________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઇચ્છા થઈ. આ ગાથા સાંભળીને હું ઠેકાણે આવી ગઈ છું. મંત્રીએ કહ્યું કે મને વૈરી રાજાએ ફેરવવાથી હું ફરી ગયો છું, પરંતુ આ ગાથા સાંભળી ઠેકાણે આવી ગયો છું. હાથીના માવતે કહ્યું કે મને પણ તારા શત્રુએ ફેરવવાથી હું ફરી ગયો છું, પરંતુ હાલમાં ઠેકાણે આવી ગયો છું. ત્યારબાદ તે તમામે ગુરુ પાસે જઈ દીક્ષા લીધી ને તપ તપીને મુક્તિને વિષે ગયા.
બલિવાન દેખાજો) બલિરાજા મહાદાનને આપતો હતો. એકદા વિષ્ણુએ, વામનરૂપ ધારણ કરી, બલિને સંતુષ્ટ કરી, ત્રણ પગલા માત્ર ભૂમિ માગી તેણે આપી. ત્યારબાદ પોતાના બે પગ વડે કરીને પૃથ્વીને આક્રમણ કરી, કૃષ્ણ કહ્યું કે હે બળી ! ત્રીજો પગ કયાં મુકું ? તેણે કહ્યું કે મારી પીઠ ઉપર ત્રીજો પગ મૂક તેમ કહેવાથી ત્રીજો પગ તેની પીઠ ઉપર મૂકવાથી બલિપાતાલને વિષે ગયો. તેના સાહસથી તુષ્ટમાન થેયલ વિષ્ણુએ કહ્યું કે વર માગ બળિયે કહ્યું કે મારા દરવાજાના બારણેનિરંતર તું દ્વારપાળ થઈને બેસ બલિના કહેવાથી વિષ્ણુએ પણ તે માન્યુ.
( ઔચિત્ય વિષયે રત્નાકર વૈદ ક્વા.) લક્ષ્મીપુર નગરને વિષે ચંદ્ર નામનો રાજા રહેતો હતો. તેને ઘરે એક નિર્ધન નોકર હતો.એકદા પ્રસ્તાવે તે નોકર લાકડા લઈને આવતો હતો તેવામાં રાજાએ તેની એક આંખમાં ફુલું પડેલું દેખ્યું, તેથી રાજાને તેના ઉપર દયા ઉત્પન્ન થઈ, અને પોતાના પાંચસો વૈદોને વિષે મુખ્ય વૈદ જે રત્નાકર નામનો હતો તેને રાજાયે બોલાવીને કહયું કે હે વૈદશિરોમણે ! તું આના નેત્રમાંથી કુલું દૂર કર. તે સાંભલી વૈદે ત્યાં જ તુરત જીર્ણ ઘાસની ઝુંપડીમાં રહેલા તરણા લઈ તેને બાળીને રાખ તે નોકરની આંખમાં આંજવાથી તુરત જ તો નેત્રમાંથી કુલ ગયું. તેની વૈદિકલાથી રંજિત થયેલા રાજાએ અન્યદાપોતાનું નેત્ર કૃત્રિમ ફુલ્લ યુક્ત ૨૬૬
~
૨૬૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org