________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરસ્પર હસવા લાગી, અને વિલક્ષણ ભાવ પામી, મનમાં વિચાર્યું કે જેવી આપણી કરણી હતી તેવું ફળ આપણને ડોસાએ આપી દીધું.
(સાચા સાધુ લક્ષ્મીનો ત્યાગ કરનારા હોય છે. )
આ ભરતક્ષેત્રને વિષે કુમુદ્વતી નામની ઉત્તમ નગરી હતી. તે ધનધાન્યાદિક વિવિધ પ્રકારની સમૃદ્ધિથી સંપૂર્ણ ભરેલી હતી તે નગરીનો રણશુર નામનો પ્રતાપી રાજા હતો. તેણે એક દિવસ સભામાં કોટવાળને પ્રશ્ન કર્યો કે અત્યારે કોઇ જ્ઞાની છે કે ? રાજાના વચનથી તેણે જુદાજુદાદર્શનીયો બોલાવ્યા. તેમાં એક બ્રાહ્મણ આવ્યો અને તેની ઇચ્છા રાજાને ચમત્કાર દેખાડવાની થવાથી તે બોલ્યો કે આજે સંધ્યા લગ્ન એક ધનાઢયની સ્ત્રી મરશે એટલે રાજાએ પૂછયું કે બીજા કોઈ પંડિત છે કે ? એટલે એક બૌદ્ધ બોલ્યો કે તે બાઈ વીશ વર્ષ જીવશે, તેનું આ કથન શ્રવણ કરવાથી રાજાને આશ્ચર્ય ઉત્પન્ન થયું. ત્યારબાદ રાજાયે જૈનાચાર્ય શ્રી ગુણધરસૂરિને બોલાવીને પ્રશ્ન કર્યો કે આ બાબતમાં આપનું જ્ઞાન શું કહે છે ? તેથી સૂરીશ્વરજી બોલ્યો કે તે બન્ને જણા સાચા છે. આવા વાકયને શ્રવણ કરવાથી સૂરીશ્વરજીના વચન ઉપર રાજાને શ્રદ્ધા થઈ નહિ. હવે કોઈક ગામને વિષે કોઈક ખેડૂતનો છોકરો એક લાકડા ઉપર ઘાસનું ઝુપડું બાંધી રહેતો હતો, અને પોતાના ખેતરનું રક્ષણ કરે છે તેવામાં અકસ્માત્ સખત વરસાદ આવવાથી નદીને વિષે ઝુંપડુ તણાણું.તે વખતે છોકરા ભરનિદ્રામાં પડેલો હતો. સખત વરસાદના ઝપાટાથી જાગી ઉઠયો, અને જ્યાં જુવે છે ત્યાં તો પોતાને નદીના પાણીમાં તણાતો દેખ્યો, અને ઝુંપડામાં સર્પો, બીલાડા વિગેરેને ભરાયેલા દેખ્યા,તેથી આશ્ચર્ય પામીને સર્પની તથા બીલાડાની પુંછડાની ગાંઠ બાંધી, એટલે સર્પને પીડા થવાની છોકરાને કરડયો. તેથી છોકરાએતે સર્પનું મોટું પકડી અંદરથી મણિ લઈ પાણીમાં ધોઈ પીવાથી તેને વિષે ઉતરી ગયું, તેથી સર્પ ઉતારવાનો ઉપાય તેના હાથને વિષે આવ્યો. એવામાં નદીમાં એક ઘડો તરતો આવ્યો છોકરાએ તે લઈ લીધો અને સર્પોને અંદર ભર્યા અને
૨૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org