________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
| ભાવાર્થ : જ્યારે સ્વાર્થ હોય છે ત્યારે જ સંબંધિયોમાં પણ સ્નેહ વૃદ્ધિને પામે છે, કારણ કે પોતાનો પતિ કાંઈ લાવ્યો નથી અને સર્વ ગુમાવીને આવ્યો છે આવી વાત સાંભળતાની સાથે જ તેની સ્ત્રિયે એક પગ ધોયેલો હતો તે છોડી દઈ બીજો પગ ધોયા વિના સમગ્ર નાશ થયેલ હોય તેવું જાણીને સ્ત્રી ઉઠી ગઈ.
બલભદ્રાવાસ નગરને વિષે કુસુમ નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને કુસુમશ્રી નામની સ્ત્રી હતી એકદા પ્રસ્તાવે તે શ્રેષ્ઠી ધન ઉપાર્જન કરવા માટે ઘણી લક્ષ્મી યુક્ત પરદેશ ગયો, પરંતુ અંતરાય કર્મના ઉદયથકી મૂળ મૂડી પણ ગુમાવીને ઘણે દિવસે પોતાને ઘરે આવ્યો. ઘણે દિવસે આવેલ છે માટે મારો સ્વામી મારે માટે વસ્ત્રાલંકારાદિ લાવેલો હશે, એવું જાણી હર્ષયુક્ત ચિત્તવાળી થઇ,તેણીયે સ્નાન માનાદિક બહુ પ્રકારે ભક્તિ કરી, અને સાંયકાળે કાંઇક ઉનાપાણીવડે કરીને જોવામાં તેના પગનું પ્રક્ષાલન કરે છે. તેવામાં તેના ચંદ્રકાંત નામના મિત્રો આવીને પરદેશમાં વ્યાપારનો શું લાભ થયો તે પૂછયું, તેથી શ્રેષ્ઠીએ કહ્યું કે હે મિત્ર ! તે દેશાંતરને વિષે રૂપું, સોનું, મણિ, માણિકય મૌક્તિકાદિકનો વેપાર કરતા પણ મને કેવળ નુકશાન જ થયેલ છે, પરંતુ લાભનો ગંધ માત્ર પ્રાપ્ત થયેલ નથી, તેથી મૂળ ધનનો નાશ કરીને હું ખાલી ઘણા દિવસે પાછો આવેલ છું. આવા પ્રકારના વચનો સાંભળીને, હા હા મારા માટે મારો સ્વામી કાંઈ પણ લાવ્યો નથી, એવી ચિંતાવડે કરીને વ્યાપ્ત થઈ ગયેલ તેણીએ તે વાર્તા સાંભલ્યા પછી પ્રથમ એક પગ તો સારી રીતે ધોયેલો હતો, પરંતુ વાત સાંભળી તુરત બીજો પગ ધોયા વિના ઊઠી ગઈ તેવી દશાદેખીને શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે - रे रे वेश्या बापडी, कूडो कलंक म वाह, ए कुलवंती बालिका, ढीलो मेल्यो पाय ॥१॥
ભાવાર્થ રે રે બાપડી વેશ્યા ! તું એવું ખોટું કલંક તારા મસ્તક ઉપર વહન કરીશ નહિ કે હું વેશ્યા જ એકલી સ્વાર્થી છું,કારણ કે આ
૨૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org