________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરમ મિત્રતા ધારણ કરનાર પરમ જૈન જિનદાસ નામનો વણિકમિત્ર હતો. તે સુમિત્રા નિરન્તર કુપાત્રને વિષે દાન આપતો હોવાથી મિત્રો તેને નિષેધ કર્યા છતાં પણ તેમ કરતા પાછો હઠતો નહોતો. અનુક્રમે તે સુમિત્ર મરણ પામીને ભરૂચ નગરમાં રાજાનો પટ્ટ તુરંગમ થયો, અને જિનદાસનો જીવ ભગવાન મુનિસુવ્રતસ્વામી તીર્થંકર થયા. તે ભગવાને જ્ઞાનથી જાણ્યું કે મારા પૂર્વભવના મિત્ર ઘોડાને આ નગરનો રાજા પ્રાત:કાળે અશ્વમેધ યજ્ઞમાં અગ્નિમાં હોમશે તેથી હું ત્યાં જઈ તેને પ્રતિબોધ કરું. આવું ચિંતવન કરી, પ્રભુ એક રાત્રિને વિષે સાઠ યોજન ભૂમિ ઉલ્લંઘન કરી ભરૂચ નગરે આવ્યા. તેથી રાજા પણ તે જ ઘોડા ઉપર બેસીભગવાનને વંદન કરવા ત્યાં આવ્યોતે જ વખતે તીર્થંકરના દર્શન કરવાથી તે ઘોડાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું તેથી પોતાના પગના ખરવડે કરી ભૂમિ ખોદીને આંસુ પાડવા લાગ્યો. ત્યારબાદ સ્વામિએ રાજાના પાસે તે ઘોડાના સ્વરૂપને કહ્યું ત્યારબાદ ભગવાને તે ઘોડાને અણસણ કરાવ્યું, તેથી તે ઘોડો મરીને સ્વર્ગે ગયો. તે વખતે ભરૂચ નગરના શ્રી કીર્તિપાળ રાજાએ ત્યાં અશ્વાવબોધ તીર્થ નામનો જિનેશ્વર મહારાજનો પ્રાસાદ કરાવ્યો તેથી તે રાજા તે જ ભવને વિષે મોક્ષગયો.
(મિત્રતા વિષે સાગર શ્રેષ્ઠી ક્યા) सन्मित्रधीः कामदुघेव धेनु-मित्र विदध्यात् फलितेपप्सितार्थ । यन्मृन्मयद्रव्यमहत्प्रपंचात्, श्रेष्ठी स्वमित्रेण सुखीप्रचष्ठी ॥१॥
ભાવાર્થ સારા મિત્રની બુદ્ધિ કામધેનુ ગાયના પેઠે પોતાના મિત્રને ફલિતાર્થ ઇચ્છિતની સિદ્ધિને કરે છે, કારણ કે માટીના મહાન્ દ્રવ્યના પ્રપંચથી શ્રેષ્ઠીએ પોતાના મિત્રને ઘણો જ સુખી કર્યો.
રાજપુર નગરને વિષે સાગરના નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને ચાર પુત્રો હતા. હવેકાલયોગે શ્રેષ્ઠી નિધન થયો, તેથી પુત્રોએ તેને અસાર માનીને ઘરના પછવાડે એક જીર્ણ ઝુંપડામાં નાખી મૂકયો. વળી છોકરાની
આ ૨૭
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org