारते ભાવાર્થ : કૃષ્ણ મહારજા અર્જુનને કહે છે કે હે પાર્થ ! જલ્દીથી રથના ઉપર આરોહણ કર, બેસ અને હાથને વિષે ધનુષ્યને ધારણ કર, કારણ કે આગળ સન્મુખ નિગ્રંથ મુનિ આવે છે માટે હું જાણું છું કે આવા ઉત્તમ શકુનથી તું સારી પૃથ્વીને જીતીશ એમાં સંદેહ નથી. ૪ અજ્ઞાનિવ રાશિ, છાર્યવ પ્રવાસિનામ્ , नीरस्यघट एकस्थात्, संपूर्णः पूर्णलाभदः ॥५॥ ભાવાર્થ : ખાટા એવા બોરડીના ફલો સન્મુખ મળે તો પ્રવાસ કરનારાઓને કષ્ટને માટે થાય છે અને ફક્ત પાણીનો એક જ સંપૂર્ણ ભરેલો ઘડો સન્મુખ મળે. તો સંપૂર્ણ લાભને આપનાર થાય છે. પ ૧૬૩ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अद्धे पूर्णोर्धलाभाय, द्विघटं कामितप्रदं । नरशिर्ष स्थितं तच्च, सर्वसिद्धिनिबंधनम् ॥६॥ ભાવાર્થ : ચાલતી વખતે અર્ધપાણીનો ભરેલો ઘડો સન્મુખ મળે તો અર્ધ લાભ કરનાર થાય. જો પૂર્ણ ઘડો પાણિથી ભરેલો મળે તો સંપૂર્ણ લાભ થાય. જો બે ઘડા પાણીથી પૂર્ણ ભરેલા મળે તો ઇચ્છિત સિદ્ધિને આપનાર થાય. હવે જો પાણીથી પૂર્ણ ભરેલો તે જ ઘડો માથે લઈને કોઈ પુરૂષ સન્મુખ મળે અગર સામો આવે તો તેને સર્વ સિદ્ધિનાકારણભૂત જાણવું. ૬ સ્વપ્નદ્ધનમ્ गोवृर्षे पर्वताग्रे च, प्रासादे सफले द्रुमे, आरोहणं गजेन्द्रेऽपि, स्वप्नशास्त्रे प्रशस्यते ॥१॥ ભાવાર્થ : સ્વાને વિષેગાયના ઉપર, બળદના ઉપર, પર્વતના અગ્રભાગના ઉપર, પ્રસાદાના ફળયુક્ત વૃક્ષ ઉપર, ગજેંદ્રના ઉપર કોઈ માણસ પોતાને આરોહણ થયેલ દેખે તો તે સ્વપ્નશાસ્ત્રને વિષે પ્રશંસનીય કહેલ છે. સબબ તેનું ફળ શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે. पुरुषस्य द्वात्रिंशत्-लक्षणानिकुलीनः१ पंडितो२ वाग्मी३, गुणग्राही४ सदोत्तमाः५ । सत्यात्रसंग्रही६ त्यागी७, गंभीरो८ विनयी९ नयी१० ॥१॥ श्रृंगारी११ श्लाघायुक्तः,१२ सत्यवाक्शुद्धमानसः । गीतज्ञो १५ रसिको १६ वादी, १७ गुप्तार्थं १८ दानसुप्रियः १९ ॥२॥ मंत्रवादी ३० कलायुक्त २१:, सद्धनी२२ च विचक्षणः,२३ धूर्तीमिष्टान्भोजी च, तेजोवान् २६ धार्मिकस्तथा २७ ॥३॥ कपटी लेखकः क्षान्तः,परचित्तोपलक्षकः । ज्ञातार्थः सर्वग्रंथेषु, लक्षणानि नरोत्तमे ॥४॥ इतिधर्मकल्पद्रुमे ભાવાર્થ : કુલીન ૧ પંડિત ૨ વાચાલ ૩ ગુણગ્રાહી ૪ સદા ઉત્તમતા ધારણ કરનાર ૫ સત્યપાત્રોનો સંગ્રહ કરનાર ૬ ત્યાગી છે ૧૬૪ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગંભીર ૮ વિનયી ૯ ન્યાયી ૧૦ (૧) શૃંગારી ૧૧ પ્રશંસાયુક્ત ૧૨ સત્યવાદી ૧૩ શુદ્ધ ચિત્તવાળો ૧૪ ગીતજ્ઞ ૧૫ રસીક ૧૬ વાદી ૧૭ ગુણાર્થી ૧૮ દાનને વિષે સારી રીતે પ્રીતિવાળો ૧૯ (૨) મંત્રવાદી ૨૦ કાયુક્ત ૨૧ શ્રેષ્ઠ ધનવાન ૨૨ વિચક્ષણ ૨૩ ધૂર્ત ૨૪ મિષ્ટાન્ન ભક્ષક ૨૫ તેજસ્વી ૨૬ તથા ધાર્મિક ૨૭ (૩) કપટી ૨૮ લેખક ૨૯ ક્ષમાશીલ ૩૦ પરના ચિત્તને ઓળખનાર ૩૧ સર્વગ્રંથને વિષે તમામ પ્રકારના અર્થને જાણનાર ૩૨ આવાં બત્રીસ લક્ષણો ઉત્તમ પુરૂષને વિષે હોય છે. सामुद्रिके द्वात्रिंशत् - लक्षणानिप्रासादपर्वतशुकाकुशसुप्रतिष्ठ, पद्माभिषेकयवदर्पणचामराणि । कुं भोऽक्षमत्स्यमकर द्विप सत्पताका, सद्दामनीवसुमतीरथतोरणानि ॥१ छत्रं ध्वजः स्वस्तिकयूपवापी, कमंडलूस्तूपयमयूरकूर्माः । अष्टापदस्थालसमुद्रसिंहा, द्वात्रिंशदेवं नरलक्षणानि।२ इतिधर्मकल्यद्रुमे ભાવાર્થ : પ્રાસાદ ૧, પર્વત ૨,પોપટ ૩, અંકુશ ૪ સુપ્રતિષ્ઠ ૫ લક્ષ્મી અભિષેક ૬ યવ ૭ દર્પણ ૮ ચામર ૯ કુંભ ૧૦ અક્ષ ૧૧ મત્સ્ય ૧૨ મકર ૧૩ હસ્તિ ૧૪ શ્રેષ્ઠ ધ્વજા ૧૫ ઉત્તમ માળા ૧૬ પૃથ્વી ૧૭ રથ ૧૮ તોરણ ૧૯ છત્ર ૨૦ ધ્વજા ૨૧ સ્વસ્તિક ૨૨ યૂ૫ ૨૩ વાવડી ૨૪ કમંડલૂ ૫ સ્તુપ ૨૬ મોર ૨૭ કાચબો ૨૮ અષ્ટાપદ (એનામનું જાનવર) ૨૯ થાળ ૩૦ સમુદ્ર ૩૧ સિંહ ૩૨ એ પ્રકારે સામુદ્રિકશાસ્ત્રને વિષે પુરૂષોના બત્રીસ લક્ષણો કહેલા છે. महापुरुषनां लक्षणो विश्वोपकारी संपूर्णचन्द्रनिस्तन्द्रवृत्तबूः । विनीतात्मा विवेकी यः,स महापुरुषः स्मृतः ॥१॥ ભાવાર્થ : વિશ્વનો ઉપકારી તેમજ કોઈ પણ પ્રકારના દૂષણવજિત નિર્વાઇન પૂર્ણિમાના ચંદ્ર સમાન, ઉત્તમ વ્રતના સ્થાન ૧૫ ~ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સમાન તથા વિનયવડે કરી નમ્ર આત્મયુક્ત અને જે વિવેકી હોય તે જ મહાપુરૂષ કહેવાય છે दांतनुं स्वरुपम् - प्रथमे मासि संजातो, दन्तो हन्ति कुलं ततः । द्वितये जातदन्तस्तु, स्वजातिं विनिहन्ति सः ॥१॥ तृतीयके पुनर्मासे, पितरं वापि तामहम् । तुर्यमासे च जातेषु, तेषु भ्रातृन् विनाशयेत् ॥२॥ हस्त्यश्वकरान्वर्यान्, पंच मे पुनरानयेत् ।। मासे करोति षष्ठे तु, संतापं कलहं कुले ॥३॥ नासयेत्सप्तमे मासे, धनधान्यगवादिकम् । यस्य दंतयुतं जन्म, तस्य राज्यं विनिर्दिशेत् ॥४॥ ભાવાર્થ : બાળકનો જન્મ થયા પછી પ્રથમ માસે તેને મુખને વિષેદાંત આવે તો કુળનો નાશ કરે છે. બીજે માસે દાંત આવે તો તે પોતાની જાતિને હણે છે. (૧) ત્રીજે માસે દાંત આવે તો પિતાને અગર દાદાને હણે છે અને ચોથે માસે દાંત આવે છે તો ભાઈને હણે છે. (૨) પાંચમે માસે દાંત આવેતો શ્રેષ્ઠ હસ્તિ, ઘોડા, ઉંટ વિગેરેને લાવે છે-પ્રાપ્ત કરાવે છે અને છટ્ટ માસે દાંત આવે તો કુળને વિષે કલેશ અને સંતાપ કરાવે છે. (૩) જો સાતમે માસે દાંત આવે છે તો ધન, ધાન્ય,ગાય વગેરેનો નાશ કરે છે પણ જેનો જન્મદાંત સહિત થાય તે પોતે રાજયનો સ્વામી રાજા થાય છે. (૪) સૌરમ સુન્નમ પાંसौराष्ट्र पंचरत्नानि, नदी नारी तुरंगमाः । चतुर्थो नेमिनाथश्च, पंचमं ऋषभदर्शनम् ॥१॥ ભાવાર્થ : સૌરાષ્ટ્ર દેશને વિષે નદી ૧, નારી ૨, ઘોડાઓ ૩, નેમિનાથ તીર્થકર ૪, અને ઋષભદેવસ્વામીના દર્શન ૫ આ પાંચ રત્નો સુર્લભ છે. ૧૬૬ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ मारवाडमां सुलभ पांचमरुदेशे पंचरत्नानि,कांटा भाठा च पर्वताः । चतुर्थो राजादंडश्च, पंचमे वस्त्रलुंटनम् ॥१॥ ____ भावार्थ : भा२वा हेशने विषे in १, ५५२॥ २, पर्वतो 3, રાજદંડ ૪, અને વસ્ત્રની લૂંટફાટ ૫-આ પાંચ રત્નો અતિ સુલભ હોય दोषो षष्टिमिनके दोषा, अशीतिरमधुपिंगले ।। शतं च तुंटमुंटे च, काणे संख्या न विद्यते ॥१॥ ભાવાર્થ : વામણાને વિષે સાઠ દોષો હોય છે અને મધુનિંગલને વિષે એંશી દોષો હોય છે. તથા ટુટમેંટને વિષે સેંકડો (સો) દોષો હોય છે. કાણાને વિષે જ દોષો હોય છે. તેની સંખ્યા નથી. (संज्ञा स्प३५आहारभयपरिग्गह, मेहुण तह कोहमाणमाया य । लोभो लोगो ओघो, सन्ना दस सव्वजीवाणं ॥१॥ रुक्खाणं जलाहारो, संको अणिआ भएण संकुइ यं । निअतं तुएहिं वेढइ, वल्लीरुख्खस्य परिगहेइ ॥२॥ इत्थि परिरंभणेणं, कुरु बकतरुणो फलंति मेहुणे । तह कोकनदस्स कं दे, हंकारे मुअइ कोहेणं ॥३॥ माणे जरइअंती, छायइ वल्लीफलाई मायाए । लोभे बिल्लपलासा-खिवंति मूले निहाणुवरि ॥४॥ रयणीए संकोओ, कमलाणं होइ लोगसन्नाए । ओहे चइत्त मग्गं, चडंति रुख्खेसु वल्लीओ ॥५॥ ભાવાર્થ : આહાર સંજ્ઞા ૧, ભય સંજ્ઞા ૨, પરિગ્રહ સંજ્ઞા ૩, મૈથુન સંજ્ઞા ૪, ક્રોધ સંજ્ઞા ૫, માન સંજ્ઞા ૬, માયા સંજ્ઞા ૭, લોભ, ૧૬૭ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સંજ્ઞા ૮,લોક સંજ્ઞા ૯, તથા ઓઘસંજ્ઞા ૧૦, આ દસે સંજ્ઞા સર્વ જીવોને હોય છે. વૃક્ષોને પાણીનો આહાર હોવાથીતેને આહારસંજ્ઞા પણકહેલી છે (૨) તથા પોતાના તંતુઓથી વેલડીયો વૃક્ષોને વીંટે છે તેથી તેને પરિગ્રહ સંજ્ઞા પણ કહેલી છે (૩) તથા કુરબક વૃક્ષને સ્ત્રી આલિંગન કરે તો તે પ્રફુલ્લિત થઇ ફળીભૂત થાય છે તેથી તેને મૈથુન સંજ્ઞા પણ કહેલી છે. (૪) કોકનદ નામની વનસ્પતિનો કંદ ક્રોધથી હુંકાર શબ્દને કરે છે તેથી તેને કોઇ સંજ્ઞા પણ કહેલ છે. (૫) રડદંતી (ચિત્રાવલી) નામની વેલડી અભિમાનથી ઝર્યા કરે છે. રસનો સ્ત્રાવ કર્યા કરે છે તેથી તેને માન સંજ્ઞા પણ કહેલ છે (૬) વેલડીયો માયાવડે કરીને પોતાના ફળોને પાંદડાવડે કરી આચ્છાદન કરી દે છે તેથી તેને માયા સંજ્ઞા પણ કહેલી છે. (૭) લોભવડે કરીને બલ્લીવૃક્ષ તથા ખાખરો નિધાનને પોતાના મૂળવડે કરી ઢાંકી દઈ તેના ઉપરવાસ કરીને રહેવાથી તેને લોભસંજ્ઞા પણ કહે છે. (૮) લોકસંજ્ઞાથી રાત્રિાયે કમળો પણસંકોચને પામે છે તેથી તેને લોકસંજ્ઞા પણ કહેલ છે. (૯) અને માર્ગને ત્યાગ કરી વેલડીયો ઓઘસંજ્ઞાથી વૃક્ષ ઉપર ચડે છે તેથી તેને ઓઘસંજ્ઞા પણ કહેલી છે. (૧૦) આવી રીતે વનસ્પતિકાયને વિષે દશ સંજ્ઞાઓ કહેલ છે. વળી પણઉપદેશરત્નાકરને વિષે પણ કહેલ છે. पादाहतः प्रमदया विकसत्यशोकः, शोकं जहाति बकुलो मधु शीधुसिक्तः ॥ आलिंगितः कुरुबकः कुरुते विकाशमालोकितस्तिलक उत्कलिको विभाति ॥२॥ ભાવાર્થ : ઉત્તમ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરી યુવાન અવસ્થાવાળી સ્ત્રીએ પગના પ્રહારે હણવાથી અશોક વૃક્ષ વિકસ્વર થાય છે તેમજ યુવાન સ્ત્રિયે મુખને વિષે મધુ અને મદ્યનો કોગળો ભરી બકુલ વૃક્ષને સિંચવાથી શોકને ત્યાગ કરે છે. એટલેવિકસ્વર ૧૬૮ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ્રફુલ્લિત થાય છે. ઉત્તમ પ્રકારની યુવાન અવસ્થાવાળી સિયે આલિંગન કરવાથી કુરૂબક વૃક્ષ નવપલ્લવિત થાય છે. તેમજ ઉત્તમ પ્રકારની સ્ત્રિયે તિલક વૃક્ષ ઉપર કટાક્ષપાત કરવાથી નવપલ્લવિત પ્રફુલ્લિત થાય છે. આ ઉપરથીવૃક્ષને મૈથુનસંજ્ઞા કહેલી છે તે પણ સિદ્ધ થાય છે. વળી પણ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પણ પોતાના બનાવેલ કાવ્યાનુશાસન ગ્રંથની અલંકારચૂડામણિ નામની ટીકામાં નીચે પ્રકારે જણાવેલ છે. रक्तस्त्वंनवपल्लवैरहमपिश्लाघ्याः प्रियायागुणै, स्त्वामायंतिशीलिमूखाः स्मरधनुर्मुक्ताः सखेमामपि, कांतापादतलाहतिस्तवमुदेत्वद्वद्ममाप्यावयोः, सर्वतुल्यमशोक केवलमहो धात्रा सशोकः कृतः ॥१॥ ભાવાર્થ : હે અશોક વૃક્ષ ! તું નવપલ્લવરક્ત છે, અને પ્રશંસાકરવા લાયક મહારી સ્ત્રીના ગુણોથી હું રક્ત છું, તમારા પ્રત્યે ભમરા આવે છે, અને તે મિત્રો તમારે ને મહારે તમામ તુલ્ય છે ફકત વિધાતાયે તને અશોક અને મને શોક સહિત કરેલ છે આવી રીતે કોઈ કામી અશોકને કહે છે. सूर्ये वित्तविनाशनं प्रकुरुते, धर्मार्थलाभ शशी । भौमो शस्त्रविघातरोगमरणं, बुधे श्रियः संपदः ॥ मांद्यं मंदकरो गुरु च विभवं, राहुस्तथा निद्धनं । शुक्रः सर्वं ददाति सौख्यविपलं, तुष्टो यथा पर्थिवः ॥१॥ ભાવાર્થ : સૂર્ય પૈસાનો નાશ કરે છે, ચંદ્રમા ધર્મ અર્થનો લાભ કરે છે, મંગળ શસ્ત્રથી ઘાત તથા રોગ તેમજ મરણાદિકને કરે છે, બુદ્ધ લક્ષ્મીની સંપત્તિ ને આપે છે, શનિ માંદગી અને રોગને ઉત્પન્ન કરે છે, ગુરૂ વૈભવને ઉત્પન્ન કરે છે, રાહુ નિર્ધન કરે છે, અને જેમ તુષ્ટમાન થયેલો રાજા સર્વ પ્રકારનું સુખ આપે છે તેમ શુક્ર સર્વ પ્રકારનું સુખ આપે છે. એ પ્રકારે દિનદશાનું ફળ જાણવું. ૧૬૯) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ संमुखो ह्यर्थलाभाय, दक्षिणे सुखसंपदां । पृष्ठ तु मरणं चैव, वामं चन्द्र धनक्षयः ॥ ભાવાર્થ : સન્મુખનો ચન્દ્ર અર્થનો લાભ આપે છે જમણો ચન્દ્ર સુખસંપત્તિને આપે છે, પાછળનો ચન્દ્રમાં નિશ્ચય મરણને કરે છે, ડાબો ચન્દ્રમાં ધનનો ક્ષય કરે છે એ પ્રકારે ચન્દ્રમાનું ફલ જાણવું. જ્યોતિષ સંવંથ માંत्रिभिर्नीचमवेद्दासः, त्रिभिरुच्चैर्नराधिपः । त्रिभिः स्वस्थैर्भवेन्मंत्री, त्रिभिरस्तमितैर्जडः ॥ ભાવાર્થ : ત્રણ ગ્રહ નીચ હોય તો દાસ થાય, ત્રણ ઊંચહોય તો રાજા થાય, ત્રણ સ્વસ્થ હોય તો મંત્રી થાય, ત્રણ અસ્ત હોય તો જડ થાય. यात्रायुद्धे विवाहेषु, प्रवेशे नगरादिषु । व्यापारेषु च सर्वेषु, पंथाराहुः प्रशस्यते ॥१॥ ભાવાર્થ : યાત્રાને વિષે, યુદ્ધને વિષે, વિવાહને વિષે નગરાદિકના પ્રવેશને વિષે તથા સમગ્ર પ્રકારના વ્યાપારને વિષે પથારાહુ પ્રશસ્ત કહેલ છે. એ પ્રકારે સારા રાહુનું ફળ જાણવું. शनिरोहिणीप्रयाणेषु, विवाहे गुरुपुष्ययोः । भौमाश्विनीप्रवेशेषु, नराणां मरणं ध्रुवम् ॥१॥ | ભાવાર્થ : શનિવાર નેરોહિણી નક્ષત્રો પ્રયાણ કરવાથી તથા ગુરૂવાર અને પુષ્ય નક્ષત્રે વિવાહ કરવાથી તથા મંગળવાર અને અશ્વિની નક્ષત્રે પ્રવેશ કરવાથી નિશ્ચય પુરૂષોનું મરણ થાય છે. એ પ્રકારે મરણ આપનાર વાર નક્ષત્રો જાણવા. शनौचन्द्रे त्यजेत्पूर्वां, दक्षिणां च दिशं गुरौ । शुक्र सूर्ये पश्चिमां च, बुधे भौमे तथोत्तराम् ॥१॥ ભાવાર્થ : શનિવાર અને સોમવારે પૂર્વ દિશામાં જવું નહિ, ગુરૂવારે દક્ષિણ દિશામાં જવું નહિ, શુક્રવાર અને રવિવારે પશ્ચિમ ૧૭૦ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દિશા તરફ જવું નહિ તેમજ બુધવાર અને મંગળવારે ઉત્તરદિશાતરફ જવું નહિ કારણ કે ત્યારે તે તે દિશાઓ તરફ દિશાશૂલ હોય છે. अंगारपूर्वे गमने च लाभ, सोमे शनिर्दक्षिणमर्थलाभं । बुधेगुरौ पश्चिमकार्यासिद्धिः, रवौ मृगौ चोत्तरमर्थलाभं ॥१॥ ભાવાર્થ : મંગળવારે પૂર્વ દિશામાં ગમન કરવાથી લાભ થાય છે. સોમવાર અને શનિવારે દક્ષિણ દિશા તરફ જવાથી અર્થનો લાભ થાય છે. બુધવાર અને ગુરૂવારે પશ્ચિમ દિશામાં જવાથી કાર્યની સિદ્ધિ થાય છે અને રવિવાર તથા ગુરૂવારે ઉત્તરદિશા તરફ જવાથી અર્થનો લાભ થાય છે. बुद्धेन्दुशुक्रजीवानाम्, दिने प्रस्थानमुत्तमम् ।। पूर्णिमायाममायां च, चतुर्दश्यां च नेष्यते ॥१॥ ભાવાર્થ : બુધ, સોમ, શુક્ર, ગુરૂ આ દિવસ માં પ્રસ્થાન કરવું ઉત્તમ કહેલ છે. તથા પૂર્ણિમા, અમાવાસ્યા અને ચતુર્દશીને વિષે ગમન કરવાને નિષેધ કરેલ છે. अश्विनीपुष्यरेवत्यौ ; मृगो मूलं पुनर्वसु । હસ્તગ્રેષ્ટાનુરાધ: -ત્રાર્થે તીરાવને પણ ભાવાર્થ : અશ્વિની, પુષ્ય, રેવતી, મૃગશિર મૂલ, પુનર્વસુ, હસ્ત, જયેષ્ટા, અનુરાધા, આ ઉપરોક્ત નક્ષત્રો યાત્રા કરવા જનારને બલીષ્ટ કહેલા છે. विशाखाश्चोत्तरास्तिस्त्र-स्तथाद्राभरणीमघाः । अश्लेषाकृतिकाश्चैव, मृत्यवेऽन्यास्तु मध्यमाः ॥१॥ ભાવાર્થ : વિશાખા, ત્રણ ઉત્તરા તથા આદ્ર, ભરણી, મઘા, અશ્લેષા અને કૃત્તિકા આટલા નક્ષત્રો મૃત્યુદાયક કહેવા છે.તે સિવાયના નક્ષત્રો મધ્યમ કહેલા છે. सर्वदिग्गमने हस्त, श्रवणं रेवतीद्वयम् । मृगः पुष्पश्च सिध्यै स्युः, कालेषु निखिलेष्वपि ॥१॥ M૧૭૧) ૧૭૧ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : સમગ્ર કાલે તથા સમગ્ર દિશાને વિષે ગમન કરવા માટે હસ્ત, શ્રવણ રેવતી, મૃગશિર અને પુષ્ય આ નક્ષત્રો સિદ્ધિને માટે કહેલા છે. शुक्रे नंदा बुधे भद्रा, जया च क्षितिनंदने । शनौ रिक्ता गुरौ पूर्णा, सिद्धियोगाः प्रकीर्तिताः ।.१॥ ભાવાર્થ : શુક્રવારે ૧-૬-૧૧ નંદા, બુધવારે ૨-૭-૧૨ ભદ્રા, મંગળવારે ૩-૮-૧૩ જયા, શનિવારે ૪-૯-૧૪ રિક્તા, ગુરૂવારે ૫૧૦-૧૫ પૂર્ણા, એ ઉપરોક્ત વાર તિથિઓ હોય તો સિદ્ધિયોગ થાય છે. છ સ્વરુપમ્ - वामाखेमा लाभं दाहिणा, पच्छिमा नियत्ते इ । छीया नूणमभिहा, कयंपि कज्जं विणासेइ ॥१॥ ભાવાર્થ : કાર્યાથી માણસને ડાબી છીંક થાય તો કલ્યાણકારી છે, જમણી છીંક થાય તો લાભ આપનારી છે, પશ્ચિમ પાછળ છીંક થાય તો માણસ પાછો વળે છે. તેનું કાર્ય થતું નથી) અને સન્મુખ થાય તો નિશ્ચય કરેલા કાર્યને પણ બગાડે છે. वैरवैश्वानरत्याधि दिव्यसनलक्षणं । महानाय जायंते,वकाराः पंचवर्धिताः ॥१॥ ભાવાર્થ : વૈરભાવ ૧, અગ્નિ ૨, વ્યાધિ ૩, વિવાદ ૪, અને વ્યસન ૫, આ પાંચ વકારોને વૃદ્ધિ પામવા દેવાથી મહાઅનર્થની પરંપરાને ઉત્પન્ન કરવાવાળા થાય છે. કોઈ જીવોએ કોઇની સાથે વૈરવિરોધ કરવો નહિ જે કરે તે અશુભ ફળ પામે છે (વેરને વિષેકાગડા તથા ઘૂવડની ક્યા) એક જબરજસ્ત પર્વતની ગુફાને વિષે ઘણા ઘુવડો વસતા હતા. ૧૭૨ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે ઘુવડો નજીકમાં વસતા વટકૂપ ગામની સીમાને વિષે રહેલા લીંબડાના વૃક્ષને વિષે માળો કરીને રહેલા કાગડાના બચ્ચાઓને રાત્રિને વિષે મારી નાંખવા માંડયા. આવી રીતે પોતાના કુળનો ઉચ્છેદ થતો જોઇ રાત્રિાએ આ ઘુવડ બધાને મારી નાંખે છે, માટે હવે આપણે શું વિચાર કરવો ? એવું ચિંતવી બધા કાગડાઓ ભેગા થઇ વિચાર કરવા લાગ્યા એકત્ર થઈને વિચાર્યું કે રાત્રિાયે આપણે દેખતા નથી, માટે દિવસે એ ઘુવડો કયાં રહે છે ? તેનો પત્તો મેળવીને તેને શિક્ષા કરીશું ત્યારે જ ભવિષ્યમાં આપણું કલ્યાણ છે. એ પ્રમાણે મસતલ કરીને તપાસ કરવા લાગ્યા, તો તેને ગુફાને વિષે દેખ્યા. તેથી ઘણું ખાવાનું તેમજ કીડીયો આદિ મારીને ચાંચથી ઉપાડીને તે ગુફાને વિષે મૂકહ્યું, હવે ઘુવડો બોલવા લાગ્યા કે આ કોણે મૂક્યું ? ? એટલે કાગડાઓ નગ્ન થઈને બોલ્યો કે તમારા દાસો એવા અમોએ મૂકેલું છે, કારણ તમારી ભક્તિ કરવી તે અમારો ખાસ ધર્મ છે. ત્યારબાદ ઘુવડો ચરવાને માટે ગયા. ત્યારે લાકડાની સળી, તૃણને તૂલ વિગેરેની તેમને સૂવાને માટે શય્યા બનાવી તેથી ચરીને આવેલા એવા ઘુવડો બોલ્યા કે આ શય્યા કોણે બનાવી ? તેથી કાગડાઓ બોલ્યા કે અમો તમારા દાસોએ તમારી ભક્તિ માટે શય્યા કરી છે. તેવી રીતે કાગડાએ અત્યંત ઠગેલા એવા ઘુવડો કાગડાના કપટથી મોહ પામ્યા, તેથી તે દિવસથી કાગડાને તેઓ પોતાના સેવકો માનવા લાગ્યા હવે કાગડાઓએ જાણ્યું કે તેઓ આપણો અત્યંત વિશ્વાસ કરે છે, એવું ચિંતવી તેઓ જયારે કુટુંબ સહિત ગુફાને વિષે રહ્યા હતા ત્યારે ગુફાનું દ્વાર સુકા કાંટાવડે કરીને ઢાંકીને પોતાની ચાંચમાં કયાંઇકથી અગ્નિ લાવીને ત્યાં મૂકી દીધો, તેથી અગ્નિ વડે કરી સર્વ ઘુવડો બળીને ભસ્મીભૂત થયા, તેથી કાગડાઓ પોતાને કલ્યાણકારી સુખી માનવા લાગ્યા. તે માટે કહ્યું છે કે વૈરિયોનો સર્વથા વિશ્વાસ કરવો નહિ. ૧૭3 ભાગ-૬ ફર્મા-૧૩ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વેર વાળવા વિષે અમરસુંદરી ક્યા) ભૂષણપુર નગરના, રત્નસાગર શ્રેષ્ઠીને, ગુણસાગર નામનો પુત્ર હતો, તેણે ગુરૂ પાસેથી વ્યભિચારી સ્ત્રીનું વર્ણન સાંભળીને પિતાએ પ્રેરણા કરવા છતાં તે કોઈ પણ કન્યાનું પાણિગ્રહણ કરતો નથી, કારણ કે દુર્જનથકી દૂષિત થયેલા મનવાળા જીવો, સ્વજનને વિષે પણ વિશ્વાસ કરતા નથી, કારણ કે ગરમ દુધથી દગ્ધ થયેલો બાળક દહીને પણ ફંકીને પીવે છે, ત્યારબાદ બહુ જ આગ્રહ કરીને પિતામાતાએ રત્નપુરવાસી મદનદત્ત શ્રેષ્ઠીની અમરસુંદરી નામની કન્યા તેને પરણાવી પણ તેને લાવવાને માટે પિતાએ આગ્રહ કરવાથી તે કહેવા લાગ્યો કે હે તાત ! પરીક્ષા કર્યા પછી ઘરમાં તેને લાવીશ આવી રીતે કહીને સાર્થવાહનો વેશ કરીને તેમજ વિવિધ પ્રકારના ભાંડાદિકને ગ્રહણ કરીને, રત્નપુરે આવીને પોતાના સાસરાના હાટ પાસે હાટ લઇને વેપાર કરવા લાગ્યો. ત્યાં પુરંદરપુરથી આવેલ એક કામદેવ નામના સાર્થવાહની સાથે તેને મિત્રાઈ થઇ. અન્યદા પોતાના પિતાને બોલવા માટે દુકાને આવેલી અમરસુંદરીને દેખી કામદેવ સાર્થવાહ કામથી પીડા પામીને ગુણસાગર પ્રત્યે કહેવા લાગ્યો કે હે મિત્ર ! દેવુકમારી જેવી આ કુમારી કોણ છે ગુણસાગરે કહ્યું કે – હે મિત્ર ! મદનદત્તની કન્યા છે. આવી રીતે તેણે કહેવાથી તેણે ફરીથી કહ્યું કે હે મિત્ર ! તું એક જ મને વિશ્વાસનું પાત્ર છે. જે માટે કહ્યું છે કે : शोकारातिपरित्राणं, प्रीतिविश्रंम्भभाजनं । केन रत्नममिदं सृष्टं, मित्रइ त्यक्षरद्वयम् ॥ ભાવાર્થ : શોકરૂપી શત્રુથી રક્ષણ કરનારા તથા પ્રીતિ અને વિશ્વાસના ભાજનભૂત આવું મિત્ર એવું અક્ષર બેનું મિત્રરૂપી રત્ન કોણે બનાવ્યું છે ? તે કારણ માટે તું પ્રયત્ન કર. જો આ મને ગ્રહણ કરે તો બત્રીશ મણિયોનો ગુંથેલો હાર હું તેને આપું. તેવું સાંભળી ૧૭૪ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણસાગર કહેવા લાગ્યો કે ઠીક છે. આ પ્રસંગથી પણ આસ્ત્રીની પરીક્ષા થશે. એવું હૃદયમાં ધ્યાન કરીને, કાર્યાતરનો દંભ કરીને, તેને ઘરે જઈને, તેણીને તેમણે વાત કહી. તેવું વચન સાંભળી તેણીએ પણ શીયલના રક્ષણના ઉપાય કરવા સાથે જ હાર લઈ લેવાની વિચારણા હૃદયમાં કરીને કહ્યું કે હું તેનું કથન કરેલું કરીશ પણ મારે એક વાર તેને મલવું છે. તેથી તે વાત ગુણસાગરે તેને કહેવાથી તેની પ્રતિજ્ઞાને અંગીકાર કરીને, કામદેવ સાર્થવાહ પણ વસ્ત્રાલંકાર ધારણ કરીને, તેમજ મુખને વિષે પાન બીડું ચાવીને, આડંબર સહિત સાયંકાળે તેને ઘર આવ્યો. અમરસુંદરીને પણ પોતાના સમાન રૂપવાળી તેમજ પોતાની મરજી પ્રમાણે ચાલવાવાળી એકાસીને, સારા વસ્ત્રાલંકાર પહેરાવીને કહ્યું કે પ્રથમ તેના સાથેથી તું હાર લઇ લેજે અને તુરત તેના સાથે સંભોગ કરજે, ને કામક્રીડા કરીને તુરત ત્યાંથી તું નીકળી જજે. આવું શીખવીને તેને મોકલી, તેથી કામાંધ કામદેવે પણ તેને અમરસુંદરી માની અને તેણીએ પણ હાર લઇને તથા વિવિધ પ્રકારના વિલાસવર્ડ કરી તેના જોડે રમીને શીઘ્રતાથી બહાર નીકળી ગઈ આ તમામ આવાત ગુપ્ત રીતે રહીને ગુણસાગરે જોવાથી વિચાર કરવા લાગ્યો કે અહો ! આ સ્ત્રીની બુદ્ધિ, કે જેણે શીયલના રક્ષણ સાથે હારને લઇ લીધો. આવી રીતે તેની ચાતુરીથી ચમત્કાર પામીને વ્યાપારને સંકેલીને પોતાને ઘરે આવ્યો. ત્યારબાદ ગુણસાગરે તેને પોતાને ઘરે આણી અને તેના સાથે સંસારજન્ય સુખોને ભોગવતો દિવસોને વ્યતીત કરવા લાગ્યો અન્યદા એક શયનને વિષે સૂતેલા તેણે પોતાના હાથથી તેના કંઠથી હાર ખેંચવા માંડયા તેથી તેણીએ કહ્યું કે હે પ્રાણેશ ! એ હારને તું ન ખેંચ, કારણ કે તેમ કરવાથી તુટી જશે. મહાન મૂલ્યવાળો આ હાર છે. તેવું સાંભળી ગુણ સાગરે કહ્યું કે હે સુભ્ર ! હારો ઘણા છે. વળી કોઈ દાસીના ઉપાયથી બીજાને ઠગવો. એવું જાણી તે ચિંતવના કરવા લાગી કે શું આણે કોઈ પણ ૧૭૫ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ્રકારે મેં કરેલ કર્તવ્ય જાણ્યું કે શું અથવા કોઇએ આના પાસે તે વાત કહી, અગર ગમે તેમ હો. આ મર્મનો પ્રકાશ કરવાનું વૈર હું કોઈ પણ પ્રકારે કપટથી ગ્રહણ કરીશ. આવી રીતેવિચાર કરી બીજી વાર્તા પરથી તે રાત્રિને વ્યતીત કરી, પિતાને ઘરે આવી. હવે તેણીએ પુરૂષનો વેષ કરીને ઘણા ઘોડાઓને ગ્રહણ કરીને, પોતાના પિતાના નગરે આવી, ઘોડાને વેચીને તેનું આવેલું નાણું ફેરવવાને માટે તે પોતાના સાસરાના હાટે આવીને બેઠી. તેથી તેના સ્વામિયે તેને કહ્યું કે હે સુભગ ! તેં શું વેચ્યું ? તેણે કહ્યું કે ઘોડાઓ, ગુણસાગરે કહ્યું કે ઘોડાઓ છે ? તેણીએ કહ્યું કે મહામૂલ્યવાન બે ઘોડાઓ છે. આવી રીતે કહેવાથી તે ઘોડાઓને જોવાને માટે તેના આવાસને વિષે આવ્યો, અને સમગ્ર લક્ષણયુક્ત ઇંદ્રના ઘોડાના સમાન મનોહર તે બને ઘોડાઓને દેખીને તેનું મૂલ્ય તેણીને પૂછયું, તેણીએ કહ્યું કે આનું મૂલ્ય એ જ છે કે એક વારે પોતાના મોઢામાં મને થુંકવા દે તેને જ આ ઘોડા, પરંતુ આ રહસ્ય હું ગુપ્ત રાખીશ, કોઈને કહીશ નહિ, એવો મારો નિશ્ચય છે એમ કહેવાથી આને આ વાતમાં પિતાદિકના સોગન ખાવાથી ઘોડા લેવામાં લુબ્ધ એવા તેના સ્વામીએ તેમ કહ્યું, એટલે ઘોડા લઇને ગુણસાગર ઘરે ગયો અને તેણી પિતાને ઘરે જઇને ફરીથી પોતાના સાસરાને ઘરે આવી. અન્યદા અર્ધરાત્રિ સમયે ઘોડાએ બંધન તોડી નાંખવાથી તેને બાંધવાને માટે શય્યાથી ગુણસાગર ઉઠ્યો ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે હે પ્રાણેશ ! કેમ ઊઠો છો ? તેથી તેણે કહ્યું કે આ ઘોડાઓએ બંધન તોડી નાંખવાથી ફોગટ મરી જશે, માટે બાંધવા ઉઠું છું, તે સાંભળી તેણે કહ્યું કે હે પ્રિય ! ઘોડા મરે તો ભલે મરે. ઘોડાઓ ઘણા છે. વળી કોઇ કોઇને મુખે થુંકવા દેશે તો તેને થુંકનારો ઘોડા ઘણા આપશે. તે સાંભળી લજા પામેલ પોતાના નાથને તેણીએ કહ્યું કે હે પ્રિયતમ ! તું હારનું વૃત્તાંત કયાંથી જાણે છે ? તેથી તેણે પૂર્વનું વૃત્તાંત કહેવાથી તેણીએ પણ (૧૭૬ ૧૭૬ - For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પોતાના ઘોડાનું વૃત્તાંત કહેવાથી, પોતાની સ્ત્રીની ચતુરાઇથી અત્યંત હર્ષ પામી, તેના સાથે ભુકતભોગી થઇ, અને છેવટે પુન્ય કર્મનું આરાધન કરીને સગતિ ગામી થયા. આવી રીતે છળથી અમરસુંદરીએ પોતાનું વૈર વાળ્યું. મનુષ્ય રોTI : (૩ીરતીરે) रोगाणां कोडीओ, हवंति पंचेव लक्खअडसठ्ठी । नवनवइसहस्साइं, पंच सया तहय चुलसिई ॥१॥ ભાવાર્થ : મનુષ્યના ભવમાં મનુષ્યના દેહને વિષે પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ચોરાશી રોગો હોય છે તેમ ઉપદેશરત્નાકરને વિષે કહેલ છે. વિધવું (૩પશપ્રસાદે) जं चिय विहिणा लिहियं, तं चियपरिणमइ सयललोयस्स, । इय जाणे विय धीरा, विहुरे वि न कायरा हुंति ॥१॥ ભાવાર્થ : નિશ્ચય જે વાત વિધિયે લલાટપટમાં લખેલી હોય તે જ સમગ્ર લોકોને પરિણમે છે તે જ પ્રકારે ઉદયમાં આવે છે આવું જાણીને દુઃખદ અવસ્થાને વિષ પણ ધીર વીર પુરુષો કદાપિ કાળે કાયર થતા નથી. નર્મની બલીષ્ઠતા) कम्माणि णूणं घणचिक्कणाई, गुरुयाइ वइरसाराई । णाणठ्ठिअंपि पुरिसं, पंथाओ उप्पहंणिंति ॥१॥ ભાવાર્થ : ઘણા ચિકણા મોટા વજસાર જેવા કર્મો જે તે જ્ઞાનને વિષે રહેલ પુરૂષને પણ માર્ગથકી ભ્રષ્ટ કરી ઉન્માર્ગે લઈ જાય છે માટ કર્મ મહારાજાની બલિહારી છે. अशुभकर्मविपाक-फलम् - નૃશંસી નાસ્તિ; પાપડ, પારદ્રવ્યાપહારિ: | ૧૭ ૧૭૭ – ~~~~ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ द्यूतमद्यादिसंसिक्ता, मूर्खा पापरताः सदा ॥१॥ हिंसकाः सर्वजीवानां, ये नरा धृतमत्सरा : । ते सर्वे क्रमशो राजन् ! दुःखिताः स्युर्भवांतरे ॥२॥ ભાવાર્થ : નિર્દય, નાસ્તિક, પાપિઇ, પરદ્રવ્યને હરણ કરનાર, જુગાર મદ્યાદિકવડે કરી વ્યાપ્ત થયેલા, મૂર્ખ, પાપકર્મ રકત, નિરંતર, સર્વજીવોની હિંસાકરનાર અને મત્સરને ધારણ કરનારા પુરૂષો જે હોય છે તે સર્વે હે રાજન્ ! અનુક્રમે ભવાંતરને વિષે દુઃખી થાય છે. ૧ शुभकर्मविपाक-फलम्शमसंवेगवैराग्य-शमम्तार्जवसंयमाः । दयार्हद्गुरुभक्तिश्च, हेतवः शुभकर्मणाम् ॥३॥ ભાવાર્થ : શમ, સંવેગ, વૈરાગ્ય, શમતા, આર્જવ, સંયમ, દયા દેવગુરૂભક્તિ-આ વગેરે શુભ કર્મ ફળના હેતુ ભૂત છે અર્થાત્ ઉપરોક્ત તમામ શુભ કર્મને બંધાવનારા છે. ૩ (ર્મ વિષયે રાજાના ત્રણ બાબતોની ક્યા) રત્નપુરમાં ભૂપતિ નામનો રાજા વસતો હતો. તેને ત્રણ રાણીયો હતી. એકદા પ્રથમ રાણીને પુત્રી ઉત્પન્ન થઈ, તેથી તેની છત્રીને દિવસે સંધ્યાને વિષે ચંદન તથા ચણાવડે કરી લીંપન કરેલી ભૂમિ ઉપર સિંહાસન માંડીને તેના ઉપર કુકમ ભરેલો સોનાનો થાળ મૂકયો તેથી રાત્રિએ કોઈક જ્ઞાનીદેવ અવધિજ્ઞાનથી જાણીને તેના કપાળમાં લખ્યું કે આ પુત્રી નિરંતર એક પુરૂષને ભોગવનારી વેશ્યા થશે. હવે તેવા વર્ણની પંક્તિ દેખીને રાજા અને મંત્રીવર્ગાદિક વિસ્મય પામ્યા. હવે બીજી સ્ત્રીને પુત્ર થયો. તેના કપાળમાં રાત્રિયે લખ્યું કે આ કાળા એક બળદથી નિરંતર ઘાસનો ભારો આણીને પોતાનું ઉદરપોષણ કરશે. ત્રીજી રાણીને પુત્ર થયો તેના કપાળમાં લખ્યું કે ૧૦૮ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આ નિરંતર એક જીવને મારીને પોતાનો નિર્વાહ કરશે. આવું દેખીને રાજાદિત નામના મનમાં આશ્ચર્ય થયું કે આ બાળક બાલિકાની ભવિષ્યમાં આ શું દશા થશે ! હવે અનુક્રમે આઠ વર્ષના તે બાળકો થવાથી પરચક્રને ભય ઉત્પન્ન થયો તેથી રાજા અને મંત્રી નાશી ગયા અને બાકીના સુતા હોયને પકડે તેમ તમામને પકડયા અને તે રાજા તે સર્વને પોતાને નગરે લઈ ગયો. ત્યારબાદ કેટલાક કાળે વૈરી રાજા ગયા પછી ભૂપતિ રાજા તથા તેનો મંત્રી પોતાના રાજ્યમાં આવ્યા અને ત્રણે બાળકોની બાતમી મેળવી, તથા પરંપરાવડે કરીને તેના ઠેકાણા પણ જાણ્યા. હવે તે રાજાની પુત્રી વેશ્યા સોળ વર્ષની થઈ હતી, પરંતુ કપાળમાં લખેલું હોવાથી નિરંતર તેના પાસે ફક્ત એક જ પુરૂષ આવતો હતો. એવીરીતે તેને દુઃખી જાણીને મંત્રીએ કહ્યું કે હે પુત્રી ! તને જે રોજે એક સોનામહોર આપે તે જ પુરૂષને તાહારે બોલાવવો, સિવાય બીજો બોલાવવો નહિ. તેવી રીતે તેણીએ મંત્રીનું કહેલું કરવાથી તે સુખી થઈ. ત્યારબાદ મંત્રીએ બીજાને શોધવા માંડયો, તો તે પણ નજરે પડ્યો. કાળા બળદ ઉપર તૃણનો ભારો નાખી પોતાના આત્માનો નિર્વાહ કરતો તેને દેખ્યો. આવી રીતે તેને પણ દુ:ખી દેખીને મંત્રીએ કહ્યું કે હે વત્સ ! તાહરે નિરંતર તૃણ સહિત બળદ વેચી દેવો, કારણ કે કપાળમાં લખેલ હોવાથી તાહરા ઘરથી એક બળદ કદાપિ પણ જશે નહિ. તે પણ નિરંતર તેમ કરવાથી સુખી થયો. ત્રીજાને પણ કર્મના લેખથી જીવહિંસા કરતો પારધી થયેલો દેખ્યો, તેથી તે પ્રકારની સ્થિતિ દેખીને મંત્રીએ કહ્યું કે હે સુભગ ! તું નિરંતર ભદ્ર જાતિના હસ્તિ વિના કોઈ જીવને મારીશ નહિ, કારણ કે તેના કુંભસ્થળથી નીકળેલા મોતીયોવડે કરી તું સુખી થઈશ. તેણે પણ તેમ કરવાથી તે પણ સુખી થયો. આવી રીતે ત્રણે બાળકોને ઉદ્યમ કરતા ઘણી લક્ષ્મી મળી. તેથી કાળાંતરે ફરીથી તે રાજયને પામીને સુખી થયા. ૧૭૯) For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ( વ્યસન) જીવોને પૂર્વના સંસ્કારોથી અનેક પ્રકારના વ્યસનો પડેલા હોય છે. તે તમામનો ત્યાગ કરવો જોઇયે. વ્યસનો ઘણા છે. પરંતુ હાલમાં તમાકુના વ્યસને દુનિયામાં દાટ વાળ્યો છે. જુઓ गीतशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन च ॥१॥ ભાવાર્થ : બુદ્ધિમાન જીવોનો કાળ ગીતશાસ્ત્રાદિકના વિનોદ કરવાથી વ્યતીત થાય છે અને મૂર્ખ જીવોનો કાળ વ્યસન, નિદ્રા, કલેશાદિકવડે કરી જાય છે. तमाकु नीचगति सूचवे छे धर्मभ्रष्टा हि ते ज्ञेया -स्तमाखुधूम्रपानतः । पतंति नरके घोरे, रौरवे नाऽत्र संशयः ॥१॥ तमाखभंगमद्यानि, ये पिबंति नराधमाः । तेषां हि नरके वासो, यावद्ब्रह्मा चतुर्मुखः ॥२॥ ये पिबंति तमाखुं वै, लक्ष्मीनश्यति तद्गृहात् । दारिद्रं वसति तेषां, गुरौ भक्ति न संभवेत् ॥३॥ घोरे कलियुगे प्राप्ते, सर्व वर्णाश्रमेर ता : । तमालं भक्षित् येन, स गच्छेत् नरकार्णवे ॥४॥ ભાવાર્થ : તમાકુના ધૂમ્રપાનથી તે જીવોને નિશ્ચય ધર્મભ્રષ્ટ જાણવા અને તમાકુના પાનથી રોરવ ઘોર નરકે જાય છે તેમાં કોઈપણ સંશય નથી (૧) જે અધમ નરો તમાકુ, ભાંગ, મદ્યનું પાન કરે છે તેમનો જયાંસુધી ચાર મુખવાળો બ્રહ્મા રહે છે ત્યાં સુધી નરકને વિષે વાસ થાય છે (૨) જે માણસો તમાકુનું પાન કરે છે તેઓના ઘરથકી નિશ્ચય લક્ષ્મીનો નાશ થાય છે, તેમના ઘરને વિષે દારિદ્રનો વાસ થાય છે તેમ જ તેમના ઘરને વિષે ગુરૂભક્તિ રહેતી નથી (૩) આ ૧૮૦ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘોરાતિઘોર કલિકાલ પ્રાપ્ત થયે છતે એટલેકલિકાલને વિષે સર્વે વર્ણાશ્રમને વિષે વસી રહેલા જીવોમાંથી જે જીવ તમાકુનું પાન કરે છે તે નરકરૂપી સમુદ્રને વિષે જાય છે-પડે છે (૪) તમાકુમાં અવગુન તીન, હૈયુ ઝળે ને હાથ, હાથમાં ઝાલે ઠીકરૂ ને, ઘર ઘર માગે આગ. ૧ પચ્ચીશ બીડી રોજની, સો વર્ષે નવ લાખ, ધર્મ ધાતુ ધન હશે, છતા થાયે ખાખ. હોકામાં હિંસા ઘણી, પાપ તમઓ સો પૂર, જો સુબ ચાહે જીવકા, તો હોકો કરશે દૂર. નશા ન નરકો ચાહિયે દ્રવ્ય બુદ્ધિ હરીલેત, નીચ નશાને કારણે, સબ જગ તાલી દેત. તમાકુ વિરૂદ્ધ ડોકટરોના અભિપ્રાયો ૧. તમાકુ (તપકીર) જયારે સુંઘવામાં આવે છે ત્યારે હવા માર્ગનો રોધ કરી એટલે હવા માર્ગને રૂંધી નાખી, તે ઘાંટાને બગાડ્યા વિના રહેતી નથી. (ડોકટર રશ) ૨.તમાકુને સુંઘે ખાય કે પીએ, ગમે તે રીતે વાપરે, તો પણ તેના નિત્ય સેવનથી કોઈ કોઈ વાર નબળાઇ, કફ અને ચીંચી જેવો ખોખરો ઘાંટો થાય છે. (ડોકટર મસી) ૩. તમાકુના હડહડતા વ્યસનીયોનો ખોખરો કઠોર જાડો અને લડથડતો ઘાંટો જેણે સાંભળ્યો હશે તેઓ દરેક જણા સાક્ષી પૂરશે કે, તમાકુ ઘાંટાને બગાડે છે. (ડોકટર એલન.) ૪. તમાકુ (તપકીર)ના ઉપયોગથી વાસ પારખવાની શક્તિનો બીલકુલ નાશ થાય છે, તેનો ઘાંટો બગડે છે, તથા તમાકુ પીવાથી અને ખાવાથી સ્વાદેંદ્રિય બગડી જાય છે, તથા તમાકુ સુંઘનારને ખાસ કરીને નાકમાં મસાનો રોગ થવાનો સંભવ હોય છે. (ડોકટર જનરલ ધિ ઓફ હેલ્થ) પ. તમાકુ સુંઘનારની તથા ખાનારની આંખોને, થોડું ઘણું નુકશાન નહિ થયું હોય, તેવું કેટલું થોડુ આપણે જોઈએ છીએ, જર્મનીની આખી પ્રજા ૧૮૧ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તમાકુ પીતી હોવાથી, ચસ્મા પહેનારી પ્રજા તરીકે તે આપણા લોકોને વિષે ઓળખાય છે. (ડો. વલ્યમ ઓ આલકોટ) ૬. હમણા આપણાં લોકોમાં જે મંદાગ્નિ વધારો થયેલો જોવામાં આવે છે તેનું કાઇક કારણતમાકુની વપરાશ છે (ડોકટર હોસેક) ૭. તપકીર સુંઘવાથી અજીર્ણવિકારોના સમગ્ર ચિન્હો મારા અનુભવવામાં આવેલ છે. (ડોકટર કુલન) ૮. માણસના ઠરને જે વસ્તુ અત્યંત માફક આવે છે, અને શરીરને સૌથી વધારે અનુકૂળ પડે છે, તે વસ્તુઓથી તરસ લાગતી નથી. (ડોક્ટર ડબલ્યુ. એ. આલકોટ) ૯. થુંક ઝરનારી કોથળીમાંથી, તમાકુના પીવાથી ખાવાથી તથા સુંઘવાથી થુંક ઓછું થઈ જાય છે - ઘટી જાય છે, અને તેથી જ તમાકુ પીધા પછી કોઇ પણ પ્રકારનો દારૂ પીવાનું મન થયા વિના રહેતું નથી (ન્યુયોર્કમાં તમાકુ વિરૂદ્ધ સ્થપાયેલી મંડળીનો રિપોર્ટ). ૧૦. તમાકુ એ શરીરની અંદરચામડીને સોજો ચડાવે છે એટલું જ નહિ. પણ તે એક ઝેર છે, અને તે એક અત્યંતકરડામાં કરડું ઝેર છે તે વાતમાં બીલકુલ શંકા જેવું નથી. (ડોકટર આલકોટ) ૧૧ તમાકુને મીજાનસવ વાપરે, તો પણ તેથી અજીર્ણ મસ્તકની વેદના, ચક્કર અને ફેફસાનો રોગ થાય છે. (ડોકટર રશ). ૧૨. ટોલ કોલેજનો એક વિદ્યાર્થી જયારે નિશાળમાં દાખલ થયો ત્યારે તેનું શરીર પત્થરને પણ પાટુ મારતી રોડી નાખે તેવું જબરું હતું, પણ પછી તેને તમાકુ પીવાનું વ્યસન પડયું, અને તે આખો દિવસ બીડીયો ફેંકવા લાગ્યો. જયાં બેઠો હોય તયાં મોંમા બીડીયોનું ભેજું તો ભરૂ જ આનું પરિણામ એ આવ્યું કે થોડા જ વખતમાં તે મરણ પામ્યો (પ્રોફેસર સલીમેન). ૧૩. તમાકુથી શરીરને જે બીજા નુકશાન થાય છે તેના કરતા સ્મરણશક્તિને વધારે નુકશાન પહોંચાડે છે એ વાત તો વધારે ચોકસ છે. (ડોકટર આલકોટ) ૧૪ અમેરિકામાં તમાકુની વખારોમાં કામ કરનારી સ્ત્રીઓને ભાગ્યે જ છોકરાઓ થાય છે. જે પ્રજામાં સ્ત્રી ૧૮૨ ૧૮૨ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પુરૂષો અને તમાકુ પીયે છે ત્યાંની વસ્તી ઘટી જાય છે, અને તેથી કરીને તમાકુ દારૂ કરતાં પણ વધારે જીવનને ક્ષય કરનાર છે. (ડોકટર નિકોલ્સ) ૧૫. તમાકુ લોહીને અને વીર્યને બાળી નાખે છે, અને તેથી જ જે વિદ્યાર્થીઓને નાનપણથી જ તમાકુ પીવાનું વ્યસન પડેલું હોય છે તેમને આગળ ઉપર સુદઢ શરીરવાળી પ્રજા થવાનો બહુ જ ઓછો સંભવ રહે છે, અને તેમાં સ્ત્રી પુરુષ બન્ને ને તમાકુનું વ્યસન પડેલું હોય છે તો તો ઘણું કરીને પ્રજા થતી નથી, (ડોકટર નિકોલ્સ) ૧૬. તમાકુ પીનારા માણસો તદન નબળા પડી જાય છે, તથા તેમનું શરીર પીળું પડી જાય છે, છીંકણીથી અજીર્ણ, કલેજો તથા જઠરના રોગો લાગુ પડે છે, અને એવા રોગોથી અનેકના મૃત્યુ થયેલા છે. (ડોકટર પ્રાઉટ) ૧૭. ૧૮૭૭માં એક માણસે લાકડાની એક ચલમ પોતાના એક નાના છોકરાને રમવા આપી. છોકરાએ તે ચલમનો ઉપયોગ સાબુના પરપોટામાં કર્યો. તેથી તમાકુનું ઝેર મોંઢારા તે છોકરાના શરીરમાં દાખલ થયું, અને છોકરો બેશુદ્ધિથી મરણ પામ્યો. (ડોકટરે ટેલર) ૧૮. તમાકુથી ફેફસા હૃદય અને સ્નાયુ નરમ પડી જાય છે, અને કોઈ કોઈવાર હૃદય ઓચિંતું બંધ થઈ જવાથી મરણ થઈ જાય છે, (ડોકટર ટવીચેલ.) ૧૯. ફ્રાન્સમાં જેમ જેમ તમાકુનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ગાંડા માણસની સંખ્યાનો પણ વધારો થતો જાય છે. (ડોકતર એલીન્સન) ૨૦. બુકલીનની એક બેંકનો ઉપરી પ્રમુખ અત્યંત તંદુરસ્ત હાલતમાં હતો-તેને બીડી પીવાનું વ્યસન હતું તે એક દિવસ જમ્યા પછી બેઠો બેઠો બીડી પીતો હતો. પીતા પીતા અકસ્માત તેણે હાથ હેઠા નાખી દીધા.બીડી મોંમાંથી નીકળી ગઈ અને ચત્તો પાટ પડયો, અને પાચ મીનીટમાં તેણે પ્રાણ છોડી દીધા. આ પ્રમાણે અજ્ઞાની મનુષ્યો તમાકુને નિર્દોષ જાણી તેનું વ્યસન પાડે છે, અને તંદુરસ્તી બગાડી પોતાના અમૂલ્ય જીવને ખોવે છે. (રણછોડદાસ દયારામ દમણીયા) ૨૧. જર્મનીના વૈદ્યો તેઓના ૧૮3 ૧૮૩ ~ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વર્તમાનપત્રોમાં લખે છે કે, જર્મનીમાં ૧૮ થી ૩૫ વર્ષથી ઉમ્મરના જેટલા માણસો મરે છે તેમાં અડધો ભાગ તમાકુ પીવાના વ્યસનથી ઉત્પન્ન થયેલા રોગોવડે કરીને જ કરે છે. (રણછોડદાસ દયારામ દમણયા) ૨૨. બીડી પીવાથી મોઢુગંધાય છે. પાચનશક્તિ મંદ પડે છે, દાંત કાળા તથા પીળા પડે છે. જે માણસોને નિરોગી રહેવાની ઇચ્છા હોય તેમણે તમાકુને અવશ્ય છોડી દેવા જોઈએ. (ગાંધી.) ૨૩. તમાકુ પીનારનો સ્વભાવ બહુજ તામસી હોય છે, અને તેથી તમાકુ પીવાવાળાઓ કોઈ કોઈ વાર ભયંકર કાર્યો કરી બેસે છે. ત્રણસો વરસ પહેલાં પૂર્વ અમેરિકામાં તમાકુનો ઉપયોગ જુજ થતો હતો. તે વખતે દુર્ભાગ્યે ભારતમાં તમાકુનું નામનિશાન પણ નહોતું, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તમાકુનો ઉપયોગ આપણે ત્યાં પણ દાખલ થયો અને તેણે એવું ભયંકર રૂપ પડકયું છે કે કોઈ પણ ગામ, નગર, શહેર, પુર,પાટણ તો શું, પરંતુ એક ઘર પણ તમાકુના વ્યસન વિનાનું બાકી રહેલું નહિ હોય તમાકુમાં નિકોટીન નામનો ચીકણો ઝેરી પદાર્થ હોય છે તે રસનું એક જ ટીપું સાધારણ માણસના માટે પ્રાણઘાતક બને છે. આ ઝેર તમાકના પાદડા સુકાવાથી પ્રમાણમાં ઓછું થઈ જાય છે, અને તેથી તમાકુના ઉપયોગ કરનારને તાત્કાલિક મારી નહિ નાંખતાં ધીમે ધીમે તેનું શરીર બગાડે છે. તમાકુ ખાવાથી અપચો, અજીર્ણ મોઢાનું બંધાવું, દાંતનો સડો, અતિસાર, મરડો વિગેરે રોગો લાગુ પડે છે એટલું જ નહિ, પણ દેખીતી રીતે વખતોવખત થુંકવા માટે ઉઠવું પડતું હોવાથી તમાકુ પીવાને ટેવ બીજાને સુગ અને અણગમો ઉત્પન્ન કરનારી થાય છે. તમાકુ સુંઘવાથી કદાચ સળેખમ તથા માતાના દર્દી શાંત માલૂમ પડે છે, પરંતુ તેના લાંબા ઉપયોગથી નાકના અંદર ચાંદી અને ગળાને વિષે દર્દો થાય છે. તમાકુ પીવાથી, હો કાથી, ચલમથી, નેચાથી સીગારેટથી, તમાકુનો ધૂમાડો ઝેરી હોવાથી પીનારના શ્વાસોશ્વાસમાં M૧૮૪ ૧૮૪ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જઇ, છાતીના રોગો, જેવા કે ક્ષય, દમ ખાંસી વિગેરને ઉત્પન્ન કરે છે. તમાકુ નહિ ખાનાર માણસો તમાકુ ખાય, તો તેને તુરત જ ઊલટી થઇ જાય છે, આજ બતાવી આપે છે કે તમાકુની વપરાશ કુદરતના વિરૂદ્ધ જ છે. તમાકુનું વ્યસન ઘણું જ ખરાબ છે. શરૂઆતમાં થોડો વખત શરીરને નિસામાં રાખે છે, પણ અંતે શરીર ફીકકુ પડી જાય છે, અને ક્ષમતથા પાંડુ જેવા રોગો થઈ આવે છે અને તમાકુના સેવનથી આગળ ઉપર દારૂ પીવાનું પણ મન થઈ આવે છે. તમાકુથી નાડી નરમ પડે છે તથા પેટમાં ભયંકર વ્યાધિયો થાય છે, અને આંખોને પણ ઘણું જ નુકસાન થાય છે. કદાપિ અજ્ઞાન દશાને વિષે કોઇ તમાકુના ફંદમાં ફસાયેલ હોય તો પણ હજી છોડી દેવી સારી છે. શરૂઆતમાં થોડો વખત હાથ-પગ ચુંટાશે, માથું દુઃખશે, પરંતુ પાછળથી ઉપાધિ માત્ર ટળી જશે શ્રીયુક્ત ભાનુપ્રસાદ આચાર્ય ૨૪. ખાય તેનો ખુણો, પીયે તેનું ઘર, સુંઘે તેના લુગડાં, એ ત્રણે બરોબર. કવિ દલપતરમ ડાહ્યાભાઈ બીજા કવિયો પણ તમાકુ, ગાંજો તથા કેફી વસ્તુના પાનને માટે તિરસ્કાર બતાવે છે. કહે છે કે ઘડપણ આવ્યા પહેલા તમાકુથી સ્મરણશક્તિ નાશ પામેલી, મૂર્ખતા આવેલી અને જ્ઞાનતંતુઓની હારમાળા બગડી ગયેલી એવા ઘણા દાખલા મારા અનુભવમાં આવ્યા છે, (ડાકટર કુલન) ૨૬ તમાકુ મને જડ અને સુસ્ત કર્યા વિના તથા મારી નિત્યની ચંચળતામાં ખલેલ કર્યા વિના અને મારી માનસિક શક્તિને બગાડયા વિના કદી રહી નથી. (ગર્વનર સલીવાન) ૨૭ ફ્રાંસ દેશની શાળાઓમાં તમાકુના ઉપયોગની અટકાયત છે, તેમજ યુનાઇટેડ સ્ટેટ સભામાં લશ્કરી શાળામાં બીડી પીવાની સખત મનાઈ છે. (યુનાઈટેડ સ્ટેટ) ૨૮ એક વિદ્વાન્ એમ ડૉકટરે બીડી પીનારા તથા બીડી નહિ પીનારાઓના ફેફસા તપાસ્યા પરીક્ષાનું (૧૮૫ ૧૮૫ ~ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરિણામ એ આવ્યું કે બીડી પીનારા બધાના ફેફસામાં ઉપદ્રવ જણાયો અને બીડી નહિ પીનારામાં માત્ર સેંકડે સત્યાવીશ. માણસોના ફેફસામાં ઉપદ્રવ માલુમ પડયૌ આ ઉપદ્રવને લીધે ક્ષયના જંતુઓ તુરત જ ઘર ઘાલી જાય છે અને નબળા ફેફસાવાળા ઉપર હલ્લો કરે છે. તેમજ બીડી પીનારાઓને ક્ષય સાધારણ રીતે વધારે થાય છે. બીડી પીનારાઓ અને તમાકુના ગુલામો આ ઉપરથી કોઈ ધડો લેશે કે પોતાનો ઇશ્ક માણ્યા જ કરશે. (એમ.