________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુપ્ત પણે ભરાઈ બેઠો.ત્યારબાદ તે દેવ નગરમાં આવીને જુએ છે તો સુખડી, વિગેરે દેખીને દેવ હર્ષ પામી વિચાર કરે છે કે કોઇક સારા રાજા આજ સ્થાપન થયો હોય તેમદેખાય છે, એ પ્રકારે ચિંતવન કરતો રાજમહેલમાં જઈ જેવો પલંગને વિષે રહેલ લાકડાને સ્પર્શ કરે છે તેટલામાં વિક્રમે તેને તિરસ્કાર કરીને કહ્યું કે રે દુખ ઘણા જીવોનો બાપડાનો તે સંહાર કરેલો છે, તેનું પ્રાયશ્ચિત ને આજે આ તરવારથી આપીશ માટે ઇષ્ટ દેવનું સ્મરણ કર એમ બોલનારા વિક્રમ પ્રત્યે જેટલામાં દેવ મારવાદોડે છે, તેટલામાં વિક્રમે કહ્યું કે હે દેવ ! મારું કેટલું આયુષ્ય છે તે તું મને પૂછીને મારી સામો આવ, તેણે આવીને કહ્યું કે સો વર્ષનું આયુષ્ય તારું છે, વિક્રમે કહ્યું કે શૂન્યાંક સારો નહિ, માટે કાં તો ૯૯નું કર અને કાં તો ૧૦૧ કર એમ કહે ત્યારે કહ્યું કે યમના પાડે છે, ચૂનાધિક આયુષ્ય કોઈનું બની શકતું નથી. ત્યાર બાદ તરવાર લઇને વિક્રમે કહ્યું કે હેરાંકડા ! તે યમથી મારું આયુષ્ય વધારે ઓછું ન કરી શકાયું તો તું કેવા પ્રકારે મારું આયુષ્ય રાંકડો ભિક્ષાચર ઓછું કરીશ? તે સાંભળીને દેવ બોલ્યો કે હે પુરૂષોત્તમ ! તારી બુદ્ધિના કૌશલ્યપણાથીતારી સાહસિક વૃત્તિથી તારા ઉપર હું તુષ્ટમાન થયેલ છું, માટે વર માગ. વિક્રમ કહે છે કે હે દેવ ! જો તુંષ્ટમાન થયેલ હોય તો તારે આજ દિવસથી હિંસા ન કરવી, ને જયારે હું તારું સ્મરણ કરું ત્યારેતારે મારી પાસે આવીને મારું કામ કરવું, એમ કહીને તેને વિદાય કર્યો એટલે તે દેવ પણ હું અગ્નિવેતાળ દેવ છું, એવીરીતે પોતાનું નામ પ્રગટ કરીને સ્વસ્થાને ગયો. ત્યાર પછી તેની સહાયથી શાન્તિથી રાજ્યને કરવા લાગ્યો.
(યોગ્ય અયોગ્યે હરિ બ્રાહ્મણના બે પુત્રોની ક્યા) सद्धर्मवाक्यं गुणदोषकृत्स्यात्, योग्येप्ययोग्ये द्विजपुत्रवद्यत् । वायुबु किनामृतमब्दपीतमौर्वास्यगं नाशमियात्तदेव ॥१॥
ભાવાર્થ સદ્ધર્મનું સદ્વાકય જે તે યોગ્યને વિષે તેમજ અયોગ્યને
(૨૪)
૨૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org