________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અપેક્ષાએ અને કદાચ રાગના ભેદની અપેક્ષાએ બને. તો કહે કે તેમ નથી. સત્તાની અપેક્ષાએ વિષય રાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ, રૂપ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ, અભિમ્પંગ સ્વભાવરૂપ બંધ, ઉદય, સત્તાલક્ષણ રાગ નથી એમજ નહિ, કિંતુ દ્રષ પણ સર્વથા પ્રકારે નથી. કોને વિષે નથી ? તો કહે છે કે સર્વપ્રાણીયો જે પ્રાણવિષયક વ્યવહારને વિષે યુક્ત છે, અને અપ્રાણીને વિષે પણ ક્રોધ, માનાદિકનું ધારણ કરવાપણું જે છે તે મહા મોહનીજ વિટંબનારૂપ છે, જે માટે કહ્યું છે કે - किएंतो कठ्यरं, मूढो जं थाणुगंमि अप्फिडिओ । थाणुस्स तस्स रुसइ न अप्पणो दुप्पउत्तस्स ॥१॥
ભાવાર્થ : એના થકી બીજું કષ્ટમાં કષ્ટ કરનારૂં શું હતું ? કે મૂઢ માણસ ખીલા સાથે અફળાવાથી ખીલાના ઉપર રૂષ્ટમાન થાય છે, પરંતુ પોતાના દુરૂપોયગનું કારણ છતાં પણ તે દુરૂપયોગના ઉપર રૂષ્ટમાન થતો નથી, માટે પોતાના ઉપયોગનું શૂન્યપણું પોતાનેજ કષ્ટ આપનાર છે.
તેકારણ માટે જ વિષય વિશેષના અભિધાનથી ઉત્પાદન કર્યું, તેમાં સંવ્યવહારયુક્ત પ્રાણી કહ્યા તે પણ જીવ, અજીવ વિષયના ઉપલબ્ધ પણાથી, કારણ કે જીવાજીવ વિષયપણાથી મહાવિષયવડે કરી પ્રાધાન્યાત્ રાગનું આદિને વિષે ઉપાદન કારણ કહેલ છે, તે કારણ માટે સમગ્ર લોકોએ જાણેલ પર અભિમન્ત દેવતાઓનાં મહત્વનાં અભાવને કહેવાને ઇષ્ટ પણે છે, માટે પ્રતિપંથી, અપ્રતિપંથીને વિષે પણ દ્વેષ કેવો છે તે કહે છે. શમ, ઉપશમ, ક્ષાત્યાદિ ભાવ, તેજ લાકડા તેને બાળવામાં અગ્નિ સમાન છે, કારણ કે દ્વેષનું સ્વરૂપ એવું જ છે. બાકી કેવળ રાગદ્વેષ અને મોહ આ ત્રણે નથી તેજ સત્ય મહાદેવ કહેવાય છે. મોહ સારા પદાર્થના સજ્ઞાનને આચ્છાદાન કરવાવાળો છે, સજ્ઞાનના આચ્છાદાન કરવાથી લોકોને મેષ,
M ૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org