________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મિત્રે કહ્યું કે મેં તો સત્ય જ કહેલુ છે, જે કારણ માટે આ શ્રેષ્ઠી પુત્ર ઊંચો થઇ, સૂર્ય સન્મુખ જોઇને કળશીયામાં મુતરે છેતેથી મેં આ શ્રેષ્ઠીને ત્રણ પુત્રો કહ્યા, તથા પાંચ મનુષ્ય જેટલો આહાર કરે છે, તેથી મેં તને પાંચ પુત્રો કહ્યા. નિદ્રાના ટાઈમે સર્પના આકારે કુંડલી દેહ કરીને સૂવે છે, તેથી મેં નવ પુત્રો કહ્યા આવો વર બીજી કોઈ જગ્યાએ નહિ મળે, આવાગુણવાળો આ વર છે, માટે જો તને રૂચે તો તું આને તારી કન્યા દે, ત્યાર પછી તે મદન શ્રેષ્ઠી ત્યાથી ઊઠીને વરને જોતો પદિમની પરે ગયો અને ત્યાં વીર શ્રેષ્ઠીના ધરણપુત્રને પોતાની કન્યા આપી, અહીં પણ ધનશ્રેષ્ઠીએ પુત્રને બહુ શિખામણ આપ્યા છતાં પણ તેણે કોઈ પણ પ્રકારે આળસ છોડયું નહિ જે જે વર જોવા આવે છે, તે તે તેને આળસુ દેખીને પોતાની પુત્રી નહિ આપતા પાછા જવા માંડયા.કહ્યું છે કે – गच्छन् जल्पन् हसन् तिष्ठन्, शयानी भक्षयन् पुनः मूर्खः सर्वत्र लभते, पदे पदे पराभवम् ॥१॥
ભાવાર્થ : ચાલતો બોલતો, હસતો બેસતો સુતો અને ભક્ષણ કરતો મૂર્ખ માણસ સર્વ જગ્યાએ પગલે પગલે પરાભવને પામે છે તેથી તે આળસનો આશ્રય કરવાથી કોઈની પણ કન્યાને પામી શકયો નહિ, તેનો પિતા મરણ પામ્યા પછી તે વિશેષ પ્રકારે પરાભવના સ્થાનભૂત થયો.
(આળસને વિષે શશિરાજાની સ્થા) ये धर्मयोगं समवाप्य मूढाः, प्रौढप्रमादाश्च परित्यजति । द्रष्टप्रणष्टद्रविणा इव द्राक्, शोचंति पश्चाच्छशिराज वर्तते ॥
ભાવાર્થ : જે મૂઢ માણસો ધર્મનો યોગ પામ્યા છતાં પણ બહુ પ્રમાદી થઇને તે ધર્મના યોગોનો ત્યાગ કરે છે, તે જેમ ધન પ્રાપ્ત થયું ને દેખવાથી તુરત નષ્ટ થવાના પેઠે જ શશિરાજની જેમ અત્યંત જલ્દીથી શોચગ્રસ્ત થાય છે.
શક્તિમતી નગરી વિષે સૂર અને શશિનામના બે ભાઈઓ રાજ્ય
૨૬૯
*
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org
www.jainelibrary.org