ડી. ડૉકટર) વ્યસન તમાકુનું વર્જવું, તાણે નાક મોજાર, વસ્ત્ર તણી શોભા હરે, નાક ઝરે બહુવાર. ૧ ઘસતાં લાજે લોકમાં, ચાવ્યાથી દુઃખ થાય, દાંત હલે બહુ થુંકવા, દુર્ગધતા દેખાય ૨ (રડચિરા છંદ) સમજુ થઈને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો, અવગુણને કરનારી એ તો, ભાન વિનાના થઈ ફરશો, ખરેખરો એ ખેલ ખરાબી, ખરી ખાતરીથી છોડો, સાર નહિ સમજીને શાણા, શા માટે પાછળ દોડો ? ૧. ફરે હરાયો ઢોર થઇને, તલપ તમાકુની લાગે, જેવા તેવા માણસ પાસે, ભીખારી થઇને માગે, મળે નહિ જો તેવી રીતે, પાછળ નિંદા બહુ કરશો, સમજુ થઇને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો. ૨ દાંતે ઘસવા ચારે મુખમાં, કાંતો નાક વિષે તાણો., વસ્ત્ર વગોવે ખુણો જોવે, છાનો રહશે મનમાં જાણો, નિંદા લોકો પાસે શોકો, મુર્ખ દુર્ગધ મહા ધરશો, સમજુ થઈને શું ભૂલો છો, સંગ તમાકુ પરિહરશો, ૧૮૬ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્વાસ ખાંસી ને તેથી ચાંદી, પીતા અંગ વિષે થાશે, ઘસવામાં છે દાંત ખરાબી, ચાવ્યાથી બુદ્ધિ હરશો, સમજૂ થઇને શું ભૂલો છો, સંગ તમાકુ પરિહરશો, ૪ નિશ્ચે તેવું જાણી મનમાં, પ્રીતિ તેમાં નવી આણો, દુરાચાર ને દુર્વ્યસનોથી, મહાસંકટ સઘલા જાણો વ્યસન ત્યજ્યાથી સંપતિ પામે કલ્યાણે કમલા વરશો સમજુ થઇને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો. પ ગાંજો, ગાંજો પીતાં જગતમાં, લાજ ઘટે બહુવાર, ગંજેડી કેફી કહે, નિંદે લોક અપાર. ૧ ભંગ રંગ પીવાથકી, ઉપજે અવગુણ અંગ, ભંગી તોરંગી દીસે, છોડે સુગુણી સંગ. ૨ અમલ ભખતા આળસ, નિદ્રા નેણ અપાર, લાલમાં લપટી રહે, મુખથી કહે લબાડ ૩ (ગૃહસ્થોને ભોજન ક્રવાનો વિધિ.) पितुर्मातुः शिशूनां च, गर्भिणीवृद्धरोगिणाम् । प्रथमं भोजनं दत्वा, स्वयं भोक्तव्यमुत्तमौः ॥१॥ चतुष्पदानां सर्वेषां, धृतानां च तथा नृणाम् । चिंता विधाय धर्मज्ञ, स्वयं भुंजीत नान्यथा ॥२॥ રૂતિ શ્રદ્ધપુomવિવરVi, ભાવાર્થ : પિતાને, માતાને, બાળકોને, ગર્ભવતી સ્ત્રીને, વૃદ્ધને, રોગીને પ્રથમ ભોજન આપ્યા પછી ઉત્તમ પુરુષો પોતે ભોજન કરવું. ૧ સર્વે જાનવરોની તથા પોતે રાખેલા નોકર ચાકરોની ખાનપાનની ચિંતા કર્યા પછી ધર્મને જાણનાર પુરુષ પોતે ભોજન કરે. ૧૮૭ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરંતુ ઉપરોક્તની સારવાર કર્યા સિવાય ભોજન કરે નહિ. ૨. (ભોજન ક્રવાની પદ્ધતિ) જયારે બરોબર ભૂખ લાગે ત્યારે જ જમવા બેસવું. પ્રથમ પહોરમાં જમવું નહિ. બીજો પહોર વ્યતીત થવા દેવો નહિં. પ્રથમ પહોરમાં જમવાથી જઠરાગ્નિ મંદ હોવાથી રસવૃદ્ધિ થાય. બીજો પહોર વ્યતીત થયા પછી જમવાથી બળનો ક્ષય થાય. તરસ લાગે અને જમે તો ગોળો ચડે છે. ઠંડુ અનાજ ખાય તો વાયુ થાય. લઘુશંકા ટાળયા વિના પાણી પીએ તો ભગંદર રોગ થાય. અજીર્ણ થયા છતાં જમે તો વિષરૂપે પરિણમે. પરોઢિયે ! સંધ્યાકાળે ! રાત્રિએ જમે તો મૂર્ખ કહેવાય. હાથમાં લઈને કયારે અન્ન ખાવું નહિ. પાત્રમાં ખાવું. ડાબા પગ ઉપર રાખીને ખાવું નહિ. તડકામાં, અંધારામાં, અગાસીમાં બેસીને જમવું નહિ. જમતાં તર્જની આંગળી છોડવી નહિ. મોટુ, હાથ, પગ ધોયા પછી જ જમવું. નગ્નપણે તથા મેલાવસ્ત્ર પહેરીને જમવાથી લક્ષ્મીનો નાશ થાય. થાળી હાથમાં રાખીને જમવુ નહિ. ભીનું વસ્ત્ર માથા ઉપર બાંધીને જમવું નહિં. એક વસ્ત્ર પહેરીને જમવું. નહિ અપવિત્ર શરીરે અથવા પગમાં જોડા ચંપલ પહેરીને જમવું નહિ. • આસન ઉપર બેસી પાટલા ઉપર થાળી રાખીને જમવું. ૧૮૮] ૧૮૮ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કેવલભૂમિ ઉપર બેસીને જમવું નહિ. માઠી નજર વાળી સ્ત્રી તેમજ ભારે નજરવાળા પુરૂષની સામે જમવું નહિ. થાનની દૃષ્ટિ આગળ જમવું નહિ. ઋતુવતી સ્ત્રીઓની સામે જમવું નહિ. એક વાર રાંધીને ફરીથી તેને રાંધીને ખાવું નહિ. તેમજ રાધેલું ઉષ્ણ કરવું નહિ. બોલતાં બોલતાં જમવું નહિં. ભોજન કરતી વખતે સર્વ ભોજન સુંધીને જમવું એટલે કોઈની દષ્ટિ લાગે નહિ. ભોજનની શરૂઆતમાં પાણી પીવું નહિ. કારણ જઠરાગ્નિ મંદ થઇ જાય. ભોજનની વચ્ચે પાણી પીવાથી અમૃત સમાન ગણાય. ભોજનનાં અંતે પાણી પીવાથી વિષ સમાન ગણાય. ભોજન કરતી વખતે પ્રથમ સ્નિગ્ધ, મીષ્ટ પદાર્થો ખાવા. મધ્યમાં ખારાં અને ખાટા પદાર્થો ખાવા. અંતમાં તીખું અને કડવું ખાવું ગુણકારી કહેવાય. કુટના રોગવાળાએ માંસ ખાવુ નહિ તેમજ સામે જોવું નહિ. તાવવાળાએ ભોજનમાં ઘી ખાવું નહિ. ઘણું પાણી પીવું નહિ, વિષમ આસને બેસવું નહિ. વડીનીતિ-લઘુશંકા દબાવવી નહિ દિવસે સુવું નહિ. વર્ષાઋતુમાં ખારૂં ખાવું ગુણકારી કહેવાય. શરદઋતુમાં પાણી પીવું ગુણકારી હેમંત ઋતુમાં દૂધ પીવું ગુણકારી • વસંતઋતુમાં ઘી અને ગ્રીષ્મઋતુમાં ગળ્યો પદાર્થ ખાવાથી રૂપ, ૧૮૯ ભાગ-૬ ફે-૧૪ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બળ વધે છે. અતિસારના વ્યાધિવાળાએ નવું ધાન્ય ખાવું નહિં. ચક્ષુનાં રોગવાળાએ મેથુનનું સેવન કરવું નહિ. તુરત વીયાએલી ગાય ભેંસનું દૂધ પીવું નહિ. જમ્યા પછી તુરંત દોડવુ નહિ પરતુ ધીમે ધીમે થોડુ ચાલવું સોડગલા જેટલુ ભોજન કર્યા પછી ભીનો હાથ હાથ, પગે, મોઢે ઘસવો નહિ. પરંતુ ઢીંચણ સાથે ઘસવો. જમ્યા પછી તુરંત બેસવાથી પેટ વધે છે. ચાલવુ તથા ડાબા પડખે સુવું. જમ્યા પછી પાન ખાવું નહિ. પાનનાં મધ્યભાગની નસ ખાવાથી લક્ષ્મીની હાનિ થાય. પાનનું બીંટ ખાવાથી આયુષ્ય ઘટે છે. રાત્રિમાં પાન મુખમાં રાખીને સુવાથી બુદ્ધિનો નાશ થાય. કપાળમાં તિલક રાખીને સુવાથી આયુષ્ય ઘટે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે તો રાક્ષસી ભોજન કહેવાય. • ચાલતાં ચાલતાં કાંઈ પણ ખાવું નહિ ! ( બુદ્ધિને નાશ ક્રનારા. तडबूजं कलिंगं च, भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरी जंबू, फला निघ्नंति धीषणाम् ॥१॥ ભાવાર્થ : તરબૂચ, કાલિગંડુ, ઠંડું તથા વાયડું, ભોજન તથા કોઠા, બોર, જાંબુ આ ફલો બુદ્ધિનો નાશ કરે છે. ૧૯૦ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પાણી પીવાનું ફળ) अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । अमृतं भोजने वारि, मुक्तस्योपरि तद्धिषम् ॥२॥ ભાવાર્થ : અજીર્ણને વિષે જમ્યા પહેલા પાણી પીવું. તે ઔષધરૂપ છે ખાધેલું અન્ન પચી ગયા પછી પાણી પીવું તે બળ આપનાર છે. અને ભોજન કરતી વખતે અર્ધ ભોજન કરી રહ્યા બાદ વચ્ચે પાણી પીવું તે અમૃત સરખું છે, અને જમ્યા પછી તત્કાળ પાણીનું પાન કરવું તે વિષ સમાન છે. ( એક એક વસ્તુ આશ્રીને ગુણો) लंघने येगुणाः प्रोक्ता,स्ते गुणा लघुभोजने । निद्रायां ये गुणाः प्रोक्ता-स्ते गुणा नेत्रमीलने ॥१॥ निर्वाते येगुणाः प्रोक्ता-स्तेगुणाः कर्णमीलने । ब्रह्मचर्ये गुणा ये स्युः गुणा कामवर्जने ॥२॥ ભાવાર્થ : લાંઘણ કરવામાં જે ગુણો કહેલા છે તે ગુણો હલકુભોજન કરવામાં છે. નિદ્રા કરવામાં જે ગુણો કહેલા છે તે ગુણો આંખો મીંચી રાખવાથી થાય છે (૧) વાયુ વિના ની જગ્યાએ વિષે. રહેવામાં જેટલા ગુણો કહેલા છે તેટલા ગુણો કાન ઢાંકવામાં કહેલા છે અને બ્રહ્મચર્ય પ્રતિપાલન કરવામાં જેટલા ગુણો કહેલા છે તેટલા ગુણો કામને વર્જવામા કહેલા છે. (વેગ રોક્વો નહિ) मूत्ररोधाद्वद्भवेदंधो, बधिरो वायुरोधनात् । कुष्टी स्याच्छुक्रसंरोघात्, मृत्युः संधारणादपि ॥१॥ ભાવાર્થ : મૂત્ર રોકવાથી આંખે આંધળો થાય છે, વાયુ રોકવાથી કાને બહેરો થાય છે, વીર્ય રોકવાથી કુઠી થાય છે અને ૧૯૧ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મળ રોકવાથી મરણ થાય છે. (પક્વાન્નકાલ ) वासासु पनरस दिवसं, सीउण्हकालेसु मास वीसदीणा । ओगाहिमं जइणं कप्पइ, आरम्भपढम दिणं ॥१॥ ભાવાર્થ : વર્ષાઋતુમાં પંદર દિવસ, શીતકાળને વિષે એક માસ અને ઉષ્ણકોલને વિષે વશ દિવસ સાધુને તથા તમામને પ્રથમ દિવસથી આરંભીને મીઠાઇ કહ્યું, તેમાં પણ તે કાળ પહોંચ્યા પહેલા વર્ણગંધાદિકની ફેરફાર થાય તો ત્યાગ કરે. - આટા (લોટ)નો કાલ) पण दिनमिस्सो लुट्टो, अचालिओसावणेय भद्दवणे । चउआ सोअकत्तिय, मगसरणे समिति दिणा ॥१॥ पण पहुरमाहफग्गुण, पहुराचत्तारि चितवइसाहे । जिठाऽऽसाढेतिनन्निय, तेण परं होइ सचितो ॥२॥ ભાવાર્થ : નહિ ચાળેલો લોટ શ્રાવણ ભાદરવામાં પાંચ દિવસ મિશ્ર રહે આસો કાર્તકમાં ચાર દિવસ મિશ્ર રહે માગશર માસમાં ત્રણ દિવસ મિશ્ર રહે (૧) મહા ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર વૈશાખમાં ચાર પહોર અને જેઠ અશાઢમાં ત્રણ પહોર મિશ્ર રહે પછી સચિત્ત થાય (૨) ( લુંણનો કલ) वासासु सग दिनोवरिं, पनरस दिनोवरिंच हेमंते । जायइ सचित्त यं पुण, गिम्महे मासोवरि लोगं ॥१॥ ભાવાર્થ : વર્ષાઋતુમાં સાત દિવસ ઉપર તથા હેમંત ઋતુમાં પંદર દિવસ ઉપર તથા ગ્રીષ્મ ઋતુમાં એક માસ ઉપર લૂણ પાછું સચિત્ત થઇજાય છે. ૧૯૨ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મોન રહેવું. ) मूत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजनम् । संध्यादिकर्मपूजा च, कुज्जि पंचमौनवान् ॥१॥ ભાવાર્થ : મૂત્રત્યાગ, મળત્યાગ, મૈથુન, સ્નાન, ભોજન સંધ્યાદિ કર્મ, પૂજા અને જાપ આ તમામ ઉત્તમ માણસોએ મૌનપણે કરવા. ( અજીર્ણઉપર) ૧. દૂધનું અજીર્ણ થયેલ હોયતો ઉપર છાશ પીવી, ૨. મિષ્ટાન્ન લાડુ વિગેરેનું અજીર્ણ થયું હોય તો લીંડીપીપર તથા મીઠાની ફાકી ભરવી, ૩. ખીચડીનું અજીર્ણ થયેલ હોય તો સિંધાલૂણ ફાકવું. ૪ ઘઉંની રોટલી અજીર્ણ થયેલ હોય તો ચંચળ તથા અજમાની ફાકી લેવી, ૫. ચોખાનુ અજીર્ણ થયેલ હોય તો દૂધ પાણી મેળવીને પીવું. ૬. કેળાનું અઝીર્ણ થયેલ હોય. તો ઘી ખાવાથી મટે છે, ૭. ઘીઅજીર્ણ થયેલ હો તો લીંબુનો રસ તથા મરીની ફાકી લેવાથી મટે છે, ૮.તેલ તથા તેલના પદાર્થથી થયેલ અજીર્ણ કાંજી માર ખાટી છાશ વાપરવાથી મટે છે, ૯. કેરીનો રસ ખાવાથી અજીર્ણ થયેલ હોય તો દૂધ તથા પાણીમાં સુઠ નાંખીને ખાવાથી મટે છે. કેટલાક લોકો આવા કારણથી કેરીનો રસ વાપરતી વખતે તેમાં દૂધ તથા સુંઠની ભૂકી નાખીને ખાય છે. ૧૦. બહુ ખાંડ ખાવાથી અજીર્ણ થાય તો સુંઠને ઉકાળીને પીવી, ૧૧. ખીર-દૂધ પાકના અજીર્ણમાં મગનું ઓસામણ પીવું, ૧૨. બહુ જ લીલોતરી શાક ખાવાથી અજીર્ણ થાય તો સરસીયા તેલનો ઉપયોગ વિશેષ કરવો. એમ વૈદ્યક શાસ્ત્રો રહેલ છે. ૧૯૩ ૧૯૩) * For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ( દારૂ કોણે ન પીવો અમારા અભિપ્રાય પ્રમાણે દારૂ Alcohol) કોઈએ પણ પીવો નહિ, પણ “ફેમિલી ડોકટર” નામનું પત્ર જણાવેલ છે કે નીચે લખેલા માણસોએ દારૂ પીવો નહિ. ૧. જેનાં માબાપો કે કુટુંબીયો દારૂડીયા હોય, પાગલ હોય તથા નબળા ભેજાનાં હોય તેણે દારૂ પીવો નહિ. જેણે બચપણમાંકે જુવાનીમાં ઘણો દારૂ પીધો હોય તેણે પાછલી અવસ્થામાં દારૂ પીવો નહિ. જેઓ નબળા, પોચા મીજાજના અને ક્રોધી હોય અને જેને ખરાબ પોષણ મળતું હોય તેણે દારૂ પીવો નહિ. ૪. જેને માથામાં ઇજા પહોંચી હોય, જેને મગજનો ભયંકર વ્યાધિ હોય અને જેને લૂ-લાગી હોય તેણે દારૂ પીવો નહિ. જેના શરીરમાં ઘણી નબળાઈ હોય, અથવા મંદવાડ ગયા પછીની નબળાઈ ચાલતી હોય તેણે દારૂ પીવો નહિ. ૬. ખરાબ હવામાં, કારખાનાઓમાં અને ખાણોમાં સખત મહેનતનું કામ કરનારાઓ એ દારૂ પીવો નહિ. જેઓ એકાંતવાસમાં રહીને આનંદ મેળવવા ઇચ્છતા હોય તેમણે દારૂ પીવો નહિ. ૮. જેનો પોતાના મન ઉપર કાબુ ન હોય તેણે દારૂ પીવો નહિ. (મૂર્ખતા ઉપર રાજા તથા વાનરની ક્વા.) ગજપુર નગરને વિષેદુર્દમ નામનો રાજા હતો. અન્યદા વિપરીત શિક્ષા આપેલ ઘોડાએતેને ભયંકર અટવીમાં લઈ જઈને નાંખ્યોને ઘોડો મરણ પામ્યો. પછી તૃષા લાગવાથી પાણી માટે જ્યાં ત્યાં ભમતો હતો.તેને એક વાનરે દેખ્યો તેનું તાળવું, હોઠ, જીભ સુકાઈ ગયેલું મુખદેખી તેને તૃષાથી પીડિત જાણીને શીતલ પાણી પત્રોપુષ્પોવડે કરી ૧૯૪ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેની તથા પ્રકારે વાનરે સેવા કરી કે રાજા તેને પોતાના મિત્ર, પુત્ર, કલગથકી પણ અધિક પ્રેમપાત્ર માનવા લાગ્યો હવે પાછળ આવો પોતાના પરિવાર પાસેતે રાજાએ વાનરના સ્વરૂપને નિવેદન કરીને તેને સુખાસને વિષે સ્થાપન કરીને રાજા પોતાને નગરે લાવ્યો.ત્યાર બાદ તેને શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો પહેરાવીને રાજાએ પોતાનો અંગરક્ષક કર્યો. અન્યદા પલંગને વિષે સુતેલા રાજાના ઉદર ઉપર પડેલ સર્પને દેખીને અહો ! આ મહા અનર્થના હેતુભૂત છે એવું સંભ્રમથી જાણીને તે નિર્વિવેકી પહેરીગર અંગરક્ષક વાનરે પોતાના હાથમાં રહેલ તીક્ષ્ણ તરવારનો ઘા સર્પ ઉપર કરવાથી તે સર્પ અને તેની નીચે રહેલ રાજા બન્નેના કટકા થયા અને બંને જણ મરણને પામ્યા તેથી ભક્તિવાળો વાનર પણ મૂર્ખપણાથી રાજાના મરણના હેતુભૂત થયો. (હાસ્ય મૂરખ ભરટક ક્યા) કોઇક ગામને વિષે કોઈ ભરટક પ્રિ-પુત્રા કલારહિત દુષ્કાળને વિષે ભિક્ષાર્થે ફરતો કોઇક ધોબીના ઘરને વિષે ગયોને ત્યાં સાંજે કરંબો ખાધો. ત્યારબાદ પોતાના ગામથી નીકળીને ઘણા ગામ નગરોને વિષે ફરીને શુભ ભાગ્યના ઉદયથી, મધુપુર નગરના સ્વામી નરચંદ્ર રાજાનો પુરોહિત થયો. ત્યાં તેણે ગોવિંદ એવું પોતાનું નામ પ્રગટ કર્યું. અનુક્રમે તે રાજાનો અત્યંત પ્રસાદપાત્ર થયો ? કિંબહુના તેનું કરેલું કાર્ય સારૂં અગર ખોટું પણ રાજા બહુમાન્ય કરવા લાગ્યો, કારણ કે પુરૂષોનુ ભાગ્ય નિશ્ચય સ્થાનાંતરિત હોય છે. અન્યદાતે નગરને વિષેગીત કળામાં કુશળ કુશળ નામનો ન આવ્યો, તે રાજાને પોતાની પુરાણી પણ વિસ્મય કરવાવાળી કળાને દેખાડવા લાગ્યો, પરંતુ તેની કળાને રાજા જાણે દેખતો જ ન હોય તેમ દાન કાંઈ પણ આપે જ નહિ, તેથીએક મધ્યમ પુરૂષે નટને કહ્યું કે હે નરોત્તમ ! જેમ ઉત્તર દિશાના પવન વિના મેઘ ન વરસે તેમ પુરોહિતની સંમતિ વિના રાજા તને દાન નહિ આપે, માટે તું પ્રથણ ૧૯૫) ૧૯૫ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પુરોહિતના પાસે તારી કળાદેખાડ. તેના વચનવડે કરી રાજા તને ઘણું દાન આપશે.તે સાંભળીને કુશલ નટ પુરોહિતને ઘરે જઇને સમગ્ર લોકોથી પૂર્ણ તેની સભાને વિષે જઇને વિશેષ પ્રકારે વિસ્મયને કરનારી અને નાના પ્રકારના વેષો કરવા વડે કરી મનોહારી, તથા નાના પ્રકારના પુરોહિતના પુરૂષોના ચરિત્રને વિસ્તાર કરવાવાળી તેમજ પૂર્વના શાસ્ત્રોને અનુસરનારી એવી પોતાની કળાને દેખાડી, પરંતુ ચિત્રાને વિષે આળેખેલા ચિત્રના પેઠે તે કલાને કાંઈ પણ જાણી નહિ, પોતે હર્ષને ન પામ્યો, તેમજ સંતુષ્ટ પણ ન થયો. ત્યારબાદ તે નટ ખેદ પામીને રાત્રીને ચોથે પહોરે પણ નાચતો અત્યંત ખેદને પામ્યો ને ઈશ્વરના વેષથી નાચવાનું કરીને તૈયાર થયો. તેણે હાથમાં મનુષ્યની ખોપરી ધારણ કરી, હાથમાં, કાનમાં સર્પોને ધારણ કર્યા, કંઠને વિષે રૂંડમાળા નાંખી, ત્રીજા નેત્ર સહિત દેદીપ્યમાન લલાટ કર્યું, ખોળાને વિષે પાર્વતીનું રૂપ ધારણ કર્યું, મહામાયાને પ્રગટ કરી હાથીના ચામડામાંથી રૂધિરના બિંદુ ઝરતા હતા તેને કમ્મરે બાંધી તેમજ શરીર ઉપર બહુ ભસ્મને ચોળીને પીળી જટાજૂટને ધારણ કરીને તથા શરીરના તેજથકી સૂર્યના પણ તેજને જેણે જીતેલ છે. તેવા શરીરથી તેમજ મસ્તકને વિષે ગંગાના પ્રવાહને ધારણ કરી, ચંદ્ર, ચંદન, મોતી, કપૂરની સમાન ઉજજવલ કાયા ધારણ કરીને તથા ઉંચા શીંગડાવાળા બળદના આસન ઉપર બેસીને મહાદેવના ભક્તને પુરોહિતના મનની તુષ્ટિને માટે બોલ્યો કે ભરડકચરિયું પવખામિ. એ સાંભલી આ પાપી ધોબીને ઘરે ખાધેલ કરંબાનું મારું ચરિત્ર રખેને કોઇને કહે એવું જાણીને તેનો અવસર ભાંગવાને માટે તેને ઘણું સુવર્ણાદિદાન આપ્યું, તેથી તે દાન ઘણું હતું તેને દેખ્યા છતાં પણ સભાના લોકોએ તેને બહુધનાદિક આપ્યું. તેથી તે નટે વિચાર કર્યો કે મહાદેવના ચરિત્રના પ્રારંભમાં જ આવું દાન ભરટકે આપ્યું, તો તેનું ચરિત્ર પૂર્ણ કહેવાથી તો કેટલું દાન આપશે તે હું જાણતો નથી, ન ૧૯૬ - For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેથી બીજા દિવસે પણતેમજ કર્યું. પુરોહિતે પણ તેને બહુ દ્રવ્ય આપીકાઢયો,ત્રીજે દિવસે પણ બહુ દાનનો લોભી થઇને આવ્યો ને બોલ્યો એટલે તે મહામૂર્ખ ભરટક બોલ્યો કે હે પાપીષ્ટ ! શું બોલે છે ? શું કહે છે ? કહી દે ? મેં ધોબીને ઘરે કરંબો ખાધો છે. હવે તારે કાંઇ બીજું કહેવું હોય તો કહી દે. આવી રીતે તેના વચનને સાંભળીને હાસ્ય પૂર્વક બધાએ તેનો તિરસ્કાર કર્યો કે હા હા ! આ દુરાચારી પુરોહિતે અમો બધાને વટલાવી માર્યા. તે સાંભળીરાજાએ પણ તેની બહુ વિડંબના કરી નગરથી બહાર કાઢયો આવી રીતે પોતાની મૂર્ખતાના દોષથી તે બધી જગ્યાએ વિશેષે કરીને દુઃખી થયો. સિંહને જીવાડનારા ત્રણ મૂર્ખ બ્રાહ્મણોની ક્યા. એક ગામને વિષે ચાર બ્રાહ્મણો હતા અને તેઓ અરસપરસ પરમ પ્રીતિભાવ યુક્ત હતા. તેના મધ્યે ત્રણતો શાસ્ત્રોને જાણવાવાળા હતા, અને ચોથો પણ અત્યંત સારી બુદ્ધિવાળો હતો. એકદા પ્રસ્તાવે તે ચારે જણા અરસપરસ કહેવા લાગ્યા કે અહો ! જેનાથી રાજાને રંજ કરી ઘણી લક્ષ્મી ઉપાર્જન કરીએ તે જ વિદ્યા ગુણ કહેવાય છે તે માટે આપણે સર્વે ધન ઉપાર્જન કરવા માટે પૂર્વ દિશાને વિષેગમન કરી એ એમ કહીને તે ચારે બ્રાહ્મણો પૂર્વદિશાતરફ ચાલ્યા માર્ગે ચાલતા તેમાંથી એક પંડિતે કહ્યું કે આચોથો અત્યંત મૂર્ખ છે,પોતાના આત્માને ફક્ત સારી બુદ્ધિમાનવાવાળો છે, કેવળ બુદ્ધિને જ જાણે છે, માટે આને આપણે સાથે લેવો લાયક નથી. તે સાંભળી બીજો પંડિત તે ચોથાને કહે છે કે હે બ્રાહ્મણ !તારા પાસે વિદ્યા નથી, માટે તું ઘરે ચાલ્યો જા.તે વખતે ત્રીજો પણ બોળ્યો કે આને આવવા માટે નિષેધ ન કરવો, કારણ કે બાલ્યાવસ્થાને વિષે પણ હું આના સાથે ક્રીડા કરીને મોટો થએલ છું તે કારણ માટે તે પણ સુખેથી ભલે આપણાસાથે આવે. આપણે દ્રવ્ય ઉપાર્જન કરશું તેમાં તેનો પણ ભલે ભાગ હો ! કહ્યું છે કે ૧૯૭ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ किं तया क्रियते लक्ष्म्या, या वधूरिव केवला । या चेवश्येव सामान्या, पथिकैरुपभुज्यते ॥१॥ ભાવાર્થ : તેવી લક્ષ્મીને શું કરવી હતી કે જે કેવલ વધુના પેઠે એકને જ ભોગવવા કામમાં આવે છે માટે વેશ્યાના પેઠે સામાન્ય અગર તમામ માણસોના ઉપભોગમાં આવે તેવી લક્ષ્મી કામની છે. આવી રીતે કહી અરણ્યમાર્ગે તેઓ ચાલતા ચાલતા એક કોઇ જળાશય પાસે પહોંચ્યા ત્યાં તેઓએ સિંહના હાડકા દેખ્યા તે લોકોએ પરસ્પર કહ્યું કે આપણે તમામ પોતપોતાના વિદ્યાની પરીક્ષા કરીએ તો સારું, કારણ કે આ પરીક્ષા કરવાનો વખત સારો છે, આ કોઇ જીવ મરી ગયેલો છે, તેને વિદ્યાથી સજીવન કરવો જોઇએ, ત્યારબાદ એક જણાયે મંત્રના પ્રભાવથી સિંહના હાડકાને સાંધી દીધા, બીજાએ તેના અંદર ચામડી, રૂધિર, માંસ ઉત્પન્ન કર્યા હવે ત્રીજો લેવામાં તેને વિષે જીવ સંસારવાનો ઉપક્રમ કરે છે, અને કેટલામાં મંત્રી ભણે છે તેટલામાં તે ચોથા સારી બુદ્ધિવાળા બ્રાહ્મણે કહ્યું કે હે મિત્ર ! તું આ સિંહને સજીવન ન કર,કારણકે તે જેવો સજીવન થઈ ઉઠયો તુરત આપણને સર્વને ભક્ષણ કરી જશે. ત્યારે ત્રીજાએ કહ્યું કે શું તું મારી વિદ્યાને નિષ્ફળ કરવા ચાહે છે ? એટલે ચોથાએ કહ્યું કે હે મિત્ર ! તારે તું જરા થોડી વાર સબુરીકર કે હું વૃક્ષના ઉપર ચડી જાઉં.એમ કહી જલ્દીથી તે વૃક્ષના ઉપર ચડી ગયો અને તે બ્રાહ્મણે સિંહને સજીવન કરવાથી તુરત તેણે ઉઠીને તે ત્રણે વિદ્યાવાળા પંડિતોનું ભક્ષણ કર્યું અને વનને વિષે ચાલ્યો ગયો ત્યારબાદ તે ચોથો બુદ્ધિમાન હતો, તે સર્વેની વસ્તુઓને લઈને ઘરે ગયો અને સુખી થયો. એવું જાણી વિવેકબુદ્ધિરહિતા વિદ્યા પણ કામની નથી, તેમજ કલ્યાણને કરનારી નથી. (મૂર્ખતાને વિષે કેશવભટ્ટ ક્યા) ધનાવાસપુરને વિષે ઘણા ગોવાળીયાઓ રહેતા હતા ત્યાં બહુ ૧૯૮ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જ ધનધાન્યાદિ ઋદ્ધિવંત સૂરણ નામના ગોવાળીયાને અત્યંત મૂર્ખાસુરમા નામની માતા હતી. એકદા વર્ષાકાળે ધાન્યાદિકી અભિલાષાથીતે સુરમાના પાસે ઘણા શાસ્ત્રને ભણનારો કેશવ નામનો ભટ્ટ આવ્યો, તેથી તેના પાસે પ્રાતઃકાળથી આરંભીને એક પહોર સુધી મોટો ઘાંટો પાડીને તેના પાસે ભાગવત વાંચવા માંડ્યો, પરંતુ તે જડ છે, તેથી કાંઇપણ જાણતી નથી તેમજ તુષ્ટમાન થતી નથી, તેમજ કાંઇપણ આપતી પણ નથી ઊલટું તેણે પુત્રના પાસે એકદા પ્રસ્તાવે કહ્યું કે હે પુત્ર ! નિશ્ચય આ ભટ્ટને કોઈક મહાન રોગ ઉત્પન્ન થયેલો છે, તેથી આ પ્રાતઃકાળથી માંડીને એક પ્રહર સુધી બરાડા પાડયાકરે છે, પોકારો કર્યા કરે છે, તેનું વચન સાંભળીને મૂર્ખશેખર તે પણ વિચાર કરવા લાગ્યો કે આગળ ઉપર મારો પણ એક પાડો એવી રીતે પોકારો પાડયા કરતો હતો પરંતુ તેને ડામ દેવાથી તેને સમાધિ થઈ હતી, માટે આ ભટ્ટની પણ તે જ પ્રતિક્રિયા કરવાથી તેને શાંતિ થશે. આવી ચિંતવના કરીને પોતાના પુરૂષો પાસે તેના હાથપગ પકડાવીને તેના દશ દ્વારને વિષે ડામ દઈને ચોડી દીધો. આવી રીતે પરાભવને પામેલો ભટ્ટ વિચાર કરવા લાગ્યો કે હા હા ! મૂર્ખને ઉપદેશ કરવાનું ફલ મેં ડામ મેળવવાથી લીધું, એવું ચિંતવન કરી મૌન ધારણ કરી ત્યાંથી પલાયમાન થઈ ગયો. એવી રીતે મૂરખને ઉપદેશ આપવાથીકેવળ અનર્થ જ થાય છે. ( વિવાહ સ્વરૂપ) विशेिषेण संसारभार वहनमेव विवाहः । ભાવાર્થ : શાસ્ત્રકાર મહારાજા વિવાહના સ્વરૂપને બતાવવા પ્રથમ વિવાહ શબ્દના અર્થને દેખાડે છે. વિશેષ કરીને સંસારના ભારને વહન કરવો તે જ વિવાહ કહેવાય છે અર્થાત્ વિવાહ કરવાથી સંસારવૃદ્ધિ થાય છે અને દરેક ભવને વિષે અનેક દુઃખોને સહન કરવા પડે છે તે દેખાડે છે તથા પુનીત્તપરીવર્તન , વં સ્વપુખ્યત્વે M૧૯૯૫ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરાવર્તય-પાપHીરુ સોપારીના ફલના પરાવર્તનના ન્હાનાવડે કરીને તું પણ તારું પુણ્યફલ પરાવર્તન કર એટલે તારું પુણ્યફલ હારી જા અને પાપને અંગીકાર કર. તિ જ્ઞાપને સાત્વેિન પર નૃત્ય સંપૂરા મિષણ સ્વધર્મપાત્રરુપે બંન્ને બચતે એવી રીતે જણાવ્યા છતાં પણ સાહસિકવૃત્તિવડે કરીપરાવર્તન કરી શરાવ સંપૂટ ના ભાંગવાના મિષવડે કરીને એટલે શરાવ સંપુટને ભાગીને પોતાનું ધર્મ પાત્ર રૂપ મંગળને ભાંગે છે તે શ્રશ્ન: નાસા નૃત્વી જ્ઞાતિ ત્યારબાદ તેને સમજાવવાને માટે સાસુનાસિકા તેના નાકને ખેંચીને જણાવે કે હે નટકા માણસ! પરણવામાં કાંઈ પણ સાર નથી. રંતુ સર્વત્રામીનપાત્ર ભવિષ્યતિ – સર્વ જગ્યાએ તું અપમાનને પાત્ર થઇશ. તપ ને રેતયતિ – એવું કહ્યા છતાં પણ આ મૂર્ખ માણસ ચેતનો નથી. પુનરપ-બીઝ મુશન ધૂસર-ત્રી-gifમા શ્રઃ જ્ઞાતિ- વળી પણ બાણ-મુશળ-ઘોસસુતરનો તાગડો ઇત્યાદિક પોંખણાવડે કરી પોંખવાના મિષ વડે કરીને સાસુ તેને જણાવે છે, સમજાવે છે. મH પુત્રી નયનાબારેવ તવ નાણઃ જેમ કોઇયે કોઇકને માર મારવાને માટે તાકીને બાણ મારવાથી તેનો નાશ થાય છે, તેમ માહરી પુત્રીના નેત્રરૂપી બાણવડે કરીને તારો નાશ થશે. આવી રીતે સમજાવ્યા છતાં પણ બુદ્ધિહીન તે કહે છે કે નાશ થાય તો થાય પણ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તેને છોડી શકાશે નહિ. તવ બુદ્ધિમુતરુ પવિષ્યતિ – એવી રીતે કહ્યા છતાં પણ ન માન્યો ત્યારે સાસુએ કહ્યું કે તારી બુદ્ધિ મારી દીકરીનું પાણિ ગ્રહણ કર્યા પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હશે તો પણ મુશળ જેવી જાડી થઈ જશે એટલું જ નહિ પણ જેમ ખારણીયામાં નાખેલી વસ્તુને મુશળવડે ખાંડવામાં આવે છે તેમ મારી પુત્રી જીવતા સુધી તને ખાંડશે મુશળવડે કરી તને કુટશે એટલે તે અજ્ઞાની બોલ્યો ભલે તેમ કરે, પરંતુ તે તો મારે પહેલી. અર્થાત્ મારાથી તેને છોડી શકાશે નહિ, તોપણ દયાને ધારણ ન ૨00 For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી સાસુએ તેને સમજાવવા ફરીથી કહ્યું કે સંસારપ્રHTHIRવદને ધૂસરાં મમ પુત્રી તવ થાયfમ- જેમ કોઈ વાહનમાં ભાર નાખી તેને વહન કરવા માટે વાહનનો માલિક વાહનનું ધોસણું, બળદ અગર ઘોડાના સ્કંધ ઉપર મૂકીને ફેરવે છે તેમ સાસુ બોલી કે સંસારચક્રવાલને વિષે વારંવાર પરિભ્રમણના ભારને વહન કરવા માટે, ધોંસરા સમાન મારી પુત્રી હું તારા ગળાને વિષે સ્થાપન કરું છું તેથી તારે સંસારમાં પરિભ્રમણ કરવું પડશે, એટલું જ નહિ પરંતુ બળદઘોડાને ભાર ઉપાડતા છતાં પણદોરડાના, લાકડીના મુઠીના કાટુના, આરના માર ખાવા પડે છે તેમ મારી દીકરીના સોયની અણી જેવા દુર્વચનો સાંભળવા પડશે. મારી દીકરી કોઇવાર હાથથી કોઇવાર લાતથી કોઇવાર થાળીથી કોઈ વાર લોટાથી, કોઈવાર વેલણથી, કોઈવાર દોરડીથી, કોઈવાર લાકડીથી તારો કચ્ચરઘાણ કાઢી નાખશે, માટે હજી બગડી ગયું નથી, સમજવું હોય તો સમજ, એટલે ગમાર માણસ બોલ્યો કે તે તમામ હું સહન કરીશ પરંતુ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તેને છોડી શકાય નહિ. ત્યારે સાસુ બોલી કે મતો નીવાં સૂત્ર સા કર્તવ્ય-જ્યારે તારી એવી જ મરજી છે તો નિરંતર તું નીચ કર્મ નીચકામો કરવારૂપ સૂત્રને સદાકાંત્યા કરી ત્યારે અજ્ઞાની બોલ્યો કે તે પણ કરીશ પણ તે તો મારે પહેલી અર્થાત્ મારાથી તને છોડી શકાશો નહિ. રૂરિયાદ્વિજ્ઞાપને मूढो मायरायां प्रविश्य मायामेवांगीकृत्य चतुरिकायाः चतुर्भमणेझंपांदा તું મુદ્યતે– ઇત્યાદિ પ્રકારે અત્યંત જણાવ્યા છતા પણ નહિ માન તો મૂઢ માણમાં યરાને વિષે પ્રવેશ કરીને માયાને જ અંગીકાર કરીને ચોરીના ચાર ફેરા ફરવા માટે ઝુંપાપાત કરવા ઉદ્યમ કરવા લાગ્યો તેવામાં પરણનારી કન્યા તેનેસ મજાવવા નીચેની ક્રિયા કરવા લાગી. તથાપિ ત્રિ તૌકંસાર ત્વી જ્ઞાતિ-સ્ત્રી તેન જૂઠો બેઠો કંસાર આપી ખવરાવીને જણાવે છે. રે પૂર્વ ! વિવાર, M૨૦૧ ૨૦૧ ~ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ आचारविचारिपत्रपालज्जा दुरिकरणे तव मम निर्वाहो भविष्यती ति જ્ઞાપનેfપ મૂઠો ને દ્યતે – રે રે મૂર્ખ ! વિચાર કર, મને પરણીને તારે આટી જવાનું નથી. અત્યારે તું એક જ છો પરંતુ મારું પાણિગ્રહણ કર્યા પછી આપણે બે થશું તે વખતે આચાર, વિચાર, લોકવ્યવહાર, ત્રપા, લજ્જા, મર્યાદા પુન્યકર્માદિ સર્વ દૂર કરીને તારો અને મારો તારે નિર્વાહ કરવો પડશે. આવું જણાવ્યા છતાં પણ મૂઢ માણસ જયારે બોધપામતો નથી ત્યારે બ્રાહ્મણ કહે છે. તેવા ब्राह्मणोवक्ति पुण्याहं पुण्याहं सावधान सावधान रे मूर्ख, विचारय ! અધુના પિતવ પુતિવસોડસ્તિ સાવધાની નવ ! ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે પુન્યનો દિવસ છે પુન્યનો દિવસ છે. સાવધાન થા ? સાવધાન થા ? રે મૂર્ખ ! વિચાર કર હાલમાં હજી પણ તહારો પુન્યનો દિવસ છે. હજી કાંઇ બગડી ગયું નથી. અને આ કન્યાનું પાણિગ્રહણ કરવામાં કાંઈ પણ સાર નથી માટે સાવધાન થા, અને કાંઇક બુદ્ધિધારણ કરી સમજી જઈ પરણવાનો વિચાર માંડીવાળ તપિઝંગીર પશિવ દ્ધો મૂડો નીવો બંધન મેવાંજિયતે – આવી રીતે કહ્યું તો પણ કર્મ જંજીરરૂપ પાલવડે કરી બંધાયેલ મૂઢજીવ ચૈતન્યને છોડી દઈ બંધનમાં પડવા માટે જ તૈયાર થઈ રહ્યો, અર્થાત ગમે તેમ હો પણ તે તો મારે પહેલી, મારાથી તેને છોડી શકાશે નહિ તેવા સ્ત્રી વરસાર પીરુ વંધને તેણે મય તીતિ - ત્યારે સ્ત્રી વરમાલારૂપ પાશબંધન તેના ગળાને વિષે અર્પણ કરે છે. પશ્ચાત્ વૃદે आनयनात् यथा यथा अनुभवति तथा तथा गाढं परितप्य खेदं कुरुते જિંજ જિ, િછમિ,ચીઝે, પૂરોનિ, રે રૂશ્વર ! થે निर्वहिष्येहं, हे भगवन् ! मम स्त्रिपरिग्रहात् मोचय मोचय ? परमेश्वर ! गृहपाशात् मम मोचय मोचय ? त्वमेव शरणं मम इत्यादि बाढं विलपन् आर्तध्यानोपगत् : घोरातिघोरसंसार सागरे चतुर्गस्था परिभ्रमणं ફરતે પરંતુ પૂર્વમેવ ગનાન વુષ્યન્ત પછી પાણિગ્રહણ કર્યા બાદ સ્ત્રીને (૨૦૨) For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘરે લાવ્યા પછી જેમ જેમ અનુભવ થાય છે તેમ તેમ બહુજ ખેદ કરે છે, આર્તધ્યાન કરે છે, હવે હું શું કરું ? કયાં જાઉં ? કોના પાસે પોકાર કરું હે ઇશ્વર ! હું હવે નિર્વાહ કેવી રીતે કરીશ ! હે ભગવન્! મને તું આ સ્ત્રીરૂપી પરિગ્રહથી મુક્ત કર ! હે પરમેશ્વર ! આ ગૃહપાશથકી મુક્ત કર ! મુક્ત કર ! મને તો તમારું જ શરણું છે. ઈત્યાદિ અત્યંત વિલાપ કરતો આર્તધ્યાનને વશ થયેલો ઘોરાતિઘોર સંસારને વિષે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ પ્રથમથી જ લોકો બોધ પામતા નથી એ પ્રકારે વિવાહનું સ્વરૂપ કહ્યું. વાસ્તવિક રીતે દીર્ઘ દૃષ્ટિથી જોતાં મનુષ્યો જો વિચાર કરે તો પાણિગ્રહણમાં કેવળ દુઃખ જ છે. પ્રથમ એકાકી માણસ હોય ત્યારે ફક્કડ તેમજ કોઈ પણ પ્રકારની ચિંતા રહિત હોય છે. પાણિગ્રહણ બાદ એકના બે અને બેના ચાર થયા પછી આ જીવ તમામ બાબતની કેવલ લાભની લાલસામાં પડવાથી તથા તમામના રક્ષણ અને ઉદરપોષણની ઉપાધિમાં રક્ત રહેવાથી સંસાર વ્યવહાર માર્ગ ધર્મમાર્ગ જ્ઞાનમાર્ગ પોતાના ઉદ્ધારનો માર્ગ ભૂલી જઈ મારી સ્ત્રી મારું ઘર મારા બચ્ચા મારી લક્ષ્મી કરી કરીને મરે છે. તેનું મૂળ કારણ એક વિષય વાસના જ છે, એક વિષયને લઈને જ આટલું બધું દુઃખ અને ભવની પરંપરાને સાથે લે છે અને સ્ત્રીઓ પણ એક જ વિષય વાસનાને લઈને જ ગર્ભાવાસના દુ:ખ, બાળ બચ્ચાના મળ મૂત્ર મેલ વિગેરેને ચુંથી તેમજ ચુલો સ્કવો, તાપ,સહન કરવો, ધૂમાડો ખાવો, દળવું, ભરડવું, ખાંડવું, લુગડા ધોવા, ખાટલા પાથરવા, ઉપાડવા, એઠવાડો કાઢવો,પાણી ભરવું, ગળવું, ઘરનું તમામ કામકાજ કરવું વિગેરેમાં જે જે કષ્ટો થાય છે તે સર્વને સહન કરે છે, પરંતુ વિષયવાસના ન હોય તો આ ઉપરોક્ત પૈકી કોઇપણ દુઃખ બન્ને જણા ભોગવી શકતા નથી, વળી અરસ પરસ પોતાની માંદગીથી, બાળબચ્ચાની માંદગીથી સ્વજનવર્ગની માંદગીથી, બીજી કોઈ પણ ૨૦૩ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપત્તિથી આ જીવો રાત્રિદિવસ શોક સંતાપને ધારણ કર્યાથી બળ્યાઝળ્યા રહે છે, અને લક્ષ્મી વિના ઘરબાર, લુગડા, લત્તા, ખાવાપીવા પહેરવા, ઓઢવા વિગેરેનું અને સંસારવ્યવહારમાં પણ પૈસો પાસે નહિ હોવાથી લગ્ન, સીમંત આણા પરિયાણા અને લેવડ દેવડને પ્રસંગે આ જીવોઆર્તધ્યાન કરી ખાધું પીધું કોલસા કરી દારૂણ દુ:ખ ભોગવે છે. આ સર્વ પ્રતાપ પાણિગ્રહણનો જ છે માટે તેનાથી જે ચેતે છે તે જ દુઃખથી બચે છે. (ગીના પરાભવને વિષે વયજી દૃબીની ક્યા) ભાણવાટકનામના ગામને વિષે જયંત નાનો એક કુટુંબીક રહેતો હતો.તેને અત્યંત કઠોર વાઘણના સમાન ઘોર રૂપવાળી, કલેશ કરવામાં દુઃખે કરીને વારણ કરી શકાય એવી,કુશને વિષે કલંકને ઉત્પન્ન કરનારી, માયા કપટ કરનારી, પોતાના સ્વામીના ઉપર સ્નેહવર્જિત વયજી નામની સ્ત્રી હતી તે પતિના સાથે તેમજ પરિવારના સાથે કાયમ કલેશકરતી હતી. કિંબહુના ? પતિ તો કલેશનકંદને ઉત્પન્ન કરનારી હોવાથી તેના માટે પોતાના પ્રાણને પણ અર્પણ કરી દે તેવો હતો. આવી રીતે નિરંતર તે બન્ને જણા અરસ પરસ એક બીજાના મર્મને ઊઘાડતા કલેશને કરતા તેના લેશમય શબ્દોથી અત્યંત ઇતરાજી થઈ, કાયર થઈ, તેના સમીપ ભાગને વિષે રહેલાવડવૃક્ષના ઉપર વસનારો કોઇક ભૂત ત્યાંથી નાશીને કોઇક બીજા નગરની સીમને વિષે રહેલ સરોવરના કાંઠા ઉપર રહેલ વડવૃક્ષ ઉપર વાસ કરીને રહ્યો એવામાં જયંત પણ બારીથી ઉદ્વેગ પામીને રાત્રિએ નાસીને ભમતો ભમતો તે જ સરોવરની પાળ ઉપર રહેલ ભૂતાધિષ્ઠિત વડવૃક્ષના નીચે આવીને રહ્યો ત્યારબાદ તે ભૂતે પણ તેને ઓળખીને અને પાડોશીની પ્રીતિવડે કરીને, પ્રગટ થઇને સ્વાગતપૂર્વકર યથોચિત તેની આગતાસ્વાગતા કરી. ત્યારબાદ તું કોણ છે ? આવો પ્રશ્ન જયંતે કરવાથી તે બોલ્યો કે હે મિત્ર ! તારા ઘરના M૨૦૪ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નજીક ભાગમાં રહેલ વડવૃક્ષને વિષે નિવાસ કરનાર હું ભૂત છું, તારી સ્ત્રીના કલેશમય વચનોથી ઉદ્વેગ પામીને અહીં આવીને વસેલો છું. તે કારણ માટે હું તારો સત્કાર કરું છું. હવે તું સાંભળ અહીં જે રાજપુત્રી રમે છે, તેને હું વલગુ છું. તે તારા સ્પર્શ કરવાથી જ નિરોગી વળગાડ રહિત થશે. તેથી તુષ્ટમાન થયેલો રાજા તને ઘણું ધન આપશે, આવી રીતે કહીને ત્યાં ક્રિડા કરનારી રાજપુત્રીને ભૂત વળગ્યો તે વાત જાણીને તે સમયે રાજાએ નગર મધ્યે પડહ વગડાવ્યો કે જલ્દીથી કોઈ મારી પુત્રીને સજજ કરશે તેને હું ઇચ્છિત ધન આપીશ, તે સાંભળી જયંત તે પટને સ્પર્શ કરીને રાજાએ આપેલા ધનને મેળવી સુખી થયો. અન્યદાતે જ ઠેકાણે રમતા એવા એક મનોહર રૂપવાળા સાથે વાહના છોકરાને તે જ ભૂતે ગ્રહણ કરેલ જાણી અને તે જ પ્રકારે સજજન કરવા આવેલ જયંતને દેખીને ભૂત બોલ્યો કે હે જયંત ! તું અહીં શું કામ આવેલ છે ? હું આને છોડનાર નથી, તે સાંભળી બુદ્ધિ ઉત્પન્ન થવાથી જયંત બોલ્યો કે તું અહીંથી જલ્દી નાશી જા, કારણ કે મારી સ્ત્રી વયજી આવી છે, તે તું મારો મિત્ર હોવાથી તને હું કહેવા માટે આવેલ છે. આવી રીતના વચન સાંભળી ત્યાંથી ભૂતે કાકનાશ-પલાયન કર્યું અને જયંતે સાર્થવાહ પાસેથી પણ ઘણું ધન મેળવ્યું. सङ्गम १ कालसोरिअ २ कविला ३ इंगाल ४ पालयादोवि ६ M છેલ્વે મળી, ૩ઃાનવરો વેવ II इति आगमे तथा उपदेशरत्नाकरे ભાવાર્થ : સંગમ દેવતા ૧, કાલકસૂરિયોકસાઇ ૨, કપિલાદાસી ૩,અંગારમર્દન આચાર્ય ૪, બે પાલક પ-૬ તથા ઉદાઈ રાજાને મારનાર કુલ સાત અભવ્યો થયા છે आगमे देशनानिषेध सावज्जण वज्जाणं, वयणाणं जो ण जाणइ विसेसं । ૨0૫ ભાગ-૬ ફર્મા--૧૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ वुत्तुपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥१॥ ભાવાર્થ : સાવદ્ય વચન વર્જીને બોલવું, તે સિવાય બોલવું નહિ, તેમજ આ સાવદ્ય છે કે નિરવ વચન છે તેનું વિશિષ્ટપણે જે જાણતો નથી તેને એક વચન માત્ર બોલવું પણ લાયક નથી, તો તેને ધર્મદેશના તો આપી કેવી રીતે શકાય અર્થાત્ ન જ આપી શકાય. આ ઉપરથી વ્યાખ્યાન કરનારાઓને ભાષા ઉપર બરાબર કાબૂ રાખવાનો ધડો લેવાનો છે. पांच भावना कांदी कैल्विषी चैव, भावना चाभियोगिकी । दानवी चापि सम्मोही,त्याज्या पंचतयी च सा ॥१॥ कांदप प्रमुखाः पंच, भावना रागरंजिताः ।। येषा हृदि पदं चक्रु क तेषां वस्तुनिश्चयः ? ॥२॥ इति ज्ञानार्णवे ભાવાર્થ : કામચેષ્ટા ૧, કલેશકારિકા ૨, યુદ્ધભાવના ૩, આસુરી (સર્વભક્ષિક) ૪, અને સંસાર ઉપર મોહ ઉત્પન્ન કરનારી પઆ ઉપરોક્ત પાંચ ભાવનાનો ત્યાગ કરવો. કાંદર્પ આદિ પાંચે ભાવના રાગરંજિત. જેઓના હૃદયમાં સ્થાન કરે છે તેઓને વસ્તુતત્ત્વનો નિશ્ચય કયાંથી હોય? અર્થાત્ આ પાંચે ભાવનાવાળા જીવો સંસારી કરણીમાં દઢ બંધાઇ, એવા પ્રકારના કર્મ કરે છે કે જે કર્મોને લઇને પરમાત્મા, પરમાત્માના વચનો, પરમાત્માનો માર્ગ, પરમાત્માના વચનોનું તત્ત્વ શું છે તે કોઇ પણ પ્રકારે નહિ જાણતા દીર્ઘ કાળ સુધી સંસારને વિષે પરિભ્રમણ કરનારા થાય છે. अक्षों हिणी सेनास्वरुपम् दशनागसहस्त्राणि, नागे नागे शतं रथम् । रथे रथे शतं अश्वं, अश्वे अश्वे शत नरम् ॥१॥ अयुतं गजानां प्रयुतं रथानां, नवलक्षयोद्धादश लक्षवाजिनाम् । ૨૦૬ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ उदारभृत्याः षटिंत्रं शलक्षा, अक्षौहिणीसैन्यं मुनयो वदंति ॥२॥ इति धर्मकल्पद्रुमे ભાવાર્થ : તેમાં દસ હજાર હાથીઓ હોય છે. પ્રત્યેક હાથીએ સો સો રથો હોય છે, રથે રથે સો સો ઘોડાઓ હોય છે, ઘોડ ઘોડે सो सो पु३षो डोयछे. (१) ६स 31२ थीमो सास २थो, नव લાખ યોદ્ધાઓ, દસ લાખ ઘોડાઓ અને છત્રીસ લાખ ઉદાર વૃત્તિવાળા સેવકો હોય છે. આવા પ્રકરણવાળા સૈન્યને મુનિઓઅક્ષૌહિણી સેના કહે છે. એ પ્રમાણે ધર્મકલ્પદ્રુમને વિષે કહેલ परोपकारस्वरुपम् परोपकारः कर्तव्यः, प्राणैरपि धनैरपि । परोपकारजं पुन्यं, न स्यात् कुतुशतैरपि ॥१॥ धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तोवरं त्यागो, विनाशे नियते सति ॥२.।। रविश्चंद्रो घनावृक्षा, नदीगावश्च सज्जनाः । एते परोपकाराय, युगे दैवेन निर्मिताः ॥३॥ तृणं चाहं वरं मन्ये, नरादनुपकारिणः । घासो भूत्वा पशून् पाति,भीरुन्पाति रणांगणे ॥४॥ आत्मार्थ जीवलोकेऽस्मिन्, को न जीवति मानवः ?। परं परोपकारार्थ, यो जीवति स जीवति ॥५॥ परोपकारशून्यस्य, धिङ्मनुष्यस्यजीवितं । जीवं तु पशवोयेषा, चर्माप्युकरिष्यति ॥६॥ इति सुभाषित रत्नभांडागारे ભાવાર્થ : ઉત્તમ જીવોએ પોતાના પ્રાણ તેમજ ધનવડે કરીને પરોપકાર કરવો, કારણ કે પરોપકારથકી જે પુન્ય ઉત્પન્ન થાય છે, તે પુન્ય સેંકડો યજ્ઞ કરવાથી પણ થતું નથી. (૧) પંડિત પુરુષ પરોપકારને wwwwwwww२09wwwwwwwww For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માટે ધન તથા જીવિતવ્યનો ત્યાગ કરે છે કારણ કે નિશ્ચય વિનાશ તો છે જ. તેથી પરોપકારને માટે ધન જીવિત તથા જીવિતવ્યનો ત્યાગ થાયતો તે વધારે શ્રેષ્ઠ છે, (૨) રવી, ચન્દ્ર, મેઘ, વૃક્ષ, નદી ગાયો સજજન પુરુષો એ સર્વને યુગને વિષે દેવ પરોપકાર માટે નિર્ણય કરેલા છે. બનાવેલા છે. (૩) ઉપકાર રહિત પુરુષ કરતા હું તૃણને વધારે ઉત્તમ ગણું છું, કારણકે તે ત્રણ ઘાસ થઇને પશુઓનું રક્ષણ કરે છે અને યુદ્ધભૂમિને વિષે બીકણ જીવોના જીવિતવ્યનો બચાવ કરે છે. એટલેકે તૃણ મુખમાં લેવાથી શત્રુઓ તેમને નહિ મારતા-જીવતા છોડી દે છે. (૪) કયો માણસ પોતાના આત્માને માટે આ જીવલોકને વિષે જીવતો નથી ? અર્થાત્ સર્વે જીવે છે, પરંતુ જે પરોપકારને માટે જીવે છે તે જ ખરી રીતે આ દુનિયામાં સાચો જીવનાર છે. (૫) પરોપકાર રહિત મનુષ્યના જીવિતવ્યને ધિક્કાર ! છે કારણ કે તેનું જીવિતવ્ય કોઇ પણ પ્રકારે કામનું નથી. પરંતુ પશુઓ, ઘણાં જીવો કારણ કે તેઓના ચામડા પણ બીજાના ઉપકારના કામમાં આવે છે. તેમનું જીવિતવ્ય સફળ છે, પરંતુ પરોપકાર રહિત મનુષ્યનું જીવિતવ્ય કોઈ પણ પ્રકારે કામનું નથી, કારણ કે તે સિવાય તેનું કોઇપણ કોઈના ઉપયોગમાં આવતું નથી. ૬ (પરોપકાર ક્રવા ઉપર સંરભ ચોર ક્વા.) वैरं वरं स्यात्सह पंडितेन मूर्खेण सख्यं न हितैषिणाऽपि । चौरो द्विजान् यन्मरणाद्ररक्ष, खडगेन भूपं च कपिर्जघान ॥१॥ ભાવાર્થ : પંડિતના સાથે વેર હોય તે સારૂં પરંતુ હિતૈષી મૂર્ખના સાથે મિત્રતા કરવી સારી નહિ, કારણ કે ચોરે બ્રાહમણોનું રક્ષણ કર્યું અને તરવાર થી વાનરાએ રાજાને હણ્યો. સુરસેન નામના નગરને વિષેલીલાધર, લક્ષ્મીધર, ગદાધર, ૨૦૮) ૨૦૮ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભૂધરએ નામના ચાર બ્રાહ્મણો જન્મથી જ દરિદ્રી વસતા હતા. હવે તે દારિદ્રયથી પરાભવપામીને પોતપોતાના ઘરથી નીકળીને નાના પ્રકારના ગામડા અને શહેરમાં ફરતાં ફરતાં રોહણાચળ પર્વતના રાજાની સેવા કરવા લાગ્યા. અન્યદા આ બ્રાહ્મણો ભક્તિવાળા છે એવું જાણી તુષ્ટમાન થયેલારાજાએ તેઓને એક એક હાથ પ્રમાણવાળી રોહણાચળ પર્વતની ભૂમિ આપી. તેથી તે ભૂમિને ખોદવાથી ચારે જણા પોત પોતાના ભાગ્યથી સવા સવા લક્ષનું એક એક રત્ન મેળવી પોતાના નગર તરફ ચાલ્યા અને ભયંકર અટવીમાં આવી પડયા, ત્યારબાદ તેઓએ વિચાર કર્યો કે - આરસ્તો ભયવાળો વિકટ છે એવું ચિંતવી પોતપોતાનું વર્તન તેઓ ગળી ગયા. ત્યારબાદ તેઓને દેખીને સરંભ નામના ચોરે વિચાર કર્યો કે, આ બધાને કોઈ વિષમ સ્થાનમાં લઇ જઇ ને, તેઓને મારી નાંખીને હું રત્નો લઈ લઇશ. આવી ધારણા કરી તે ચોર “હું વટેમાર્ગ છું' એમ કહી તેઓની સાથે વાતચિત કરતો ચાલવા માંડયો અને તેઓ સર્વે એક વનને વિષે પેઠા તેઓને આવતાદેખીને વડવૃક્ષના ઉપર રહેલો પોપટ બોલ્યો કે પાંચ લાખ પ્રમાણ સુવર્ણો છે, આવે રીતે વારંવાર ભિલ્લો ને કહેવા લાગ્યો તેથી તે ભિલ્લો એ પણ તે પાંચની જડતી લઇનેતપાસ કરીને છોડી દેવાથી તેઓ પાંચે જણા ચાલવા માંડયા.તેથી પોપટે ફરીથી પણ તે જ પ્રકારે કહ્યું તેથી ફરીથીપણ ભિલ્લોએ તેના જોડા, વસ્ત્ર મસ્તકના ચોટલા વિગેરે જોઇને, રત્નો નહિ મળવાથી પાંચેના ઉદરોપ્રાત:કાળે જોશું એવી રીતે કહીને ભિલ્લના સ્વામીએ રાત્રિને વિષે તે પાંચને એક ઘરને વિષે પુરી દીધા. હવે જે ચોર હતો તે વિચાર કરે છે કે, આનામાંથી એકનું પણ ઉદરવિદારણ કરશે તો નિશ્ચયમારૂં મરણ થશે અને મારુ ઉદરવિદારણ કર્યાથી આ લોકોનું જીવવું થશે, એમ માનીને પ્રાત:કાળે ઉદર વિદારવાને માટે સજજ થયેલ ભિલ્લપતિને સંરભ ચોરે કહ્યું કે, પ્રથમ મારૂ ઉદર વિદ્યાર પછી જો વિત્ત M૨૦૯ ૨૦૯ ~ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નીકળે તો આની પણ એ જ ગતિ એવા પ્રકારે ભિલ્લોએ પણ તેનું વચન અંગીકાર કરવાથી, ને સરંભ ચોરનું ઉદર વિદારવાથી તથાતેમાંથી કોઈ પણ નહિ નીકળતા ખાલી દે ખવાથી, ભિલ્લપતિએતચારે બ્રાહ્મણોનો સત્કાર કરી ને તેને છોડી દીધા, તેથીતે ચારે બ્રાહ્મણો તેનો પરમ ઉપકાર માનતા પોતપોતાને ઘરે પહોંચ્યા તે માટે પંડિત શત્રુ સારો. ( પ્રેમસ્વરૂપ) કહ્યું છે કે નસીરાણિ પ્રાયઃ પ્રેમનિ ! જે કારણ માટે દર્શનના સારભૂત જ પ્રાયઃ કરીને પ્રેમ કહેલ છે. જેમ જેમ જે જે જેને જેને દષ્ટિગોચર થાય છે તેમ તેમ તેને તેને એટલે પ્રેમી જીવોને અરસપરસ પ્રેમની ગાંઠ દૃઢ થાય છે, માટે જ કહેલું છે કે દેખવાથી પ્રેમી જીવોનો પ્રેમ પ્રેમી જીવો ઉપરવૃદ્ધિ પામે છે અને તેથી જ પાંચ પ્રકારે પ્રેમ વૃદ્ધિ પામે છે. તેમ કહેલું છે. अवलोअणेण आलावणेअ, गुणकित्तमेण दाणाणं । छंदेणवट्टमाणस्स, निब्भरं जायए पिम्मं ॥१॥ ભાવાર્થ : વારંવાર જોવાથી, વારંવાર બોલાવવાથી, ગુણોના કીર્તન કરવાથીદાન આપવાથી ઇચ્છા માફક વર્તન કરવાથી, આમ પાંચ પ્રકારે એકબીજાને ગાઢ પ્રેમ ઉત્પન્ન થાય છે. (બંધાય છે) ૧ તથા પાંચ પ્રકારે પ્રેમનો નાશ થાય છે જે માટે કહ્યું છે કે असणेण अइदंसणेणं, दिछ अणालवं तेणं । माणेणऽअवमाणे (पवासे) णय, पंचविहं झिज्जए पेम्मं ॥२॥ ભાવાર્થ : નહિ દેખવાથી અતિ દેખવાથી દેખ્યા છતાંપણ નહિ બોલવાથી તથા માનને ધારણ કરવાથી તેમજ અપમાનથી અગર પ્રવાસ કરવાથી આપાંચ કારણથી પ્રેમનો ક્ષય થાય છે. ૨ પ્રિય પ્રેમને વિષે મદનરેખા ક્યા M૨૧૦) For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ स्वयं प्रिया याभिसरंति कांताः,पुरु:स्थितं तान विदंति किंचित् । यत्प्रेरक्ता सुजतो निमाजे, म्लेच्छस्य वस्त्रोपरि निर्ययौ स्त्री ॥१॥ ભાવાર્થ : અત્યંત પોતાને પ્રિય એવા પ્રેમી પુરૂષ પ્રત્યે ગમન કરનારી રક્ત સ્ત્રી પોતાના આગળ રહેલ કાંઈ પણ દેખી શકતી નથી, કારણ કે નિમાજનેપઢતા પ્લેચ્છના લુગડા ઉપર પગ મૂકીને ચાલી જનારી સ્ત્રી પોતાના પતિના પ્રેમને વિષે રક્ત પણું સૂચવે છે. વસંતપુરનગરને વિષે સંધ્યા સમયે એક મુસલમાન પોતાના આગળ લુગડું પાથરી નિમાજ પઢતો હતો, તેવામાં એક નવયૌવનરસિકા કામાકુલા કામરસઉન્મત્તા સ્ત્રી પોતાના સંકેત કરેલા પુરૂષ સાથે રમવાને માટે તેના આવાસ પ્રત્યે ગમન કરતી વીજળીના તેમને પણ જીતનારી તે મદનરેખા નામની સ્ત્રી અત્યંતકામવાસના ઉત્પન્ન થવાથી તે પુરૂષ પ્રત્યે મળવા માટે એક જ ચિત્તવાળી થઈને તે નિમાજ પઢનારા મુસલમાનના આગળ પાથરેલા લુગડા ઉપર થઈને એકદમ ચાલી ગઇ, તેથી તેના ઉપર મુસલમાનને અત્યંત ક્રોધ થયો ત્યારબાદ વ્યભિચાર સેવન કરી પાછી ફરનારી તે સ્ત્રીને તે મુસલમાને કહ્યું કે હે સુંદરિ ! હું નિમાજ પઢું છું તે તું વસ્ત્ર ઉપરપગ મૂકીને ચાલી ગઇ, તેથી તે મને નહિ દેખ્યો કે શું તેવું સાંભળી તેણીએ કહ્યું કે - अमे पाण न पासिया, ते क्युं पास्यापाण । तुं नरत्तरहे माणसुं,पढणहारकुराण ॥१॥ એવી રીતે કહીને ફરીથી તે સ્ત્રી બોલી કે હું તો મારા પ્રિયતમના સાથે રમવાના રસમાં આસકત હતી તેથી મે તને અને તારા લુગડાને જાણ્યા નહિ, પરંતુ તે નિમાજ પઢતા છતાંપણતારા રહેમાનને વિષે રક્ત નથી તેથી તેમને જાણી સબબ કે મારું મન જેવું મારા પ્રેમી પુરૂષને મળવાનું હતું તેવું તારું મન નિમાજ પઢી રહેમાનને વિષે રક્ત નથી જો તારૂં મન નિમાજમાં સ્થિર હોત, તો મારા જેવા પેઠે ૨૧૧) For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તું પણ મને જાણત નહિ માટે સ્થિરતા વિનાનું કોઈ પણ કામ સિદ્ધ થતું નથી. આવું બોલી તે સ્ત્રી પોતાને માર્ગે ચાલી ગઈ, અને મુસલમાન તેણીના વચનનો ભાવાર્થ જાણીને પોતાને ઘેર ગયો, જેવી રીતે પોતાની ઇચ્છિત વસ્તુમાં જીવોનું ચિત્ત એકતાન રહે છે તેવી રીતે પરમાત્માના વચન પર, પરમાત્માના માર્ગ પર એકતાન રહે તો જીવનો આ સંસાર સાગર તરવો દુષ્કર નથી. (ઉપહાસ ઉપર સાધારણ શ્રેષ્ઠી દષ્ટાન્ત) એકદા પ્રસ્તાવે માનરહિત અણગારશિરોમણિ મિથ્યાત્વ અંધકારને માટે સૂર્યસમાન શ્રીમાનું જિનવલ્લભસૂરિ મહારાજા પૃથ્વીતલને વિષે વિહાર કરતા શિષ્ય-પ્રશિષ્યાદિકના પરિવાર સહિત ચિત્રકૂટ મહાદુર્ગે પધાર્યા. તે અવસરે રહેવાને માટે વસતિ માગવાથી ત્યાંના દુરુધ્ધિશિરોમણિ લોકોએ અત્યંત દુષ્ટતા ધારણ કરી ઉપહાસપૂર્વક ચંડિકાના મંદિરમાં રહેવા માટે સ્થાન આપ્યું અને ધર્મને વિષે એક જ તાનવાળા સૂરિમહારાજા પણ ત્યાં શિષ્ય યુક્ત રહ્યા. તે અવસરે રાત્રિને વિષે એક નાના શિષ્ય ઉઠીને ક્રીડાથી દેવીની ચઉખેડી નાખી દેવીએ કોપ કરીને તે શિષ્યનાં નેત્રો કાઢી લીધા. તેથી સાધુ દુઃખથી રૂદન કરવા લાગ્યો.આ વાત ગુરુએ જાણવાથી ધ્યાનદોરીથી દેવીને ખેંચીને કહયું કે હે દેવી! આ બાલ સાધુની ગતિથી ? કારણ કે ચક્ષુ વિનાજિંદગી કેવી રીતે જાય માટે આ બાલક તો ભોળો છે, મુગ્ધ છે. જલ્દીથી તું તેની બન્ને ચક્ષુને આપ દેવીએ દિવ્ય પ્રભાવથી ક્ષુલ્લક સાધુને બન્ને નેત્રો આપ્યા. ત્યારબાદ સાધારણ નામનો શ્રદ્ધાવાન શ્રાવક ત્યાં આવ્યો, અને સાધુભક્તિમાં સ્થિરબુદ્ધિવાળા તેણે ત્યાંથી સૂરિને હર્ષથી લઇને બીજા શૂન્ય ઘરને વિષે રાખ્યા અને પોતાના ઘરે ભિક્ષાને માટે લઇ જઇ, શક્તિ અનુસારે દાન આપી, રાત્રિદિવસ ગુરૂની ઉપાસના કરવા માંડયો. હવે તેના પાસે અલ્પ વૈભવ હોવાથી સર્વે લોકો તેનો તિરસ્કારક છે. M૨૧૨) ૨૧૨ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે ગુરૂના સાથે બે વાર બહાર જાય છે. એકદા પ્રસ્તાવે માર્ગને વિષે ગમન કરતાબન્ને જણાની રાજાના અધિકારીએ હાંસી-મશ્કરી કે અહો ! આ બન્ને મલિન વસ્ત્ર ધારણ કરનારા કેવા સરખે –સરિખા મળ્યા છે જેવા ગુરૂ છે તેવા તેનાં યજમાન છે. અહો લોકો ! તમે આ બન્નેને દેખો. તેને ગુરૂએ કહ્યું કે પ્રાયઃ કરીને અધિકારી વર્ગને દુઃશીલ સ્ત્રીની પેઠે કદાપિ કાલેલક્ષ્મી સ્થિર થઈ નથી.તારા હૃદય ઉપરથી આ શિલા ઉતારશે અભિમાનવડે કરી અંધચક્ષુવાળા તારે આને સામાન્ય માણસ ન જાણવો.તે અધિકારી ના સહચારી લોકો ઉન્માદવડે કરીને બોલ્યા કે તેને આવો વૈભવ પ્રાપ્ત થશે તે દિવસ ક્યારે આવશે ? - હવે સૂરિમહારાજાએ તેના ભાગ્યના યોગે કહ્યું કે હે ભદ્ર ! તું ઉદ્યમ કેમ કરતો નથી ? તેણે કહ્યું કે કાંઈક હેતુ રહેલો છે, એટલે દ્રવ્ય નથી તેથી વ્યાપાર નથી કરતો એમ કહી ચૌટામાં જવા લાગ્યો. એટલે સૂરિએ તેને કહ્યું કે આજે તને કાંઈક પ્રાસુક વસ્તુ મળે તો તેને ગ્રહણ કરવી. તેમ તેના વિષે એવું ન ધારવું કે આ અલ્પ મૂલ્યવાળી વસ્તુ છે. ત્યારબાદ લોકોને દ્વેષ કરવા લાયક સાધારણ શ્રેષ્ઠી બજારમાં ગયો તેવામાં દાણના અધિકારીઓહાયથી કહ્યું કે આ વસ્તુ ગ્રહણ કર. તેણે કહ્યું કે મારા પાસે ધન નથી કોઈક ઉધાર આપે તો કાંઇક લઉં તેણે કહ્યું કે આ મીણના થાંભલા છે તેને લે. તેણે કહ્યું કે ધન નથી. આને વેચીને આપીશ. તે લોકોએ માનવાથી ઉપાડીને ઘરે લઈ ગયો. ત્યારબાદ દક્ષતાથી ગુરૂએ કહ્યું કે આ થાંભલાને બરાબર તપાસી તપાસીને વેચવા. હવે તેને તેની સ્ત્રી તપાસ કરવા લાગ્યા તેવામાં અંદરથી સોનાની કોશો નીકળવા માંડી તેથી હર્ષ અને પુષ્ટભાવને પામી, સોનાને ઘરમાં ગોઠવી, ધીમે ધીમે વેચીને તેની કીંમત આપી દીધી, અને તે અનુક્રમે મોટો સમૃદ્ધિશાળી થયો રાજા એકદા અધિકારી ઉપર કોપ્યો તેથી રાજા પુરૂષોએ પોતાના ૨૧3 For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દ્રવ્ય માટે યષ્ટિ મુષ્ટિવડે કરી માર મારી ભર બજાર વચ્ચે તેના પાપના ઉદયથી પાડયો તને તેના હૃદય ઉપરથી પત્થરની શીલા મૂકી આ અવસરે તે અધિકારીએ રસ્તામાં જતો સાધારણ શ્રેષ્ઠીને દેખ્યો ને તેને કહાં કે અહો મહામતિવાળા ! તું તારા ગુરૂનું વાકયપ્રતિપાલન કર. ગુરૂયે કથન કરેલી તે પાપમય વેળા મારી આવી ચૂકી છે. એવાવચન સાંભળી દયાવડે કરી વ્યાપ્ત હૃદયવાળા તેણે તેનું દેવું પોતાને માથે લઈ તેને રાજાના સંકટથી મુક્ત કર્યો. જેમ રાજાના અધિકારી ઉપહાસ વચન બોલી ફળ મેળવ્યું તેવી રીતે પોતાના ગૌરવના તોરથી સધન કે નિર્ધન ગમે તે હોય તેવી હાંસી સારી બુદ્ધિવાળા માણસોએ કદાપિ કરવી નહિ. (ભય ઉપર ચંદ્ર શ્રેષ્ઠી ક્યા) सव्वेसुहाणकंखी, सव्वेविदुःखभीरु आमणुआ । सव्वेविजीवाणपिया, सव्वेमरणाओबीहंति ॥१॥ ભાવાર્થ : સર્વે જીવો સુખના આકાંક્ષી હોય છે. સર્વે મનુષ્યો દુઃખથી ડર પામનારા હોય છે, સર્વે જીવોને પોતાનું જીવિતવ્ય પ્રિય હોય છે, તથા સર્વે જીવો મરણથી ભય પામનારા હોય છે, તે માટે દેવાદિકની સેવા કર્યા છતાં પણ અને તુષ્ટમાન થયા છતાં પણ તેઓ રક્ષણ કરવાને શક્તિમાન નથી. સાવિરી નગરીને વિષે ધનદના જેવો-ધનવાન ચંદ્ર નામનો શ્રેષ્ઠી વસતો હતો. એકદા પ્રસ્તાવે-હરિહર પુરંદર સ્કંદ વિનાયક દુર્ગાદિ દેવનો આરાધન કરવાને માટે તત્પર એવા નગરના લોકોને દેખીને વિચાર કરે છે કે – આ નગરના લોકોને ધિક્કાર છે કે તેઓ બધા વરાકા રાંકડા દેવોને આરાધે છે, કારણ કે કદાચ તે તુષ્ટમાન થાય તો પણ મરણથકી તો રક્ષણ કરતા જ નથી. માટે બકરીના ગળાને વિષે રહેલા સ્તનના પેઠે નકામા આ દેવતાઓના આરાધનવડે કરીને ૨૧૪ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શું કર્યું ? માટે જીવિત-મરણના દાન આપવામાં પ્રગર્ભ એવા યમનું હું આરાધન કરું, એવી રીતે વિચાર કરી પોતાની નગરીથી દક્ષિણ દિશાને વિષે યમનું મંદિર બંધાવ્યું. ત્યારે મહિષારૂઢ એવી, હાથમાં દંડ રાખેલી ધૂણોíનામની સ્ત્રી તેના ખોળામાં છે એવી, કાળી મહાક્રૂરતાને ધારણ કરનારી યમની મૂર્તિનું સ્થાપન કરી, બલિપુષ્પાદિકથી નિરંતર યમની પૂજા કરવા લાગ્યો તેથી, તુષ્ટમાન થયેલો યમ બોલ્યો કે હે મહાભાગ ! વર માગ. તેવું સાંભળીને શ્રેષ્ઠિએ કહ્યું કે- ધર્મરાજ ! હે સુરનંદન ! હે કાલિંદી સોદર ! જો તું મારા ઉપર તુષ્ટમાન થયેલો છે, તો મારું જીવિતવ્યનું રક્ષણ કર. એવી પાર્થના કરવાથી, યમ બોલ્યો કે મારા એકલાથી એ કર્તવ્ય નહિ બની શકે માટે તારા આગ્રહથી ત્રાણ અન્ય લોકપાળના સાથે મળીને હું તારું કામ કરીશ. તેમ કહી તેને લઇને તે ત્રણેને ભેગો થયો એટલે યમ, સુરેંદ્ર, વરૂણ અને કુબેર એ ચારે જણા ભેગા થઈ શ્રેષ્ઠીને લઈને યમના લેખક ચિત્રગુપ્તના ઘરને વિષે ગયા. ત્યાં એક ભાગને વિષે ચંદ્રશેઠી રહ્યું તે તમામ ચિત્ર ગુપ્તને કહે છે કે હે ભદ્ર ! ચંદ્રશ્રેષ્ઠીનું નામ તારી લેખક વહીમાંથી કાઢી નાંખીને તેને ચિરાયુ કર. તે વખતે જે ઠેકાણે ચંદ્રશ્રેષ્ઠી રહેલો છે, તે ઘરનો પાટડો ભાંગવાથી ચંદ્ર શ્રેષ્ઠીના ઉપર પડવાથી શ્રેષ્ઠિ મરણ પામ્યો. ચિત્રગુપ્તની લેખક વહીમાં લખેલું હતું કે - यमोनाकसदांनाथे, कुबेरवरुणे तथा । चित्रगुप्तगृहप्राप्ते, चंद्र श्रेष्ठीमरीष्यति ॥१॥ ભાવાર્થ : દેવતાનો નાથ યમ, વરૂણ, કુબેર,દેવેંદ્ર આ ચારે જણા એકત્ર થઇને ચંદ્રશ્રેષ્ઠીને ચિરાયું કરવાને માટે ચિત્રગુપ્તને ઘરે લઈ જશે. ત્યાં પાટડો પડવાથી ચંદ્ર શ્રેષ્ઠીનુ મરણ થશે. मृत्योबिभेषीकिंबाल ! सजातं नैव मुंचति ।। तस्मात्सर्वप्रयत्नेन, कुरुयत्नमजन्मनि ॥१॥ ૨૧૫ ૨૧૫ ~ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ | ભાવાર્થ : હે બાલ ! મરણથી તું શા ડરે છે ? જે ઉત્પન્ન થાય છે તેને મરણ કદી પણ છોડતું નથી. માટે સર્વ પ્રકારે પુરૂષાર્થ કરીને ફરીથી જન્મ ન થાય તેવા કામમાં પ્રયત્ન કર કે ભયથી મુક્ત થા. યમરાજનું આરાધન કરવાથી મુક્તિ થતી નથી, પરંતુ પરમાત્માએ કથન કરેલ માર્ગનું સેવન કરવાથી અજરામર પદ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરસ્વામીના વખતમાં ૮ બ્રાહ્મણો પરિવ્રાજક હતા, ૧ કૃષ્ણ, ૨ દીપાયન, ૩ કંડુ ૪ કરકંડુ, ૫. પારાશર, ૬. અમ્મડ, ૭ દેવગુપ્ત ૮. નારદ. તેઓ ષષ્ટિતંત્ર શાસ્ત્રવિશારદ હતા, ચૌદ વિદ્યાના પારગામી હતા, દાન શૌચ તીર્થ અભિષેકાદિક ધર્મને કથન કરનારા હતા, પાણીથી તેમજ માટીથી શૌચ આચારને કહેવાવાળા હતા, પોતે પણ શૌચપણું પ્રતિપાલન કરનારા હતા, તથા અમે પાણીમાં સ્નાન કરીને, પવિત્ર આત્માને ધારણકરીને, સ્વર્ગને વિષે જશુ, એવી રીતે લોકોને વિષે પ્રતિપાદન કરી. દુનિયામાં ફરનારા હતા, (છ મતો) ૧. જૈનો જૈન મતવાળા, જેને કર્મ કહે છે, ૨. સાંખ્યમતવાળા, જેને પ્રકૃતિ કહે છે, (કપિલાદિ) ૩. વેદાંતિયો, જેને માયા કહે છે, ૪. નૈયાયિકો વેશેષિક, જેને અદ્રશ્ય કહે છે, (અક્ષપાદ) ૫. બૌધ મતવાળા, જેને વાસના કહે છે, (શાકય) ૬. કોઈ કોઈ જેને, ઇશ્વરની લીલા કહે છે. (બાહ્યસ્પત્યાદિ) (કણભક્ષા) ૧. બૌધો-તેમને મત પ્રસિદ્ધ છે અને તેઓ ક્ષણિક વાદી છે. ૨. કણાદ-વૈશેષિક દર્શનના પ્રણેતા-તેઓ પરમાણુવાદી નામથી ઓળખાય છે. M૨૧૬ ~ ૨૧૬ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૩. ગૌતમ-ન્યાય, ન્યાયદર્શનના પ્રણેતા, થયેલ છે. ૪. કપિલ-સાંખ્ય દર્શનના પ્રણેતા છે સાંખ્ય દર્શન વાળા, ૫ તત્વને માને છે, પુરૂષ તથા પ્રકૃતિને માને છે અને સૃષ્ટિકર્તા ઇશ્વર માનતા નથી. ૫. અજ્ઞાનિ જીવોઅનેક પ્રકારે યુદ્ધાતદ્દા માનનારા હોય છે. सद्रव्यंसत्कुले जन्म, सिद्धक्षेत्रं समाधयः । संघश्चतुर्विधो लोके, सकाराः पंचदुर्लभाः ॥१॥ ભાવાર્થ : ન્યાયનું સારું દ્રવ્ય ૧. સારાકુળને વિષે જન્મ ૨. સિદ્ધાચળ, ૩. સમાધિ, ૪ શ્રી ચતુર્વિધ સંઘ પ. આ પાંચ સકાર પ્રાપ્ત થવા મહાદુર્લભ છે. અજ્ઞાનદશાથી અગર જાણીબૂઝીને અન્યાય અમને દ્રવ્ય તેમજ ધર્મ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય જ્ઞનદ્રવ્ય દેવેદ્રવ્ય વિગેરે ભક્ષણ કરવામાં મહાપાપ છે માટે તેનાથી નિવર્તમાન થવું. सत्यं संतोषसौजन्यं, समता सत्व संयमाः ।। सुकृतं यस्य सप्तेति, सकारा: सैष सज्जनः ॥१॥ ભાવાર્થ : સત્ય ૧, સંતોષ ૨, સુજનતા ૩, સમતા ૪, સત્વ ૫, સંયમ ૬, સુકૃત ૭ આ સાત જેને પ્રાપ્ત થયા હોય તે સર્જન કહેવાય છે. સંઘવી જાવડશાહના પરિગ્રહનું પ્રમાણ ૩૨ પોતાની પરણેલી સ્ત્રીને છૂટ, ૧૨OOOOOO એક કોડ ને વીશ લાખ સોનૈયાની છૂટ, ૧૨ મણ મોતીની છૂટ ૨૦ માણી પ્રવાલની છૂટ, ૪ મણ ચુનીયો, ૪ મણ માણેક, ૩૦ મણ કાંસાકુટ, ૧૦૦૦૦૦૦ માણી ધાન્ય, ૧૦0000 મણ ઘી, ૧૦0000 મણ તેલ, ૧OOOOO મણ જોય, ૨૦૦૦ મણ ગોળ, ઘરે વાપરવા, ૨૦૦૦ મણ ખાંડ, ઘરે વાપરવા, ૨૦૦ મણ અફીણ, ૪૦૦ મણ ૨૧૭ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પીપર, ૪00 મણ સુંઠ , ૪૦૦ મણ સર્વ વસાણું, ઘરકાજે લેવું મોકળું, ૧૦ મણ રૂઇ કવાઇ તળાઇ માટે ૨૦૦૦ ખર, સુરવાળ કાજે, બહાર ઘરે વાપરવા ૨00 વાર વસ્ત્ર, હીરાગળ સર્વ કુટુંબ કાજે, ૧૫ હાથી ૧૫૦૦ ઘોડા, ૧૫૦૦ ભેંસ, ૫૦ વેસર, ગદ્ધા ભારવહા, ૧૦૦ ઉંટ, ૨૫ બળદ, ૨૫ ગાડાં, ૧૦ હળ, ૨૦૦ ઘરાટ કરાવવા, ૫૦૦ વહાણ રાખવા, ૧OOO નોકરચાકર, ૪૦૦ ઘરકામ કરનારા દાસ દાસીયો, ૨૪ પ્રાસાદ કરાવવા, ૨૪ પ્રતિમા સુવર્ણની ભરાવવી, ૩૬ હજાર સોનૈયાથી જાવડશાહ સંઘવીયે સોનેરી શાહીથી પુસ્તકો લખાવ્યાં મહાધર્મીષ્ઠ મહાભોગી, લઘુશાલિભદ્રનું બિરૂદ ધારણ કરનાર માંડવગઢ ઉપર થયેલો છે. (વસ્તુપાળ, તેજપાળના ધર્મક્તવ્યોની ટુંક યાદી) ૧૩૦૦ નવીન શીખરબંધ જૈન પ્રાસાદ કરાવ્યા, ૩૨૦૨ શ્રી જૈન પ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો ૧૦૫૦૦૦ નવીન શ્રી જનબિંબો ભરાવ્યા, ૯૮૪ પૌષધશાળાઓ કરાવી, ૪૦પાણીની પરબો કરાવી, પ૦૫ સમવસરણો કરાવ્યા, ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ૭૦૦ સદાવ્રતો કરાવ્યા ૭૦૦ નિશાળો કરાવી, ૩૬OOOOO દ્રવ્ય ખર્ચા જ્ઞાનના પુસ્તકોના ભંડારો કરાવ્યા, ૧૨૫૩OOOOO રૂ.ય ખર્ચીને શ્રી આબુજી ઉપર ભવ્ય પ્રાસાદ કરાવ્યો સંવત ૧૨૮૬માં આબુજી તીર્થના દેવાલયનો પાયો નાખ્યો અને સવંત ૧૨૯૨માં આબુજી તીર્થ પર ધ્વજા ચડાવી. ૩OOOOO દ્રવ્ય ખર્ચીને એક જ્ઞાનભંડાર શ્રી ખંભાત નગરને વિષે કરાવ્યો ૮૮૪ શ્રી નવીન જીન ચૈત્યો કરાવ્યાં, ૭ જ્ઞાનભંડારો કરાવ્યા, તેમના શિલાલેખોના બે અંભો શ્રી જૂની કાલિકા દેવીના મંદિરને વિષે હાલમાં વિદ્યમાન છે. ૩૦ અબજ રૂપીઆ લગભગ તેમણે ધર્મ માર્ગે ખર્ચેલા છે. ૩. લાખ દ્રવ્ય ખરચી શ્રી શત્રુંજયે તોરણ બાંધ્યું, ૧૮ કોડ ૯૬ લાખ દ્રવ્ય શ્રી શત્રુંજયે ખર્યું. ૧૮ ક્રોડ, ૮૩ લાખ દ્રવ્ય શ્રી ગિરનારે ખર્ચ્યુ, M૨૧૮ ~ ૨૧૮ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ00 સિહાસનો હાથીદાંતના કરાવ્યા, ૧ હજાર માણસો નિરંતર તેની દાનશાળામાં જમતા હતા, ૯૦૦ કુવા ૪૬૪ વાવો ૮૪, સરોવરો ૩૬ ગઢ ૮૪ મસીદો ૧OOOOO મહાદેવનાં લિંગ સ્થાપન કર્યા હતાં, તીર્થયાત્રામાં તેમના જોડે ૭ લાખ માણસો હતા. (૧૨૮૬ થી ૧૨૯૨ સુધીમાં) ૧૨૯૮માં વઢવાણ પાસે અંકેવાળીયામાં વસ્તુપાળ કાળધર્મ પામ્યા, ૧૩૦૮માં તેજપાળનો સ્વર્ગવાસ થયો, વીશા પોરવાડ વસ્તુપાળે નિરંતર નીચેની વસ્તુઓ પોતાના પાસે કાયમ રાખી હતી, ૧૮૦૦ શૂરાઓ, તેના અંગરક્ષકો કોઈથી પણ પાછા હઠે નહીં, ૧૪૦૦ સ્વમાન્ય રજપૂતો કે દુદ્ધર યોદ્ધાઓને પણ ક્ષણ માત્રમાં જીતી લે, પOO૦ ઉત્તમોત્તમ ઘોડા, ૨૦૦૦ પવનવેગવાળા ઉત્કૃષ્ટ ઘોડા, ૩૦૦ હાથીયો, રાજાઓ તરફથી ભેટ મળેલા, ૨૦૦૦ બળદો, ૩૦૦ દૂધ આપનારી ગાયો, હજારો દુધ આપનારી ભેસો, હજારો ઊંટો, ૧OOOO નોકર ચાકરો, ૪ ક્રોડ અશરફીઓ, ૮ ક્રોડ મુદ્રાઓ વિગેરે રાજરિદ્ધિ સદા પાસે રહેતી હતી. ખંભાતમાં મંદાધિ, અન્યાયી, સદીક નામના ધનાઢયને જીતી તેની લક્ષ્મી રાજાને આપી હતી. વસ્તુપાળે પોતાના સેવકોને હુકમ કર્યો કે અન્યાયની લીમી ઘરમાં ઘાલવી નહિ, તેથી સદીકની નીચે મુજબ લક્ષ્મી રાજાને આપી, ૫OOO સોનાની ઇંટો, ૧૪૦૦ ઘોડા, હીરા, મણિ, માણેક, રત્નો વિગેરે. ( કુમારપાલ મહારાજા ) ૧. સમ્યકત્વ મૂળ બાર વ્રતો ઉચ્ચર્યા હતા, ૨. ત્રિકાળ જિનપૂજન કરવાનો નિયમ હતો, ૩. આઠમ ચૌદશે ઉપવાસ સહિત પૌષધ કરવાનો નિયમ હતો, ૪. પારણાને દિવસે દષ્ટિ ગોચર થયેલાને યથાયોગ્ય સંતોષીને દાન આપ્યા પછી પારણું કરવાનો નિયમ હતો, ૫. સાથે પૌષધ લીધેલાને પોતાને આવાસે પારણા કરાવવા, ૬. સાધર્મિકભાઈઓના ઉદ્ધારને માટે નિરંતર એક હજાર ૨૧૯ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સોનામહોરો કાઢવાનો નિયમ હતો ૭.દરેક વર્ષે એક ક્રોડ સોનામહોરો શ્રાવકોને આપવી. ચૌદ વર્ષના રાજય દરમ્યાનમાં ૧૪ ક્રોડ સોનામહોરો શ્રાવકોને આપી, ૮. સાધર્મિક ભાઈયો પાસેથી ૯૮ લાખ દ્રવ્ય છોડી દીધું, ૯. નિર્વશીનું ૭૨ લાખ દ્રવ્ય છોડી દીધું, ૧૦. લખેલા પુસ્તકોના ૨૧ ભંડારો કરાવ્યા. ૧૧. ત્રિભુવનપાળ દેરાસરજીમાં નિરંતર સ્નાત્ર મહોત્સવ કરવાનો નિયમ હતો, ૧૨. નિરંતર શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને દ્વાદશાવર્ત વંદન કર્યા પછી બીજા મુનિને વંદન કરવું, ૧૩. પ્રથમ ગ્રહણ કરેલા પૌષધવાળાને પ્રણામ કરવા, ૧૪. અઢાર દેશમાં અમારીનો પડહ વગડાવ્યો, ૧૫, ન્યાયઘંટા રાખીને વગડાવી, ૧૬, બીજા ૧૪ દેશોમાં ધનના બળવડે કરીને, તથા મિત્રતાના બળવડે કરીને જીવોની રક્ષા કરાવી, ૧૭, ૧૪૪૪ નવીન જૈન મંદિરો કરાવ્યા ૧૮. ૧૬૦૦૦, જીર્ણોદ્ધારો, ૧૯ મોટી સાત તીર્થયાત્રાઓ કરી, ૨૦. પ્રથમ વ્રતમાં મારી એવો શબ્દ બોલાઈ જાય તો ઉપવાસ કરવો, ૨૧. બીજા વ્રતમાં વિસ્મરણથી અસત્ય બોલાઇ જાય તો આયંબીલ વીગેરે તપ કરવો. ૨૨. ત્રીજા વ્રતમાં મરણ પામેલા નિર્વશીનું ધન ત્યાગ કર્યું. ૨૩ ચોથા વ્રતમાં ધર્મની પ્રાપ્તિ થયા પછી નવિન સ્ત્રીનું પાણિગ્રહણ કરવાના પચ્ચખાણ કર્યા. ૨૪ ચોમાસામાં મન, વચન, કાયાયે કરી શીયલ પાળવું, તેમાં મનથી કદાચ ભંગ થાય તો ઉપવાસ કરવો, વચનથી ભંગ થાય તો આયંબીલ કરવું, કાયાથી સ્પર્શરૂપ ભંગ થયો એકાસણું કરવું, ભોપાલદેવી રાણીના મરણ પછી પ્રધાનાદિક ઘણા લોકોએ કહ્યા છતાં પણ પાણિગ્રહણ નહિ કરતાં પોતાનો નિયમ બરાબર પાળ્યો. ૨૫ પાંચમા વ્રતમાં ૬ કરોડનું સોનું, ૮ કરોડનું રૂપું, ૧ હજારતોલા મહામૂલ્ય વાળા મણિ, રત્નો, વિગેરે તથા ૩૩ હજાર મણી ઘી ૩ર હજાર મણ તેલ ૩ લાખ મૂડા શાલી, ૩ લાખ મૂડા ચણા, ૩ લાખ M૨૨૦) For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂડા જુવાર, ૩ લાખ મૂડા મગ, વિગેરે, પ લાખ ઘોડા, ૧ હજાર હાથી, પ00 ઘર, પ૦૦ હાટ, ૫૦ હજાર રથ, ઇત્યાદિ પ્રકારે ૨૬ છઠ્ઠા વ્રતમાં વર્ષાકાળમાં પાટણ શહેરના સીમાડાની બહાર જવું નહિ. ૨૭ સાતમા વ્રતમાં મદ્ય માંસ, મધ, માખણ, આ ચાર મહાવિગઇનો સર્વથા ત્યાગ, બહુબીજ, પાંચ ઉદુંબર ફળ, અભક્ષ્ય, અનંતકાય, ઘેવર વિગેરેનોત્યાગ, દેરાસરજીમાં મૂકયા વિના વસ્ત્ર, ફળ, આહાર વિગેરેનો ત્યાગ, સચિત્તમાં એક પત્રના પાનના બીડા આઠ દરરોજ છૂટા, રાત્રિયે ચારે આહારનો ત્યાગ, વર્ષાઋતુમાં એક ઘી વિગય છૂટી બાકી તમામ ત્યાગ, લીલા શાકનો ત્યાગ,રોજે એકાસણું કરવું, પર્વ તિથિયોને દિવસે કાયમ બ્રહ્મચર્ય પાળવું. ૨૮ આઠમા વ્રતમાં સાત વ્યસનોને પોતાના દેશમાંથી દૂર કર્યા. ૨૯ નવમાં વ્રતમાં બન્ને ટંક સામાયિક કરવા, ને તે સામાયિકમાં શ્રી હેમચંદ્રસૂરિ વિના બીજાના જોડે બોલવાનો નિષેધ, હંમેશાં વીતરાગ સ્તોત્ર તથા યોગશાસ્ત્રના બાર પ્રકાશ ગણવાનો નિયમ કરેલો હતો, ૩૦ દશમા વ્રતમાં ચોમાસામાં લડાઇ ટંટો કરવો નહિ. બીજની સુરગાણ આવ્યું છતાં પણ નિયમથી ચલાયમાન થયા નહિ ૩૧ અગ્યારમા વ્રતમાં પૌષધ ઉપવાસમાં રાત્રિય કાયોત્સર્ગ કરતા મંકોડો પગે ચાટવાથી લોકો દૂર કરવા માંડ્યો, છતાં દૂર નહિ થવાથી તે મરણ પામશે એવા ભયથી પગની ચામડી ઉખેડી દૂર મૂકીને મંકોડો બચાવ્યો ૩૨ બારમા વ્રતમાં અતિથિસંવિભાગમાં :ખી સાધર્મિક શ્રાવક પાસેથી ૭૨ લાખ દ્રવ્ય છોડી દીધું અને નિરંતર સુપારો દાન દેવાનો નિયમ કરેલો હતો. વિગેરે કુમારપાલનો જન્મ વિક્રમ સંવત ૧૧૪૯ રાજય વિક્રમ સંવત ૧૧૯૯ બાર વ્રત વિક્રમ સંવત ૧૨૧૬ સ્વર્ગવાસ વિક્રમ સવંત ૧૨૩૦ શ્રી તારંગા તીર્થે મહાન જૈનમંદિર બંધાવ્યું. सिद्धक्षेत्रं सतां संगः, सम्यक्त्वं च ससुशोभनम् । सत्यव्रतं सरलता, सकाराः पंच दुर्लभाः ॥१।। ૨૨૧ ભાગ- ૬ ફર્મા-૧૬ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : સિદ્ધક્ષેત્ર ૧, સજ્જન પુરૂષોનો સંગ ૨, સારૂં નિશ્ચલ સમ્યકત્વ ૩, સત્યવ્રત ૪ અને સરલપણું પ આ પાંચ સકાર પ્રાપ્ત દુર્લભ છે. संपत् सरस्वती सत्यं, संतानं सदनुग्रह : । सत्ता सुकृत संभारः, सकाराः सप्तदुर्लभाः ॥१॥ ભાવાર્થ : સંપત્તિ ૧, સરસ્વતી ૨, સત્ય ૩, સંતાન ૪, સજજનનો અનુગ્રહ ૫, સત્તા ૬, અને સુકૃતનો સમૂહ ૭ આ સાત સકારો મળવા દુર્લભ કહ્યા છે. संपत्ति साहसं शीलं, सौभाग्यं संयमः शमः । સંપતિશાસ્ત્રજ્ઞ , સારી: સતકુમ: II | ભાવાર્થ : સંપત્તિ ૧, સાહસ ૨, શીયલ ૩, સૌભાગ્ય ૪, સંયમ ૫, શમ ૬, અને શાસ્ત્રના જાણકારોના સાથે સંગતિ ૭ આ ઉપરોક્ત સાત પ્રકારના સકાર પ્રાપ્ત થવા દુર્લભ છે. शत्रुजय शिवपुरं, नदीशत्रुजयाभिधा । श्री शान्तिः शमिनां दानं, शकाराः पंचदुर्लभाः ॥१॥ ભાવાર્થ : શત્રુંજય તીર્થ ૧, મુક્તિ (શિવપુરી) ૨, શત્રુંજયા નામની નદી ૩, શ્રી શાન્તિનાથ ભગવાન ૪ અને મહાશમ દમને ધારણ કરનારા સુવિહિત મુનિ મહારાજારૂપ સત્પાપાને વિષે દાન આપવું પ-આ પાંચ પ્રકારના સકારો પ્રાપ્ત થવા દુર્લભ છે. सारावलीप्रकरणे-तथा शत्रुजयकल्पे ए अं जम्मस्सफंलं, सारं विह्वस्सइत्तियं चेव । जं अच्चिज्जइ गंतुं, सित्तुंजे रिसइ तित्थयरो ॥१॥ छठेणं भत्तेणं अपाणएणं च सत्तजत्ताओ । जो कुणइ सित्तुंजे, सो तइअ भवे बहइ सद्धिं ॥२॥ न वितुं सुवन्नभूमी, भूसणदाणेण अन्नतित्थेसु । जं पावइ पुन्नं फलं, पुआन्हवणेण सित्तुंजे ॥३॥ A૨૨૨) For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : શ્રી શત્રુંજય તીર્થે જઈ ઋષભદેવ તીર્થંકરની પૂજા કરીએ તે જ જન્મના સારભૂત ફળ છે અને વૈભવનો સારપણ એટલો જ છે (૧) શ્રી સિદ્ધાચલને વિષે ચોવિહારો છઠ કરી જે માણસ સાત જાત્રા કરે છે તે ત્રીજે ભવે મુક્તિને મેળવે છે (૨) શ્રી સિદ્ધાચલને વિષે ભગવાનને સ્નાત્ર અભિષેક પૂજા કરવાથી જેટલું ફળ થાય છે તેટલું ફળ અન્ય તીર્થને વિષે સુવર્ણની ભૂમિ તથા આભૂષણોનું દાન આપવાથી પણ થતું નથી. (૩) જ્ઞાનાચાર) ૧. જે જે ધર્મશાસ્ત્રો ભણવા ગણવા તે બધા અકાળવેળા (દરેક સંધ્યા વખત, મધ્યાહ્ન સમય તથા મધ્ય રાત્રિનો સમય) વર્જીને યોગ્ય અવસરે ભણવાં, ૨. ધર્મગુરુ અને વિદ્યાગુરુનો ઉચિત વિનય સાચવીને જ ભણવું. ૩. જ્ઞાન અને જ્ઞાનીનો યોગ્ય સત્કાર કરી શુદ્ધ પ્રેમભાવથી ભણવું ગણવું. ૪. શાસ્ત્ર ભણવા માટે યોગ્યતા મેળવવા સારુ યોગ, ઉપધાન કરીને જ તેનું પઠન પાઠન કરવું. પ જેમની પાસેથી આપણને જ્ઞાનનો લાભ થયો હોય તેનું નામ કોઈ પૂછે તો તુરત જાહેર કરવું,પણ ભયથી, લજ્જાથી, કલ્પિત કારણોથી છુપાવવું નહિ. ૬. જે શાસ્ત્ર ભણવું તે અક્ષર કાના માટે, અન્યૂનાધિક ભણવું ગણવું. ૭. તે શાસ્ત્રના અર્થનું મૂળ તથા તેના અર્થ શુદ્ધ ગુરુગમથી ધારી પાકા કરી લેવા. ( દર્શનાચાર) ૧. સર્વથા રાગદ્વેષાદિક દોષવર્જિત સર્વજ્ઞ વીતરાગના વચન સંપૂર્ણ રીતે સત્ય માનવા ૨. ઉક્ત સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનમાં જ રક્ત થવું. બીજા અન્ય મતની ઇચ્છા કરવી જ નહિ. ૩ સર્વજ્ઞ ભગવાને ભાખેલા દાનાદિક ધર્મના ફળનો સંદેહ કરવો જ નહિ. ૪ અન્ય મતના કષ્ટ, મંત્ર ચમત્કાર કે પૂજા, પ્રભાવના દેખી મૂઢદષ્ટિ બનવું નહિ. ૨૨3 For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ સમ્યકદષ્ટિ જનોનુ શુભ કરણી દેખી તેનું અનુમોદન કરવું. (પ્રશંસા કરી તેનુ પુષ્ટિ કરવી.) ૬. સીદાતા શ્રાવકભાઈઓને હરકોઈ રીતે મદદ કરી ટેકો આપી તેને ધર્મમાં સ્થિર કરવા. ૭ સાધર્મિક બંધુઓની ઉત્તમ ભાવનાથી સેવાભક્તિરૂપ વાત્સલ્ય કરવું. ૮. પવિત્ર જૈન શાસનની જાહોજલાલી વધે તેવાં સારાં કાર્યો સમજણપૂર્વક કરવા. ચારિત્રાચાર) ૧. ઇર્યાસમિતિ-જતા આવતા જીવની વિરાધના જ થાય તેમ જમીન પર દષ્ટિ નાખી જયણાપૂર્વક પ્રમાદ ત્યાગ કરી (વિકથાદિક પ્રમાદ ત્યાગ કરી) ધુંસર પ્રમાણ દૃષ્ટિ રાખી ચાલવું ૨. ભાષાસમિતિ ખાસ બોલવાનો પ્રસંગ હોય ત્યારે જ મધુર, ડહાપણ યુક્ત, ગર્વરહિત, પ્રથમથી જ પરિણામનો વિચાર કરી, ધર્મને બાધકતા ન થાય એવું જ જરૂર પૂરતું વચન બોલવું. ૩. એષણાસમિતિ સંયમ જીવનનો નિર્વાહ કરવા નિર્દોષ આહાર પાણી પ્રમુખની નિઃસ્પૃહતાથી ગવેષણા કરી મેળવેલા શુદ્ધ નિર્દોષ આહારાદિકનું સેવન કરવું. ૪. આદાનભંડનિમ્નવણાસમિતિ સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણો લેતાં મુક્તાં જીવોની વિરાધના થાય નહિ તેવી રીતે જયણા રાખી કાળજીપૂર્વક લેવા મૂકવાં. પ. પારિષ્ઠાપનિકા સમિતિ લઘુનીતિ, વડીનીતિ પ્રમુખ શરીરજન્ય મળ, જીવ જંતુ રહિત નિર્દોષ સ્થલે દૃષ્ટિ પ્રમુખથી પૂરતી તપાસ કરી જયણાથી પરઠવવા. ૬. મનોગુપ્તિ-અકુશલ યોગથી મનને નિવર્તાવી કુશલ યોગોમાં જ મનને સ્થાપન કવું, સ્થિર કરી રાખવું. ૭. વચનગુણિ અકુશલ યોગથી વાણીને નિવર્તવાવી, કુશલ યોગમાં તેનો નિયોગ કરવો. ૮ કાયમુર્તિ કાચબાની પેઠે કાયાને સંકોચી રાખી અકુશલ યોગથી નિવર્તાવી, કુશલ યોગમાં જ જોડવી. ( તપાચાર) (છ બાહ્ય, છ અત્યંતર) ૨૨૪ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૧. અનશન ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, પ્રમુખ તપ કરી તેટલા દિવસ સુધી કે અંતે જીવિતપર્યત ભોજનનો ત્યાગ કરવો તે. જોદરીસંયમ જીવનના નિર્વાહાથે જરૂર પૂરતાં આહારથી બે ચાર કવલજૂન મહાર લેવો. ૩. વૃત્તિસંક્ષેપનિયમિત ભોજન, એક કે બે વખત અમૂક જરૂરી યોગ્ય વસ્તુથી જ ચાલી લેવું. રસત્યાગ દૂધ દહીં, ઘી તેલ, ગોળ પ્રમુખ વિગેય અથવા ષડરસ ભોજનનો બને તેટલો ત્યાગ કરવો. ૫. કાયકલેશ શીતતાપાદિક જાણીબુજીને સહન કરવા તેમ જ કેરાલોચ પર ખ સહન કરવા દસંલીનતા કાયાને સંકોચી, સ્થિર આસન પ્રમુખદેહદમન આત્મકલ્યાણાર્થ કરવું. ૧. પ્રા પશ્ચિત-જાણતા કે અજાણીતા ના ક વેતરાયા કરેલા પાપકર્મ નિષ્કપટપણે સદ્ગુરુ સમીપે આવી નિંદી તેવા પાપકર્મ જણીબુઝી તે ફરીથી નહિ કરવાની શરતે શુદ્ધ ભાવથી પાપનું નિત" .. કરવું. ૨. વિનય અરિહંતાદિક પૂજ્યપદની ભક્તિ, બહુમાન, ગુણાતિ, આશાતના વર્જન પ્રમુખ કરવા. ૩. વૈયાવચ્ચ સંઘ, સાધર્મિક, આચાર્ય, બાળ, ગ્લાન, મુનિ, સ્થવિર પ્રમુખ ગુણીજનોની ઉચિત છે કરવી. ૪. સ્વાધ્યાય અભિનવ શાસ્ત્ર ભણવું શંકાનું સમાધાન પૂછવું. અર્થ રહસ્યની આલો ના કરી લેવી, અને ગુરુગમ્ય શીખેલુ શ . . અબૂઝને સમજાવવા શ્રમ લેવો. ૫ ધ્યાન દોષ દૃષ્ટિથી થતા દુર્ગાનનો ત્યાગ કરી, શુભદષ્ટિથી વસ્તુસ્વરૂપનો એકાગ્રપણે વિચાર કરવા, તથા આર્તરોદ્ર તજી દઈ ધર્મશુકલ ધ્યાન પામવા સારુ આજ્ઞાનુસાર ઉદ્યમ કરવો. ૬. ઉત્સર્ગ દેહાદિકની માયા (મમતા) તજી ચિલાતીપુરા, દઢપ્રહારી, મેતારજમુનિ, ગજસુકુમાલાદિકની પેઠે કાઉસ્સગ્ગ ધ્યાનમાં અડગ રીતે ઊભા રહી ઉપશમ, વિવેક, સંવરના બળથી કર્મ શત્રુનો જય કરવા પ્રબળ પુરુષાર્થને સ્કુરાયમાન કરવો તથા દેહાદિકનું ભાન ભૂલી આત્મામાં જ ઉપયોગ ધારણ કરવો. M૨૨૫ ૨૨૫ ~ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (વીર્યાચાર) સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા, ગમે તેણે પોત પોતાના અધિકાર અનુસારે કર્તવ્યો કરવા. પોતાના મન, વચન અને કાયાના છતા બળવીર્યને ગોપાવ્યા વિના યથાશક્તિ તેનો સદુપયોગ કરવો. મતલબ કે સાધુ સાધ્વીએ સંયમકરણી (પંચહાવ્રતનું પાલન, પાંચ ઇંદ્રયોનું દમન, ચાર કષાયનું જીતવું અને મન, વચન, કાયાની શુદ્ધિ) કરવામાં પોતાનું છતુ બલી વીર્ય ગોપવવું નહીં. તેનો કોઈપણ રીતે ગેરઉપયોગ નહિ કરતા સદુપયોગ કરવામાં જ લક્ષ રાખવું, તેમજ શ્રાવક, શ્રાવિકાએ પણ સ્વગૃહસ્થ ધર્મનું આરાધન કરવા સદ્ગુરુના વચનામૃતનું પાન શ્રવણ આદરસહિત કરી સ્વશક્તિ અનુસારે પોતાના મન, વચન, કાયા, ધનનો સદુપયોગ કરી લેવા ચૂકવું નહિ. પોતાની શક્તિનો જે સદુપયોગ થાય તે જ સાર્થક છે. બાકી તેનો ગેરઉપયોગ જે થાય છે તે તો કેવળ સંસારની વૃદ્ધિ માટે જ છે એમ જાણવું. સો પ્રકારના મૂખ) ૧ જે જમીને જંગલ જાય તે મૂર્ખ. ૨ જે વાત કરતો હસે તે મૂર્ખ. ૩ જે વને ગહને વાત સંભારે છે તે મૂર્ખ. ૪ જે બાળકનો સંગ કરે તે મૂર્ખ. પ જે કામ વિના પર ઘર જાય તે મૂર્ખ. ૬ જે બાપને નીચની ઉપમા આપે તે મૂર્ખ ૭ જે કામકાજ વિના પાપ કરે તે મૂર્ખ, ૮ જે કાર્ય વિના લડાઈ કરે તે મૂર્ખ. ૯ જેદાન આપતા આડો આવે તે મૂર્ખ. ૧૦ જે બદ્ધ બથ્થા બાધે તે મૂર્ખ. ૧૧ જે ગીત ગાતા વચ્ચે વાત કરે તે મૂર્ખ. ૧૨ જે મોટા માણસ પાસે ફર્યા કરે તે મૂર્ખ. ૧૩ જે નીચ માણસની સંગતિ કરે તે મૂર્ખ. ૧૪ જે ખુલ્લા મોઢે મોટા સાથે વાત કરે તે મુર્ખ. ૧૫ જે એકલી સ્ત્રી સાથે ગોષ્ઠી કરે તે મૂર્ખ. ૧૬ જે રાજવર્ગ સાથે ચડીને બોલે તે મૂર્ખ. ૧૭ જે જંગલ જઈને વૃક્ષની પૂઠે બેસે તે મૂર્ખ. ૧૮ જે દરબારમાં જૂઠું બોલે તે મૂર્ખ. ૧૯ જે રૂપાળી સ્ત્રી દેખી ન ૨૨૬ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મશ્કરી કરે તે મૂર્ખ. ૨૦ જે ગુરુના સામો બોલે તે મૂર્ખ. ૨૧ જે ઝાડો પેસાબ કરતાં બોલે તે મૂર્ખ. ૨૨ જે ગુરુ સામો બેઅદબીથી બેસે તે મૂર્ખ. ૨૩ જે કુલીન સ્ત્રીને ઘરે જાય તે મૂર્ખ. ૨૪ જે સોનીનો વિશ્વાસકરે તે મૂર્ખ ૨૫ જે જાણીને કુકર્મ કરે તે મૂર્ખ. ૨૬ જે વૈદ્ય આગળ પ્રથમ રોગ પ્રકાશે તે મૂર્ખ. ૨૭ જે શેરી વચ્ચે એકલી સ્ત્રીના સાથે વા કરે તે મૂર્ખ. ૨૮ જે રાજાની પ્રીતિ જાણી વિશ્વાસ કરે તે મૂર્ખ. ૨૮ જે રાજાની પ્રીતિ જાણી વિશ્વાસ કરે તે મૂર્ખ. ૨૯ જે હુંકારો દીધા વિના વાત કરે તે મૂર્ખ ૩૦ જે પંડિત સાતે ઠગાઇ કરે તે મૂર્ખ. ૩૧ જ્યાં ચોર વાઘનો ભય હોય ત્યાં એકલો જાય તે મૂર્ખ. ૩ર જે એકલો છતા ઘણાની સાથે વાદ કરે તે મૂર્ખ. ૩૩ જે ઓળખાણ વિનાના માણસો જોડે બહાર નીકળે તે મૂર્ખ. ૩૪ જે ઉકરડે ઘણી વાર બેસે તે મૂર્ખ. ૩૫ જે વાતો સાંભળતા હસે તે મૂર્ખ ૩૬ જે પિચ્છાણ વિનાના સાથે ગુહ્ય વાત કરે તે મૂર્ખ. ૩૭ જે સામે ટેકરે બેસી મુતરે તે મૂર્ખ ૩૮ જે ઉકરડે બેસી જમે તે મૂર્ખ ૩૯ જે જમતો ઊઠે બેસે તે મૂર્ખ ૪૦ જે નિર્લજ્જ થઈ મુતરવા બેસે તે મૂર્ખ. ૪૧ જે ઉતાવળથી કામ કરવા જનારને રોકે તે મૂર્ખ. ૪૨ જે મોટા કલેશમાં પેસે તે મૂર્ખ ૪૩ જે કોરી , ડાઢી મુંડાવે તે મૂર્ખ. ૪૪ જે શુકન વર્જ ગામ જાય તે મૂર્ખ. ૪પ જે નકૉમી કોઈને ગાળ દે તે મુર્ખ. ૪૬ જે ગાળિ દે ને મારે તે મૂર્ખ. ૪૭ જે અણભાવતું જમે તે મૂર્ખ ૪૮ જે સલાટ સુતાર ઘડતા હોય તે સામો રહે તે મૂર્ખ. ૪૯ જે સોગઠે રમતા વાદ કરે તે મૂર્ખ. ૫૦ જે તરતા નહિ આવડતાં છતાં પાણીમાં પેસે તે મૂર્ખ. ૫૧ જે જમાવાનાં વખતે રીસાય તે મૂરખ. પરજે ચાલતા સર્પને છેડે તે મૂર્ખ પ૩ જે બેસતા ન આવડે ને ઘોડે ચડે તે મૂર્ખ પ૪ જે ચાલતા બળદને મારે તે મૂર્ખ પપ જે સાંઢને ચોટ નાંખે તે મૂર્ખ પર જે જૂઠા જનાવરને પકડે તે મૂર્ખ. પ૭ જે પંડિત થઇને ભણાવે તે મૂર્ખ ૫૮ જે દેદાર થઈને ફરે તે મૂર્ખ. પ૯ જે રિસાણા મિત્રને મનાવે તે મૂર્ખ. ૬૦ જે ગુહ્યની મિત્રાઈ કરે ૨૨૩ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે મૂર્ખ. ૬૧ જે નિર્બળ છતાં બલિષ્ટ કામ કરે તે મૂર્ખ. ૬૨ જે રમત કરતાં રીસ કરે તે મૂર્ખ. ૬૩ જે ધર્મ કરતાં વચ્ચે આંટી નાંખે તે મૂર્ખ. ૬૪ જે બલવંત થઇ કામ પાડી પુરુષને વેઠે તે મૂર્ખ ૬૫ જે પરના ગુહ્યનો પ્રકાશ કરે તે મૂર્ખ. ૬૬ જે જમીને ઊઠી તુરત પાણી પીએ તે મૂર્ખ. ૬૭ જે રૂતુ આવે ભોગ કરે તે મૂર્ખ.૬૮ જે જાણીને ગુરુને ન નમે તે મૂર્ખ. ૬૯ જે બુઠી લેખણે લખે તે મૂર્ખ. ૭૦ જે ભણતાગણતા રીસાય તે મૂર્ખ. ૭૧ જે ભણતા આળસ કરે તે મૂર્ખ. ૭૨ જે યાચકની સાથે વાત કરે તે મૂર્ખ. ૭૩ જે સાંભળ્યા વિના વાત કરે તે મૂર્ખ ૭૪ જે રાત્રિયે માંચો ખેંચે તે મૂર્ખ ૭૫ જે દીવાને બળ લગાડે તે મૂર્ખ. ૭૬ જે અપવિત્ર રહી દરબારમાં જાય તે મૂર્ખ. ૭૭ જે ચેલાને પુત્રની પેઠે લાડ લડાવે તે મૂર્ખ. ૭૮ જે લખતાં વાત કરનારની વાત સાંભળે તે મૂર્ખ. ૭૯ જે પુત્રની વહુ સાથે રીસકરે તે મૂર્ખ ૮૦ જેરૂપાળી સ્ત્રીને રઝળતી મૂકે તે મૂર્ખ. ૮૧ જે નકામો કલેશકરે તે મૂર્ખ ૮૨. જે ઘણા વિદ્યા ગુરૂ કરે તે મૂર્ખ ૮૩. જે અગ્નિ લાગ્યાથી સાંકળ દે તે મૂર્ખ ૮૪ જે કૂવા કાંઠે હાંસી કરે તે મૂર્ખ. ૮૫ જે દરબારમાં જૂઠી સાક્ષી પુરે તે મૂર્ખ. ૮૬ જયાં બે જણ વાત કરતા હોય ત્યાં જોવા આવે તે મૂર્ખ. ૮૭ જે જમવા પહેલા ઝાડે જાય તે મૂર્ખ. ૮૮ જે ઊભો ઊભો કૂતરે તે મૂર્ખ. ૮૯ જે પવન સામે પૂંઠ કરી જંગલ બેસે તે મૂર્ખ. ૯૦ જે વેશ્યાની સંગતિ કરે તે મૂર્ખ ૯૧ જે ઘરની વાત બીજાને કહે તે મૂર્ખ. ૯૨ જે રસ્તે ચાલતા ખાય તે મૂર્ખ. ૯૩ જે સ્ત્રીનો વિશ્વાસ કરે તે મૂર્ખ. ૯૪ જે પાપીનો સંગ કરે તે મૂર્ખ.