________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કુલીન પુરુષની છોડીએ પણ પગ ધોયા વિના ઢીલો મેલ્યો એટલે છોડી દીધો છે.
એવી રીતે પોતાના ભરના વાક્યને શ્રવણ કરીને તેની સ્ત્રીએ કહ્યું. वल्लह अत्थ वसीकरण, अवर सवि अकयत्थ । जिण दीठे मन उल्लसे, तरुणी पसारे हत्थ ॥२॥
ભાવાર્થ : હે વલ્લભ ! અર્થ કહેતા પૈસો તે જ એક વશીકરણ છે, બીજા તમામ અકૃતાર્થ સમજવા, કારણ કે અર્થને દેખીને મન ઉલ્લાસને પામે છે તેમજ સ્ત્રી પણ તેને લેવા માટે પોતાના હાથને લાંબા કરે છે.
એવું સ્ત્રીનું વચન સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર્યું કે ધનને ધિક્કાર થાઓ ! કારણ કે જે ધન વિના પોતાની સ્વાર્થમય વૃત્તિ પર્યાપ્ત પૂર્ણ નહિ થવાથી કુલવાન સ્ત્રી પણ પોતાના સ્વામી ઉપરથી સ્નેહ છોડી દે છે. આવી રીતે વિચાર કરીને સ્ત્રી અને ગૃહસ્થાવાસથકી વિરકત થઈ તેણે સંયમને ગ્રહણ કર્યું અને સુખી થયો. સ્ત્રી પુરુષોને પોતાના સ્વાર્થ સુધી જ પ્રેમ હોય છે તેના ઉપર
મનોરમાની ક્યા स्नेहीजने कार्यनिमित्तकः स्याद्धौंस्थयेसहायो न तु कोपि यत् स्त्री। सरित्तरंत्यामघटे विशीर्णे, न स्नेहिना सा जलतोपि रक्षि ॥१॥
ભાવાર્થ : આ દુનિયાને વિષે જીવોને સ્નેહ થાય છે, તે પોતાના કાર્યવશથી જ થાય છે, પરંતુ સ્વાર્થ ન હોય તો દુઃસ્થાઅવસ્થાને વિષે પણ કોઈ સહાય કરતું નથી, કારણ કે સ્ત્રીને નદી ઉતરતાકાચો ઘડો ફુટી જવાથી બુડવા લાગી, તેના ઉપર સ્નેહ છતાં પણ કાંઠે રહેલા સ્નેહી મનુષ્ય તેની સંભાળ નહિ કરતા પાણીને વિષે બુડતી તેણીનું રક્ષણ ન કર્યું.
૨૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org