________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વહુઓ પણ ખલેલું જળેલુ સડેલું ખરાબ અન્ન તેને ખાવાને માટે આપવા લાગી તેથી નિરંતર મહાનું દુ:ખમાં મગન થઈ કાળ નિર્ગમન કરવા લાગ્યો. એકદા ધન નામનો તેનો બાળમિત્ર કુંભાર હતો તે તેને મળવાને માટે આવ્યો, તે તેની આવીદશા થવાનું કારણ પૂછે છે કે હે મિત્ર ! તારી દુર્ગતિના જેવી શી દશા થઈ છે, તેણે કહ્યું કે હે મિત્ર ! પુત્રો, તેની વહુઓ મારી સેવાચાકરી કરતા નથી ? તે સાંભળી કુંભારે કહ્યું કે હે મિત્ર ? તાહારા પાસેકાંઈ દ્રવ્ય છે કે નહિ, તેણે કહ્યું કે મારી પાસે કાંઈ પણ નથી, સર્વ ધન હતું તે મે પુત્રોને આપી દીધું છે. ત્યારબાદ મિત્ર કહ્યું કે હે મિત્ર ! તું ખેદ કરીશ નહિ, હું તેવું કામ કરીશ કે તારા પુત્રોને વહુઓ જાવજીવ સુધી તારી સેવા-ચાકરી કરશે. ત્યારબાદ કુંભારે પોતાને ઘરે જઈ માટીના રૂા. બનાવી ચાર ઘડાને વિષે તેને નાંખીને, બંધ કરીને, મિત્રની પાસે ગુપ્ત રીતે રાત્રિમાં આણ્યા, અને આ મુદ્રિત ઘડાઓ વહુઓને આપીને તારે કહેવું કે આ ચારે દ્રવ્યના ઘડાઓ છે તે તો મારા ખાટલા નીચે દાટી મકો આવી રીતે કહેવાનું કહી તે કુંભાર પોતાને ઘરે ગયો. અન્યદા મોટી વહુ તેને ભોજન આપવા ‘આવી ત્યારે તેને કહ્યું કે હે વત્સ ! હું વૃદ્ધા અવસ્થાવાળો થયો છું ને ‘આંખેથી બરાબર દેખતો નથી.તેમજ મારું આયુષ્ય પણ અલ્પ જ લાગે છે માટે આ મારો પૈસાપૂર્ણ ઘડો તું લઈ લે. એમ કહી એક ઘડો તેને આપીને કહ્યું કે વત્સ ! આ ઘડાને તું મારા ખાટલા નીચે દાટી દે કે કોઈ જોઈ શકે નહિ, તેથી તેણીએહર્ષપામીનેતેમ કર્યું. ત્યારબાદ તે દિવસથી તે ઉત્તમોત્તમ ભોજન વસ્ત્રાદિક આપવાવડે કરી ડોસાની ચાકરી કરવા લાગી અને પોતાના ભર્તારને પણકહીને તેના પિતાની તેની પાસે ચાકરી કરાવવા લાગી આવી રીતેતે ડોસાએ બીજા ત્રણે ઘડા પણ તેવી જ રીતે ત્રણેવહુઓને આપવાથીતે પ્રમાણે તેઓ ભક્તિ કરવા લાગી. ત્યારબાદ કેટલાક વર્ષે તે ડોસો મરણ પામવાથી પોતપોતાના ઘડાઓને કાઢીને જયાં જુએ છે ત્યાં માટીના રૂ. દેખી ચારે જણીયો
૨૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org