૯૫ જે નાના પ્રકારનાં વ્યસનો સેવે તે મૂર્ખ. ૯૬ જે ધારેલું કાર્ય પાર પાડવા વિના બીજાને કહેતે મૃ. ૯૭ જે ક્ષુધા લાગ્યા વિના ભોજન કરે તે મૂર્ખ. ૯૮ જે વગર વિચાર્યું કાર્ય કરે તે મૂર્ખ ૯૯ જે એલ ફેલ ભેડા વચનો મૂર્ખમાંથી કાઢે તે મૂર્ખ ૧૦૦ જે સમય વિનાની વાત કરે તે મૂર્ખ. સો પ્રકારનાં મૂર્ખના લક્ષણ ૨૨૮ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (બુદ્ધિ ઉપર શારદાટુંબનું દૃષ્ટાંત ) જ્યાં અન્યાયનો તો ગંધ માત્ર નહોતો એવી ધારા નામની નગરી હતી તે નગરીનો સ્વામી ભોજરાજા ત્યાં રાજ્ય કરતો હતો. તે નગરીમાં સાત માળનો એક મોટો મહેલ હતો, અને તેને વિષેકોઈ કહેવા આવે તેને વ્યંતર કહેતો હતો કે જે કોઈ મારા પ્રશ્નોનો ઉત્તર આપે તે જ આ ઘરમાં રહે એટલે તેના ચાર પ્રશ્નોનો ઉત્તર કોઈ પણ નહિ આપી શકવાથી તે મહેલમાં કોઈ વાસ કરી શકતું નહિ. અન્યદા પ્રસ્તાવે તે નગરીમાં રહેવા માટે એક શારદાકુટુંબ આવ્યું, અને આ કુટુંબમાં માતા, પિતા, પુત્ર, પુત્રી, પુત્રની વહુ અને સેવક વર્ગ પણ પંડિત હતો. તેમણે નગર બહાર રહીને ભોજરાજાને કહેવરાવ્યું કે આપની રજા હોયતો અમો આ નગરમાં રહેવાને માટે આવીને એટલે રાજાએદૂધથી ભરેલું કચોળું મોકલાવ્યું. આ ઉપરથીરાજાયે એમ સૂચવ્યું કે, જેમ આકચોળું દૂધથી ભરેલું છે, તેમજ આ મારું નગર પણ મનુષ્યોથી સંપૂર્ણ ભરેલું છે, જેમ દૂધનાચોળામાં જરાપણા જગ્યા ખાલી નથી તેમજ આ નગરમાં પણ જગ્યા ખાલી નથી, માટે મુકામ ખાલી વિના તમો રહેશો કયાં ? હવે આના જવાબમાં તે શારદા કુટુંબે તે દૂધના કચોળામાં ખાંડના પતાસા નાંખીને રાજા પાસે પાછું મોકલાવ્યું, અર્થાત્ એવું સૂચવ્યું કે જેમ આ થના કચળામાં ખાડનાં પતાસાં સમાઇ ગયાં, તેવી જ રીતે અમે આ તમારા નગરમાં સમાઈ ઈશું. - ગી તેની સાથે વિશેષમાં કહેવરાવ્યું કે ધારાનગરીમાં માણસોથી પૂર્ણ ભરેલી છે, તેમાં રહેવાની જગ્યા નથી એમ કહેવરાવો છો, પણ ભોજરાજા જેવા વિદ્વાન્ માણસો પણ ચૂકે છે. તેના ધ્યાનમાં એ વાત આવતી નથી કે સર્વે માણસો સરિખા હોતા નથી, કારણ કે મનુષ્ય મનુષ્યમાં કર્મ કરેલું પારાવાર અંતર હોય છે. પત્થર પત્થરમાં પણ અંતર હોય છે એક પત્થર પ્રતિમા રૂપે નિરંતર કેશર, ચંદન, બરાસ, પુષ્પ થી પ્રજા : છે, અને એક પત્થર ઉપર સર્વ પગ મૂકે છે એટલું જ નહિ પરંતુ જો ઠોકર વાગે તો તે પથ્થર ઉપર પણ રોપથઇ જાય છે, -૨૨૯) ૨૨૯ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વળી હાથી હાથણીમાં પણ ફેર હોય છે. એકના ઉપર સોનાની અંબાડી ચાંદીનો હોદો, સોનેરી કશબી ઘુઘરીયો ઘમકાર કરતી ઝુલો ચડાવવામાં આવે છે, અને તેને ફૂલો તથા ફૂલોની માળા ચડાવી, નાના પ્રકારનો શણગાર સજીને તેની આરતી ઉતારવામાં આવે છે, અને એક હાથીના ઉપર ગધેડાના પેઠે ઘણો જ ભાર લાદવામાં આવે છે. તે જ પ્રકારે ઘોડાઘોડાને વિષે પણ અંતર હોય છે, તેમજ કૂતરા કૂતરાની અંદર પણ ફેરફાર હોય છે, એક કૂતરો ઘરમાં પેસતો લાકડીયોનો માર ખાય છે. ત્યારે એક કૂતરો ગાડી, ઘોડાગાડી, પાલખી તેમજ ગાદી ઉપર તેના સ્વામી સાથે બેસે છે. પક્ષી પક્ષીમાં પણ અંતર હોય છે.કાગડો જયારે બોલે છે ત્યારે તેને કાંકરો મારીને ઉડાડી મુકાય છે, અને કોયલ જ્યારે બોલે છે ત્યારે તેને આદરમાન આપવામાં આવે છે, આ સર્વે વચનો મહિમા છે, મનુષ્ય મનુષ્યમાં પણ બહુ જ ફેરફાર હોય છે. એક વિવિધ પ્રકારના સુવર્ણ, હીરા, મણિ, માણેકના અલંકારો, અને હીરાગળ રેશમી વસ્ત્રોથી ભરપૂર એશારામ કરી ગાડી, ઘોડા, મોટર, હાથી ઉપર બેસી ફરનારા હોય છે અને એકના પાસે પહેરવાના ફાટેલા વસ્ત્ર, અગર લોઢાની વીંટી, અગર ખાવાને પૂરા દાણા , તેમજ રહેવાનેઝુંપડું સરખું પણ હોતું નથી. એકને સર્વ પોતાની પાસે બેસાડે છે અને એકને સર્વેજણા દૂર કાઢે છે, એકને રાજસભામાં આગ્રહથી બોલાવે છે અને એકને ધક્કામુક્કા મારી રાજસભાના બારણા પાસેથી દૂર હડસેલી દેવાય છે. એક અજાણ્યા સ્થાનમાં પણ માન, પાન, સન્માન, પૂજાને પાત્ર બની શકે છે ત્યારે એક જાણીતા સ્થાનમાં પણ અપમાનને પાત્ર બની છે. એક સુરૂપી બીજો કદ્રુપી, એક સુખી બીજો દુઃખી, એક ધનવાન બીજો નિર્ધન, એક પંડિત બીજો મૂર્ખ, એક રોગી બીજોનિરોગી, એક વ્યસની બીજો નિર્બસની, એકક્રોધી બીજો શાંત, આ રીતે મનુષ્યોના મહાન્ અંતરને હે ભોજરાજા ! તમે કેમ નિહાળી શકતા નથી ? આવી રીતે શારદાકુટુંબે રાજાના માણસો પાસે રાજાને હકીકત કહેવરાવી, અને ૨30 For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પતાસા નાખેલુ દૂધનું કચોળું રાજા પાસે મોકલાવ્યું,તેથી ભોજ રાજાએ શારદા કુટુંબને નગરીમાં રહેવાનો આદેશ આપ્યો. જ્યારે શારદા કુટુંબ પણ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ભોજરાજાએ તેને કહ્યું કે આ નગરમાં જયાં તમોને રહેવાનું સ્થાન મળે ત્યાં તમે સુખપૂર્વક નિવાસ કરો. ત્યારબાદ શારદાકુટુંબ મકાન માટે નગરમાં ફરવા લાગ્યું, તેવામાં તેને એક બાલિકા મળી તેથી તેને શારદા કુટુંબે પૂછયું કે બહેન ! તું કોની બાલિકા છે ? તું કોની દીકરી છે? એવા વચન સાંભળીને તે બાલિકા બોલી – पर्वताग्रे रथोयाति, भूमौ तिष्ठति सारथी । चलती वायुवेगेन, तस्याहंकुलबालिका ॥१॥ ભાવાર્થ : પર્વત ઉપર રથ ચાલે છે અને તેનો સારથી જમીન ઉપર રહીને તે રથને ચલાવે છે. તે રથ પણ વાયુવેગે ચાલે છે તેની હું પુત્રી છું. એટલે શારદાકુટુંબ સમજી ગયું કે આ કુંભારની પુત્રી છે. કુંભારનું ચક્ર અમુક વસ્તુ પદાર્થ ઉપર ઊંચું રાખેલું હોય છે, તેથી તે પર્વતના અગ્રભાવ ઉપર પૈડું ચાલવાથી પર્વત ઉપર રથ ચાલે છે, અને તેનો ચલાવનાર નીચે જમીન ઉપર ઊભો રહી તે પૈડાને ચલાવતો હોવાથી તે સારથી કહેવાય છે. ચક્ર પવનના વેગે ફરે છે માટે તેની આ પુત્રી છે. માટે તેની આ પુત્રી છે. આગળ જતાં બીજી એક બાલિકા મલી, એટલે તેને પૂછયું કે તું કોની પુત્રી છે ? તેથી તે બોલી કે - अजीवा पत्र जीवन्ति, निःश्वसंति मृता अपि । कुटुंबकलहो यत्र, तस्याहं कुलबालिका ॥२॥ ભાવાર્થ : જયાં જીવ વિનાના પણ જીવે છે અને મરણ પામેલા પણ શ્વાસ લે છે, તેમજ જ્યાં કુટુંબમાં કલેશ પણ ચાલ્યા કરે છે તેની હું પુત્રી છું. તેથી શારદા કુટુંબ સમજી ગયું કે, આ લુહારની પુત્રી છે, લુહારની ધમણને ધમવાથી જીવ નહિ છતાં પણ જીવે છે, અને ચામડામાં જીવ નહિ છતા એટલે કે મરણ પામેલ છતાં પણ તે ધમણને દમવાથી ૨૩૧ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શ્વાસ લે છે. હવે લોઢાને તપાવે છે અને તપાવેલ લોઢા ઉપર લોઢાના જ ઘણો મારવાથી કુટુંબ કલેશ હોય છે ને હું પુત્રી છું એટલે લુહારની પુત્રીનું એમ કહ્યું વળી આગળ ચાલતા એક બાલિકા મળવાથીતેને પૂછતાં તે બાલિકા બોલી કે शिरोहीना नरा यत्र, द्विबाहु कर वर्जिताः, जीवंतं नरं भक्षत, तस्याहं कुलबालिका ॥३॥ | ભાવાર્થ : જ્યાં મનુષ્યો માથા વિનાના હોય છે, બે બાહુ હોયછે પણ અંદર કર (હાથ) નથી, અને જીવતા નરને જે ગળી જાય છે તેની હું પુત્રી છું, આવા ઉત્તરથી શારદાકુટુંબ સમજી ગયુંકે, આ દરજીની પુત્રી છે, અંગરખા, અગરકોટ બનાવે છે, તેમાં મસ્તક હોતું નથી. અને બે બાંહ્યો હોય છે પણ અંદર હાથ હોતા નથી, અને તેને જીવતા માણસો પહેરે છે એટલે કોટ તેને ગળી જાય છે, તેની પુત્રી એટલે હું દરજીની પુત્રી છું એમ સમજી શકાયું. આગળ ચાલતાં વળી એક બાલિકા મળી, તેને પુછવાથી તે બોલી કે – जलमध्ये दीयते दानं, प्रतिग्राहीन जीवति ।। दातारो नरकं यान्ति, तस्याहं कुलबालिका ॥४॥ ભાવાર્થ : પાણીમાં જે દાન દે છે, તેનાં લેનારાં, ખાનારા જીવતાં નથી અને દાન આપનાર દાતાર નરકે જાય છે, તેની હું પુત્રી છું, એટલે શારદા કુટુંબ સમજી ગયું કે આ માછીમારની પુત્રી છે, કારણ કે માછીમાર લોકો લોઢાના કાંટામાં આંકડામાં) લોટની ગોળી વિગેરે ભરાવીને પાણીમાં મૂકે છે, તેને ખાવા જનાર માછલાતે લોઢાના આંકડામાં ભરાઈ જઈને મરણ પામે છે, અને એવા પ્રકારનું પાપરૂપી દાન કરનારા દાતાર નરકે જાય છે, એ માછીમારની હું પુત્રી છું તેમ જણાવ્યું આવી રીતે જ્યાંકુંભાર,લુહાર દરજી, અને માછીમારની પુત્રીઓ પણ વિદ્વાન હતી તેવા આ શહેરમાં ફરતા ફરતા શારદા કુટુંબના માણસો જે મહેલમાં વ્યંતરનો વાસો છે તે મહેલ પાસે આવ્યા અને તે ઘરને ખાલી જોઇને તેના (૨૩૨ - For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અંદર રહેવાનો વિચાર કરીને તે શારદા કુટુંબ તે મહેલમાં પેઠું એટલે અંદર રહેલો વ્યંતર બોલ્યો કે પ્રથમ મારા ચાર પ્રશ્નોનો ઉત્તર આપો, પછી આ મહેલમાં રહો. અને ઉત્તર ન આપી શકો તો અહીંથી ચાલ્યા જાઓ, તેથી શારદા કુટુંબના મુખ્ય માણસે તેને કહ્યું કે કહો તમારા ચાર પ્રશ્નો કેવા પ્રકારના છે ? ત્યારે વ્યંતર બોલ્યો કે જે સહુની પાસે હોય છે તે શું ? આ પ્રશ્નોનો ઉત્તર આપો. શારદા કુટુંબના મુખ્ય માણસે કહ્યું કે સુમતિ અને કુમતિ એ સર્વની પાસે છે. સુમતિ સુખસંપત્તિ આપનારી છે, કુમતિ દુઃખ આપનારી છે. પાણિનીય વ્યાકરણમાં જ્યાં એ પદ આવે છે ત્યાં એવો અર્થ કરેલો છે. આ અર્થ સાંભળી વ્યતર રાજી થયો અને બીજો પ્રશ્ન બોલ્યો : આખા ગોત્રમાં એક પુરુષ ભલો હોય તે કેવો કહેવાય? ઉત્તર જે આખા કુટુંબનો નિર્વાહ કરે તે એક પુરુષ આખા કુટુંબમાં શ્રેષ્ઠ ગણાય છે, બીજા જે પોતાનું પેટ માત્રા પણ ભરી ન શકે આવા દરિદ્રી શું કામના હતા ? કહ્યું છે કે – ન જોઇએ તે લાખ,જોઇએ તે એક જ નહિ એકે એકજ લાખ, લાખ મળે એક જ નહિ. ૧ ભાવાર્થ : ન જોઈએ તેવા લાખ મળે, અને જોઇયે તે એક જ મળે નહિ, એકપણ એક લાખ જેવો હોય છે તે એક લાખથી પણ મળે નહિ. વળી પણ કહ્યું છે કે – હંસાનેરા બેસણું, બગલા બેઠાં વીશ, જે કિરતારે બડા કીયા, તે શું કેસી રીસ ? કયું કીજે અરહિટેડે, વહે જે બારે માસઃ જળધર વરસે એકઘડી, પૂરે જનની આશ. ૩ કોરે ન ચડ એરંડ તું, દેખી ગિરૂઆ પત્ર, ફળફ ધડક્કા જે ખમે, તે તો તરુવર અન્ન. ૪ એક છતાં પણ જે લાખના પેટ ભરે છે તે પુરુષથી આંગણું શોભે છે, તેથી એક જ ભલો છે, આ ઉત્તર સાંભળી વ્યંતર પ્રસન્ન થયો ૨૩૩ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અને ત્રીજો પ્રશ્ન બોલ્યો કે વૃદ્ધોએ શું ન કરવું ? શારદાકુટુંબે ઉત્તર આપ્યો કે વૃદ્ધોએ પરણવું નહિ, કારણ કે બાળવયની નાની સ્ત્રી કોઈ યુવાનના પરિચયમાં આવતાની સાથે જ તેના સાથે લુબ્ધ થઈ જાય છે. પછી તેને લઇને તે યુવાન પુરુષ ચાલ્યો જાય છે, એટલે લોકમાં આબરૂના કાંકરા થાય છે, માટે વૃદ્ધ માણસોએ ભૂલ્યા ચૂકયા પણ કદાપિ કાલે પરણવાનો વિચાર કરવો નહિ. આવો ઉત્તર સાંભળીને વ્યંતર બહુ જ ખુશી થયો, તેથી વ્યંતર ચોથો પ્રશ્નો બોલ્યો કે જે ઘરમાં સ્ત્રી પુરુષનું કામ કરે છે તેનું શું થાય છે ? શારદાકુટુંબે ઉત્તરમાં જણાવ્યું કે તે કુટુંબ નાશ પામે છે, કારણ કે જે પુરુષ ગુહ્યની વાત સ્ત્રીને કહે છે તે પુરુષનું ઘર વિનાશ પામે છે. આ પ્રસંગ ઉપર એક કોળીનું દૃષ્ટાંત છે. કુંડલપુર નામના નગરમાં એક મંથર નામનો કોળી રહેતો હતો. તે તાણા પીંજણનું કામ કરતો હતો. એક દિવસતે લાકડાં લેવા વનમાંગયો. ત્યાં તેણે એક સીસમનું વૃક્ષ બહુ જ સારું દેખીને તેને કાપવાનો વિચાર કર્યો, એટલે તે વૃક્ષના ઉપર રહેલ વ્યંતરને ચિંતા થવાથી તેણે કોળીને કહ્યું કે આ વૃક્ષ ઉપર મારે રહેવાનો વાસો છે, માટે તેનું તું કાપીશ નહિ. પણ કોળીયે નહિ માનતાં તે વૃક્ષના ઉપર કુહાડાનો ઘા કર્યો, એટલે વ્યંતરે વિશેષ કોપાયમાન થઇને કહ્યું કે અરે ભાઈ તું આ વૃક્ષને કાપવું કોઈ પણ રીતે છોડી દે, અને તારા ઉપર હું તુષ્ટમાન થયો છું માટે વર માગ, તું જે માગે તે તને આપું. એટલે કોળીયે કહ્યું કે ઘરે જઈ સ્ત્રીને પૂછી આવું કે શું માગું ? એમ કહી ઘર ભણી બૅરીને પૂછવા માટે ગયો અહીં શાસ્ત્રકાર મહારાજા કહે છે કે જે કોઈ નરમાશવાળા હોય છે તેને કોઈ ગણત્રીમાં ગણતું નથી, અને જ્યારે શકત થાય છે ત્યારે તેની ખબર લેવાય છે. એક હાથી નરમ થઈને રખડતો હતો એટલે તેને કોઈ કુંભાર પોતાને ઘરે લઈ ગયો અને પોતાના ઘરનું કામ તેના પાસે કરાવવા લાગ્યો તેમજ તેની ખાવાપીવાની સારસંભાળ કરવી છોડી દીધી, તેથી તે હાથી કદર્થના પામવા લાગ્યો. M૨૩૪) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેવામાં કોઈએ તેને શિખામણ દીધી કે ભાઈ ! આવી રીતે કોઈ તારી સંભાળ લેશે નહિ, માટે તું જેવો મોટો છે તેવો મજબૂત થઈ તારું પરાક્રમ બતાવ. એટલે તેણે કુંભારના વાસણો ભાંગી નાંખ્યા ચાકડો તોડી નાખ્યો અને બહાર નીકળ્યો તેથી રાજાના માણસોએ તેને ગ્રહણ કર્યો અને હસ્તિશાળામાં લઈ જઈ બાંધ્યો. તેમજ શેરડીનો ઉત્તમ ચારો પણ તેને મળ્યો. આ દષ્ટાંત ઉપયોગી બહુ જ છે, માટે કોઈ એવા પ્રકારના પ્રસંગમાં ધ્યાન ઉપર લેવાથી બહુ જ ઉપયોગી થઈ પડે છે. હવે તે કોળી જયારે તેની સ્ત્રીને પૂછવા ચાલ્યો ત્યારે રસ્તામાં તેનો મિત્ર મળ્યો, તેને દેવ પ્રસન્ન થયા કેના સંબંધી વાત કરીને પૂછયું કે શું માગું? ત્યારે મિત્ર બોલ્યો કે રાજ માગજે, કોળી બોલ્યો કે મારી સ્ત્રી કહેશે તે માગીશ. પછી ઘરે જઈ સ્ત્રીને કહ્યું કે દેવ પાસે શું માગું ? મિત્રે તો મને રાજ માગવાનું કહેલું છે એટલે સ્ત્રીએ વિચાર કરીને કહ્યું કે જો રાજ માગવાનું કહીશુ તો રાજ મળ્યાથી મને છોડી દેશે, માટે એવું મંગાવું કે મને છોડે નહિ, એમ વિચારીને કહ્યું કે આપણે તો કોળીભાઈ કહેવાઇએ, રાજ માગીને શું કરવું હતું? રાજ્ય તો ક્ષત્રિયો જ કરે. કોળીઓથી રાજ્ય થાય જ નહિ, માટે તમો બે માથા અને ચાર હાથ માગો કે તેથી બમણું કામ થાય, લાકડા બમણા ઉપાડી લવાય અને લાકડા કાપી પણ ઘણા શકાય અને તેનાથી પૈસા પણ વધારે આવે, તેથી આપણી આજીવિકા પણ સારી ચાલે આવા પ્રકારના બૈરીના વચનને માની લઈ દેવ પાસે ચાર હાથ અને બે માથાં માગવાથી દેવે તુરત તેમજ કરી દીધું. ત્યારબાદ લાકડા લઇને કોળી પોતાના ઘર તરફ ચાલ્યો. હવે જેવો નગરના દરવાજામાં પેસે છેતેવામાં લોકોએ વિચાર કર્યો કે આ કોઈ રાક્ષસ આવે છે કારણ કે મનુષ્યને બે માથાને ચાર હાથકદાપિ કાળે હોય નહિ. લોકોએ પત્થર, માટી, યઝી, મુઠીના માર મારવાથી નીચે પડયો અને પ્રાણ મુક્ત થઈ ગયો. હવે શાસ્ત્રકાર મહારાજા કહે છે કે એક તો જે માણસને પોતાનામાં બુદ્ધિ નથી, વળી જે ડાહ્યા માણસો તેમજ મિત્રોના ૨૩૫ ] For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વચનોને નહિ માનતા અનાદર કરે છે અને જે સ્ત્રીના વચન ઉપર વિશ્વાસ કરીને તેના કહ્યા પ્રમાણે ચાલે છે તે આ કોળીના પેઠે અકાળે મરણ પામી દુઃખી થાય છે, માટે ડાહ્યા માણસોએ સ્ત્રીની સલાહ લઇને તેના વચન પ્રમાણે ચાલવું નહિ. આવા પ્રકારનો ઉત્તર સાંભળીને વ્યંતરે પ્રસન્ન થઈ રાજીખુશીથી શારદાકુટુંબને તે ઘરમાં વાસ કરવાની આજ્ઞા આપવાથી શારદાકુટુંબ પણ શાંતિથી અંદર રહેવા લાગ્યું. (શીયલવતીનુ બુદ્ધિનું દષ્ટાંત) કોઈ એક નગરમાં રત્નાકર શ્રેષ્ઠી વાસ કરતો હતો. તેને અજિતસેન નામનો પુત્ર થયો. તે યૌવન અવસ્થા પામ્યા પછી તેને જિનદત્તની પુત્રી શીલવતીની સાથે પરણાવ્યો, શીલવતી બહુજ પવિત્ર ગુણોવાળી હતી, તે એકદા રાત્રિને વિષે ઘડો લઈને બહાર ગઈ અને કેટલીક વારે પાછી આવી, તેથી તેના સસરાને વહેમ આવ્યો કે આ સારા લક્ષણવાળી નથી તેણે પોતાના પુત્રને વાત કરી, પરંતુ તે ડાહ્યો હોવાથી અને પોતાની સ્ત્રીના પવિત્ર ગુણો જાણતો હતો, તેથી તેણે મૌન ધારણ કર્યું અને પોતાના પિતાના કહેલા વચનો ઉપર શ્રદ્ધા ન થઈ. બાદ સાસરે કપટ કરીને શીલવતીને કહ્યું કે તારા પીયરથી તને બોલાવે છે, એમ કહીને તેણીને લઈને તેનો સસરો ચાલ્યો. ચાલતા ચાલતા રસ્તાને વિષે નદી આવી. પુત્રની વહુને સસરે કહ્યું કે પગમાંથી પગરખા કાઢી નાખ પણ તેણીએ પગરખા કાઢડ્યા નહિ તે પગરખા સહિત નદી ઉતરી તેથી સસરાએ વિચાર્યું કે આ વહુ અવિનયી છે. ત્યારબાદ રસ્તે ચાલતા સસરાએ વહુને કહ્યું કે આ ખેતરમાં મગ બહુ જ છે, તેથી વહુ બોલી કે કોઈ ભક્ષણ ન કરે તો કરે તો નહિ, તેથી સસરાને રોષ થયો ત્યારબાદ આગળ ચાલતા એક ગામને દેખીને સસરાએ કહ્યું કે આ ગામ ઘણા લોકોની વસ્તીવાળું છે, તેથી વહુએ કહ્યું કે આ ગામ ઉજ્જડ છે. તેવું સાંભળી સસરો વિચાર કરે છે કે આ સ્ત્રી બહુ જ વિપરીત અને ઉદ્ધત છે. હવે ગામમાં વસવા ગયા પરંતુ કોઈએ તેને ઉતારો આપ્યો ૨૩૬ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ તેથી વૃક્ષ નીચે રહ્યા. સસરો વૃક્ષ નીચે સૂતો, વહુ ઝાડની શાખાઓ હતી તેની નીચે વૃક્ષના મૂળથી દૂર રહી. હવે ત્યાં કોઈ માણસ નીકળ્યો તે રસ્તે જતો હતો તેને દેખી સસરાએ કહ્યું કે આ ચારો છે, એટલે વહુયે કહ્યું કે ન કુટેલ હતો તો. તે સાંભળી સસરાને અત્યંત રોષ ચડ્યા. ત્યારબાદ પ્રાત:કાળે આગળ ચાલ્યા. રસ્તામાં એક ગામ આવવાથી સસરો બોલ્યો કે આ ગામમાં વસ્તી થોડી છે, તેથી વહુએ કહ્યું કે આ ગામમાં લોકો બહુ જ વસે છે તેવું સાંભળી સસરો વિચાર કરે છે કે આ વહુ તદન નાલાયક છે ત્યારબાદ તે સ્ત્રી તે ગામમાં પોતાના મામાનું ઘર હોવાથી પોતાના સસરાની સાથે ત્યાં ગઈ અને તેના મામાએ ભોજન વિગેરેથી તેની સારી રીતે ભક્તિ કરી, હવે પ્રાત:કાળે ત્યાંથી ચાલવા માંડયા તે વખતે તેણીના મામાએ તેને ખાવાને માટે કરબો આપ્યો. તે લઈને તેઓ આગળ ચાલવા માંડયા. રસ્તામાં એક ઠેકાણે કરબો ખાવા બેઠા. મધ્યાહ્ન કાગડાનો શબ્દ થયો તે સાંભળી શીયલવતી બોલી કે એકથી તો દુ:ખી થઈ છું, તેથી સસરાનું ઘર છોડવા વખત આવ્યો છે હવે જો બીજાનું હું ઉપાસન કરું તો જીવતી પીયર ભેગી થવા પામું નહિ માટે હે કાગડા ! તું મૌન કર. આ અવસર તારે બોલવાનો નથી. શીલવતીના આવા વચન સાંભળીને ને તેનો સસરો બોલ્યો કે તું શું બોલી ? મને તારા વચન ઉપર શંકા આવે છે. તેથી વધુ બોલી કે પોપટ મીઠી વાણી બોલે છે તેથી તે ગુણોને લઇને તે બિચારો પાંજરામાં પુરાય છે, અને દુ:ખી થઇ જિંદગીની કેદ ભોગવે છે. રત્નના ગુણોથી સુમદ્રને દેવતાએ મંથન કરેલ છે. મોતીઓમાં ગુણો હોવાથી મોતીઓ વીંધાય છે. અગરમાં ગંધનો ગુણ હોવાથી તે અગ્નિદાહને પામે છે. શીતળતાના ગુણને ધારણ કરનાર ચંદન વૃક્ષ તીણ કુહાડાથી કપાય છે, છેદાય છે. જેમ ઉપરોક્ત વસ્તુઓ પોતાના ગુણોથી જ પરાભવ પામે છે તેમજ મારા ગુણોથી મારી આ દશા થઇ. મને તિરસ્કાર થયો અને સસરાના ઘરને ત્યાગ કરવાની ઇચ્છા નહિ છતાં પીયરમાં જવાનો વખત આવ્યો હું ૨૩૭ મા.ગ-૬ ફ!! - ૧૩ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાત્રિાયે સૂતી હતી ત્યારે મારા સાંભળવામાં શીયાલડીનો શબ્દ આવ્યો. તે એવું બોલી કે નદીમાં અલંકાર સહિત મડદુ તણાતુ આવે છે. માટે કોઈ આવી તેને ખેંચી કાઢી આભૂષણો લઇને મારૂ ભક્ષણ તે મડદું મને ખાવા આપો. આવી રીતે બોલવાથી અને મને જનાવરની ભાષા જાણવાનું જ્ઞાન હોવાથી હુ રાત્રિાએ ઘડો લઇ બાહાર ગઈ અને નદીમાં પડી મદડુ ખેંચી લઇ અલંકાર લઇને મદડું શીયાળણીને ખાવા આપ્યું, તે ગુણથી ઘર છોડીને અહીં આવવાનો વખત આવ્યો છે. હવે અહી કાગડા બોલે છે કે કરંબો તમે નહિ વાપરતા મને વાપરવા આપો, અને અહીં દસ લાખ દ્રવ્ય નિધાન છે તે તમે લ્યો. તેથી કાગડાને ના પાડું છું કે ભાઈ ! બોલ નહિ, મુંગો રહે. શીલવતીના તેવા વચન સાંભળી કાગડાને કરબો આપી તે જગ્યાએ ખોદી જોયું તો દસ લાખ સોનામહોરો નીકળી તે જોઇ આશ્ચર્ય પામેલા સસરાએ પોતાની વહુને સાક્ષાત લક્ષ્મી સમાન માની, તેના પગમાં પડી, પોતાના કરેલા અપરાધની ક્ષમા માગી, દેવના પેઠે આરાધન કરીને તેણીને લઈને પાછો પોતાના ઘર તરફ ફર્યા, રસ્તામાં ચાલતા સસરાએ પૂછયું કે નદીમાં પગરખા ઉતારવાનું મે કહ્યા છતાં તે ઉતાર્યા કેમ નહિ? વહુએ ઉત્તર આપ્યો કે કાંટા, કાંકરા, કાચ, પથરા હોય તો વાગી બેસે ? તેને લઇને પગરખા સહિત નદી ઉતરી ત્યારબાદ સસરાયે કહ્યું કે આ ક્ષેત્રમાં મગ ઘણા છે એમ મેં કહ્યું ત્યારે તું બોલી કે કોઈ ભક્ષણ ન કરે તો, તેનું શું કારણ ? તેથી વહુ બોલી કે વ્યાજથી મગ લાવીને વાવે અને જેટલા મગ ઉત્પન્ન થાય છે તેટલા તેના ઘણીને ભરવા પડે આપવા પડે માટે વાપરનારને પછાડી બરકત ન રહે, તેથી મે કહ્યું કે કોઈ ભક્ષણ ન કરે તો, કરે તો નહિ. વળી ફરીથી સસરાએ કહ્યું કે મેં કહુયંકે આ ગામ ઘણા લોકોની વસ્તીવાળું છે ત્યારે તું ઉજ્જડ છે તેવું કેમ બોલી ? તેથી વહુએ કહ્યું કે ગામમાં ગમે તેટલા લોકો હોય પણ આપણા સ્વજનવ કોઈ ત્યાં ન હોય તો આપણે તેગામને ઉજ્જડજ જાણવું. તેથી મેં તે ગામને ઉજજડ કહ્યું. M૨૩૮) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપણા સ્વજનવર્ગ હોય તો આપણને વૃક્ષ નીચે રહેવા વખત આવે નહિ. ત્યારબાદ સસરાએ કહ્યું કે તું વૃક્ષની શાખા નીચે છેડે જઇને કેમ રહી, તેથી વહુએ કહ્યું કે ઝાડના મૂળમાં રહેવાથી સર્પ અને ચોરનો ભય વધારે રહે છે. અને શાખાની નીચે રહેવાથી ચોર અને સર્પ આવતા હોય છે તે દેખી શકાય છે. વાસ્તે જાડના મૂળમાં વાસ કરવો સારો નહિ, એમ સમજી છેક દુર હું શાખાની છાયાને છેડે રહી. ત્યારબાદ વળી સસરાએ પૂછ્યું કે કહ્યું કે આ ચોર છે ત્યારે તું એમ કેમ બોલી કે ન ફુટેલ હોય તો ? તેથી વહુ બોલી કે ન કુટેલ એટલે કુટવાથી હીન સત્ત્વ હોય તો ચોર હોય, સિવાય નહિ એટલે ભયથી નાસનારને પ્રહારો કરવા તે હીન સત્ત્વવાળો હોય છે અને તે જ કુટાય છે, પરંતુ સત્વશાલી કુટાતો નથી, અને તેવો જ ચોર હોય છે વળી પણ સસરાએ પૂછયું કે મેં કહ્યું કે આ ગામમાં વસ્તી થોડા લોકોની છે ત્યારે તું બોલી કે ઘણા લોકો આ ગામમાં છે તેનું શું કારણ? એટલે વહુએ કહ્યું કે જે ગામમાં આપણો સ્વજનવર્ગ ઘણો અગર એકજ ઘર હોય, પણ ત્યાં આપણને ભોજન, દાન, માન, પથારી મળવાથી તે ગામ ઘણા માણસની વસ્તીવાળું કહેવાય છે. તે ગામમાં મારા મામાનું ઘર હોવાથી મેં ગામને ઘણા લોકોની વસતિવાળું કહ્યું. આવા પ્રકારના પોતાની વહુના દીર્ઘબુદ્ધિવાળા અને ગુણાનુરાગી ગુણોને દેખી તેની અપાર બુદ્ધિ જાણી વારંવાર પશ્ચાતાપ કરતો અને વારંવાર તેના પાસે પોતાની અજ્ઞાન દશાની ભૂલોને કબૂલ કરતો તેણીને ઘરે લઈ જઈ, પોતાના પુત્રને તમામ વાત જણાવી વાકેફગાર કરવાથી તેનો ધણી પણ ચમત્કાર પામ્યો ત્યારબાદ તે શીલવતીએ બતાવેલા દેવગુરુધર્મ માર્ગને આલંબન કરી સર્વે જીવો સુખી થઇ સદ્ગતિને પામ્યા. બુદ્ધિ વિષયે સ્મરસુંદરી વેશ્યા ક્યા. समीहितं स्वकुरुतेसधीमान्, जागर्ति यस्यात् वसरेहि बुद्धि । पंचापिरत्नानि वणिक्सुतस्या, यद्योगी पाज्जि गृहेपणस्त्री ।१ M૨૩૯) For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : જેને અવસરે બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને જે બુદ્ધિવડે કરી પોતાના ઇચ્છિત કાર્યને કરે છે તે જ બુદ્ધિમાન કહેવાય છે. કારણ કે યોગીના પાસેથી વાણિયાના પાંચ રત્નોને વેશ્યાએ પોતાની બુદ્ધિથી લઇ લીધા. આશાપલ્લી ગામમાં ગંગદત્ત નામનો વણિક વાસ કરતો હતો, તે એક દિવસ રોહણાચલ પર્વતે ગયો હતો. ત્યાંથી પાંચ ઉત્તમ રત્નોને ગ્રહણ કરી ઘર પ્રત્યે આવતાં વચ્ચે માર્ગમાં દંભપુર નામના નગર પ્રત્યે આવતો વિચાર કરે છે કે આ પાંચ રત્નોને હું કોઈના ઘરે મૂકીને, તુંગ પર્વતને વિષે રહેલ બળદેવની મૂર્તિને નમસ્કાર કરીને ક્ષેમકુશળથી ઘરે જાઉં તો સારું. આવું મનમાં લાવીને તે કોઈને ઘરે ગયો, એટલામાં જ્યાં ત્યાં ફરતા એવા કોઈક યોગીને તે ઘરના સ્વામીએ ઘણી ભિક્ષા આપી, તેથી તે ભિક્ષા લઇને શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો. તે ભિક્ષાને વધારે દેખી યોગી વિચાર કરે છે કે નિશ્ચય તેને ઘરે કોઈક પરદેશી રહેલ હશે, તેને ઠગવાને માટે આ આ ગૃહસ્થ વધારે ભિક્ષા આપી છે. હવે યોગીએ કહેવાથી તેનો ચેલો તે ગૃહસ્થને ઘરે જઇને કેવા લાગ્યો કે આ તમારી આપેલી ભિક્ષા વધારે છે એમ કહી પાછી આપીને તે શિષ્ય ચાલ્યો ગયો. તે દેખીને તે ગંગદત્ત વાણિયો ચિંતવવા લાગ્યો કે નિઃસ્પૃહી એવા આ યોગીને ઘરમાં પાંચ રત્નોને હુ મૂકું. એવું વિચારી તે તેના પાસે ગયો. યોગીએ ફોગટ ના પાડયા છતાં પણ તેણે પાંચ રત્નો ત્યાં આગ્રહથી મૂકયા જાત્રા કરીને આવીને તેના પાસે પાંચ રત્નો માગ્યા ત્યારે યોગી બોલ્યો કે તું કોણ? હું કોણ ? વાત કોણ જાણે છે? એમ કહી કાઢી મૂકયો વાણિયાએ જાણ્યું કે આણે મને ઠગ્યો. આવી રીતે બોલતો ગામમાં ફરવા લાગ્યો ત્યાં ગામમાં બુદ્ધિશિરોમણિ સ્મરસુંદરી વેશ્યાને જાણી તેના આવાસે ગયો ને ને તમામ વાત કરી. વેશ્યાએ પણ તે સાંભળી લીધી. ત્યારબાદ પારકાને માટે ચતુર એવી વેશ્યા તેને કહે છે કે હું જ્યારે યોગીની મઢીને વિષે બપોરે જઇને બેસું ત્યારે તારે આવીને તારા રત્નો માગવા. એમ કહીને કુલવંતી નારીનો ૨૪૦ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વેષ લઇને પાંચ પેટીઓને તાળા દઈને યોગી પાસે જઈને કહેવા લાગી કે હે નાથ ! મારા વહાણો સમુદ્રમાં ભાંગીને ડૂબી જવાની વાર્તા આજ આવી છે, તેથી મારી પાસે ઘણા જણા લેણદારો લેણું લેવા આવી આ દાગીના લઈ લેશે, માટે મારા ઉપર કૃપા કરી કેટલાએક દિવસ આ મારા રત્નોની ભરેલી પાંચ પેટીઓ તમે સાચવો એવી વાર્તા જેટલાં કરે છે તેવામાં સંકેત કરેલ ગંગદત્ત વાણિયો ત્યાં ગયો, અને કહેવા લાગ્યો કે મારા પાંચ રત્નો આપો. યોગીએ જાણ્યું કે આને ના પાડીશ તો આ પાંચ રત્નોની પેટીઓ જશે, માટે તે જલ્દીથી આપી દઉં એમ વિચારી તુરત આપ્યા, એટલે પૂર્વે સંકેત કરી રાખેલી એક દાસી આવીને વેશ્યાને કહેવા લાગી કે બે બહેન ! આપણા વહાણો કુશળતાથી ઘરે આવી ગયા છે. તે સાંભળી વેશ્યા નાચવા લાગી, તેને દેખી ગંગદત્ત વાણીયો પણ નાચવા લાગ્યો, તેને દેખી યોગી પણ હસવા લાગ્યો. એવી રીતે યોગીને હર્ષ પામતો દેખી વેશ્યા તેને કહેવા લાગી કે હે નાથ ! મારા વહાણના આવવાથી હું હસું છું ને વાણીએ રત્નોની પ્રાપ્તિ થવાથી હસે છે, પણ હે યોગી ! તું કેમ હસે છે ? કહ્યું છે કે – “વણિક હસ્યો જે રતન જ પાયો, વેશ્યા હસી જે પ્રવહણ આયો, તું કેમ હસ્યો રે જોગી ભીખી, (જોગી વચ્ચે બોલ્યો) એક કલા અધિકારી શીખી.” હે વેશ્યા મને આ તારી નવી કળા આવડી તેથી હું પણ હસું છું. ત્યારબાદ ગંગદત્ત પણ પોતાને મહાઉપકાર કરનારી સ્મરસુંદરી વેશ્યાને જાણીને તેને બહુ ઉપકારનુ ભાજન કરીને પોતાને ઘરે ગયો. . ( બુદ્ધિ વિષયે શીલવતી ક્યા,) विपत्पयोधेस्तरणे तरीव, गरीयसी बुद्धिरिह प्रशस्या । ययैवयच्छीलवती कुलस्त्री, सीलं स्ववित्तं च ररक्ष बुध्या ॥१॥ (૨૪૧) ૨૪૧ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવાર્થ : આપત્તિરૂપી સમુદ્રને તરવાને માટે નાવ સમાન ઉત્તમ પ્રકારની બુદ્ધિ જ આ લોકને વિષે પ્રસંશા કરવા લાયક છે, કારણ કે પોતાની બુદ્ધિવડે કરીને જ કુલીન એવી શીયલવંતીએ પોતાનું શીયલ તથા ધન બન્નેનું રક્ષણ કરેલું છે. મથુરા નામનીનગરીને વિષે ગુણસાગર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને સૌભાગ્યવડે જેણે કામદેવનો પણ પરાભવ કરેલો છે તેવો મન્મથ નામનો પુત્ર હતો. તેને તેના પિતાએ રાજગૃહનગરમાં વાસ કરનાર લક્ષ્મીસાગર શ્રેષ્ઠની શીલવતી નામની પુત્રીની સાથે પરણાવ્યો. અન્યદા પરદેશને વિષે ગમન કરવાની ઇચ્છાવાળા તે મન્મથે રાત્રિને વિષે પોતાની સ્ત્રીને એવા પ્રકારે કહ્યું કે હે સ્ત્રી ! હું પરદેશ જાઉં છું તેમાં તારે મારી પાછળ કાંઈ જોઇએ તે ધન મારા પલંગના નીચે સુવર્ણ મણિ-રૂપાના ઘડા ભરેલા છે, તે તું લેજે ને તારે ખપ પ્રમાણે વાપરજે, એવું કહેતાના સાથે જ તે જ અવસરે કર્મયોગે કોઈક કરણ નામનો ચોર આવ્યો તેણે તે વાત સાંભળી, તેમજ શીલવતીના રૂપને દેખીને પણ મોહ પામ્યો, તેથી વિચાર કરવા લાગ્યો કે અહો ! બુદ્ધિવડે કરી મારે ધનની સાથે આને મેળવવી એમ ચિંતવી તે ગયો, અને વસંતપુર ગયેલા મન્મથની પાછળ જઈ, તેનો સ્વભાવ, રુચી, વર્ણાદિક વ્યવસાયોને જાણીને તે ચોર કેટલાયેક દિવસે જૂઠો લેખ લઈ ગુણસાગરને ઘરે આવ્યો અને ત્યાં જઇ શ્રેષ્ઠિને કહેવા લાગ્યો કે હે શ્રેષ્ઠિન ! હું મન્મથનો નોકર છું તેથી મને આ લેખ આપી મોકલાવેલ છે અને પોતાની સ્ત્રીને તેણે ધનસહિત બોલાવી છે. તે ધન પલંગના નીચે છે. આવી વાત કહી તેણે શીલવતીને કહ્યું કે હે ભદ્રે ! તારા સ્વામીએ ધનસહિત તને બોલાવેલ છે. હવે પુત્રના વર્ણ સમાન તમામ દસ્તક લેખના સાચા માની શ્રેષ્ટીએ શીલવતીને રત્નનિધિ યુક્ત તેની સાથે મોકલી, અને ઉંટ ઉપર ચડાવી શીલવતીને વિદાય કરી. રાત્રિને વિષે બીજે માર્ગે ચાલતો તેને જોઈ શીલવતી બોલી કે વસંતપુરનો માર્ગ તો ઉત્તર દિશાને વિષે છે. અને આ માર્ગ તો દક્ષિણ દિશાને વિષે જાય છે, તે કારણ માટે આ માર્ગ M૨૪ર) ~ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નથી. તે સાંભળી ચોરે કહ્યું કે હે ભદ્ર ! એ માર્ગને વિષે ચોરનો ભય છે, માટે તે માર્ગનો ત્યાગ કરી બીજો માર્ગ લીધો છે. આવી રીતે ચોર બોલે છે તેવામાં પ્રભાતકાલ થયો. ત્યારબાદ ઉંટથી ઊતરીને ચોર બોલ્યો હું કાંઇ તારા પતિનો નોકર નથી, કિંતુ ચોર છું. મારે તને હરણ કરી મારી પલ્લી પ્રત્યે લઇ જઇશ. તે સાંભળી શીલરક્ષ' કરવાને વિષે અત્યંત વિચાણ તે શીલવતી બોલી કે હે ભદ્ર ! ત્યાં ધનીલુબ્ધ પલ્લીપતિ તને મારીને મને તથા ધાને લઇ જશે, માટે કોઇ બીજે નગરે ચાલ ત્યાં આપણે બન્ને સ્વેચ્છાથી સુખનો અનુભવ કરશું. આવી રીતે તેને પ્રેરણા કરેલો ચોર રાજગૃહ નગરે ગયો, તે પણ નગરશ્રેષ્ઠિના મિષથકી પોતાના પિતા લક્ષ્મીસાગરના નામને પૂછતી ઊંટની ઉપર જ બેઠેલી પોતાના પિતાના દરવાજાના બારણા પાસે ગઈ તેથી ભાઈઓ તથા પિતાએ તેને દેખી અને નહિ બોલાવ્યા છતાં આવેલી એકાકીને દેખી આલિંગન કરી એકલી કેમ આવી ? એ રીતે કહીને ઘરમાં તેને લઈ ગયો. ત્યારબાદ તેણે કહ્યું કે હે તાત ! ઉંટના ઉપર રહેલી રત્નની ગુણને ઉતારી ભોજન કરાવી સંતોષીને તે નોકરને વિદાય કર. ત્યારબાદ ચોરે વિચાર કર્યો કે આ સ્ત્રીએ બરાબર મને ઠગી લીધો છે, એવું ચિંતવી તે ગયા પછી તમામ વૃત્તાંત કહી, પોતાના સ્વામીનું મનમાં સ્મરણ કરી સુખપૂર્વક રહેવા લાગી. ત્યારબાદ તે મન્મથ પણ વસંતપુરથી પોતાને ઘરે આવ્યો, અને પિતાથી તે વૃત્તાંત જાણીને તેના વિના મારે જીવીને શું કરવું હતું એવી રીતે ઉદ્વિગ્ન થઇ કરવત મુકાવવાને માટે ગંગાકાઠે ગયો. તેના સ્વામિએ વિલંબ કરવાનું કહીને છ માસ સુધી તેને રાખી મૂકયો, એટલામાં તે જ પ્રકારે ત્યાં આવેલા તે ચોરે પોતાનું દુઃખમય વૃત્તાંત તેને કહેવાથી મન્મથ વિચાર કરે છે કે અહો ! આ સ્ત્રીની બુદ્ધિ તો જુઓ.જેણે શીયલ અને ધન બન્નેનું રક્ષણ કર્યું. ત્યારબાદ ગંગાના સ્વામીને તે પોતાનું વૃત્તાંત જણાવીને, તે ચોરને સાથે લઇને, ચોરયુક્ત મન્મથ રાજગૃહ નગરે આવ્યો અને ધન દાન સન્માનપૂર્વક ચોરને વિસર્જન કરી પોતાની સ્ત્રીને લઇને પોતાના નગરે ૨૪3 For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો. ત્યાં માતાપિતાને સર્વ વાત કહેવાથી પોાતના પુત્રની વહુની આવી ઉત્તમ બુધિ સાંભળી હર્ષને પામેલા પોતાના માતાપિતાને આનંદ ઉત્પન્ન કરી, ધર્મનું આરાધન કરી બન્ને જણા સદ્ગતિને પામ્યા. ( બુદ્ધિ વિપયે મતિશેખર મંગિની ક્યા) किं दुकरं बुद्धिमतां जनानां, यन्मंत्रिणा चौर्यमपीहकृत्वा । यन्मातृपुत्रीपितृपुत्रवार्ता, प्रश्न प्रपंचादमरोप्यवंचि ॥१॥ ભાવાર્થ : બુદ્ધિમાન પુરુષોને દુષ્કર છે શું? કારણ કે મંત્રીએ ચોરી કરીને પણ માતા, પિતા, પુત્ર, પુત્રીની વાર્તાના પ્રપંચથી દેવતાનું પણ ઠગી લીધો, દત નગરને વિષે નરસિંહ રાજાનો મતિશેખર નામનો મંત્રી હતો. એકદારાજાએ પૂછયું કે તારામાં કેટલી કળા છે ? મંત્રીએ કહ્યું કે મારામાં તોતે કળા . રાજાએ કહ્યું કે બાતર કળા છે, પણ તોતેરમી કળા તું કયાંથી લાવ્યો ? અને તે કંઈ છે ? તે કહે અવસરે દેખાડીશ એમ મંત્રીએ કહ્યું ત્યારબાદ પોતાને ઘરે ગયો. અન્યદા પ્રસ્તાવ પટ્ટરાણી સ્નાન કરતી હતી તે વખતે તેનો હાર લઇને મંત્રીએ પોતાની દાસીને પહેરાવ્યો રાજાએ તે હાર સમ્યક પ્રકારે ઓળખીને, આ મારો હાર છે અને તે ચોરેલો છે. એમ કહી મંત્રીને તિરસ્કાર ર્યો એટલે મંત્રીએ કહ્યું કે આ હારતો મારા પૂર્વજોનો છે, ને પૂર્વ પરંપરાથી ચાલ્યો આવે છે, તો આ હાર કાંઇ આપનો નથી, રાજા કહેવા લાગ્યો કે જો એમ જ છે, તો કુબેર યક્ષ ગુહને વિષે પ્રવેશ કરી કાંઇ , યુ કર, કારણ કે તે યક્ષ પોતાને ઘરે પ્રવેશ કરેલા સત્યવાદીનું પૂજન કરે છે, અને અસત્યવાદીને શિક્ષા કરે છે. એવા પ્રકારની પ્રસિદ્ધિ છે, તેથી રાજાને કહ્યું કે બહુ સારું. ત્યારબાદ મંત્રી પણ સાહસને કરીને સાયંકાળે નગરના લોકોના દેખતાં છતાં યક્ષના ઘરને વિષે પેટો, તેથી આ સત્યવાદિ પાપાત્મા મારા મંદિરને વિષે પેઠો છે એમ ક્રોધવડ કરીને બળતો અને મુખેથી અગ્નિની જવાલાને મૂકતો, પગવડે ભૂમિ ૨૪૪ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કંપાવતાં હાથમાં લોઢાના મુદ્ગરને ભમાવતો યક્ષ પ્રગટ થયો અને મંત્રીને કેવા લાગ્યો કે રે રે પાપિષ્ટ ! અસત્યવાદી ! તને હાલમાં જ ખંડોખંડ કરી નાખું છું એ પ્રકારે બોલનારા યક્ષને મંત્રીએ કહ્યું કે હે યક્ષરાજ ! પ્રથમ તું મને મારી જિંદગીથકી એક સંશય છે તે કહે પછી તારી મરજી આવે તેમ કરજે. આવી રીતે મંત્રીએ કહેવાથી યક્ષે કહ્યું કે તારો સંશય શું છે તે જલ્દી બોલ. એટલે મંત્રી બોલ્યો કે કુમ્ભવાસ ગામને વિષે ધરણ, કરણ નામના પિતા પુત્રની સ્ત્રીઓ મરી ગઇ, તેથી બીજી સ્ત્રીઓ કરવાને માટે તે બન્ને મનોરમ નગર પ્રત્યે ચાલ્યા માર્ગમાં ચાલતા એમણે બે સ્ત્રીઓના પગ દેખ્યા તે બન્ને સ્ત્રીઓ માતા પુત્રીઓ હતી. માતા વામણી હતી તે વામણીના પગ નાના હતા તેની પુત્રી મોટી હતી તેના પગ લાંબા હતા આવી રીતે તેવાં પગલાં દેખીને ઘરણે પુત્રને કહ્યું કે જો આ સ્ત્રીઓ દેવવશાત આપણને બને અંગીકાર કરશે તો મોટા પગલાંવાળી સ્ત્રી મહારી અને નાના પગલાવાળી સ્ત્રી તારી આવી રીતે બન્નેએ પ્રતિજ્ઞા કરી. આગળ ચાલતાં તે બન્ને જણીઓ તેમને મળી અને બન્ને જણીઓ તેની સ્ત્રીઓ થઇ. પ્રથમ પોતે કહેલ તે પ્રમાણે નાની મોટી બન્નેને એક એક જણ પરણ્યા. તે ચારે જણાંના છા ડીઆ છોકરાં થયાં. તેઓને અરસપરસ શું સંબંધ થાય તે તું મને કહે, આ સંશય મારા મનમાં ઘણા કાળથી તે માટે તું જલ્દી તે મારી શંકાનું સમાધાન કરી દે. આવી રીતે સંશયરૂપી કુંડાળામાં પડેલો યા હું શું કહું કહું ! આવી વિચારણા કુબેર યક્ષ કરે છે તેવામાં પ્રાતઃ કાળ થવાથી રડી ને એમને એમ મૂકીને યક્ષ અદૃશ્ય થઈ ગયો. પ્રભાતે પૂજારીએ મે ની ન - પર - ૨ વાડી કહ્યો રાજા પણ તે સાંભળી વિસ્મય પામ્યો . અને મેં મા સે કે રીને ઘરે મોકલ્યો કેટલાક દિવસો ગયા પછી મુનીએ | હા રાજી . પોતે હાર ચોરેલ હતો, યક્ષને ઠગ્યો વિગેરે વૃdi - ૧ : વી ધ અ ને બોર કળા ભણેલ છે તેવું બોલેલું વચન સિદ્ધિ કરો બની શી જ. તેના ઉપર વિશેષ તુષ્ટમાન થયો તે તેનું બહુમાન કરવા લ વા. ૨૪૫ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (ચીબુદ્ધિવિષયે યશોમતી ક્યા) સ્વર્ગપુરીના સમાન ઉજજયિની નગરીને વિષે પ્રજાપતિ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક વસુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો.તેને યશોમતી નામની સ્ત્રી હતી તેણીએ એક દિવસ પોતાના સ્વામીને કહ્યું કે હે સ્વામિનું! તું વ્યાપાર કર, જેથી કરીને ઘરનો નિર્વાહ થાય. તેણે કહ્યું કે હે સ્ત્રી! હું મૂર્ખ છું. કાંઇ પણ વ્યાપારકર્મ કરી જાણતો નથી, હું શું કરું, તેની સ્ત્રીએ કહ્યું કે જો એમ છે, તો નજીક દેવકુલને વિષે યક્ષ રહેલ છે તેનું તું આરાધન કર. સ્ત્રીના વચનથી યક્ષની સેવા કરતાં છતાં પણ યક્ષ બોલ્યો કે તને પૈસા આપવાને માટે હું શક્તિમાન નથી પણ પૈસા આપનાર એક પારાસર મુનિ તને બતાવવું. તેની સેવા કરવાથી ધનદકુબેર ભંડારીના ઘરના પેઠે તારૂં ઘર ધન ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર ભરેલું થશે. આવી રીતે કહીને ગામની બહાર રહેલ પારાસર નામના મુનિને અશોક વૃક્ષને નીચે બેઠેલ બતાવીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ તેને પારણા માટે બ્રાહ્મણે નિમંત્રણ કરવાથી તે પારાસર મુનિએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તારે ઘરે મારું પારણું એમ નહિ થાય પરંતુ જો સર્વ પ્રકારના વર્તમાન શાકસહિત તથા જગતમાં વિદ્યામાન સર્વ મિષ્ટાન્નયુક્ત ભોજન મારા તુલ્ય બીજા મનુષ્ય સંયુક્ત જો તું આપવાને માટે સમર્થ હોય તો તારે ઘરે પારણું કરું અન્યથા નહિ તેથી તે મુનિનું કહેલું બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું તે મહાનું બુદ્ધિવાળીએ કહ્યું કે “હે સ્વામિનું? તું પરાસર મુનિને સુખે કરીને ઘરે લાવ. હું તેણે કહેલી વિધિવડે પારણું કરાવીશ, બ્રાહ્મણ પણ તે મુનિને પોતાને ઘરે લાવ્યો. હવે જયારે યશોમતીયે ઘી-ખાંડ યુક્ત ખીર મુનિ ને પીરસી ત્યારે તે મુનિ બોલ્યો કે હે સુભગે ! મારી કથન કરેલી ભોજનની વિધિના અભાવવાળા ભોજનથી હું પારણું નહિ કરું તેણીએ કહ્યું કે હે ભગવદ્ ! આ દુનિયામાં જેટલા મિષ્ટાન્ન પદાર્થો થાય છે તેટલા આની અંદર આવી ગયા, કારણ કે તેની ઉત્પત્તિ નિમિત્ત આ વસ્તુઓ જ છે, માટે સર્વ મિષ્ટાન્ન યુક્ત ભોજનરૂપ ક્ષીરનું આપ ભોજન કરો, મુનિયે કહ્યુ ૨૪૬ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે હે સુભગ ! સર્વ જગદ્ વસ્તુ વિદ્યમાન જેના અંદર હોય તેવુ જગતવર્તી શાક લાવ, તેણીયે પણ સુંઠ, મરી, લૂણયુક્ત લીંબુના રસનું કચોલું મુનિ પાસે મૂકયું અને કહ્યું કે હે ભગવન્! સર્વ જગતવર્તીશાક આના અંદર જ આવી ગયું છે, મુનિયે કહ્યું કે મારા સમાન અધર્મીષ્ટ બીજા નરને અહીં લાવ, ત્યારે તેણીયે મુનિ પાસે અગ્નિ સળગાવીને મૂક્યો અને કહ્યું કે હે ભગવન્! તમામ ભોજન કરનારાઓને જ તમો માનો. એવી રીતે તેણીની બુદ્ધિથી તેના વચનથી નિરુત્તર થઇને ચમત્કારને પામીને ત્યાં પારણું કરીને, આશીર્વાદથી તેનુ ઘર ધન ધાન્યાદિકની સમૃદ્ધિથી ભરપૂર ભરીને પોતાના આશ્રમે ગયો. એવીરીતે મૂર્ખ એવો પણ વસુદેવ બ્રાહ્મણ સ્ત્રીની બુદ્ધિથી સુખી થયો. બુદ્ધિ વિષયે ભોજરાજા અને ગોવીંદ વિપ્રની સ્ત્રીની ક્યા ધારાનગરીને વિષે ભોજરાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક મૂર્ખશિરોમણિ ગોવિંદ નામનો બ્રાહ્મણ વ્યાપાર વિનાનો દિવસ નિર્ગમન કરતો હતો. એક દિવસે પુન્યશ્રી નામની તેની સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! વ્યાપાર કર્યા વિના આપણા ઘરનો નિર્વાહ થવો બહુ જ મુશીબત છે, માટે આપણા કુલને ઉચિત રાજાની સેવા અને ભિક્ષા માગવાનો ધંધો તે બતું કર. તે બોલ્યો કે હે પ્રિયે ! હું તો નિરક્ષર છું. કાંઇપણ બોલવાનું કે કરવાનું જાણતો નથી, રાજસેવા હું કેવા પ્રકારે કરું ? તે સાંભળી બુદ્ધિશાલી તેની સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! રાજસેવા કરવા જનાર તને રાજસભામાં જતો પ્રતિહારી રોકશે ત્યારે તારે એવું કહેવું કે હું રાજાનો માસીયાઈ ભાઈ છું ને રાજાને મળવાને માટે આવેલો છું, તેથી પ્રતિહારી રાજાને તે સ્વરૂપ કહીને સભામાં તને પેસવા દેશે ત્યારબાદ સભામાં પેઠા પછી રાજા તારા સન્મુખ જુવે, ને જ્યારે પૂછે કે હે બંધો ! મારી માસી કયાં છે ? ત્યારે તારે કહેવું કે હેરાજન માસી તો તારા દર્શનથી જ બળીને ભસ્મીભૂત થઇ ગઇ, પછી તારા સન્મુખ જુવે ત્યારેતાહારે હાથના આકારથી વિકરવ થયેલ કમલ બતાવવું પછી કમાલકોશની આકૃતિ ૨૪૭ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બતાવવી, પછી એક આંગળી બતાવવી, ત્યારપછી પાંચ આંગલી બતાવવી. આવી રીતે શીખવીને મોકલાવાથી તેણે સભામાં જઈને તે જ પ્રકારે કરવાથી ભોજરાજાએતે બ્રાહ્મણને લાખ સુવર્ણ આપ્યું. ત્યારબાદ ઇર્ષાનો સમૂહ ઉત્પન્ન થવાથી સભાને વિષે રહેલાં બીજા પંડિતોયે રાજાને કહ્યું કે હે દેવ ! આવા જડને પણ તમે આટલું બધું દાન આપ્યું તે ઠીક કર્યું નથી. તમો આવું દાન આપો છો તેમાં તમારું ગુણજ્ઞપણું શું તેમજ વિદગ્ધ પણું શું? એમ કહેવાથી ભોજરાજાએ કહ્યું કે હે પંડિતો આ બ્રાહ્મણે જે કહ્યું અને કર્યું તે તમોએ જાણ્યું છે કે નહિ? તેઓએ કહ્યું કે અમોયે તો ન જાણ્યું. ભોજરાજાએ કહ્યું કે મારા માસિયાઈ ભાઈપણું સૂચવનારા આણે જે કહ્યું તે તમો સાંભલોકે તું લક્ષ્મીપુત્ર છે અને હું તેની બેન અલક્ષ્મીનો પુત્ર છું, તેથી આપણે બે જણા માસીયાઈ ભાઈ થઇએ છીએ. પછી મેં પૂછયું કે મારી માસી કયાં ગઈ ? બ્રાહ્મણે કહ્યું કે તારા દર્શનથી જ બળીને તે ભસ્મીભૂત થઈ ગઈ, જે માટે કહ્યું છે કે :मातृस्वसा कुत्र गता ? सांप्रतं भस्मसाद्गता, । त्वत्प्रताऽनलेचोडा-यितात्वद्दानवायुना ॥