________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સાંભળનારને મહાહર્ષને માટે થાય છે, તેમ કવચિત્ સ્ત્રીની મધુર વાણી સાંભળવાથી પણ ક્ષુલ્લક કુમારના પેઠે નિવૃત્તિ માટે થાય છે.
સાકેતપુર નગરને વિષે પુંડરીક નામનો રાજા, અને તેનો નાનો ભાઈ કંડરીક યુવરાજ હતો. તેની સ્ત્રી યશોભદ્રા નામની હતી કોઈક દિવસ તેને દેખીને તેનો મોટો ભાઈ રાગાંધ થઇ, તેની પ્રાર્થના કરવા લાગ્યો, પરંતુ તે સતી હતી માટે તેને ઇચ્છતી નહોતી, અને કહેવા લાગી કે તું તારા ભાઈથી પણ લજ્જા પામતો નથી. ત્યારબાદ વનને વિષે ક્રીડા કરનાર પોતાના નાના ભાઈને તે રાગાંધ રાજાએ હણ્યો. તે સાંભળી ગર્ભવતી યશોભદ્રા પોતાના શીયલનું રક્ષણ કરવાને માટે ત્યાંથી નાસી ગઈ અને શ્રાવસ્તિ નગરીમાં જઈ, પોતાના ગર્ભની વાર્તા નહિ કરી ને ગુરૂ પાસે દીક્ષા લીધી. સંપૂર્ણ દિવસે તેને પુત્ર થયો. તેનું નામ શ્રાવકોએ ક્ષુલ્લકકુમાર પાડયું. અનુક્રમે ગુરૂએ દીક્ષા આપી યુવાન અવસ્થા પામ્યા પછી ભગ્ન પરિણામવાળો થયો, તેની માતાએ શિક્ષા આપી. चइ चलइ मंदरो सुसइ सायरो हृसइसयलदिसि चक्कं । तह विहु सप्पुरिसाणं, पयं पियं नान्न हा होइ ॥१॥
ભાવાર્થ : યદિ મંદરાચલ મેરૂ ચલાયમાન થાય, સમુદ્ર શોષાઈ જાય સમગ્ર દિશિચક્ર દ્વસ્વ થઈ જાય તો પણ સત્પરુષોએ બોલેલું વચન અન્યથા થતું નથી. वरमरिसदनेभ्यो भिक्षयाप्राणवृत्तिवरमनलनिणते प्लोषणाद्देहमुक्तिः, वरमसमगिरिंद्रप्रस्थपाते प्रवेशो, भवति तदपि नेष्टः शीलभंगो बुधानां ॥१॥
ભાવાર્થ : મોટા પર્વતના શિખર ઉપરથી ઝંપાપાત કરવો સારો, શત્રુના ઘરથી ભિક્ષા માગીને ખાવી સારી અગ્નિને વિષે દેહને બાળીને શરીરમુક્ત થવું સારું, પણ પંડિત પુરુષોને શીયલ વ્રતને ભાંગવું ઉચિત નથી.
૨૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org