________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એકટા થઇને પોતાના પાસેથી ગમન કરતી દેખીને આ સર્વે મારી બહેનો છે, એમ કહીને ઉઠી ને તે માંથી એક જણીને જુહાર કર્યો. હવે તે ચાર જણીઓ હતી અને જુહાર નમસ્કાર એકને કર્યો, તેથી સર્વ જણીયો વિવાદ કરવા લાગી કે મને જુહાર કર્યો, મને જુહાર કર્યો. આવી રીતે વિવાદ કરતી તે ચારે જણીઓ વિક્રમ પાસે આવીને કહેવા લાગી કે હે સુભગ ! તે કોને જુહાર કર્યો ? આવી રીતે કહે વાથી રાજાએ તેને કહ્યું કેતમો સર્વે કોણ છો ? રાજાએ તેમ પૂછવાથી તેના મધ્યેથી વિવિધ પ્રકારની સુવર્ણ કડા, કંઠી, કંદોરો, વેઢ, વીંટી, કેયુર, કંકણ વિગેરે અલંકારોથી શોભિત અને વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરનારી હાથને વિષે કલેશને રાખનારી મદોન્મત્ત ગર્જન પેઠે ગમન કરનારી એક સ્ત્રીએ રાજાને કહ્યું કે હે સુભગ ! સુરાસુરને વિષે વિશ્રત એવી હું લક્ષ્મી છું, અને હું જે પુરૂષનો આશ્રય કરું છું તેના દોષો પણ ગુણ થાય છે. आलस्यं स्थिरतामुपैति भजते चापल्य मुद्योगिताम् । मूकत्वं मितभाषितां वितनुते मौग्ध्य भवेदार्जवम् ॥ पात्रापात्रविचारसाविरहोयच्छत्युदारात्मताम् । मातर्लक्ष्मिी तव प्रसादवशतो दोषा अपि स्युर्गुणा : ॥१॥
ભાવાર્થ : આળસુ હોય તો સ્થિરતાવાળો છે, ચપલ હોય તે ઉધમી કહેવાય થે, મૂંગો હોય તો મિતભાષી કહેવાય કે, મુગ્ધભાવી હોય તે સરલ કહેવાય છે, પાત્રાઅપાત્રાના વિચારના સારથકી સહીત હોય તે ઉદાર આત્માનો ધણી કહેવાય છે. તે માતા! લક્ષ્મી ? તારા પ્રમાદના વશવર્તી પણાથી દોષો હોય છે તે અકુલીન પણ ઉત્તમ કુલવાન, ઉભયકુલ વિશુદ્ધ, એકસો એક કુલનો ઉદ્યોત કરનાર, બન્ને પક્ષે નિર્મલરાજહંસના અવતાર સમાન ગણાય છે, કલારહીત પણ કળાવાળો કહેવાય છે. ત્રીજા તેરશના ભેદને નહીં જાણનાર છતાં ચૌદ વિદ્યાનો પારગમાં સિદ્ધ સારસ્વત કહેવાય છે, કાળો હોય તો
M૧૫૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org