________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે પડવાથી બ્રાહ્મણના પુરાના પેઠે ગુણ અને દોષનેકરવાવાળું થાય છે, કારણ કે મેઘનું મીઠું જળ પીનારા સમુદ્રનું પણ તત્કાળ શું વડવાનળ પાન નથી કરી જતો ? અર્થાતુ પાન કરી જાય છે, સમુદ્રનું જળ નાશ પામે છે.
કોઈ ગામને વિષેહરિ નામનો બ્રાહ્મણ રહેતો હતો તેના બે પુત્રોને ભણાવવા કોઈ પંડિતને સોપ્યા, અને તૈયાર થયા પછી એક મારો ને એક તારો આવી રીતે કહ્યું. ત્યારબાદ કેટલોક કાળ ગયા પછી બ્રાહ્મણ પુત્ર લેવાને પંડિતને ઘેર ગયો. એટલામાં પંડિત હતો તે ગ્રામાન્તર ગયો હતો, ને આ બ્રાહ્મણનો મોટો છોકરો તેને બહાર જ મલ્યો તેણે કહ્યું કે હે તાત ! જો તારે ધનનું કામ હોય તો મારી માગણી કરજે એમ કહી તે મોટો પુત્ર પંડિત સમીપે ગયો, અને એકપ્રહરને આંતરે બ્રાહ્મણ પણ તેના પાસે ગયો. ત્યારબાદ પંડિતે કહ્યું કે આ બન્ને પુત્રોને મેં સારી રીતે ભણાવ્યા છે. તે બન્નેને મેં બે વિદ્યા આપી છે. તેમાં મોટાને બહુરૂપિણી વિદ્યા આપી છે અને નાનાને મોઢું ધોઈને જ્યારે થુંકશે ત્યારે તેના મોઢામાંથી ૫૦૦ દીનાર નીકળશે, માટે બેમાંથી એક જે તને રૂચે તેને લઇ લે બ્રાહ્મણે કહ્યું મારી સ્ત્રીને નાનું બહુ જ વલ્લભ છે, તે કારણ માટે નાનાને જ લઇશ.એમ કહી તે માનો છોકરાને લઈને પોતાના નગર પ્રત્યંચાલતો થયો, અને મોટો છોકરો જે હતો તેને પંડિતે રાખ્યો. તે મોટો છોકરો ગામ બહાર જઇને પિતાને કહેવા લાગ્યો કે તે મને કેમ ન લીધો ? ત્યારે તેના પિતાએ કહ્યું કે તું બહુરૂપિણી વિદ્યાવાળો છે, તને લેવામાં મને શું ફાયદો ? મને તો પ00 સોના મહોરો વહાલી છે. તે સાંભળી મોટા છોકરાને ગુરુ ઉપર દ્વેષ થયો, તેથી ચિંતવવા લાગ્યો કે ગુરુએ બરાબર મને ભણાવ્યો નહિ, એવી વિચારણા કરી છે કે હે પિતાજી ! એક જ દિવસમાં હું બેહજાર સોનામહોરો તમને અપાવીશ. હું ઘોડાનું રૂપ કરું ત્યારે મને તારે ગામના રાજાને બે હજાર સોનામહોરોથી વેચવો, એમ કહી તે પોતાના પિતા પાસે ઘોડો થઈને
M૨૭૫
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org