________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જરૂરાજરૂર નમસ્કાર કરવો.
(મહાદેવ કોને કહેવા) દેવતા વિશેષમાં જેને રાગ નથી તે મહાદેવ કહેવાય છે હવે અહીં કોઇપણ દેવનું નામ નિરધારણ કર્યા સિવાય પારંગત, સુગત, હરિહર, હિરણ્યગર્ભ, આદિ દેવતાઓનો સામાન્ય નિર્દેશ કર્યો તેથી શાસ્ત્રકાર પોતાનું મધ્યસ્થપણ બતાવે છે અને કહે છે કે યત: पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु, युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥
ભાવાર્થ : ભગવાન વીરપ્રભુને વિષે મારો પક્ષપાત નથી, તેમજ કપિલાદિકને વિષે મને દ્વેષ પણ નથી, જેનું વચન યુક્તિયુક્ત હોય તેનેજ ગ્રહણ કરવું, કારણ કે તેમ કરવાથી ઘણો જ ફાયદો થાય છે. આવી રીતે માધ્યસ્થ વચનથી પોતાના વિષે સાંભળનારાઓની ઉપાદેય બુદ્ધિ ઉપાર્જન કરી, કારણ કે અનાગ્રહથી જ સાંભળનારા પાસેથી તત્ત્વાધિગમની પ્રાપ્તિ થાય છે. યાદુંआग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्ति र्यत्र तत्र मतिरेति निवेशम् ॥१॥
ભાવાર્થ : બત તિ વિતર્ક આગ્રહી માણસની બુદ્ધિ જેને વર્ષ પ્રવેશ કરે છે, તેને વિષેઝ યુક્તિનું સ્થાપન કરે છે, અને પક્ષપાત રહિતની મતિ જયાં પ્રવેશ કરે ત્યાં સ્થિરતાને પામે છે, કારણ કે પક્ષપાત રહિતની યુક્તિ બહુ જ ગુણ યુક્ત હોવાથી બુદ્ધિના વિસ્તારને પામી કાર્યની સાફલ્યતા કરનારી હોય છે.
હવે રાગ રહિતના સ્વરૂપનું પ્રતિપાદન કરતાં કહે છે. કે જેને કોઈક પણ પ્રકારે કલેશને ઉત્પન્ન કરનાર રાગ નથી તેને કોને ? તો કહે કે તે મહાદેવને રાગના અંશનો પણ અભાવ પ્રતિપાદન કરેલા છે. અહીં કદાચ શંકા થાય કે ઉપશાંત મોહ અવસ્થાને વિષે ઉદયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org