________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
પૂર્વ ભવાંતર યોગીના એ શબ્દને સાંભળીને ભારતી કન્યા જાતિસ્મરણજ્ઞાન પામી, અને પોતાના પૂર્વભવનું સ્વરૂપ તમામ રાજાને કહ્યું, તે સાંભળી હર્ષને પામેલો રાજા યોગીને કહેવા લાગ્યો કે હે યોગીનું ! આ યોગીના વેષને મૂકી દે અને આ શ્રીમતી યુક્ત મારી પુત્રીનું પાણિગ્રહણ કર. તે સાંભળીને ભાનુ મંત્રીએ તીવ્ર રાગ થવાથી યોગીપણું ત્યાગ કરીને બન્નેનું પાણી ગ્રહણ કર્યું, અને રાજાએ પણ તેને આવાસવિગેરે તમામ સામગ્રી આપી અને વીશ વર્ષ ઘરવાસ રહીને ફરીથી પણ યોગી થયા અને વૈરાગ્યથી તપ તપવા લાગ્યા, માટે જીવતો માણસ પણ હજારો કલ્યાણોને દેખે છે તે વાત સત્ય થાય છે.
| સ્વાર્થને વિષે રંગશ્રેષ્ઠીની ક્યા न स्वार्थलुब्यां प्रियमाचरन्ति, प्रियेऽप्यकृत्यं च विचिन्तयन्ति । रंगख्भर्तुमृतदंभिनः स्त्री-र्यत्स्वर्णदंतग्रहणोत्सुकाभूत् ॥१॥
ભાવાર્થ : સ્વાર્થલબ્ધ જીવો પ્રિય આચરણને કરતા નથી, તેમજ પોતાને પ્રિય હોય તો પણ તેનું વિરૂપ પણું ચિંતવનાર થાય છે, કારણ કે દંભવડે કરી મરણ પામેલ પોતાના રંગ નામના ભરના દાંતમાંથી સોનું ગ્રહણ કરવાની ઇચ્છાવાળી તેની સ્ત્રી ઉતાવળી થઈ.
રત્નપુર નગરને વિષે રંગ નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને સુરૂપા નામની રૂપાળી સ્ત્રી હતી. તે મહામાયા-કપટવાળી હતી, અને હું તો પતિવ્રતા છું એમ કહી પોતાના પતિને પ્રેમપાત્ર બનેલી હતી. એકદા રંગ શ્રેષ્ઠીએ તો પોતાની રૂપાળી સ્ત્રીને કહ્યું કે હે પ્રિયે ! આપણે ઘણા કાળ સુધી વિષયસુખ સેવન કર્યું, હવે જો તું કહે તો કાંઈક દાન, શીયલ, તપને ભાવનારૂપ ધર્મનું આરાધન કરું, આવી રીતે પોતાના સ્વામીના વચન સાંભળીને તે બોલી કે હે પ્રિયતમ ! જો તું ધર્મકર્મ આચરીશ તો હું પણ તેમજ કરીશ. હવે કેટલાક દિવસો ગયા પછી રંગ શ્રેષ્ટિએ પોતાની સ્ત્રીને કહાં કે આગામી ચૌદશને વિષે હે ગ્નિ ! હું ઉપવાસ
૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org