________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
સિંધુ દેશે વીત્તભયપત્તને વિષે મનોરમા નામની કોઈક સ્ત્રી એકયુવાન અવસ્થાવાળા પુરુષના સાથે રોગવાળી થવાથી તે પોતાની પ્રિય સખીના સાથે રાત્રિમાં ઘડાવડે નદી ઉતરીને જાર પુરુષ સાથે રમીને નિરંતર પોતાને ઘરે આવવા લાગી. આવી રીતે નિરંતર કરવાથી કોઇક દિવસ તેની સાસુએ તે વાત જાણીને અનેક દિવસ વારંવાર મનાઈ કર્યા છતા પણ તેણીએ જવું બંધ નહિ કરવાથી રોષને ધારણ કરી સાસુયે ગુપ્ત રીતે નિરંતર લઈ જનાર તે પાકા ઘડાને બદલે કાચો ઘડો ગોઠવી દીધો અને પોતે જાગતીરહી, પણ ઉતાવળમાં પાકા ઘડાની ભ્રાંતિથી કાચો ઘડો લઈને જ ચાલવા માંડી, અને નદી ઉતરવા ઘડો પાણી લાગવાથી મધ્ય ભાગે જ ભાંગી ગયો,તેથી બુડવા લાગી. બુડતી વખતે નદીકાંઠે રહેલાતે જાર પુરુષને તેણીએ વારંવાર સહાયકરવા બોલાવ્યા છતાં પણ પોતાને બુડવાના ભયથી તે યુવાન પુરુષ નદીને વિષે પેઠો નહિ, તેથી નજીકમાં રહેલીતેની સખીયે કહયું કે. घडो विणट्ठो सोहिणी, सायरअठ्ठागयांह । तरपांणजीबां हडी, मरकीसद्यबीयांह ॥१॥
ભાવાર્થ હે શોભિની ! ઘડો વિનષ્ટ થયો તેના કકડા નદીને વિષે પડવાથી તણાતા સમુદ્રને વિશે ગયા. હવે તું પારકી આશા છોડીને પોતાના બે હાથવડે કરીને જલ્દી નદીને તર અને હવે પછી કોઈ દિવસ બીજા પરપુરુષના ઉપર પ્રીતિ કરીશ નહિ, કારણ કે સર્વે સ્વાર્થીઓ હોય છે, એવી રીતે જાણીને આ સ્નેહ ઉપાધિ ભરેલો છે. તેમ જ સ્વાર્થિક છે એવું સમજી પોતાની ભુજાવડે કરી નદી તરીને કુમાર્ગે ગમન કરવું નિવારણ કરી પોતાના ઘર પ્રત્યે જ રહીને સુખ ભોગવનારી થઈ.
મહિષી ક્યા) सर्वं प्रियं स्वार्थवशात्करोति, कस्तं विना तत् कुरुते निसर्गात्, इभ्योवणिग्यश्च जरन् महिष्यां, पयोप्रदानाच्च निरादरोऽभूत् ॥१॥ ભાવાર્થ : સર્વે જીવો પોતાનો સ્વાર્થ હોય ત્યારે જ બીજાનું હિત ૨૬૨
~
૨૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org