१॥ ભાવાર્થ : ભોજ રાજાએ પૂછયું કે મારી માસી કયાં ગઇ, બ્રાહ્મણે કહ્યું કે તારા દાનરૂપી વાયરાયે ઉડાવવાથી તારા પ્રતાપરૂપી અગ્નિને વિષે હાલમાં જ ભસ્મીભૂત થઈ ગયેલ છે, તો પણ મેં કાંઇ નહિ આપવાથી તેણે પાંચ આંગલી દેખાડવાથી મને કહ્યું કે જો તું કાંઇ પણ નહિ આપે તો આજથી પાંચમે દિવસે હું કુટુંબ સહિત મરણ પામીશ, માટે તું વિજ્ઞ છે. મારા જેવા દુર્બલોની શુદ્ધિ વિશેષતાયે કરવી પડે તેનું કહેવું માન્ય કરીને મેં આને વિશેષતાથી દાન આપેલ છે, આવી રીતે લાખ સુવર્ણ દાન આપી સન્માન કરેલો બ્રાહ્મણ ઘરે જઈને પોતાની સ્ત્રીની બુદ્ધિથી સુખી થયો. બુદ્ધિ વિષયે ગુણવર્મની સ્ત્રી બુદ્ધિમતીની ક્યા अचिंत्यशक्तिर्ननु धीमतीनां, स्त्री महाश्चर्यकरी त्रिलोक्यां, ૨૪૮ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ यवैव वंध्या तनयंविधाय, यद्बुद्धिमत्यात्रिदशोप्यवंचि ॥१॥ | ભાવાર્થ : નનું ઇતિ વિતર્ક, ધીમતી સ્ત્રિયોની શક્તિ જે તે રૈલોક્યને વિષે મહાનું આશ્ચર્યકારી અને ચિંતાતીત હોય છે, કારણ કે બુદ્ધિમતિયે વંધ્યા પુત્રને બનાવીને દેવતાને પણ ઠગી લીધેલ છે. વસંતપુરનગરને વિષે જિતશત્રુ નામનો રાજા હતો. ત્યાં ધન નામનો એક શેઠીયો વસતો હતો તેને ધનવતી નામની પવિત્રા એક પુત્રી હતી. હવે પુરી નહોતો તેથી શેઠ ઉદાસ રહેતો હતો. હવે ધન શ્રેષ્ઠીએ કોઇક વિદ્યાવંત યોગિને એકવાર ભોજન કરવાને બોલાવ્યો તે ભોજન કરીને ચાલવા માંડ્યો ત્યારે ધને તેને પુત્ર નિમિત્તે પ્રાર્થના કરવાથી, યોગી બોલ્યો તે શ્રેષ્ઠિનું? એક મંત્ર છે, તેના આરાધન કરવાથી તેને પુત્ર થશે, પરંતુ તે પરણવા લાયક થાય છતાં પણ તમારે તેને પરણાવવો નહિ હવે જો તે પરણશે તો મંત્રદેવ તેને મારશે, શ્રેષ્ઠીયે તે પણ અંગીકાર કરીને મંત્રાનું આરાધન કર્યું. અનુક્રમે તેને ગુણવર્મ પુર ઉત્પન્ન થયો તે વધવા માંડ્યો સોળ વર્ષનો થયા છતાં પણ શ્રેષ્ઠી મરણના ભયથી તે પરણાવતો નથી લોકો નિંદા કરવા માંડયા કે પૈસાના લોભથી આ શેઠીયા પોતાના પુત્રને પણ પરણાવતો નથી, આવા અપવાદથી શેઠે પોતાના પુત્રને પરણાવ્યો, ત્યારે સારા પ્રકારની બુદ્ધિવાળી બાઈ બુદ્ધિમતિ નામની તેને ઘરે વહુ આણી અને તેવામાં પગ માંડે છે તેવામાં સાસુ નિઃશ્વાસ નાંખી આશીર્વાદ આપે છે. વહુએ પણ આને હર્ષને ઠેકાણે કેમ છે, એમ થોડીવાર વિચારણા કરીને, સંધ્યા સમયે, પોતાના વાસગૃહને વિયે જઇ પોતાના સ્વામી સાથે લેવામાં પલંગ પર બેસે છે તેવામાં હાથમાં વિકરાળ તરવાર લઇને, ક્રોધથકી લાલ આંખો કરી, મંત્રાધિરાજ દેવ ત્યાં આવ્યો. તેને દેખીને તે શ્રેષ્ઠીનો પુત્ર યથકી મૂર્છા પામ્યો, વહુ પણ સાસુના નિઃશ્વાસ નાખવાનું કારણસમજીલઈને, તેણીને બુદ્ધિ ઉત્પન્ન થવાથી દેવને કહ્યું કે હે દેવ મારા સ્વામિયે તારો શું અપરાધ કર્યો કે તું એને મારવાને માટે તૈયાર થયેલ છો ? દેવે કહ્યું કે હે સુભાગે ! ૨૪૯ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ પરણવાની મારી આજ્ઞાનો આણે ભંગ કર્યો છે, તેથી તેને હું મારીશ, તેણીયે કહ્યું કે સ્વામિન્ ! મારા ઉપર કૃપા કરીને મારા સ્વામિને મારવો છોડી દે જો તારી બીજી કોઇ ઇચ્છા થાય તો હું તને તુરત આપું યક્ષ બોલ્યો કે તું મને વંધ્યાસુત આપે તો હું તેને મૂકી દઉં, તે અવસરે બુદ્ધિવાળીતેણે વિચાર કર્યો કે, અશુભકાળે વિલંબ કરવો જ સારો છે, એમ ચિંતવીને કહ્યું હું તે આપીશ પણ બાર વર્ષે હું તે આપીશ. આવી પ્રતિજ્ઞા કુરું છું, આવી રીતે કહી તેણીએ મંત્રદેવને વિસર્જન કર્યા. પ્રાતઃકાળે મંત્રદેવે મારો પુત્ર મારી નાખ્યો, હવે શું કરવું ? આવી ચિંતાવડે કરીને નિદ્રા રહિત રાત્રીને ગુમાવનારી પોતાની સાસુને પ્રાતઃકાળે નમસ્કાર કરીને કહ્યું કે રાત્રિયદેવ આવ્યો હતો, ને બાર વર્ષની માગણી કરી છે, વિગેરે રાત્રિનો વૃત્તાંત કહીને કહ્યું કે હાલમાં તો તારા પુત્રનો ઉપદ્રવ દૂર કર્યો છે, માટે શાન્તિકરીને રહે. આવા વહુના વયન સાંભલીને હર્ષને પામેલી સાસુ તમારા ઘરનો કારભાર વહુના ઉપર નાંખીને શાંન્તિથી વસવામાંડી. પાંચ વર્ષ વ્યતીત થયા પછી તેણી વંધ્યાપુત્રની ઉત્પત્તિ નિમિત્તે પોતાના સસરાની આજ્ઞાથી નગરના લોકોને તથા પોતાના કુટુંબીયો ને ભેગા કરી જમાડીને બોલી કે તમે બધા સાંભળો. મેં વંધ્યા નામની દાસી મારી પાસે રાખી છે, એમ કહી બધાને વિસર્જન કર્યા. ત્યારપછી તે દાસીને નિરંત્તર તેના સ્વામી પાસે મોકલવા માંડી, અનુક્રમે તેને પુત્ર થયો. ત્યારબાદ તે વહુને તે વંધ્યાપુત્રને સાથે લઇને રાત્રિએ સૂવા માંડી. આવી રીતે નિરંતર પોતાના પતિના સાથે શયન કરે છે, ત્યારપછી બાર વર્ષના છેડે તે દેવ હાથમાં ખડગ લઇને ગુણવર્મના આવાસનેવિષે રાત્રિએ આવીને કહેવા લાગ્યો કે હે સુભગ ! તે પૂર્વે કહેલ વંધ્યાસુત મને દે. તેણીએ કહ્યું કે હે દેવ ! લે આ વંધ્યાસુતને એમ કહીને તે પુત્રને દેખાડ્યો તે સાંભળીદેવ બોલ્યો કે હે ભોળી ! વંધ્યાને પુત્ર કેવીરીતે થાય ? વહુએ કહ્યું કે હે દેવ ! જો આ વંધ્યાનો પુરા ન હોય તો તું નગરના લોકોને પૂછી જો તેમ કહેવાથી ૨૫૦ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ લોકોને દેવે પૂછયું કે આ કોનો પુત્ર છે. લોકોએ કહયું કે આ વંધ્યાનો પુત્ર છે, તેની યુકિતયુક્ત બુદ્ધિશક્તિથી વિસ્મય પામીને તુષ્ટમાન થઈ કહેવા લાગ્યો છે ભદ્ર ! તું તારા પિતાની સાથે ચિરકાળ સુખી થા એમ કહી દેવ પોતાને સ્થાને ગયો ને ગુણવર્મ અને બુદ્ધિમતી સુખના ભાજન થયા. આવી રીતે વંધ્યાસુત સ્થાપન કરીને બુદ્ધિમતીએદેવને પણ ઠગ્યો. ( સ્નેહ વિષે જો©ણ ચારણ ક્યા. ) સૌરાષ્ટ્ર દેશના મંડનભૂત-વમનસ્થળી ગામે, પોમલ નામના ચારણની પ્રીતિમતી સ્ત્રીની કુથિી ઉત્પન્ન થયેલ જો©ણ નામનો પુત્ર હતો, અને તે બોંતેર કળાનો જાણકાર હતો. તેમાં પણ ભારત પિંગળશાસ્ત્રને વિષે તે વિશેષ કરી કુશળ હતો. અનુક્રમે તે યૌવન અવસ્થા પામ્યો. તેના પિતાએ કચ્છ દેશને વિષે વસનાર કરણદત્ત ચારણનીરૂપસૌભાગ્યના વિધાનભૂત જયંતી નામની કન્યા સાથે તેને પરણાવ્યો, તેથી રોહિણીની સાથે જેમ ચંદ્રમાં રહે તેમ ઘરકાર્યને વિષે વિમુખ થઈ અત્યંત આસક્તિથી રહેવા લાગ્યો. આવી રીતે કામને વિષે તેને અત્યંત આશકત દેખીને, એક દિવસે તેના પિતાએ કહ્યું કે હે પુત્રો ! પુરુષાર્થરૂપ કમળને પ્રબોધ કરવા સૂર્ય સમાન પુરૂષાર્થ, કામને વિષે અત્યંત આસક્તિ ધારણ કરવાથી ક્ષય પામે છે, અને ક્ષણ થવાથી સર્વે નષ્ટ થાય છે, તેમજ આ પુરૂષાર્થ હોય તો નહિ છતા ગુણો પણ પ્રગટ થાય છે. પુરુષાર્થથી જ લોકો લક્ષ્મીને ઉપાર્જન કરી શકે છે, જે માટે કહયું છે કે - जाइ विज्जा रुवं, तिण्णि वि निवडंतु कंदरे विउले । अत्थो चेव निवठ्ठओ, जेण गुणा पायडा हुंति ॥१॥ ભાવાર્થ : જાતિ, વિદ્યા, અને રૂપ આ ત્રણે મોટા ધરાને વિષે પડો સબબ આ ત્રણેમાંથી એક પણ કામના નથી. આ દુનિયામાં તો ફક્ત એક અર્થ પૈસો જ દિનપ્રતિદિન વૃદ્ધિ પામો,કારણ કે તેનાથી તમામ ૨૫૧ ૨૫૧ ~ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણો પ્રગટ થાય છે. આવી રીતે પિતાના વાકયને શ્રવણ કરીને પ્રિયાના પ્રેમપાશથી બંધાયેલ છતાં પણ પોતાની સ્ત્રીને કહી, અને માતાપિતાને કહા વિના જ એકલો રાત્રિએ ઘર બહાર નીકળી ગયો અનુક્રમે ચિત્રકૂટ ગયો. ત્યાં મદનસિંહરાજા છે. તેણે જોલ્હણને બહુ ધન આપી સંતુષ્ટ કરી. અત્યંત પ્રેમની દષ્ટિથી જોવા માંડયો, અને નિરંતર તેનું બહુમાન કરવા લાગ્યો તે રાજાને એક મહમલ્લા નામની નાચનારી છે. તે રંભા ઊર્વશીના પેઠે નૃત્યકળામાં અત્યંત કુશળ છે, રતિના પેઠે રૂપસૌભાગ્ય વડે કરીને કોમળ છે, લક્ષ્મીની પેઠે પુરુષના ચિત્તને હરણ કરનારી છે. પાર્વતીની પેઠે મહેશ્વરના ચિત્તને વશ કરનારી છે, વસંતલક્ષ્મીના પૈઠે કામના ઉન્માદને કરનારી છે, તે જયારે નાચ કરે ત્યારે જોહૃણ પણ આનંદથી પુષ્ટ થાય છે. મહમલ્લાપણ નાટય આડંબરના ગુણને જાણનાર જો©ણને જાણીને વિશેષથી પોતાની નાટયકળાનો આડંબર તેને દેખાડવા લાગી. કિંબહુના ? તે નાચનારી છે અને આ તેના ગુણને જાણનાર છે. આવી રીતે બંનેના મન અરસપરસ એકબીજાની પ્રેમગાંઠથી બરાબર સજજડ બંધાણા રાજાએ પણ તે બંનેના ગુણો અને અરસપરસમનની સંગીન ગાંઠ દેખીને, તુષ્ટમાન થઇને જો©ણને કહ્યું કે જયાં સુધી તું અહીં રહે ત્યાં સુધી આ તારી સ્ત્રી છે, તે તને મેં આપી છે, કારણ કે તમારો બન્નેનો પ્રેમ શિવપાર્વતી જેવો છે, માટે તેવો જ રહો. આવીરીતેજોવ્હાણને મહોલ્લા મળવાથી બંને જણા નિરંતર નિઃશંકપણે વિષયમાં રમવા માંડયા, અને વિષયસેવન કરતા એક ક્ષણના પેઠે બાર વર્ષ વ્યતીત થઇ ગયા, હવે એટલો કાળ પતિની શુદ્ધિ નહિ પામનારી જોણની સ્ત્રી જયંતીએ સસરાએ કહ્યું કે તાત ! સૌભાગ્યવડે કરીને લક્ષ્મીદેવનીના પુત્રોને પણ તિરસ્કાર કરનારા તારા પુત્રની ખબર નથી કે તે કયાં છે ?તો રાંકડી એવી મારી શી દશા ? આવા વચન સાંભળી તેના સસરાએ કહ્યું કે નિરંતર હું ખબર કઢાવીશ. આવી રીતે કહી નિરંતર શોધખોળ માટે (૨૫૨ ૨૫૨ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરદેશીયોને પુછવા માંડ્યો. એકદા ચિત્રકુટથી આવેલો કોઈક ભટ્ટ મળ્યો તેને પૂછ્યું કે તુ કયાંથી આવે છે? તેણે કહ્યું કે ચિત્રકૂટથી તેથી તેણે કહ્યું કે ત્યાં કાંઈ નવીન આશ્ચર્ય જેવું છે કે ? ત્યારે તે ભટ્ટ બોલ્યો કે नाटयपात्रं महामल्ला, जोल्हणचारणो गुणी, चित्रकूटमिहींद्रस्य, दृग् युग्ममिदमद्भूतं ॥१॥ ભાવાર્થ : જયાં નાટકના પાત્રભૂત મહામલ્લા રહેલી છે, અને તેના ગુણને જાણનાર જો©ણ નામનો જ્યાં ચારણ રહેલ છે તે ચિત્રકૂટ પર્વતનું આ અદ્ભુત દૃષ્ટિયુગ્મ, ખાસ કરીને વર્ણન કરવાને માટે લાયકાતવાળું છે. એવી રીતે તેના વચનવડે કરીને પોતાના પુત્રની ખબર જાણી તેનો પિતા ચિત્રકૂટ ગયો. કોલ્હણે ઊભા થઈ તેને માન આપી ભોજનાદિકવડે કરીને તેનો ઘણો સત્કાર કર્યો, અને પોતાના પિતાને વસ્ત્રાલંકારવડે સંતોષીને જો©ણે રાજાને જણાવ્યું કે મારો પિતા આવેલ છે, તેથી રાજાએ પણ જો©ણના પેઠે તેના પિતાને બહુમાન આપ્યું. હવે પિતાના આગ્રહથી પોતાને ઘરે જવાની ઈચ્છા રાજાને જણાવીને કહ્યું કે હે દેવ ! લાંબા કાળના વિરહથી મારી સ્ત્રી અને મારી માતા બહુ જ ખેદ કરે છે, માટે જો તમારી આજ્ઞા હોય તો હું મારે દેશ જાઉં. તેના અત્યંત આગ્રહથી રાજાએ જવાની હા પાડવાથી, પોતાને ઘર જઇ રાત્રિએ મહામલાને કહ્યું કે હે સુંદરિ ! જો તું માને તો મારી માતાને હું મળવા જાઉં, તેથી વજના પેઠે હણાયેલી તેણી નેત્રવિકાર અને શરીરના આકારથી ગમન કરવામાં સર્વથા પ્રકારે તેને ઉત્સુક જાણીને કહ્યું કે – પધારો પંથ પુલો, વહેલા રાઉલ વળજો, ડુંગર જીવી જીવજો, ઉંબર જેમ ફલજો. ૧. પ્રયાણના સમયે આવી રીતે ઉચિત વચન બોલી તથા વંદન કરીને બોલી કે હે પ્રાણનાથ ! ઘણા ઉપચારના બહુવચન બોલાવાવડે કરીને શું કોઇવાર મને રાંકડીને સ્મૃતિગોચર કરજો . ત્યાર બાદ વસ્ત્રાલંકારાદિકવડે કરી, તેનું બહુમાન કરીને અને તેણીએ આપેલા ૨૫3 ભાગ-૬ ફર્મા-૧૮ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મણિમૌક્તિકાદિક પોતાને અંગે ધારણ કરીને રાજાયે સન્માન કરેલો જો©ણ પાછો મહમલ્લા પાસે આવીને બોલ્યો કે હે સુંદરિ ! તું પણ મને પ્રસ્તાવે યાદ કરજે. એવી રીતે બોલતા આનંદથી અરસપરસ વાતો કરતા બન્ને જણા ચિત્રકૂટથી નીચે ઊતર્યા.ત્યારબાદ કોલ્હણે તેને કહ્યું કે - नदीतीरे गवां गोष्टे, क्षीरवृक्षे जलाश्रये । आरामे कूपकंदा विष्टबंधुंविसर्जयेत् ॥१॥ ભાવાર્થ : જ્યારે કોઈ પરદેશ જાય ત્યારે તેના સગાસ્નેહી સંબંધીયો તેને વળાવા જાય છેતે નદીના કાંઠા સુધી ગાયોનો વાડો હોય છે ત્યાંસુધી, વડલાનું ઝાડ હોય છે ત્યાં સુધી, સરોવર કે તળાવ હોય છે ત્યાં સુધી, બગીચો કે કુવાનો કાંઠો હોય છે ત્યાં સુધી પહોંચ્યા પછી પોતાના બંધુ વર્ગદિ ઇષ્ટ નેહિયોને પરદેશ જનાર પાછા વાળે છે. માટે તે સુંદરી ! તું આ વડ વૃક્ષ નીચે હવે ઊભી રહે. આવી રીતે કહેવાથી નીતિશાસ્ત્રની જાણનારી તે ત્યાં જ ઊભી રહી અને વડવૃક્ષની નીચે રહેલ યક્ષની સ્ત્રીને પેઠે તેને વારંવાર પાછું વાળી જોતો સતો જો©ણ આગળ ચાલ્યો. હવે જેમ જેમ તે આગળ ગયો. તેમ તેમ વડવૃક્ષના ઉપર ચડીને તેને તે જોવા લાગી અને તેને દૂર ગયેલો નહિદેખવાથી પક્ષિણીના પેઠે તે વૃક્ષની ટોચે પહોંચી અને સર્વથા તે દેખાતો બંધ થયો કે પ્રાણથી મુક્ત થઇ ગઈ તે પણ આગળ ચાલતો પાછું વાળી જોતો તેના લુગડાને છેડાને ચાલતા દેખીને તેમજ ચૈતન્ય રહિત થયેલી તેણીને જોઈ જોલ્ડણ પાછો ફર્યો અને વિચાર કરવા લાગ્યો કે મને દેખીને આ મારા સન્મુખ આવીને મારી સેવા કરતી હતી, ને હાલમાં મને દેખીને આદરમાન કેમ દેતી નથી ? એવી શંકાથી આકુળવ્યાકુલ થયેલા તે વડલાના વૃક્ષ ઉપર ચડ્યો અને જીવતીના પેઠે પોતાના હાથવતી તેણીને સ્પર્શ કર્યો, પરંતુ તેને મરેલી જાણીને વિચાર કરે છે કે અહો ! આ મારા સ્નેહના દુઃખથી મરણ પામી અને હું તો ૨૫૪ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હજી પ્રાણને ધારણ કરું છું, માટે મને આ બહુ જ લજ્જાસ્પદ છે, એવીરીતે વિચાર કરતો તે પણ મરણ પામ્યો હવે પુત્રને નહિ આવવાથી શંકાને ધારણ કરી તેનો પિતા ત્યાં ગયો અને પોતાના પરિવારને આગળ ચાલતો કર્યો ત્યાં જઈ જોવે છે તો પોતાના પુત્રને મરણ પામેલો દેખીને રૂદન કરી વિલાપ કરવા લાગ્યો અને મૂછને પામતો મોટો શબ્દ વડે કરીને બોલ્યો કે - નાતે નેહ ન હોય, પ્રીતે તો પોમલ ભણે, એક કોલ્હણને જોય મા જીવે મહમલ્લ મરે. [૧] એવી રીતે કહી બન્નેનો અગ્નિસંસ્કાર કરી રાજાને જણાવી પોતાને ઘરે ગયો. આ ઉપરથી એ સમજુતી મળે છે કે એકના મરણ પછી સાચા સ્નેહીઓ જીવિતવ્યને ધારણ કરી શકતા નથી, પરંતુ જૂઠો સ્નેહ ધારણ કરનારા જ જીવી શકે છે. આ દ્રષ્ટાંતના સાથે હાલના લોકોના હવાલ જોશો તો તમામ જૂઠા સ્નેહીયો જ જણાઈ આવશે. જીવતો નર ભદ્રા પામે, સ્નેહે ભાનુ મંત્રી ક્યા भानुश्च मंत्री दयिता सरस्वती, मृतिंगाता सानृपकौतुकेन । गंगातटे तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्येत् ॥१॥ ભાવાર્થ : ભાનુ મંત્રીની સ્ત્રી સરસ્વતી રાજાએ કૌતુકથી તેના સ્વામિનું મરણ તેને મોઢે કહેવાથી તુરત મરણ પામી, અને ફરીથી પણ મંત્રીએ તેને ગંગા નદીને કાંઠે મેળવી, કારણ કે જીવતો માણસેંકડો કલ્યાણને દેખે છે. તુરગપદ નગરને વિષે નરરાજાને ભાનુનામનો મંત્રી હતો. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી તેમ સરસ્વતી નામની સ્ત્રી હતી.તેઓ બન્ને અરસપરસ પ્રેમથી આનંદમાં દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એકદા બંનેના અત્યંત પ્રેમની વાર્તા સાંભળી આશ્ચર્ય પામેલો રાજા મૃગયા રમવા ગયો. ત્યાંથી બીજાના રૂધિરવડે કરી વસ્ત્રને લાલ કરી મંત્રીના ઘોડાને M૨૫૫૦ ૨૫૫ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નગરમાં વસ્ત્ર સહિત મોકલ્યો. હવે પોતાના સ્વામીના વિના ઘોડા સહિત રૂધીરથી ખરડાયેલ વસ્ત્રને દેખીને મંત્રીની સ્ત્રીએ વિચાર કર્યો કે મૃગયા રમવા ગયેલ મારા પ્રાણનાથને કોઈ સિહાદિકે મારી નાખ્યા. આવી રીતે ચિંતવના કરતી વ્રજથી હણાયેલીના પેઠે તુરત નીચે પડીને મરણ પામી, તે વાત રાજાએ જાણીને હા હા, હર્ષને ઠેકાણે ખેદ થયો એવું ચિંતવીને મંત્રીને મોઢે તે વાત કરી અને મહાનું ઉપાયે મંત્રીને મરતો બચાવ્યો. હવે બીજી સ્ત્રી કરવી નથી એવા નિશ્ચયવાળો તે યોગીનો વેષ લઈને પોતાની સ્ત્રીના હાડકાને ગંગામાં નાખવા ચાલ્યો અને બાર વર્ષે ગંગાનદી નજદીક કાંઠાને વિષે રહેલા મહારથપુર નગરને ગયો, ત્યાં શતરથ રાજા છે. તેને ભારતી નામની કન્યા છે. વળી ત્યાં વસનારા મહાસેન નામના શેઠીયાની શ્રીમતી નામની કન્યા છે. તે કન્યા અને રાજાની કન્યા બન્ને અરસપરસ પ્રેમવાળી છે. અન્યદા તે યોગી ભિક્ષાને માટે ભમતો ભમતોરાજમંદિર ગયો. ત્યાં ભિક્ષા આપવા આવેલ તે રાજયકન્યા યોગીને દેખી ચિત્રામણીની પુતળી જેવી થઈ જવાથીતેના હાથમાં ભોજન હતું, તેનેકાગડા લઈ ગયા અને યોગી પણ તેને દેખીને ચિત્રામણના જેવો થઇ ગયો આવું દેખીને ઝરૂખાને વિષે બેઠેલી શ્રીમતી બોલી કે – सापिच्छइ त सवयणं, जोगीपुण नाहि मंडलंतीए । पुव्वभवांतरनेहो, कागा चुग्ण्णंति काक्कुरं ॥१॥ | ભાવાર્થ : તે રાજકુમારી યોગીનું મોટું જુવે છે, અને યોગીપણ તેનું નાભિમંડળ જુવે છે તે પૂર્વ ભવાંતરના સ્નેહનું જ કારણ છે તે નેહથી જ કાગડા હાથમાંથી ભોજન લઇ ગયા.એમ બોલીને વળી પણ શ્રીમતિ બોલી કે – लेवे योगी पंचकण, क्या हठ मांडया वार । जिण जिण गलिए तुं फिरे, सो किम जीवे नार ॥१॥ ભાવાર્થ : હે યોગી ! આ પાંચ કણના દાણા લે. તે આ અવસરે શું હઠ પકડી છે ? કારણ કે જે જે ગલ્લીમાં તું ફરે છે. તે સ્ત્રી જીવે ૨૫૬ ૨૫૬ ~ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કેમ, અર્થાત્ મારું મનહર રૂપે દેખી તારે વિષે રાગી થઇ તારો વિયોગ થવાથી તે નારી કેવી રીતે જીવી શકે ? તે સાંભળી યોગી બોલ્યો - દેશ દેશાંતર હું ભમ્યો, નગર ભમ્યો લખ ચાર, ગલીએ ગલીયે હું ભમ્યો, ઇસી ન દેખી નાર. //// આવી રીતે બોલીને ઝરૂખામાંથી જેવી શ્રીમતી નીચી ઉતરે છે તેવામાં તે યોગી રાજકુમારીને તેવી જ અવસ્થામાં મૂકીનેકયાંઈક ચાલ્યો ગયો. ત્યારબાદ બન્ને જણીએ પ્રતિજ્ઞા કરી કે આપણો પતિ આ યોગી હો, અન્ય નહિ. ત્યારબાદ બન્ને જણીયોની પ્રતિજ્ઞા રાજાએ જાણવાથી બન્ને જણીઓએ રાજાને કહ્યું કે - अलियं जंपेइ जणो, राया चोराणनिग्गहं समत्थो । अम्हं चिय मणहरणो, सो चोरो तुम्ह नयरंमि ॥१॥ ભાવાર્થ : રાજા ચોરોનો નિગ્રહ કરે છે, આવી વાત લોકો જે કરે છે તે સર્વથા ખોટી છે, કારણ કે અમારા મનને પણ હરણ કરનારા જે છે, તે ચોર પણ તમારા નગરને વિષે હે રાજનું? વાસ કરે છે. ત્યારબાદ રાજાએ બહુ ઉપાયોવડે ઘણા યોગીઓને ભેગા કરવાથી તેના અંદરથી બન્ને જણીયે તે યોગીને ઓળખી કાઢ્યો અને તેને રાજાની પુત્રી ભારતીએ કહ્યું કે – मज्झमण गहिउणं, नठी सहसत्ति तंमि समयंमि । अहुणा महकरचडीओ, कह वच्चसि कह सुतं नाह ॥१॥ ભાવાર્થ : મારું મન ગ્રહણ કરીને તે સમયે સાહસકરીને તું ચાલ્યો ગયો, પણ હે નાથ ! હાલમાં તું મારા હાથમાં આવેલો હવે તું કયાં જવાનો છે ? એવું સાંભળી યોગી બોલ્યો કે – સિંહલંક હરિગઈ હંસ હરીઆ, નયન કુરંગા પાસહ પડિયા, સસિહર લંક હરેવા ચલ્લી, કિમ હું ચોર કિસી તું ભલ્લી. ૧ હું જોગી છું છેક નિરંજન, મેં વિહરિયું છે તેમ મનઃ, સુણ સુંદરી કુણઝગડો આપણ, પુવ ભવંતર લાગી ખણખણ. ૨ M૨૫૭) For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પૂર્વ ભવાંતર યોગીના એ શબ્દને સાંભળીને ભારતી કન્યા જાતિસ્મરણજ્ઞાન પામી, અને પોતાના પૂર્વભવનું સ્વરૂપ તમામ રાજાને કહ્યું, તે સાંભળી હર્ષને પામેલો રાજા યોગીને કહેવા લાગ્યો કે હે યોગીનું ! આ યોગીના વેષને મૂકી દે અને આ શ્રીમતી યુક્ત મારી પુત્રીનું પાણિગ્રહણ કર. તે સાંભળીને ભાનુ મંત્રીએ તીવ્ર રાગ થવાથી યોગીપણું ત્યાગ કરીને બન્નેનું પાણી ગ્રહણ કર્યું, અને રાજાએ પણ તેને આવાસવિગેરે તમામ સામગ્રી આપી અને વીશ વર્ષ ઘરવાસ રહીને ફરીથી પણ યોગી થયા અને વૈરાગ્યથી તપ તપવા લાગ્યા, માટે જીવતો માણસ પણ હજારો કલ્યાણોને દેખે છે તે વાત સત્ય થાય છે. | સ્વાર્થને વિષે રંગશ્રેષ્ઠીની ક્યા न स्वार्थलुब्यां प्रियमाचरन्ति, प्रियेऽप्यकृत्यं च विचिन्तयन्ति । रंगख्भर्तुमृतदंभिनः स्त्री-र्यत्स्वर्णदंतग्रहणोत्सुकाभूत् ॥१॥ ભાવાર્થ : સ્વાર્થલબ્ધ જીવો પ્રિય આચરણને કરતા નથી, તેમજ પોતાને પ્રિય હોય તો પણ તેનું વિરૂપ પણું ચિંતવનાર થાય છે, કારણ કે દંભવડે કરી મરણ પામેલ પોતાના રંગ નામના ભરના દાંતમાંથી સોનું ગ્રહણ કરવાની ઇચ્છાવાળી તેની સ્ત્રી ઉતાવળી થઈ. રત્નપુર નગરને વિષે રંગ નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને સુરૂપા નામની રૂપાળી સ્ત્રી હતી. તે મહામાયા-કપટવાળી હતી, અને હું તો પતિવ્રતા છું એમ કહી પોતાના પતિને પ્રેમપાત્ર બનેલી હતી. એકદા રંગ શ્રેષ્ઠીએ તો પોતાની રૂપાળી સ્ત્રીને કહ્યું કે હે પ્રિયે ! આપણે ઘણા કાળ સુધી વિષયસુખ સેવન કર્યું, હવે જો તું કહે તો કાંઈક દાન, શીયલ, તપને ભાવનારૂપ ધર્મનું આરાધન કરું, આવી રીતે પોતાના સ્વામીના વચન સાંભળીને તે બોલી કે હે પ્રિયતમ ! જો તું ધર્મકર્મ આચરીશ તો હું પણ તેમજ કરીશ. હવે કેટલાક દિવસો ગયા પછી રંગ શ્રેષ્ટિએ પોતાની સ્ત્રીને કહાં કે આગામી ચૌદશને વિષે હે ગ્નિ ! હું ઉપવાસ ૨૫૮ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરીશ, આવી રીતે કથન કરવાથી તે પણ જુઠા નેહવાળી બોલી કે હે સ્વામિનું? તે દિવસે મારે પણ ઉપવાસ થશે, પરંતુ તે દિવસે બાળકને દૂધપાન નહિ મળી શકે તેથી તે મૂચ્છ પામશે તે દૂષણ તમને છે, મને નહિ. તેવા તેના વચન સાંભળીને રંગ શ્રેષ્ઠી વિચાર કરે છે કે તેને મારા ઉપર પ્રેમ સત્ય છે કે અસત્ય છે, માટે મારેતેની પરીક્ષા કરવી જોઇએ .એમ ચિંતવન કરીને પ્રાત:કાળે પોતે કપટ વડે કરી મૂછ ખાઇને ઘરના મધ્યભાગને વિષે પડ્યો. આવી રીતે પોતાના ભર્તારને શ્વાસરહિત જોઇને તેની સ્ત્રી ચિંતવના કરવા લાગી કે લોકો તેનું મરણ જાણશે મારે ભોજન કરવું બંધ થશે અને લાંઘણ થશે, તે માટે પ્રથમ તો ગઈ કાલનો કરંબો કરેલ છે તેને હું ખાઈ લઉં આવી ચિંતવનાકરીને તેણે શાક બનાવી તેના સાથે કરબો ખાઈ લીધો. ત્યારબાદ ધીમે ધીમે તેનું શરીર તપાસતી જેવી પથરો લઈને તેના દાંતમાં જડેલ સુવર્ણ હતું તે લેવાને માટે તેના દાંત પાડવા જાય છે તેવામાં રંગ શ્રેષ્ઠી ઉઠયો ને બોલ્યો કે – शालीकुर ने सथरो दंही, कयर करमदां ने बीली सही । प्रतिव्रतामे जाणी सही, पत्थर लइने दांत मपाडी ॥१॥ ભાવાર્થ : શાલીકૂર કરંબો દહીનો વિગેરે અને કચુંબર કરમદાં અને બીલી વિગેરેને શાક ચટણી વિગેરે ખાવાથી હે નારિ! તમને પતિવ્રતા જાણી છે, માટે તું હવે મારાદાંત પત્થર લઈને પાડીશ નહિ. આવી રીતે કહેવાથી લજજાને પામેલી તે ઘરના ઓરડાની અંદર ગઈ, ત્યારબાદ શ્રેષ્ઠીએતેનો સ્વાર્ષિક સ્નેહ જાણીને વૈરાગ્યથી દીક્ષા લીધી તપતપી કર્મને ક્ષીણ કરી મોક્ષે ગયો. સ્વાર્થના અભાવે પોતાની સ્ત્રી પણ સ્નેહરહિત થાય છે, તેના ઉપર કુસુમ શ્રેષ્ઠીની પત્ની સ્થા. स्वार्थेसतिस्यात्प्रणयः प्रियायां, संबंधिनामेवयदत्र लोके' पत्युः प्रियाप्यङ्गधिमधौतमेकं, हित्वागताकर्णित विश्वनाशा ॥१॥ M૫૯) ૨૫૯ * For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ | ભાવાર્થ : જ્યારે સ્વાર્થ હોય છે ત્યારે જ સંબંધિયોમાં પણ સ્નેહ વૃદ્ધિને પામે છે, કારણ કે પોતાનો પતિ કાંઈ લાવ્યો નથી અને સર્વ ગુમાવીને આવ્યો છે આવી વાત સાંભળતાની સાથે જ તેની સ્ત્રિયે એક પગ ધોયેલો હતો તે છોડી દઈ બીજો પગ ધોયા વિના સમગ્ર નાશ થયેલ હોય તેવું જાણીને સ્ત્રી ઉઠી ગઈ. બલભદ્રાવાસ નગરને વિષે કુસુમ નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને કુસુમશ્રી નામની સ્ત્રી હતી એકદા પ્રસ્તાવે તે શ્રેષ્ઠી ધન ઉપાર્જન કરવા માટે ઘણી લક્ષ્મી યુક્ત પરદેશ ગયો, પરંતુ અંતરાય કર્મના ઉદયથકી મૂળ મૂડી પણ ગુમાવીને ઘણે દિવસે પોતાને ઘરે આવ્યો. ઘણે દિવસે આવેલ છે માટે મારો સ્વામી મારે માટે વસ્ત્રાલંકારાદિ લાવેલો હશે, એવું જાણી હર્ષયુક્ત ચિત્તવાળી થઇ,તેણીયે સ્નાન માનાદિક બહુ પ્રકારે ભક્તિ કરી, અને સાંયકાળે કાંઇક ઉનાપાણીવડે કરીને જોવામાં તેના પગનું પ્રક્ષાલન કરે છે. તેવામાં તેના ચંદ્રકાંત નામના મિત્રો આવીને પરદેશમાં વ્યાપારનો શું લાભ થયો તે પૂછયું, તેથી શ્રેષ્ઠીએ કહ્યું કે હે મિત્ર ! તે દેશાંતરને વિષે રૂપું, સોનું, મણિ, માણિકય મૌક્તિકાદિકનો વેપાર કરતા પણ મને કેવળ નુકશાન જ થયેલ છે, પરંતુ લાભનો ગંધ માત્ર પ્રાપ્ત થયેલ નથી, તેથી મૂળ ધનનો નાશ કરીને હું ખાલી ઘણા દિવસે પાછો આવેલ છું. આવા પ્રકારના વચનો સાંભળીને, હા હા મારા માટે મારો સ્વામી કાંઈ પણ લાવ્યો નથી, એવી ચિંતાવડે કરીને વ્યાપ્ત થઈ ગયેલ તેણીએ તે વાર્તા સાંભલ્યા પછી પ્રથમ એક પગ તો સારી રીતે ધોયેલો હતો, પરંતુ વાત સાંભળી તુરત બીજો પગ ધોયા વિના ઊઠી ગઈ તેવી દશાદેખીને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે - रे रे वेश्या बापडी, कूडो कलंक म वाह, ए कुलवंती बालिका, ढीलो मेल्यो पाय ॥१॥ ભાવાર્થ રે રે બાપડી વેશ્યા ! તું એવું ખોટું કલંક તારા મસ્તક ઉપર વહન કરીશ નહિ કે હું વેશ્યા જ એકલી સ્વાર્થી છું,કારણ કે આ ૨૬૦ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કુલીન પુરુષની છોડીએ પણ પગ ધોયા વિના ઢીલો મેલ્યો એટલે છોડી દીધો છે. એવી રીતે પોતાના ભરના વાક્યને શ્રવણ કરીને તેની સ્ત્રીએ કહ્યું. वल्लह अत्थ वसीकरण, अवर सवि अकयत्थ । जिण दीठे मन उल्लसे, तरुणी पसारे हत्थ ॥२॥ ભાવાર્થ : હે વલ્લભ ! અર્થ કહેતા પૈસો તે જ એક વશીકરણ છે, બીજા તમામ અકૃતાર્થ સમજવા, કારણ કે અર્થને દેખીને મન ઉલ્લાસને પામે છે તેમજ સ્ત્રી પણ તેને લેવા માટે પોતાના હાથને લાંબા કરે છે. એવું સ્ત્રીનું વચન સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર્યું કે ધનને ધિક્કાર થાઓ ! કારણ કે જે ધન વિના પોતાની સ્વાર્થમય વૃત્તિ પર્યાપ્ત પૂર્ણ નહિ થવાથી કુલવાન સ્ત્રી પણ પોતાના સ્વામી ઉપરથી સ્નેહ છોડી દે છે. આવી રીતે વિચાર કરીને સ્ત્રી અને ગૃહસ્થાવાસથકી વિરકત થઈ તેણે સંયમને ગ્રહણ કર્યું અને સુખી થયો. સ્ત્રી પુરુષોને પોતાના સ્વાર્થ સુધી જ પ્રેમ હોય છે તેના ઉપર મનોરમાની ક્યા स्नेहीजने कार्यनिमित्तकः स्याद्धौंस्थयेसहायो न तु कोपि यत् स्त्री। सरित्तरंत्यामघटे विशीर्णे, न स्नेहिना सा जलतोपि रक्षि ॥१॥ ભાવાર્થ : આ દુનિયાને વિષે જીવોને સ્નેહ થાય છે, તે પોતાના કાર્યવશથી જ થાય છે, પરંતુ સ્વાર્થ ન હોય તો દુઃસ્થાઅવસ્થાને વિષે પણ કોઈ સહાય કરતું નથી, કારણ કે સ્ત્રીને નદી ઉતરતાકાચો ઘડો ફુટી જવાથી બુડવા લાગી, તેના ઉપર સ્નેહ છતાં પણ કાંઠે રહેલા સ્નેહી મનુષ્ય તેની સંભાળ નહિ કરતા પાણીને વિષે બુડતી તેણીનું રક્ષણ ન કર્યું. ૨૬૧ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સિંધુ દેશે વીત્તભયપત્તને વિષે મનોરમા નામની કોઈક સ્ત્રી એકયુવાન અવસ્થાવાળા પુરુષના સાથે રોગવાળી થવાથી તે પોતાની પ્રિય સખીના સાથે રાત્રિમાં ઘડાવડે નદી ઉતરીને જાર પુરુષ સાથે રમીને નિરંતર પોતાને ઘરે આવવા લાગી. આવી રીતે નિરંતર કરવાથી કોઇક દિવસ તેની સાસુએ તે વાત જાણીને અનેક દિવસ વારંવાર મનાઈ કર્યા છતા પણ તેણીએ જવું બંધ નહિ કરવાથી રોષને ધારણ કરી સાસુયે ગુપ્ત રીતે નિરંતર લઈ જનાર તે પાકા ઘડાને બદલે કાચો ઘડો ગોઠવી દીધો અને પોતે જાગતીરહી, પણ ઉતાવળમાં પાકા ઘડાની ભ્રાંતિથી કાચો ઘડો લઈને જ ચાલવા માંડી, અને નદી ઉતરવા ઘડો પાણી લાગવાથી મધ્ય ભાગે જ ભાંગી ગયો,તેથી બુડવા લાગી. બુડતી વખતે નદીકાંઠે રહેલાતે જાર પુરુષને તેણીએ વારંવાર સહાયકરવા બોલાવ્યા છતાં પણ પોતાને બુડવાના ભયથી તે યુવાન પુરુષ નદીને વિષે પેઠો નહિ, તેથી નજીકમાં રહેલીતેની સખીયે કહયું કે. घडो विणट्ठो सोहिणी, सायरअठ्ठागयांह । तरपांणजीबां हडी, मरकीसद्यबीयांह ॥१॥ ભાવાર્થ હે શોભિની ! ઘડો વિનષ્ટ થયો તેના કકડા નદીને વિષે પડવાથી તણાતા સમુદ્રને વિશે ગયા. હવે તું પારકી આશા છોડીને પોતાના બે હાથવડે કરીને જલ્દી નદીને તર અને હવે પછી કોઈ દિવસ બીજા પરપુરુષના ઉપર પ્રીતિ કરીશ નહિ, કારણ કે સર્વે સ્વાર્થીઓ હોય છે, એવી રીતે જાણીને આ સ્નેહ ઉપાધિ ભરેલો છે. તેમ જ સ્વાર્થિક છે એવું સમજી પોતાની ભુજાવડે કરી નદી તરીને કુમાર્ગે ગમન કરવું નિવારણ કરી પોતાના ઘર પ્રત્યે જ રહીને સુખ ભોગવનારી થઈ. મહિષી ક્યા) सर्वं प्रियं स्वार्थवशात्करोति, कस्तं विना तत् कुरुते निसर्गात्, इभ्योवणिग्यश्च जरन् महिष्यां, पयोप्रदानाच्च निरादरोऽभूत् ॥१॥ ભાવાર્થ : સર્વે જીવો પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ બીજાનું હિત ૨૬૨ ~ ૨૬૨ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરે છે, કારણ કે તે સ્વાર્થ વિના સ્વભાવથી જ કોઈ કોઈનું પ્રિય કરવા પ્રીતિવાળો થતો નથી, જે કારણ માટેદૂધને નહિ આપનારી ઘરડી ભેંશને વિષે તેનો પ્રતિપાલક શ્રેષ્ઠી આદર વિનાનો થયો. - શ્રીપુર નગરના ઉદ્યાનને વિષે એક ઘરડી ભેંશ પ્રાતઃકાળે ચારો ચરતી વારંવાર ચક્ષુમાંથી આંસુ પાડવા લાગી. તે અવસરે આંખમાંથી વારંવાર ઘણાં આંસુને કાઢતી ઘરડી ભેંશને દેખીને વડલાનું વૃક્ષ જે હતું તેણે કહ્યું કે તું રૂદન કેમ કરે છે? ત્યારે તે ભેંશ બોલી કે આજ નગરને વિષે શ્રેષ્ઠીને ઘરે મેં બાર બાળકોને જન્મ આપ્યો તેમજ દુધ પણ મેં ઘણું દીધું ને હવે વૃદ્ધ થયેલી મને દેખીને તે પોતાના કુટુંબ સાથે બોલ્યો કે જોડા જુના થયા છે, માટે આ ભેંશ આવી રીતે રોજ બોલે છે. આવું તેનું વચન નિરંતર સાંભળી સાંભળીને હું આંખમાંથી દુ:ખવડે કરીને આંસુને સારું છું, તે અવસરે વડવૃક્ષે મનુષ્યની ભાષાવડે કરીને કહ્યું કે કોઈ કુષ્ટી યોગી મહારા મૂળના ઉપર કાર્યવશથી ઊભો રહેલો હતો. તે યોગી માહરા મૂળના પ્રભાવથી તુરત નિરોગી થઇને માહારા મૂળને કાપીને પાપી યોગી કયાંઇક ગયો. એવી રીતે લોકો પણ પોતપોતાના કાર્યના સ્વાર્થ લગી જ બીજાની સેવાને કરે છે, કાર્ય પૂર્ણ થયા પછી તેના ઉપર દ્વેષ કરે છે. આ વાતમાં સંશય નથી, કારણ કે દુનિયાના તમામ લોકો કેવળ સ્વાર્થી જ હોય છે, અને તે પોતાના સ્વાર્થને માટે જ લોભથી પરના સાથે સ્નેહ કરે છે, પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી કોઈ કોને પ્રેમ, કરવાવાળું રહી શકતું નથી. એવા વડલાના વચનોને સાંભળીને સંતોષને પકડીને ભેંશ સુખે કરીને વનને વિષે ચારો ચરવા લાગી. (ક્ષુલ્લક કુમાર ક્યા) नृणांक्कचिन्निवृतयेपियोषिद्गीति, श्रुताक्षुल्लकुमारवत्स्यात् । मुदेमहत्यैकिलकोकिलाया, यन्माधुरीम्बांमधुमाधवर्ती ॥१॥ ભાવાર્થ : જેમ ચૈત્ર વૈશાખમાં કોકિલની મધુરી વાણી ૨૬૩ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સાંભળનારને મહાહર્ષને માટે થાય છે, તેમ કવચિત્ સ્ત્રીની મધુર વાણી સાંભળવાથી પણ ક્ષુલ્લક કુમારના પેઠે નિવૃત્તિ માટે થાય છે. સાકેતપુર નગરને વિષે પુંડરીક નામનો રાજા, અને તેનો નાનો ભાઈ કંડરીક યુવરાજ હતો. તેની સ્ત્રી યશોભદ્રા નામની હતી કોઈક દિવસ તેને દેખીને તેનો મોટો ભાઈ રાગાંધ થઇ, તેની પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ તે સતી હતી માટે તેને ઇચ્છતી નહોતી, અને કહેવા લાગી કે તું તારા ભાઈથી પણ લજ્જા પામતો નથી. ત્યારબાદ વનને વિષે ક્રીડા કરનાર પોતાના નાના ભાઈને તે રાગાંધ રાજાએ હણ્યો. તે સાંભળી ગર્ભવતી યશોભદ્રા પોતાના શીયલનું રક્ષણ કરવાને માટે ત્યાંથી નાસી ગઈ અને શ્રાવસ્તિ નગરીમાં જઈ, પોતાના ગર્ભની વાર્તા નહિ કરી ને ગુરૂ પાસે દીક્ષા લીધી. સંપૂર્ણ દિવસે તેને પુત્ર થયો. તેનું નામ શ્રાવકોએ ક્ષુલ્લકકુમાર પાડયું. અનુક્રમે ગુરૂએ દીક્ષા આપી યુવાન અવસ્થા પામ્યા પછી ભગ્ન પરિણામવાળો થયો, તેની માતાએ શિક્ષા આપી. चइ चलइ मंदरो सुसइ सायरो हृसइसयलदिसि चक्कं । तह विहु सप्पुरिसाणं, पयं पियं नान्न हा होइ ॥१॥ ભાવાર્થ : યદિ મંદરાચલ મેરૂ ચલાયમાન થાય, સમુદ્ર શોષાઈ જાય સમગ્ર દિશિચક્ર દ્વસ્વ થઈ જાય તો પણ સત્પરુષોએ બોલેલું વચન અન્યથા થતું નથી. वरमरिसदनेभ्यो भिक्षयाप्राणवृत्तिवरमनलनिणते प्लोषणाद्देहमुक्तिः, वरमसमगिरिंद्रप्रस्थपाते प्रवेशो, भवति तदपि नेष्टः शीलभंगो बुधानां ॥१॥ ભાવાર્થ : મોટા પર્વતના શિખર ઉપરથી ઝંપાપાત કરવો સારો, શત્રુના ઘરથી ભિક્ષા માગીને ખાવી સારી અગ્નિને વિષે દેહને બાળીને શરીરમુક્ત થવું સારું, પણ પંડિત પુરુષોને શીયલ વ્રતને ભાંગવું ઉચિત નથી. ૨૬૪ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવી રીતે ઉપદેશ આપ્યો છતાં પણ સાધુપણામાં રહેવાની ઇચ્છા ન થઇ, તેથી બાર વર્ષ રહેવાની પ્રાર્થના કરવાથી દાક્ષિણ્યતાથી રહ્યો, ત્યારબાદ બાર વર્ષેજવાની ઇચ્છા કરવાથી મહત્તરા સાધ્વીની દાક્ષિણ્યતાથી બાર વર્ષ રહ્યો. ત્યારબાદ આચાર્ય અને ઉપાધ્યાયે પણ યાચના કરવાથી બાર બાર વર્ષ રહ્યો એવી રીતે પરિણામ વિના પણ ૪૮ વર્ષ સંયમવેષમાં રહ્યો, અને પછી સાધુપણું મૂકી ચાલ્યો એટલે તેની માતા સાધ્વીયે, રત્નકંબલ અને મુદ્રારત્ન આપી સાકેતપુર નગરને વિષે મોકલ્યો. તે સાકેતપુરે ગયો અને રાજકુલને વિષે નાટક થાય છે તે જોવાને માટે ઉભો રહ્યો રાત્રિને છેડે નર્તકી નિદ્રા કરે છે તેથી તેની મા તેને નીચે પ્રમાણે કહે છે. सुलु गाइयं सुठ्ठ वाइयं, सुठु निश्चयं सामसुंदरी । अणुपालियं दीहराइयाओ, सुमि शंते मा पमायए ॥१॥ ભાવાર્થ : હે સુંદરિ ! તે સારું ગાયું, સારું વગાડયું, નાચ પણ સારો કર્યો. આખી રાત્રિ સારી રીતે વ્યતીત કરી. હવે સ્વમ માત્ર જેટલા કાળમાં તું પ્રમાદ કરે છે તે ઠીક નથી. આવા પ્રકારના વચન સાંભળીને ક્ષુલ્લકે તેને પોતાનું રત્નકંબલ આપ્યું. રાજપુત્ર યશોભદ્ર પોતાના કાનનું રત્નજડિત કુંડલ આપ્યું, સાર્થવાહની સ્ત્રીએ પોતાના કંઠથી ઉતારીને મોતીનો હાર આપ્યો, મંત્રીએ કંકણરત્ન આપ્યું માવતે અંકુશ રત્ન આપ્યું. તે તમામ વસ્તુઓ લક્ષ લક્ષ મૂલ્યની હતી. આવા પ્રકારનું ભારે દાન આપવાનું કારણ રાજાએતમામને પૂછવાથી તેઓકહેવા લાગ્યા. પ્રથમ ક્ષુલ્લકે કહ્યું કે મેં અડતાલીશ વર્ષ દીક્ષા પાળી હવે મૂકવાનો વિચાર થયો. તેવામાં આ ગાથા સાંભળીસ્થિર થયો. પોતાનું મૂળથી વૃત્તાંત કહ્યું, રા-પુત્રે કહ્યું કે હે તાત ! તમને મારીને મારે રાજય ગ્રહણ કરવાની ઇચ્છા હતી. આ ગાથાથી ચેતનાવંત થઈ, પિતાના આઘાતરૂપી અકાર્યથી અટકી ગયો છું. સાર્થવાહીએ કહ્યું કે મારો સ્વામી પરદેશગયો છે, બાર વર્ષ થઈ ગયા પણ હજી આવ્યો નહિ,તેથી બીજો પુરુષ કરવાની મારી ૨૬૫ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઇચ્છા થઈ. આ ગાથા સાંભળીને હું ઠેકાણે આવી ગઈ છું. મંત્રીએ કહ્યું કે મને વૈરી રાજાએ ફેરવવાથી હું ફરી ગયો છું, પરંતુ આ ગાથા સાંભળી ઠેકાણે આવી ગયો છું. હાથીના માવતે કહ્યું કે મને પણ તારા શત્રુએ ફેરવવાથી હું ફરી ગયો છું, પરંતુ હાલમાં ઠેકાણે આવી ગયો છું. ત્યારબાદ તે તમામે ગુરુ પાસે જઈ દીક્ષા લીધી ને તપ તપીને મુક્તિને વિષે ગયા. બલિવાન દેખાજો) બલિરાજા મહાદાનને આપતો હતો. એકદા વિષ્ણુએ, વામનરૂપ ધારણ કરી, બલિને સંતુષ્ટ કરી, ત્રણ પગલા માત્ર ભૂમિ માગી તેણે આપી. ત્યારબાદ પોતાના બે પગ વડે કરીને પૃથ્વીને આક્રમણ કરી, કૃષ્ણ કહ્યું કે હે બળી ! ત્રીજો પગ કયાં મુકું ? તેણે કહ્યું કે મારી પીઠ ઉપર ત્રીજો પગ મૂક તેમ કહેવાથી ત્રીજો પગ તેની પીઠ ઉપર મૂકવાથી બલિપાતાલને વિષે ગયો. તેના સાહસથી તુષ્ટમાન થેયલ વિષ્ણુએ કહ્યું કે વર માગ બળિયે કહ્યું કે મારા દરવાજાના બારણેનિરંતર તું દ્વારપાળ થઈને બેસ બલિના કહેવાથી વિષ્ણુએ પણ તે માન્યુ. ( ઔચિત્ય વિષયે રત્નાકર વૈદ ક્વા.) લક્ષ્મીપુર નગરને વિષે ચંદ્ર નામનો રાજા રહેતો હતો. તેને ઘરે એક નિર્ધન નોકર હતો.