________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરીશ, આવી રીતે કથન કરવાથી તે પણ જુઠા નેહવાળી બોલી કે હે સ્વામિનું? તે દિવસે મારે પણ ઉપવાસ થશે, પરંતુ તે દિવસે બાળકને દૂધપાન નહિ મળી શકે તેથી તે મૂચ્છ પામશે તે દૂષણ તમને છે, મને નહિ. તેવા તેના વચન સાંભળીને રંગ શ્રેષ્ઠી વિચાર કરે છે કે તેને મારા ઉપર પ્રેમ સત્ય છે કે અસત્ય છે, માટે મારેતેની પરીક્ષા કરવી જોઇએ .એમ ચિંતવન કરીને પ્રાત:કાળે પોતે કપટ વડે કરી મૂછ ખાઇને ઘરના મધ્યભાગને વિષે પડ્યો. આવી રીતે પોતાના ભર્તારને શ્વાસરહિત જોઇને તેની સ્ત્રી ચિંતવના કરવા લાગી કે લોકો તેનું મરણ જાણશે મારે ભોજન કરવું બંધ થશે અને લાંઘણ થશે, તે માટે પ્રથમ તો ગઈ કાલનો કરંબો કરેલ છે તેને હું ખાઈ લઉં આવી ચિંતવનાકરીને તેણે શાક બનાવી તેના સાથે કરબો ખાઈ લીધો. ત્યારબાદ ધીમે ધીમે તેનું શરીર તપાસતી જેવી પથરો લઈને તેના દાંતમાં જડેલ સુવર્ણ હતું તે લેવાને માટે તેના દાંત પાડવા જાય છે તેવામાં રંગ શ્રેષ્ઠી ઉઠયો ને બોલ્યો કે – शालीकुर ने सथरो दंही, कयर करमदां ने बीली सही । प्रतिव्रतामे जाणी सही, पत्थर लइने दांत मपाडी ॥१॥
ભાવાર્થ : શાલીકૂર કરંબો દહીનો વિગેરે અને કચુંબર કરમદાં અને બીલી વિગેરેને શાક ચટણી વિગેરે ખાવાથી હે નારિ! તમને પતિવ્રતા જાણી છે, માટે તું હવે મારાદાંત પત્થર લઈને પાડીશ નહિ. આવી રીતે કહેવાથી લજજાને પામેલી તે ઘરના ઓરડાની અંદર ગઈ, ત્યારબાદ શ્રેષ્ઠીએતેનો સ્વાર્ષિક સ્નેહ જાણીને વૈરાગ્યથી દીક્ષા લીધી તપતપી કર્મને ક્ષીણ કરી મોક્ષે ગયો. સ્વાર્થના અભાવે પોતાની સ્ત્રી પણ સ્નેહરહિત થાય છે, તેના
ઉપર કુસુમ શ્રેષ્ઠીની પત્ની સ્થા. स्वार्थेसतिस्यात्प्रणयः प्रियायां, संबंधिनामेवयदत्र लोके' पत्युः प्रियाप्यङ्गधिमधौतमेकं, हित्वागताकर्णित विश्वनाशा ॥१॥
M૫૯)
૨૫૯
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org