________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, તેને તે જ પ્રમાણે કહેવા લાગ્યો. તેથી લોકોયે જાણ્યું કે આ ધૂર્ત છે, કેવળ ઉદર પોષણ કરવાવાળો છે, માટે આ કોઇના ગુણને ગ્રહણ કરવાવાળો નથી, એવું જાણી તે દુષ્ટને ગામ બહાર બધાયે ભેગા થઈને કાઢયો. દુઃવિતા: સંતિ સંસારે, નવા સંતોષનતા, संतोषरहितो मत्र्यै-गान्निष्कासितो जटी ॥१॥ - ભાવાર્થ સંતોષવર્જિત જીવો સંસારને વિષે દુઃખી થાય છે, કારણ કે સંતોષવર્જિત જટીને લોકોએ પોતાના નગરથી બહાર કાઢયો હતો, માટે તમામ જીવોને સંતોષ ધારણ કરવાથી જ ઉત્તમ પ્રકારનું સુખ મળી શકે છે.
(આળસ ઉપર કુંતલ ક્યા) यस्यालसत्वं समुदेति स स्यात्, स्थानं न कि भूरि पराभवस्य । यस्माद्धनिश्रेष्ठसुतः प्रमेदे, न श्रेष्ठिकन्यां किल कुंतलाख्यः ॥१
ભાવાર્થ : જેને આળસ ઉત્પન્ન થાય છે તે શું પરાભવના સ્થાનને નથી પામતો ? અર્થાત્ પામે છે, જે કારણ માટે ધનશ્રેષ્ઠીનો પુત્ર કુંતલ શ્રેષ્ઠીની કન્યાને પામ્યો નહિ.
શ્રીપુર નગરને વિષે ધનશ્રેષ્ઠીનો પુત્ર કુંતલ નામનો હતો.તે પગને ઊંચા કરીને તથા સૂર્યના સન્મુખ જોઇને, તેના સન્મુખ પોતાનું મુખ રાખી કળશીયામાં મુતરવા માંડ્યો તે અવસરે ત્યાં રહેલ મદન નામનો શ્રેષ્ઠી પોતાના મિત્ર પ્રત્યે, ધનશ્રેષ્ઠીના પુત્ર કુંતલનું સ્વરૂપ પુછવા માંડયો, હે મિત્ર આ ધનશ્રેષ્ઠીને પુત્રો કેટલા છે? તેણે પણ વ્યંગ વચનથી કહ્યું કે આને નવ પુત્રો છે. ફરીથી થોડીવારે પુછયું કે શ્રેષ્ઠીને પુત્રો કેટલા છે ત્યારે કહાંકે પાંચ પુત્રો છે. વળી ત્રીજી વાર પુછયું કે કેટલા પુત્રો છે ? ત્યારે ત્રણ પુત્રો કહ્યા. વળી ચોથીવાર પુછવાથી એક પુત્ર કહ્યો તેથી મદન બોલ્યો કે હે મિત્ર ! મને ભ્રાન્તિમાં કેમ નાખ્યો ?
૨૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org