એકદા પ્રસ્તાવે તે નોકર લાકડા લઈને આવતો હતો તેવામાં રાજાએ તેની એક આંખમાં ફુલું પડેલું દેખ્યું, તેથી રાજાને તેના ઉપર દયા ઉત્પન્ન થઈ, અને પોતાના પાંચસો વૈદોને વિષે મુખ્ય વૈદ જે રત્નાકર નામનો હતો તેને રાજાયે બોલાવીને કહયું કે હે વૈદશિરોમણે ! તું આના નેત્રમાંથી કુલું દૂર કર. તે સાંભલી વૈદે ત્યાં જ તુરત જીર્ણ ઘાસની ઝુંપડીમાં રહેલા તરણા લઈ તેને બાળીને રાખ તે નોકરની આંખમાં આંજવાથી તુરત જ તો નેત્રમાંથી કુલ ગયું. તેની વૈદિકલાથી રંજિત થયેલા રાજાએ અન્યદાપોતાનું નેત્ર કૃત્રિમ ફુલ્લ યુક્ત ૨૬૬ ~ ૨૬૬ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી તેજ વૈદરાજને કહ્યું કે હેવૈદરાજ! મારા નેત્રમાં ઉત્પન્ન થયેલ કુલાનું તું નિવારણ કર. તે સાંભળી વૈદરાજે બહુ મૂલ્યવાળા જાતિવંત મોતીયો ભસ્મ કરવાને માટે મંગાવ્યા. તેથી અત્યંત વિસ્મય પામેલા રાજાયે વૈદને કહ્યું કે હે વૈદ્યોત્તર ! ગરીબ એવા મારા નોકરની આંખમાંથી તે કેવળ તરણા બાળી તેની ભસ્મ કરી, તેની આંખમાં આંજી ફુલું કાઢ્યું અને મારી આંખમાંથી ફુલું કાઢવાને માટે તે બહુ મૂલ્યવાળા જાતિવંત મોતીયો અને રત્નો કેમ મંગાવ્યા? તે વૈદે કહ્યું કે હે રાજન્ ! તું રાજા છે, તારા માટે તો બહુ મૂલ્યવાળું ઔષધ જોઈયે તારો નોકર તો દરિદ્રતાથી યુક્ત છે,નિર્ધન છે, તેને માટે તૃણોને બાળી તેની ભસ્મરૂપ ઔષધ તેને યુક્ત જાણી મેં તે કર્યું. ત્યારબાદ રાજાએ પોતાના નેત્રને યથાસ્થિત ઠીક કરીને કહ્યું કે હે વૈદરાજ! બરાબર તે યોગ્ય જ કહેલ છે. તે વૈદરત્ન ! નિશ્ચય તું વૈદ જ છે ! ઈત્યાદિ પ્રકારે તેની ઘણી પ્રશંસા કરીને રાજાએ ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણ વડે તેનું બહુમાન કરી તેને સુખી કર્યો. ( અસંતોષે મહેંદ્ર જટી થા.) કોરંટ ગામને વિષે જટાને ધારણ કરનાર એક મહંદ્ર નામનો યોગી આવ્યો. તેને લોકોયે મઢી કરાવી આપી ચોમાસું રાખ્યો, તે ભિક્ષાને વિષે લોભી થઈ, તમામ ઘરે ભિક્ષા માટે ભમવા લાગ્યો, અને તમામ ઘરેથી ભિક્ષા લાવી, સ્વેચ્છા પ્રમાણે ભોજન કરવા માંડ્યો આવી રીતે કરતા છતાં પણ તેને કોઈ દિવસ તૃપ્ત થઈ નહિ અને લોકોની પાસે કહેવા લાગ્યોકે મને તૃપ્તિ થાય તેવા પ્રકારની ભિક્ષા મળતી નથી. એકદા સર્વ લોકોએ ભેગા થઈ તેને પૂછયું કે અમારે ત્યાંથી તમને ભિક્ષા મળે છે કે નહિ અગર તું સર્વેના ઘરથી ભિક્ષા પામે છે કે નહિ ? તે જટી બોલ્યો લોકો બહુ કઠણ થઈ ગયા છે, મને ભિક્ષામાં લાભ કયાંથી હોય ? ત્યારે બધાયે અન્યોઅન્યને પૂછી એક એક જટીને પૂછવા લાગ્યા કે હે જટી? મારા ઘરથી ભિક્ષા આવે છે કે નહિ, ત્યારે જટી બોલ્યો તારે ઘરેથી તો આવે છે પણ બીજાને ઘરેથી નથી આવતી એવી રીતે જે જેવું ૨૬૭ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, તેને તે જ પ્રમાણે કહેવા લાગ્યો. તેથી લોકોયે જાણ્યું કે આ ધૂર્ત છે, કેવળ ઉદર પોષણ કરવાવાળો છે, માટે આ કોઇના ગુણને ગ્રહણ કરવાવાળો નથી, એવું જાણી તે દુષ્ટને ગામ બહાર બધાયે ભેગા થઈને કાઢયો. દુઃવિતા: સંતિ સંસારે, નવા સંતોષનતા, संतोषरहितो मत्र्यै-गान्निष्कासितो जटी ॥१॥ - ભાવાર્થ સંતોષવર્જિત જીવો સંસારને વિષે દુઃખી થાય છે, કારણ કે સંતોષવર્જિત જટીને લોકોએ પોતાના નગરથી બહાર કાઢયો હતો, માટે તમામ જીવોને સંતોષ ધારણ કરવાથી જ ઉત્તમ પ્રકારનું સુખ મળી શકે છે. (આળસ ઉપર કુંતલ ક્યા) यस्यालसत्वं समुदेति स स्यात्, स्थानं न कि भूरि पराभवस्य । यस्माद्धनिश्रेष्ठसुतः प्रमेदे, न श्रेष्ठिकन्यां किल कुंतलाख्यः ॥१ ભાવાર્થ : જેને આળસ ઉત્પન્ન થાય છે તે શું પરાભવના સ્થાનને નથી પામતો ? અર્થાત્ પામે છે, જે કારણ માટે ધનશ્રેષ્ઠીનો પુત્ર કુંતલ શ્રેષ્ઠીની કન્યાને પામ્યો નહિ. શ્રીપુર નગરને વિષે ધનશ્રેષ્ઠીનો પુત્ર કુંતલ નામનો હતો.તે પગને ઊંચા કરીને તથા સૂર્યના સન્મુખ જોઇને, તેના સન્મુખ પોતાનું મુખ રાખી કળશીયામાં મુતરવા માંડ્યો તે અવસરે ત્યાં રહેલ મદન નામનો શ્રેષ્ઠી પોતાના મિત્ર પ્રત્યે, ધનશ્રેષ્ઠીના પુત્ર કુંતલનું સ્વરૂપ પુછવા માંડયો, હે મિત્ર આ ધનશ્રેષ્ઠીને પુત્રો કેટલા છે? તેણે પણ વ્યંગ વચનથી કહ્યું કે આને નવ પુત્રો છે. ફરીથી થોડીવારે પુછયું કે શ્રેષ્ઠીને પુત્રો કેટલા છે ત્યારે કહાંકે પાંચ પુત્રો છે. વળી ત્રીજી વાર પુછયું કે કેટલા પુત્રો છે ? ત્યારે ત્રણ પુત્રો કહ્યા. વળી ચોથીવાર પુછવાથી એક પુત્ર કહ્યો તેથી મદન બોલ્યો કે હે મિત્ર ! મને ભ્રાન્તિમાં કેમ નાખ્યો ? ૨૬૮ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મિત્રે કહ્યું કે મેં તો સત્ય જ કહેલુ છે, જે કારણ માટે આ શ્રેષ્ઠી પુત્ર ઊંચો થઇ, સૂર્ય સન્મુખ જોઇને કળશીયામાં મુતરે છેતેથી મેં આ શ્રેષ્ઠીને ત્રણ પુત્રો કહ્યા, તથા પાંચ મનુષ્ય જેટલો આહાર કરે છે, તેથી મેં તને પાંચ પુત્રો કહ્યા. નિદ્રાના ટાઈમે સર્પના આકારે કુંડલી દેહ કરીને સૂવે છે, તેથી મેં નવ પુત્રો કહ્યા આવો વર બીજી કોઈ જગ્યાએ નહિ મળે, આવાગુણવાળો આ વર છે, માટે જો તને રૂચે તો તું આને તારી કન્યા દે, ત્યાર પછી તે મદન શ્રેષ્ઠી ત્યાથી ઊઠીને વરને જોતો પદિમની પરે ગયો અને ત્યાં વીર શ્રેષ્ઠીના ધરણપુત્રને પોતાની કન્યા આપી, અહીં પણ ધનશ્રેષ્ઠીએ પુત્રને બહુ શિખામણ આપ્યા છતાં પણ તેણે કોઈ પણ પ્રકારે આળસ છોડયું નહિ જે જે વર જોવા આવે છે, તે તે તેને આળસુ દેખીને પોતાની પુત્રી નહિ આપતા પાછા જવા માંડયા.કહ્યું છે કે – गच्छन् जल्पन् हसन् तिष्ठन्, शयानी भक्षयन् पुनः मूर्खः सर्वत्र लभते, पदे पदे पराभवम् ॥१॥ ભાવાર્થ : ચાલતો બોલતો, હસતો બેસતો સુતો અને ભક્ષણ કરતો મૂર્ખ માણસ સર્વ જગ્યાએ પગલે પગલે પરાભવને પામે છે તેથી તે આળસનો આશ્રય કરવાથી કોઈની પણ કન્યાને પામી શકયો નહિ, તેનો પિતા મરણ પામ્યા પછી તે વિશેષ પ્રકારે પરાભવના સ્થાનભૂત થયો. (આળસને વિષે શશિરાજાની સ્થા) ये धर्मयोगं समवाप्य मूढाः, प्रौढप्रमादाश्च परित्यजति । द्रष्टप्रणष्टद्रविणा इव द्राक्, शोचंति पश्चाच्छशिराज वर्तते ॥ ભાવાર્થ : જે મૂઢ માણસો ધર્મનો યોગ પામ્યા છતાં પણ બહુ પ્રમાદી થઇને તે ધર્મના યોગોનો ત્યાગ કરે છે, તે જેમ ધન પ્રાપ્ત થયું ને દેખવાથી તુરત નષ્ટ થવાના પેઠે જ શશિરાજની જેમ અત્યંત જલ્દીથી શોચગ્રસ્ત થાય છે. શક્તિમતી નગરી વિષે સૂર અને શશિનામના બે ભાઈઓ રાજ્ય ૨૬૯ * For Personal & Private Use Only For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરતા હતા તે બન્ને જણા એકદા ઉદ્યાન વિષે ગયા. ત્યાં રહેલા શીલસાગરસૂરિ પાસે તેમણે નીચે પ્રકારે ધર્મોપદેશ સાંભળ્યો આ ભવરૂપી સમુદ્રને વિષે દક્ષિણાવર્ત શંખની પેઠે દુર્લભ એવા મનુષ્યભવને પામીને જે ધર્મકરણી કરે છે તે પોતાના અંગને સુકૃતરૂપી પાણીવડે કરીને પવિત્ર કરે છે, અને તેને પાપરૂપી મદિરા-સ્પર્શ કરવા સમર્થ થઈ શકે નહિ. તે સાંભળી ગુરુવાકયથી બોધ પામીને સુરરાજા ધર્મ કરવા લાગ્યો, પરંતુ ઇંદ્રિયસુખોને વિષે મગ્ન થયેલો શશિ તો ભાઇએ બહુ કહ્યા છતાં પલવલેશ માત્ર ધર્મકર્મ કરવાવાળો થયો નહિ. છેવટે સૂર મરીને સ્વર્ગે ગયો અને શશિ મરીને નરકે ગયો. ત્યારબાદ તે સુર દેવ પોતાના ભાઈને નરકગતિને વિષે ગેયેલો જાણીને નરકને વિષે આવ્યો. ત્યાં શશિનો જીવ સુરની દેવદ્ધિ દેખીને પશ્ચાત્તાપને વિષે મગ્ન થઈ પોતાના ભાઈને કહેવા લાગ્યો કે હે ભાઈ ! હજી પણ તું ત્યાં જઈને તે મારા દેહને છેદનભેદન કરી કદર્થના કર. તેથી સુર દેવે કહ્યું કે જીવરહિત તારા દેહને કદર્થના કરવાથી હે ભાઈ ! શું વળે ? કારણ કે પૂર્વજન્મને વિષે તે ધર્મને માટે શરીરકષ્ટને સહન ન કર્યું, તો હાલમાં શું થાય ? એમ કહી દેવ સ્વર્ગ ગયો. ( વિક્રમને સુવર્ણપુરુષ પ્રાપ્તિ ક્યા ) ઉજ્જયિની નગરીને વિષે, ચિત્તદત્ત નામનો એક મહર્ધિક શ્રેષ્ઠી વસતો હતો.એકદા તેણે સાંભળ્યું કે પુષ્પાર્ક બનાવેલુ ઘર સિદ્ધિને આપવાવાળું થાય છે. આવું જ્યોતિષીના મુખથી સાંભળ્યું કહ્યું છે કે कार्य वितारेदुबलेऽपि पुष्पे, दीक्षां विवाहं च विना विदध्यान। पुष्पः परेषां हि बलं हिनस्ति, बलं तु पुष्यस्य न हन्युरन्ये ॥१॥ ભાવાર્થ : દીક્ષા અને વિવાહ વિના તારાબલ અને ચંદ્રબલ ન ૨90 For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોયતો પણ ફક્ત પુષ્ય નક્ષત્રમાં કાર્ય કરે તો વાંધો નહિ, કારણ કે પુષ્ય બીજાના બળને હણે છે, પણ પુષ્યના બળને બીજા હણી શકતા નથી. એ પ્રકારે પુષ્યાક મહિનો મોટો જાણીને, નવીન શ્રેષ્ઠ લાકડાઓથી ઉત્તમ પ્રકારના સૂત્રધારો કે જે વાસ્તુવિદ્યામાં પ્રવીણ હતા,તેના પાસે ઘણા દ્રવ્યના વ્યયથી મહેલ કરાવ્યો, અને શુભતિથિ નક્ષત્રવાર લગ્ન યોગે તેમાં મહામહોત્સવથી પ્રવેશ કરી સૂતો ત્યારે રાત્રિને વિષે શબ્દ થયો કે પડું છું - આવો શબ્દ થવાથી પ્રાસાદ પડવાના ભયથી ઊઠીને બીજી જગ્યાએ સૂતો આવા પ્રકારે બીજે દિવસે પણ તેમજ થયું, તેથી જગતનો ઉપકાર કરવાને વિષે એક જ રસિક અને સાહસિકને વિષે શિરોમણિ, વિક્રમ રાજાની પાસે પ્રભાત કાલે ગયો, અને પ્રાસાદ બનાવવાના વૃત્તાંત સાથે રાત્રિની તમામ વાત કહી. તે સાંભલી વિક્રમ રાજાએ તે પ્રાસાદના અંદર જેટલું દ્રવ્ય લાગેલું હતું, તેટલું તેને વ્યાજ સહિત આપીને તે મહેલ પોતાનો કર્યો. ત્યારબાદ રાત્રિએ જઈને તે મહેલમાં સૂતો એટલે પડું છું એવો શબ્દ થયો. વિક્રમે કહો કે પડવું હોય તો પડપણ પલંગ છોડીને પડ, એવો વિક્રમના વચન સાથે જ ઘણા પ્રકારના ચક્રવર્તીના ભાગ્યથી મલી શકે એવો તેજ પુંજના ઢગલાથી દેદીપ્યામાન, સુવર્ણપુરુષ પડયો, તેથી નગરના લોકોએ તે વાત જાણીને શ્રેષ્ઠાદિક વર્ગ વિક્રમે રાજાના સત્ય તેમજ ભાગની બહુ જ પ્રશંસા કરી, વિક્રમે પણ તે સુવર્ણ પુરુષની પ્રાપ્તિથી તેના પ્રભાવવડે કરી સમગ્ર પૃથ્વીને ઋણ રહિત કરી, આજ સુધી અવિચલ કીર્તિ પણે રહેવું તેવું કાર્ય કર્યું. સત્વથી વૈરિયો પણ દાસ બને છે તે ઉપર વિક્રમની ક્યા ઉજજયિની નગરીમાં વિક્રમસેન રાજા હતો. તે વિચાર કરે છે કે ૨૭૧ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જો મારે પુત્ર થશે તો તે મને મારશે માટે મારે પુત્રને જન્મવા દેવો નહિ. તેથી જે જે રાણીને સગર્ભા દેખે કે તુરત તેને મારી નાંખવા લાગ્યો તેની એક ધારિણી નામની રાણી સગર્ભા થઇ, રાજા મારી નાંખશે આવા ભયથી ત્યાંથી ગુપ્ત રીતે નાસીને સમીપ રહેલ વટવાસ નામના ગામના વિષે, રાજાના તુલ્ય નામને ધારણ કરનારા એક ચારણને ઘરે ગઈ. તેણે તેને બેન કરીને પોતાની પાસે રાખી. ત્યારબાદ તેણીએ સારે દિવસે શુભ મુહૂર્ત લગ્ન મેરુમહી જેમ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ પુત્રને જન્મ આપ્યો.તે વિક્રમસેનનો પુત્ર સૂર્યોદયે જન્મ પામ્યો, તેથી તેનું નામ વિક્માદિત્યપાડયું. હવે બાલ્યાવસ્થાને વિષે પણ રમતારમતા તેણે બાળકોનેકુટવાથી બાળકોના પિતા ઓએ ઓળભો આપવાથી ધારિણીયે તિરસ્કાર કરેલો વિક્રમ ધનુષ્યબાણ લઇને તે ગામથી નીકળીને, સમીપ બાગને વિષે રહેલા ધનદેવ સાર્થવાહનો નોકર થઇને રહ્યો, અનુક્રમે તે જ સાર્થવાહના સાથે તે અવંતી નગરીમાં ગયો. ત્યા એકદા પ્રસ્તાવે તે સાર્થવાહ ત્યાંના પુરોહિતના સાથે પાસાથી રમતો હતો. ને વિક્રમ બહાર આંગણાને વિષે રહેલો હતો એટલામાં દૂરથી શીયાલણીનો શબ્દ સાંભળીને ધનદેવે પુરોહિતને કહ્યું કે, હે મિત્ર ! આ શીયાલણી શું કહે છે? તેણે પોતાના વિદ્યાબળવડે કરીને કહ્યું કે હે મિત્ર ! ક્ષિપ્રા નદીને વિષે પાંચ રત્નયુક્ત એક શબ આવે છે, તે રત્નોને ગ્રહણ કરી મારું ભક્ષ્ય મને આપો એવી રીતે કહે છે. આવી રીતે વાત કરીને તે બન્ને જણા સૂતા, હવે આંગણાને વિષે વિક્રમ રહેલો હતો, તેણે બન્નેના વચનો સાંભળ્યા અને હાથમાં ધનુષ્ય બાણ લઈને ત્યાં જઇને, શબને બહાર ફેંકીને રત્નો લઈ લીધા, અને તે જ પ્રકારે ઘરને વિષે આવીને રહ્યો, એટલામાં સાર્થવાહ અને પુરોહિત બન્ને જાગ્યા. ત્યારબાદ ફરીથી શીયાલણીના વચનને સાંભળીને, વનદેવે પુરોહિતને પૂછવાથી પુરોહિતે કહ્યું કે રત્નોને લેનાર તથા મારા ભક્ષને આપનાર પ્રાતઃકાળમાં આ M૨૭૨૦ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નગરનો રાજા થશે તેમ શીયાણી કહે છે, ત્યારબાદ તે બન્ને સૂતા પછી વિક્રમ વિચાર કરે છે કે અહો રત્નનું કથન તો આ પુરોહિતનું સત્ય થયું, તેથી આપણ નિશ્ચય સત્ય થશે. એવું જાણી પ્રાતઃકાળે એક કુંભારને ઘરે ગયો, ત્યાં પ્લાન મુખવાળી કુંભારની માતાને દેખીને, તેને ખેદ પામવાનું કારણ પુછયું તેણીએ કહ્યું હે પુત્ર ! આ નગરીનો રાજા અપુત્રિયો જ મરણ પામ્યો છે, તેનુંરાજલોકોના અભાગ્યના ઉદયથી કોઈક દુષ્ટ દેવે અધિષ્ઠિત કરેલું છે. તે દેવ જે કોઈ નવીન રાજા સ્થાપન કરવામાં આ૫તેને મારે છે. હવે જો રાજાને ગાદીનસીન ન કરીયે તો તે ગામના ઘણા લોકોને મારે છે, આવી રીતે ભય પામવાથી મંત્રી આદિ તમામ નગરના લોકોએ મળીને આખા નગરનાલોકોના નામો ચીઠીયોમાં લખી તે ચીઠીયો એક ઘડામાં નાંખી છે, જેની ચિઠી નીકળે તે પ્રમાણે તેનો રાજયગાદી ઉપર બેસારવાનો વારો આવે છે. આજે મારા પુત્રનો વારો આવ્યો છે, તેથી આજ રાત્રિમાં તે દેવ મારા પુત્રને મારશે, તેકારણ માટે મને વિષાદ થાય છે, આવું તેણીનું વચન સાંભલી વિક્રમ કહે છે કે હે માત ! અહીં જે રાજા થશે તેની આજ્ઞા શું આખા નગરના લોકો માન્ય કરશે ? તેણીએ કહ્યું કે કરશે.તે સાંભલી વિક્રમે કહ્યુ કે હે માત ! તું ખેદ ન કર. આજે તારા પુત્રને ઠેકાણે હું જઈશ. એમ કહી તેના પુત્રનો નિષેધ કરીને તેને સ્થાને પોતે ગયો.તેનો મંત્રીવર્ગ આદિએ રાજયાભિષેક કર્યો. તે વિક્રમે નગરના લોકોને બોલાવીને કહ્યું કે દક્ષિણ દિશાના દરવાજાથી તે આવે છે, એટલે વિક્રમ સર્વ નગરના લોકોને બોલાવીને કહ્યું કે આજે દરવાજાથી તે રાજમહેલ સુધી સર્વ માર્ગ, સુગંધી પાણીનો છંટકાવથી તથા પુષ્પોના પાથરવાથી, તેમજ નાના પ્રકારના મેવા મિઠાઇથી ભરપૂર કરો. લોકોયે તુરત તેમ કર્યું, ત્યારબાદ વિક્રમ રાજાએ પોતાના મહેલમાં જઈ પલંગને વિષે એક લાકડાને ગોઠવી તેના ઉપર ગોદડુ ઢાંકીને મૂક્યું, અને પોતે તરવાર લઇદીપકની છાયાને વિષે M૨૭૩ જ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુપ્ત પણે ભરાઈ બેઠો.ત્યારબાદ તે દેવ નગરમાં આવીને જુએ છે તો સુખડી, વિગેરે દેખીને દેવ હર્ષ પામી વિચાર કરે છે કે કોઇક સારા રાજા આજ સ્થાપન થયો હોય તેમદેખાય છે, એ પ્રકારે ચિંતવન કરતો રાજમહેલમાં જઈ જેવો પલંગને વિષે રહેલ લાકડાને સ્પર્શ કરે છે તેટલામાં વિક્રમે તેને તિરસ્કાર કરીને કહ્યું કે રે દુખ ઘણા જીવોનો બાપડાનો તે સંહાર કરેલો છે, તેનું પ્રાયશ્ચિત ને આજે આ તરવારથી આપીશ માટે ઇષ્ટ દેવનું સ્મરણ કર એમ બોલનારા વિક્રમ પ્રત્યે જેટલામાં દેવ મારવાદોડે છે, તેટલામાં વિક્રમે કહ્યું કે હે દેવ ! મારું કેટલું આયુષ્ય છે તે તું મને પૂછીને મારી સામો આવ, તેણે આવીને કહ્યું કે સો વર્ષનું આયુષ્ય તારું છે, વિક્રમે કહ્યું કે શૂન્યાંક સારો નહિ, માટે કાં તો ૯૯નું કર અને કાં તો ૧૦૧ કર એમ કહે ત્યારે કહ્યું કે યમના પાડે છે, ચૂનાધિક આયુષ્ય કોઈનું બની શકતું નથી. ત્યાર બાદ તરવાર લઇને વિક્રમે કહ્યું કે હેરાંકડા ! તે યમથી મારું આયુષ્ય વધારે ઓછું ન કરી શકાયું તો તું કેવા પ્રકારે મારું આયુષ્ય રાંકડો ભિક્ષાચર ઓછું કરીશ? તે સાંભળીને દેવ બોલ્યો કે હે પુરૂષોત્તમ ! તારી બુદ્ધિના કૌશલ્યપણાથીતારી સાહસિક વૃત્તિથી તારા ઉપર હું તુષ્ટમાન થયેલ છું, માટે વર માગ. વિક્રમ કહે છે કે હે દેવ ! જો તુંષ્ટમાન થયેલ હોય તો તારે આજ દિવસથી હિંસા ન કરવી, ને જયારે હું તારું સ્મરણ કરું ત્યારેતારે મારી પાસે આવીને મારું કામ કરવું, એમ કહીને તેને વિદાય કર્યો એટલે તે દેવ પણ હું અગ્નિવેતાળ દેવ છું, એવીરીતે પોતાનું નામ પ્રગટ કરીને સ્વસ્થાને ગયો. ત્યાર પછી તેની સહાયથી શાન્તિથી રાજ્યને કરવા લાગ્યો. (યોગ્ય અયોગ્યે હરિ બ્રાહ્મણના બે પુત્રોની ક્યા) सद्धर्मवाक्यं गुणदोषकृत्स्यात्, योग्येप्ययोग्ये द्विजपुत्रवद्यत् । वायुबु किनामृतमब्दपीतमौर्वास्यगं नाशमियात्तदेव ॥१॥ ભાવાર્થ સદ્ધર્મનું સદ્વાકય જે તે યોગ્યને વિષે તેમજ અયોગ્યને (૨૪) ૨૭૪ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે પડવાથી બ્રાહ્મણના પુરાના પેઠે ગુણ અને દોષનેકરવાવાળું થાય છે, કારણ કે મેઘનું મીઠું જળ પીનારા સમુદ્રનું પણ તત્કાળ શું વડવાનળ પાન નથી કરી જતો ? અર્થાતુ પાન કરી જાય છે, સમુદ્રનું જળ નાશ પામે છે. કોઈ ગામને વિષેહરિ નામનો બ્રાહ્મણ રહેતો હતો તેના બે પુત્રોને ભણાવવા કોઈ પંડિતને સોપ્યા, અને તૈયાર થયા પછી એક મારો ને એક તારો આવી રીતે કહ્યું. ત્યારબાદ કેટલોક કાળ ગયા પછી બ્રાહ્મણ પુત્ર લેવાને પંડિતને ઘેર ગયો. એટલામાં પંડિત હતો તે ગ્રામાન્તર ગયો હતો, ને આ બ્રાહ્મણનો મોટો છોકરો તેને બહાર જ મલ્યો તેણે કહ્યું કે હે તાત ! જો તારે ધનનું કામ હોય તો મારી માગણી કરજે એમ કહી તે મોટો પુત્ર પંડિત સમીપે ગયો, અને એકપ્રહરને આંતરે બ્રાહ્મણ પણ તેના પાસે ગયો. ત્યારબાદ પંડિતે કહ્યું કે આ બન્ને પુત્રોને મેં સારી રીતે ભણાવ્યા છે. તે બન્નેને મેં બે વિદ્યા આપી છે. તેમાં મોટાને બહુરૂપિણી વિદ્યા આપી છે અને નાનાને મોઢું ધોઈને જ્યારે થુંકશે ત્યારે તેના મોઢામાંથી ૫૦૦ દીનાર નીકળશે, માટે બેમાંથી એક જે તને રૂચે તેને લઇ લે બ્રાહ્મણે કહ્યું મારી સ્ત્રીને નાનું બહુ જ વલ્લભ છે, તે કારણ માટે નાનાને જ લઇશ.એમ કહી તે માનો છોકરાને લઈને પોતાના નગર પ્રત્યંચાલતો થયો, અને મોટો છોકરો જે હતો તેને પંડિતે રાખ્યો. તે મોટો છોકરો ગામ બહાર જઇને પિતાને કહેવા લાગ્યો કે તે મને કેમ ન લીધો ? ત્યારે તેના પિતાએ કહ્યું કે તું બહુરૂપિણી વિદ્યાવાળો છે, તને લેવામાં મને શું ફાયદો ? મને તો પ00 સોના મહોરો વહાલી છે. તે સાંભળી મોટા છોકરાને ગુરુ ઉપર દ્વેષ થયો, તેથી ચિંતવવા લાગ્યો કે ગુરુએ બરાબર મને ભણાવ્યો નહિ, એવી વિચારણા કરી છે કે હે પિતાજી ! એક જ દિવસમાં હું બેહજાર સોનામહોરો તમને અપાવીશ. હું ઘોડાનું રૂપ કરું ત્યારે મને તારે ગામના રાજાને બે હજાર સોનામહોરોથી વેચવો, એમ કહી તે પોતાના પિતા પાસે ઘોડો થઈને M૨૭૫ - For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો.તેના પિતાયે બે હજાર સોનામહોરથી રાજાને વેચાતો આપ્યો. આવા સમયે પોતાના શિષ્યને ઘોડારૂપે રાજાએ બે હજાર સોનામહોરોથી ગ્રહણ કરેલો જાણી ને પંડિત તેની પછળ ગયો. ત્યારબાદ પાણી પીવાને માટે સરોવરમાં ગયો. ત્યાં ઘોડો પોતાની પાછળ પંડિતને આવતોદેખીને ભેંશના રૂપથી પાણીમાં પેઠો. એટલામાં તેને ગ્રહણ કરવા પંડિત પાણીમાં પ્રવેશ કરે છે, તેટલામાં તે ભેંશના રૂપને ત્યાગ કરી રાજાની રાણીના કંઠમાં મોતીનો હાર હતો તેમાં પેઠો.પંડિત પણતે સ્વરૂપ અવધિજ્ઞાનથી જાણી, રાજા પાસે જઈ તે હારની માગણી કરી.તેહાર લઇને જેટલામાં રાજાને આંગણે બેસે છે તેટલામાં તે હાર તૂટયો અને મોતીયો આંગણામાં વેરાઈગયા. તે અવસરે પંડિતપણે હંસનું રૂપ ધારણ કરી, તે મોતીયોને ચરવા લાગ્યો. તેટલામાં લબ્ધલક્ષવાળા તેણે બીલાડીનું રૂપ કરી હંસને કોટેથી પકડયો. તેણે કદર્થના કરવાથી પંડિત બોલ્યો કે કોઈ પણ રીતે તું મને મૂકી દે છે ? તેણે કહ્યું કે તું મારી પૂંઠ છોડી દે તો મૂકી દઉં, પંડિતે પણ તેમ કરવાથી તેને છોડ્યો ત્યારબાદ સુખી થયો. એવી રીતે બ્રાહ્મણના બે પુત્રોને યોગ્ય અયોગ્યતાના વિષય ભણાવવાથી ગુરુ ઉપર પણ ગુણદોષ કરવાવાળું થયું તેમજ ગુરુનું ધર્મવાકય પણ યોગ્ય અયોગને વિષે ગુણદોષ કરવાવાળુ થાય છે. (મિત્ર મુનિસુવ્રત સ્વામીની ક્યા) मित्रं प्रकुर्यानृपतिं यतिवा, शशीव सिंधुं सुहिताय यः स्थात् । यथार्हता स्वर्गतिमेव निन्ये, प्रांमित्रमश्वो मुनिसुव्रतेन ॥२॥ ભાવાર્થ જો કોઈ માણસ રાજાની જોડે અગર યતિની જોડે મિત્રતા કરે છે, જો જેમ ચંદ્રમા સમુદ્રને હિતકારી થાય છે તેમ મિત્ર પણ હિતકારી થાય છે. જે કારણ માટે અહંન્ ભગવાન શ્રી મુનિસુવ્રત મહારાજાએ પોતાના પૂર્વભવના મિત્ર ઘોડાને સ્વર્ગગતિ પ્રાપ્ત કરાવી. પ્રતિષ્ઠાનપુરને વિષે સુમિત્રા નામનો શ્રેષ્ઠી વાસ કરતો હતો. તેને (૨૭૬) * For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #300 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરમ મિત્રતા ધારણ કરનાર પરમ જૈન જિનદાસ નામનો વણિકમિત્ર હતો. તે સુમિત્રા નિરન્તર કુપાત્રને વિષે દાન આપતો હોવાથી મિત્રો તેને નિષેધ કર્યા છતાં પણ તેમ કરતા પાછો હઠતો નહોતો. અનુક્રમે તે સુમિત્ર મરણ પામીને ભરૂચ નગરમાં રાજાનો પટ્ટ તુરંગમ થયો, અને જિનદાસનો જીવ ભગવાન મુનિસુવ્રતસ્વામી તીર્થંકર થયા. તે ભગવાને જ્ઞાનથી જાણ્યું કે મારા પૂર્વભવના મિત્ર ઘોડાને આ નગરનો રાજા પ્રાત:કાળે અશ્વમેધ યજ્ઞમાં અગ્નિમાં હોમશે તેથી હું ત્યાં જઈ તેને પ્રતિબોધ કરું. આવું ચિંતવન કરી, પ્રભુ એક રાત્રિને વિષે સાઠ યોજન ભૂમિ ઉલ્લંઘન કરી ભરૂચ નગરે આવ્યા. તેથી રાજા પણ તે જ ઘોડા ઉપર બેસીભગવાનને વંદન કરવા ત્યાં આવ્યોતે જ વખતે તીર્થંકરના દર્શન કરવાથી તે ઘોડાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું તેથી પોતાના પગના ખરવડે કરી ભૂમિ ખોદીને આંસુ પાડવા લાગ્યો. ત્યારબાદ સ્વામિએ રાજાના પાસે તે ઘોડાના સ્વરૂપને કહ્યું ત્યારબાદ ભગવાને તે ઘોડાને અણસણ કરાવ્યું, તેથી તે ઘોડો મરીને સ્વર્ગે ગયો. તે વખતે ભરૂચ નગરના શ્રી કીર્તિપાળ રાજાએ ત્યાં અશ્વાવબોધ તીર્થ નામનો જિનેશ્વર મહારાજનો પ્રાસાદ કરાવ્યો તેથી તે રાજા તે જ ભવને વિષે મોક્ષગયો. (મિત્રતા વિષે સાગર શ્રેષ્ઠી ક્યા) सन्मित्रधीः कामदुघेव धेनु-मित्र विदध्यात् फलितेपप्सितार्थ । यन्मृन्मयद्रव्यमहत्प्रपंचात्, श्रेष्ठी स्वमित्रेण सुखीप्रचष्ठी ॥१॥ ભાવાર્થ સારા મિત્રની બુદ્ધિ કામધેનુ ગાયના પેઠે પોતાના મિત્રને ફલિતાર્થ ઇચ્છિતની સિદ્ધિને કરે છે, કારણ કે માટીના મહાન્ દ્રવ્યના પ્રપંચથી શ્રેષ્ઠીએ પોતાના મિત્રને ઘણો જ સુખી કર્યો. રાજપુર નગરને વિષે સાગરના નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને ચાર પુત્રો હતા. હવેકાલયોગે શ્રેષ્ઠી નિધન થયો, તેથી પુત્રોએ તેને અસાર માનીને ઘરના પછવાડે એક જીર્ણ ઝુંપડામાં નાખી મૂકયો. વળી છોકરાની આ ૨૭ - For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વહુઓ પણ ખલેલું જળેલુ સડેલું ખરાબ અન્ન તેને ખાવાને માટે આપવા લાગી તેથી નિરંતર મહાનું દુ:ખમાં મગન થઈ કાળ નિર્ગમન કરવા લાગ્યો. એકદા ધન નામનો તેનો બાળમિત્ર કુંભાર હતો તે તેને મળવાને માટે આવ્યો, તે તેની આવીદશા થવાનું કારણ પૂછે છે કે હે મિત્ર ! તારી દુર્ગતિના જેવી શી દશા થઈ છે, તેણે કહ્યું કે હે મિત્ર ! પુત્રો, તેની વહુઓ મારી સેવાચાકરી કરતા નથી ? તે સાંભળી કુંભારે કહ્યું કે હે મિત્ર ? તાહારા પાસેકાંઈ દ્રવ્ય છે કે નહિ, તેણે કહ્યું કે મારી પાસે કાંઈ પણ નથી, સર્વ ધન હતું તે મે પુત્રોને આપી દીધું છે. ત્યારબાદ મિત્ર કહ્યું કે હે મિત્ર ! તું ખેદ કરીશ નહિ, હું તેવું કામ કરીશ કે તારા પુત્રોને વહુઓ જાવજીવ સુધી તારી સેવા-ચાકરી કરશે. ત્યારબાદ કુંભારે પોતાને ઘરે જઈ માટીના રૂા. બનાવી ચાર ઘડાને વિષે તેને નાંખીને, બંધ કરીને, મિત્રની પાસે ગુપ્ત રીતે રાત્રિમાં આણ્યા, અને આ મુદ્રિત ઘડાઓ વહુઓને આપીને તારે કહેવું કે આ ચારે દ્રવ્યના ઘડાઓ છે તે તો મારા ખાટલા નીચે દાટી મકો આવી રીતે કહેવાનું કહી તે કુંભાર પોતાને ઘરે ગયો. અન્યદા મોટી વહુ તેને ભોજન આપવા ‘આવી ત્યારે તેને કહ્યું કે હે વત્સ ! હું વૃદ્ધા અવસ્થાવાળો થયો છું ને ‘આંખેથી બરાબર દેખતો નથી.તેમજ મારું આયુષ્ય પણ અલ્પ જ લાગે છે માટે આ મારો પૈસાપૂર્ણ ઘડો તું લઈ લે. એમ કહી એક ઘડો તેને આપીને કહ્યું કે વત્સ ! આ ઘડાને તું મારા ખાટલા નીચે દાટી દે કે કોઈ જોઈ શકે નહિ, તેથી તેણીએહર્ષપામીનેતેમ કર્યું. ત્યારબાદ તે દિવસથી તે ઉત્તમોત્તમ ભોજન વસ્ત્રાદિક આપવાવડે કરી ડોસાની ચાકરી કરવા લાગી અને પોતાના ભર્તારને પણકહીને તેના પિતાની તેની પાસે ચાકરી કરાવવા લાગી આવી રીતેતે ડોસાએ બીજા ત્રણે ઘડા પણ તેવી જ રીતે ત્રણેવહુઓને આપવાથીતે પ્રમાણે તેઓ ભક્તિ કરવા લાગી. ત્યારબાદ કેટલાક વર્ષે તે ડોસો મરણ પામવાથી પોતપોતાના ઘડાઓને કાઢીને જયાં જુએ છે ત્યાં માટીના રૂ. દેખી ચારે જણીયો ૨૭૮ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરસ્પર હસવા લાગી, અને વિલક્ષણ ભાવ પામી, મનમાં વિચાર્યું કે જેવી આપણી કરણી હતી તેવું ફળ આપણને ડોસાએ આપી દીધું. (સાચા સાધુ લક્ષ્મીનો ત્યાગ કરનારા હોય છે. ) આ ભરતક્ષેત્રને વિષે કુમુદ્વતી નામની ઉત્તમ નગરી હતી. તે ધનધાન્યાદિક વિવિધ પ્રકારની સમૃદ્ધિથી સંપૂર્ણ ભરેલી હતી તે નગરીનો રણશુર નામનો પ્રતાપી રાજા હતો. તેણે એક દિવસ સભામાં કોટવાળને પ્રશ્ન કર્યો કે અત્યારે કોઇ જ્ઞાની છે કે ? રાજાના વચનથી તેણે જુદાજુદાદર્શનીયો બોલાવ્યા. તેમાં એક બ્રાહ્મણ આવ્યો અને તેની ઇચ્છા રાજાને ચમત્કાર દેખાડવાની થવાથી તે બોલ્યો કે આજે સંધ્યા લગ્ન એક ધનાઢયની સ્ત્રી મરશે એટલે રાજાએ પૂછયું કે બીજા કોઈ પંડિત છે કે ? એટલે એક બૌદ્ધ બોલ્યો કે તે બાઈ વીશ વર્ષ જીવશે, તેનું આ કથન શ્રવણ કરવાથી રાજાને આશ્ચર્ય ઉત્પન્ન થયું. ત્યારબાદ રાજાયે જૈનાચાર્ય શ્રી ગુણધરસૂરિને બોલાવીને પ્રશ્ન કર્યો કે આ બાબતમાં આપનું જ્ઞાન શું કહે છે ? તેથી સૂરીશ્વરજી બોલ્યો કે તે બન્ને જણા સાચા છે. આવા વાકયને શ્રવણ કરવાથી સૂરીશ્વરજીના વચન ઉપર રાજાને શ્રદ્ધા થઈ નહિ. હવે કોઈક ગામને વિષે કોઈક ખેડૂતનો છોકરો એક લાકડા ઉપર ઘાસનું ઝુપડું બાંધી રહેતો હતો, અને પોતાના ખેતરનું રક્ષણ કરે છે તેવામાં અકસ્માત્ સખત વરસાદ આવવાથી નદીને વિષે ઝુંપડુ તણાણું.તે વખતે છોકરા ભરનિદ્રામાં પડેલો હતો. સખત વરસાદના ઝપાટાથી જાગી ઉઠયો, અને જ્યાં જુવે છે ત્યાં તો પોતાને નદીના પાણીમાં તણાતો દેખ્યો, અને ઝુંપડામાં સર્પો, બીલાડા વિગેરેને ભરાયેલા દેખ્યા,તેથી આશ્ચર્ય પામીને સર્પની તથા બીલાડાની પુંછડાની ગાંઠ બાંધી, એટલે સર્પને પીડા થવાની છોકરાને કરડયો. તેથી છોકરાએતે સર્પનું મોટું પકડી અંદરથી મણિ લઈ પાણીમાં ધોઈ પીવાથી તેને વિષે ઉતરી ગયું, તેથી સર્પ ઉતારવાનો ઉપાય તેના હાથને વિષે આવ્યો. એવામાં નદીમાં એક ઘડો તરતો આવ્યો છોકરાએ તે લઈ લીધો અને સર્પોને અંદર ભર્યા અને ૨૭૯ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘડાના મોઢા ઉપર ભીનું લુગડું બાંધ્યું. હવે તેનું ઝુંપડું કુમુદવતી નગરીને કાંઠે અટકયું, એટલે તેના ઉપરથી છોકરાઓ ઉતર્યો અને ઊંચી ભૂમિ ઉપર ઊભો રહ્યો આ વખતે પનીહારીઓ પાણી ભરવા જાય છે તેમાં એક પનીહારી પાણી ભરીને જતી હતી તેવામાં ઊંચેસ્થાને ઊભા રહેલા તે છોકરાએ તેના માથા ઉપરથી પાણીનો ઘડો ઉપાડી લઇને જલ્દીથી સર્પથી ભરેલો ઘડો મૂકી દીધો, પરંતુ મનમાં વિચાર કર્યો કે અનર્થ થશે,અને બાઈયે પણ ભારથી કોઈ પણ પ્રકારે જાણ્યું નહિ. ત્યારબાદ છોકરો તે બાઇના પાછળગયો. તે બાઇયે શેઠને ત્યાં જ જઈને પાણીનું બેટું આપ્યું, અને પોતાને ઘરે ગઈ નહિ અહીં તે શેઠને પોતાની સ્ત્રીના મરણની ખબર પડવાથી શેઠાણીને ઘરના અંદર પૂરીને તાળું દીધું, અને બહાર બરાબર ચોકીપહેરા બેસાડ્યા, સંધ્યાકાળના ટાઇમે બાઇનું મરણ કહેલુ હોવાથી તેમજ સંધ્યાકાળનો ટાઇમ થઇ જવાથી તેમજ બાઈ નહીં મરવાથી ચોકી પહેરા તમામ ઉઠી ગયા.તે અવસરે પનિહારીયે શેઠાણીને બોલાવી કે આ તમારું પાણીનું બેડું લઈ લ્યો. તેથી શેઠાણીયે બારણું ઉઘાડી પાણીનું બેડું લીધું, અને તુરત ઘડામાં હાથ નાખવાથી સર્પ તેને ડસ્યો, અને તુરત મૂચ્છ પામી, એટલે આગળ ઉભેલા માણસોએ સેઠને ખબર આપી કે સેઠાણી સર્પ કરડવાથી મૂછ પામેલ છે તેણે પણ તુરત રાજાને જઈને કહ્યું અને ઉપચાર કરવા માંડયા, પરંતુ સર્પનું વિષ ઉતર્યું નહિ. તેથી રાજા ચમત્કાર પામ્યો. તે અવસરે બૌધે કહ્યું કે ઉપચાર કરો. તે બાઈ જીવશે, મૂર્છા આવેલી છે. તે ઉપચારથી બચી જશે. આવું કહેવાથી ઉપચાર કરવા માંડયા આ અવસરે ખેડૂતનો છોકરો કોઇની દુકાનમાં નિદ્રા કરી ગયો હતો તે જયારે પ્રાતઃકાળને વિષે જાગૃત થયો ત્યારે તેને ચિંતા બહુ જ થવાથી તે શેઠને ત્યાં ગયો, અને મણિના પાણીનું પાન કરાવી તે બાઈનું વિષ દૂર કર્યું શેઠીયાએ જયજયકાર કરીને તમામને સારી રીતેદાન કર્યું. રાજા પણ આશ્ચર્ય પામ્યો ગુણધરસૂરિને બોલાવી રાજાએ વિશેષ માની આપી. બહુ જ લક્ષ્મી આપવા માંડી પરતુ ત્યાગી ૨૮O. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોવાથી નિષેધ કરવાથી સર્વ બોધ પામ્યા ને શ્રાવક ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામ્યા. (કલિાલ-મહાગ્યે, ધનશ્રેષ્ઠી અને સર્પની ક્યા-) શ્રીપુરનગરને ધન નામનો શ્રેષ્ઠી હતો. તેને પ્રેમવતી નામની સ્ત્રી હતી. એકદા લક્ષ્મી ઉપાર્જન કરવા પરદેશ ચાલનારા પોતાના પતિને તેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! હું સાથે આવીશ, પતિએ કહ્યું કે હે પ્રિયે ! પરદેશમાં તું મને પગબંધનરૂપ થાય માટે ઘરે રહે. એવી રીતે સમજાવીને કોકણ દેશે ગયો. ત્યાં જઈને લક્ષ્મી ઉપાર્જન કરવા માંડયો. પછી કેટલેક કાળે શ્યામમુખ કરીને શ્રેષ્ઠી ઘરે આવ્યો. તેની સ્ત્રીએ કહ્યું કે સ્વામિન્ ! તું ચિંતાતુર શા માટે દેખાય છે ? તેણે કહ્યું કે માર્ગમા આવતા એક સર્પને મેં અગ્નિથી બહાર કાઢી ઉગાર્યો કે તુરત તે બોલ્યો હું તને ખાઈશ. તેથી સાત દિવસની અવધિ કરી હું તને મળવા માટે આવેલ છું. તે સાંભળી સ્ત્રી બોલી હે સ્વામિન્ ! તું ભય પામીશ નહિ. આપણે બને ત્યાં જઈએ પછી પતિ સાથે જઈને તે સર્પ પ્રત્યે બોલી હે નાગરાજ ! મારા ધણી તારા ઉપર ઉપકાર કરે છે અને તે તેને ખાવા કેમ તત્પર થયેલો છે ? સર્પે કહ્યું કે હે સુંદરિ ! આ કલિકાલને વિષે જે જેનો ઉપકાર કરે તે તેને જ હણે છે. જો તું ન માનતી હોય તો આ ભેંસને પૂછી જો. એટલે તેણીયે ત્યાં રહેલી એક વૃદ્ધ ભેંશને પૂછવાથી તે બોલી કે એક શ્રેષ્ઠીને ઘરે રહેતા મને બાર સંતાન થયા. હવે શ્રેષ્ઠી પોતાના કુટુંબીઓને કહે છે કે ગાડીનું આસન જીર્ણ થયું છે, માટે આ ભેંસના ચામડાનું કરીએ તો સારું. મેં તો તેનો ઉપકાર ઘી દૂધ દહીં બચ્ચાઓ આપીને કરેલ છે પણ તે મને મારીને અપકાર કરવાતૈયાર થયો છે. જો તું ન માને તો આ વૃક્ષના ઠુંઠાને પૂછ. તેણીયે પૂછવાથી વૃક્ષનું ઠુંઠું બોલ્યું કે મારા નીચે એક્યોગી કૃડી આવ્યો હતો. તે મારા મૂળના પ્રભાવથી નિરોગી થઈ મને જડમૂળથી ઉમૂલન કરીને ગયો.તેથી સ્ત્રીએ કહ્યું કે હે વૃક્ષે કહ્યું મારા નીચે રહેલી મૂલિકાને લઇને તું સર્પના M૨૮૧) ૨ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માથા ઉપર ફેંક કે સર્પ મરણ પામે. તેણીએ તેમ કર્યું. એટલે સર્પ ફીટીને કલિદેવ પ્રગટ થઈને બોલ્યો - कलिकालो इण परभणे, कह्यं न माने कोय । जो कीजे उपाकरडो, सो फीर वयरी होय ॥१॥ ભાવાર્થ : કલિકાલ એ પ્રકારે કહે છે કે – આ કાળમાં કહેલું વચન કોઈ માનતું નથી, કારણ કે જો કોઈને ઉપકાર કરવામાં આવે તો પણ તે વૈરી થઇને ઉભો રહે છે, માટે તે શ્રેષ્ઠિનું ! કળિકાળે વિચાર કરીને વ્યવહાર કરવો. કહ્યું છે. धर्मं पर्वगतस्तपः कपटतः सत्य. च दूरे गतं, पृथ्वी मंदफला नपाश्च कटिलाः शस्त्रायुधाया ब्राह्मणाः । लोकः स्त्रिषु रतः स्त्रियोऽतिचपला लौल्ये स्थिता मानवाः, साधुः सीदति दुर्जनः प्रभवति प्रायः प्रविष्ट: कलौ ॥१॥ ભાવાર્થ : ધર્મ નિરંતર કરવાનો છે, છતાં લોકો પર્વને દિવસે જ કરે છે તપસ્યા નિષ્કપટથી કરવી જોઇયે તેના બદલે દંભ સહિત થાય છે. સત્યતા ધારણ કરવી જોઇયે તેને બદલે જીવોમાંથી સત્ય ગયું. પૃથ્વી દીર્ઘ છતાં પણ મંદફળો આપવાવાળી થઇ.રાજાઓ કુટિલ આશયવાળા થયા. બ્રાહ્મણો શસ્ત્રોને ધારણ કરવા લાગ્યા. લોકો સ્ત્રીઓમાં મુંઝાઈને મગ્ન થયા. સ્ત્રીઓ પણ અત્યંત ચપળ થઈ પરપુરુષોમાં રક્ત રહેવા લાગી. મનુષ્યો લોભલલુતામાં ગુલતાન બન્યા. સજ્જન પુરુષો દુઃખી થવા લાગ્યા. દુર્જનો સુખી થવા માંડયા આ ઉપરોક્ત તમામનું મૂળ કારણ પ્રાય કરીને કલિકાલ જ છે. કલિકાલનો જ પ્રતાપ છે માટે ઉપકાર વિચાર કરીને કરવો. એમ કહી મણિનો હાર આપી કપિલદેવ અંતર્ગીન થયો અને ધન શેઠ સ્ત્રિ સાથે ઘરે આવી ભુક્ત ભોગી થઈ સાત ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીને વાપરી છેવટે સ્ત્રી સહિત દીક્ષા લઇ સ્વર્ગને વિષે ગયો. ૨૮૨ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (વિધિલિખિત વિષે માધુ બ્રાહ્મણપુત્રી ક્યા) भाले नृणां यल्लिखितं विधात्रा, तच्चापनेतुं विबुधैर्न शक्यं । यद्विप्रपुत्र्याः शुभमेव लग्नं, घटीनिरोधे विपरीतमासीत् ॥१॥ ભાવાર્થ : મનુષ્યોના ભાલપટ્ટને વિષે વિધાતાએ જે લખેલ હોય છે તેને દૂર કરવા માટે દેવતાઓ પણ શક્તિમાન નથી થતા, કારણ કે બ્રાહ્મણની પુત્રીનું શુભ લગ્ન ઘડી રોકાવાથી વિપરીતભાવને પામ્યું. વાલાસર ગામને વિષે વસનાર વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકારને વિષે અત્યંત વિદ્વાન્ માઘ નામનો પંડિત જયોતિષવિદ્યામાં વિશેષપણે વિદગ્ધ હતો. તેને વૃદ્ધા અવસ્થાને વિષે યમુના નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી એક પુત્રી હતી. આ વૃદ્ધ બ્રાહ્મણ તે પુત્રીની જન્મ પત્રિકા કરવા બેઠો. તે અવસરે પતિ સંજ્ઞાવાળા સાતમા સ્થાનના નિર્ણયની ચિંતવના કરતો પાણિગ્રહણ પછી છà માસે તેના પતિનું મરણ દેખ્યું, તેથી વિચાર કરવા લાગ્યો કે અહો ! મારી પુત્રીને બાલ્યાવસ્થામાં વિધવાપણું પ્રાપ્ત થશે, કારણ કે જન્મપત્રિકાને વિષે રહેલા ગ્રહો પૂર્વ નિમિત્તને સુચવે છે, કારણ કે દૈવ જ સર્વત્ર બલવંત છે, તો દેવના પાસે મારી રાંકડી બાલિકા કોણ માત્રા છે ? અને મનુષ્યરૂપી કીડો એવો હું પણ કોણ ? એવી રીતે ચિંતવી વિદ્યાર્થીયોને ભણાવતો સુખવડે કરી દિવસોને નિવર્તમાન કરવા લાગ્યો અને પુત્રી પણ યૌવન અવસ્થા પામી. બીજાને જયોતિષશાસ્ત્ર ભણાવતો. આ લગ્નને વિષે પરણાવેલી કન્યા નિશ્ચય વિધવા ન થાય એવી રીતે નિર્ણય કરીને વિચારે છે કે અહો ! મારી પુત્રીને છટ્ટ માસે વિધવાપણું પ્રાપ્ત થશે અને આ લગ્ન પણ તેવા જ પ્રકારનું છે. કારણ કે એ લગ્નમાં પરણેલી કન્યા નિશ્ચય વિધવા નહિ થાય. તેથી હું બરાબર તપાસ કરું કે આ બન્ને લગ્નમાં બલીષ્ઠ કયું લગ્ન છે. એવો નિર્ણય કરી તેણે કોઈ ધનાઢય બ્રાહ્મણના છોકરાને કન્યા આપી. ત્યારબાદ અઢાર દોષરહિત ઘડી સાધ્ય તે જ લગ્નને વિષે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવવાનો તેણે આરંભ કર્યો. વળી ૨૮3 For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિશેષતાથી જ્યોતિષ શાસ્ત્રને વિષે કુશળ તે વિપ્રે કુંકુમ તિલક કરી તંદુલાદિક લગાવી છાયાલગ્ન બરોબર બનાવી, ઘટિકાયંટાને બરાબર કરીને ઘડીપાત્ર જે હતું તેમાં નિર્મલ પાણી ભરેલા કુંડને વિષે સૂર્યાસ્ત સમયે મૂક્યું. ત્યારબાદ પુત્રીના પાણિગ્રહણને વિષે સૂર્યાસ્ત સમયે મૂકયું. ત્યારબાદ પુત્રીના પાણિગ્રહણને વિષે ઉત્સુકતાથી તે વૃદ્ધ પાણી ભેલા કુંડને વિષે ઘડી યંત્રને મૂકવા માંડયું તે વખતે તેના કપાળમાં લગાવેલ તિલકમાંથી એક તે ઘટિકા યંત્ર રોકાવાથી લગ્નની વેળા ચાલી ગઈ તે બ્રાહ્મણ પણ ઘડીના વિલંબ થવાથી તથા ચોખાથી ઘડીના છિદ્રનો રોધ થવાથી ચિંતવના કરવા લાગ્યો કે અહો જ્યોતિષશાસ્ત્ર સત્ય છે કે જે કારણ માટે આ લગ્ન ગયા પછી તેણે પોતાની પુત્રીને પરણાવી અને છ માસે તેના પતિને સર્પ કરડવાથી તે મરણ પામ્યો. તેથી તે વિધવા થઈ માટે મનુષ્યો ગમે તેવા પ્રયત્નો કરે પરંતુ વિધિલિખત કદાપિ કાળે અન્યથા થતું નથી. (ભાવિની અને કમરખનું દષ્ટાંત) दैवाधीनं वृथा कार्य, विधातुं शक्नुवंति के । कर्मत अव संगो भूभ्दाविनीकर्मरेखयोः ॥१॥ ભાવાર્થ : કર્માધીન કાર્ય જે હોય તેને વૃથા કરવાને કોણ શક્તિમાન થાય છે? કારણ કે ભાવિની રાજપુત્રી અને કમરેખ શ્રેષ્ઠી પુત્રનો સંયોગ કર્મથી જ થયેલ છે. મનોરમ નગરને વિષે રિપુમર્દન રાજા હતો. તેને પુત્ર નહોતો પણ ભાવિની નામની એક પુત્રી થઈ. તે પિતાને પણ પ્રાણથી અધિક વલ્લભ થઇ, તેથી તે સ્નાન ભોજન કરે ત્યારે રાજા પણ સ્નાન ભોજન કરે ત્યારે રાજા પણ સ્નાન ભોજનાદિક કરે. કિંબહુના તેનું મુખ જોવું તે જ પરમ પુન્ય માનતો.રાજા સુખે કરીને પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. તે રાજપુત્રી ભાવિની પુણ્યદત્ત કલાચાર્ય પાસે સ્ત્રીઓની ચોસઠ ૨૮૪ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કળાઓ શીખવા લાગી. તેજ નગરમાં સર્વથા નિધન ધનદ નામના શેઠને સાત પુત્રો ઉપર એક આઠમો કમરખ નામનો પુત્ર થયો. તે બાલક નાનો હોવાથી પિતાને અત્યંત વલ્લભ થયો.તે પણ તે જ કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરતો હતો. રાજાની પુત્રીએ તમામ કળાનો અભ્યાસ કર્યા બાદ એકદા તે કમરેખ પાસે હતો તેવામાં કલાચાર્યને પૂછયું કે હે તાત ! મારો સ્વામી કોણ થશે ? તે સાંભળી ગુરૂયે પણ લગ્ન જોઇને કહ્યું કે આ કર્મરેખ તારો સ્વામી થશે. તે સાંભળી વજથી હણાયેલના પેઠે ખેદ પામીને વિચારવા લાગી કે હા, હા ઇત્તિ ખેદે. આ વરાક રાંકડો વાણિયાનો પુત્ર મારો ભર્તાર થશે તો મારે મરવું તે જ શ્રેયસ્કર છે, કારણ કે જ્યાં સુધી આ જીવતો છે ત્યાં સુધી બીજો કોઈ પણ મહારો ભર્તાર નહિ થાય. આવી રીતે ચિંતવી ઘરે જઈ, ક્રોધ સહિત આંસુવડે કરી કંચુઆને ભીજાંવલી, લુહારની ધમણના પેઠે શ્વાસ લેતી, પોતાનું મુખ ઢાંકીને સૂતી, ભોજનના સમયે રાજાએ તેની ગવેષણા કરવાથી ઘરને વિષે સુતેલી દેખી તેને રાજાએ ખોળામાં બેસારી ખેદનું કારણ પૂછવાથી પોતાનો અભિપ્રાય જણાવ્યો.તેથી શું કરવું ? એ વિચારને વિષે મૂઢ થયેલા રાજાયે તે વાત પ્રધાનને કહી. તેણે રાજાને કહ્યું કે નિષ્કારણ મનુષ્યનો ઘાત કરવો તે ઉચિત ન કહેવાય, પરંતુ પ્રથમ તેના પિતાને બોલાવો. તેને કાંઇક આપી તેના પુત્રને ગ્રહણ કરો, પછી યથોચિત કરજો. તે સાંભળી રાજાએ ધનદત્તને બોલાવી પોતાનું ચિંતવેલું કહ્યું.