________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરે છે, કારણ કે તે સ્વાર્થ વિના સ્વભાવથી જ કોઈ કોઈનું પ્રિય કરવા પ્રીતિવાળો થતો નથી, જે કારણ માટેદૂધને નહિ આપનારી ઘરડી ભેંશને વિષે તેનો પ્રતિપાલક શ્રેષ્ઠી આદર વિનાનો થયો.
- શ્રીપુર નગરના ઉદ્યાનને વિષે એક ઘરડી ભેંશ પ્રાતઃકાળે ચારો ચરતી વારંવાર ચક્ષુમાંથી આંસુ પાડવા લાગી. તે અવસરે આંખમાંથી વારંવાર ઘણાં આંસુને કાઢતી ઘરડી ભેંશને દેખીને વડલાનું વૃક્ષ જે હતું તેણે કહ્યું કે તું રૂદન કેમ કરે છે? ત્યારે તે ભેંશ બોલી કે આજ નગરને વિષે શ્રેષ્ઠીને ઘરે મેં બાર બાળકોને જન્મ આપ્યો તેમજ દુધ પણ મેં ઘણું દીધું ને હવે વૃદ્ધ થયેલી મને દેખીને તે પોતાના કુટુંબ સાથે બોલ્યો કે જોડા જુના થયા છે, માટે આ ભેંશ આવી રીતે રોજ બોલે છે. આવું તેનું વચન નિરંતર સાંભળી સાંભળીને હું આંખમાંથી દુ:ખવડે કરીને આંસુને સારું છું, તે અવસરે વડવૃક્ષે મનુષ્યની ભાષાવડે કરીને કહ્યું કે કોઈ કુષ્ટી યોગી મહારા મૂળના ઉપર કાર્યવશથી ઊભો રહેલો હતો. તે યોગી માહરા મૂળના પ્રભાવથી તુરત નિરોગી થઇને માહારા મૂળને કાપીને પાપી યોગી કયાંઇક ગયો. એવી રીતે લોકો પણ પોતપોતાના કાર્યના સ્વાર્થ લગી જ બીજાની સેવાને કરે છે, કાર્ય પૂર્ણ થયા પછી તેના ઉપર દ્વેષ કરે છે. આ વાતમાં સંશય નથી, કારણ કે દુનિયાના તમામ લોકો કેવળ સ્વાર્થી જ હોય છે, અને તે પોતાના સ્વાર્થને માટે જ લોભથી પરના સાથે સ્નેહ કરે છે, પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી કોઈ કોને પ્રેમ, કરવાવાળું રહી શકતું નથી. એવા વડલાના વચનોને સાંભળીને સંતોષને પકડીને ભેંશ સુખે કરીને વનને વિષે ચારો ચરવા લાગી.
(ક્ષુલ્લક કુમાર ક્યા) नृणांक्कचिन्निवृतयेपियोषिद्गीति, श्रुताक्षुल्लकुमारवत्स्यात् । मुदेमहत्यैकिलकोकिलाया, यन्माधुरीम्बांमधुमाधवर्ती ॥१॥
ભાવાર્થ : જેમ ચૈત્ર વૈશાખમાં કોકિલની મધુરી વાણી
૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org