________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આવ્યો.તેના પિતાયે બે હજાર સોનામહોરથી રાજાને વેચાતો આપ્યો. આવા સમયે પોતાના શિષ્યને ઘોડારૂપે રાજાએ બે હજાર સોનામહોરોથી ગ્રહણ કરેલો જાણી ને પંડિત તેની પછળ ગયો. ત્યારબાદ પાણી પીવાને માટે સરોવરમાં ગયો. ત્યાં ઘોડો પોતાની પાછળ પંડિતને આવતોદેખીને ભેંશના રૂપથી પાણીમાં પેઠો. એટલામાં તેને ગ્રહણ કરવા પંડિત પાણીમાં પ્રવેશ કરે છે, તેટલામાં તે ભેંશના રૂપને ત્યાગ કરી રાજાની રાણીના કંઠમાં મોતીનો હાર હતો તેમાં પેઠો.પંડિત પણતે સ્વરૂપ અવધિજ્ઞાનથી જાણી, રાજા પાસે જઈ તે હારની માગણી કરી.તેહાર લઇને જેટલામાં રાજાને આંગણે બેસે છે તેટલામાં તે હાર તૂટયો અને મોતીયો આંગણામાં વેરાઈગયા. તે અવસરે પંડિતપણે હંસનું રૂપ ધારણ કરી, તે મોતીયોને ચરવા લાગ્યો. તેટલામાં લબ્ધલક્ષવાળા તેણે બીલાડીનું રૂપ કરી હંસને કોટેથી પકડયો. તેણે કદર્થના કરવાથી પંડિત બોલ્યો કે કોઈ પણ રીતે તું મને મૂકી દે છે ? તેણે કહ્યું કે તું મારી પૂંઠ છોડી દે તો મૂકી દઉં, પંડિતે પણ તેમ કરવાથી તેને છોડ્યો ત્યારબાદ સુખી થયો. એવી રીતે બ્રાહ્મણના બે પુત્રોને યોગ્ય અયોગ્યતાના વિષય ભણાવવાથી ગુરુ ઉપર પણ ગુણદોષ કરવાવાળું થયું તેમજ ગુરુનું ધર્મવાકય પણ યોગ્ય અયોગને વિષે ગુણદોષ કરવાવાળુ થાય છે.
(મિત્ર મુનિસુવ્રત સ્વામીની ક્યા) मित्रं प्रकुर्यानृपतिं यतिवा, शशीव सिंधुं सुहिताय यः स्थात् । यथार्हता स्वर्गतिमेव निन्ये, प्रांमित्रमश्वो मुनिसुव्रतेन ॥२॥
ભાવાર્થ જો કોઈ માણસ રાજાની જોડે અગર યતિની જોડે મિત્રતા કરે છે, જો જેમ ચંદ્રમા સમુદ્રને હિતકારી થાય છે તેમ મિત્ર પણ હિતકારી થાય છે. જે કારણ માટે અહંન્ ભગવાન શ્રી મુનિસુવ્રત મહારાજાએ પોતાના પૂર્વભવના મિત્ર ઘોડાને સ્વર્ગગતિ પ્રાપ્ત કરાવી.
પ્રતિષ્ઠાનપુરને વિષે સુમિત્રા નામનો શ્રેષ્ઠી વાસ કરતો હતો. તેને
(૨૭૬)
*
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org