વજના પેઠે કઠીન તે વચન સાંભળી ચક્ષુમાં આંસુ લાવી શેઠ બોલ્યો કે હે દેવ? કોણ પુત્ર? કોણ સ્ત્રી? કોણ હું? સર્વ પરિવાર તમારો જ છે. યથારૂચી ગ્રહણ કરો. તે સાંભળી રાજા પણ એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી એવા પ્રકારની ચિંતામાં પડયો અને કમરેખને લઈ સાંજે ચંડાળને વધ કરવા આપ્યો. ચંડાળ પણ બાલહત્યાના પાપના ભયંથી તેને છોડી દઈ કોઇક બીજાનું મડદું શૂલી ઉપર ચડાવ્યું. કર્મરેખ પણ રાત્રિએ ત્યાંથી શીયાલના પેઠે નાઠો અને શ્રીપુરનગરના બહાર ૨૮૫ ~ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માર્ગને વિષે પરિશ્રમ પડવાથી સૂઈ ગયો. ત્યાં શ્રીદત્ત નામનો શેઠ રહેતો હતો. તેને શ્રીમતી નામની એક કન્યા હતી. તે શેઠને રાત્રિએ સ્વપ્રમાં તેની ગોત્રદેવીએ કહ્યું કે પ્રાતઃકાળે ગામની બહાર ઉત્તર દિશાના માર્ગને વિષે સૂતેલા બાળકની પાસે જઇને તારી કાળી ગાય જયારે ઊભેલી હોય તે બાલકને તારી શ્રીમતી કન્યા પરણાવવી પ્રાતઃકાળે શ્રીદત્તે પણ પોતાની ગોત્રદેવીએ કહ્યા પ્રમાણે દેખીને કમરેખને પોતાને ઘરે લાવી પોતાની પુત્રી પરણાવી અને હસ્તમેળાપ વખતે પોતાના ઘરની તમામ લક્ષ્મી તેમને આપી દીધી. કમરેખે પણ ત્યાં પોતાનું નામ રત્નચંદ્ર પાડ્યું એકદા પ્રસ્તાવે શેઠની આજ્ઞા લઈ વહાણો ભરી તે સમુદ્ર મધ્યે ચાલ્યો. પરદ્વીપે જઈ ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. પાછો આવતો હતો તેવામાં વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડ્યો. તેને એક મોટા મત્સ્ય ગળ્યો અને તે મત્સ્ય ભરૂચને કાંઠે જઈને પડ્યો હતો તેવામાં ધીવરે જાળ નાખીને પકડ્યો તેને વિદારવાથી અંદરથી રત્નચંદ્ર નીકળ્યો. ધીવરે તેને રાજાને ભેટ કર્યો. રાજા અપુત્રિયો હોવાથી પુત્રાપણે તેને સ્થાપન કર્યો અને કુંડનપુરના રાજાની પુત્રી કનક શ્રી સાથે તેને પરણાવ્યો. તેના જોડે સુખનો અનુભવ કરતો રહેવા લાગ્યો એટલામાં રિપુમર્દન રાજાએ પણ પોતાની પુત્રી ભાવિનીનો સ્વયંવર મંડપ કરવાથી ત્યાં ઘણા રાજાઓ અને રાજપુત્રો ગયા. તે વખતે ભરૂચના રાજાનો પુત્ર રત્નચંદ્ર પણ ચતુરંગી સૈન્ય લઇને ત્યાં ગયો અને સ્વયંવર મંડપમાં બેઠો. તે વખતે તમામ રાજાઓ અને રાજકુમારોનો ત્યાગ કરી ભાવિની રત્નચંદ્રને વરી અને રિપુમર્દન રાજાએ આપેલ હાથી, ઘોડા, રથ, પાયદળ, મણિ, મૌક્તિક લઈને ભાવિનીના સાથે પોતાને નગર ગયો. ત્યાં કનકશ્રી તથા ભાવિનીના સાથે સુખે કરીને કાળ નિર્ગમન કરે છે. એકદા સ્વર્ગના સમાન ભોજન કરનારા રત્નચંદ્ર રાજાના તાળમાં વાયુપ્રેરિત રજ પડતી જોઈને હાથમાં પંખો લઇને ઊભી રહેલી તે કમરેખની રાણી ભાવિનીએ પોતે ઓઢેલા વસ્ત્રવડે થાળને ઢાંકી દીધો. તે અવસરે રત્નચંદ્ર વિચારે છે કે એક સમય એવો હતો કે આણે ૨૮૬ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ વિધ વિષય વિચારમાળા ભાગ-૬ મને શૂળીએ ચડાવ્યો હતો અને એક સમય આવો છે કે આ આવી રીતે મારી ભક્તિ કરે છે. એવી રીતે વિસ્મય પામેલા તેને કાંઇક હસવું આવ્યું. તે દેખીને અતિનિપુણ એવી ભાવિની વિચારવા લાગી કે નિશ્ચય કાંઈ કારણ વિના આવા સંતપુરૂષો હાસ્ય કરતા નથી તેથી હઠ પકડીને કારણ પુછવા લાગી. તે પણ તેના કઠોર કદાગ્રહને વિષે પડવાથી બોલ્યો કે સુંદરી! તુ મને ઓળખે છે? એટલે તે બોલી કે હા. તમે મારા પ્રાણપ્રિય છો, હું તમારી સ્ત્રી છું. એટલે તે બોલ્યો કે હે સુંદરી ! આ તારો ને મારો સંબંધ તો વિશ્વને વિષે પ્રસિદ્ધ થયેલ છે પરંતુ બીજો કોઈ સંબંધ છે પરંતુ તે જાણતી નથી. હું શું નથી જાણતી? એવું તેણીએ કહેવાથી તે બોલ્યો કે હે સુબુ તેજ હું કમરખ છું. જે માટે કહ્યું છે કે – उदयति यदि भानुः पश्चिमे दिग्विभागे, विकसति यदि पद्म पर्वतानां शिखाग्रे । प्रजलति यदि मेरुः शीततां याति वह्निः, चलतिविधि वशान्तो भाविनी कर्मरेखा, ॥१॥ ભાવાર્થ : જો પશ્ચિમ દિશાને વિષે સૂર્યનો ઉદય થાય, પર્વતના મસ્તક ઉપર કમળ ઊગીને વિકસ્વર ભાવને પામે, અચલ મેરુ ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય તો પણ ભાવિની કરેખા જે છે તે મિથ્યા થતી નથી. તે વચન સાંભળી અત્યંત લજ્જાવડે કરી નીચું મુખ કરીને રહેલી તેને પ્રેમના વચનોવડે આશ્વાસન આપીને બોલ્યો કે તે સ્ત્રી ! આ અવસર લજજા કરવાનો નથી. લોકો પણ કહે છે કે ગઇ તિથિ બ્રાહ્મણ પણ ન વાંચે. એવી રીતે નીતિના વચનથી તેણીની લજ્જાનો ત્યાગ કરાવી, તેને લઈને પોતાને નગરે આવી, પોતાના પિતાના ચરણકમલને નમસ્કાર કર્યો અને રાજાને તે વાત જણાવી ત્યારબાદ શ્રીપુર નગરથી શ્રીમતીને તેડાવી ત્રણે સ્ત્રીઓની સાથે સંસારસુખ ભોગવવા લાગ્યો. અપુરિયા રિપુમર્દન રાજાએ પણ પોતાનું રાજ્ય જમાઈને આપ્યું અને કમરેખ રાજા ૨૮૭ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પણ છેવટે સંયમ લઈ સદ્ગતિનો ભોક્તા થયો, માટે ભાવી જે છે તે કોઈ પણ પ્રકારે મિથ્યા થનાર નથી. સંક્ટને વિષેપણ વ્રત નહિ ત્યાગ ક્રનાર મહાનંદકુમાર ક્યા) અવંતી નગરીને વિષે કોટી દ્રવ્યનો સ્વામી ધનદત્ત નામનો જૈન શ્રેષ્ઠી વસતો હતો. તેને પદ્માવતી નામની સ્ત્રી હતી. તેને સેંકડો મનોરથવડે જયકુમાર નામનો પુત્ર થયો. તેના જન્મ, નામ પાડવું, બોલવું, ચાલવું વિગેરે પ્રકારના કાર્યને વિષે તેના પિતાએ મોટો મહિમા કર્યો, કહ્યું છે કે – रागपदे प्रेमपदे, लोभपदेऽहंकृतेः पदे स्वपदे । प्रीतिपदे कीर्तिपदे, नहि कैव्यव्ययः क्रियते ॥१॥ | ભાવાર્થ : રાગને ઠેકાણે, પ્રેમને ઠેકાણે, લોભને ઠેકાણે, અહંકારને ઠેકાણે, પોતાના કાર્ય વખતે, પ્રીતિને ઠેકાણે, કીર્તિને માટે આ દુનિયામાં કયા જીવો દ્રવ્યનો વ્યય નથી કરતા ? અર્થાત્ સર્વે કરે છે. તે કુમાર જ્યારે યૌવનઅવસ્થા પામ્યો ત્યારે પિતાના દ્રવ્યને ઊડાડવા માંડયો અને વ્યસનો સેવવા લાગ્યો. કહ્યું છે કે પૈસારૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે, અને દારિદ્રયરૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે, અને દારિદ્રયરૂપી પાણીના યોગથી તત્કાલ શાંત થઈ જાય છે. તે જયકુમાર એક દિવસ કોઈક ધનાઢયને ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેને સર્પ કરડવાથી મરણ પામ્યો તેના પિતાને રાજાએ પ્રાતઃકાળે કેદમાં નાખ્યો. મહારાજન વર્ગ શેઠના પુત્રનું સ્વરૂપ કહી તેને છોડાવ્યો ત્યારબાદ તેની સ્ત્રીને બીજો પુત્ર ન થયો, તેથી તેની સ્ત્રીએ પુરાને માટે બીજી કન્યાનું પાણિગ્રહણ કરવા શેઠને આગ્રહ ઘણો કર્યો પણ દુષ્ટ પુત્રના ભયથી શેઠ તેનું વચન સાંભળતો જ નથી. કહયું છે કે दुर्जनदूषितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः । અન૨૮૮) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य खलु पिबति ॥१॥ ભાવાર્થ : દુર્જનના વચનોવડે દોષિત થયેલા મન વાળા પુરુષોને સજજન વર્ગને વિષે પણ વિશ્વાસ બેસતો નથી, કારણ કે ઉષ્ણ દૂધથી બળેલો બાળક દહીંને પણ ફુકીને પીવે છે. સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! સર્વે પુત્રો કાંઈ ખરાબ હોતા નથી. કેટલાએક સારી બુદ્ધિના પણ હોય છે, કારણ કે આગમને વિષે ચાર પ્રકારના પુત્રો કહ્યા છે ૧ અભિજાત, ૨ અનુજાત, ૩. અપજાત અને ૪ કુલાંગાર. ૨ ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. ૧ અભિજાતઋષભદેવસ્વામીના પેઠે નાભિરાજાથી ઋષભદેવ ચડતા થયા, ૨ અનુજાતિ-પિતાના સંદેશ સૂર્યયશારાજાના પેઠે, ૩. અપજાત-હીન પિતાથી ઉત્પન્ન થયેલ ચક્રવર્તીના પુત્રના પેઠે, ૪. કુલાંગાર કોણિકના પેઠે એવીરીતેના પુત્રો હોય છે. અને ગુરૂના શિષ્યો પણ એવી રીતેના હોય છે સર્વે વૃક્ષો કાંઈ કાંટાવાળા હોતા નથી. આવી યુક્તિવડે કરી હઠ કદાગ્રહનો ત્યાગ કરાવી કુમુદવતી નામની કોઈ શેઠીયાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. અનુક્રમે તે સ્ત્રી સગર્ભા થઈ. તેણીનું લાલ કચોળું કોઇએ લઇ લીધું. આવું સ્વમું દેવું અને પોતાના સ્વામીને તે વાત કહી. તેના સ્વામીએ કહ્યું કે તે મારો પુત્ર બીજાને ઘરે જશે. અનુક્રમે પુત્ર થયોકે તુરત તેનો શેઠે જીર્ણ ઉદ્યાનમાં ત્યાગ કર્યો. પ્રથમ પોતાના પુત્રના દુ:ખથી દુ:ખિત થઈ જેવામાં શેઠ પાછો વળવા લાગ્યો તેવામાં વન દેવતાએ કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! આ બાલકનું એક હજારનું તારે માથે દેવું છે, માટે તું દઇને જા. આવી વાણીથી ભયબ્રાંત થઈ, તત્કાલ પોતાને ઘરેથી દ્રવ્ય લાવી બાળક પાસે મૂકી દીધું. ત્યાર પછી કોઇક માળીએ તે પુત્રને દ્રવ્ય સહિત લઈ જઈ પુત્રપણે રાખ્યો, કારણ કે જે વસ્તુ મનુષ્ય ઇચ્છતા નથી તેને તે વસ્તુ સ્વલ્પકાળે મળે છે અને જેની ઇચ્છા કરે છે તે લાંબા કાળે પણ મળી શકતું નથી. અનુક્રમે તેને બીજા પુત્ર પણ પૂર્વ સૂચિત પ્રમાણે જ થયો. તેને પણ તે જ પ્રમાણે વનમાં મૂકી ચાલવા ૨૮૯ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ લાગ્યો તેવામાં આકાશ વાણી થઈ હે શ્રેષ્ઠિનું ! તારે આના દસ હજાર દેવાના છે, માટે આપીને જા. શેઠે તેમ કર્યું, ફરીથી ત્રીજી વાર તેની સ્ત્રી સગર્ભા થઈ તેથી સારા સ્વપ્રે સૂચિત પુત્ર થવાથી અને સ્ત્રીએ અત્યંત મનાઈ કર્યા છતાં પણ વનમાં પુત્રને મુકીને જેવો પાછો ફરે છે તેવામાં આકાશવાણી થઈ કે હે શ્રેષ્ઠિનું ! તું આ બાલક પાસે કોટાકોટી સોનામહોરો માગે છે તે લીધા વિના આ છોકરાનો તું ત્યાગ શું કામ કરે છે ? એવું સાંભળી હર્ષને પામેલા શેઠે પોતાના છોકરાને લઇને સ્ત્રીને સોંપ્યો અને તેનું નામ મહાનંદ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી, કળાનું પાત્ર બની યુવાન અવસ્થા પામ્યો તેના પિતાએ કોઇક શ્રેષ્ઠી ની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું અનુક્રમે લઘુવયમાં જ સમ્યકત્વ મૂળ બાર વ્રત તેણે ઉચ્ચર્યા અને છઠ્ઠાવ્રતમાં સર્વત્ર તિર્યમ્ સો યોજન જવું એવો નિયમ લીધો બાદ વ્યવસાય કરવાથી શ્રેષ્ઠીના ઘરમાં થોડા જ દિવસમાં તેણે કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે - दातव्यलभ्यसंबंधो, वज्रबंधोपमो ध्रुवम् । धनश्रेष्ठीहद्रष्टांत, स्त्रीकुपुत्रसुपुत्रयुक् ॥१॥ - ભાવાર્થ : દેવા-લેવાનો એટલે લેણદેણનો સંબંધ નિશ્ચય વજબંધની ઉપમાવાળો છે, કારણ કે ત્રણ કુપુત્ર અને એક સુપુત્રાવાળા ધન શ્રેષ્ઠીની વાત અહીં દષ્ટાંતભૂત છે. ત્યારબાદ મહાનંદે સાત કોટી સોનામહોરોનો સાત ક્ષેત્રોમાં વ્યય. કર્યો એકદા એક યોગી આકાશગામિની વિદ્યા સાધવા માટે ઉત્તરસાધકની સોધખોળ કરતો મહાનંદને દેખીને બોલ્યો કે પુન્યવાન્ ! તું મને સહાય કર કે જેથી કરીને મારી વિદ્યા સિદ્ધ થાય. તેણે સ્વીકાર કર્યો. રાત્રિએ પર્વતના એક ભાગમાં યોગીએ મંત્રજાપ કરી દેવની પ્રગટ કરી તેથી તે દેવી બોલી કે હે યોગિનું ! હું ઉત્તરસાધકને વિદ્યા આપીશ, કારણ કે કર્મથી અધિક વિધાતા પણ આપવા શક્તિમાન થતો નથી. આવું કહી વીજળીના પેઠે તે અંતર્ધાન થઈ ગઈ. મહાનંદને આકાશગામિની વિદ્યા ૨૯0 For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મળ્યા છતાં પણ પોતાને નિયમ હોવાથી સો યોજનના બહાર જવાની ઇચ્છા ન થઈ અને સમુદ્રના પેઠે પોતે મર્યાદા મૂકતો નથી. અનુક્રમે તેને એક પુત્ર થયો. અન્યદા તે બાળકને દુષ્ટ સર્પ કરડ્યો, તેથી ધનદત્ત શ્રેષ્ઠીએ નગરમાં પડહ વગડાવ્યો કે મારા બાળકને કોઈ સારો કરશે તેને મોઢે માગી લક્ષ્મી આપીશ. તેવું સાંભળી એક પરદેશી માણસો આવીને કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! અહીંથી મારું નગર એકસો દસયોજન છે. ત્યાં મારી સ્ત્રી અનેક વિદ્યાવાળી છે. જો કોઈ તેને અહીં લાવે તો આ બાળક તુરત જીવે. તે સાંભળી શ્રેષ્ઠીએ મહાનંદને કહ્યું કે તું તે નગરે જા. મહાનંદે કહ્યું મારે નિયમ છે તેના પિતાએ કહ્યું વ્રતને વિષે છ આગાર કહેલા છે છતાં મહાનંદ માનતો નથી. ત્યારે તે નગરનો રાજા તેને કહેવા લાગ્યો કે ધર્મકાર્ય તથા તીર્થયાત્રા માટે હજાર યોજન જવાય તો પણ કાંઈ દોષ નથી. તે વખતે બીજા લોકોએ કહ્યું કે અહો ! આનું હૃદય બહુ જ કઠોર છે. બાલહત્યાથી પણ ભય પામતો નથી. મહાનંદરાજાને કહ્યું કે હે સ્વામિનું ! પ્રાણ થકી પણ અત્યંત પુત્ર વલ્લભ હોય છે અને તે થકી અધિક વલ્લભ ધર્મ હોય છે માટે મારા કરેલા નિયમને કલ્પાંત કાળે પણ હું તોડીશ નહિ. તેથી રાજાએ કહ્યું કે જો તું ધર્મિષ્ટ છે તો સર્વ લોકોને ધર્મનું મહાભ્ય બતાવ.તે વખતે આકાશમાં વિદ્યા દેવીની વાણી થઈ. હે કુમાર ! પાણીની અંજલી વડે કરી બાલકને સિંચ. કુમારે દેવીનું કહેલું કરવાથી બાલક વિષરહિત થયો અને લોકોને વિષે જૈન ધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામ્યો. અન્યદા પોતાના પિતાએ પ્રેરણા કરવાથી પોતાના કુટુંબોનો પાછલો ભવ પુછવા માટે આકાશગામિની વિદ્યાથી મહાનંદ સીમંધરસ્વામી પાસે ગયો ત્યાં ભગવાનને વંદન કરી પૂછવાથી ભગવાન કહેવા લાગ્યા. ધન્યપુરે સુધન શ્રેષ્ઠી હતો, ધનશ્રી તેની સ્ત્રી હતી. ધનાવહ નામનો તેનો બાળમિત્ર હતો. બન્ને જણા સાથે વ્યવહાર કરતા હતા. સુઘન પોતાના મિત્રની વસ્તુ પોતાને ઘરે વેચતા તેના સો દ્રમ ખાઈ ગયો તથા M૨૯૧ - For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એક વણિકના દસ દ્રમ આપવા બાકી હતા તે વ્યાપારમાં તુરત નહિ આપવાથી સુધન પાસે રહ્યા. તથા એક વણિકને સો દ્રમ દેવાના હતા, પણ ભ્રાંતિથી એક સો દ્રમ આપી દીધા પણ સુઘન જાણતાં છતાં બોલ્યો નહિ અને પાછા ન આપ્યા. આ ત્રણ શલ્યની ગુરુ પાસે આલોચના લીધા સીવાય શસલ્ય રહ્યો, પરંતુ એક સાધર્મિકબાઈને સો દ્રમ આપીને યાવજજીવ સુધી સુખી કર્યો કારણ કે હાથની અંજલીને વિષે રહેલા પાણીથી પણ અવસરે મૂછ પામેલા જીવે છે, પરંતુ તે સુંદર ! મરણ પામ્યા પછી હજાર ઘીના ઘડા આપવા વડે કરીને પણ શું ? અર્થાત્ કાંઈ જ નહિ. અનુક્રમે સુઘન, ધનશ્રી, પોતાનો મિત્ર છે અને વાણિયા અને સાધર્માભાઈ કાળધર્મ પામી આ છએ જણા સૌધર્મ દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને ધનદત્ત અને કુમુદ વતીના ચાર પુત્રો થયા. ધનદત્તનો જીવ તે ચારેનો પિતા થયો. સાધર્મિકનો જીવ તું થયો. પહેલો પુત્ર ધનાવહનો જીવ થયો. પૂર્વે સો દ્રમ ખાઈ જવાથી સર્વ દ્રવ્ય તેણે નાશ કર્યું અને ધર્મની નિંદા કરવાથી અલ્પ આયુષ્યવાળો થયો, બીજા બે પુત્રો થયા તેનું દેવાનું હતું, તેથી આટલું દેવું પડયું. વળી કુમુદવતીને ઘરે ભેંસે બે પાડાને જન્મ આપેલો હતો તેથી વિચાર કરવા લાગી કે કોઇક આ બશે પાડાને હરણ કરી જાય તો સારું આવું દુર્બાન કર્યું, તેથી જાત માત્ર બન્ને પુત્રોનો વિયોગ થયો. એવા પ્રકારે શ્રી સીમંધરસ્વામી મહારાજના વચન સાંભળીને સંશય રહિત થયેલો મહાનંદ પોતાને ઘરે આવ્યો અને તમામ વૃત્તાંત માતા પિતાને કહેવાથી માતાપિતા દીક્ષા લઈ સ્વર્ગે ગયા અને મહાનંદે પોતાના બન્ને બંધુઓને ધર્મયુક્ત કર્યા, તેમ જ પોતે અવસરે દિક્ષા લીધી. કાળધર્મ પામી માહેંદ્ર ચોથા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યજન્મ પામી મોક્ષે જશે. જેમ મહાનંદે પોતાના લીધેલા નિયમને પૂર્ણ શ્રદ્ધાથી પાળી સ્વર્ગ મેળવ્યું તેમ ઉત્તમ જીવોએ પણ નિયમો ગ્રહણ કરી દ્રઢતાથી પાળવા ચુકવું નહિ. ૨૯૨ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (અજ્ઞાન દાન ઉપર શુભેર શ્રેષ્ઠીની સ્થા) શુભંકર નામના શેઠે પોતાના જન્મ મધ્યે લાખજ્ઞાતિ ભોજન, લાખ કન્યાદાન, લાખ ગોદાન, લાખ બ્રાહ્મણભોજન આવી રીતે ચાર લાખ કર્યા અને પોતાના ઘરને વિષે રેહાલ નિધાનની ભૂમિ ઉપર મરીને સર્પ થઈ નિરંતર પોતાના પુત્રાદિકને ડરાવવા લાગ્યો. તેના ઘરની પાસે ધર્મદાસ નામનો શ્રાવક રહેતો હતો. તે તથા પ્રકારના ધનના અભાવથી એક વર્ષે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકાને ભાવથી એક વાર દાન આપતો હતો તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા શુભંકરના પુત્રોને સર્પ ડરાવે છે તે વાત ધર્મદાસને કહી તેથી તેણે પૂર્વભવ કહ્યો કે આણે પૂર્વભવને વિષે લક્ષજ્ઞાતિ ભોજનથી છકાયનો આરંભ કરેલ છે. અનેક પત્રાવલીયો અને પડીયાઓના ઢગલાઓ ખરાબ ઠેકાણે નાખવાથી ત્યાં અનેક બેઇંદ્રિયાદિક જીવોની વિરાધના કરી છે. એવીરીતે લક્ષ ચતુષ્ક ચાર લાખના દાનને વિષે પs આણે મહાપાપ ઉપાર્જન કરેલ છે તેથી કરીને સર્પ થયેલ છે. વળી તેણે મારા ધર્મની નિંદા પણ કરેલી છે, તેથી આ જીવ દુર્લભબોધિ થયેલ છે. મરીને નર્કે જશે. તે સાંભળી તેના પુત્રો બોધ પામીને શ્રાવકો થયા અને ધર્મદાસ પણ સંયમ લઈ તે જ ભવને વિષે મોક્ષે ગયો. ( ધ્યાનને સુબુદ્ધિ કવિ ક્યા) ध्याने नये नैव युतो मनस्वी, तेनैव ताद्रक् सदसत्स्वरुपः स्वच्छाश्वद्यद्भिषजा वितेने, नीरुक्कवींद्रो मरुवर्णनेन ॥१॥ - ભાવાર્થ : મનુષ્ય જેવા પ્રકારના ધ્યાનવાળો હોય છે તેવા પ્રકારના સાર અસાર સ્વરૂપને પામે છે, કારણ કે વૈધે સ્વચ્છ પત્થરના પેઠે મરૂદેશનું વર્ણન કરવાથી કવીંદ્રને નિરોગી કર્યો. શ્રીરામ રાજાની સભાને વિષે સુબુદ્ધિ નામનો કવિ હતો, તેણે રામરાજા એકરાવેલ મનોહર સરોવરનું મનહર કાવ્યવડે વર્ણન કરવાથી ૨૯૩ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સરોવરના ધ્યાનથી તેને જલોદરનો રોગ થયો તેથી રામ રાજાએ બહુ જ સારા વૈદ્યો પાસે તેની બહુ જ સારી રીતે ચિકિત્સા કરાવી પરંતુ કાંઈ પણ ગુણ થયો નહિ. કહ્યું છે કે – वैद्यस्त विहीनो, निर्भज्जाकुलव्रदूर्वतीपीनः । कटुकश्च प्राघुर्णको, मस्तकशूलानि चत्वारि ॥१॥ ભાવાર્થ : તર્ક વિતર્કહીન વૈદ્ય, નિર્લજ્જ કુલીન સ્ત્રી, પુષ્ટશરીર વાળો સાધુ અને કડવાબોલો ઘરે આવેલો પરોણો આ ચારે માથાને વિષે શૂળ જેવા છે. એકદા ત્યાં કોઈ વિચારશીલ વૈદ્ય આવ્યો. તેને રાજાએ કહ્યું કે તું આના રોગની દવા કર તેથી વૈદ્ય પણ સરોવરનું વૃત્તાંતાદિક જાણીને તર્ક પૂર્વક કવિને કહ્યું કે હે કવીંદ્ર ! તું મરુસ્થલીનું વર્ણન કર તેથી તે વર્ણન કરવા લાગ્યો. मृगतृष्णां सदा दर्श, दर्श तृषितवक्षसः । ओष्टतालुगलादीनि, शुष्यन्ति स्म दिने दिने ॥१॥ ભાવાર્થ : મૃગતૃષ્ણાને નિરંતર દેખી દેખીને જેનું હૃદયતૃષા વડે વ્યાપ્ત થયેલું છે એવા હોઠ તાળવું, વિગેરે તૃષા લાગવાથી દિવસે દિવસે સુકાઈ શુષ્ક થવા માંડયા. ઇત્યાદિ મરુસ્થલીનું વર્ણન કરવાથી તે કવીંદ્રનો જલોદર રોગ ગયો તેથી વિસ્મય પામેલા રાજાએ કવીંદ્રને કહ્યું કે હે વૈદ્ય ! મરુસ્થલીનું વર્ણન કરવાથી આનો રોગ કેવી રીતે ગયો ? તેથી વૈદ્ય બોલ્યો કે પ્રથમ આણે પાણીથી ભરેલા સરોવરનું બહુ વર્ણન કર્યું તેના ધ્યાનથીતેને જલોદરનો રોગ થયો અને હાલમાં તેના પ્રતિપક્ષી મરુસ્થલીનું વર્ણન કરવાથી તે રોગ ગયો. તેથી જેવું ધ્યાન હોય છે તેવું મન થાય છે, જેવું મન હોય છે તેવું શરીર થાય છે, માટે શુભ અશુભ સાંભળવાથી જીવ હર્ષ શોક કરવાવાલો થાય છે કહ્યું છે. કે - ૨૯૪ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ वीतरांग स्मरन् योगी, वीतरागत्वमश्नुते । सरागं ध्यायतस्तस्य, सरागस्त्वं तु निश्चितं ॥१॥ ભાવાર્થ : વીતરાગનું સ્મરણ કરનાર યોગીવીતરાગપણાને પામે છે અને સરાગપણાનું ધ્યાન કરતો નિશ્ચય સરાગદશાને પામે છે. इलिका भ्रमरीध्यानाभ्रमरी जायते यदा । तथा ध्यानानुरुपः स्याज्जीवः शुभाशुभत्ववान् ॥२॥ ભાવાર્થ : જેમ ઇયલ ભમરીના ધ્યાનથી ભમરીપણાને પામે છે તેમ શુભાશુભની જેવા પ્રકારની ભાવનાનું ધ્યાન કરવાવાળો જીવ ધ્યાનને અનુરૂપ ફળ મેળવવાને માટે શક્તિમાન થાય છે તેથી આણે મરૂસ્થલીનું ધ્યાન કરવાથી રોગ નાશ પામ્યો. એવું સાંભળી રાજાએ પણ તે વૈદ્યનું બહુ જ સન્માન કર્યું. (એગણું દાન સહસ્ત્રગણું પુન્ય તેની પરીક્ષા ઉપર વિક્રમ સ્થા ઉજ્જયિની નગરીને વિષે વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એકદા રાજાની સભામાં નટો નાચ કરવા લાગ્યા. તેને દેખીને ત્યાં આવેલા એક ગોવાળીઆએ બીજોરું નટોને ભેટ આપ્યું તેથી નટે કહ્યું કે એકગણું દાન અને સહસ્ત્રગણું પુન્ય. તે સાંભળી રાજાએ હ્યું કે એ વાત કેમ સંભવે ? નટે કહ્યું કે સોપારકપુરે કદર્ય ગૃહે જઈને જો . તેવું સાંભળીકૌતુકી રાજા તેને ઘેર ગયો. ત્યાં જઈ લોકોને પૂછ્યું કે કદર્યનું ઘર કયાં છે ? તેથી લોકોએ કહ્યું કે તું તેનું ઘર ત્યાગ કર, તું તેનું નામ ન લે. આજે તને ભોજન મળવાનો પણ સંશય છે. આવી રીતે લોકોએ વાર્યા છતાં પણ વિક્રમ તેને ઘરે ગયો. ત્યાં દોરા આદિકને વણતા અને કુકાર્યને કરતા કદર્યને દેખ્યો. તેના નજીક રહીને તેના ભોજન આચ્છાદનાદિકને દેખ્યું. ત્યારબાદ સાયંકાળે ત્યાં વાસ કરવાનો અર્થી રાજા કદર્યના ઘરની નજીકમાં ગોવીંદ નામનો બ્રાહ્મણ કે જેનું બીજું નામ ટોલીયો હતુ તે બ૨૯૫ ૨૯૫ ~ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દાન આપવામાં શ્રદ્ધાળુ હતો તેના ઘાસના ઝુંપડામાં માર્ગમાં થાકી ગયેલો રાજા ગયો. ગોવીંદે પણ તેને પૂછવાથી અભ્યાગત છે માટે તેની ભક્તિ કરવી જોઈએ એમ વિચારી પોતાના સ્થાનને વિષે તેને બેસાર્યો ત્યારબાદ રાજાના શ્રમને દૂર કરવા માટે તે કદર્ય ઘરે તેલ લેવા ગયો. અને તેમ માગ્યું પણ કદર્ય આપતો નથી. બહુ કહેવાથી તેલના પુન્યનો ચોથો ભાગ માગી મહાકષ્ટ તેલ આપ્યું. તેલ લાવીને બ્રાહ્મણે રાજાને ઊના પાણીથી નવરાવ્યો. પછી અરસપરસ પ્રશ્ન કરી તેને આવવાનું કારણ પુછયું તેથી રાજાએ સર્વ કહ્યું. ત્યારબાદ ગોવીંદે પોતાના ઘરની પાસે રહેલા વલાના વૃક્ષ ઉપર વાસ કરનાર પોતાની પૂર્વપરિચિત દેવીને પૂછયું તેથી તેણીએ નિર્ણય કહેવાથી બ્રાહ્મણે રાજાને તમામ વૃત્તાંત કહ્યું કે મહિષીપાલ ગોવાળીઆના વચનનો નિર્ણય નવ માસને છેડે કાન્તિ નગરીને વિષે તને થશે અને પાછલી રાત્રિએ સર્પ કરડવાથી મારું મરણ થશે અને વિશુચિકાવડે કરી કદર્યનું મરણ થશે, માટે નિશ્ચય તારે કાંતિનગરીમાં આવવું. રાજા પ્રાતઃકાળે બન્નેના મરણ થયેલા દેખી નિશ્ચય થવાથી ત્યાંથી ચાલ્યો. કોઇ વનમાં વ્યંતરી રાજાના રૂપને દેખી ભક્તિવાળી થઈ ભક્તિ કરવા લાગી અને રાજાએ નવ માસ વ્યતીત કર્યા. ત્યારબાદ કાંતિનગરી પ્રત્યે જેવો રાજા ચાલવા માંડે છે તેવો જ દેવીયે ઉપાડીને કાંતિનગરીના ઉદ્યાનને વિષે મૂકયો. એવામાં તે દરવાજામાં પ્રવેશ કરવા જાય છે તેવામાં એક દરિદ્રી સ્ત્રીને એક બાલિકાનો ત્યાગ કરતી દેખીને રાજાયે પૂછયું કે આ શું છે ? તેણીએ કહ્યું કે પ્રથમથી જ સાત કન્યારો નિર્માગણીયો ઉત્પન્ન થયેલી તો છે જ અને હાલમાં આ આઠમી ઉત્પન્ન થયેલી તો છે તેનો હું ત્યાગ કરું છું. અને તેથી કૃપાળુ રાજાયે સવાલાખ રૂા.ની પોતાની મુદ્રિકા આપીને તે બાલિકાનું રક્ષણ કર્યું અને નગરમાં ગયો. તેવામાં નગરમાં પડહ વાગતો સાંભલ્યો કે રાજાને ઘરે છોકરો જમ્યો છે તે દૂધપાન કરતો નથી ને બોલે છે કે મારા સાથે મિત્રાઈ કરો. તે સાંભળી વિક્રમ પટને સ્પર્શકરી રાજાના મહેલમાં પુત્રની પાસે ૨૯૬ ~ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગયો રાજાને દેખીને તે બોલ્યો કે હે મિત્ર ! વિક્રમ ! આવ તારો સંશય નિવર્તમાન થયો કે? રાજા પણ ચિત્તને વિષે ચમત્કાર પામીને બોલ્યો કે હે મિત્ર બાલક! કહે તેથી બાલક બોલ્યો કે હું ગોવીંદ નામનો બ્રાહ્મણ છું,તું અભ્યાગત આવેલ હતો તારી ભક્તિ કરવાવડે પુન્ય ઉપાર્જન કરી હું કાંતિનગરીના રાજાનો પુત્ર થયો છું અને કદર્ય તે દરિદ્રિની પુત્રી થયેલ છે. તેલના ચતુર્થીશ પુન્ય ભાગને માગવાથી તારા દર્શનથી જ તે તેને સવાલાખ આપવાથીતે જીવેલ છે, માટે એક ગણુંદાન અને સહસ્ત્ર ગણું પુન્ય એ બોલ બરાબર છે. આ પ્રમાણે સાંભળી રાજા પણ તે બાળકને આલિંગન કરી હર્ષ પામી પોતાને નગરે ગયો. રેલું દાન ફળદાયક થાય છે તે વિષે શાલિવાહન દષ્ટાંત) પ્રતિષ્ઠાનપુરને વિષે શાતવાહન રાજા હતો. તેને ઘોડાએ હરણ કરવાથી તે અટવીને વિષે જઈ પડ્યો. ત્યાં વડ વૃક્ષના નીચે રહેલારાજાને ભિલ્લની સાથે મિત્રાઈ થઈ. તેથી ભીલ્લ વિચાર કરે છે કે રાજા આજે મારો અતિથિ છે એમ વિચારી સાથવો આપી રાજાનો સત્કાર કર્યો. રાત્રિને વિષે અત્યંત શીત પડવાથી ભીલે રાજાને પોતાના ઘરને વિષે વિશ્રાંતિ કરાવી અને પોતે બહાર સૂતો. સકત ઠંડીથી ભીલ મરણ પામ્યો. તેની સ્ત્રી ભીલડી કાતર લઈ રાજા પ્રત્યે બોલી કે હત્યા આપીશ, તેથી રાજાએ દસ હજાર સોનામહોરો આપીને ભીલડીને સંતોષિત કરી. ત્યારબાદ સૈન્ય આવ્યું. રાજા પોતાને નગરે ગયો. રાજયનું પ્રતિપાલન કરતા ભીલનું મરણ યાદ આવવાથી ચિંતા ઉત્પન્ન થઈ કે દાનનું ફળ નથી. એ પ્રકારે લોકોને વિષે અનર્થ થવાનો સંભવ જાણીને પંડિતોને બોલાવીને કહ્યું કે દાનનું ફળ દેખાડો, નહિ દેખાડો તો માનવયંત્રમાં નાખી તમારો વિનાશ કરીશ.તેઓ પણ રાજાને ઉત્તમ નહિ આપી શકવાથી અને અરસપરસ વિચાર કરતા છ માસ થવાથી મુખ્ય પંડિત વરરૂચીએ સરસ્વતીનું આરાધન કરી, પ્રત્યક્ષ તેને બોલાવી, પુછવાથીતેણીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામનો વ્યવહારી છે. તેને ૨૯૭ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘરે છ માસે પુત્ર થશે તે જાતમા તને બોલાવશે તેથી તારે રાજાના સાથે તેને ઘરે જવું. તે પ્રત્યક્ષ દાનનું ફળ દેખાડશે. ત્યારબાદ છ માસને છેડે પુત્ર થયો. તેણે સ્પષ્ટ વાણીવડે કરી વરરૂચીને બોલાવાથી રાજાને લઇને વરરૂચી તેને ઘરે ગયો. તે બન્નેના પાસે બાલક બોલ્યો કે હે મહારાજ ! જે તને વગડાને વિષે સાથવાનું દાન કરેલું હતું તે જ હું ભીલ્લ નવમોટી સુવર્ણના સ્વામી ધનપતિનો પુત્ર થયો છું, માટે દાનનું ફળ અહીં પણ છે એવા તે બાલકના વચનો સાંભળીને ચમત્કાર પામેલારાજાદિક દાન આપવા તત્પર થયા,માટે દીનાદિકને દયાવડે કરી દાન આપવા ચુકવું નહિ. (ક્ષણતા ઉપર મઘા માલીનું દૃષ્ટાંત) દુનિયામાં કુપણતાની તો અવધિ જ કહેવાય છે.કપણ માણસો પોતાની માનુષ્ય વૃત્તિને સર્વથા ભૂલી જાય છે. જો કોઈ તેમને કૃપણતા ત્યાગ કરવાનો ઉપદેશ આપે તો તેમને ઉત્તર એવો સીધો મળે કે ફરીથી બીજા જીવો તેના જોડે બોલવાનું પણ ન કરે. જુઓ કૃપણની કંજુસાઇનો નમૂનો. કંચનપુર નગરના રાજાનાબગીચાનું રક્ષણ કરનાર મધા માળી અને તેની બૈરી મોંઘીનો સંવાદ. બગીચામાં મધામાળીની વિચારશ્રેણી આખા શહેરના માણસો મને કંજુસ કહીને બોલાવે છે. એટલું જ નહિ પણ મારી સ્ત્રી મોંઘી પણ મને કંજુસ કહીને બોલાવે છે. તે પણ એક અજાયબપણાની વાત છે, પરંતુ મારા માં કંજુસાઇપણું ગણી કેવી રીતે શકાય ? જો હું ઘઉં ખાઉં છું, તો તરત જ મારા પેટમાં વાદી થાય છે. જો બાજરી ખાઉ છું તો તરત જ ગરમ પડે છે, અને તેટલા જ માટે જુવાર ખાવી પડે છે. વળી કોઈ દિવસ ભૂલથી જો મારાથી ઘી ખવાઈ ગયું હોય તો કફ થતાં વાર લાગતી નથી, અને તેલ ખાધામાં આવે તો તુરત જ ઉધરસ ઉપડી આવે છે, તેથી ઘી અને તેલ આ બન્ને વસ્તુઓ મારા માટે તો તદન નકામી જ છે. જો લીલું શાક લાવું તો અંદર ઘી ૨૯૮ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અગર તેલ નાખવું જ પડે તેથી તે પણ નકામું છે. વળી કઠોળ તો મારો જન્મ થયો તે દિવસથી જ મારા ઉપર પ્રસન્ન નથી. સિવાય છાશ મને મારા પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે, તેથી કહીને છાશ અને જુવારનો રોટલો જમતાં મને લહેજત બહુ જ સારી આવે છે. વળી જો મને દૂધના કદર્શન કોઇ દિવસથયા કે તુરત ડયુરો આવે છે અને મૂંજવણ થાય છે. જો હું સારા લુગડા પહેરીને નગરમાં ફરૂં તો નગરના લોકો કહેશેકે આ મઘો રાજાનો માનીતો હોવાથી ફાટી ગયો છે, માટે ફાટેલા લુગડા પહેરીને હું ગામમાં ફરીશ તો મારી કાંઈ આબરૂ જવાથી નથી. કારણ કે આપણને કયાં બહારગામ જવું હોય તો ઉપાધિ થાય પણ તે તો છે જ નહિ. જેથી કરીને આપણને કાંઈ દુઃખ પણ નથી. વળી બહારગામ જવાની પણ આપણને તો જિંદગીથી પ્રતિજ્ઞા જ છે, કારણ કે આપણે કોઇને ઘરે જઇએ તો જ આપણે ઘરે કોઇ આવે અને તેમાં કરવાથી મારે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરવો પડે. પરંતુ એવું કામ આપણે શું કામ કરવું જોઇએ? વળી દાગીના ઘડાવી બૈરીને પહેરાવું તો ચોર લોકોનો ભય લાગ્યા વિના રહે જ નહિ અને તે લોકો જુલમ કરીને પણ લીધા વિના રહે નહિ, માટે એવો ઉજાગરો પણ મારે શા માટે રાખવો જોઇએ ? માટે દાગીના ન ઘડાવીએ તો રાત્રિાએ જાગરણ છોડી નિરાંતે નિદ્રા લઈ શકાય, માટે દાગીના ઘડાવવા જ નહિ. કદાચ દુનિયાના ડરથી કે બૈરીના હઠ-કદાગ્રહથી કે લોકલજ્જાથી કદાચ દાગીના ઘડાવવા જ પડે પરંતુ તે દાગીનાની પેટી સાચવવી પડે કદાચ પેટી પણ સાચવીએ પરંતુ દાગીના ઘડાવવાની મજૂરી સોનીને આપવી પડે, માટે તેનું કામ મારાથી કોઈ દિવસ આ જિંદગીમાં થનાર નથી. વળી પગમાં પગરખા પહેરવાનું તો મન થાય જ કયાંથી? કારણ કે મારા પિતાશ્રી વીશ વરસ પહેલા ગુજરી ગયા હતા ત્યારે તેની શય્યામાં મૂકવા જોડો શીવડાવ્યા હતા પણ મેંગોરને પ્રપંચથી કહ્યું કે અમારામાં એવો રિવાજ છે કે શય્યામાં જોડા અપાય જ નહિ. આવી રીતે કપટ કરી આજ દિવસ સુધી આપવાની M૨૯૯ ) For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઢીલ કરી છે. વળી હવેના ચામડા બહુ જ ખરાબ આવે છે, તેથી પગરખા પહેરતા પગમાં ફરફોલા પડે અને બહુ જ દુઃખી થવું પડે અને દુ:ખ સહન કરવું પડે આવું કરતા ઉઘાડા પગે ચાલવું શું ખોટું ? કારણ કે તેમ કરવાથી કોઈ ચોરી જશે આવો ભય બીલકુલ રહેતો નથી. કદાચ કાંટા વાગે તેની હરકત નથી. વળી મારા રંગમહેલના દરવાજાના બારણા તો સદાય બંધ રહે છે, કારણ કે ગામમાં તો આપણી પ્રશંસાની પ્રથા પથરાઈ રહેલી છે.કદાચ કોઈ ભૂલેચૂકે માગણ માગવા આવે તો તેને બિચારાને ભાનભૂલા થઈ પોતાનું ભાજન છોડી દઈને નાહક નાસવાનો જળકત આવે છે, કારણ કે મેં કૂતરો એવો સરસ પાળેલો છે કે તે ડેલીમાં છાની રીતે છાનોમાનો બેસી રહે છે અને કોઈ માગણ કે બ્રાહ્મણ માગવા આવે ત્યારે કૂતરો તેને એવું બચકું ભરે છે કે આવનાર બિચારો તોબા પોકારી ભીખ માગવાનું ભાજન પણ મૂકી દઇ પલાયન થઇ જાય છે તેથી આપણને તો બમણો લાભ જ થાય છે. બ્રાહ્મણની તાંબડી પણ બચે છે ને લોટ પણ બચે છે. વળી કોઈ આવીને આ સંબંધી પૂછપરછ કરે તો બંદો તો રૂવાબમાં ને રૂવાબમાં એવો જવાબ આપે કે અહીં તાંબડી નથી વળી નિરંતર આવી રીતે ઇશ્વર એકદા જણને ભેટાડી દે તો ઘરમાંથી એક પાઈ પણ ખર્ચ થાય નહિ. વળી કૂતરાને જો છોડી મૂકીએ તો ગામમાં જઈ પોતાનો નિર્વાહ પણ કરી આવે અને મોઢામાં ઘાલી એકાદ રોટલો લેતો પણ આવે તેથી આપણે મહાન ભાગ્યશાળી ગણાઇએ. વળી અત્યારે મારી ગાંઠે એક લાખ રૂ.ની મૂડી છે. તેને ગામના લોકો દેખી શકતા નથી પણ તે પૈસા કાંઇ કોઇના પાસેથી ઉછીના લીધા નથી કે લોકો દેખીને મારા ઉપર અદેખાઈ કરે, કારણ કે મહામહેનતવડે કરીને હજારો પ્રપંચ કરીને આટલી લક્ષ્મી ભેગી કરી છે. વળી દુનિયાના લોકો મહામૂર્ખ છે તેથી જ તેઓ બોલે છે કે પાપ કરે તો નરકે જવું પડે, પણ તે વાત ખોટી છે, કારણ કે સ્વર્ગ નર્ક તો અહી જ છે. આ છેલ્લા શબ્દો તેના મુખમાંથી નીકળે છે તેવામાં ૩૦૦ 300 રૂ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અકસ્માત્ તેની સ્ત્રી મોંધી ત્યાં આવી ચડે છે અને તે તમામ વચનો સાંભળે છે. તે બોલી કે હે સ્વામિન્ ! શું તમને સ્વર્ગ માં જવાનો રસ્તો સૂઝયો છે જો એમ બને તો મનુષ્ય જન્મ સફળ થાય. પોતાની સ્ત્રી મોંઘીના આવા અકસ્માત્ વચનો સાંભળી મઘો બોલ્યો અરે ગાંડી ! હું અહીં એકલો બેસી માંડ માંડ વિચાર કરું છું ત્યાં તું વળી મારા આનંદના રંગનો ભંગ કરવા કયાંથી આવી? જા ઘરે જા, કોઈક ઘરમાંથી ગોટાળો વાળી જશે તો મારે નાહક આત્મઘાત કરવો પડશે. તેની સ્ત્રી બોલી હું તો બીજું કાંઈ કરવા આવી નથી પણ તમો સ્વર્ગ નર્ક બોલ્યા તે કયાં છે તે જોવા આવી છું. તેવા બૈરીના વચન સાંભળીને મઘાએ કહ્યું કે સાંભળ. પૈસાવાળા તે સ્વર્ગવાસી, બીન પૈસાવાળા તે નરકવાસી. કેમ હવે સમજીને? મોઘી બોલી તમારા સાથે મારા પાના પડયા ત્યારથી જ સમજીને બેઠી છું, પણ હે સ્વામિન્ ! તમામ પૈસાવાળા તમારા જેવા કંજુસ નહિ હોય કારણ કે ઇશ્વર પૈસો આપે તો ખાવું પીવું પહેરવું ઓઢવું હરવું ફરવું પુન્ય દાન કરવું કે મળેલા પૈસાની સાફલ્યતા થાય પણ તમારે તો તમામના સાથે વેરઝેર કરવું છે માટે તમારા તમામ પૈસા નકામા છે સમજયાને ? એટલે મઘો ગુસ્સો કરીને બોલ્યો જા જા, હવે શિખામણ દેવાવાળી ! તારા જેવી પંડિતાણીયો બહુ જ થઈ ગઈ છે પણ યાદ રાખજે રાંડ જો કોઈ દિવસ દમડી તોડવાનું કહ્યું છે તો કોઇક દિવસ તને બહેરનકહી રવાના કરી દઇશ. મોંઘી બોલી કે અરે પીટયા કહી દે જટ મા-બહેન એટલે તારાજે ! કંજુસન. હાથમાંથી મારા સદ્ભાગ્યે મુક્ત થઈ નિરાંત પરમાત્માનું ભજન કરું કે મારા ઈહલોક પરલોક બશે સુધરે. આવી રીતે કંજુસની લક્ષ્મી કોઇને કામ નહિ આવતા પરિણામે એળે જાય છે, માટે જેને લક્ષ્મી મળેલી હોય તેણે લોભ છોડીને દાન પુન્ય કરી મનુષ્ય જન્મ સફળ કરવો. ૩૦૧ ભાગ-૬ ફર્મા-ર૧ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (અજાણ્યા ફળના ભક્ષણાદિક નિયમ ઉપર વંક્યલ ક્યો) ઢીંપુરી નગરનીને વિષે વિમલયશા રાજા હતો. તેને પુષ્પ ચૂલ અને પુષ્પચૂલા પુત્રપુત્રી થયા. પુષ્પચૂલ પ્રકૃતિથી જ ઉલ્લંઠ હતો તેથી લોકોએ તેનું નામ વંકચૂલ પાડ્યું. હવે મહાજનના મુખથી વંકચૂલને ઉદ્ધત જાણી તેના પિતાએ ક્રોધ કરી નગરથી બહાર કાઢયો તેથી તે મહાઅરણ્યને વિષે ગયો. રાગથી તેની બહેન પણ તેના પાછળ ગળા ભીલ્લા લોકોએ તેને પોતાની પલ્લીમાં લઈ જઈ પલ્લિપતિ કર્યો. એકદા તે સિંહગુફા પલ્લીને વિષે કોઇક આચાર્ય ગયા. વર્ષાકાળ નજીક હોવાથી રહેવા માટે વસતિ માગી વંકચૂલે કહ્યું જયાં સુધી મારી હદ છે ત્યાં સુધી કોઇને ધર્મોપદેશ ન આપો તો રહેવા દઉં. તમારે મૌન કરવું પડશે. આચાર્યે કહ્યું કે તમારે કોઈ જીવનનો વધ કરવો નહિ. વંકચૂલે પણ તેનો સ્વીકાર કરી વસતિ આપી. ચોમાસુ પૂર્ણ થયા બાદ આચાર્યે કહ્યું : હવે અમો વિહાર કરશું કારણ કે - समणाणं, सउणाणं ममरकुलाणं च गोकुलाणं च । अनिआओ वसइओ, सारइआणं च मेहाणाण ॥१॥ ભાવાર્થ : સાધુઓની, પક્ષીઓની, ભમરાના સમૂહોની, ગાયોના ટોળાની તથા શરદઋતુના મેઘોની વસતી નિશ્ચય હોતી નથી, માટે ચોમાસું પૂર્ણ થવાથી અમો જશુ ત્યારબાદ ગુરુ ચાલવા માંડયા એટલે તેમના પાછળ કેટલીયેક ભૂમિ જઈને વંકચૂલ ઊભો રહ્યો તેને સૂરિએ કહ્યું કે હે ભદ્ર ! હું કહું તે નિયમને તું ધારણ કર – ૧ અજાણ્યું ફળ ખાવું નહિ, ૨ સાત આઠ પગલાં પાછા ફર્યા પછી ઘા કરવો ૩ રાજાની સ્ત્રીનું સેવન કરવું નહિ, ૪ કાગડાનું માંસ ખાવુ નહિ. આ ચારે નિયમો સુલભ તેમજ પોતાનાથી પાળી શકે તેવા હોવાથી વંકચૂલે પણ તે ગ્રહણ કર્યા અને ગુરુને નમસ્કાર કરી ઘરે ગયો. એકદા તે ચોર લોકોની સાથે સાર્થને લૂંટીને અરણ્ય પેઠો. ત્યા સુધાતુર થયેલા ચોર લોકોએ કિંપાકના ફળો ખાધા પણ પોતે તેનું નામ નહિ જાણવાથી તે ફળો ખાધા નહિ (૩૦૨) ૩૦૨ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જેણે ફળો ખાધા હતા તે ફળની અસરથી મરણ પામે તેથી વંકચૂલે વિચાર્યું કે મારા નિયમનું ફળ મારો બચાવ કરનારું થયું. ત્યારબાદ રાત્રિએ પોતાના ઘરને વિષે પેઠો. તે અવસરે પોતાની સ્ત્રીની સાથે સુતેલા પુરુષને જોઈ ક્રોધ પામી તેણે હણવાની બુદ્ધિથી પોતાના નિયમને સંભારી સાત આઠ ડગલા પાછો ફરી જેવો તરવાર ઊંચી કરવા જાય છે તેવામાં તરવાર પાછળ રહેલા બારણા સાથે અથડાવાથી તેનો શબ્દ થતાંની સાથે જ તેની બહેને કહાં તું કોણ છે? તેના સ્વરથી પોતાની બહેનને જાણી પૂછ્યું કે તે પુરુષનો વેષ શાથી લીધો ? તેણીએ કહ્યું કે પુરુષના વેશથી નટડાનું નાટક જોઈ હું અહીં જ સૂઈ રહી. તે સાંભળી ગુરુના વચનની પ્રશંસા કરવા લાગ્યો. એકદા ત્યાં આવેલા સૂરિના શિષ્યને નમીને ધર્મોપદેશ સાંભળવા બેઠો અને સાંભળીને તે જ પલ્લીમાં ચર્મણવતી નદીને તીરે શ્રી મહાવીરસ્વામીનો પ્રાસાદ કરાવ્યો તે તીર્થ થયું. કાલાંતરે એક વાણીઓ પોતાની સ્ત્રીની સાથે ત્યાં યાત્રા કરવાને માટે ચાલ્યો. અનુક્રમે ચર્મણવતી નદી ઉતરવા માટે તે બન્ને જણા નાવમાં બેઠો અને ત્યાં ચૈત્યના શિખરને દેખીને વાણિયાની સ્ત્રીએ સોનાના કચોલામાં ચંદન ભરીને વધાવવા માટે ફેંકતા હાથમાંથી કચોળું રાજાનું રત્ન જડેલું ઘરેણે રાખેલ છે માટે તેને ઉત્તર શું આપીશ? તેથી નાવિકને નદીમાં ઉતાર્યો. ત્યાં નદીમાં પાર્શ્વનાથ મહારાજના ખોળામાં પડેલું દેખીને તેને લઈને વાણિયાને આપ્યું. તે રાત્રિને વિષે નાવિકે સ્વમ દેખ્યું કે નદીમાં નાખેલી પુષ્પની માળા જયાં જઇને સ્થિર રહે ત્યાં જઈ જોઇને જે બિબ નીકળે તે વંકચૂલને આપવું. નાવિકે તેમ કરવાથી વંકચૂલે તેને દાન આપી મહાવીરસ્વામીના પ્રાસાદમાં બહારના મંડપમાં પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. ત્યારબાદ નવીન ચૈત્ય બનાવવાને તે બિંબને લેવા માટે ઘણા મનુષ્યો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ બિંબ ત્યાં જ રહ્યું ચાલ્યુ નહિ એ અદ્યાપિપર્યત ત્યાંજ છે વળી પાછું નાવિકે કહ્યું કે હે સ્વામિનું! ત્યાં નદીમાં બીજું બિંબ તથા સુવર્ણરથ છે ત્યારબાદ વંકચૂલે પોતાની 303 For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સભામાં માણસોને પૂછયું કે તે લોકો ! તમે આ બિંબની કાંઈ પણ વાત જાણો છો ? તેથી એક વૃદ્ધ માણસ બોલ્યો કે-પૂર્વે પ્રજાપાળ રાજા સૈન્ય લઈને શત્રુના સાથે યુદ્ધ કરવા ગયો તેથી ભય પામી તેની રાણીએ આ પોતાનું સર્વરવ છે એમ જાણીને તે બિંબને સુવર્ણરથમાં બેસારી, આ જલદુર્ગ છે એમ જાણીને પોતે રથમાં બિંબને લઇને બેસીને ચર્મણવતી નદીના મધ્ય ભાગે નાવડામાં રહી. એવામાં કોઇ દુર્જન દુષ્ટ માણસે રાજા રણસંગ્રામમાં મરાણો એમ કહેવાથી રાણીએ નાવનો ત્યાગ કરી રથ અને બિંબની સાથે નદીમાં પ્રવેશ કર્યો. રાણી પરમાત્માના ધ્યાનથી અધિષ્ઠાયક દેવી થયેલ હશે. અન્યથા અહીં મહિમાં ન વધે. તેમાં એક બિંબ તમારા હાથમાં આવેલ છે અને બીજું બિંબ નદીમાં જરૂર હશે. તે સાંભળી બિબ કાઢવા બહુ જ મહેનત કરી પરંતુ નીકળ્યું નહિ. તેની વાત એવી રીતે સંભળાય છે કે હજી વર્ષ મધ્યે એક દિવસ દર્શન આપે છે. શ્રીવીરના બિંબની અપેક્ષાએ પાર્શ્વનાથનું બિંબ ઘણું જ નાનું હોવાથી મહાવીરનો આ દેવબાળક છે એમ માની ચેલ્લણ એવું નામ લોકોએ પ્રકટ કર્યું. તે સિંહ ગુફાપલ્લી અનુક્રમે મહાનું નગર થઈ ગયું. હાલમાં પણ શ્રીવીર ચલ્લણ પાર્શ્વનાથ સહિત છે શ્રીસંઘ જાત્રા કરીને ઉત્સવથી તેનું આરાધન કરે છે. અન્યદા વંકચૂલ ઉજજયિની નગરીમાં રાજાનો ભંડાર ચોરવા ધોને પુંછડે વળગી મહેલમાં પેઠો. તેમાં ભંડાર દેખ્યો ત્યાં રૂષ્ટમાન થયેલી રાજાની પટરાણીએ તેને દેખ્યો અને પૂછ્યું કે તું કોણ છે? વંકચૂલે કહ્યું કે હું ચોર છું. તેણીએ કહ્યું કે ભય ન રાખ અને મારો સંગ કર. તેણે કહ્યું કે તું કોણ છે ? તે બોલી કે હું રાજાની પટરાણી છું. ચોરે કહ્યું જો એમ જ છે તો તું મારી માતા છે માટે જાઉં છું. એમ કહી ચાલવા માંડ્યો. રાણીએ પોતાનું શરીર નખથી વલુરી નાખી પોકાર પાડયો તેથી આરક્ષકે આવી વંકચૂલને બાંધ્યો. ત્યાં તે અવરારે ગુપ્તચર્યાથી રાજા જોતો હતો તે વિચારવા લાગ્યો કે અહો ! સ્ત્રીચરિત્ર કેવું છે ? ત્યારબાદ પ્રાતઃકાળે સભાને વિષે વંકચૂલને લઇ ગયા. રાજાએ તેને M૩૦૪ - For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બંધનથી છૂટો કર્યો તેથી રાજાને નમસ્કાર કરીને બેઠો.રાજાએ પૂછયું કે મારા મંદિરમાં તું કેમ પેઠો ? વંકચૂલે કહ્યું કે હે દેવ ! ચોરી કરવા. પછી તમારી રાણીએ દેખ્યો.