________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોયતો પણ ફક્ત પુષ્ય નક્ષત્રમાં કાર્ય કરે તો વાંધો નહિ, કારણ કે પુષ્ય બીજાના બળને હણે છે, પણ પુષ્યના બળને બીજા હણી શકતા નથી.
એ પ્રકારે પુષ્યાક મહિનો મોટો જાણીને, નવીન શ્રેષ્ઠ લાકડાઓથી ઉત્તમ પ્રકારના સૂત્રધારો કે જે વાસ્તુવિદ્યામાં પ્રવીણ હતા,તેના પાસે ઘણા દ્રવ્યના વ્યયથી મહેલ કરાવ્યો, અને શુભતિથિ નક્ષત્રવાર લગ્ન યોગે તેમાં મહામહોત્સવથી પ્રવેશ કરી સૂતો ત્યારે રાત્રિને વિષે શબ્દ થયો કે પડું છું - આવો શબ્દ થવાથી પ્રાસાદ પડવાના ભયથી ઊઠીને બીજી જગ્યાએ સૂતો આવા પ્રકારે બીજે દિવસે પણ તેમજ થયું, તેથી જગતનો ઉપકાર કરવાને વિષે એક જ રસિક અને સાહસિકને વિષે શિરોમણિ, વિક્રમ રાજાની પાસે પ્રભાત કાલે ગયો, અને પ્રાસાદ બનાવવાના વૃત્તાંત સાથે રાત્રિની તમામ વાત કહી. તે સાંભલી વિક્રમ રાજાએ તે પ્રાસાદના અંદર જેટલું દ્રવ્ય લાગેલું હતું, તેટલું તેને વ્યાજ સહિત આપીને તે મહેલ પોતાનો કર્યો. ત્યારબાદ રાત્રિએ જઈને તે મહેલમાં સૂતો એટલે પડું છું એવો શબ્દ થયો. વિક્રમે કહો કે પડવું હોય તો પડપણ પલંગ છોડીને પડ, એવો વિક્રમના વચન સાથે જ ઘણા પ્રકારના ચક્રવર્તીના ભાગ્યથી મલી શકે એવો તેજ પુંજના ઢગલાથી દેદીપ્યામાન, સુવર્ણપુરુષ પડયો, તેથી નગરના લોકોએ તે વાત જાણીને શ્રેષ્ઠાદિક વર્ગ વિક્રમે રાજાના સત્ય તેમજ ભાગની બહુ જ પ્રશંસા કરી, વિક્રમે પણ તે સુવર્ણ પુરુષની પ્રાપ્તિથી તેના પ્રભાવવડે કરી સમગ્ર પૃથ્વીને ઋણ રહિત કરી, આજ સુધી અવિચલ કીર્તિ પણે રહેવું તેવું કાર્ય કર્યું. સત્વથી વૈરિયો પણ દાસ બને છે તે ઉપર વિક્રમની ક્યા
ઉજજયિની નગરીમાં વિક્રમસેન રાજા હતો. તે વિચાર કરે છે કે
૨૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org