________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જો મારે પુત્ર થશે તો તે મને મારશે માટે મારે પુત્રને જન્મવા દેવો નહિ. તેથી જે જે રાણીને સગર્ભા દેખે કે તુરત તેને મારી નાંખવા લાગ્યો તેની એક ધારિણી નામની રાણી સગર્ભા થઇ, રાજા મારી નાંખશે આવા ભયથી ત્યાંથી ગુપ્ત રીતે નાસીને સમીપ રહેલ વટવાસ નામના ગામના વિષે, રાજાના તુલ્ય નામને ધારણ કરનારા એક ચારણને ઘરે ગઈ. તેણે તેને બેન કરીને પોતાની પાસે રાખી. ત્યારબાદ તેણીએ સારે દિવસે શુભ મુહૂર્ત લગ્ન મેરુમહી જેમ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ પુત્રને જન્મ આપ્યો.તે વિક્રમસેનનો પુત્ર સૂર્યોદયે જન્મ પામ્યો, તેથી તેનું નામ વિક્માદિત્યપાડયું. હવે બાલ્યાવસ્થાને વિષે પણ રમતારમતા તેણે બાળકોનેકુટવાથી બાળકોના પિતા ઓએ ઓળભો આપવાથી ધારિણીયે તિરસ્કાર કરેલો વિક્રમ ધનુષ્યબાણ લઇને તે ગામથી નીકળીને, સમીપ બાગને વિષે રહેલા ધનદેવ સાર્થવાહનો નોકર થઇને રહ્યો, અનુક્રમે તે જ સાર્થવાહના સાથે તે અવંતી નગરીમાં ગયો. ત્યા એકદા પ્રસ્તાવે તે સાર્થવાહ ત્યાંના પુરોહિતના સાથે પાસાથી રમતો હતો. ને વિક્રમ બહાર આંગણાને વિષે રહેલો હતો એટલામાં દૂરથી શીયાલણીનો શબ્દ સાંભળીને ધનદેવે પુરોહિતને કહ્યું કે, હે મિત્ર ! આ શીયાલણી શું કહે છે? તેણે પોતાના વિદ્યાબળવડે કરીને કહ્યું કે હે મિત્ર ! ક્ષિપ્રા નદીને વિષે પાંચ રત્નયુક્ત એક શબ આવે છે, તે રત્નોને ગ્રહણ કરી મારું ભક્ષ્ય મને આપો એવી રીતે કહે છે. આવી રીતે વાત કરીને તે બન્ને જણા સૂતા, હવે આંગણાને વિષે વિક્રમ રહેલો હતો, તેણે બન્નેના વચનો સાંભળ્યા અને હાથમાં ધનુષ્ય બાણ લઈને ત્યાં જઇને, શબને બહાર ફેંકીને રત્નો લઈ લીધા, અને તે જ પ્રકારે ઘરને વિષે આવીને રહ્યો, એટલામાં સાર્થવાહ અને પુરોહિત બન્ને જાગ્યા. ત્યારબાદ ફરીથી શીયાલણીના વચનને સાંભળીને, વનદેવે પુરોહિતને પૂછવાથી પુરોહિતે કહ્યું કે રત્નોને લેનાર તથા મારા ભક્ષને આપનાર પ્રાતઃકાળમાં આ
M૨૭૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org