________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કૃષ્ણાવતાર કહેવાય છે, ઠીંગણો હોય તો વામન વાસુદેવનો અવતાર ગણાય છે, ઊંચો હય તો ઢીંચણ સુધી દીધું હાથવાળો ગણાય છે, ધોળા વર્ણવાળો ને લાંબા કાનવાળો હોય તો ચંપાના છોડ સમાન ગણાય છે, થોડું બોલનાર હોય તો મુખકમલમાંથી કપૂરના ચૂર્ણને ઝરનાર કહેવાય છે, બહુ બોલનાર હોયતો ચતુર ચાણાક્ય કહેવાય છે, અલ્પ આહારી હોય તો દેવાંશી કહેવાય છે, બહુ આહાર કરનાર હોય તે પરભવે પરીપૂર્ણ દાન આપીને આવેલ કહેવાય છે. આળસુ હોય તે સામણી સુરત્રાણ કહેવાય છે, ચપલ હોય તે ઉદ્યમી માસિકની સીમા સમ ગણાય છે, પગે ખોડો હોય તે લીલાવડે ચાલતા હાથીના બાળક સમાન કહેવાય છે, પાત્રાપાત્રની વિચારણા રહીત હોય તે અષાઢ માસના મેઘના પેઠે સર્વ જગ્યાએ વરસનાર મહાઉદાર ચરિત્રાવાન કહેવાય છે. તેથી જગતને વિષે, ઉત્તમ એવી મને જ તે નમસ્કાર કરેલો છે, બીજીને નહી. તેથી રાજાએ તેને કહ્યું કે તું નીચને ઘરે જાય છે. માટે તને મેં જુહાર કરેલ નથી. ઈત્યાદિ પ્રકારે બહુ દોષો ઉઘડવાથી અને તિરસ્કાર કરવાથી મૌનપણે લક્ષ્મીએ ધારણ કર્યા પછી, બીજી ઘોળા વસ્ત્રાલંકારને વિલેપનવડે કરીને મનોહર તથા મોગરાના પુષ્પ સમાન શરીરને ધરણ કરવાવાળી, યથા હાથને વિષે વીણા પુસ્તકને રાખીને શોભાને પામેલી રાજહંસ સમાન ગતિ કરનારી સુંદરી રાજાને કહેવા લાગી કે-હે સુભગ ! હું સકલ જગતને જીવાડનારી બ્રહ્માની પુત્રી સરસ્વતી છું. મેં જેને સેવેલ હોય તે પુરૂષ પુત્રથકી પણ અધિક માનવા લાયક થાય, કારણ કે विद्वत्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान्सर्वत्र पूज्यते ॥१॥
ભાવાર્થ : વિદ્વાનું અને રાજા એ કોઈ દિવસસરિખા ગણાય નહિ, કારણ કે રાજા પોતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન સર્વ જગ્યાયે પૂજાય છે. મારી સંપૂરણ કૃપાથી જ મોટામોટા વિદ્વાનો
૧૫3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org