________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરતા હતા તે બન્ને જણા એકદા ઉદ્યાન વિષે ગયા. ત્યાં રહેલા શીલસાગરસૂરિ પાસે તેમણે નીચે પ્રકારે ધર્મોપદેશ સાંભળ્યો આ ભવરૂપી સમુદ્રને વિષે દક્ષિણાવર્ત શંખની પેઠે દુર્લભ એવા મનુષ્યભવને પામીને જે ધર્મકરણી કરે છે તે પોતાના અંગને સુકૃતરૂપી પાણીવડે કરીને પવિત્ર કરે છે, અને તેને પાપરૂપી મદિરા-સ્પર્શ કરવા સમર્થ થઈ શકે નહિ. તે સાંભળી ગુરુવાકયથી બોધ પામીને સુરરાજા ધર્મ કરવા લાગ્યો, પરંતુ ઇંદ્રિયસુખોને વિષે મગ્ન થયેલો શશિ તો ભાઇએ બહુ કહ્યા છતાં પલવલેશ માત્ર ધર્મકર્મ કરવાવાળો થયો નહિ. છેવટે સૂર મરીને સ્વર્ગે ગયો અને શશિ મરીને નરકે ગયો. ત્યારબાદ તે સુર દેવ પોતાના ભાઈને નરકગતિને વિષે ગેયેલો જાણીને નરકને વિષે આવ્યો. ત્યાં શશિનો જીવ સુરની દેવદ્ધિ દેખીને પશ્ચાત્તાપને વિષે મગ્ન થઈ પોતાના ભાઈને કહેવા લાગ્યો કે હે ભાઈ ! હજી પણ તું ત્યાં જઈને તે મારા દેહને છેદનભેદન કરી કદર્થના કર. તેથી સુર દેવે કહ્યું કે જીવરહિત તારા દેહને કદર્થના કરવાથી હે ભાઈ ! શું વળે ? કારણ કે પૂર્વજન્મને વિષે તે ધર્મને માટે શરીરકષ્ટને સહન ન કર્યું, તો હાલમાં શું થાય ? એમ કહી દેવ સ્વર્ગ ગયો.
( વિક્રમને સુવર્ણપુરુષ પ્રાપ્તિ ક્યા ) ઉજ્જયિની નગરીને વિષે, ચિત્તદત્ત નામનો એક મહર્ધિક શ્રેષ્ઠી વસતો હતો.એકદા તેણે સાંભળ્યું કે પુષ્પાર્ક બનાવેલુ ઘર સિદ્ધિને આપવાવાળું થાય છે. આવું જ્યોતિષીના મુખથી સાંભળ્યું કહ્યું છે કે
कार्य वितारेदुबलेऽपि पुष्पे, दीक्षां विवाहं च विना विदध्यान। पुष्पः परेषां हि बलं हिनस्ति, बलं तु पुष्यस्य न हन्युरन्ये ॥१॥
ભાવાર્થ : દીક્ષા અને વિવાહ વિના તારાબલ અને ચંદ્રબલ ન
૨90
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org