________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કેમ, અર્થાત્ મારું મનહર રૂપે દેખી તારે વિષે રાગી થઇ તારો વિયોગ થવાથી તે નારી કેવી રીતે જીવી શકે ? તે સાંભળી યોગી બોલ્યો - દેશ દેશાંતર હું ભમ્યો, નગર ભમ્યો લખ ચાર, ગલીએ ગલીયે હું ભમ્યો, ઇસી ન દેખી નાર. ////
આવી રીતે બોલીને ઝરૂખામાંથી જેવી શ્રીમતી નીચી ઉતરે છે તેવામાં તે યોગી રાજકુમારીને તેવી જ અવસ્થામાં મૂકીનેકયાંઈક ચાલ્યો ગયો. ત્યારબાદ બન્ને જણીએ પ્રતિજ્ઞા કરી કે આપણો પતિ આ યોગી હો, અન્ય નહિ. ત્યારબાદ બન્ને જણીયોની પ્રતિજ્ઞા રાજાએ જાણવાથી બન્ને જણીઓએ રાજાને કહ્યું કે - अलियं जंपेइ जणो, राया चोराणनिग्गहं समत्थो । अम्हं चिय मणहरणो, सो चोरो तुम्ह नयरंमि ॥१॥
ભાવાર્થ : રાજા ચોરોનો નિગ્રહ કરે છે, આવી વાત લોકો જે કરે છે તે સર્વથા ખોટી છે, કારણ કે અમારા મનને પણ હરણ કરનારા જે છે, તે ચોર પણ તમારા નગરને વિષે હે રાજનું? વાસ કરે છે.
ત્યારબાદ રાજાએ બહુ ઉપાયોવડે ઘણા યોગીઓને ભેગા કરવાથી તેના અંદરથી બન્ને જણીયે તે યોગીને ઓળખી કાઢ્યો અને તેને રાજાની પુત્રી ભારતીએ કહ્યું કે – मज्झमण गहिउणं, नठी सहसत्ति तंमि समयंमि । अहुणा महकरचडीओ, कह वच्चसि कह सुतं नाह ॥१॥
ભાવાર્થ : મારું મન ગ્રહણ કરીને તે સમયે સાહસકરીને તું ચાલ્યો ગયો, પણ હે નાથ ! હાલમાં તું મારા હાથમાં આવેલો હવે તું કયાં જવાનો છે ? એવું સાંભળી યોગી બોલ્યો કે – સિંહલંક હરિગઈ હંસ હરીઆ, નયન કુરંગા પાસહ પડિયા, સસિહર લંક હરેવા ચલ્લી, કિમ હું ચોર કિસી તું ભલ્લી. ૧ હું જોગી છું છેક નિરંજન, મેં વિહરિયું છે તેમ મનઃ, સુણ સુંદરી કુણઝગડો આપણ, પુવ ભવંતર લાગી ખણખણ. ૨
M૨૫૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org