________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
આવી રીતે ઉપદેશ આપ્યો છતાં પણ સાધુપણામાં રહેવાની ઇચ્છા ન થઇ, તેથી બાર વર્ષ રહેવાની પ્રાર્થના કરવાથી દાક્ષિણ્યતાથી રહ્યો, ત્યારબાદ બાર વર્ષેજવાની ઇચ્છા કરવાથી મહત્તરા સાધ્વીની દાક્ષિણ્યતાથી બાર વર્ષ રહ્યો. ત્યારબાદ આચાર્ય અને ઉપાધ્યાયે પણ યાચના કરવાથી બાર બાર વર્ષ રહ્યો એવી રીતે પરિણામ વિના પણ ૪૮ વર્ષ સંયમવેષમાં રહ્યો, અને પછી સાધુપણું મૂકી ચાલ્યો એટલે તેની માતા સાધ્વીયે, રત્નકંબલ અને મુદ્રારત્ન આપી સાકેતપુર નગરને વિષે મોકલ્યો. તે સાકેતપુરે ગયો અને રાજકુલને વિષે નાટક થાય છે તે જોવાને માટે ઉભો રહ્યો રાત્રિને છેડે નર્તકી નિદ્રા કરે છે તેથી તેની મા તેને નીચે પ્રમાણે કહે છે. सुलु गाइयं सुठ्ठ वाइयं, सुठु निश्चयं सामसुंदरी । अणुपालियं दीहराइयाओ, सुमि शंते मा पमायए ॥१॥
ભાવાર્થ : હે સુંદરિ ! તે સારું ગાયું, સારું વગાડયું, નાચ પણ સારો કર્યો. આખી રાત્રિ સારી રીતે વ્યતીત કરી. હવે સ્વમ માત્ર જેટલા કાળમાં તું પ્રમાદ કરે છે તે ઠીક નથી. આવા પ્રકારના વચન સાંભળીને ક્ષુલ્લકે તેને પોતાનું રત્નકંબલ આપ્યું. રાજપુત્ર યશોભદ્ર પોતાના કાનનું રત્નજડિત કુંડલ આપ્યું, સાર્થવાહની સ્ત્રીએ પોતાના કંઠથી ઉતારીને મોતીનો હાર આપ્યો, મંત્રીએ કંકણરત્ન આપ્યું માવતે અંકુશ રત્ન આપ્યું. તે તમામ વસ્તુઓ લક્ષ લક્ષ મૂલ્યની હતી. આવા પ્રકારનું ભારે દાન આપવાનું કારણ રાજાએતમામને પૂછવાથી તેઓકહેવા લાગ્યા. પ્રથમ ક્ષુલ્લકે કહ્યું કે મેં અડતાલીશ વર્ષ દીક્ષા પાળી હવે મૂકવાનો વિચાર થયો. તેવામાં આ ગાથા સાંભળીસ્થિર થયો. પોતાનું મૂળથી વૃત્તાંત કહ્યું, રા-પુત્રે કહ્યું કે હે તાત ! તમને મારીને મારે રાજય ગ્રહણ કરવાની ઇચ્છા હતી. આ ગાથાથી ચેતનાવંત થઈ, પિતાના આઘાતરૂપી અકાર્યથી અટકી ગયો છું. સાર્થવાહીએ કહ્યું કે મારો સ્વામી પરદેશગયો છે, બાર વર્ષ થઈ ગયા પણ હજી આવ્યો નહિ,તેથી બીજો પુરુષ કરવાની મારી
૨૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org