આટલું બોલી મૌન કર્યું. વિશેષ પૂછવાથી પણ રાજાને કહેતો નથી અને રાજા તુષ્ટમાન થયો. પોતાને પુત્ર ના હોવાથી પુત્ર કરીને રાખ્યો અને રાજા રાણીને મારતો હતો તેની અકાયત કરી. વંકચૂલ ચિતવના કરવા લાગ્યો કે અહો જે નિયમો કરેલા છે તેનો ફળો બહુ જ સારો મળ્યા એવી રોજ ચિંતવના કરે છે. એકદા રાજાયે યુદ્ધ કરવા મોકલ્યો ત્યાં યુદ્ધમાં ઘણા પ્રહાર પડવાથી લોકોએ રાજા પાસે આણ્યો સારું કરવા રાજાએ ઘણા વૈદ્યોને બોલાવ્યા. તેમણે કાગડાના માંસનું ઔષધ બતાવ્યું. વંકચૂલને તેનો નિયમ હોવાથી ઇચ્છતો નથી. તે વખતે તેના મિત્ર જિનદાસને રાજાએ બોલાવ્યો જિનદાસ અવંતી પ્રત્યે આવતો હતો. તેણે રસ્તામાં બેદેવીઓને રૂદન કરતી દેખી પૂછવાથી બોલી કે સૌધર્મ દેવલોકને વિષે વસનારી દેવીઓ છીએ.કાગડાના માંસને ત્યાગ કરીને વંકચૂલ અમારો સ્વામી થવાનો છે, પણ તારા વચનથી નિયમ તોડીને નરકે જશે તેથી રૂદન કરીએ છીએ. તે સાંભળી જિનદાસે કહ્યું કે હું તેને નિયમમાંદેઢ કરીશ. એમ કહી રાજા પાસે ગયો. રાજાએ વારંવાર કહ્યા છતાં પણ નહિ માનતા વંકચૂલને નિયમમાં દઢ કર્યો નિર્ધામણા કરાવવાથી કાળધર્મ પામીને વંકચૂલ બારમે દેવલોકે ગયો. જિનદાસ પાછો પોતાના ઘર તરફ ફર્યો અને રૂદન કરતી દેવીઓને કહ્યું હવે શું કામ રુદન કરો છો ? મેં તેમને માંસ ખવરાવ્યું નથી. તેણીએ કહ્યું કે અધિક નિયમથી તે બારમે દેવલોક ગયો. તે સાંભળી હરખ પામીને જિનદાસ પોતાને ઘરે ગયો. ઢીંપુરી તીર્થ થયું તેનું સ્થાપન કરનાર વંકચૂલ થયો. આવી રીતે સ્વલ્પ નિયમથી પણ વંકચૂલ ઘણું ફળ પામ્યો ત્યારે તમામ પ્રકારના અભક્ષ્ય પદાર્થો અને અજાણ્યા ફલાદિકને ત્યાગ કરી જીવો સર્વ પ્રકારના સુખ પામે તેમાં આશ્ચર્ય નથી. ૩૦૫ 3૦૫ ~ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (અભક્ષ્ય વસ્તુ ત્યાગ ઉપર થાવર માતંગ ક્યા) કનકપુર નગરને વિષે જિનચંદ્ર નામનો શ્રેષ્ઠી હતો તેને શીયલવતી નામની સ્ત્રી હતી. તેને ગુણસુંદર નામનો પુત્ર હતો, પરંતુ તે ધર્મ રહિત હતો. તેની માતાએ કહ્યું હે પુત્ર ! તું વાસી અન્નાદિક વસ્તુનું ભોજન ન કર, કારણ કે વાસી અનાદિકના ભોજનાદિક કરવાથી શરીરને વિષે દાદર, કરોલિયા, બાંભણી, વાયુ, બુદ્ધિહીનતા અને ધર્મભ્રષ્ટતાદિક બહુ જ દોષો ઉત્પન્ન થાય છે, તેમજ ઘણા ત્રાસજીવોની હાનિ થાય છે. માટે તું અમૃતસૂરિ પાસે જઈને પૂછી જો અને અભક્ષભક્ષણના દોષો સાંભળ ત્યારબાદ ઉદ્યાનને વિષે આવેલા તે ગુરુ પાસે જઈ નમસ્કાર કરીને દોષો પુછવાથી ગુરુએ કહ્યું કે સુભગનગરને વિષે થાવર નામનો માતંગ છે તે તને કહેશે. ત્યારબાદ ત્યાં જઈ થાવર માતંગનું ઘર પૂછીતેને મળી અભક્ષભક્ષણના દોષો પૂછયા. તેણે કહ્યું કે કહીશ.પછી થાવર માતંગે ગૃહસ્થના હાટથી તેને શાલિઆદિર આપાવ્યું તે લઈને ગુણસુંદર કૃપણને ઘરે ગયો. ત્યાં પૈસા આપીને રસોઇ કરાવી જ્યારે ભોજન કરવા બેઠો ત્યારે કૃપણની સ્ત્રીએ કહ્યું કે ક્યાંથી આવે છે ? તેણે સર્વ કહ્યું તેથી તેણીએ જાણ્યું કે આ તો મારો ભાઈ છે. બીજે દિવસે તે જતો હતો તેની બહેને આગ્રહ કરીને રાખ્યો અને દુકાને જઇ પોતાના પતિ પાસે શાલિઆદિકની માગણી કરી. તેણે કહ્યું કે વાલ અને તેલ લઈ જઈને ભોજન કરાવ. તેણીએ બીજાના હાટથી ઘી, લોટ, સાકર વિગેરે લઇને ઘેવરાદિક ભોજન સામગ્રી તૈયાર કરી. તે દેખી બહુ જ ખેદ પામી ક્રોધ કરી, ખરાબ અન્નનું ભોજન કરી ચિંતાથી હૃદયસ્ફોટ થવાથી તેનો પતિ મરણ પામ્યો અને ભાઇને બહેને ભોજન કરવા બેસાર્યો તે વખતે સ્ત્રીએ પતિનું મરણ જાણ્યું, પરંતુ અપુનિયાનું દ્રવ્ય રાજા લઇ જાય તેવા ભયથી કોઈને જણાવ્યું નહિ અને તેને ખાડામાં નાખી દાટિ દઇ પોતાના ભાઈને કહ્યું કે તું ચાર ક્રોડ દ્રવ્યથી વ્યાપાર કર. લોકોની આગળ કહેજે કે શેઠ વેલાકુલે સમુદ્ર પાર ગયા છે. તેના જીવવાથી મંડિતાને મરવાથી રંડિતા, 306 For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રૂદન અને શોક કરવાવડે કરીને શું ? એવા બહેનના વચનો સાંભળી હાટ ઉપરવેપાર કરવા માંડયો. થાવર માતંગ જયારે ગુણસુંદરને વાણિજયા હાટથી શાલિ આદિ અપાવી ઘરે ગયો. ત્યારે ભોજન સમયે તેની સ્ત્રીએ કહ્યું કે હાલમાં તો આ જ વસ્તુ તૈયાર છે. એમ કઠોર વચનો કહી બત્રીશ પહોરની વાસી છાશ અને વાસી ભોજન પીરસ્યું તે કાંઇક અંધકારને વિષે અને વાસી ભોજનનો નિયમ હતો તે જાણવા છતાં પણ ખાધું તેથી ગાઢ નિદ્રામાં શૂળના રોગથી મરણ પામી ગુણસુંદરની બહેનની કુક્ષીમાં ઉત્પન્ન થયો. કેટલાક દિવસ ગયા પછી ગુણસુંદર માતંગના પાડાને વિષે ગયો. ત્યાં થાવરના ઘરમાં આક્રેટ જાણી લોકોને પૂછયું કે થાવર કયાં છે ?તેઓએ કહ્યું કે મરણ પામ્યો. તે સાંભળી અત્યંત ખેદ પામી બોલ્યો કે હા, હા, આ શું થયું? સંદેહ પણ ભાગ્યો નહિ તેથી ઘરે જવાની તૈયારી કરી. તેની બહેને કહ્યું કે હું હાલમાં સગર્ભા છું. પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રહે તેથી તે રહ્યો એકદા હાટને વિષે રહેલા તેને એક સ્ત્રીએ આવીને કહ્યું કે હે ભાઈ ! તારો ભાણિયો તને બોલાવે છે. તે સાંભળી આશ્ચર્ય પામી ઘરે ગયો. તેને તત્કાળ ઉત્પન્ન થયેલા બાલકે કહ્યું તું જલ્દી થાવરને ઘરે જા. ત્યાં તેની સ્ત્રીને બાળક ઉતાશ થયો છે તે મારી નાખે છે, માટે પ્રથમ તું તે બાળકનું રક્ષણ કર. ગુણસુંદરે ત્યાં જઈને કહ્યું કે આ કામ તું શું કરે છે ? શા માટે હિંસા કરે છે ? માતંગી બોલી કે શું કરું ? આ મારી કુક્ષિમાં આવ્યો કે તરત તારો મિત્ર મરણ પામ્યો. ઘરમાં કેવળ દારિદ્રય જ છે. માટે જીવાડીને શું કરું? ગુણસુંદરે બહુ ધન આપી તેને છોડાવ્યો અને પોતાને ઘરે આવ્યો. ભાણેજે કહ્યું હે મામા ! તારો સંદેહ ભાંગ્યો કે ? મામાએ કહ્યું કે ન ભાંગ્યો બાળક બોલ્યો કે તારી સાધર્મિક ભાઇની ભક્તિ કરી અભક્ષના નિયમને પાળી થાવર નામનો માતંગ હું ચાર કોટી દ્રવ્યનો સ્વામી તારો ભાણેજ થયેલ છું કાંઇક નિયમને વિરોધી તે ભવનને વિષે શૂળ રોગની મહાવ્યાધિથી મરણ પામ્યો અને ખરાબ વાસી અન્ન ભક્ષણ કરવાથી તારો બનેવી શેઠ થાવર માતંગને ઘરે જન્મ્યો છે, માટે આજથી 309 For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તું અભક્ષ્યનો નિયમ કર. તે નિયમ લઇને ગુણસુંદર પોતાને ઘરે આવ્યો અને માતાને તમામ વાત કરી તેથી હર્ષ પામી. કારણ કે અધમમાતા પુત્ર જે માર્ગે ચાલતો હોય તે માર્ગે ચાલે છે. મધ્યમ માતા પુત્ર દ્રવ્ય ઉપાર્જન કરે ત્યારે રાજી થાય છે. ઉત્તમ માતા છોકરો સારા સારા પ્રકારના સુકત કર્તવ્યો કરે છે ત્યારે રાજી થાય છે. એકદા ગુણસુંદરે ગુરુએ કહ્યું કે હે સ્વામિન્ ! મારો સંદેહ તો ભાગ્યો પણ મારા ભાણેજને જન્મતાની સાથે વાણી બોલવાની શક્તિ કયાંથી આવી? ગુરુએ કહ્યું કે માતંગે છેલ્લે સમયે પોતાના મિત્ર ચેટકને કહયું હતું કે સુંદરનો સંશય મારાથી ભાંગ્યો નથી માટે મારે શું કરવું. દેવે કહાં કૃપણના ઘર વિષે તારે મુખે હું ઊતરીને સંશયરહિત કરીશ, તેથી તેને વાણી થઈ. ગુરુના વચનો સાંભળીને સુંદરે પ્રથમ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને પાછળથી સાધુ ધર્મ પાળી દેવ થયો. આવું જાણી ઉત્તમ જીવોએ પથુષિત વાસી અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરી પોતાના અંતરાત્માને પવિત્ર કરવો જોયોહાલમાં વાસી ભક્ષણનો પ્રચાર આપણામાં બહુ જ વૃદ્ધિ પામ્યો છે તેને જલાંજલિ દેવી જોઇએ. (ઉધમે મેઘરાજના સુબુદ્ધિ મંત્રીની કથા) શ્રાવસ્તિ નગરીને વિષે મેઘરથ રાજા રાજય કરતો હતો. અન્યદા તેની સભાને વિષે કોઇક નિમિત્તવેત્તા આવ્યો. તેને મંત્રીએ કહ્યું કે કાંઇક નિમિત્ત કહે. તે બોલ્યો કે આજથી સાતમે દિવસે આ નગરના અધિપતિના મસ્તક ઉપર વીજળી પડશે. તેનાં વચનો સાંભળી સર્વ લોકો ભયભીત થઈ ગયા ત્યારબાદ રાજાએ મંત્રીને કહ્યું કે શું કરવું ? કોઈ કહે નાવમાં બેસી સમુદ્રમધ્યે રહેવું, કોઈ કહે પર્વતની ગુફાને વિષે ભરાઇ બેસવું. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું રાજન્ ! ધર્મજાગરણ કરવું. તેના પ્રતાપે તમામ વિનો દૂર થઇ જાય છે. વિશેષમાં હાલમાં એક પાષાણની મૂર્તિ કરાવી તેનો રાજ્યાભિષેક કરી નગરનો અધિપતિ તેને 43૦૮ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્થાપવો. રાજાએ તેમ કરી પોતે પૌષધ લીધો અને જિનેશ્વરમહારાજના મંદિરને વિષે રહ્યો સાતમે દિવસે વરસાદ પડવાથી પત્થરની મૂર્તિ ઉપર વીજળી પડી. મંત્રીની બુદ્ધિથી રાજા કુશળ રહ્યો તેથી તમામને હર્ષ થયો અને મંત્રીની બુદ્ધિની તમામ લોકો પ્રશંસા કરવા લાગ્યા. ( ઉધમે જ્ઞાનગર્ભ મંત્રીની ક્યા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જીતશત્રુ રાજા હતો. તેને પોતાની બુદ્ધિથી વનસ્પતિને પણ જીતનાર જ્ઞાનગર્ભ નામનો મંત્રી હતો. તે બન્નેના પ્રેમમાં ફક્ત વાણી અને કાયાનો જ ભેદ હતો તેથી બન્નેને ખેદ થયો હતો. એકદા રાજસભામાં બેઠેલો રાજાએ મંત્રીને કહ્યું કે તું મને પ્રાણથી પણ અધિક વલ્લભ છે કદાચિત્ બ્રહ્મા આવીને પણ તારું વાંકું બોલે તો પણ હું માનું નહિ. એવામાં કોઇક સિદ્ધપુત્ર નિમિત્ત વેત્તા આવ્યો. રાજાએ તેને કહ્યું કે કાંઇક સ્પષ્ટ નિમિત્ત કહે, નિમિત્તિયાએ કહ્યું કે એક માસને અંતે તું જ્ઞાનગર્ભ મંત્રીને તેના કુટુંબ સહિત મારીશ એવું નિમિત્ત હું જાણું છું. તે સાંભળી ક્રોધાનલથી જવાજલ્યમાન થઈ રાજાને હોઠ ફફડાવીને કહ્યું કે હે દુર્ભાષી નિમિત્તક ! તું મારી દૃષ્ટિથી આઘો જા અને મંત્રી કુટુંબ સહિત કુશળ હો. આ પ્રમાણે રાજાના અભિપ્રાયને જાણીને તેના સેવકોએ નિમિત્તકના કપાળમાં અર્ધ ચંદ્ર કરીને નગર બહાર કાઢયો તે વિચારવા લાગ્યો કે અસ્થાનને સત્ય વચન પણ કાઢવાથી સુખ આપે નહિ, કારણ કે નાળિયેરના પાણીમાં કપૂર નાખવાથી સારાવાટ થતી નથી, માટે મારે કોઈ દિવસ આવી કઠોર વાણી બોલવી નહિ. આ બાજુ મંત્રી વિચાર કરે છે કે નિમિત્ત કર્મફળને સૂચવનારૂ છે. માટે તેના બોલનારા ઉપર દ્વેષ અને મારા ઉપર પ્રેમ આ બંધુ સ્નેહનું જ કારણ છે. વળી રાજા મદે ચડે ત્યારે હસ્તિના પેઠે કાન પકડી તેનું વારણ કરી શકાતું નથી, માટે ભવિષ્યમાં બૂરું ન થાય તેવા પ્રકારના ઉપાયો યોજવા તે ઉત્તમ માણસનું કર્તવ્ય છે. આ પ્રમાણે વિચાર કરી વેગથી તે ઉદ્યાનને 30: ભાગ-૬ ફર્મો-૨૨ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે ગયો અને નિમિત્તકને સારા પ્રકારના આદરમાનથી બોલાવીને દાન આપી સત્કાર કરી કહ્યું. રાજા પોતાના દેશમાં જ પૂજાય છે અને તમારા જેવા સર્વ જગ્યાએ પૂજાય છે, કારણ કે રાજાઓ અને પંડિતોમાં ઘણું અંતર હોય છે. વળી વિદ્વાનો ભક્તિવડે ગ્રહણ કરવા લાયક હોય છે. પરંતુ કોઈ દિવસ બળવડે ગ્રહણ કરી શકતા નથી, માટે તું મારા ઉપર પ્રસન્ન થઈને હું પુછું તેનો ઉત્તર આપ. એવું બોલીને કહ્યું કે મને રાજાથી કોના નિમિત્તે ઉત્પાત થશે ? નિમિત્તિયારને કહયું કે તારા મોટા દીકરાથી ઉત્પાત થશે. ત્યારબાદ નિમિત્તિયાને વિસર્જન કરી, તેનું કહેવું ચિત્તમાં ધારણ કરી પરમેષ્ઠીના નામના જાપ જપતો મંત્રી કાળ નિર્ગમન કરવા લાગ્યો. ત્રણ દિવસ બાકી રહ્યા ત્યારે બુદ્ધિમાન મંત્રીએ પોતાના મોટા પુત્રને પેટીમાં સ્થાપન કરી રાજાએ કહ્યું કે હે સ્વામિન્ ! આ પેટીમાં મારું સર્વસ્વ છે, માટે યત્નથી સાચવી રાખશો, કારણ કે મને ઉત્પાતનો ભય હોવાથી સારી વસ્તુ તમારા હસ્તગત હો. ઉત્પાત નિવર્ત માન થયા પછી સ્નેહ ફળ આપનાર થશે. આવી રીતે કહીને મહામંત્રી નિરંતર સુકૃત કાર્યો કરવા લાગ્યો છે. તેવામાં નિમિત્તિયાએ કહેલો દિવસ આવ્યો અને રાજાના અંતઃપુરને વિષે કોળાહળ થયો કે “મંત્રીનો મોટો પુત્ર રાણી પાસે વિષયની પ્રાર્થના કરે છે. રાણી નહિ માનવાથી હઠથી રાણીનો ચોટલો કાપીને જાય છે માટે દોડો રે દોડો” આવો કોળાહળ થયેલો સાંભળી રાજાએ ક્રોધ કરીને કહ્યું કે મંત્રીને કુટુંબ સહિત મારો . એવો હુકમ સાંભળી મંત્રીએ વિચાર્યું કે તમામ બીના નિમિત્તિયાના કહેવાથી બની ગઈ અને મારા ઉપર સ્નેહ હતો તે પણ રાજાને અગ્નિને વિષે ઘીના હોમવા જેવો થયો. ત્યારબાદ વૃદ્ધ મનુષ્યોદ્વારા ઘર મંત્રીએ રાજાને વિનતિ કરીને કહેવરાવ્યું કે સાહસ કરવું ઉચિત નથી. પૂરવે નિમિત્તયાનું વચન ન માનવાથી આ ફળ આવ્યું. વળી આ વિડંબના દેવ સંબંધી છે. જો આ વાત આપ ખોટ માનતા હો તો પેટી ઊઘાડીને જોઈ લ્યો અને પછી આપને જે યુક્તાયુક્ત લાગે તે કરો. મંત્રીના આવા M૩૧૦) For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વચનોથી રાજાને વિવેકરૂપી અંકુરો ઉત્પન્ન થવાથી પેટી ઊઘાડીને જોયું તો અંદર મંત્રીના મોટા પુત્રને દેખ્યો તે હસતો હતો. તેના હાથમાં છરી અને રાણીનો ચોટલો હતો. તે તેમાંથી નીકળીને રાજાના ચરણકમળને નમ્યો અને છરી તથા વેણી હાથમાંથી મૂકીને કયાંઇક ચાલ્યો ગયો અને લોકોનો કોલાહલ પણ શાંત થયો.ઉત્પાત શાન્ત થવાથી મંત્રીએ પણ તમામ વાત કહીને કહયું કે હે દેવ ! કોઇક વ્યંતર વૈરી દેવે આ બીના બતાવી છે. જો એમ ન હોય તો મારા પુત્રથી આવી વાત બની શકે જ કેવી રીતે ? આવો કર્મનો પ્રપંચ છે તે પણ બુદ્ધિબળથી વારણ કરી શકાય છે અને કર્મના ફળરૂપ ભાવીને પણ બુદ્ધિબળથી નષ્ટ કરી શકાય (અવસરે બોલવા ઉપર ભૂકંડ ચોરની ક્યા) जनैर्यदु क्तं समयानुरुपं, तदेप वाक्यं मधुर सुधावत् । चौरेणः सम्यग् यदरंजि भट्टि नष्टेतिवाक्यात्पृथ्वीश्वरोऽपि ॥१॥ ભાવાર્થ : સમયને અનુસરીને જે વચન કહેલું હોય છે તે વચન અમૃત ના સમાન મનોહર ગણાય છે, કારણ કે ભટ્ટિનર ઇત્યાદિવાકયના બોલનારા ચોર બ્રાહ્મણે રાજાને રંજિત કર્યો. કાશમીર દેશના મધ્ય વર્તતા મહાનંદી નાના નગરને વિષે નાના પ્રકારના શાસ્ત્રોને વિષે નિપુણ અને પંડિતોને પ્રિય એવો ભૂધર નામનો રાજા વાસ કરતો હતો. તે નગરને વિષે વસનારો કવિકલાને વિષે કુશલ ભુકુંડ નામનો એક બ્રાહ્મણ દુર્દેવના વશથી ચોરી કરતો હતો. એકદા રાત્રિને વિષે ચોરી કરવા ભટકનારા તેને કોટવાળે પકડ્યો અને બાંધીને રાજા પાસે અણ્યો. ચોરનો વધ કરસો એવા નીતિવચનને જાણીને રાજાએ તેનો વધ કરવાનો હુકમ કર્યો, તેથી રાજાના માણસો તેને શૂળી પાસે લઇ ગયા. ચોરે રાજાના માણસોને કહ્યું કે હે ભદ્રો ! મને એક વાર રાજા પાસે લઈ જાવ. આવું તેનું વચન તેને બ્રાહ્મણ જાણી રાજાના ૩૧૧ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માણસોએ માન્યું તે વાત રાજાને જણાવી. રાજાએ તેને પોતાની પાસે લાવવાની હા પાડવાથી માણસોએ રાજસભામાં લાવેલો. તે બોલ્યો - भट्टिनष्टो भार्गवश्वापि नष्टो, भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भूकुंडोहं भूधवस्त्वं च राजन् ! म्भानां पंक्तौ संप्रविष्ट, कृतांतः ॥१॥ ભાવાર્થ : ભક્ટિ મરણ પામ્યો, ભાર્ગવ પણ મરણ પામ્યો, ભિક્ષુ મરણ પામ્યો, ભીમસેન પણ મરણ પામ્યો. હું ભૂકુંડ છું ને હે રાજનું ! તું ભૂધવ-રાજા છે, માટે હે રાજન્ ! ભાની પંક્તિમાં કૃતાંત જમરાજ પેઠો છે. સબબ આજે મારું મરણ છે તો કાલે તારો પણ વારો આવશે. આવી રીતે ચતુર જીવોના ચિત્તને ચમત્કાર કરનાર તેના કાવ્યને શ્રવણ કરી તુષ્ટ માન થયેલા રાજાએ હવે પછી તારે ચોરી ન કરવી એમ કહી ઘણા પ્રકારે સુવર્ણ વસ્ત્રાદિકનું દાન આપી વિસર્જન કર્યો ભૂકુંડ પણ પોતાને ઘરે ગયોને ચોરીને ત્યાગ કરી સુખી થયો. શુદ્ધાશુદ્ધ વિષે સુવર્ણન ગુંજાની ક્યા) એકદા એક જણે ચણોઠીની સાથે સમા તાજવામાં તોળવા માટે નાખેલું સોનું બોલ્યું - કાંચ હું શોભા બહું, ઉત્તમ મારી જા, કાલા મુખની ગુંગચી, તુલી હમારે સાથે, ૧ टंकछेदेन मे दु:खं, न दाहं न च घर्षणे । एतदेव मह दुःखं, गुंजया सह तोलनं ॥२॥ ભાવાર્થ : મને ટાંકણાથી છેદે છે અગ્નિથી બાળે છે પત્થરના સાથે ઘસે છે તે દુઃખ નથી, પણ ચણોઠીના સાથે મને તોળે છે તે જ મને મહાદુઃખ થાય છે. આવી રીતે સોના કહેવાથી ચણોઠી ગર્વ કરીને બોલી કે - રતિ રૂપે હું રૂઅડી, રતિ જ મારું નામ, સોનાસરી સ્તોલીયે, એ મુજ દહે કુઠામ. ૧ ન ૩૧૨) For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવી રીતે સાંભળી ચણોઠીને સોનાએ કહ્યું કે – સુણ રે ગુંજા બાપડી, મ કરીશ તું અભિમાન, આ વહુતાસ ન પેશીયે, લાભ જેમ પ્રમાન, ૨ ત્યારબાદ બન્ને જણા પોતાની શુદ્ધિને માટે અગ્નિમાં પડયા ગુંજા નિસ્સાર હતી, તેથી મુખે દાજવાથી તેનું મુખશ્યામ થયું. હાલમાં પણ તે કાળા મુખવાળી હોવાથી પાછી જાય છે અને સુવર્ણ તો દિવ્ય કરવાથી અગ્નિમાંથી નીકળીને વિશેષ શુદ્ધ થવાથી દુનિયામાં યશ માન પામવાવાળું થયું, માટે જયારે કામ પડે ત્યારે જ જે શુદ્ધ થાય તે શુદ્ધ ગણાય છે. (સ્વભાવ ઉપર શોભન શ્રેષ્ઠી તથા કમમંજરી વેશ્યાની ક્યાં निवारितापि प्रकृतिः प्रयत्नै-नैवोष्णताग्नेरिव यांति जंतोः । सुशिक्षितं कृत्यमपीह मुक्त्वा, घटोंदुरान् यज्जगृहे बिडाल: તારા | ભાવાર્થ : અનેક પ્રકારે નિવારણ કર્યા છતા પણ જેમ અગ્નિ ઉષ્ણતાનો ત્યાગ ન કરે તેમ જીવોની પ્રકૃતિ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા છતાં પણ બદલાતી નથી, કારણ કે સારા પ્રકારનું શિક્ષણ આપીને શિક્ષા આપ્યા છતાં પણ બિલાડાએ ઘડાને વિષે રહેલાં ઉંદરોને પકડયા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતસ> રાજાને અત્યંત માનનીય અને રૂપસૌભાગ્યના નિધાન સમાન સંપત્તિવાળો બુદ્ધિમાન શોભન નામનો શેઠીયો વસતો હતો. ત્યાં રાજાને ચામર વીંજનારી કામમંજરી નામની એક વેશ્યા હતી. એકદા પ્રસ્તાવે શ્રેષ્ઠી રાજાની સભામાં બેઠો હતો ત્યારે વેશ્યા બોલી કે સારી રીતે શિક્ષણ આપેલા જીવો પણ પોતાની પ્રકૃતિનો ત્યાગ કરીને સારી વૃત્તિવાળા થાય છે. આવી રીતે વારંવાર વિરૂપ શબ્દને બોલનારી વેશ્યાને ઇર્ષાવડે કરીને શોભન શેઠે કહ્યું પારકી દ્રાક્ષને ગધેડો ખાઈ જાય તો કાંઈ હાનિ જેવું દેખાતું નથી, પરંતુ તે અસમંજસ દેખાવાથી મને ખેદયુક્ત થાય છે, માટે હે ભદ્રે ! ૩૧૩ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બહુ શિક્ષણ આપ્યા છતાં પણ નીચ જીવકદાપિકાળે પોતાના સ્વભાવને ત્યાગ કરી શકે જ નહિ કહ્યું છે કે – काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके । मूर्ख सज्जनसंगमे न रतमे दासो नसिंहासने ॥ कुस्त्री सज्जनसंगमे न रमते नीचं जनं सेवते । या यस्य प्रकृतिस्वभावजनिता केनापि न त्यज्यते ॥१॥ ભાવાર્થ : કાગડો કમળ વનને વિષે પ્રીતિ કરતો નથી, હંસ કૂવાના પાણીને વિષે પ્રીતિ કરતો નથી, મૂર્ણ સજ્જન માણસના સંગને વિષે પ્રેમ કરતો નથી, દાસ સિંહાસનને વિષે પ્રેમ કરતો નથી, ખરાબ સ્ત્રી સજ્જનના સંગમાં રમતી નથી અને નીચ પુરુષને સેવે છે, માટે જેની જેવી પ્રકૃતિ પડેલી હોય છે જેનો જેવો પ્રથમથી જ સ્વભાવ પડેલો હોય છે તેને કોઈ પણ ત્યાગ કરી શકતા નથી. એવા પ્રકારને બન્ને નિરંતર વાદ વિવાદ થવાથી એકદા રાજાએ વેશ્યાને કહ્યું કે હે ચામરધારિણી! તું તારું વચન સત્ય કરવા માટે કાંઇ પણ તેવું દૃશ્ય દેખાડ એટલે તારું કહેવું સમ્યક્ પ્રકારે મારા માનવામાં આવે. અન્યથા શ્રેષ્ઠી સત્યવાદી અને તું ભૂષાવાદી આવી રીતે રાજાએ કહેવાથી વેશ્યાએ એક બિલાડાના બાળકને નાનપણથી સારી શિક્ષા રાપવાથી તે બિલાડાનો બાળક નિપુણતાથી તાંબૂલ આપવું, દીપક ધારણ ક રવો, ચામર વીંજવા, પાણી લાવીને પાવું, લુગડા ધોવા વિગેરે રાજાના કાર્યો કરવા લાગ્યો તેથી પોતાના તમામ કાર્યો કરવાથી રાજાએ સભામાં વેશ્યાની પ્રશંસા કરી કે અહો ! અહો ! આનું કહેવું સત્ય છે કે આ બિલાડો પશુ છે છતાં પણ ચતુર માણસની પેઠે તમામ કામ કરે છે, આવી રીતે વર્ણન કરવાથી નાક અને મુખને મરડીને વેશ્યા બોલી કે હે સ્વામિન્ ! હીંગ, મીઠું, મરચું, તેલ વેચનારા આ બિચારા રાંકડા વાણિયાઓ શું જાણે, કારણ કે અમારું વેશ્યાનું કુલ જ ચાતુરીનું મૂળ હોય છે. એકદા રાત્રિએ રાજા ધૃતક્રિયા કરતો હતો અને બિલાડો હાથમાં ૩૧૪ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દીપક ધારણ કરીને ઉભો હતો તે સમયે અકસ્માતું ત્યાં જઈને શ્રેષ્ઠીએ ઘડો મૂક્યો અને ઘડામાંથી લેવામાં ઉંદરો નીકળે છે તેવામાં બિલાડાએ જાતિસ્વભાવના વૈરથી દીવાને નાખી દઈ ઉંદરોને પકડયા તેલથી રાજાના વસ્ત્રો બગડ્યા, સિંહાસન બળી ગયું,ક્રીડા નાશ પામી, રાજાને ઘણું દુઃખ થયું. ત્યારબાદ શોભન શ્રેષ્ઠીએ સારી વાણીથી રાજાને કહ્યું કે હે સ્વામિન્ ! સારા પ્રકારે શિક્ષણ આપ્યા છતાં પણ નીચ એવો આ પોતાની પ્રકૃતિને છોડતો નથી. તું આ બિલાડાની કરણી જો, કારણ કે આ બિલાડા ઉંદરનું સ્વાભાવિક પણાથી વેર છે તેનો ત્યાગ કરવો મુશીબત છે. ગીત નૃત્ય, કાળા વાજીંત્ર, વિદ્યાનું વિજ્ઞાન શીખવાથી આવે છે, પરંતુ જેનો જે સ્વભાવ હોય છે તે જતો નથી. આવું સાંભળી રાજાને વેશ્યાનું બહુ અપમાન કર્યું અને શોભન શ્રેષ્ઠીને બહુમાન આપ્યું. પાંચ પાંડવોનું દષ્ટાંત) હરિ નાપુરમાં પાંચ પાંડવો રાજય કરતા હતા. તેમણે દીર્ઘકાળ સુધી રાજય કર્યું. તેમના પિતા પાંડુરાજા દેવલોકે ગયા. તેમણે અવધિજ્ઞાનથી તપાસ કરીપુત્રોને બોધ કરવાનો વિચાર કર્યોને શાહુકારનું રૂપ લઈ પાંચ ઘોડા સહિત હસ્તિનાપુર બહાર ઊભો રહ્યો. પાંડવો ક્રીડા કરવા ગયા. ઘોડા સારા દેખી મૂલ્યથી માગ્યા. તેણે કહ્યું : “મૂલ્યથી વેચવા નથી પણ મને જે કોઈ નવીન વાત સંભળાવે તેને એક ઘોડો મફત આપું” આવી રીતે કહેવાથી મોટો પુત્ર યુધિષ્ઠિર એક ઘોડા ઉપરબેસી પૂર્વ દિશા તરફ ગયો. ક્ષણમાં બાર યોજન નીકળી જઈ અટવીમાં પડયો. ત્યાં ઉત્તમ મહેલ દેખ્યો જંગલમાં મહેલદેખવાથી આશ્ચર્ય થયું. સાતમી ભૂમિ ઉપર ચડ્યો ત્યાં સિંહાસન ઉપરકાગડાને બેઠેલો દેખ્યો તેના મસ્તકના ઉપર સિહે છત્રાને ધારણ કરેલ છે. હંસલા તેમને ઉજજવળ ચામરોથી વીંઝી રહેલ છે. બીજા ઘણા જાનવરો વિવિધ પ્રકારે તેની સેવા ઉઠાવી રહ્યા છે. આવી રીતે દેખી યુધિષ્ઠિર ત્યાંથી પાછો ફર્યો અને હસ્તિનાપુર આવ્યો. (૧) ત્યારબાદ ભીમ બીજા ઘોડા ૩૧૫ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપર બેસી દક્ષિણ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યારે ખેતરને વિષે એક પાડો હતો. તે પાંચ મુખથી ચારો ચરતો હતો. પાસે રહેલા લોકોને તેણે પૂછ્યું કે ઘણું ઘાસ ખાતાં છતાં પણ આ અતિ દુબળો કેમ છે ? તેણે કહ્યું કે તેની સ્થિતિ સદા આવાજ પ્રકારની છે. એવું સાંભળી આશ્ચર્ય પામી ત્યાંથી ભીમ પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો. (૨) ત્યારબાદ ત્રીજો અર્જુન ત્રીજા ઘોડા ઉપર ચડી, ઉત્તમ દિશામાં ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં વગડાને વિષે ત્રણ પારધીએ જેના ત્રણ પગ કાપી નાખેલા છે અને એક જ પગ બાકી રહેલ છે એવા હરણને એક પગે ટટ્ટાર ઊભો રહેલો દેખી પાછો ફરી હસ્તિનાપુરે ગયો. (૩) ત્યારબાદ નકુલ એક ઘોડા ઉપર ચડી પશ્ચિમ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં તુરતની પ્રસવેલી એક ગાયને દેખી તે ગાય તુરત પોતાની વાછરડીને ધાવવા લાગી. આવું આશ્ચર્ય દેખી પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો (૪) ત્યારબાદ સહદેવ વિદિશામાં ઘોડા ઉપર ચડી, ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં એક ગોમુખ તીર્થ દેખ્યું. તે ગૌમુખીના નીચે ઉપરાઉપર લાઈનબદ્ધ ત્રણ વાસણો ગોઠવ્યા છે. તે ગૌમુખીમાંથી નીકળેલી પાણીની ધારા પ્રથમના વાસણમાં પડે છે, બીજા વાસણમાં પડતી નથી અને પછી ત્રીજા વાસણમાં પડે છે તેમ થવાનું કારણ પનીહારીને પૂછવાથી આ તીર્થનો પ્રભાવ આવોજ છે, એવું સાંભળી આશ્ચર્ય પામી, પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો. (પ) આવી રીતે પાંચે જણાએ નજરે દેખેલી નવીન વાર્તા કહી ઘોડા માગ્યા, તેથી દેવે વિચાર્યું કે આ પાંચમાંથી કોઇને હજી પણ મોહ છૂટતો નથી, તેથી તેણે પાંડુરાજાનું રૂપ ધારણ કર્યું. તે દેખી પાંચે પાંડવોને તેના પગમાં પડયા અને પૂછ્યું કે તમે અહીં કયાંથી? તેણે કહ્યું કે હું દેવ ગતિમાં ગયેલ છું અને તમોને બોધ કરવા આવેલ છું. તમોએ રણસંગ્રામમાં અઢાર અક્ષૌહિણી સેના મારી, સેંકડો-હજારો કુરૂઓને મારી કુરૂકુળનો નાશ કર્યો છે, અને એક દ્રૌપદીને પાંચ જણા સેવો છો -મહા પાપકર્મ ૩૧૬ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બાંધો છો. કાળ કરીને ધર્મ વિના દુર્ગતિમાં જશો. વનવાસે વગડામાં જેવા હતા તેવા જ હજી રોજ જેવા છો, વિગેરે કહી બોધ કર્યો, તેથી પાંચે જણાએ કહ્યું કે અમોએ જે આશ્ચર્ય દેખ્યા તેનો ભાવાર્થ સમજાવો. દેવે કહ્યું. ૧. કાગડાને ઉત્તમ જાનવરોએ સેવવાથી આ કળિકાળમાં ઉત્તમ રાજાઓ પ્લેચ્છ રાજાઓની સેવા કરશે. - ૨. પાંચ મુખે પાડો ચરે છે તેથી રાજાઓ પાંચ પ્રકારે કર લેશે છતાં પણ તૃપ્તિ પામશે નહિ. ૩. હરણને એક પગે ઊભો રહેલો દેખવાથી આ કલિકાલમાં શીયલ, તપ, ભાવના નષ્ટ થશે ફક્ત એક દાન જ ટકી રહેશે અને તે પણ કીતિને માટે જ. ૪. સુરતની પ્રસવેલી વાળીને ગાયને ધાવતી દેખવાથી આ કલિકાલમાં લોકો કન્યાવિક્રય કરી પૈસાથી પોતાનું ગુજરાન ચલાવશે. ૫. ત્રણ વાસણોમાં પ્રથમ અને છેલ્લામાં પાણી પડે અને વચલામાં નહિ તેથી ઘરનાં માણસો ઉપર ઝેરવેર વધશે અને પરના માણસો ઉપર પ્રેમ થશે, કલિયુગની શરૂઆત થઈ છે. હવેચતો એમ કહી બોધ કરી દેવ ગયો. પાંચે પાંડવો બોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી સિદ્ધાચલ ઉપર જઈ અણસણ કરી કેવળજ્ઞાન પામી વીશ કોટી મુનિમહારાજાઓ સાથે સિદ્ધાચળ ઉપર આસો શુદિ પૂર્ણિમાએ મોક્ષે ગયા. ( પ્રાયશ્ચિત ) दसविहंपायच्छित्तं, तंजहा-आलोयणारिहं १ पडिक्कमणारिहं २ तदुभयारिहं ३ विवेगारिहं ४ काउस्सग्गा रिहे ५ तवारिंह ६ छेयारिहे ७ मूलारिहे ८ अणवठ्ठारिहे ९ पारंचियारिहे १० ભાવાર્થ : ૧ આલોચના, ૨, પ્રતિક્રમણ, ૩, ઉભય આલોચના પ્રતિક્રમણ, ૪. વિવેક ૫. કાયોત્સર્ગ, ૬. તા. ૭ છેદ, ૮, મૂલ ૯ 3૧૭ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અનવસ્થા ૧૦, પારાચિકમ્ એ દસ પ્રાયશ્ચિત્તો કહેલા છે. તેનો વિસ્તાર વ્યવહારસૂત્ર. જીતકલ્પ જીતકલ્પચૂર્ણ, આચારદિનકરાદિકથી જાણવો. પ્રાયશ્ચિત ગ્રહણે દસ દોષો કહેલા છે. १ आकंप्यदोषं २ अनुमान्यदोषं ३ दष्टदोषं ४ बादरदोषं ५ सूक्ष्मदोषं ६ छन्नदोषं ७ शब्दाकुलदोषं ८ बहुजनदोषं ९ अव्यक्तदोष १० तत्सेवितदोषं. ભાવાર્થ : હું આચાર્યને ભક્તિથી વશ કરીશ તો મને થોડું પ્રાયશ્ચિત આપશે, એવી બુદ્ધિથી આલોચનાચાર્યની પૈયાવચ્ચ કરી તેને વશ કરી જે આલોચના લેવી તે આકંપ્ય દોષ. (૧) અનુમાન કરી નાના નાના દોષો બતાવી હલકો દંડ મળે તેવી આશા રાખી તે જ પ્રકારે આચાર્યને જણાવી આલોચના લેવી તે અનુમાન્યદોષ (૨) આચાર્યે જે દેખેલું તથા સાંભળેલું હોય તેટલો જ પોતાનો અપરાધ બતાવી આલોચના લેવી તે દ્રષ્ટદોષ. (૩) પોતાની અવજ્ઞા થવાના ભયથી સૂક્ષ્મ દોષોની આલોચના નહિ લેતા બાદર અતિચારોની માહિતી આચાર્ય ને આપી આલોચના કરવી તે બાદરદોષ (૪) સૂક્ષ્મ અતિચારો લાગેલા હોય તેની આલોચના લે. અને આચાર્ય ને એવું બતાવે કે જે સૂક્ષ્મ અતિચારને આલોચે છે તે બાદર અતિચારને કેમ ન આલોચે આવું જણાવે તે સમદોષ (૫) અત્યંત લજજાળપણાથી આ એક એવું ધીમેથી બોલે કે જે પોતે જ સાંભળે. આવી રીતે આલોચના લે છે છાદોષ. (૬) મોટા શબ્દવડે કરી બીજાઓને સંભળાવી આલોચના લે તે શબ્દાકુલ દોષ (૭) ઘણા લોકો હોય ત્યારે આચાર્યને એક દોષ હોય તેને ઘણા પ્રમાણમાં નિવેદન કરે તે બહુજ દોષ (૮) જે સ્પષ્ટ ગીતાર્થ ન હોય તેમની પાસે આલોચના લે તે અવ્યક્ત દોષ (૯) સમાન શીલ ગુરુ પાસે સુખે કરી પોતાના અપરાધોને જણાવી શકે અને જે અપરાધની આલોચના લે તેને જ સેવી શકે તે તત્સવીદોષ (૧૦) ઉપરના પ્રકારે દસ દોષો કહેલા છે તેવી રીતે આલોચના લેવાથી કર્મબંધથી છૂટાતું નથી. આ વાત ખાસ ધ્યાનમાં M૩૧૮ ૩૧૮ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાખવા જેવી છે. ગચ્છાચારપના सल्लुद्धरणनिमित्तं, गीयच्छन्नेसणाउ उक्कोसा ।। जो अणसयाइं सत्तउ, बारसवासाइं कायव्वा ॥१॥ ભાવાર્થ : પોતાના પાપરૂપી શલ્યનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગીતાર્થ અને ગીતાર્થને મળતા બીજાને મેળવવા માટે ઉત્કૃષ્ટ સાતસો જોજન બાર વર્ષમાં જઇને શોધખોળ કરે -મતલબ કે ગીતાર્થ ગુરુની શોધમાં આર્યદેશમાં ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધીમાં સાતસો જોજન ફરે અને તે કાલને વિષે પ્રવર્તમાન પરમ શ્રતધર ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થાય. તેટલા કાળમાં ફરતા ફ તા જો ગુરુનો જોગ ન મળ્યો હોય અને પોતે કાળધર્મ પામે તો પણ એ લોચનાનું ફળ પામે કારણ કે પ્રાયશ્ચિત લેવાની પૂર્ણ ભાવનાથી સાતસા જોજનનો વિહાર અને બાર વર્ષનો કાળ વ્યતીત કરેલ છે, માટે પોતે જે જે પાપકર્મોનું આચરણ કરેલું હોય તેની આલોચના લીધા વિના, તપકર્મ તપ્યા વિના કર્મની નિર્જરા થતી નથી માટે અવશ્ય આલોચના લેવી જોઇએ. કર્મો કેવી રીતે બાંધેલા હોય છે તે જણાવે છે. અજ્ઞાનદશાથી, વિસ્મરણતાથી, પરની અનુવૃત્તિથી, ભયથી, હાસ્યથી, રાજાદિકે બળાત્કાર કરવાથી પ્રાણનું રક્ષણ કરવા માટે ગુરુ સંઘના શત્રુઓને નિવારવા માટે પારકાને બાંધવા માટે, દુભિક્ષાદિકના નિવારણ કરવા માટે, અગર ગમે તે પ્રકારે બાંધેલા કર્મો હોય તેને દૂર કરવા માટે જરૂરાજરૂર ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈ.તે વિના આત્માની શુદ્ધિ થાય નહિ. હવે કયા જીવોના કેવા પ્રકારના પરિણામ સમયે સમયે થાય છે તે કેવલજ્ઞાની વિના જાણી શકાય નહિતેથી કેવલજ્ઞાની મહારાજ વિના બીજો કોઈ પણ પ્રાયશ્ચિતની વિધિને જાણી શકતો નથી.તથાપિ દુષમ કાળમાં કેવળજ્ઞાની મહારાજનો વિરહ હોવાથી શ્રતધર ગીતાર્થ ગુરુ પાસે યથાવિધિ પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થવાય છે માટે ઉપર લખ્યા પ્રમાણે બાર M૩૧૯ ૩૧૯ ~ For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વર્ષ સુધીમાં સાતસો યોજન સુધી ફરીને શાસ્ત્રોક્ત ગીતાર્થ ગુરુ મેળવી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું. હવે કોણે પ્રાયશ્ચિત્ત લેવું ? પ્રાયશ્ચિત કોના પાસે લેવું ? કયા કાળે પ્રાયશ્ચિત લેવું ? પ્રાયશ્ચિત ન લે તો કેવા દોષો ઉત્પન્ન થાય પ્રાયશ્ચિત લેવાથી આત્માને કેવા પ્રકારના ગુણો થાય? પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાની વિધિ શું ? વિગેરે કહે છે. ( પ્રાયશ્ચિત લેનાર વ્યક્તિનાં ૧૧ ગણ ) ૧. સંવિજ્ઞ = વૈરાગ્યભાવ, તીવ્ર પાપનો પશ્ચાતાપ મારું શું થશે? એવી તીવ્ર વિચારણા ૨. અમાવી = આલોચના લેતી વખતે જે માયા નથી કરતો તે પ્રાયઃ સામાન્ય પરિસ્થિતિમાં માયા નથી કરતો. પાપ થવું તે સામાન્ય અવસ્થા છે. માયા વિના પાપની આલોચના લેવી તે અસામાન્ય અવસ્થા ધર્મસ્થાવસ્થા એટલે માયાવસ્થા સહજ માયા તે સામાન્ય માયા છે. ૩. ગતિમાન = બુદ્ધિશાળી. જડતાનો અભાવ “આતો પાપ નથી આવું ન બોલનારો. ૪. ઉત્પસ્થિત = આચારસેવી અનાચારમાં રહેનારો ન હોય, આચાર્ય શિષ્યો સાથે દરરોજ જાહેરમાં આલોચના લે. (પ્રશંસામાટે) ૫. નાશસી = ઇચ્છા આશાનો અભાવ ગુરૂની સેવાકરે જેથી ગુરૂ આલોચના ઓછી મળે એવી ઈચ્છા ન રાખે. અથવા મારે જે જોઇએ તે ગુરૂ તરફથી મળે એવી પણ આશા ન રાખે. ૬. નવનિ = પ્રજ્ઞાપનીય હોય જે સમજાવીએ તે સારી રીતે સમજી શકે. એકનાં એક પાપમાં આને આંબિલ અને મને ઉપવાસ કેમ ? આવું પૂછે નહીં. ૭. શ્રદ્ધાળુ = ગુરૂ ઉપર શ્રદ્ધા તેને આગમમાં શ્રદ્ધા હોય. ૮. 07ો = ગુરૂની આજ્ઞાથી યુક્ત હોય. (૩૨૦ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૯ સુધી તાયી = દુષ્કર્તતાપી-પાપનો ભય, દુષ્કતની ગર્મીથી આકુલ વ્યાકુલ થઇ જાય. ૧૦. બ્લેહ સમુસળો = વિધસમુત્સર્ગો-તેવાં પ્રકારના માર્ગને જાણનારો હોય તવિધ ઉત્સર્ગ માર્ગને જાણનારો. ૧૧. મહા માસેવળ લિમા નોયTI = અભિગ્રહ-આસેવન લિંગથી યુક્ત સાધુ દરરોજ નવા-નવા અભિગ્રહ ધારણ કરનારા હોય. અભિનિ વેશ થી છૂટવા માટે અભિગ્રહ ધારણ કરવા જોઇએ. (આલોચના આપનાર આચાર્યનાં ૬ લક્ષણો) ૧. નીતાર્થ = ગુરૂ કોઈને પણ કોઈની આલોચના ન કહે તેવા ગંભીર હોય. સૂત્રાર્થ વેતા ઉત્સર્ગ અપવાદ જ્ઞાતા, છંદસૂત્રવિત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જાણનારા ! ૨. ડોળી = કૃતયોગી યોગોદ્વહન કેટલા હોય, મન-વચન-કાયાના યોગોસંયમમાં છે. ચિત્તની સમભાવ દશા જેણે મેળવી હોય તે. ૩. વાજિંત્રી = મૂલોત્તર ગુણ અવિરાધક ૪. ગ્રાહUT સુરીનો = પ્રતિપાદનશક્તિ, સમજાવવાની શક્તિ સારી હોય. આ આલોચના આ જાતની છે. આવી રીતે લેવી જોઇએ. ઇત્યાદિ રીતે સમજાવે. ૫. જ્ઞ = આત્મજ્ઞ-દ્રવ્ય-કાળ-ભાવ નો જ્ઞાતા. આલોચકના ભાવને જાણનારા આલોચકનાં ખેદને જાણનારા, આલોચકનાં ક્ષેત્રને જાણનારા ૬. વિસ્તારૂં = અવિષાદી = ચિંતા-શોક-કંટાળો-ખેદ વિનાનાં હોય કોઈની આલોચના કોઈને કહે નહિ. (ગચ્છાચાર પન્ના) पक्षे चैव चतुमास्यां, तथा संवत्सरेपि च । प्रमादकृतपापान्ते ,प्राप्ते च प्रवरे गुरौ ॥१॥ (૩૨૧ ૩૨૧ ~ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ तीर्थे च तप आरंभे, महारंभान्त एव च । इति काले विधेयं, स्यात्प्रायश्चितप्ररुपणाम् ॥२॥ ભાવાર્થ : પક્ષે, માસે, ચાર માસે, બાર માસે અને પ્રમાદથી કરેલા પાપને છેડે તથા શ્રેષ્ઠ ગુરુમહારાજનો યોગ પ્રાપ્ત થાય ત્યારે પ્રાયશ્ચિત લેવાનો કાળ કહેલ છે (૧) તીર્થને વિષે તપનો આરંભ અને મહાઆરંભના અંતે પ્રાયશ્ચિત ગ્રહણ કરવાનો કાળ કહેલ છે (૨) પ્રાયશ્ચિત ન લે તો દોષો ઉત્પન્ન થાય તે બતાવે છે. लज्जया गौरवेणापि, प्रमादेनापि केन वा । गर्वेणावज्ञया चैव, मूढत्वेनाथवानरः ॥१॥ कदापिनालोचयति,पापं यदि समं नरः । तदा तस्य फलं सर्व, श्रूयतां दोषसंकुलम् ॥२॥ अनालोचितपापश्चित्कदाचिम्रियते पुनाम् । तस्य तत्पापयोगेन, दुर्बुद्धि स्याद्भवांतरे ॥३॥ दुर्बुध्धया विपुलं पापं, करोत्यन्य द्विमूढधीः । तेन पापेन दारिद्रं दुःखं च लभतेतराम् ॥४॥ प्रयाति नरं घोरं, पशुत्वं प्राप्नुयादपि । कुमानुषत्वे पतितो, दुष्टदेशकुलोद्भवः ॥५॥ सरोगः खंडितांगश्च, कुर्यात्वप्रचुरपातकम् । तेन पापेन महता, कुदेवत्वादिसंश्रितः ॥६॥ पश्चात्तापं च कुरुते, बोधिबीजं न प्राप्नुयात् । द्वीन्द्रिर्यत्वैकेंद्रियत्वे, निगोदत्वमवाप्नुयात् ॥७॥ भ्राम्भ्येदनंतसंसारं, कष्टान्निर्यातिवातत् । । इति दोषान् विलोकयात्र, प्रायश्चित्तमुपाचरेत् ॥८॥ લજજાવડે ગારવવડે કોઈ પણ પ્રકારના પ્રમાદવડે, અભિમાનવડે અવજ્ઞાવડે અગર મૂઢાવડે મનુષ્ય (૧) કદાપિકાલે સમ્યક્ પ્રકારે પોતાના ૩૨૨ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પાપની આલોચના ન કરે તો તેને ભવાંતરે શું ફળ મળે છે તે સર્વ તમો સાંભળો (૨) પાપની આલોચના લીધા વિના કદાપિકાલે પુરુષ મરતો તે પાપના યોગે ભવાંતરને વિષે તે દુર્બુદ્ધિ પ્રાપ્ત થાય છે (૩) અને તે દુર્બુદ્ધિથી મૂઢબુદ્ધિવાળો તે બીજા મહાન્ પાપને ઉપાર્જન કરે છે. તે પાપથી દારિદ્રપણું તેમજ અત્યંત દુઃખને તે પામે છે. (૪) ઘોર નરકે જાય છે. ત્યારબાદ પશુપણું પામે છે. ત્યારબાદ દુષ્ટ દેશ, દુષ્ટ કુળને વિષે પડીને કુમાનુષત્વપણું પામે છે. (૫) ત્યાં રોગી થાય છે ખંડિત અંગવાળો થાય છે અને તીવ્ર પાપ કરનારો થાય છે. તે મહાન્ પાપવડે કરીને કુદેવત્વ આદિ ભવોને આશ્રય કરનાર થાય છે. (૬) પછી પશ્ચાત્તાપ ઘણો કરે છે અને બોધિ બીજને પામતો નથી તેમજ બેન્દ્રિયપણું તથા એકેંદ્રિયપણુ તેમજ નિગોદપણું પામે છે. (૭) એવી રીતે અનંત સંસાર પરિભ્રમણ કરવાવાળો થાય છે. આવી રીતે પરિભ્રમણ કરતા મહાકટથી સંસારથી નીકળે છે. માટે ઉપરોક્ત દોષોનુ ઉત્તમ જીવોએ જરૂર પ્રાયશ્ચિત લેવું. (૮) પ્રાયશ્ચિત લેવાથી કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવે છે. सर्वपापशमनं, सर्वदोषनिवारणम् । प्रवर्धनं च पुण्यानां, धर्मिणामात्ममोदनम् ॥१॥ शल्यापहारो जीवस्य, नैर्मल्यं ज्ञानसंगतिः । पुण्यस्य संचयो भूयाद्विघ्नस्य च परिक्षयः ॥२॥ संप्राप्तिं स्वर्गशिवयोः, कीर्तिविस्तारिणी भुवि । પ્રાયશ્ચિત્તીઘર , પેન્નાદ્યતે રૂપા ભાવાર્થ : સર્પ પાપ નાશ થાય છે, સર્વ દોષોનું નિવારણ થાય છે પુન્યની વૃદ્ધિ થાય છે, ધર્મિષ્ટ માણસના આત્માને હર્ષ થાય છે. (૧) શલ્યનું અપહરણ થાય છે, જીવનું નિર્મલ પણું થાય છે, જ્ઞાનની સંગતિ થાય છે, પુન્યનો સંચય થાય છે, વિબ્લોવૅસપણાને પામે છે. (૨) સ્વર્ગ ૩૨૩ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, પૃથ્વીને વિષે વિસ્તારવાળી કીર્તિ ઉત્પન્ન થાય છે, પ્રાયશ્ચિતનું આચરણ કરવાથી એવા પ્રકારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માટે અવશ્ય પ્રાયશ્ચિત લેવું જોઇએ (૩) દસ પ્રકારના પ્રાયશ્ચિત કહેલા છે. વ્યવહાર સૂત્ર જિતકલ્પ આચારદિનકર, ગચ્છાચાર પન્ના વિગેરે ગ્રંથોને વિષે વિસ્તારથી પ્રાયશ્ચિત્તનો અધિકાર લખેલ છે નો વિશેષ જાણવાની ઇચ્છાવાળાયે સૂત્રો તથા ગ્રંથોને અવશ્ય જોવા જોવાથી કાંઈ પણ વળે નહિ પરંતુ દોષો લાગેલા હોય તેનું અવશ્ય પ્રાયશ્ચિત લઈ આત્મશુદ્ધિ કરી ભવ્યાત્મા જીવોએ સદ્ગતિ મેળવવા ચુકવું નહિ. ग्रंथकार प्रशस्ति इतिश्रीमत्तपागच्छपूर्वाचलगगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्यवर्यं १००८ श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यवर्य १००८ श्रीमान्गुलाबविजयजी महाराज शिष्य मुनिमणिविजयजीकृत विविधविषय विचारमाला नामक पष्ठो भागः समाप्तिमगमत्, श्रीदर्भावत्यां नगम् िश्रीमान् लोढणपार्श्वनाथस्वामीप्रसादात् श्रीमन्महावीरस्य २४६८ तमे वर्षे भाद्रपदमासे शुक्लपक्षे पूर्णिमाया शुक्रवासरे अयं ग्रंथः वाचकवर्गस्य कल्याणकारको મૂયાત્. ( પુનઃસંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. ૩૨૪ ૩૨૪ - For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો ICOT संच Gર્કભાષા મુજે પાનુંમદ સાધનો હસી હસીસ Whirlangan ako exorta sve पाप की मन की सजा रत्न संचय IPસાગરમાં પડી હતી. આ ગ્રામ કાનજનવાળા મનોજ જવામંામાવાળાની श्रीशिद्ध हेमशब्दानुशासनम् વાડી) કાળીગા ડોપાબા થી સર રમણીય શ્રી જwી પ્રકા હવે {o સંયય 2ii ૨ાચાય CEPLY 1 (ઈનું मूलशद्धिप्रकरणम् ગ્રાઇd Uહિ, Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 ઈ ખાઈ પર વિવિધ વિષય વિચારણા Serving Jin Shasan 108249. gyanmandir@kobatirth.org પ્રાપ્તિસ્થાના શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, ડા) Education from શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 2860247 (રાજેન્દ્રભાઈ) eleran,