________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી તેજ વૈદરાજને કહ્યું કે હેવૈદરાજ! મારા નેત્રમાં ઉત્પન્ન થયેલ કુલાનું તું નિવારણ કર. તે સાંભળી વૈદરાજે બહુ મૂલ્યવાળા જાતિવંત મોતીયો ભસ્મ કરવાને માટે મંગાવ્યા. તેથી અત્યંત વિસ્મય પામેલા રાજાયે વૈદને કહ્યું કે હે વૈદ્યોત્તર ! ગરીબ એવા મારા નોકરની આંખમાંથી તે કેવળ તરણા બાળી તેની ભસ્મ કરી, તેની આંખમાં આંજી ફુલું કાઢ્યું અને મારી આંખમાંથી ફુલું કાઢવાને માટે તે બહુ મૂલ્યવાળા જાતિવંત મોતીયો અને રત્નો કેમ મંગાવ્યા? તે વૈદે કહ્યું કે હે રાજન્ ! તું રાજા છે, તારા માટે તો બહુ મૂલ્યવાળું ઔષધ જોઈયે તારો નોકર તો દરિદ્રતાથી યુક્ત છે,નિર્ધન છે, તેને માટે તૃણોને બાળી તેની ભસ્મરૂપ ઔષધ તેને યુક્ત જાણી મેં તે કર્યું. ત્યારબાદ રાજાએ પોતાના નેત્રને યથાસ્થિત ઠીક કરીને કહ્યું કે હે વૈદરાજ! બરાબર તે યોગ્ય જ કહેલ છે. તે વૈદરત્ન ! નિશ્ચય તું વૈદ જ છે ! ઈત્યાદિ પ્રકારે તેની ઘણી પ્રશંસા કરીને રાજાએ ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણ વડે તેનું બહુમાન કરી તેને સુખી કર્યો.
( અસંતોષે મહેંદ્ર જટી થા.) કોરંટ ગામને વિષે જટાને ધારણ કરનાર એક મહંદ્ર નામનો યોગી આવ્યો. તેને લોકોયે મઢી કરાવી આપી ચોમાસું રાખ્યો, તે ભિક્ષાને વિષે લોભી થઈ, તમામ ઘરે ભિક્ષા માટે ભમવા લાગ્યો, અને તમામ ઘરેથી ભિક્ષા લાવી, સ્વેચ્છા પ્રમાણે ભોજન કરવા માંડ્યો આવી રીતે કરતા છતાં પણ તેને કોઈ દિવસ તૃપ્ત થઈ નહિ અને લોકોની પાસે કહેવા લાગ્યોકે મને તૃપ્તિ થાય તેવા પ્રકારની ભિક્ષા મળતી નથી. એકદા સર્વ લોકોએ ભેગા થઈ તેને પૂછયું કે અમારે ત્યાંથી તમને ભિક્ષા મળે છે કે નહિ અગર તું સર્વેના ઘરથી ભિક્ષા પામે છે કે નહિ ? તે જટી બોલ્યો લોકો બહુ કઠણ થઈ ગયા છે, મને ભિક્ષામાં લાભ કયાંથી હોય ? ત્યારે બધાયે અન્યોઅન્યને પૂછી એક એક જટીને પૂછવા લાગ્યા કે હે જટી? મારા ઘરથી ભિક્ષા આવે છે કે નહિ, ત્યારે જટી બોલ્યો તારે ઘરેથી તો આવે છે પણ બીજાને ઘરેથી નથી આવતી એવી રીતે જે જેવું
૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org