________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નગરનો રાજા થશે તેમ શીયાણી કહે છે, ત્યારબાદ તે બન્ને સૂતા પછી વિક્રમ વિચાર કરે છે કે અહો રત્નનું કથન તો આ પુરોહિતનું સત્ય થયું, તેથી આપણ નિશ્ચય સત્ય થશે. એવું જાણી પ્રાતઃકાળે એક કુંભારને ઘરે ગયો, ત્યાં પ્લાન મુખવાળી કુંભારની માતાને દેખીને, તેને ખેદ પામવાનું કારણ પુછયું તેણીએ કહ્યું હે પુત્ર ! આ નગરીનો રાજા અપુત્રિયો જ મરણ પામ્યો છે, તેનુંરાજલોકોના અભાગ્યના ઉદયથી કોઈક દુષ્ટ દેવે અધિષ્ઠિત કરેલું છે. તે દેવ જે કોઈ નવીન રાજા સ્થાપન કરવામાં આ૫તેને મારે છે. હવે જો રાજાને ગાદીનસીન ન કરીયે તો તે ગામના ઘણા લોકોને મારે છે, આવી રીતે ભય પામવાથી મંત્રી આદિ તમામ નગરના લોકોએ મળીને આખા નગરનાલોકોના નામો ચીઠીયોમાં લખી તે ચીઠીયો એક ઘડામાં નાંખી છે, જેની ચિઠી નીકળે તે પ્રમાણે તેનો રાજયગાદી ઉપર બેસારવાનો વારો આવે છે. આજે મારા પુત્રનો વારો આવ્યો છે, તેથી આજ રાત્રિમાં તે દેવ મારા પુત્રને મારશે, તેકારણ માટે મને વિષાદ થાય છે, આવું તેણીનું વચન સાંભલી વિક્રમ કહે છે કે હે માત ! અહીં જે રાજા થશે તેની આજ્ઞા શું આખા નગરના લોકો માન્ય કરશે ? તેણીએ કહ્યું કે કરશે.તે સાંભલી વિક્રમે કહ્યુ કે હે માત ! તું ખેદ ન કર. આજે તારા પુત્રને ઠેકાણે હું જઈશ. એમ કહી તેના પુત્રનો નિષેધ કરીને તેને સ્થાને પોતે ગયો.તેનો મંત્રીવર્ગ આદિએ રાજયાભિષેક કર્યો. તે વિક્રમે નગરના લોકોને બોલાવીને કહ્યું કે દક્ષિણ દિશાના દરવાજાથી તે આવે છે, એટલે વિક્રમ સર્વ નગરના લોકોને બોલાવીને કહ્યું કે આજે દરવાજાથી તે રાજમહેલ સુધી સર્વ માર્ગ, સુગંધી પાણીનો છંટકાવથી તથા પુષ્પોના પાથરવાથી, તેમજ નાના પ્રકારના મેવા મિઠાઇથી ભરપૂર કરો. લોકોયે તુરત તેમ કર્યું, ત્યારબાદ વિક્રમ રાજાએ પોતાના મહેલમાં જઈ પલંગને વિષે એક લાકડાને ગોઠવી તેના ઉપર ગોદડુ ઢાંકીને મૂક્યું, અને પોતે તરવાર લઇદીપકની છાયાને વિષે
M૨૭૩
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org